Baalpan khovayu chhe books and stories free download online pdf in Gujarati

બાળપણ ખોવાયું છે

એ બાળપણ ક્યાં છે? જ્યારે ભેગામળી સંતાકુકડી રમતાં

એ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક એમના માતા-પિતાના સંસ્કારોથી પરિચીત થતું

એ બાળપણ ક્યાં છે? જ્યારે ખેતરમાં જઈ માટીના ઢગલાં કરતાં

એ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક ઘરની બહાર એકલું નીકળતું

એ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક ઘરની બહાર નીકળીને રમવા માટે રડતું

એ બાળપણ ક્યાં છે? જ્યારે બાળકને રસપ્રદ બાળવાર્તાઓ વાંચવી ગમતી

એ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક વરસતાં વરસાદમાં પલળવાનું પસંદ કરતું

એ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક પશુ-પક્ષીઓની સાથે રમવાનું પસંદ કરતું

બાળક દુનિયાથી અપરિચિત થાય છે. બાળપણ ખોવાયું છે. ક્યાં ખોવાયું છે? કેવી રીતે ખોવાયું છે? મોબાઈલથી પરિચિત થઈ મેદાન છોડી રહ્યું છે. હાર જીતની રમતો મોબાઈલ પર રમતું થઈ ગયૂં છે.

ખરેખર બાળકનું બાળપણ ખોવાયું છે. નસીબદાર હોય છે જેનાં ઘરે નાનું બાળક હોય છે. જ્યારે આજના સમયને જોતાં એવું કહિ શકાય કે નસીબદાર હશે એ માતા-પિતા જેનાં બાળકના હાથમાં મોબાઈલ હશે. પોતાને નસીબદાર માનતાં હશે એ માતા-પિતા જેનું બાળક ઘરની બહાર ન નીકળતાં ઘરનાં કોઈ એક ખુણામાં બેસીને મોબાઈલ મચડતું હશે. ક્યાં જોવા મળે છે એવાં માતા-પિતા જેવો વટથી કહેતા મારો દીકરો પ્રથમ આવ્યો. દરેક માતા-પિતાનું એક સ્વપ્ન હોય છે કે એમનું બાળક મોટો માણસ બને, નામ બનાવે અને અમારું નામ પણ રોશન કરે. પરંતુ ક્યારેય એમ નથી વિચારતા કે એમનું બાળક નામ કેવી રીતે બનાવે? ક્યાં ક્ષેત્રમાં બનાવે? એના માટે અમારે શું કરવું જોઈએ? આ સવાલના જવાબ એમને ખબર નથી અને ઈચ્છા રાખે છે કે મારું બાળક નામ બનાવે.

આજનું બાળક મેદાની રમતો છોડીને મોબાઇલ પર રમતો રમતાં શીખી ગયૂ છે. બાળકો પાસેથી એમનું મેદાન છીનવનાર પણ એમનાં માતા-પિતા જ છે. એવું પણ એક બાળપણ હતું જ્યારે બાળક વરસાદમાં ન્હાવાનું અને છબછબીયાં કરવાનું પસંદ કરતું અને આજે જ્યારે બાળક વરસાદમાં પલળવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે મમ્મી-પપ્પા બીમાર પડીશ એમ કહિ ઘરમાં રોકી રાખે છે. જ્યારે બાળકને વરસાદમાં ન્હાવાની ના પાડવામાં આવશે એટલે તે રડવાં લાગશે. ધમપછાડાં કરશે. એટલે મમ્મી-પપ્પા તેના હાથમાં મોબાઈલ પકડાવી દેશે. જેનાથી બાળક શાંત તો થઈ જશે. પરંતુ પછી ક્યારેય વરસાદમાં ન્હાવાની ઈચ્છા નહિ દર્શાવે.

આજનું એક સત્ય છે કે જ્યારે કોઈપણ બાળક તમારી પાસે આવે છે તો એ તમારી પાસે પેન કે રૂપીયા નહિ માંગે પરંતુ મોબાઈલ જ માંગશે. એનો અર્થ એ નથી થતો કે બાળક મોબાઈલથી પરિચિત થયું છે. એનો અર્થ છે કે બાળક મોબાઈલની માયાજાળમાં ફસાયું છે. આજે બાળકને મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યૂટરની જરૂર નથી. એમને જરૂર છે તો ખુલ્લાં મેદાનોની, મેદાનમાં રમવા જવાનું કહેનાર એમના માતા-પિતાની, મેદાનથી પરિચિત કરાવનાર એમના માતા-પિતાની,  મોબાઈલનો સાચો ઉપયોગ કરતાં શીખવનાર માતા-પિતાની. જરૂર છે તો માત્ર પોતાનાં અને પોતાનાં પુર્વજોના બાળપણથી પરિચિત કરાવવાની.

માતા-પિતા બાળકને મોબાઈલ તો આપે છે. પણ તેનો ઉપયોગ કરતાં નથી શીખવતાં. આ એમની સૌથી મોટી ભુલ છે. જેનાં કારણે બાળક પોતાનાં ખરાં બાળપણથી દુર થાય છે. જેનાંથી બાળક મોબાઈલ તરફ વધારે ભાગે છે.

ખુલ્લાં મેદાનમાં થતી બાળકની કીકીયારીઓ સાંભળવા નથી મળતી. બારીઓનાં કાચ તુટતાં જોવાં નથી નળતાં. બાળક એમનાં માતા-પિતા પાસે બેસતું જોવા નથી મળતું. વરસાદનાં પાણીમાં છબછબીયાં કરતું જોવા નથી મળતું. મેદાનો સુમસામ પડ્યાં છે. બાળકોને એ સૂમસામ મેદાનોથી પરિચિત કરાવો. એક-બે રમત એમની સાથે પણ રમી લ્યો. કદાચ અત્યારે સો એ પાંચ બાળકો મેદાનમાં નજરે પડતાં હશે અને આ સો માંથી શૂન્ય થતાં પણ વાર નહિ લાગે.

આ આર્ટિકલથી કોઈનું દિલ દુભાવ્યું હોય તો માફ કરજો. મને પણ મેદાનમાં રમતું બાળક સમજી માફ કરી દે જો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED