Messy education system and pubg books and stories free download online pdf in Gujarati

અવ્યવસ્થિત શીક્ષણ વ્યવસ્થા અને PUBG ( આર્ટીકલ )

અવ્યવસ્થીત શિક્ષણ વ્યવસ્થા

શાળા કે કોલેજમાં પુસ્તક ના લઈ ગયાં હોઇએ તો શિક્ષક ક્લાસરૂમની બહાર કાઢી મુકે. એનો અર્થ એ થયો કે પુસ્તક વીના શાળા અને કોલેજનો કોઈ અર્થ નથી. આજની શાળા-કોલેજોમાં જ્ઞાન, સંસ્કાર અને સારાં વીચારો કરતાં પુસ્તકોનું વધારે મહત્વ છે. ખરેખર આ જોતાં લાગે છે કે આજની શિક્ષણ વ્યવસ્થા તદન બેકાર છે. જ્યાં પુસ્તક લાવનારને અને વાંચનારને શિક્ષિત ગણવામાં આવે છે. પરંતુ સંસ્કારોને સાથે લઈ શાળા અને કોલેજ જેવાં વિધ્યાના મંદિરોમાં પ્રવેશ કરનારનું કોઈ જ મહત્વ નથી. આ એક એવું મંદિર છે જ્યાં વ્યક્તિની કાબેલીયત અને વીચારોને નહીં પણ કાગળના પત્તાંઓને આવકારવામાં આવે છે. લેક્ચરમાં જઈએ અને શિક્ષક પુછે ચોપડી લાવ્યો કે નહીં? પરંતુ ક્યારેય એમ નથી પુછતાં કે આજે ક્યૂં સારું કામ કર્યુ! ક્યો નવો વિચાર લઈને આવ્યો છે?

પરીક્ષા ચાલુ થવાને થોડાં દિવસની વાર હોય એટલે શિક્ષક તૈયારી ચાલુ કરાવી દે. કાલે આ વાંચીને ન આવ્યા અથવા કાલે આ લખીને ન આવ્યાં તો ક્લાસની બહાર જવું પડશે. આ શિક્ષક તરફથી કરાવવામાં આવતી તૈયારી નહીં પરંતુ ધમકી જેવું લાગે. અને આ જ ધમકીને કારણે વીધ્યાર્થી મોડી રાત સુધી જાગીને તૈયારી કરે છે. છતાં પણ જો થોડું વાંચવાનું કે લખવાનું બાકી રહી જાય તો વળતે દિવસે શિક્ષક એમજ પુછશે કે બાકી કેમ રહી ગયૂં! એ ક્યારેય નહીં જોવે કે આ વીધ્યાર્થીએ પોતાની નીંદ બગાડીને લખવાનો કે વાંચવાનો પુરો પ્રયત્ન કર્યો છે. ખરેખર આ વીધ્યાર્થીને પ્રોત્સાહન આપવું જોઈએ કે તેણે આટલો પ્રયત્ન તો કર્યો. શિક્ષકના આમ કરવાથી વીધ્યાર્થીના મગજમાં એક પ્રકારનો ડર બેસી જાય છે કે જો હોમવર્ક ના કર્યૂ તો ક્લાસની બહાર જવું પડશે. ત્યારે વીધ્યાર્થી આજ ડરના કારણે કાં તો શાળા એ નહીં જાય, કે પછી પોતાના કોઈ મીત્ર, ભાઈ-બહેન પાસે હોમવર્ક કરાવશે અથવા તો એ પોતાની નીંદ બગાડીને રાત્રે મોડે સુધી જાગીને હોમવર્ક કરશે.

ખરેખર આ નીયમો અને વ્યવસ્થાને બદલવાની જરૂર છે. આજે એક એવી શાળા-કોલેજની જરૂર છે જ્યાં વિધ્યાર્થીને પુસ્તક વિશે નહિં પણ તેની આવડત વિશે પુછવામાં આવે! આજની શિક્ષણ વ્યવસ્થા દબાવવાનું કામ કરે છે. બનવૂં હોય એકટર અને બી.એ એલ.એલ.બી કરીને વકીલ બની જશે. પરંતુ ત્યાં સુધીમાં એક્ટર બનવાની ઇચ્છા ઈચ્છા સ્વરૂપે જ રહી ગઈ હોય છે. આ છે આજનું શિક્ષણ અને શિક્ષણવ્યવસ્થા. કે જ્યાં વીધ્યાર્થીની આવડતનું કોઈ મહત્વ નથી.

શાળાની બહાર લખવામાં આવે છે "સૌ ભણે સૌ આગળ વધે" ક્યાંથી આગળ વધે! આ વ્યવસ્થા આગળ વધવા જ નથી દેતી.

PUBG

લોકોએ પબ્જીને ઘરવાળીનો દરજ્જો આપી દીધો છે. થોડીવાર પણ ઘરવાળી વીના ના ચાલે બસ એવી જ રીતે થોડીવાર પણ પબ્જી વીના ના ચાલે.

પબ્જી માત્ર એક ગેમ છે. ગેમ વ્યક્તિના મનને આનંદિત કરવા માટે અને ફ્રેશ કરવાં માટે હોય છે. પરંતુ આજે લોકો પોતાનો મોટાભાગનો સમય એક ગેમ પાછળ કાઢે છે. માણસ બે મીનીટ માટે ફ્રી થાય છે એટલે તરત જ ગેમ ચાલુ કરે છે. શું ખરેખર આ યોગ્ય છે? તમારી આ બે મીનીટ નું કોઈ મુલ્ય જ નથી!

પબ્જી રમવી જોઈએ કે ના રમવી જોઈએ ?

પબ્જી પણ એક ગેમ જ છે જે રમવા માટે આને આનંદ લેવા માટે બનાવવામાં આવી છે અને પબ્જી રમવી પણ જોઈએ. પરંતુ રમતાં રમતાં પોતાનું પુરું ધ્યાન રમવા પર કેંદ્રીત ના કરવું જોઈએ. તમે પબ્જી રમ્યાં વીના રહી નથી શકતાં એ માત્ર આકર્ષણ છે અને આકર્ષણ થવું એ સૌથી સારી અને સૌથી ખરાબ વસ્તુ છે. વ્યક્તિ માત્ર એક ગેમ રમવાં માટે પોતાના અંગત કામ, અન્ય વ્યક્તિઓની વાત સાંભળવી વગેરે બાબતોને છોડી દે છે. ઘણાં લોકો ગેમ રમવામાં ન કરવાનું કરી બેસતાં હોય છે. કોઈકના મમ્મી-પપ્પા ગેમ રમતાં અટકાવે છે તો બાળક આત્મહત્યા કરી લે છે. કેટલાંક બાળકો પોતાના મમ્મી-પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે. શું આ ગેમ તમારી જીંદગી અને માતા-પીતા કરતાં વધારે કીંમતી છે! ગેમ માત્ર ટાઈમપાસ માટે છે તેને ટાઈમપાસ માટે જ રહેવા દેવી જોઈએ તેને આકર્ષણ ના બનાવવું જોઈએ. ગેમ ટાઈમપાસ માટે છે તો ચોક્કસ રમવી જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED