propose books and stories free download online pdf in Gujarati

પ્રપોઝ (કોફી સુધી)

*- પ્રપોઝ*

"યાર સાક્ષીને પ્રપોઝ કઈ રીતે કરું? મારી તો તેની સાથે વાત કરવાની પણ હિંમત નથી ચાલતી. પ્રપોઝ કરવાની વાત તો બહુ દુરની રહી" જય પોતાના મિત્ર રાજ સાથે કોલેજના કેન્ટીનમાં બેઠો હતો. સવારનો સમયશ્રહતો એટલે બંને ગરમાગરમ કોફીનો આનંદ લઈ રહ્યા હતા. જ્યારે જય વેલેન્ટાઈન નજીક આવી રહ્યો હતો એટલે સાક્ષીને પ્રપોઝ કરવાની હિંમત એકઠી કરી રહ્યો હતો. છેલ્લાં છ મહિનાથી જય સાક્ષીના પ્રેમમાં હતો. પરંતુ સાક્ષીને પ્રપોઝ કરવાની તેનામાં જરાંયે હિંમત ન હતી.

"શું યાર! બાયલા જેવી હરકતો કરે છો? પ્રપોઝ કરવાનો છે. કોઈ ખુન-બુન નથી કરવાનું. કે આટલો બધો ડરે છો. જો તું સાક્ષીને વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રપોઝ નહી કરે તો કોઈ બીજો આવીને સાક્ષીને ઉડાવી જશે. એટલે ડર છોડ! અને સાક્ષીને તારાં દીલની વાત કહી દે" રાજ એ જયને સમજાવતાં કહ્યું.

"યાર તારી વાત સાચી છે. પણ ખબર નહી હું તો તેની સામે જોતાં પણ ડરુ છું. અને કોઈએ કહ્યું છે ને કે જેને સાચો પ્રેમ કરતાં હોઈએ તેને કદી પ્રપોઝ નથી કરી શકતાં" જયએ કહ્યૂં.

"ઓહ, એવું કોણે કહ્યૂં છે? મેં તો આવું પહેલીવાર સાંભળ્યું." રાજએ કહ્યૂં.

"અરે યાર! એ બધું છોડને. આ વેલેન્ટાઈન પર હું સાક્ષીને ચોક્કસ પ્રપોઝ કરી દઈશ" જયએ કહ્યું.

જય અને રાજ વચ્ચે આ વાત ચાલું જ હતી. ત્યાં જ સાક્ષી પોતાની સહેલીઓ સાથે કેન્ટીનમાં આવે છે અને જે ટેબલ પર જય અને રાજ બેઠાં હતાં તેની એકદમ સામેના ટેબલ પર સાક્ષી અને તેની સહેલીઓ બેસે છે. સાક્ષી પણ જય પોતાનાં દિલની વાત ક્યારે કરેજ્ઞતેની રાહ જોઈ રહી હતી. સાક્ષીના આવતાંની સાથે જ જય થોડો શરમાય જાય છે. તેને એક વાતનો ડર સતત રહેતો કે સાક્ષીની સામે પોતાની ઈમ્ર્પેશન ડાઉન ન થઈ જાય. સાક્ષી થોડી થોડી વારે જય તરફ કાતર મારીને જોઈ લેતી. જયને પણ સાક્ષી તરફ જોવાની ખુબ ઈચ્છા થતી પરંતુ તે જ્યારે સાક્ષીની નજર પોતાની તરફ ના હોય ત્યારે જોઈ લેતો.

"જોયું? સાક્ષી પણ તને લાઈક કરે છે. થોડી થોડી વારે તારી તરફ જુવે છે. પરંતુ મને તો તારાં પર પુરો વીશ્ર્વાસ છે કે તું સાક્ષીને પ્રપોઝ નહી કરી શકે." રાજએ કહ્યું.

"અરે યાર પાક્કું. હું વેલેન્ટાઈન ડે ના દીવસે સાક્ષીને પ્રપોઝ કરીશ" જયએ કહ્યું.

"જોઈએ તો આવતી કાલની રાહ રહેશે" રાજએ કહ્યું.

"આવતી કાલની રાહ કેમ?" જયએ પુછ્યૂં.

"કારણ કે વેલેન્ટાઈન ડે કાલે છે ને!" રાજએ ઉતર આપતાં કહ્યું.

"શું વેલેન્ટાઈન કાલે જ છે! અરે યાર મને તો એમ કે હજુ બહુ વાર હશે" જયએ કહ્યું.

"એ હું કંઈ ન જાણું. તારે કાલે સાક્ષીને પ્રપોઝ કરવું જ પડશે. આ ફાયનલ. ચાલ હવે ઘરે જઈએ." રાજએ કહ્યું.

કેન્ટીનમાંથી નીકળતાં પહેલાં જય સાક્ષી તરફ જોવે છે. ત્યારે સાક્ષીનું ધ્યાન પણ જય તરફ જ હતું. આવતીકાલે પ્રપોઝ કેવી રીતે કરીશ? આ વિચાર અત્યારે જયના મનમાં કુદકાં મારી રહ્યો હતો.

આગળના દીવસે સવારે જય ફસક્લાસ તૈયાર થાય છે. ચોકડીવાળો રેડ કલરનો શર્ટ અને બ્લેક કલરના ઝીન્સ પેન્ટમાં તે હેન્ડસમ દેખાતો હતો. જય કોલેજ પહોંચે છે. સુંદર મજાની સવાર હતી, વેલેન્ટાઈનનો દિવસ હતો, અને રોજની જેમ આજે પણ જય અને રાજ બંને કોફી પીવા માટે કેન્ટિનમાં જાય છે. પરંતુ ત્યાં સાક્ષીને અગાઉથી જ આવેલી જોઈ જય ચોંકી જાય છે અને સાક્ષીએ પીંક કલરનો ડ્રેસ પહેરેલો હતો, માથાના વાળ ખુલ્લાં હતાં અને તેમાં એક નાનકડું ગુલાબ લગાવેલું હતું. સાક્ષીને આટલી સુંદર તૈયાર થયેલી જોઈ જય તો થોડીવાર માટે અંજાય જાય છે.

"ચાલ ભાઈ! લે આ ગુલાબ અને મહારાણીને પ્રપોઝ કર" રાજએ જયનાં હાથમાં ગુલાબ આપતાં કહ્યૂં.

"તું પુરી તૈયારી કરીને આવ્યો છે કે શું? અરે યાર થોડી ધીરજ તો ધર. પહેલાં કોફી પી લઈએ. પછી વાત" જયએ કહ્યું.

"કહી દે ને આજે પણ હિંમત નથી ચાલતી." રાજએ જયને ઉશ્કેરતાં કહ્યું.

"અરે યાર! એવું નથી. ચાલ લાવ ગુલાબ" આમ કહી જય જોશમાં આવીને સાક્ષી તરફ આગળ વધે છે. પરંતુ તે અડધેથી જ પાછો આવી જાય છે.

"રાજ યાર! મને ડર લાગે છે. મારાથી પ્રપોઝ નહીં થાય"જયએ કહ્યું.

જય આજે મને પ્રપોઝ કરશે એમ વીચારીને સાક્ષી વહેલાં કોલેજ આવી ગઈ હતી. અને જયનાં નાટક પણ તે જોઈ રહી હતી. એ સમજી જાય છે કે જય પ્રપોઝ નહીં કરી શકે એટલે તે ટેબલ પરથી ઉઠી જય પાસે જાય છે.

"ડરપોક પ્રપોઝ પણ નથી કરી શકતો! તારી લીધે મારે પણ છ મહિના સુધી રાહ જોવી પડી.I LOVE YOU" સાક્ષીએ જય પાસે આવતાંની સાથે જ શરમાતાં પોતાનો ચહેરો નીચો નમાવી કહ્યું.

"સાક્ષી યાર! સોરી તને પ્રપોઝ કરવાનિ મારામાં હિંમત જ ન હતી. મારે તો કેટલાંયે દિવસથી મારા દીલની વાત તને કહેવી હતી. પરંતુ તું શું વીચારીશ? એ વીચારીને જ મારી હિંમત ન હતી ચાલતી." જયએ કહ્યું.

"તો હવે તો પ્રપોઝ કર. કે હજું છ મહિના રાહ જોવી છે?" સાક્ષીએ કહ્યું.

"ના યાર! I LOVE YOU 2. હું તને ખુબ પ્રેમ કરું છું." જયએ કહ્યું.

"મને તો પહેલેથી જ ખબર હતી. કે પ્રપોઝ કરવાં માટે આ ભાઈની હિંમત ક્યારેય નહીં ચાલે" યાજએ જય તરફ ઈશારો કરતાં કહ્યું.

"હા હવે હશે!" જયએ કહ્યું.

"સાક્ષી જયને કોફી પીવાની ઈચ્છા હતી. તો હવે તું તેને કોફી પીવડાવ. નહીંતર એ કોફી પીવાનું પણ ભુલી જશે." રાજએ કહ્યું.

"બસ કર ભાઈ હવે. બહું જ ઈડાડી તે સાક્ષીની સામે" જયએ કહ્યું.

"સાચું જ તો કહે છે. ચાલ કોફી પીએ." સાક્ષીએ રાજની વાતનો સાથ આપતાં કહ્યું.

"હા તમે બંને કોફી પીવો હું જાઉં છું" એમ કહીંને રાજ ત્યાંથી ચાલ્યો જાય છે.

રાજના ગયાં પછી અચાનક સાક્ષી જયનો હાથ પકડી લે છે. અને હાથ પકડીને કેન્ટીનનાં ખુણાંમાં રહેલાં ટેબલ સુધી લઈ જાય છે. અને બે કોફીનો ઓર્ડર આપે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED