Bharat ane Pakistan vachche ek amar pem - 2 books and stories free download online pdf in Gujarati

ભારત અને પાકીસ્તાન વચ્ચે એક અમર પ્રેમ ભાગ-૨



              રાહુલરાજ મોલની અંદર ચાલી રહેલા ડાયમંડ હારના પ્રદર્શનમાંથી હાર ચોરી કરવાની મયુરની યોજના નીષ્ફળ નીવડે છે. અને મયુર પોલીસની ગીરફમાં આવી જાય છે. મયુર નામના આ ચાલાક ચોરને સુરત લાજપોર સેન્ર્ટલ જેલમાં લઈ જવામાં આવે છે અને ત્યા મયુરને વીભાગ નંબર ૨ ના ૫૬ નંબરના રૂમમાં રાખવામાં આવે છે હવે આગળ વાંચો..........
 
              કોઈપણ નવાં સ્થળની પહેલીવાર મુલાકાત થાય એટલે ટુંક સમય માટે તે સ્થળ ગમી જતું હોય છે પરંતુ એજ સ્થળ સાથે જો વર્ષો વીતાવવાં પડે તો તે કંટાળાજનક લાગવા લાગે છે. જેલમાં મુખ પર સ્મિત રાખીને ગયેલો મયુરનો જેલમાં પહેલો દિવસતો જેલની ચાર દીવાલો નીરખવામાં જ પસાર થઈ જાય છે. જેલમાં એ રૂમની ત્રણ બાજુએતો પત્થરની બનેલી દીવાલો જ હતી જ્યારે ચોથી દીવાલની જગ્યા પર રહેલો દરવાજો લોઢાનો બનેલો હતો. લગભગ સાંજ પડી હશે અને ૭:૪૫ વાગ્યા હશે. આખો દીવસ જેલની ચાર દીવાલો નીરખીને કંટાળેલો મયુર વચોવચ બનેલા પત્થરના ઓટલાં પર આરામથી સુતો હોય છે. અને થોડીજ વારમા ત્યાં ઘોંઘાટ સંભળાવા લાગે છે સાંજનો જમવાનો સમય થઈ ગયો હતો છતાં હજુ સુધી જમવાનું આવ્યું ન હતું એટલે આજુ બાજુ માં રહેલા કેદીઓ જેમ નાના બાળકો ભુખ લાગતાં વાટકો અને ચમચી અથડાવીને અવાજ કરતાં હોય એવીજ રીતે  થાળી અને વાટકાને આપસમાં અથડાવતાં હતાં.

          મયુર આ અવાજ શેનો આવે છે તે જાણવાની કોશીશ કરે છે પણ જેલની આ પત્થર દીવાલો વચ્ચે તે કંઈ જાણી શકતો નથી. અને અચાનક એ અવાજ બંધ પણ થઈ જાય છે. એકાદ-બે મીનીટ પછી મયુરની રૂમનાં દરવાજાં માંથી કંઈક અવાજ આવે છે જે સાંભણી મયુર ડરી જાય છે કારણ કે હજું થોડીવાર પહેલાં થાળી અને વાટકાં પછડવાનો અવાજ આવતો હતો અને તે અચાનક બંધ પણ થઈ ગયેલો તો અત્યારે આ દરવાજાં તરફથી શેનો અવાજ આવતો હશે ? મયુરે જોયું તો દરવાજાંની એકદમ નીચેની બાજુએ રહેલી બારી ઉપરની તરફ ખુલી રહી હતી. અને ત્યાંથી અવાજ આવ્યો ખાનાં............

             હં હં હવે સમજાયું જમવાનો સમય થયો હતો હોવાં છતાં જમવાનું આવ્યું ન હતું એટલે બીજા કેદીઓ થાળી અને વાટકાંનો અવિજ કરતાં હશે. આમ મયુર મનોમન વીચાર કરતો હોય છે એટલીજ ક્ષણોમાં બીજીવાર અવાજ આવ્યો..

અરે ચાહીયેકી નહી ?

હા હા બોલતો મયુર એક ખુણામાં પડેલી થાળી અને વાટકો એ નાની બારી માંથી બહાર આપે છે.

          બહાર ખાવાનું આપવા આવનાર વ્યક્તિ ' કીતની દેર લગાતે હે યાર ' આમ ઝીણાં અવાજે બોલતો હોય એવું મયુરને લાગ્યું.

             એ નાની બારી માંથી થાળી અને વાટકો પાછો આવે છે. મયુર જુવે છે તો થાળીમાં બે સવારની બનાવેલી હોય તેવી રોટલી અને વાટકામાં ડાળ હતી. બસ આ બે જ વસ્તુ મયુરને આજથી નસીબ થવાનું હતું. પરંતુ આ તો જેલ છે જે થાળીમાં આવે તે ચુપચાપ ખાવું પડે પછી ભલેને પેટને પચે કે ના પચે. આવું જમવાનું જોઈને મયુરને જુની યાદો તાજી થાય છે. કે જ્યારે મયુર અને તેના સાથી મીત્રો એકસાથે જમતાં આવી ક્ષણો યાદ આવવાથી મયૂર નસીબ થયેલી ડાળ અને રોટલી બંને બાજુ પર ખસેડી દે છે અને માંટલાં માંથી પાણી પીયને પાછો પત્થરના ઓટલાં પર આડો પડે છે. ખુલ્લી આંખો એ છત તરફ જોય રહે છેપત્થરથી બનેલી એ ત્રણ દીવાલ માંની એક દીવાલ માંથી આવતો ચાંદાનો પ્રકાશ પણ રાત્રીના કાળાં વાદળ આડે આવવાંથી અટકી જાય છે.હવે તો રોજ સુરજના કીરણો અંદર રૂમમાં પ્રકાશ પાથરે એવી આશાએ જીવવું પડશે. પોતાના મનમાં આવાં વીચારો કરતાં કરતાં ક્યારે મયુરને નીંદર આવી જાય છે તેની તેને ખબર રહેતી નથી.
  
         કાળી અંધારી અને ઘનઘોર રાત હતી. કોઈ નાના જીવજંતુઓનો પણ ઝીણો અવાજ આ જેલની અંદર ન આવુ શકે. બહાર આ અંધારી રાતે આકાશમાં ચંદ્રનું થોડું ઝીણું અને ઝાંખુ અંજવાણું જમીન પર પડી રહ્યું હતું. બહાર દુર... કોઈક જગ્યાએ રાત જનાવરનાં બોલવાનો અથવાં ભસવાંનો ઝીણો ઝીણો અવાજ આવી રહ્યો હતો. જેલની લોબીમાં પહેરેદાર અડધાં સુંતા અને અડધાં જાગતાં હતાં. એટલે કે નીંદર તો આવતી હતી પણ ઓન ડ્યુટીએ સુઈ ના શકે એટલે ઝોલા ખાતાં હતાં.
  
             ધીરે ધીરે આ સુમસામ રાતના એક પછી એક પહોર વીતી રહ્યા હતાં. 
  પહેલો,,,,,બીજો,,,,,ત્રીજો........

           લગભગ રાતના બે વાગ્યા હશે. અને અચાનક આ સુમસામ જેલની અંદર કોઈના રડવાનો અવાજ સંભળાય છે પરંતુ કોઈના કાન સુધી આ અવાજ પડતો ન હતો કારણકે રડવાનાં અવાજ પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ પોતાના દુઃખને છુપાવીને હ્દય પર પત્થર મુકીને રડી રહ્યું હોય. અને આ રડવાનો અવાજ આવી રહ્યો હતો રૂમ નંબર ૫૭ ના કોઈ એક ખુણા માંથી. 

              આ અવાજ સતાવન નંબરના રૂમ માંથી આવી રહ્યો હતો એટલે એ તો નક્કી થઈ ગયું કે આ અવાજ યુસુફનો જ હતો. અને આ રડવાંનો ઝીણો અવાજ મયુરના કાનમાં દસ્તક દે છે. અને મયુર પોતાની આંખો ખોલવાની કોશીશ કરતો કરતો ઉભો થાય છે. પરંતુ તે ઉભો થાય છે કે તરત જ રડવાંનો આવતો અવાજ બંધ થઈ જાય છે. મયુરને લાગ્યું કે આ એના મનનો વહેમ હશે એમ સમજી પાછો એ પોતાની પથારી પર સુઈ જાય છે. અને પાછો એ ગહેરી નીંદમાં ચાલ્યો જાય છે ધીરે ધીરે એક બે ત્રણ મીનીટો પસાર થઈ કે પાછો એજ રડવાંનો અવાજ મયુરને ઉંડી નીંદ માંથી બહાર લાવે છે. પરંતુ આ વખતે એ અવાજ બંધ થતો નથી. 
     
              આવી અંધારી અને ધનધોર રાત્રીના બે વાગ્યે કોઈના રડવાનો આવો અવાજ સાંભણીને મયુર ડરી જાય છે. છતાં એ થોડી ઘણી હીંમત રાખીને એ અવાજ કંઈ દિશા માંથી આવે છે તે જાણવા માટે તે રૂમની ચારેય બાજુ આમથી તેમ ફાંફાં મારે છે અને એક પછી એક ચારેય દીવાલો પર પોતાના કાન માંડે છે ત્યારે તે પોતાની બાજુના રૂમમાંથી આવતો અવાજ ઓળખી જાય છે. અને જ્મનો મન વીચાર કરવાં લાગે છે આ અડધી રાતે અને એ પણ રાતનાં બે વાગે કોણ રડતું હશે. બાજુની રૂમમાં કોઈ ભુત પ્રેત તો નહી હોયને....? હા નાનો હતો ત્યારે સાંભણેલું ભુત-પ્રેત આમ, અડધી રાતે અને એ પણ બીલકુલ આવી રીતેજ રડતાં હોય છે. 

     મયુરને તો માથાં પરથી પરસેવો છુટી જાય છે.....

       હવ..હવ...હવે શું કરુ..? 

             આમ વીચાર કરતો મયુર પોતાની પથારી પર ભુત અને પ્રેતનાં સ્વપ્નોમાંજ ઉંઘી જાય છે. અંધારી, ઘનઘોર અને સુમસાન આ રાતના એક બે ત્રણ અને પછી ચોથું પહોર પણ મયુરના ભુત પ્રેતના વીચારો સાથે વીતી જાય છે અને સવારે બરોબર છ ના ટકોરે જેલનો બેલ વાગે છે. સવારે છ વાગ્યે આ બેલનો અવાજ આવે એટલે દરેક કેદીઓએ જાગી જવાનું હોય છે. મયુર પણ જાગી જાય છે મયુર નો જેલનો બીજો દીવસ જેલનાં કામો અને અનેક કેદી ઓ સાથે પસાર થઈ જાય છે. અને પાછા ગઈ રાતની જેમ જ એક પછી એક પહોર વીતવાં લાગે છે. પરંતુ ગઈ રાત્રીએતો ચાંદ નું ઝાંખુ અંજવાળું હતું અને આજે તો અમાસની રાત હતી એટલે ચંદ્રએ દર્શનજ ન હોતા આપ્યાં અને આંખુ આકાશ ઝગમગતાં તારોઓથી ભરેલું હતું. મયુર તો ઘસઘસાટ ઉંઘતો હોય છે અને આ સુમસામ રાત્રીમાં પાછો એ જ રડવાંનો ઝીણો અવાજ આવવાં લાગે છે. અને આ અવાજ પોતાનાં કાને પડતાંની સાથે જ મયુર ઝબકી ને જાગી જાય છે. 

               અરે યાર આતો ગઈ રાત્રે આવતો હતો એજ અવાજ છે......મયુર મનોમન આમ બબડે છે. અને પછી એજ દીવાલ પર પાછિં પોતાના કાન માંડે છે આમ આ અવાજ સાંભણીને અડધી રાત્રીએ મયુરના માનસમાં અનેક પ્રશ્ર્નો ફરી વળે છે એ કોણ છે જેને અડધી રાતે પણ નીંદ નથી આવતી.? સાથે સાથે મારી નીંદર પણ બગડે છે. આવતી કાલે બાજુનાં રૂમમાં કોણ છે અને આમ રોજ રડવાં પાછળનું કારણ પુછવું જોશે આમ મયુર મનમાં વીચાર કરી અને પછી ખુલ્લી આંખો રાખીને જેલની દીવાલ માં રહેલુ બારી માંથી દેખાય આવતાં આકાશનાં તારાઓ ગણતો મયુર ઉંડી નીંદરમાં ચાલ્યો જાય છે.......

              Loading.........

શું મયુર અને યુસુફની મુલાકાત થઈ હશે ?

આમ દરરોજ અડધી રાત્રે યુસુફનું રડવા પાછળનું કારણ શું હશે ?

આગળનું પ્રકરણ coming soon

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED