માનવતા status india દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવતા

રાતનાં સાડા અગિયાર વાગ્યે એક યુવાન છોકરી રસ્તા પર રિક્ષાની રાહ જોઈ રહી હતી...ત્યાંથી થોડે દુર ત્રણ યૂવાન છોકરાઓ બીયરની પાર્ટી શરૂ કરવાના હતા.......તેમાંનો એક છોકરો યૂવાન છોકરી તરફ આગળ વધે છે.....

આવતી કાલે કોલેજમાં આપવાનાં એસાઈનમેન્ટ એ કાવ્યા અને પ્રિતીને મોડે સુધી એસાઈનમેન્ટ લખવા પર મજબુર કર્યા હતાં. એસાઇનમેન્ટ તૈયાર થશે કે નહિં ના ટેન્શનમાં વીતતા સમયથી અજાણ કાવ્યા પોતાની બહેનપણી પ્રિતીના ઘરેએસાઈનમેન્ટ તૈયાર કરતી હતી.

અચાનક થયેલી મોબાઈલની ધ્રુજારી એ કાવ્યાને એસાઈનમેન્ટના ટેન્શન માંથી બહાર લાવી હતી. મોબાઈલની ડિસ્પ્લે પર નજર કરી તો તેના ઘરેથી મમ્મીનો કોલ આવતો હતો. ઘરેથી મમ્મીએ કોલ કરવો પડ્યો એટલે કાવ્યાએ દિવાલ પર લટકી રહેલી ઘડિયાળ પર નજર કરી.

પ્રિતી....એસાઈનમેન્ટના ટેન્શનમાં ક્યારે સાડા અગીયાર થઈ ગયાં! તેનો ખ્યાલ પણ ન રહ્લો અને મમ્મીનો પણ ઘરેથી કોલ આવી ગયો. મમ્મીને બહુ ચીંતા થશે! યાર શું કરું? કંઈ જ સમજાતું નથી......કાવ્યા એ કહ્યું.

એ બધું તું પછી વીચારજે. પહેલાં કોલ રિસીવ કર......પ્રિતીએ કહ્યું.

હા...હા....એમ કહીને કાવ્યાએ મોબાઇલની ડિસ્પ્લે પર પોતાની આંગળી ડાબી બાજુથી જમણી બાજુ તરફ ચલાવી.

હેલ્લો....કાવ્યા!...બેટાં ક્યાં છે તું? ઘડિયાળ તરફ ધ્યાન તો આપ. કેટલાં વાગ્યાં? કાવ્યાએ ફોન રિસીવ કરતાંની સાથે જ તેની મમ્મી એ પ્રશ્ર્નનો ઢગલો કરી દીધો.

હા....હા.....મમ્મી! સોરી! હું અત્યારે જ નીકળું છું. તું ચિંતા ના કરીશ....ચાલ હવે હું ફોન કટ કરું છું. બસ આટલું કહીને કાવ્યાએ ફોન કટ કરી દીધો.

કાવ્યા ફટાફટ બુક્સ અને પેન પોતાની બેગમાં પેક કરવાં લાગી.

અરે કાવ્યા! યાર! ધીમે ધીમે!....પ્રિતીએ કહ્યું.

યાર મારે બહું જ મોડું થઈ ગયું છે. તો હું ફટાફટ નીકળું છું.....કાવ્યા એ કહ્યૂં.

પણ યાર અત્યારે તને વાહન મળશે? તું કહે તો હું તને મુકી જાઉં ઘરે.........પ્રિતીએ કહ્યું.

ના....તું ચિંતા ના કર. હું ઘરે પહોંચી જઈશ. ચાલ હવે હું નીકળું છું. બાય....બાય.....બસ આટલું કહીને કાવ્યા બેડરૂમ વટાવી ગઈ હતી.

પાછળથી પ્રિતીનો અવાજ સંભળાયો......ઓકે બાય....સાચવીને જાજે.

રાતના સાડા અગીયાર વાગ્યે વાહન મળી જશે એમ કહીને બહેનપણીના ઘરેથી નીકળી જઈને કાવ્યા મેઈન રોડ પર રીક્ષાની રાહ જોઈ રહી હોય છે. મેઇન રોડ હતો અને સાડા અગિયાર વાગી ગયા હતાં. એટલે થોડી થોડી વારે વાહન પસાર થઈ રહ્યાં હતા. પરંતુ પંદર-વીસ મીનીટ થઈ ગઈ છતાં એકપણ રીક્ષા અથવા તો ટેક્સી ના મળી.

પ્લીઝ ભગવાન જલ્દી રીક્ષા મોકલો. બે હાથ જોડી મનમાં ને મનમાં કાવ્યા ભગવાન ને પ્રાર્થના કરે છે.

ચૌદ પુનમનું રૂપ એકસાથે નીખરે એવો કાવ્યાનો ચહેરો હતો. સુંદરતાની સાથે સાથે આકર્ષક હતો. અને આવી યુવાન અને સુંદર છોકરી રાતના સાડા અગીયાર વાગ્યે ળસ્તાં પર રીક્ષાની રાહ જોઈ રહી હતી.

રીક્ષાની રાહ જોઈ રહેલી કાવ્યાની નજર અચાનક પોતાનાથી પચાસેક મીટર દુર કાર લઈને ઉભેલા બે-ત્રણ છોકરાંઓ પર પડે છે. જે ઘણી વારથી કાવ્યા તરફ તાકી રહ્યાં હતાં. લગભગ એ ત્રણેય છોકરાંઓ બિયરની પાર્ટી શરૂ કરવાના પ્લાનમાં જ હતાં અને એમાં પણ રાતનાં સાડા અગિયાર વાગ્યે રસ્તાં પર એકલી ઊભેલી આકર્ષક ચહેરાવાળી યુવાન છોકરી જોઈ તે ત્રણેયના વીચારોમાં કંઈક મનોમંથન ચાલી રહ્યું હતું.

અચાનક એ ત્રણેય માંથી એક છોકરો આગળ વધે છે. એક પછી એક ધીમે ધીમે આગળ વધી રહેલાં ડગલાંએ કાવ્યાનાં હ્રદય પર દબાણ આપ્યૂં. ધીમે ધીમે કાવ્યાનાં ધબકારાંઓ પણ વધી રહ્યાં હતાં.

રાતના સાડાં અગિયાર વાગ્યે રૂપાળી જોઈ કોઈની પણ નિયત બગડી જાય હવે શું કરીશ? એ કાળમુઆે તો તારી તરફ જ આવી રહ્યો છે. એ છોકરાંના વધતાં જતાં ડગલાંએ મનમાં આવાં સવાલો પણ પેદા કરી દીધા હતાં. કાવ્યાં પોતાનાં બંને હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે. એ છોકરો કાવ્યાથી થોડો જ દુર હતો ત્યાં એક રિક્ષા કાવ્યાની આગળ આવીને ઉભી રહી અને કાવ્યા કંઈપણ બોલ્યાં વીચાર્યા વગર એ રિક્ષામાં બેસી જાય છે.

ભાઈ! મહાવિર ચોક. આટલું કહીને કાવ્યા રિક્ષા ઝડપથી ચલાવવાં માટે કહી દે છે. પાચેક મિનિટ રિક્ષામાં પસાર કર્યા બાદ મહાવિર ચોક આવી જાય છે એટલે કાવ્યા રિક્ષામાંથી નીચે ઉતરી ભાડું આપવાં માટે પર્સ ચેક કરે છે પરંતુ તેનું પર્સ ગાયબ હતું.

અરે યાર!....હું મારું પર્સ તો પ્રિતીના ઘરે જ ભુલી ગઈ....પર્સ પોતાની પાસે ન હતું એટલે કાવ્યાએ અંદાજ લગાવ્યો કે તેનું પર્સ પ્રિતીના ઘરે રહી ગયૂં હશે! પરંતુ અચાનક પાછળથી અવાજ આવે છે.

ઓ.....દીદી.....

દીદી ! શબ્દ પોતાના કાને પડતાંની સાથે જ કાવ્યાએ પાછળ ફરીને જોયું તો પેલો છોકરો બીજી રિક્ષામાં તેનો પીછો કરતો કરતો મહાવીર ચોક સુધી પહોંચી ગયો હતો.

પરંતુ તે છોકરાંએ રિક્ષામાંથી બહાર ઉતરીને પોતાનો હાથ ઉંચો કરી કાવ્યાને કહ્યું....તમારું પર્સ! એમ કહી તે છોકરો કાવ્યાની પાસે જાય છે અને પર્સ કાવ્યાના હાથમાંઆપે છે.

કાવ્યા રિક્ષાવાળાને ભાડુ ચુકવી દે છે. એટલે રિક્ષાવાળો ત્યાંથી જતો રહે છે. 

તમને મારું પર્સ ક્યાંથી મળ્યું?.....કાવ્યાએ પેલાં છોકરાંને કહ્યું.

તમે જે જગ્યાં પર રિક્ષાની જોઈ રહ્યાં હતાં ત્યાં જ તમારી પાછળ તમારું પર્સ પડી ગયેલૂં. થોડીવાર સૂધી મેં તમારી સામે જોયૂં પણ તમારું ધ્યાન પર્સ પર ના ગયૂં એટલે હું તમને પર્સ આપવા માટે આવતો હતો. પરંતુ તમે ઝડપથી રિક્ષામાં બેસીને નીકળી ગયા.

ઓહ! તો તમે મારું પર્સ આપવાં માટે આવતાં હતાં! મને તો એમ કે રસ્તાં પર એકલી છોકરીને જોઈ તમારાં વીચાર......આટલું કહી કાવ્યા અટકી જાય છે.

બેન માનવતા હજી મરી નથી....બસ આટલું કહી તે છોકરો ચાલ્યો જાય છે.

બોધ: આ દુનિયામાં માનવતાં સર્વોપરી છે અને હજુ માનવતા મરી નથી. જરૂર પડ્યે મદદ કરવી અને પોતાનાં વીચારોને શૂદ્ધ રાખવાં એ જ સાચો માનવ ધર્મ છે.