Gumnam Hai Koi - 6 books and stories free download online pdf in Gujarati

ગુમનામ હૈ કોઈ - 6

                       Hi friends thanks for rating and good response....?
       
         નમ્રતાપુર્વક વિનંતી વાંચકો ને કે આ થોડો ઈમોશનલ ભાગ છે તો દિલ થી ફીલ કરીને વાંચશો તો મજા આવશે.હોરર શોધવા બેસસો તો નિરાશ થશો કારણકે આમાં એક પણ હોરર ઘટના નો ઉલ્લેખ નથી. આશા રાખું છું કે તમે મારી ફીલિંગ્સ ને સમજી શકશો.


                    "હું જે કોઠા પર વેચવામાં આવી હતી એ મલ્હારી માસી ના કોઠા ના નામ થી ઓળખાતો." 

                 "આ નામ તો ક્યાંક સાંભળેલું લાગે છે." અરમાન યાદ કરવાની કોશિશ કરે છે પણ આગળ જાણવાની ઉત્કંઠા ને લીધે મગજ પર જોર નથી આપી શકતો. એટલે આગળ ની વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

                  "હા , સાંભળેલું હશે કારણકે મુંબઈ ના રેડ લાઈટ એરિયા માં મલ્હારી માસી નો કોઠો ફેમસ છે. કોઈ પણ ઘરાક ખાલી હાથે નથી જતો અને કોઈ વૈશ્યા પણ એમની ચુંગાલ માંથી આજ સુધી છટકી નથી શકી. શરૂઆત ના ૩-૪ દિવસ તો હું આઘાત માં સુનમુન બેસી જ રહી. મને સમય કે જગ્યા નો કઈ જ હોશ ન હતો. માસી એ બને એટલું મારો ખ્યાલ રાખવાની કોશિશ કરી. પંદર દિવસ મેં કઈ જ ના કર્યું. ખાલી આરામ કર્યો. માસી મને બધું સમજાવતી હતી. ના છૂટકે હું બધું સાંભળતી હતી. માસી ને મારા નામ સાથે કે મારી જાત સાથે કોઈ જ નિસબત નહોતી. માસી માનતી હતી કે "મ" એમની માટે લકી હતો. તેથી ત્યાંની બધી જ છોકરીઓ ના નામ એમને "મ" થી જ રાખેલા. માયા , મોહિની , મંદા અને બીજા પણ ઘણા બધા. મારુ નામ પણ બદલીને મારિયા કરી નાખ્યું.જે મને શરૂઆત માં ખુબ જ ગંદુ અને ઓકવર્ડ ફિલ કરાવતું. એવા ઝાકઝમાળ વાળું મકાન , એવા ઝગમગતા ઘાઘરો- બ્લાઉઝ , એકદમ ડાર્ક મેકઅપ , ગ્રાહક ને આકર્ષવા માટે કરવા પડતા લટકા ઝટકા..... મને એનાથી ખુબ જ ચીડ ચડતી , ખુબ જ ગુસ્સો આવતો , પોતાની જાત ઉપર ઘૃણા ઉપજતી કે હું ક્યાં આવામાં ફસાઈ ગઈ! આના કરતા તો તે દિવસે ભાઈ જોડે જ મરી ગઈ હોત તો સારું થાત. કમ સે કમ આવા નર્ક માં તો ના ફસાત. 


                    ત્યાંની બે છોકરીઓ એ મને કહ્યું હતું કે અહીંયા થી ભાગવાનું સ્વપ્ન માં પણ ન વિચારતી નહીંતર માસી તારો જે હાલ કરશે ને એ તું સ્વપ્ન માં પણ નહિ વિચારી શકે. 

                  તેમનુ કહેલું માન્યા વિના મારી પાસે બીજી કોઈ ચોઈસ જ નહોતી. કારણકે ભાઈ સાથે જે બન્યું એ પછી મારી હિંમત અને કોન્ફિડન્સ તો સાવ તળિયે બેસી ગયો હતો. એટલે પંદર દિવસ પછી મારો વારો આવ્યો પહેલા ઘરાક ને સંભાળવાનો. મારી ઉપર જે દુસ્કર્મ થયું હતું એના કરતા આ ઓછું પીડાદાયક હતું એમ મેં મારા મન ને મનાવી લીધું હતું. 

                 ધીરે ધીરે હું આ વાતાવરણ ને મારી અંદર ઉતારતી જતી હતી. આમ ને આમ મારે છ મહિના જેટલું થઇ ગયું કોઠા પર. અને બીજી છોકરીઓ ની ચેતવણી ને લીધે મેં ક્યારેય ભાગવાની કોશિશ નહોતી કરી એટલે માસી ને પણ હવે મારી ઉપર ભરોસો બેસી ગયો હતો. તે મને હવે આજુબાજુ ફરવા મોકલતી હતી બીજી છોકરીઓ સાથે. અને મારી પાસે પૈસા પણ સારા એવા ભેગા થયા હતા. તેનો મેં ટાઈમ પાસ માટે એક મોબાઈલ લીધો હતો. જોકે સિમ ની તો મારે જરૂર નહોતી કારણકે પોતાનું કહી શકાય એવું કોઈ આ દુનિયા માં રહ્યું જ નહોતું મારી માટે કે જેને હું ફોન કરી શકું. અને બીજી બધી છોકરીઓ એ તો કોઈ ને કોઈ ગ્રાહક ને પટાવેલા હતા તેથી એ નવરાશ ના સમયે ફોન માં એની જોડે ખોટી લવારીઓ કરતી જે મને બિલકુલ પસંદ નહોતું. પરંતુ માસી ના આગ્રહવશ મેં સિમ નાખેલું હતું. 

                     એક દિવસ હું નવરી હોવાથી માસી જોડે બેઠી બેઠી કાન માં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળી રહી હતી. ત્યારે એક સ્ટુડન્ટ આવ્યો. એને અમારી ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવવી હતી. આમ તો માસી જેનેતેને ઘુસવા નહોતી દેતી પણ આ છોકરા ને ત્યાંની પોલીસ જોડે સેટિંગ હોવાથી માસી તેને ના પડી શકે એમ નહોતી. પેલા ને થોડા સવાલ પૂછવા હતા તેથી માસી એ મને ઈશારો કરી મારી જોડે મારા રૂમ માં મોકલી દીધો એને. માસી જોડે એને શું વાત થઇ હતી એ મને ખબર નહોતી તેથી મને લાગ્યું કે એ એક ગ્રાહક જ હશે. તેથી મેં અંદર આવી રૂમ નો દરવાજો બંધ કર્યો અને ચણીયા નું નાડું ખોલવા જ જતી હતી કે પેલા છોકરા એ ના પડતા ની સાથે જ આવીને જોર થી મારો હાથ પકડી લીધો. એ દિવસે પહેલીવાર કોઈ મર્દ નો સ્પર્શ તનમન માં ઝનઝનાટી ફેલાવી ગયો. એ ખ્યાલ ને ફટાફટ મગજ માંથી કાઢી એક ઝટકે હું દૂર થઇ ગઈ. મને એટલું તો સમજાઈ ગયું કે એ સામાન્ય ગ્રાહક નહોતો. પણ હવે હું કોઈની પણ ઉપર વિશ્વાસ મુકવા માટે અસમર્થ હતી તેથી મેં એને મારી જ લેન્ગવેજ માં પૂછ્યું....

" ઓ સાહબ , યહાઁ એ સબ નહીં કરના તો કયું આયે હો યહાઁ? હું ઘૃણાભાવ સાથે બોલી. 

"અરે , અરે તમે તો નારાઝ થઇ ગયા. હું સમજી શકું છું તમારી વેદના અને મજબૂરી ને. અને એટલે જ મારે તમારા ઉપર ડોક્યુમેન્ટરી બનાવવી છે." એણે પ્રેમ થી મારો હાથ પકડી બેડ ઉપર બેસાડતા કહ્યું.આ સાંભળીને હું ભડકી અને...

"ક્યાં?? ડોક્યુમેન્ટરી?? તેરા દિમાગ તો ઠીક હે? ક્યાં કરેગા હમપે ડોક્યુમેન્ટરી બનાકર?? દુનિયા કો દિખાયેગા?? ક્યાં જૂઠી સિમ્પથી દિલવાના ચાહતા હે તું હમે ઇસ ઝાલિમ દુનિયાવાલોંસે? ક્યાં? હોગા ક્યાં ઉસસે?? આધે લોગ સિમ્પથી દીખાયેંગે ઓર આધે લોગ થુંંકેંગે હમ પર. ઓર જો આધે સિમ્પથી વાલે હે ના વો ભી સબ જૂઠે ઓર મક્કાર હી હે. કભી સૂના કિસી સમાજ ને કિસી વૈશ્યા કે લિયે કુછ કિયા હો? કભી સૂના કી સમાજ ને કિસી વૈશ્યા કો ઘર બસાને મેં મદદ કી? કભી સૂના હે કી કિસી ઈઝ્ઝતદાર આદમી ને વૈશ્યા સે શાદી કી યા કિસી ઈઝ્ઝતદાર પરિવાર ને કિસી વૈશ્યા કો અપને ઘર કી બહુ બનાઈ? નહીં.......કભી નહીં.... ક્યુકી ઐસા કભી હોતા ઈ જ નહીં. ઓર કભી હોનેવાલા ભી નહીં. ક્યુકી સભી ઈઝ્ઝતદાર તો યહાઁ આતે હે અપના મુહ કાલા કરને , ખુદ કી જૂઠી ઇઝ્ઝત બચાકર ચોરીછૂપે હમારી ઇઝ્ઝત લૂંટતે હે , ખુદ કી ભૂખ મીટાને ચલે આતે હે યહાઁ મુહ ઉઠાકર. બેશૅમ કહીકે. હમ મજબૂર હે લેકિન ઉનકી ક્યાં મજબૂરી હે? ઉન જેસો કી ડિમાન્ડ કી વજહ સે હી હમ અનાથ , ગરીબ , બેબસ ઓર લાચાર લડકિયોં કો ધકેલા જાતા હે ઇસ નર્ક મેં." હું આવેશ માં આવીને ઉભા થઈને આટલું બધું એકસાથે બોલી ગઈ. મારી આંખો માંથી અંગારા વરસતા હતા. આ જોઈ થોડીવાર તો પેલો હેબતાઈ ગયો અને પછી શું સુજ્યું કે મને તેના આગોશ માં લઇ લીધી અને બસ પછી શું હતું! જે બંધ મેં છ મહિના થી બાંધીને રાખ્યો હતો એ એની બાહોમાં તૂટી ગયો. જે આંખો માંથી થોડીવાર પહેલા અંગારા નીકળતા હતા એની જગ્યા આંશુઓ એ લઇ લીધી. એને મને રડી લેવા દીધી. ત્યાં સુધી એ મારી પીઠ પસવારતો રહ્યો. પછી મને ભાન થતા હું અળગી થઇ ગઈ તેનાથી. અને એ ચુપચાપ એક શબ્દ બોલ્યા વગર કે પાછું વળીને જોયા વગર સડસડાટ જતો રહ્યો. હું હજી પણ કઈ સમજી વિચારી શકવાની હાલત માં નહોતી પણ હા આંશુઓ વહી જવાથી ભાર થોડો ઓછો મહેસુસ થઇ રહ્યો હતો. હું મારા જ રૂમ માં સુનમુન બેસી રહી એક કલાક. પણ પછી ગ્રાહક આવતા ના છૂટકે મારે એનો ખોરાક બનવો પડ્યો. 


                      એ વાત ને હવે અઠવાડિયા જેવું વીતી ચૂક્યું હતું. હું આમ તો ભૂલી ચુકી હતી પણ અંદર અંદર ક્યાંક એવું થતું હતું કે મેં એ છોકરા ને વગર વાંકે એટલું બધું કહી દીધું પણ પછી એવું થતું કે જો વાંક જોવા જઈએ તો વાંક તો મારો પણ કઈ નહોતો કે હું આ નરકાગાર માં ફસાઈ ગઈ. અને મારી સાથે જે થયું હતું એ હેવાન પુરુષો ના લીધે જ થયું હતું ને! આમ મારુ મન અને દિમાગ એકબીજા સાથે દલીલો કરી ને ઝઘડ્યા કરતા. મન કહેતું હતું કે એ છોકરો એવો નથી જયારે દિમાગ કહેતું કે બધા પુરુષો સરખા જ હોય. પછી દિમાગ મારા શરીર ને સવાલ કરતુ કે શું કહે છે તું? રોજેરોજ તું ચાર ચાર પાંચ પાંચ પુરુષો નો મુકાબલો કરે જ છે ને શું લાગે છે તને? અને મારુ શરીર તો બિચારું થાકયું હતું એટલે એનો જવાબ તો કાયમ દિમાગ ની સાઈડ જ રહેતો અને અંતે મન હારી જતું.  

                        આમ ને આમ એક મહિનો વીતી ચુક્યો હતો અને હવેતો મન ની દલીલો પણ બંધ થઇ ગઈ હતી. 

               એક દિવસ હું કોઠાની બીજી છોકરીઓ જોડે મોલ માં ગઈ હતી. ત્યાં હું એક બાજુ કપડાં જોતી હતી અને બીજી છોકરીઓ બીજીબાજુ કોસ્મેટિક ની આઈટમ જોઈ રહી હતી. ત્યાં અચાનક મારા ખંભે કોઈ એ હળવેક થી ટપલી મારી હોય એવું લાગ્યું. મેં પાછળ ફરી ને જોયું તો એ જ છોકરો હતો જેને મેં કેટલુંય સંભળાવ્યું હતું. 


"હાઈ" 

 "હાઈ" 
  
  "તમે અહીંયા? "

 "હા. શોપિંગ કરવા આવી છું. અને તમે?"

 "ઓહ માય ગોડ! તમને ગુજરાતી આવડે છે? તે દિવસે તો એવું જરાય નહોતું લાગતું. ઓહ સોરી સોરી હું પણ શોપિંગ માટે જ આવ્યો છું અને જાઉં જ છું કારણકે આ તો પબ્લિક પ્લેસ છે જો અહીંયા તમે ભડકશો ને તો લોકો વગર વાંકે મારી પીટાઈ કરી દેશે જે હું બિલકુલ નથી ઈચ્છતો. સો બાય બાય."

 "સોરી. મેં તમને તે દિવસે ના કહેવાનું ઘણુંબધું કહી દીધું. માફ કરજો મને." મેં નીચું જોઈને એની માફી માંગી સાચા દિલ થી. 

 " હા હા હા...... ચીલ એન્ડ શેઈક ઈટ ઑફ. મને જરાય ખોટું નથી લાગ્યું તમારી એ વાત નું. અને હું તો મજાક કરતો હતો. સો ડોન્ટ વરી એન્ડ એન્જોય ધ શોપિંગ."

                અને હું પણ હસવા લાગી. પરંતુ બીજી છોકરીઓ મને અને પેલાને હસી બોલી ને વાત કરતા જોઈ રહી હતી. અને તેમાંથી એક માસી ની ચમચી હતી. તેથી એક ચિઠ્ઠી માં પહેલીવાર મેં મારો ફોન નમ્બર લખીને નીચે ફેંકીને હું જતી રહી. તેને ચિઠ્ઠી લીધી કે નઈ એ જોવા પણ હું પાછળ ના ફરી. 



                   શું મારિયા/સપના ના જીવન માં ફરી કોઈ ખુશી આવશે ખરી? આખરે બદલો હતો કે બીજું કઈ? સપના ચાહતી શું હતી? અને બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું તો તેને આટલી નિર્દયતા થી મારવામાં કેમ આવી?  જાણવામાટે વાંચો આગળ નો ભાગ. અને વાંચકો ને નમ્રતાપૂર્વક વિનંતી કે આ ભાગ ખુબ જ ઇમોશનલ છે તેથી દિલ થી ફીલ કરીને વાંચવો અને દિલ થી રેટિંગ આપવા. 
                    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED