Gumnam Hai Koi - 4 books and stories free download online pdf in Gujarati

ગુમનામ હૈ કોઈ - 4

                        Hello my dear readers....Wishing you Happy New Year ???...

                    આશા રાખું છું કે તમને ત્રીજો ભાગ ગમ્યો હશે. એના રિવ્યુઝ જાણ્યા વિના જ આ આગળ નો ભાગ લખી રહી છું. આશા રાખું છું કે આ ભાગ પણ તમને પસંદ આવે. તમે મને તમારા રિવ્યુઝ કોમેન્ટ બોક્સ તેમજ માતૃભારતી મેસેજ ઓપ્સન માંથી પણ મેસેજ કરી શકો છો. જેમને આગળ ના ત્રણ પાર્ટ ના વાંચ્યા હોય તેમને વાંચી લેવા વિનંતી. હવે આગળ.......


                     એ રાતે પછી ઇરિકા અને અરમાને રાહત નો શ્વાસ લીધો. અને શાંતિ થી સુઈ ગયા. બીજા દિવસે સવારે.....


 "ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ. હિયર્સ યોર હોટ કોફી લાઈક મી. કમ ઓન બેબી વેક અપ ફાસ્ટ." ઇરિકા હાથ માં કોફી લઈને અરમાન ને ઉઠાડવાની કોશિશ કરી રહી હતી. છેલ્લા ઘણા દિવસો બાદ આજે તેના સુંદર ચહેરા પર ખુશી નો મેક અપ જોવા મળી રહ્યો હતો. 

 "ઓહો શું વાત છે? લાગે છે કે હું હજી ઊંઘ માં જ છું અને સુંદર સ્વ્પ્ન જોઈ રહ્યો છું જેમાં મને મારી સ્વ્પ્ન સુંદરી પ્રેમ થી જગાડી રહી છે. ઇરિકા પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. લેટ મી કમ્પ્લીટ માય બ્યુટીફૂલ ડ્રિમ." અને અરમાન પાછો રજાઈ ઓઢીને સુઈ જાય છે. 

" અરમાન પ્લીઝ આટલા દિવસો પછી મારો મૂડ સારો થયો છે પ્લીઝ ડોન્ટ સ્પોઈલ ઈટ. વેક અપ નાવ. સી આઈ હેવ ઓલ્સો એન ઓફર ફોર યુ. ટેક ધીસ કોફી એન્ડ ગેટ ધ કિસ ફ્રી. કમ ઓન વેક અપ ફાસ્ટ. એલ્સ યુ વિલ લુઝ બેનિફિટ ઓફ થઇ ઓફર." ઇરિકા અરમાન ની રજાઈ ખેંચતા કહે છે.

" ઉફ્ફ , યુ આર ઇન્સિસ્ટીન્ગ મી નાવ ધેન આઈ વિલ હેવ ટુ ગેટ અપ." અરમાન ઇરિકા ને ચીડવવા મોઢું મચકોડીને બેડ માં બેસે છે. તેથી ઇરિકા મોઢું ફુલાવી ને ઉંધી વળીને ઉઠવા જાય છે પણ એમ ઇરિકા ને જવાદે તો એ અરમાન શાનો! તેણે ઇરિકા ને પોતાની તરફ ખેંચી. અને પ્રેમ થી એના સિલ્કી વાળ ને તેના કાન પાછળ કર્યા.

" આટલા દીવસો પછી મને મારી ઇરુ પાછી મળી છે. આ ચાન્સ થોડો જવા દેવાય." અરમાન અને ઇરિકા પોતાના અધરો થી એક બીજા ને તૃપ્ત કરવા જ જતા હતા ત્યાં જ જોર થી એક ધમાકા નો અવાજ આવે છે. અને બંને એ દિશા માં દોડતા જાય છે. અને જઈને જોવે છે તો એક કુંડુ પડ્યું હતું ધાબા ઉપર થી. પણ હવે તો બંને નો મૂડ ઑફ થઇ ગયો હતો એટલે પછી ઇરિકા કિચન માં જઈને અરમાન માટે ટિફિન રેડી કરવા જતી રહે છે અને અરમાન બેડરૂમ માં ઓફિસ માટે રેડી થવા જતો રહે છે.

                   એ દિવસે એના સિવાય બીજી કોઈ પણ એવી ઘટના ઘટતી નથી. અને એના પછી નો બીજો દિવસ પણ નોર્મલ જ જાય છે. હવે આજે હતી અમાસ. જે દિવસે પેલી અતૃપ્ત આત્મા પોતાની દાસ્તાન જણાવવાની હતી. ઇરિકા અને અરમાન બંને જાણવા માટે ઉત્સુખ હતા પરંતુ જોડે જોડે તેમને થોડો ડર પણ લાગી રહ્યો હતો. 

                એ દિવસે અરમાન ઓફિસે થી અડધી રજા લઈને વહેલો જ આવી ગયો હતો. જેથી ઇરિકા ને પણ મદદ કરી શકાય અને વહેલા કામ પતાવી ને થોડી વાર સુઈ જવાય. 

               અને આખરે અંધારા ના ઓળા ઉતરી આવ્યા. અમાસ ના લીધે આકાશ ઘનઘોર કાળું લાગી રહ્યું હતું. રાત ના બાર વાગવાની તૈયારી જ હતી એટલે અરમાન અને ઇરિકા ઉપર ટેરેસ પર જવાની તૈયારી કરે છે. અરમાન છુપાઈને પોતાના પોકેટ માં હનુમાન ચાલીશા મૂકી દે છે જેથી કદાચ સિચુએશન આઉટ ઓફ કંટ્રોલ થાય તો હનુમાન ચાલીશા થી બચી શકાય. પરંતુ તે આ વાત ઇરિકા ને નથી જણાવતો. 

" લેટ્સ ગો ઇરિકા. ઇટ્સ ઇલેવન ફિફ્ટી સિક્સ."

" યેહ લેટ્સ ગો. બટ અરમાન આઈ એમ વેરી મચ નર્વસ એન્ડ સ્કેર્ડ."

" ડોન્ટ વરી ડીયર. આઈ એમ વિથ યુ. સો અબ ચલે? મોહતરમાં! "અરમાન ફિલ્મી અંદાજ માં ઇરીકા ના હાથ માં હાથ ભરાવી ને કહે છે. તેનો ડર ઓછો કરવા માટે. 

                       અરમાન અને ઇરિકા ટેરેસ ઉપર પહોંચી ગયા હતા. પરંતુ આત્મા ના આવ્યા પહેલા થી જ વાતાવરણ ભયાનક હતું. આકાશ માં અંધારું ઘનઘોર હતું. ક્યાંક ક્યાંક વળી એકાદો તારો ટીમટીમતો હતો. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો.જેથી વાદળો માં પણ રેસ લાગી હોય તેવું લાગી રહ્યું હતું. અને તેમના ઘર ની પાછળ રહેલો ઘેઘુર વડલો પણ તેની વડવાઈઓ અને પાંદડા નો અવાજ કરી વધારે બિહામણું બનાવી રહ્યો હતો. અને ક્યાંક ક્યાંક કોઈ કુતરા નો ભસવાનો પણ અવાજ આવી રહ્યો હતો. 
 
                  સાડા બાર થવા આવ્યા તો પણ આત્મા ના આવવાની કોઈ જ એંધાણ નહોતા. અને વાતાવરણ તો બદ થી પણ બદતર થઇ રહ્યું હતું. આકાશ માં ઘનઘોર વાદળા પોતાનું આધિપત્ય જમાવવા તૈયાર હતા. અને હવે તો વીજળી ના કડાકા પણ શરુ થઇ ગયા હતા. કોઈ કોઈ તારા જે દેખાતા હતા એ પણ હવે તો વાદળો પાછળ જઈને નિંદ્રાધીન થઇ ગયા હતા. કુતરા નો અવાજ પણ બંધ થઇ ગયો હતો. વાતાવરણ માં ભેંકાર શાંતિ હતી. ખાલી અવાજ હતો તો પાંદડા નો અને વીજળી નો. આજુ બાજુ કોઈ માણસ તો શું કોઈ જાનવર પણ દેખાઈ નહોતું રહ્યું. બધા જ ઘર ની લાઇટ્સ પણ ઓફ હતી. 

 "અરમાન ચાલ ને યાર. મને તો બહુ બીક લાગે છે. મને તો લાગે છે કે આપણી સાથે મજાક કર્યો હશે. અને ભગવાન ના કરે અહીંયા આપણને કઈ થઇ જશે તો કોઈ મદદ કરવા પણ નહિ આવે. ઇરિકા અરમાન નો હાથ કોણી એ થી ખેચી ને આજીજી ના સ્વર માં કહે છે.

" ના ઇરિકા થોડી હિંમત રાખ. હું છું ને તારી સાથે પછી શું કામ ડરે છે? જો આજે આપણે જતા રહીશું ને તો એ અતૃપ્ત આત્મા આપણને આપણે જ્યાં સુધી અહીંયા રહીશું ત્યાં સુધી આમ જ હેરાન કરશે જ્યાં સુધી આપણે તેમની અતૃપ્ત ઈચ્છા પરિપૂર્ણ નહિ કરીએ. એમને કીધું છે ને કે એ આવશે જ તો એ આવશે જ. બસ એ આપણી પરીક્ષા લઇ રહ્યા છે કે શું આપણે સાચ્ચે જ તેમની મદદ કરવા ઇચ્છીએ છીએ કે નહિ!". અરમાન ઇરિકા ને પ્રેમ થી સમજાવતા કહે છે. અને એટલા માં જ વાતાવરણ શાંત થઇ જાય છે. અને એક અવાજ આવે છે. 

" વાહ આખરે મારી શોધ પુરી થઇ આજે."

          અરમાન તથા ઇરિકા આજુબાજુ જોવા લાગે છે પણ કોઈ જ દેખાતું નથી. બંને જણા વિચારે છે કે આ ભેદી અવાજ આવ્યો ક્યાં થી? અરમાન તેમને સામે આવવાની વિનંતી કરે છે.

" જો હું સામે આવી જઈશ ને તો આ તારી ઇરિકા છળી મરશે અહીંયા ને અહીંયા જ." 

" ના હું નહિ ડરુ. તમે મહેરબાની કરી ને સામે આવો." 

" સારું ત્યારે. હું આવું છું. પરંતુ જ્યાં સુધી મારી આપવીતી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી મારુ રૂપ ભયાનક જ રહેશે. તથા તમારા બંને માંથી જો કોઈએ છટકવાની કે વચ્ચે થી ઉભા થવાની કોશિશ કરી તો સમજી લેજો આજે આ આખરી દિવસ હશે તમારો આ દુનિયા માં." 

                  ઇરિકા અને અરમાન આટલું સાંભળીને ડરી તો ગયા જ હતા પણ જણાવા નથી દેતા. બંને એકબીજાનો હાથ કચકચાવી ને પકડી લે છે અને એકબીજાની આંખો માં આંખો નાખીને મૂક સાંત્વના આપે છે. એટલા માં એમની આગળ ધુમાડો છવાઈ જાય છે અને ધુમાડા માંથી ધીમે ધીમે એક આકૃતિ આકાર લઇ રહી હતી. આકૃતિ એક સ્ત્રી નો આકાર લઇ રહી હતી. સ્ત્રી નો આકાર નીચે થી બનતો બનતો ઉપર સુધી આવી રહ્યો હતો. તેને સરસ મજાની લાલ રંગ ની ચણીયા ચોળી પહેરેલી હતી. પરંતુ તે ચોળાયેલી લાગી રહી હતી. તેમાંથી તેના હાથ જ દેખાઈ રહ્યા હતા. જે હતા તો સુન્દર અને રૂપાળા પરંતુ ઠેર ઠેર લોહી નીકળેલું હતું. હવે મોઢું આકાર લઇ રહ્યું હતું. અત્યાર સુધી ઇરિકા અને અરમાન શાંતિ થી એકચિત્તે જોઈ રહ્યા હતા. પરંતુ જેવો મોઢા નો આકાર બન્યો તેવી જ ઇરિકા ચીસ પાડી ને અરમાન ની બાહો માં લપાઈ ગઈ. સ્ત્રી નું મોઢું બિલકુલ તે દિવસે જોયેલી બિલાડી ની જેમ હતું. આખી ગરદન માંથી ફક્ત એક વેઢા જેટલો જ ભાગ ગરદન અને તે સ્ત્રી ના ચહેરા ને જોડી રહ્યો હતો. બાકી ની ગરદન કોઈ ધારદાર સાધન થી કપાઈ ગઈ હોય તેમ કપાયેલી હતી. સ્વાભાવિક રીતે જ વેઢા જેટલા આધાર થી ચહેરો ગરદન ઉપર ટકી ન જ રહે તેથી ચહેરો અડધો નીચે લટકી રહ્યો હતો જેમાંથી લોહી ની ધાર અવિરત પણે ચાલુ હતી. પરંતુ આશ્ચર્ય ની વચ્ચે તે લોહી નીચે ફર્શ પર નહોતું પડી રહ્યું. તે નીચે પડતા પહેલા જ હવા થઇ જતું હતું. 

" મેં પહેલા જ કીધું હતું કે જીગરા ચાહિયે જીગરા મેરેકો દેખને કે લિયે. હો ગયી ના ચૂંહીયા. " અને એટલા માં જ એક અટ્ટહાસ્ય વાતાવરણ માં ગુંજી ઉઠ્યું. જે ભલભલા ના હાંજા ગગડાવી નાખનારું હતું. ઇરિકા એ તેની પકડ વધુ મજબૂત કરી. પરંતુ અરમાન પહેલા કરતા થોડો નીડર બન્યો હતો. 

" જુઓ અહીંયા અમે તમારા મદદ કરવાના નેક ઈરાદા સાથે આવ્યા છીએ. આથી હવે તમે અમને મહેરબાની કરીને જણાવો કે તમને શું મદદ જોઈએ છીએ અમારા તરફ થી." 

                    અરમાન ની પ્રેમ થી તથા વિનંતી સભર આજીજી થી તે આત્મા પોતાની આપવીતી શરુ કરે છે.....

              " મારો જન્મ મુંબઈ માં આજ થી પચ્ચીસ વર્ષ પહેલા થયો હતો એક ગરીબ પરિવાર માં. જેમાં હું , મારો મોટો ભાઈ તથા મારા મમ્મી પપ્પા રહેતા હતા. ગરીબ પરંતુ સુખી પરિવાર હતો અમારો. મારો ઉછેર ખુબ જ લાડકોડ થી કરવામાં આવ્યો હતો. જેટલું મારા ભાઈ ને મળતું તેટલું જ અથવા તેનાથી પણ ડબલ મને મળતું. અને મારો ભાઈ પણ મને હાથ માં રાખતો. તેને મળેલ ભાગ માંથી પણ અડધો ભાગ તે મારી સાથે શેર કરતો. અમે સાથે જ ભણવા જતા હતા. મારા પપ્પા કડિયા હતા તથા મારી મમ્મી કામ કરવા જતી હતી. 

                 પરંતુ કદાચ વિધિ ને અમારું થોડા માં જાજુ ખુશ રહેવું રાઝ ના આવ્યું. અને એક દિવસ જયારે રજા ના દિવસે મારા મમ્મી પપ્પા ઘર માટે ની જરૂરી સામગ્રી તથા અમારી માટે ફ્રૂટ્સ લઈને આવી રહ્યા હતા ત્યારે એક અચાનક આવી ચડેલા ટ્રકે તેમને ટક્કર મારી અને.... તેમને લીધેલી સામગ્રી તથા અમારી માટે જતન થી ખરીદેલા ફ્રૂટ્સ પણ રસ્તા માં ચારેકોર વિખેરાઈ ગયા. અને જે તેમની નજીક માં પડ્યા તે તેમની લોહી ની નદી માં રંગાઈ રહ્યા હતા.

               મને અને મારા ભાઈ ને અમારા બાજુ વાળા કાકી એ સમાચાર આપ્યા અને અમે ખુલ્લા પગે જ દોડ્યા. હું ત્યારે માંડ સાત વર્ષ ની હતી અને મારો ભાઈ દસ વર્ષ નો. અમારા માટે એ આઘાત જીરવવો ખુબજ મુશ્કિલ અને દર્દભર્યો હતો. આજે પણ એ દ્રશ્ય યાદ કરીને કમકમાટી છૂટી જાય છે. કેટલાય મહિનાઓ સુધી હું અને મારો ભાઈ રાત્રે સુતા નહોતા. જયારે પણ સુવાની કોશિશ કરતા ત્યારે એ જ દ્રશ્ય નજર સમક્ષ ખડું થઇ જતું અને હું અને ભાઈ આખી રાત પથારી માં બેઠા બેઠા એકબીજાને વળગીને રડ્યા કરતા. 

                 મારા ભાઈ ના આગ્રહ કહું કે જબરદસ્તી થી મેં ફરીથી સ્કૂલ જવાનું ચાલુ કર્યું. મારા ભાઈ એ સ્કૂલ છોડી દીધી અમારા બે નો ગુજારો કરવા. તે ચા ની કીટલી પર તેમજ હોટલો માં વાસણ સાફ કરી ને પૈસા કમાવાની કોશિશ કરતો. મને તે મમ્મી તથા પપ્પા બંને નો પ્રેમ આપવાની કોશિશ કરતો. હા , ક્યારેક થાકીને આવ્યો હોય ત્યારે મારી ઉપર ગુસ્સે પણ થતો પણ હું ખોટું ન લગાડતી. હું જ તો તેનો સહારો હતી. અને પછી ગુસ્સો ઠંડો થતા મને વળગીને માફી પણ માંગી લેતો. બહુ સારો હતો મારો ભાઈ. એટલું બોલતા તેની આંખો માંથી આંશુ ટપકવા લાગ્યા.

 " સારો હતો મતલબ? તમે તો હજી પચ્ચીસ વર્ષ ના જ છો. આઈ મીન હતા. તો એ હિસાબ થી તમારા ભાઈ પણ સત્યાવીસ કે અઠ્યાવીસ વર્ષ ના હોવા જોઈએ." અરમાન તેમને પૂછે છે. ઇરિકા પણ હવે ધ્યાન થી સાંભળી રહી હતી અને તેની આંખો માં પણ આંશુ હતા. 

               " હતો મતલબ હતો. અમારા મમ્મી પપ્પા નું મરવું એ તો ખાલી શરૂઆત હતી અમારા ખરાબ નસીબ ની.હજી આગળ તો તું વિચારી પણ નઈ શકે એટલું ખરાબ થયું છે અમારી સાથે."  




                       ********************

              આગળ શું થયું એ જાણવા માટે વાંચતા રહો ગુમનામ હે કોઈ. ઘણા રીડર્સ ની ફરિયાદ છે કે હું બે ભાગ ની વચ્ચે બહુ ટાઈમ લઉં છું. ફરિયાદ વ્યાજબી છે પરંતુ હું એક સ્ટુડન્ટ છું જેથી મને બહુ ઓછો ટાઈમ મળે છે સ્ટોરી લખવા માટે. અને બીજી એક વાત મારી સ્ટોરી લખી નાખ્યા પછી પણ એને પબ્લિશ થતા ઓછા માં ઓછા વિસ થી પચ્ચીસ દિવસ લાગે છે. આથી સહકાર આપવા વિનંતી. આભાર. 

                



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED