Hello and Happy New Year to everyone...? સોરી લેટ આવવા માટે. મારા જુના મોબાઈલ માં માતૃભારતી એપ ચાલતું બંધ થઇ ગયું હતું એટલે સ્ટોરી હું નહોતી લખી શકી. તમે તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સ માં આપી શકો છો. સોરી હું બીજા લેખકો ની જેમ મારો મોબાઈલ નંબર શેર કરવા અસમર્થ છું. તથા તમને રીપ્લાય આપવા પણ અસમર્થ છું.
આગળ તમે જોયું કે અરમાન અને ઇરીકા એક ન્યુલી મેરિડ હેપ્પી કપલ છે. જે એક ઘર ની શોધ માં છે અને તેમને તેમના બજેટ માં ઘર મળી પણ જાય છે. પણ ઘર માં કોઈક નો કાળો સાયો છે. તો એ કોણ છે એ જોઈએ હવે આગળ.
અરમાન પાસે આઠ લાખ રૂપિયા ની વ્યવસ્થા હતી. અને બાકી ખૂટતા વીસ લાખ ની તેને લોન લેવાનું નક્કી કર્યું અને તેની જ દોડાદોડી માં બીજો મહિનો નીકળી ગયો. આ બાજુ મકાન માલિક ને એમ થયું કે આ લોકો ને પણ આ ઘર ના રાઝ વિશે જાણ થઇ ગઈ લાગે છે એટલે જ બીજા બધા ખરીદાર ની જેમ આમનો ફોન ના આવ્યો.
પરંતુ અરમાન એ ઘર નો બાનાખત કરાવી નાખ્યો હતો એટલે મકાન માલિક ને થોડી ધરપત હતી. તેથી હિંમત કરી ને તેને અરમાન ને ફોન કર્યો.
મકાન માલિક: હલો અરમાન બાબુ , નમસ્તે. ક્યાં ખોવાઈ ગયા તમે? આ ઘર લેવાનો વિચાર માંડી વાળ્યો કે શું?
અરમાન: નમસ્તે અંકલજી , અરે ના ના એવું કઈ નથી. બસ આતો લોન પાસ કરાવાની ભાગદોડ માં તમારી જોડે વાત કરવાનું ભુલાઈ ગયું. બસ હવે પંદર કે વીસ દિવસ માં લોન પાસ થઇ જશે એટલે દસ્તાવેજ કરી નાંખીશુ.
મકાન માલિક: હા સારું સારું. ત્યારે રામ રામ.
અરમાન: હા અંકલજી રામ રામ.
એટલા માં જ ઇરિકા બાથરૂમ માંથી નાહીને પોતાના ભીના ખુલ્લા વાળ ને ટુવાલ થી કોરા પાડતી બહાર આવે છે. તેના શરીર પર ખાલી એક ટોવેલ જ હતો. તેને અરમાન નો ટોવેલ તેના શરીર પર વીંટાળ્યો હતો અને પોતાનો ટોવેલ વાળ કોરા કરવા રાખ્યો હતો. તેના વાળ માંથી શેમ્પૂ ની સુગંધી આવતી હતી. અને તેના શરીર માંથી પણ માદક સુગંધી આવી રહી હતી. અરમાન બે મિનિટ સુધી ઇરિકા ને જોવામાં ખોવાઈ જાય છે. ઇરિકા નું ધ્યાન અરમાન તરફ જાય છે અને તે અરમાન ની નિકટ જાય છે. તેને મસ્તી સુજે છે. તે પોતાનો ટોવેલ એક બાજુ નાખી ભીના વાળ ના છાંટા અરમાન ના મોઢા પર ઉડાડે છે. અને એક પગ ઊંચો કરી અરમાન બેઠો હતો એ બેડ પર એની બાજુ માં મૂકી તેના મોઢા તરફ જુકી ઉભી રહે છે. જેનાથી તેને વીંટાળેલા ટોવેલ માંથી તેના ઉભારો સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
અરમાન તેનો મૂડ સમજી જાય છે. તેથી તે તેનો ફોન બાજુ માં મૂકી ઇરિકા ને ચીડવવા ની તરકીબ વિચારવા લાગે છે અને ત્યાં જ તેનું ધ્યાન ઇરિકા એ વીંટાળેલા પોતાના ટોવેલ પર જાય છે. તે ઇરિકા ની આંખો માં આંખ મિલાવે છે.
અરમાન: અરે ઇરિકા આ તે મારો ટોવેલ કેમ લીધો છે? લાવ ચાલ જલ્દી મારે નહાવા જવું છે.
એમ કહી અરમાન તેનો ટોવેલ ખેંચવા હાથ લંબાવે છે. એ જોઈ ઇરિકા તેનો પગ બેડ પર થી નીચે લઇ ભાગવાની કોશિશ કરે છે. પરંતુ ઇરિકા ભાગે તે પહેલા જ અરમાન તેનો હાથ ખેંચે છે અને ઇરિકા સંતુલન ગુમાવતા અરમાન પર પડે છે અને બંને બેડ માં પછડાય છે. ઇરિકા સ્ત્રીસહજ લજ્જા અનુભવે છે.
ઇરિકા: અરમાન આ શું છે? તમે પાંચ મિનિટ રાહ નહોતા જોઈ શકતા? આમ કરતુ હશે કોઈ? પોતાની વાઈફ નો ટોવેલ કોઈ આમ ખેચતું હશે?
અરમાન:(હસતા હસતા) હા હા હા....ઇરિકા તું પણ સાવ બુદ્ધુ જ રહી. પોતાની વાઈફ નો જ ટોવેલ ખેંચાય ને! બીજાની વાઈફ નો ટોવેલ ખેંચવા થોડું જવાય.
ઇરિકા: જાવ ને હવે. શરમ નથી આવતી આવું બોલતા?
અરમાન: ના જરાય નહિ.
આટલું કહી અરમાન તેનો ટોવેલ ખેંચી તેને અનાવરિત કરી તેના માદક શરીર માં ખોવાઈ જાય છે. અને ઇરિકા પણ અરમાન માં સંપૂર્ણપણે ખોવાઈ જાય છે.
*એક મહિના પછી*
અરમાન અને ઇરિકા ફાઈનલી હવે પેલા ઘર ના ઓનર હતા. પરંતુ હજી તેઓ એ ઘર માં રહેવા નહોતા ગયા. હજી તે ઘર માં તેઓ ના મનપસંદ રંગ-રોગાન અને ફર્નિચર નું કામ ચાલી રહ્યું હતું. એમ કરતા કરતા બીજો એક દોઢ મહિનો નીકળી જાય છે. હવે તેમનું સપના નું ઘર સંપૂર્ણપણે તૈયાર હતું. પરંતુ પાંચ દિવસ પછી તેમના મેરેજ ની હાફ યરલી એનિવર્સરી હતી એટલે તેમને એ જ દિવસે એ ઘર માં રહેવા આવવા નો નિર્ણય કર્યો. ત્યાં સુધી માં તેમને જુના ઘરે થી પોતાનો સામાન નવા ઘરે શિફ્ટ કરી દીધો.
અને આખરે એ દિવસ આવી ગયો જયારે એ બંને એ ઘર માં રહેવા આવી ગયા. તેઓ વહેલી સવારે જ આવી ગયા હતા. તેથી અરમાન ભગવાન ના મંદિર પાસે જઈ દીવો પ્રગટાવે છે. અને બે હાથ જોડી પ્રાર્થના કરતો હોય છે ત્યાં જ ઇરિકા ની ચીસ સંભળાય છે. એ ચીસ ની દિશા તરફ દોડે છે અને એવો જ દીવો એક ઝટકા માં જ બુઝાઈ જાય છે. ઇરિકા ની ચીસ ગાર્ડન માંથી આવી હતી. અરમાન ત્યાં જાય છે તેવો જ ઇરિકા તેને દોડી ને ભેટી પડે છે. અને બીજી તરફ જોયા વિના જ એ દિશા માં આંગળી ચીંધે છે. અરમાન એ તરફ જોવે છે તો તેની પણ કંપારી છૂટી જાય છે. તેમના હિંચકા માં વચ્ચે ના ભાગ માં એક કાળી બિલાડી ની લોહી નીતરતી લાશ ઊંધા માથે લટકી રહી હતી. તેનું ગળું તીક્ષણ હાથીયાર થી કાપવા માં આવ્યું હતું. ખાલી એક આગળ જેટલું જ તેનું ગળું તેના ધડ થી જોડાયેલું હતું બાકી નું નીચે લબડી રહ્યું હતું અને તેમાંથી અવિરતપણે લોહી ટપકી રહ્યું હતું. જે તે દ્રશ્ય ને વધુ બિહામણું બનાવી રહ્યું હતું.
પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આતો હજી શરૂઆત હતી.