ગુમનામ હૈ કોઈ - 10 (અંતિમ) Anika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમનામ હૈ કોઈ - 10 (અંતિમ)

                     Hello dear readers....કેમ છો? આશા રાખું છું કે તમે પણ મજામાં જ હશો મારી જેમ...???....હવે આજે હું આ સ્ટોરી ને અહીંયા પૂર્ણ કરવા જઈ રહી છું. આટલો સમય સાથ આપવા બદલ બધા જ રીડર્સ નો દિલ થી ખુબ ખુબ આભાર....

                    હવે આગળ.......


                 અરમાન ને નવો ફ્લેટ ત્યાં રહેવા માટે મળી ચુક્યો હતો અને તેમાં તેને બધી જ જરૂરી વસ્તુઓ ગોઠવી દીધી હતી. જોકે એક જ રૂમ નો ફ્લેટ હતો તેથી તેમાં ખાસ કોઈ ફર્નીચર નહોતું. ખાલી એક કબાટ તથા એક પલંગ એટલું જ હતું. 

                  સાંજે છ વાગતા ની સાથે જ બધા ટપોરી રઘુ , કાળું , મુન્નો અને રોબર્ટ આવી ચુક્યા ઇરિકા ને જોવા. હવે અરમાને એ લોકો જોડે ઇરિકા ને મલ્હારી માસી ના કોઠે વેચવાની વાત કરેલી હતી જેથી આજે એ લોકો મલ્હારી માસી ના કહેવાથી ઇરિકા ને જોવા આવ્યા હતા. 

                  હવે આ બાજુ ઇરિકા તો પહેલે થી જ ડરેલી હતી પરંતુ આગળ ના દિવસે જ તેને સપના એ તેના સ્વ્પ્ન માં આવી ને કહ્યું હતું કે" હવે પીછે હઠ ના કરતી. તું અને અરમાન સાચા રસ્તે આગળ વધી રહ્યા છો." જેના લીધે ઇરિકા ને થોડી ધરપત હતી. અરમાન નો અવાજ આવતા ઇરિકા સંકોચાતી તેમજ તેના કપડાં ને લીધે શરમાતી બહાર પેલા ટપોરી ની સામે આવે છે. 

                  ઈરીકા એ એકદમ ઘેર વાળો ઢીંચણ થી ચાર આંગળ ઉપર અને કમર થી બે આંગળ નીચે રહે એવો લાલ કલર નો ટીકી ના વર્ક વાળો ઝગમગતો ચણીયો પહેર્યો હતો તેમ જ ઉપર સ્લીવલેસ તેમજ બેકલેસ લો કટ બ્લાઉઝ પહેર્યું હતું જેમાંથી તેના ઉભારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. પરંતુ તેને છુપાવવા પાતળી નેટ નો દુપટ્ટો નાખેલો હતો. જે એકદમ વ્યર્થ પ્રયત્ન હતો. પગ માં છનછન થાય એવી પાયલ તેમ જ કમર માં પાતળી હીરા ની સેર નો કંદોરો અને કાન માં મોટા ઝુમ્મર પહેર્યા હતા. 

                છમ....છમ.....છમ.... પાયલ ખનકાવતી ઇરિકા આવી ને અરમાન ની બાજુ માં પાંપણો નીચી ઢાળીને ઉભી રહી. એ સાથે જ પેલા ચારેય પોતાનું સુધબુધ ગુમાવી ડોબા ની જેમ ઉભા રહીને ઇરિકા ને ટીકી ટીકી ને જોવા લાગ્યા. પરંતુ અરમાને ડીલ કરેલી હતી કે જ્યાં સુધી મલ્હારી માસી ના કોઠા પર ઇરિકા વેચાય નહીં ત્યાં સુધી એ ચારેય માંથી કોઈએ તેની નજીક પણ ના આવવું નહીંતર તે ડીલ કેન્સલ કરી ને ઇરિકા ને લઈને મુંબઈ છોડીને જતો રહેશે. આથી મોઢા માંથી લાળ ટપકતી હોવા છતાં કોઈએ પણ ઇરિકા ની નજીક જવાની હિંમત ના કરી કારણકે જો આવી સરસ છોકરી ને જવાદે તો મલ્હારી માસી તે ચારેય ને જીવતા જ સળગાવી નાખે. તેથી મહાપરાણે કાબુ રાખી ડીલ ફાઇનલ કરી ને જતા રહ્યા. તેમના જતા જ ઇરિકા અરમાન ને વળગીને રડી પડી. 


                     અને આ બાજુ જ્યારથી ઇરિકા ને જોઈને આવ્યા ત્યારથી પેલા ચારેય ની ઉંઘ હરામ થઇ ગઈ હતી તેથી ચારેય પોતાની રીતે મલ્હારી માસી ને જેમ બને તેમ વહેલી તકે ઇરિકા ને પોતાના કોઠા પર લઇ લેવા વિનવવા લાગ્યા. પણ તેમને ક્યાં ખબર હતી કે આમ કરીને તે પોતાની જ મોત ને નિમંત્રણ આપી રહ્યા હતા. અંતે મલ્હારી માસી એ ત્રણ દિવસ પછી ઇરિકા ને મળશે તેવું જણાવતા ચારેય રાજી ના રેડ થઇ ગયા અને સીધો અરમાન ને ફોન કરી ને પાર્ટી છે એવું જણાવી પોતાના અડ્ડે બોલાવ્યો. અરમાન ને પણ ગયા વગર છૂટકો નહોતો. 

                     અરમાન જેવો ગયો તેવોજ ચારેય જણાં હાથ માં દારૂ ની બોટલ લઇ ને અરમાન ની ફરતે ડાન્સ કરવા લાગ્યા. જેથી અરમાન ને સમજાઈ ગયું કે આ લોકો એ મલ્હારી માસી ને ઇરિકા માટે મનાવી લીધા લાગે છે. 


                    ત્રણ દિવસ પછી અરમાન ઇરિકા ને તે દિવસ ની જેમ જ તૈયાર કરીને મલ્હારી માસી ના કોઠે લઇ જાય છે. એક મિનિટ સુધી મલ્હારી માસી ઇરિકા ને નિહાળે છે અને પછી બે બે હજાર ની નોટ નું બંડલ અરમાન ના હાથ માં પકડાવે છે અને બસ્સો બસ્સો ની નોટ ના બંડલ પેલા ચારેય ના હાથ માં.જેનો મતલબ હતો કે ઇરિકા વેચાઈ ચુકી હતી. અરમાન મહાપરાણે ત્યાંથી નીકળી ભાંગેલા હ્ર્ય્દયે ઘરે આવે છે અને ઘર માં આવતા ની સાથે જ નીચે ફરસ પર જાણે શરીર માં હાડકા જ ના હોય એમ ઢગલો થઇ ઢળી પડે છે અને મોટેથી ઇરિકા ના નામ ની ચીસ પાડી રડી પડે છે. ક્યાંય વાર સુધી રડ્યા પછી બાર માં જઈને ચાર વ્હીસ્કી ની બોટલ લઈને આવે છે અને એક સાથે બે પીને બેભાન થઇ જાય છે. 


                    આ બાજુ ઇરિકા ને કોઠે આવ્યા ત્રણ દિવસ થઇ ચુક્યા હતા. પરંતુ હજી સુધી તેને પરી ની કોઈ ભાળ મળી નહોતી. જોકે મલ્હારી માસી એ તેની જોડે હજી સુધી કોઈ કસ્ટમર મોકલ્યો નહોતો એટલે શાંતિ હતી થોડી. અરમાન બે દિવસ પછી ભાન માં આવ્યો. ભાન માં આવતાની સાથે જ તેને સૌથી પહેલા ઇરિકા યાદ આવી. પણ આ વખતે રડવાની બદલે હિંમત થી કામ લીધું. સૌથી પહેલા ફ્રેશ થઈને તેને રોબર્ટ ને ફોન કરી મળવા બોલાવ્યો. પછી તેને લઈને કોઠે ગયો. રસ્તા માં જ તેને રોબર્ટ ને ફોસલાવી ને ઇરિકા ને મળવા દેવા માટે મનાવી લીધો હતો તેથી પહોંચતા ની સાથે જ તેને મલ્હારી માસી ને ઇરિકા ને બોલાવી આપવા કહ્યું. રોબર્ટ મલ્હારી માસી નો વિશ્વાસુ હોવાથી મલ્હારી માસી એ તરત જ તેને બોલાવી આપી. ઇરિકા અને અરમાન એકબીજા ને જોઈને મહાપરાણે પોતાના આંશુઓ ને કન્ટ્રોલ કરી શક્યા. અરમાને પ્રશ્નાર્થ ભાવે ઈશારો કરી ને ઇરિકા ને પરી વિષે પૂછ્યું પણ ઇરિકા એ નકારમાં માથું ધુણાવતા અરમાન નિરાશ થઇ ગયો. વધારે વાર ત્યાં બેસી ના શકતા તે રોબર્ટ ને લઈને ત્યાંથી નીકળી પડ્યો. 

                       અરમાને રોબર્ટ ને રાત્રે પોતાના ફ્લેટ ઉપર પાર્ટી છે તેવું જણાવી આવવા કહ્યું. હવે અરમાન બજાર માં જઈને એક ડ્રગ્સ લઇ આવ્યો રોબર્ટ ના ડ્રિન્ક માં ભેળવવા માટે. રાત્રે રોબર્ટ આવ્યો ત્યારે સૌ પ્રથમ પેગ બનાવી પોતાના હાથે જ પીવડાવ્યો અને સાથે તીખી સીંગ ની ડીશ પણ મૂકી. ધીરે ધીરે કરતા રોબર્ટ ચાર પેગ પી ચુક્યો હતો અને હોશ ગુમાવી ચુક્યો હતો. હવે છેલ્લા પેગ માં અરમાને પેલા ડ્રગ્સ નાખી દીધા. અને રોબર્ટ ની ના કહેવા છતાં પીવડાવી દીધો. ત્યારબાદ થોડીવાર એમ જ ડ્રગ ની અસર થવા રહેવા દીધો.

"રોબર્ટ , ઓ રોબર્ટ? સૂન રહા હે ના મુજે તું?" રોબર્ટ નો કોઈ જવાબ ના આવતા ફરી થી તેને હલાવીને પૂછે છે. ત્યારે રોબર્ટ થોડો હુંકારો આપે છે. 

"સૂન બે , મેં ક્યાં સોચ રહા થા... ક્યુ ના હમ એક છોટી સી લડકી કો બેચે મોસી કો... ક્યાં બોલતા હે તું.?"

"નહી બે... મોસી છોટી લડકિયોં કો એક કમરે મેં બંધ હી રખતી હે ઓર ઉસસે અપ્પૂન કો કોઈ જ્યાદા ફાયદા ભી નહીં મિલતા." રોબર્ટ મહા મહેનતે આટલું બોલ્યો. પછી થોડીવાર રહી ને...

"હમ લોગ કુછ દો સાલ પહેલે એક લડકી કો લાયે થે પર ક્યાં હુઆ ઉસસે....આજ તક વો મલ્હારી મોસી કે કમરે મેં બંધ હે."

              આ સાંભળતા ની સાથે જ અરમાન ચમક્યો. એને લગભગ ખાતરી થઇ ગઈ કે એ પરી જ હશે. 

"સૂન રોબર્ટ મેરે પાસ એક તરકીબ હે. મેરા એક દોસ્ત હે જો લડકિયોં કો જલ્દી સે બડી કરનેકા ઇન્જેક્સન લાતા હે. લેકિન વો કીસીકો દેતા નહીં. હમે ખુદ લડકી કો ઉસકે પાસ લેકર જાના પડતા હે."

                    રોબર્ટ સુઈ ચુક્યો હોવાથી કોઈ જવાબ ન મળતા અરમાન પણ સુઈ જાય છે પણ પોતાના માઈન્ડ માં બીજો એક માસ્ટર પ્લાન વિચારે છે ઇરિકા ને ત્યાંથી નીકળવા અને પરી ને પણ. 


                    બીજે દિવસે એક જેગુઆર કાર આવી ને મલ્હારી માસી ના કોઠે આવી ને ઉભી રહી. રઘુ એ ફટાફટ જઈને કાર નો દરવાજો ખોલ્યો. એમાંથી એક પિસ્તાલીસ-પચાસ વર્ષ નો એક વ્યક્તિ ઉતર્યો.તેના પહેરવેશ પરથી તે એક બીઝ્નસમેન જેવો લાગી રહ્યો હતો. દાઢી વધેલી પણ વ્યવસ્થિત ટ્રિમ કરેલી અને વચ્ચે વચ્ચે ધોળી દાઢી તેની ઉંમર નો અંદાજ કરાવતી હતી ,આંખ ઉપર બ્લેક ગોગલ્સ અને માથે શીખ જેવી પાઘડી. તે વ્યક્તિ અંદર આવીને ચેર પર બેઠો અને એ સાથે જ એનો બીજો માણસ આવીને એક પૈસા ભરેલી બેગ આવીને મૂકી ગયો. એ જોતા જ મલ્હારી માસી એ બધી જ છોકરીઓ ને બોલાવવા કહ્યું અને તરત બે જ મિનિટ માં ઇરિકા સિવાય બધી છોકરીઓ આવી ગઈ. પરંતુ પેલા વ્યક્તિને રસ ના પડતા બેગ લઈને ઉભો થવા જ જતો હતો કે મલ્હારી માસી એ હાથ પકડીને બેસાડી દીધો. અને રઘુ ને આંખ થી ઈશારો કર્યો. રઘુ ઈશારો સમજીને ઇરિકા ને ઉપર થી હાથ ખેંચી ને લઈને આવ્યો. 

                    ઈરીકા ને જોતા જ પેલા વ્યક્તિ એ પૈસા ની બેગ ને માસી તરફ હડસેલો માર્યો અને ઉભો થયો. રઘુ ઇરિકા ને લઈને એના રૂમ તરફ ગયો અને પાછળ પાછળ પેલો વ્યક્તિ પણ. પરંતુ બીજી જ સેકન્ડે તે રૂમ જોઈને બહાર નીકળી ગયો. ના છૂટકે પૈસા ની લાલચે મલ્હારી માસી રઘુ ને પોતાના રૂમ તરફ ઈશારો કરે છે. રઘુ તરત જ પેલા વ્યક્તિ અને ઇરિકા ને લઈને માસી ના રૂમ માં મૂકી ને આવે છે. 



                      રુમ માં પહોંચતાની સાથે જ પેલો વ્યક્તિ ફટાફટ દરવાજો બંધ કરીને ઇરિકા ને ચોંટી પડે છે. ઇરિકા એક ક્ષણ માટે બઘવાઈ ગઈ પણ બીજી જ સેકન્ડે તેને ધક્કો મારી ને જોર થી એક ઝાપટ મારે છે કે પેલા ના ગોગલ્સ નીકળીને નીચે પડ્યા. અને બંને ની આંખો મળતા જ ઇરિકા પણ તેને વળગી પડી. કારણકે એ બીજું કોઈ નહીં પણ અરમાન જ હતો. અરમાન જ વેશ બદલી ને આવ્યો હતો ઇરિકા ને સચ્ચાઈ જણાવવા માટે. પાંચ મિનિટ સુધી એકબીજા ને વળગીને રડી લીધા પછી છુટા પડી ને અરમાન બધી હકીકત ઇરિકા ને જણાવે છે. અને તરત જ મલ્હારી માસી ના રૂમ માં પરી ની શોધખોળ ચાલુ કરે છે. બધે જ તપાસ કરવા છતાં ક્યાંય પરી નો પત્તો ના લાગતા અરમાન અને ઇરિકા નિરાશ વદને બેસી જાય છે નીચે ફરસ પર જ પાછળ દીવાલ ને ટેકો દઈ ને. દીવાલ ને ટેકો દેતા ની સાથે જ પાછળ રહેલું પોસ્ટર નીચે પડ્યું. 

                 બન્ને ફટાફટ ઉભા થયા પોસ્ટર સરખું કરવા. પણ આ શું? પોસ્ટર ની પાછળ એક દરવાજો હતો જેને લોક મારેલું હતું. અરમાન ચાવી ની શોધખોળ કરે છે અને સદનસીબે ચાવી પોસ્ટર માંથી જ મળી. ચાવી થી દરવાજો ખોલી ને અંદર જતા જ નકરું અંધારું નજરે ચડ્યું. અરમાન ફોન ની લાઈટ ઓન કરીને આગળ જાય છે અને પાછળ ઇરિકા. અંતે છેલ્લા એક મહિના ની તપસ્યા ફળી અને પરી મળી. 

                   બાંધેલી હાલત માં નીચે બેશુદ્ધ પડેલી હતી. અરમાન ફટાફટ તેને ઉચકી ને બહાર લઈને આવે છે. ઇરિકા પાણી ની છાલક મારે છે પરી ના મોઢે અને ધીરે થી પરી આંખ ખોલે છે. અરમાન અને ઇરિકા બંને પરી ને પ્રેમ થી સમજાવે છે કે બહુ જલ્દી અહીંયા થી નીકાળશે. અને બે કલાક બહાર રાખીને પરાણે એ રૂમ માં પાછી મૂકી આવ્યા. આગળ અરમાન અને ઇરિકા પણ એક પ્લાન બનાવી ને છુટા પડે છે. 

                      આ તરફ આટલા પૈસા મળતા રઘુ મલ્હારી માસી પાસે ઇરિકા ને પોતાના  રૂમ ઉપર મોકલવાની  ડિમાન્ડ કરે છે અને માસી પણ હા પાડી દે છે. 


                                ***********

               રઘુ ઇરિકા ને પોતાના રૂમ ઉપર લઈને આવે છે. અને સાથે મુન્ના અને કાળું ને પણ છાનામાના બોલાવી લીધા. બધા એ ભેગા મળીને ઇરિકા ના હાથ અને પગ પલંગ સાથે બાંધી દીધા અને મોઢામાં રૂમાલ નો ડૂચો ભરાવી દીધો. અને પછી ત્રણેય નીચે બેસી ને શરાબ ની મજા લેવા લાગ્યા તીન પતી્ સાથે. રાત ના બાર વાગ્યા એટલે સૌથી પહેલા રઘુ ગયો ઇરિકા પાસે અને હજી એને અડવા જાય ત્યાં તો રૂમ ની લાઈટ ચાલુ બંધ થવા લાગી અને બારી માંથી પવન પણ સુસવાટા મારતો આવવા લાગ્યો. પણ બધું નજરઅંદાજ કરી હજી રઘુ આગળ વધવા ગયો ત્યાં લાઈટ અને બલ્બ બંને ફૂટી ગયા અને કાચ ની કરચો ત્રણેય ના મોઢા ઉપર ઉડી. 


                  રૂમ માં અંધારું થતા જ મુન્નો અને કાળું પણ ઉભા થઈને ઇરિકા પાસે આવ્યા ત્યાં જ ડૂચો ભરાવેલો હોવા છતાં ઇરિકા નું અટ્ટહાસ્ય આખા રૂમ માં ગુંજી ઉઠ્યું. એ સાથે જ ત્રણેય ના શરીર માં ભય નું લખલખું આવી ગયું. પણ ત્રણેય ના મગજ ઉપર હવસે કબ્જો જમાવ્યો હતો એટલે હજી  પણ ત્રણેય ઇરિકા ની નજીક આવી તેને અડવાની કોશિશ કરવા જાય છે પરંતુ અડે એ પહેલા જ ઇરિકા દોરડા તોડી પલંગ માં ઉંધી ફરીને ઉભડક બેસી જાય છે અને બે પગ વચ્ચે થી માથું કાઢી લાલઘૂમ આંખે ત્રણેય ની સામે જોવે છે. હવે ત્રણેય નો નશો ઉતરી ચુક્યો હતો અને મોતિયા પણ મરી ગયા હતા કારણકે ઇરિકા હવે ઇરિકા નહીં પણ સપના જ લાગી રહી હતી. 

                     સૌથી પહેલા સપના ઠેકડો મારી ને રઘુ ઉપર ચડી ગઈ અને ઘોઘરા અવાજ માં કહ્યું"નીચ મારા ભાઈ ને તે જ માર્યો હતો ને લે હવે તું પણ". અને એ સાથે જ સપના એના હાથ ના નખ લાંબા કરી ને રઘુ ના પેટ માં મારે છે. અને જ્યાં સુધી મરી ના ગયો ત્યાં સુધી મારતી રહી. કાળું અને મુન્નો તો આ જોઈ દરવાજા તરફ ભાગ્યા ત્યાં જ લોખંડ નો  દરવાજો કાળું ના માથે પડ્યો અને ત્યાં જ એની ખોપરી ફાટી ગઈ.મુન્નો આ જોઈ સીધો હાથ જોડી માફી માંગતો સપના ના પગ માં પડી ગયો. પણ સપના એ તો આની મર્યા પછી પણ રાહ જોઈ હતી એટલે માફ કરે તો સપના કયાંથી. એ જેવો સપના ના પગ માં પડ્યો એવું એક જ ઝાટકે સપના એ એનું માથું આમ થી આમ મરોડી નાખ્યું અને બે જ મિનિટ  માં ત્રણેય નો ખેલ ખતમ.


                             *********

            બીજા દિવસે મુંબઈ ન્યુઝ પેપર માં ત્રણેય ની ફોટા સાથે ખબર આવી કે,"જૂહુ બીચ ઉપર થી ત્રણેય નામચીન ગુંડા ની લાશ મળી આવી. પોલીસે પ્રાથમિક તપાસ માં તેમનું મોત નું કારણ આપસી ઝાપઞપી દર્શાવી. તેમજ ઇરિકા નો પણ બ્લર કરેલો  ફોટો હતો અને સાથે લખાણ હતું કે આ માશૂમ છોકરી નામચીન ગુંડા રઘુ ના ઘરે થી  બેભાન તેમજ બાંધેલી હાલત માં મળી આવી.જેના નિવેદન ને આધારે રેડ લાઈટ એરિયાની સૌથી કુખ્યાત મલ્હારી માસી ના કોઠે રેડ પડી અને મલ્હારી માસી પોલીસ કસ્ટડી માં. "


                         *****************

          આટલું થવા છતાં રોબર્ટ પરી ને લઈને ભાગી ચુક્યો હતો. 

"હેલો , હા કામ હો ગયા હે. રાત કો બારા બજે લડકી કો લેકર પહુંચ જાઉંગા."

 "ગ્રેટ ઇરિકા. કામ થઇ ગયું. કાલ ની સવાર હવે આપણી આપણા શહેર માં હશે. ચિયર્સ" અરમાન અને ઇરિકા પોતાનું કામ પાર પડ્યા ની ખુશી હોટલ ના રૂમ માં બેસી ને સેલિબ્રેટ કરે છે.


                             ***********

                રાતે બાર ના ટકોરે રોબર્ટ નિર્ધારિત કરેલી જગ્યા પર પરી ને લઈને ઉભો હતો જે એક હાઇવે હતો મુંબઈ થી થોડે દૂર. ડીલ મુજબ અરમાન અને રોબર્ટ પરી ને ઇન્જેક્સન આપે અને પછી એને બીજા દેશ માં વેચી દે. જેમાં બંને નો પચાસ ટકા હક હતો. 


                  એ રાહ જોતો હતો ત્યાં જ એક કાર આવી ને ઉભી રહી. એમાંથી અરમાન ઉતર્યો અને રોબર્ટ ને કાર માં બેસવા ઈશારો કર્યો. રોબર્ટ કાર માં બેઠો એવી તરત જ કાર જાતે જ ચાલુ થઇ ગઈ અને હાઇવે ઉપર ફુલ સ્પીડ થી દોડવા લાગી કોઈ ચલાવી રહ્યું ના હોવા છતાં. આ જોઈ રોબર્ટ નું હ્રદય ધબકારો ચુકી ગયું અને રોબર્ટ હેલ્પ હેલ્પ ની બૂમો પાડવા લાગ્યો. ત્યાંજ પાછળ થી ઘોઘરો અવાજ આવ્યો. 

"કોઈ નહીં બચાવે તને સાલા પાપી."

            રોબર્ટ એ પાછળ વળી ને જોયું તો સપના નું શરીર બેઠું હતું અને બાજુ ની સીટ માંથી તેનું માથું લાલઘૂમ આંખે અટ્ટહાસ્ય કરી રહ્યું હતું. આ ભયવહ દ્રશ્ય જોઈ રોબર્ટ એ જાતે જ સ્ટેયરીગ ઘુમાવી કાર ખીણ માં જવા દીધી.


                             **********
                ફરી થી મુંબઈ ન્યુઝ પેપર માં બે મુખ્ય હેડલાઈન આવી. પહેલી" બે દિવસ પહેલા પકડાયેલી રેડ લાઈટ એરિયા ની પ્રખ્યાત મલ્હારી માસી ની લાશ રહસ્યમય સંજોગો માં જેલ માંથી મળી આવી". અને બીજી" મલ્હારી માસી નો જમણો હાથ એવા રોબર્ટ ની પણ લાશ કાર સાથે વિક્ષિપ્ત હાલત માં મુંબઈ થી દૂર એક ખીણ માંથી મળી આવી." અને આ સાથે જ મલ્હારી માસી નો સોળે કળાએ ખીલેલો સૂરજ હંમેશ માટે અસ્ત થઇ ગયો.     

                         **************

               બરોડા એરપોર્ટ માંથી બહાર નીકળતાની સાથે જ અચાનક ઇરિકા એ પરી ને તેડી ને દોટ મૂકી. અરમાન પાછળ ઇરિકા ના નામ ની બૂમો પાડતો દોડ્યો. ઇરિકા દોડતી દોડતી સીટી હોસ્પિટલ માં ઘુસી ગઈ અને સીધી એક રૂમ માં ઘુસી ગઈ.

"ઈશાન , ઉઠો હું આપણી ઈશાન્વી ને લઇ આવી. હા આપણી ઈશાન્વી....ઈશાન અને સાન્વી ની ઈશાન્વી... આપણી પરી. પ્લીઝ ઈશાન ઉઠો."

" ડેડા પ્લીઝ ઉઠો. જો હું તમારી પરી આવી ગઈ."

                     અરમાન પાછળ ઉભો ઉભો બધું જ જોઈ ને રડી રહ્યો હતો પણ દુઃખી થઇ ને નઈ પણ ખુશી થી.

" ભાઈ હવે તો ઉઠો. જુઓ હું ભાભી અને પરી બંને ને લઇ આવ્યો કે ભાભી મને અહીંયા લઇ આવ્યા એ જ નથી સમજાતું. ત્રણ વર્ષ સુધી મેં ગાંડા ની જેમ ગોત્યા તમને પણ ના મળ્યા તમે. બધા એ માની લીધું કે તમે હવે આ દુનિયા માં નથી પણ મારુ મન માનતું નહોતું અને અંતે આજે એ સાચું પડયું." અરમાન સમજી ચુક્યો હતો કે ઇરિકા નહીં પણ સાન્વી ભાભી ની આત્મા ઇરિકા , પરી અને પોતાને અહીંયા લઈને આવી છે. પોતાની દીકરી ને પિતા થી મેળવવા અને ત્રણ વર્ષ થી છુટા પડેલા બે ભાઈઓ ને મિલાવવા.

                સાન્વી ની આત્મા ઇરિકા માંથી નીકળી ને એક પ્રકાશ પુંજ બનીને ઈશાન ઉપર પડે છે અને એ સાથે જ ઈશાન આંખો ખોલે છે. અને બેડ માં બેઠો થઈને ઈશાન્વી અને અરમાન બંને ને પ્રેમ થી આંશુ સાથે ભેટી પડે છે. 


" મને માફ કરજો અરમાન અને ઇરિકા મેં તમને બહુ ડરાવ્યા . પણ કદાચ કુદરત ને આ જ મંજુર હતું કે ઈશાન ના ઘરે અરમાન રહેવા આવે અને એનો વિખેરાયેલો પરિવાર પૂરો કરે. ચલો હવે હું જાઉં છું તમારા બંને ના લીધે મારી અધૂરી ઈચ્છા અને મારો બદલો બંને પૂર્ણ થયા. ગુડબાય ઈશાન , ઇરિકા , અરમાન અને ઈશાન્વી." અને એ સાથે જ એ પ્રકાશપુંજ આખા રૂમ માં પથરાઈ હવામાં વિલીન થઇ ગયો.


******************સમાપ્ત****************-*****


                 હવે આ વાર્તા  ને અહીંયા પૂર્ણ જાહેર કરું છું.આટલો લામ્બો  સાથ ની નિભાવવા બધા જ રીડર્સ નો ખુબ ખુબ આભાર. 

               હવે બીજી એક અગત્ય ની વાત....ઘણા બધા રીડર્સ ની ફરિયાદ હતી કે હું ટાઇમસર વાર્તા નથી  પોસ્ટ કરતી તો હવે એનું રીઝન જાણવું તમને કે તમારી ફેવરિટ ઓથર(ઘણાબધા રીડર્સ ની પણ બધા ની ફેવરિટ નહીં) અનિકા , તેમ જ બીજા પણ અમુક નામ મને રીડર્સ પાસે થી મળ્યા છે તો જેવાકે એન્ટિક અનિ , રાધાડી , ડીયર અનિકાજી , મેડમ વગેરે વગેરે .તો આ બધા વતી હું તમારી અનિકા may મહિના ના બીજા વિક માં પ્રભુતા માં પગલાં પાડવા જઈ રહી છું અને એની વ્યસ્તતા ને લીધે ટાઇમસર નહોતી લખી શકતી. તો ખુબ ખુબ આભાર તમારો તેમજ માતૃભારતી ટિમ નો જેમને મારી રિકવેસ્ટ સમજી શોર્ટ ટાઈમ પિરિયડ માં પોસ્ટ કરી આપ્યા છેલ્લા બે ભાગ. ભગવાન કરશે તો ફરી મળીશુ.... ત્યાં સુધી બાય બાય , ટેક  કેર એન્ડ એન્જોય યોર સેલ્ફ.....?????