Gumnam Hai Koi books and stories free download online pdf in Gujarati

Gumnam Hai Koi

                         આસમાની ઊંચાઈ ને અડકતા ઊંચા પહાડ....તેમની વચ્ચે થી ખળખળાટ વહેતા ઝરણાં અને ઝરણાં માં વહેતું ચોખ્ખું પાણી.ઊંચા ઊંચા ઝાડ અને તેના એકદમ લીલા લીલા પાંદડા....એક અલગ જ પ્રકાર ની શાંતિ હતી અહીંયા ની હરિયાળી માં.... એકદમ ઠંડુ અને આહલાદક વાતાવરણ , અને નીલા નીલા આસમાન માંથી આવી રહેલો સવાર નો સોનેરી તડકો , પક્ષીઓ નો કલબલાટ અને ઠંડો સરસ મજાનો આવી રહેલો પવન , .   
  
 અને આવા જ સુંદર વાતાવરણ માં એક કપલ એક બીજા ના હાથ માં હાથ પરોવીને અને વારાફરતી એક બીજા ના ખંભા પર માથુ ઢાળી ચાલી રહ્યું હતું અને ગૂનગૂનાઇ રહ્યું હતું આવા જ વાતાવરણ અને આવા જ મિજાજ ને લગતું એક ગીત " યે હંસી વાદિયાં , યે ખુલાં આસમાન....આ ગયે હમ કહાં એ મેરે સાજના.....". 

 
ઈરીકા અને અરમાન....હજી બે દિવસ પહેલા તો બંને ના ધામધૂમ થી લગ્ન થયા છે અને આજે આ કપલ સિમલા ની ખૂબસૂરત વાદિયોં માં હનીમૂન મનાવી રહ્યું છે.ઇરીકા અને અરમાન ના લવ મેરેજ હતા જેથી એ બંને એક બીજા ને બહુ સારી રીતે ઓળખતા હતા અને એટલે જ તો બંને વચ્ચે અતૂટ વિશ્વાસ અને અખૂટ પ્રેમ હતો. અહીંયા બંને એક બીજા માં સંપૂર્ણ રીતે ભળી ને એક થઇ જવા માટે જ આવ્યા હતા.
 
ઈરીકા દેખાવે ખૂબ જ સુંદર હતી. તેની આંખો મોટી અને કાળી હતી અને એ આંખો ને જોઈ અરમાન હંમેશા તેની ગહેરાઈ માં ખોવાઈ જતો , ગુલાબી ગુલાબી ગાલ અને ગુલાબ ની પાંખડી જેવા હોઠ જેને જોઈ અરમાન હંમેશા કહેતો કે એક દિવસ હું આ તારા હોઠ ને ચાવી જવાનો છું. ખમ્ભા સુધી ના કાળા સિલ્કી વાળ જેમાં અરમાન કલાકો સુધી હાથ ફેરવ્યા રાખતો. પાતળી અને નાજૂક કમર જેમાં હાથ વીંટાળીને કલાકો સુધી ફરવાનું અરમાન નું સ્વપ્ન હતું જે આજે પૂરું થઇ રહ્યું હતું. અને સામે અરમાન પણ કંઈ કમ નહોતો. તે પણ છ ફુટ ઊંચો હતો અને સાથે કસરત થી કસાયેલી પહોળી બાજુઓ અને પાતળી કમર ધરાવતો હતો. ક્લીન શેવ્ડ ચહેરો તેમાં બદામી આંખો અને ડાર્ક પિન્ક હોઠ. તેની હડપચી માં પડતો ખાડો તેના દેખાવ ને વધુ આકર્ષક બનાવતો હતો. આ કપલ જોડે હોય ત્યારે પરફેક્ટ મેડ ફોર ઇચ અધર લાગતું હતું.


       આજે એ રાત નો સમય હતો જે રાત ના સમય ની વર્ષો થી અરમાન અને ઇરિકા એ રાહ જોઈ હતી.અને આખરે એ હસીન હનીમૂન ની રાત આવી ચુકી હતી. બંને એ લગ્ન પહેલા જ નક્કી કર્યું હતું કે પોતે સંપૂર્ણપણે એકબીજાના હનીમૂન ની પહેલી રાત્રે જ થશે. જેથી લગ્ન ની પહેલી રાત્રે બંને એ એક ચુંબન પણ કર્યું નહોતું. 
               
               દિવસભર સિમલા માં ફરીને બંને થાક્યા હતા જેથી પહેલા બંને એ સામુહિક સ્નાન કરવાનો નિર્ણય કર્યો જેથી બંને એકબીજા ને અનાવૃત કરી એક્સસાઈટ કરી શકે. 

          બંને બાથરૂમ માં જાય છે અને શરૂઆત ઇરિકા કરે છે અરમાન ના શર્ટ ના બટન ખોલી ને. હવે વારી અરમાન ની હતી. પરંતુ અરમાન કંઈ કરે એ પહેલા જ ઇરિકા શરમાઈ ને ઉંધી ફરી ને જવા લાગી પણ અરમાન હવે વધુ રાહ જોઈ ઇરીકા ને જવાદે તેમ નહોતો. તેને પાછળ થી ઇરિકા ની કમર ફરતે હાથ વીંટાળી તેને જકડી લીધી અને તેના વાળ આગળ કરી તેની લાંબી સુરાહીદાર ગરદન પર કિસ કરી અને ત્યારબાદ કાન ની બુટ પાછળ કિસ કરી અને ધીમે થી તેના બ્લાઉઝ ની દોરી ખેંચી અને તે સાથે જ ઇરિકા એકદમ ટટ્ટાર થઇ અને ચોંકી. પરંતુ અરમાને તેની પ્રક્રિયા એમજ ચાલુ રાખી. તેણે હવે તેની સુંદર લીસી પીઠ પર કિસ કરવાનું ચાલુ કર્યું. ઇરિકા હવે ધીમે ધીમે ઉત્તેજિત થઇ રહી હતી. અને આખરે એક પ્રેમિકા જે હવે એક પત્ની હતી એણે હવે તેના પૂર્વ પ્રેમી અને હાલ ના પતિ સામે હાર સ્વીકારી લીધી અને સીધી ફરીને અરમાન ને શક્ય હોય તેટલા જોર થી ભેટી પડી. બંને ના અંગો એક બીજા ના અંગો સાથે ઘર્ષણ અનુભવી રહ્યા હતા. ધીમે ધીમે બંને એકબીજાના અંગો નું મર્દન અને સ્પર્શ કરતા સંપૂર્ણ અનાવૃત ક્યારે થઇ ગયા એની બે માથી કોઈને ખબર ના રહી. અરમાને શાવર ચાલુ કર્યો અને ગરમ પાણી ની બૂંદો બંને ના અનાવૃત દેહ પરથી લપસીને નીચે પડવા લાગી. ઇરિકા સંપૂર્ણપણે પલળી ચુકી હતી. તેની આંખો ની પાંપણ પર થી પાણી ની બૂંદો તેના સુંદર ગુલાબી હોઠ પર પડતી હતી. જે દ્રશ્ય જોઈ અરમાને તેના હોઠ ઇરિકા ના હોઠ પર મૂકી દીધા. બંને એ દીર્ઘ ચુંબન કર્યા બાદ બંને માંથી એક પણ હવે પોતાની જાત પર કાબુ રાખવા માટે સમર્થ નહોતા. એટલે જ અરમાન તેની પ્રિયતમા ને તેની મજબૂત અને કસરત થી કસાયેલી બાંહોમાં ઉંચકીને બહાર લઇ જાય છે અને ધીમે થી બેડ ઉપર મૂકે છે અને ઝડપ થી ટોવેલ લઈને આવે છે જેથી બંને માંથી કોઈને ઠંડી ના લાગી જાય. અરમાન ઇરિકા ને કોરી પડે છે અને પોતે પણ કોરો પડે છે. ટોવેલ નો બાજુમાં ઘા કરી હવે તે ઇરિકા ની પોતાની તરફ ખેંચે છે. અને ઇરિકા થી બેલેન્સ ના રહેતા તે અરમાન ઉપર પડે છે. બસ આ ક્ષણ જ પૂરતી હતી બંને ને ઉત્તેજના ની પરાકાષ્ઠા એ પહોંચાડવા માટે. અંતે જેમ બંને એ નિશ્ચિત કર્યું હતું એમ અરમાન હનીમૂન ની પહેલી રાત્રે ઇરિકા નું કૌમાર્ય ભંગ કરે છે અને બંને એકમેક માં સંપૂર્ણપણે વિલીન થઇ જાય છે અને ઝીંદગીભર ચાલે એવી અખૂટ યાદો નો ખજાનો પોતાના દિલ માં સંભાળીને મૂકીદે છે. 


                            *એક મહિના પછી*

 અરમાન અને ઇરિકા એક સરસ મજાનું ઘર જોવા આવ્યા છે જે અરમાને ઇન્ટર્નેટ પર ઓનલાઇન એડ માં જોયું હતું અને ત્યારબાદ ઇરિકા ને બતાવ્યું હતું તો તેને પણ ગમી ગયું હતું અને એટલે જ આજે અરમાન ને રજા હોવાથી બંને જણાં એ ઘર ની રૂબરૂ મુલાકાત લેવા આવ્યા છે. 

             બે માળ નું આ ઘર જોતાવેંત જ કોઈ ને પણ ગમી જાય તેવું હતું. અને તેની આજુબાજુ નો આ ગાર્ડન તેની સુંદરતા માં ઓર વધારો કરી રહ્યો હતો. ગાર્ડન ખુબ જ મોટો હતો પરંતુ છેલ્લા છ મહિના થી ઘર બંધ પડી રહેવાને લીધે થોડો અસ્તવ્યસ્ત થઇ ગયો હતો અને તેવું જ ત્યાં આવેલા હિંચકા નું પણ હતું. તે પણ ધૂળધાણી થઇ ગયો હતો.ઠેરઠેર કરોળિયા ના ઝાળા બાઝી ગયા હતા તેમજ તેની સાંકળો પણ કટાઈ ગઈ હતી. 

          આટલું જોયા પછી ઇરિકા અને અરમાન ઘર ની અંદર પ્રવેશે છે.

    ઘર ની બહાર ભવ્ય દરવાજો હતો તે ખોલી ને અંદર જતા એક મોટો હોલ હતો. હોલ ની ડાબી બાજુ એ કિચન હતું અને કિચન ની બહાર નીકળતા એની ડાબી બાજુ ઉપર જવાની સીડીઓ હતી. જયારે હોલ ની જમણી બાજુ બે બેડરૂમ હતા. અને બેડરૂમ પછી એક સ્ટોરરૂમ. સીડીઓ થી ઉપર જતા ખાલી જમણી બાજુ એક જ રસ્તો પડતો હતો. જ્યાં થોડે આગળ જતા એક બેડરૂમ , એની બાજુમાં એક બાલ્કની હતી જ્યાંથી ઘરનો મુખ્ય દરવાજો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો અને બાલ્કની ની બાજુ માં એક લાઈબ્રેરી. લાઈબ્રેરી માંથી બહાર નીકળતા જમણી બાજુ એ ટેરેસ પર જવાની સીડીઓ. ટેરેસ મીડીયમ સાઈઝ નો હતો બહુ મોટો પણ નહિ અને બહુ નાનો પણ નહિ.

               ઘર જોઈ લીધા પછી ઇરિકા અને અરમાન એક ખૂણા માં જઈ ચર્ચા કરે છે કે ઘર લેવું કે નહિ. ઇરિકા ને તો ઘર ખુબ જ ગમી ગયું હતું. જયારે અરમાન ને પણ ઘર ગમ્યું તો હતું પણ તેને મન માં થોડી બેચેની જેવું લાગતું હતું જ્યારથી ઘર માં પ્રવેશ કર્યો ત્યારથી. પરંતુ ઘર ઘણાં સમય થી બંધ હોવાને લીધે સફોકેશન ના લીધે એવું થતું હશે તેમ માની અરમાને પણ આ ઘર ને સ્વીકારી લીધું. અને ઇરિકા ને જણાવ્યું. 

                   બંને પાછા હોલ માં આવે છે અને ખુરશી પર બેસે છે. 

મકાન માલિક: તો ગમ્યું કે નહિ આ ઘર? શું વિચાર છે તમારો? 

અરમાન: જી હા , અમને મકાન ખુબ જ ગમ્યું છે. તમે બસ વ્યાજબી કિંમત મુકો એની જ વાર છે. તો બોલો છેલ્લી કિંમત શું રાખો છો? 

 મકાન માલિક: આમ તો મેં નેટ ઉપર ત્રીસ લાખ પ્રાઈઝ મૂકેલી છે પરંતુ તમને ઘર આટલું બધું ગમી ગયું છે તો હું છેલ્લે અઠ્યાવીસ માં કરી આપીશ.

            અરમાને આટલી ઓછી કિંમત ની અપેક્ષા નહોતી રાખી. તેથી તેને થોડી શંકા પડે છે.

 અરમાન: કેમ અચાનક આટલા ઓછા કરી નાખ્યા? તમે આ ઘર વિષે કઈ છુપાવતા તો નથી ને? 

          અરમાન ને અચાનક આવું પૂછશે એવું મકાન માલિકે ધાર્યું નહોતું તેથી તેના ચહેરા ના હાવભાવ સુન્ન પડી જાય છે પણ તરત જ પોતાની જાત ને સંભાળી લે છે અને એક મનઘડન વાત ઉપજાવી કાઢે છે. 

મકાન માલિક: અરે ના ના અરમાન બાબુ , એવું કઈ નથી. આતો હું અહીંયા એકલો રહીને કંટાળ્યો છું તેથી હવે મારે મારા દીકરા પાસે બેંગ્લોર જતા રહેવું છે કાયમ માટે. અને થોડી પૈસા ની પણ ભીડ છે એટલે જેમ બને તેમ જલ્દી પૈસા જોઈએ છે. મારા દીકરા ની દીકરી ને કેન્સર છે એટલે ઈલાજ માટે પૈસા નથી પૂરતા. (એમ કહી તે ખોટું ખોટું મોઢું ઢાંકી આંશુ લુછવાનું નાટક કરે છે. જેથી અરમાન ની શંકા નું નિવારણ કરી શકે અને બન્યું પણ એવું જ.)


 અરમાન: સોરી સોરી , મને આ સોદો મંજુર છે. આપણે આવતીકાલે બાનાખત અને એક મહિના પછી દસ્તાવેજ કરી નાંખીશુ.

મકાન માલિક: હા સાહેબ વાંધો નહિ પણ દસ્તાવેજ અને પેમેન્ટ જેમ બને તેમ જલ્દી કરજો. 

અરમાન: અરે હા હા અંકલ , મારી લોન પાસ થાય એ જ દિવસે દસ્તાવેજ. પાક્કું. તો ચાલો હવે અમે નીકળીએ. હું તમને ફોન કરીને જણાવી દઈશ કાલ નો સમય. અને તમે ચિંતા ના કરતા તમારી પ્રપૌત્રી ને ભગવાન ની કૃપા થી એકદમ સારું થઇ જશે. 

            આટલું કહી અરમાન અને ઇરિકા નીકળી જાય છે. અને મકાન માલિક પણ તાળું મારીને મન માં હરખાતો હરખાતો નીકળી જાય છે અને જતા પહેલા એક વાર ઘૃણાભરી દ્રષ્ટિ થી મકાન સામે જોઈ વિચારે છે કે હાશ આ બલા થી અંતે છુટકારો મળ્યો. 

                  બધા ના જતા રહેતા ઉપર બાલ્કની માથી કોઈ કાળો સાયો હાથ બહાર કાઢી ને દીવાલ પર હાથ મૂકી અટ્ટહાસ્ય કરે છે. જે વાતાવરણ ને એકદમ ડરાવનું બનાવે છે. અને વાતાવરણ ધોળા દિવસે પણ બીક લાગે તેવું બિહામણું થઇ જાય છે. ચીબરી નો અવાજ એકદમ તીવ્રતા થી આવવા લાગે છે. જાણે કંઈ અઘટિત થવાનું હોય. 



                 શું હતું આ ઘર નું રાઝ? શું સાચ્ચે જ કોઈ કાળો સાયો હતો આ ઘર પર? અને મકાન માલિક શેની વાત છુપાવતો હતો? શું અરમાન અને ઇરિકા આનાથી બચી શકશે? શું થશે આગળ? જાણવા માટે વાંચતા રહો Gumnam Hai Koi.

             Hello readers this is my first horror fantasy story. I hope you all enjoyed this story. Thank you. Kindly rate this story.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED