rabbit love books and stories free download online pdf in Gujarati

સસલાં-સસલીની પ્રેમ કહાની ( ૧.સસલીને પ્રેમ થયો )

સસલાનું કયાં કોઇ ઠેકાણું હતું !
એ તો બસ સસલાનું જ દીવાનું હતું.

    સુંદરવન પશુ - પખી,વૃક્ષ,પહાડ,ફળ - ફૂલ અને સુંદર ઉપ વાનોથી ભરપૂર હતું. ત્યાં એક બીજા માટે દિલમાં અપાર લાગણીઓ વહેતી. સંકટના સમયે બધાં એકબીજાને મદદરૂપ થતાં અને એક પરિવારની જેમ રહેતા.
      આ સુંદરવનની અંદર એક સેલ્ફી નામની સસલી રહેતી હતી. સેલ્ફી ને ખી....ખો.....કરીને હસવાનો બહુ શોખ. સેલ્ફી જ્યારે હસતી ત્યારે તે આંખો અને કાન એક સાથે પટપટાવી અને પોતાની ડોક મરડતી. સેલ્ફી દેખાવમાં ખૂબ સુંદર હતી. તેનો ચહેરો તદન આકર્ષક હતો. ભુરિયો સિંહ,ચતુર શિયાળ,વનું વરું જેવાં સુંદરવન નો કેટલાયે પ્રાણીઓ સેલ્ફીની પાછળ પડેલા. દરેકના મનમાં સેલ્ફીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવાની ઈચ્છા હતી. પરંતુ સેલ્ફી એ કોઈને દાવ ન દેતાં પોતાને રસ્તે નીકળી પડતી અને તેમની ઈચ્છા ને ઈચ્છા સ્વરૂપે જ રાખી દેતી. 
          એક દિવસ સેલ્ફી સસલી ઉપવન માં ટહેલવાં માટે નીકળી. સુંદરવનમાં પહાડ,વિવિધ વૃક્ષો અને ફળ - ફૂલ તેને ખૂબ ગમતાં હતા.સુંદરવનમાં એક બગીચો હતો. જેનું નામ હતું ઉપવન સેલ્ફિને ઉપવનમાં હરવું ફરવું ખૂબ ગમતું અને તે ખૂબ લાંબો સમય ઉપવનમાં ટહેલતી. દરરોજ ની જેમ આજે પણ સેલ્ફી ઉપવનમાં જવા માટે નીકળી જાય છે. ઉપવન સુધી પહોંચતા વચ્ચે લીલાછમ ઘાસથી પથરાયેલો રસ્તો આવતો. આ રસ્તો છેક ઉપવન સુધી કૂણાં ઘાસથી ભરેલો હતો. સેલ્ફી ને તેના પર ચાલવાની પણ ખૂબ મજા આવતી.
            થોડાં દિવસ પહેલા સુંદરવનમાં રહેતા કાલું નામના વાંદરાએ સેલ્ફિની સામે મિત્રતાનો પ્રસ્તાવ મૂકે લો. પરંતુ સેલ્ફી એ કલુના ગાલ પર એક જોરદાર ઝાપટ લગાવી દીધેલી અને ત્યાંથી ચાલતી પકડેલી. હવે કલુના મનમાં સેલ્ફી સાથે બદલો લેવાની ભાવના જાગેલી. અને આજે જ્યારે સેલ્ફી ઉપવનમાં જવા માટે નીકળી ત્યારથી થોડી જ વાર પહેલાં કાલું એ ઉપવન સુધી રહેલાં ઘાસ માં દેખાય નહિ એવી રીતે બાવળિયાના કાંટા વેરી દીધો. કૂણાં ઘાસ ની અંદર મોટાં - મોટાં કાટા કલુએ વેર્યા છે. તેની સેલ્ફી ને જરાયે ખબર ન હતી. જ્યારે કાલું વાંદરો પણ કાંટા મૂકીને બાજુમાં રહેલાં ઘટાદાર વૃક્ષો ની સૌથી ઊંચી ડાળી પર લપાય ને બેસી જાય છે. જ્યાં સુધી સેલ્ફી ની નજર જઈ શકે તેમ ન હતી. પરંતુ કાલું વાંદરાને ઉપવન સુધીનો રસ્તો ચોખ્ખો જ દેખાતો હતો.

સેલ્ફી લીલાછમ ને કૂણાં કૂણાં ઘાસ માં ટહેલતી ટહેલતી ઉપવનની નજીક આવતી હોય છે. ત્યાં જ અચાનક તેનો પગ કાલું વાંદરાએ પાથરેલા બાવળિયાના કાંટા પર પડે છે. અને તે ત્યાં જ નીચે બેસી જાય છે. સેલ્ફી પોતાના હાથ વડે કાંટો વાંગેલો પગ પાડીને ડુસકાભેર રડતી હોય છે. જ્યારે કાલું વાંદરો ઘટાદાર વૃક્ષની ટોચ પર ડાળીની આડમાં બેઠો બેઠો ખુશ થતો હોય છે. કાલું વાંદરો પોતાનો પ્લાન સફળ થયો એ માટે મનમાં ને મનમાં બહુ હરખતો હતો.
         સેલ્ફી પોતાનો એક પણ જમીનથી ઊંચો રાખી એક પગે ચાલતાં ચાલતાં ધીમે ધીમે ઘટાદાર વૃક્ષ ના થડ પાસે પહોંચે છે. ડૂસકે ડૂસકે તેનો રડવાનો અવાજ લગભગ તેનાથી પચાસેક મીટરના  અંતર સુધી પહોચતો હતો. અને ઉપવન પણ ત્યાંથી પચાસ મીટર જેટલું જ દૂર હતું.
                ઘટાદાર વૃક્ષની છેલ્લી ડાળી પર બેઠો બેઠો કાલું વાંદરો મનોમન ખુશ તો થતો હતો. કે સેલ્ફી સસલી એ તેના પ્રસ્તાવનો ઇન્કાર કરેલો તે નીચે બેઠી બેઠી રડે છે. પરંતુ કાલું વાંદરાનું નસીબ સાથે ન હતું આપી રહ્યું. સેલ્ફી એ મારેલી ઝાપટ અને બદલો લેવા માટે પાથરેલી જાળ તેનાં પર જ ઉલ્ટી પડી.
           સેલ્ફી નો ડૂસકે ડૂસકે આવતો રડવાનો અવાજ સાંભળીને ઉપવનમાં વિહાર કરી રહેલો માઈકલ સસલો જાગી જાય છે. અને કોઈના રડવાનો અવાજ સાંભળીને તેના માટે ચિંતાનો ભાવો માઈકલ ના મનમાં ઉત્પન્ન થાય છે. 
          "આ રડવાનો અવાજ કોનો હશે ? અહિં આસપાસ માંથી જ કયાંક થી આવતો હોય એવું લાગી રહ્યું છે." માઈકલ સસલો આમ મનોમન વિચાર કરે છે.

અંતે માઈકલ સસલો જે દિશામાંથી અવાજ આવી રહ્યો હતો તે દિશામાં થોડો જ આગળ જાય છે કે તેની નજર ઘટાદાર વૃક્ષના થડ પાસે બેઠેલી સેલ્ફી સસલી પર પડે છે. સેલ્ફી ને રડતી જોઈ તું પોતાના ઉતાવળ ડગલે તેની પાસે પહોંચે છે. અને સેલ્ફી નો પગ પોતાના હાથમાં લઈ હળવેકથી પોતાના એક હાથ વડે કાંટો બહાર ખેંચી લે છે. જેથી સેલ્ફી એકવાર મોટી રાડ પાડે છે. પરંતુ પછી તેને કાંટો નીકળી જવાથી દુખાવો ઓછો થઈ ગયો હતો.
         માઈકલ સસલાએ આવી પોતાની મદદ કરી એટલે સેલ્ફી ને ખૂબ સારું લાગ્યું. ત્યારે સેલ્ફી એ સામેથી માઈકલ સસલાં સામે મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો. અને માઈકલે સેલ્ફી સાથેની મિત્રતાને મિત્રતાને પસંદ પણ કરી.
        
આ બધું જોઈ વૃક્ષ પર બેઠેલાં કાલું વાંદરાને ખૂબ ગુસ્સો આવ્યો. બીજાને દુ:ખ કરવા માટે બનાવેલો પ્લાન પોતાને જ માથે પડ્યો.

સેલ્ફી પોતાના પગ પર ચાલવાની કોશિશ કરે છે પરંતુ તે ચાલી નથી શકતી. એટલે માઈકલ પોતાના બંને હાથ વડે સેલ્ફી ને ગોદમાં લઈ અને ઉપવનમાં જાય છે. જયારે કાલું વાંદરો આ બધું જોઈ આક્રોશમાં આવી વૃક્ષની ડાળી પરથી નીચે કૂદકો મારે છે. પરંતુ લીલાછમ કૂણાં ઘાસમાં પાથરેલા કાંટા તેના તેનાં પગમાં ખૂચી જાય છે. અને કલુની ચાલ પોતાને જ નડી.
      
 બોધ:- બીજાને રડવવા કરતાં હસાવવાનો પ્રયાસ કરજો ફળ સારું મળશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED