Gumnam Hai Koi - 8 books and stories free download online pdf in Gujarati

ગુમનામ હૈ કોઈ - 8

                   હાઈ ..સોરી ફોર કમિંગ લેટ.... થોડા હેલ્થ ઇસ્સુઝ ના લીધે નહોતી લખી શકી એ માટે દિલગીર છું. હવે આગળ......


"હા યાદ આવ્યું મને , આ એ જ ગુંડા હતા જેમને  વર્ષો પહેલા મારા ભાઈ ને મારી ને મારી સાથે ખરાબ કરી ને મને નર્ક માં ધકેલી હતી...." 

                હું અંદર થી ફફડી ઉઠી , મારી પરી એમની સાથે હતી. અને એમની ક્રૂરતા નો અંદાજો પણ હતો જ મને...અને ત્યાં જ એકે મને મારા વાળ ખેંચી ને ઉભી કરી. હું દર્દ થી કણસી રહી હતી. મારી પરી "મમ્મા....મમ્મા " ચિલ્લાઈ રહી હતી અને હું કઈ જ કરી શકવા અસમર્થ હતી. 

"અે.... સૂના બે તુને...ઇસને ક્યાં બોલા!!!! યે કચ્ચી કલી તો  અબ માં બન ચુકી હે. અબ ઇસે કોઈ નહીં છુંએગા. કોઈ જ નહીં....

"કયું બે?? હમ ક્યુ ના છુંએ?"

"અબે ક્યુકી અબ ઇસે સિર્ફ મેં હી......"

               અને ફરી એક વાર એ જ અટ્ટ અને ક્રૂર હાસ્ય સાથે મારી સાથે મારી પરી ની સામે જ અભદ્રતા થઇ. મારા શરીર પર ઠેર ઠેર બચકા ભરી લોહી લુહાણ હાલત કરી નાખી. હું એક એક શ્વાસ માટે તરસી રહી હતી મારા માટે નઈ પણ પરી માટે....અને એટલા માં જ એક ઉમ્મીદ ની કિરણ દેખાઈ મને અને પરી ને...


"ઈઈઈ...ઈઈશશ...." હું એક શબ્દ બોલી શકું એટલી તાકાત પણ મારા શરીર માં બચી નહોતી. 

"ડેડા....પ્લીઝ સેવ અસ...ડેડા..." મારી પરી છટપટવા લાગી અને એ સાથે જ પેલા ગુંડા ને હાથે બચકું ભરી ને ભાગી ને એના ડેડા ને વળગી પડી.


             હું સજળ આંખે જોતી રહી કે હવે અમે બચી જઈશું. પણ આ શું? હજી તો પરી એના ડેડા ને લઈને મારી પાસે આવે એ પહેલા જ....પરી નો હાથ ખેંચી ને ગુંડાઓ એ એને એક લપડાક મારી ને પોતાની તરફ ખેંચી લીધી અને તેની ગરદન ઉપર છરી રાખી દીધી. મારી પરી કેટલું રડી પણ એ હરામી માં જરાય દયા નો છાંટો ન હતો. એના પપ્પા એ મોબાઈલ નીકળ્યો પોલીસ ને ફોન કરવા માટે.....પણ બધું જ વ્યર્થ...એ નાલાયકો એ ફોન ઝુંટવી ને તોડી નાખ્યો અને ઉપર થી પરી ના પપ્પા ને પણ ખુબ જ માર માર્યો.એ પણ અધમુઆ થઈને મારી બાજુ માં પડ્યા. અને મારી નિર્દોષ પરી આ બધું જોતી રહી , સહેતી રહી.


"ચલો બે , અબ કિસ્કી રાહ દેખ રેલે હો? મલ્હારી મોસી ને જો બોલા થા વો હો ચુકા...ઓર જો નહીં બોલા થા વો ભી હમને કર દિયા...હાહાહા" અને ફરી એ જ ક્રૂર હાસ્ય મારા ઘર માં ગુંજી ઉઠ્યું. 

           હવે હું કદાચ બેહોશ થઇ ચુકી  હતી અને એના પપ્પા પણ ઉભા થવા અસમર્થ હતા. તેમના માથે ખુબ જ ગંભીર ઇજા થઈ હતી. 

"પરીઇઇઇ....  એ મારી પરી ને ક્યાં લઇ જાવ છો? સાન્વી જો આપડી પરી ને લઇ જાય છે...ઉઠ..એ રુક..પરીઇઇઇ"


"અબ , એક ભાગ કે આ ગઈ તો ઉસકી વસૂલી તો કરની પડેગી ના.. ઇસીલિયે ઇસે લે જા રહે હે , સમજા ક્યાં શાને? "

                અને આવી રીતે તેઓ પરી ને પણ એ જ નરકાગાર માં લઇ ગયા જ્યાંથી હું મહામુશ્કેલી થી ભાગી ને આવી હતી. અને એ આઝાદી ની કિંમત મેં મારી જાન આપીને ચૂકવી. તમને મારી પાસે આવી ને મને ખુબ જગાડવાના પ્રયત્ન કર્યા પણ હું તો  જઈ ચુકી હતી......" 


"ઓહ ગોડ ....આટલું ખરાબ થયું તમારી સાથે... અમે તો વિચારી શકવા પણ અસમર્થ છીએ જે તમે ફેસ કર્યું."

"હા , ઈરીકા સાચું કહી રહી છે. પોતાને ગુમાવવાનું દુઃખ શું હોય એ હું ખુબ સારી રીતે જાણું છું." અરમાન પોતાની સજળ આંખો ના ખૂણા લૂછતાં જણાવે છે. અને તેને દુઃખી જોઈ ઇરિકા તેને ભેટી પડી.

" આઈ નો અરમાન તુ કોને યાદ કરે છે. બટ પ્લીઝ ટ્રસ્ટ મી એવરીથિંગ વિલ બી ઓલરાઇટ."

               "હવે જો તમને યાદ ના હોય તો જણાવી દઉં કે મેં આ મારી આપવીતી મારુ દુઃખ હળવું કરવા નહોતી જણાવી. મેં તમારી જોડે થી મદદ માંગી હતી." સપના ની આત્મા એના મૂળ ભયાવહ અવતાર માં આવી ને ઘોઘરા અવાજ માં બોલી. અને એ સાથે જ વાતાવરણ માં પલટો આવી ગયો. હવા તેઝ થઇ ગઈ અને ઘુવડ અને ચીબરી ના અવાજ પણ ચાલુ થઇ ગયા. આ જોઈ અરમાન અને ઇરિકા નું હૃદય ડર થી એક થડકારો ચુકી ગયું. 

"હ.....હા અમને ય...યાદ છે ને , તમે બસ હુકમ કરો." આટલુ કહેતા સુધી માં તો અરમાન ની જીભ ના લોચા વળી ગયા અને હાથ પગ પાણી પાણી થઇ ગયા. 

"હા તો મારી દીકરી ને લઇ ગયા છે ત્યાં થી છોડાવી ને લઇ ને આવો પછી જ મારી આત્મા ની મુક્તિ થશે. અને હા ત્યાં ઇરિકા પોતે જ જશે જેથી એના શરીર પણ કબ્જો લઇ હું એ મલ્હારી મોસી તથા એ બધા જ ગુંડા સાથે બદલો લઇ શકું." 


"હા ઓકે નો પ્રોબ્લેમ હું જઈશ." મહાપરાણે થૂંક ગળે ઉતારી ને ઇરિકા એ હા પાડી. કારણકે ના પાડવાની તો ચોઈસ હતી જ નહિ. અરમાન તેની સામે બઘવાયાં ની જેમ જોઈ રહ્યો. 

"એય , આમ રોલા ની જેમ જોઈ શું રહ્યા છો એકબીજાને? જા ફટાફટ નીચે અને ટિકિટ બુક કરાય મુંબઈ ની"

"હ...હા". અરમાન અને ઇરિકા બંને એકસાથે બોલી ને ભાગ્યા નીચે.


               અરમાને બીજા જ દિવસ ની ટિકિટ બુક કરાવી હતી. તે ઇરિકા ને એકલી મોકલવા માંગતો નહોતો તેથી તેને બંને ની ટિકિટ બુક કરાવી. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે મલ્હારી મોસી ના કોઠે પહોંચીને અંદર ઇરિકા ની એન્ટ્રી કરાવી કઈ રીતે! કારણકે જો પોતાને જવાનું હોત તો તો ગ્રાહક બની ને સરળતા થી એન્ટ્રી લઇ શકત. પણ આ તો ઇરિકા ને વૈશ્યા બનાવી ને એન્ટ્રી લેવાની હતી. અરમાન હવે સપના ની આત્મા ને મદદ માટે હા પાડવા પોતાને કોસવા લાગ્યો કારણકે આ કામ જેટલું અઘરું દેખાતું હતું એનાથી પણ ખુબ જ વધારે અઘરું અને ખતરનાક હતું. અને ઓલરેડી સપના તો આના લીધે જ પોતાનો જીવ ગુમાવી ચુકી હતી. તેથી અરમાન ઇરિકા ને લઈને ખુબ જ ચિંતિત હતો. એના માટે તો આગળ કૂવો અને પાછળ ખીણ.. એવી પરિસ્થિતિ હતી. 


         શું અરમાન અને ઇરિકા પરી ને છોડાવી બદલો પૂરો કરી શકશે? અને એન્ટ્રી કઈ રીતે લેશે? 


                  સોરી ફરીથી લેટ આવવા માટે દિલગીર છું. પણ શું કરું સંજોગો થી મજબૂર છું. હું  પણ ઇચ્છુ છું કે આ નોવેલ હવે ઝડપ થી પૂર્ણ કરું. પણ સમય ના અભાવે નથી કરી શકતી.સોરી અને થેંક્યુ સો મચ બધા જ રીડર્સ ને.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED