Gumnam Hai Koi - 5 books and stories free download online pdf in Gujarati

ગુમનામ હૈ કોઈ - 5

                 Hi dear readers thank you so much for supporting me... તમારો ખુબ ખુબ આભાર મારી સ્ટોરી ને આટલી પસંદ કરવા માટે. આશા રાખું કે આગળ પણ આવા જ પ્રતિભાવ મળશે. 



                      "સપના....... સપના નામ હતું મારુ. પરંતુ આ જાહિલ દુનિયા એ હું મારા નામ ને સાર્થક કરી શકું એટલો સમય પણ ના આપ્યો મને. મારા સપના ની હું ઉડાન ભરું એ પહેલા જ મારા સપના ને બેરહમી થી રગદોળી નાખ્યા. ખેર છોડો એ બધી વાતો. 

                      ધીમે ધીમે અમે સંઘર્ષ કરતા આગળ વધી રહ્યા હતા. બે વર્ષ પછી મારા ભાઈ ને એક સારી અને ખ્યાતનામ હોટલ માં ની જોબ મળી ગઈ. ત્યારે એ તેર વર્ષ નો હતો અને હું અગિયાર ની. મારો ભાઈ આખો દિવસ તનતોડ મહેનત કરતો. તેથી મેં પણ એની જાણ બહાર મારી મમ્મી જ્યાં કામ કરવા જતી હતી ત્યાં કામ કરવા જવાનું ચાલુ કર્યું સ્કૂલે થી આવ્યા બાદ. જેથી હું મારા ભાઈ પર બોજ ના બનું. 

                   સમય એનું કામ કરી રહ્યો હતો. દિવસો પસાર થઇ રહ્યા હતા. હવે હું પંદર વર્ષ ની હતી અને મારા ભાઈ ને અઢાર મુ બેસવા આવ્યું હતું. મારુ શરીર પણ કામ કરી કરી ને ભરાયું હતું. જુવાની સોળે કલા એ ખીલી હતી. તેવી જ રીતે મારો ભાઈ પણ મજૂરી કરી કરી ને ખડતલ જુવાન બની ગયો હતો. એના રહેતા મારી સામે જોવાની પણ કોઈ હિંમત કરતુ નહીં. 

                મારા ભાઈ ને ખબર પડી ગઈ હતી કે હું તેની ગેરહાજરી માં કામ કરવા જતી હતી. ચાર વર્ષ તો એને વાંધો ના ઉઠાવ્યો પણ હવે હું દસમા માં હતી અને મારો ભાઈ ઈચ્છતો હતો કે હું દસમા માં સારું રિઝલ્ટ લાવું તેથી તેને મારુ કામ બંધ કરાવી નાખ્યું. બે મહિના પછી તે અઢાર નો થતા તેને એ જ હોટલ માં વેઈટર ની જોબ મળી ગઈ અને તેની પ્રામાણિકતા અને કામ પ્રત્યે ની ધગશ ના લીધે વેતન પણ થોડું સારું મળતું. હોટલ ના માલિક દયાળુ હતા. તે મારી ફી નો તથા ભણવાના ખર્ચ માં અમારી મદદ કરતા. તેમજ તેમના ઘરના ઓ ના કપડાઓ પણ આપતા જેથી અમારો એ ખર્ચ પણ બચી જાય. અને મહિના માં અડધા ઉપર ના દિવસ તે મારા ભાઈ સાથે મારુ પણ ટિફિન મોકલાવતા. તમને અમારી ખુબ દયા આવતી."


                       અરમાન અને ઇરીકા ધ્યાન થી સાંભળી રહ્યા હતા. ત્યાં જ ધીમે ધીમે પક્ષીઓ નો કલબલાટ સંભળવવાનો શરુ થયો. મતલબ કે પરોઢ થવા આવી હતી. 


      "જુઓ , અરમાન તથા ઇરિકા હવે સવાર થવા આવી છે તેથી મારી શક્તિઓ ક્ષીણ થતી જશે જેમ જેમ સુરજ ના કીરણો ધરતી ઉપર પડશે. તેથી હવે હું અહીંયા જ વિદાય લઉં છું. મને ખબર છે તમે આગળ ની વાત જાણવા ઉત્સુખ છો. પણ હું પણ કઈ કરી શકું એમ નથી. હવે તમારે આવતી અમાસ સુધી ની વેઇટ કરવી પડશે. આવશો ને? આજ ટાઈમે , રાત્રે બાર વાગે." 

   "હા , હા ચોક્કસ. અમે જરૂર આવીશુ." અરમાન અને ઇરિકા એક સાથે બોલી ઉઠ્યા. અને જોતજોતા માં સપના ની આત્મા ધુમાડો થઇ વિલીન થઇ ગઈ. 

                 અરમાન અને ઇરિકા નીચે આવ્યા ત્યારે ચાર વાગવા આવ્યા હતા. બંને એકબીજાને વળગીને બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયા. દિવસો પસાર થઇ રહ્યા હતા અને એ બંને ખુબ જ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા અમાસ ની. 
                               ********

"હેલો , ઇરિકા દીકરી કેમ છે તું? અમને તો તું ભૂલી જ ગઈ છું નવા મકાન માં રહેવા જઈને." 

"અરે , ના ના મમ્મીજી કેવી વાતો કરો છો તમે? એક દીકરી ક્યારેય પોતાના માં બાપ ને ભૂલતી હશે. આમ પણ તમને ખબર છે કે મારી માં તો હું નાની હતી ત્યારેજ......"

"અરે , બસ બસ બસ. સોરી સોરી હું તો મજાક કરતી હતી. સારું સાંભળ હવે , દસ દિવસ પછી અરમાન નો જન્મદિવસ આવે છે એટલે અમે બે ત્રણ દિવસ માં આવી રહ્યા છીએ ત્યાં રહેવા માટે. તમને કઈ વાંધો તો નથી ને? 

"અરે , શું મમ્મીજી તમે પણ! આમ દીકરી કહો છો અને સવાલ કેમ સાસુ જેવા કરો છો? તમારું જ ઘર છે.તમે જયારે આવો ત્યારે. મોસ્ટ વેલકમ." 

"સારુ , ત્યારે સાચવજો તમે બંને. અને હા અરમાન ને ભનક પણ ના પડવા દેતી કે અમે આવી રહ્યા છીએ. કારણકે મને ખબર છે કે તું એક નાની વાત પણ તેનાથી છુપાવતી નથી."

"હા , મમ્મીજી ચોક્કસ."


                   ઈરીકા એ કહી તો દીધું હતું કે એ અરમાન ને નહીં જણાવે પરંતુ એ પોતે જ બહુ મોટી અવઢવ માં ફસાઈ ગઈ. કારણકે અરમાન ના જન્મદિવસ ના બીજા જ દિવસે અમાસ હતી. અંતે ઇરીકા એ અરમાન ને બધું જ જણાવી દેવાનું નક્કી કર્યું. 


                 સાંજે જેવો અરમાન ઓફિસે થી આવ્યો અને હજી તો શૂઝ નીકાળે એ પહેલા જ ઇરિકા એ કહી દીધું. બિચારો અરમાન પણ એક શૂઝ હાથ માં પકડી ને બાંકડા ઉપર જ બેસી પડ્યો. કારણકે એના મમ્મી અને પપ્પા ને જો સપના વાળી વાત ની જાણ થાય તો એ જ સેકન્ડે એમને આ ઘર ખાલી કરાવી નાખે. અને ઠપકો પડે એ નફા માં. અને એના થી પણ વધુ ચિંતા તો એ વાત ની હતી કે સપના ની આત્મા ને શું સમજાવવું! 


                       અરમાન કોઈ પણ વાત ને ચપટી માં ઉકેલવામાં ઉસ્તાદ હતો. એમ આ વાત નો પણ તેને ઉકેલ લાવી દીધો. તેને નક્કી કર્યું કે જન્મદિવસ ના બીજા દિવસે મમ્મી અને પપ્પા ને રાત ના શૉ માં પિક્ચર જોવા મોકલી દેવા. કારણકે એ જ્યાં રહેતા હતા ત્યાં એમના કોઈ સગાવહાલા નહોતા રહેતા કે એમના ઘરે પણ મોકલી શકાય. 



                અરમાન ના મમ્મી પપ્પા આવી ચુક્યા હતા અને જન્મદિવસ પણ ઉજવાઈ ચુક્યો હતો. ભગવાન ની દયા થી હજી સુધી તો એમને સપના ની આત્મા નો અનુભવ થયો નહોતો એટલે અરમાન અને ઇરિકા એ શાંતિ નો અનુભવ કર્યો હતો. બસ હવે આજ ની રાત ખુબ જ મહત્વ ની હતી. અરમાન એ ઓફિસ થી આવતાવેંત જ મુવી ની ટિકિટ્સ તેની મમ્મી ના હાથ માં આપી દીધી. પહેલા તો અરમાન અને ઇરિકા ને મૂકીને જવા માટે થોડી આનાકાની કરી પરંતુ ઇરિકા એ બહાનું નીકાળી ને મનાવી લીધા.  

                        રાત ઢળી ચુકી હતી અને સન્નાટો પણ પેલી રાત જેવો જ હતો. પરંતુ એ રાત જેવી ભયાનકતા આ રાત માં નહોતી. અરમાન અને ઇરિકા ઉપર પહોંચી ગયા હતા. ધીમે ધીમે આછા ધુમાડા ની સેર માંથી સપના ની આત્મા એ આકાર લીધો. આજે એના ચહેરા પર ઘણી બધી શાંતિ ઝળકી રહી હતી. તેને આગળ વાત શરુ કરી.......

                " બધા દિવસો એક જેવા નથી હોતા. આ વાત નો અનુભવ તો અમને નાનપણ માં જયારે માં બાપ ગુમાવ્યા ત્યારે જ થઇ ચુક્યો હતો પરંતુ એના જેવો જ બીજો અનુભવ થશે એવું અમે સ્વપ્ન માં પણ વિચાર્યું નહોતું. 


                 મારી દસમા ની પરીક્ષા પૂર્ણ થઇ ચુકી હતી અને મારા પેપરો પણ ખુબ જ સારા ગયા હતા. તેથી ભાઈ ને કહી ને મેં મારુ કામ વેકેશન ના લીધે પાછું ચાલુ કરી દીધું. હવે હું બહાર ના કામ ની સાથે સાથે ટ્યુશન પણ કરતી હતી. જેમાંથી સારી આવક થતી હતી. અમે શાંતિ થી હસી ખુશી  જીવન પસાર કરી રહ્યા હતા. થોડા દિવસો પછી મારા ભાઈ નો જન્મદિવસ હોવાથી હું તેને ભેટ આપવા માંગતી હતી.


                    તેથી તે દિવસ એના કપડાં ની ખરીદી કરવા માટે અમે બજાર માં ગયા હતા. અને ખરીદી બાદ તેના જન્મદિવસ ના લીધે અમેં બહાર જ જમવાનું નક્કી કર્યું. 

             અમારે જમી ને આવતા થોડું મોડું થઇ ગયું. જે નહોતું થવું જોઈતું. હું અને ભાઈ  એક સુમસામ રસ્તે આવી રહ્યા હતા ત્યારે કેટલાક ગુંડાઓ એ મારી છેડતી કરી જે જોઈ ને મારા ભાઈ ને ગુસ્સો આવ્યો પણ હું જોડે હતી તેથી તે ગમ ખાઈ ગયો અને કઈ બોલ્યા વગર મારો હાથ પકડી જેટલું બને તેટલા ઝડપ થી ચાલવા લાગ્યો. જે જોઈ પેલા લોકો વધુ ઉશ્કેરાયા અને એકે મારો હાથ પકડી મને ખેંચી. જે જોઈ મારા ભાઈ એ પેલા ને મોઢા પર એક મુક્કો માર્યો એકદમ ખેંચી ને કે પેલા ના મોં માંથી લોહી નો ફુવારો થઇ ગયો. 

              બસ પતી ગયું... પેલા લોકો એ મારા ભાઈ ને ઘેરી ને મારવાનું ચાલુ કર્યું. તો પણ મારો ભાઈ સારું લડી રહ્યો હતો. મેં પણ બહુ કોશિશ કરી મારા ભાઈ ને બચાવવા ની. પણ હું કઈ ના કરી શકી. કે નહોતો અમારી પાસે ફોન કે હું પોલીસ ને પણ બોલાવી શકું. અંતે જે ના બનવું જોઈતું હતું એ બની ગયું." આ બોલતી વખતે સપના ના ચહેરા પણ એવા ભાવ હતા કે જાણે બધું હજી તેની નજર સમક્ષ હોય. આંખો આંશુઓ થી ઉભરાઈ ચુકી હતી. અરમાન પણ ખુબ જ પીડા અનુભવી રહ્યો હતો અને ઇરિકા તો સપના ની જેમ જ રડી રહી  હતી.

                  "મારા ભાઈ એ જેને મુક્કો માર્યો હતો એ મારો હાથ એકદમ કચકચાવી ને પકડી ને એકબાજુ ઉભો હતો.પરંતુ મારા ભાઈ ને એના ત્રણ સાથી પર ભારે પડતા જોઈ મને ધક્કો મારી ને મારા ભાઈ તરફ દોડ્યો. અને હજી તો હું ઉભી થાઉં એ પહેલા તો તેને છરી નીકાળી  ને મારા ભાઈ ના પેટ માં મારી દીધી." આટલું બોલતા ની સાથે જ સપના નો આંશુઓ નો બંધ તૂટી પડ્યો અને એક આત્મા રડે એમ ભયાવહ રીતે ચીસો પાડી ને રડવા લાગી.

                  "અને મારો ભાઈ પણ મને એકલી મૂકી ને ચાલ્યો ગયો. પછી એ લોકો એ મારી સાથે દુષ્કર્મ આચર્યું.બીજે દિવસે હું ભાન માં આવી ત્યારે એક કોઠા પર વેચાઈ ચુકી હતી. જે ત્રીજો વજ્રઘાત હતો મારી માટે પાછળ ના ચોવીસ કલાક માં." 


             ****************-**

મારા ઘર માં એક ખુબ જ અંગત પ્રસંગ ના લીધે હું ટાઇમસર લખી શકવા માટે અસમર્થ છું. જેથી રીડર્સ ની માફી માંગુ છું. દિલ થી સોરી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED