one half story books and stories free download online pdf in Gujarati

એક અધુરી કહાની

ભારત અને પાકીસ્તાન વચ્ચે એક અમર પ્રેમ ભાગ-૧

               હીરા ઉધૌગ અને કાપડ માર્કેટથી ધમધમતું ગુજરાતનું એકમાત્ર સર્વોતમ શહેર એટલે સુરત. ૧૯૪૭ માં ભારતને મળેલી આઝાદી પછી સુરતે એક ઉચ્ચ પ્રકારની ગણી શકાય એવી સીધ્ધી પ્રાપ્ત કરી છે. સુરત તાપી મૈયાની ગોદમાં વસતું, ખેલતું, કુદતું શહેર છે. આઝાદી પછીના સમયમાં સુરતની પ્રગતીએ લોકોને પોતાના તરફ આકર્ષીત કર્યા છે.      

                 ઉતરપ્રદેશ, મહારાષ્ર્ટ અને રાજસ્થાન જેવા ભારતના અનેક રાજ્યોની પ્રજાને સુરતે પોતાના તરફ ખેંચી છે. અહીં લોકોને રહેવા માટે ઘર, પહેરવા માટે કપડાં, ત્રણ ટકનું જમવાનું, અને કુદરતી ર્સોંદર્ય લોકોને મળી રહે છે તથા અનેક ધર્મ પાળતા લોકો અને તેમની ભાષા અહીં સંપની સ્થાપ્ના કરે છે. સુરતની અંદર અનેક પ્રકારના એટલે કે અમીર-ગરીબ, હીંદુ-મુસ્લીમ વગેરે લોકો વસવાટ કરે છે. ખરેખર મુંબઈથી આગળના ક્રમે વસતું આ શહેર છે.આધુનીક ઈમારતોએ અહીં વસ્તા લોકોને ગીચતાંથી બચાવી રાખ્યા છે..

            સુરતની અંદર જેટલા લોકો સારાં વસે છે એટલાંજ નરસાં પણ વસે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે અહીં પોલીસ વીભાગના કડક બંદોબસ્તમાં પણ ચોર-લુંટારાઓ પોતાના કામમાં સફળ થઈ જાય છે લગભગ બપોરના સાડાં ચાર વાગ્યા હશે. અને રાહુલરાજ મોલની અંદર ભરી બંદુકો સાથે પોલીસ નો કડક બંદોબસ્ત છવાયેલો હતો. કોઈને પણ આ સીક્યોરીટી વીશે કીડીના ટાંગા જેટલી પણ ખબર ન હતી. દરેક લોકો એકબીજાને આ સીક્યોરીટી વીશે પુછી રહ્લાં હતાં.
   
            ભાઈ આ સીક્યોરીટી શેના માટે છે?
            
           સામેથી એકજ જવાબ આવતો...આના વીશે અમને પણ કોઈ જાણ નથી.......

             થોડી જ વારમાં આ પોલીસ સીક્યોરીટી વચ્ચે એક ડાયમંડ લગભગ બે થી ત્રણ કરોડની કીંમતના હારનું અહિં પ્રદર્શન ચાલું થાય છે. સુર્યના અમુક કીરણો આ હાર પર પડવાનાં કારણે તેમાં રહેલા ડાયમંડની ચમક લોકોને પોતાનાં તરફ આકર્ષીત કરી રહી હતી. અને ત્યા આજુબાજુ ના થોડાંક વીસ્તારમાં પોતાનો કલર પ્રકાશ પાથરતો હતો. લોકોની ત્યાં ભીડ પણ જમા થઈ જાય છે.

              પોલીસના આટલા મજબુત અને કડક બંદોબસ્ત વચ્ચે આ હારની ચોરી કરવી મુશ્કીલતો શૂં નામુમકીન લાગી રહી હતી. પરંતુ સુરતની અંદર આજ સુધીમાં લગભગ અનેક વખત મયુર અને તેના સાથીઓ દ્વારા  કરવામાં આવેલી ચોરી આજસુધી નીષ્ફળ ગઈ નથી. પરંતુ આજ સુધી સુરતની પોલીસ દ્વારા મયુર અને તેની ટીમને પકડવાનાં કરવામાં આવેલાં દરેક પ્રયાસો અસફળ રહ્યાં છે. જ્યારે પણ ચોરી કરવામાં આવતી ત્યારે આ આખી ગેંગ પુરી તૈયારી સાથે અને સાથે મળીને જ ચોરી કરતાં જેના કારણે સુરતની પોલીસ વ્યવસ્થા આ ગેંગના એકપણ વ્યક્તીને પકડી શકી નથી.

              ગેંગના દરેક વ્યક્તી લગભગ પચ્ચીસ વર્ષની આજુબાજુનાં જ હતાં. આજે રાહુલરાજ મોલમાં હીરાનાં હારના થઈરહેલાં પ્રદર્શન વીશે મયુરને જાણ મળે છે અને તે પોતાની ટીમને આ હાર ચોરી કરવાનાં પ્લાનની બધીજ માહીતી આપે છે. આ હાર સુરતના હીરા ઉધૌગના નામચીન વ્ચક્તીનો હતો. રાહુલરાજ મોલની અંદર ડાયમંડ હારની ફરતે રીવોલ્વર સાથે ચાર પોલીસમેન સીક્યોરીમાં રાખવામાં આવ્યા હતાં.

           પ્લાન બનાવ્યા પ્રમાણે મયુરની ગેંગના દરેક વ્યક્તિ રાહુલરાજ મોલની અંદર દાખલ થાય છે પોલીસના કડક બંદોબસ્તને કારણે તેઓ પોતાના હથીયાર અંદર સુધી લાવી શક્યા ન હતાં. પરંતુ મયુર દ્વારા બનાવવામાં આવેલી યોજનિ વગર હથીયારે પણ સફળ થઈ જતી. 
 
                અંદર જામેલી ભીડમાં અફડાતફડી મચાવવા માટે ગેંગના એક વ્ચક્તિએ સ્ર્પે દ્વારા ધુમાડાના ગોટા છોડવામાં આવે છે. જેથી દરેકનું ધ્યાન ભટકી જાય છે અને લોકોની આંખો પર અંધકાર છવાઈ જાય છે. મયુર ઝડપથી ડાયમંડ હાર ઉઠાવી લે છે અને તે જગ્યાએથી પોતાના સાથીઓનેનીકળી જવા કહે છે. પરંતુ ડાયમંડ હાર પોતાની જગ્યાએથી ઉપડવાને કારણે સીક્યોરીટીમાં રાખવામાં આવેલી સાયરીંગ વાગવા લાગેછે અને એના અવાજથી અન્ય સીક્યોરીટી વાળા પણ દોડી આવે છે 

               મયુરની ગેંગના દરેક સાથી મોલની બહાર સુરક્ષીત નીકળી જાય છે પરંતુ અફડાતફડી મચાવવા માટે છોડવામાં આવેલા ધુમાડો મયુરની આંખ આડે આવવાથી તેને કંઈ દેખાતું નથી અને તે હાર લઈને મોલની અંદર ની બાજુએ ભાગવા લાગે છે અને બહાર નીકળીવાનો રસ્તો ભટકી જાય છે
 
               મોલના મેઈન ગેટ પરની સીક્યોરીટી વધારી દેવામા આવે છે જેથી મયુર બહાર ભાગી ન શકે. અને બીજા કેટલાંક સીક્યોરીટી ઓફીસર મોલ ની અંદર ચારે બાજુએ ફેલાય જાય છે અને અંતે મહામહેનતે પોલીસ દ્વારા મયુર પકડાય જાય છે. આજ સૂધી પોલીસની આંખમાં ધુળ નાખીને ભાગી નીકળતો મયુર આજે પોલીસની હાથકડીઓમાં બંધાઈને ઉભો છે. અને ડાયમંડ હાર પણ સુરક્ષીત રીતે પાછોમેળવી લેવામાં આવે છે

              મયુર ને અદાલતમાં આજ સુધીના દરેક ગુનાહોની અને પોલીસ પાસે રહેલા દરેક સબુતો સાથે જજની સામે ઉપસ્થીત કરવામાં આવે છે. લગભગ દોઢ કલાક સુધી અદાલતની કાર્યવાહી ચાલે છે. અને મયુરના દરેક ગુનાહની સજા જજ આપે છે. એ અદાલત મયુર.... કો ચોરી કરનેકે ગુનાહમે સાત સાલ કારાવાસકી સજા સુનાતી હે... 

                આમ, પોતાનો નિર્ણય સંભણાવી જ્જ પોતાની પેનની ટાંક ખંડીત છકરે છે. મયુરને સાત વર્ષની જેલની સજા આપવામાં આવી છતાં એ ખુશ હતો. અને હસતાં ચહેરે જેલમાં જવા તૈયાર થાય છે. મયૂર જાણતો હતો કે જેલમાં જઈને ગેહુ પીસવા પડશે, કેટકેટલાંક કામો કરવાં પડશે, અનેક સારાં અને ખરાંબ લોકોની સંગતમાં જેલનાં સાત વર્ષ વીતાવવાં પડશે. કોણ જાણે એ પંખા વગરની એક નાનકડી બારી માંથી આવતા પવનની ચાર દિવાલો વચ્ચે એને ગમશે કે નહી. આવાં કેટકેટલાંય વીચારો અને પ્રશ્ર્નો અત્યારે મયુરના મનની અંદર આમથી તેમ ઘુમી રહ્યા હતા. પરંતુ મયુર મનોમન ખુશ થઈ રહ્યો હતો. કોઈ વ્યક્તિ જેલની સાત વર્ષની સજા સાંભળ્યા પછી પણ કેવી રીતે ખુશ રહી શકે. પરંતુ મયુરના ખુશ થવા પાછળનું કારણ કંઈક અલગ જ હતું.
              
              મયુર અદાલતમાંથી બહાર નીકળ્યો ત્યારે તેણે બ્લેક ઝીંસ પેંટ, રેડ ટીશર્ટ, પગમાં લોફર શુઝ, જમણાં હાથની ચાર આંગળીયોમાં અલગ - અલગ વીવીધ પ્રકારની વીટીંઓ અને પાંચમાં નંબરનો અંગુઠો કપાયેલ હતો અને ગળામાં અર્ધ દીલનું લોકેટ પહેરેલું હતું. પરંતુ જેલમાં દાખલ થતાં ની સાથે જ મયુરના શરીર પરથી આ દરેક વસ્તુ ઉતારી લેવામાં આવે છે. પરંતુ મયુરે કરેલા આગ્રહથી તેનિં ગળામાં રહેલું અર્ધ દીલનું લોકેટ એમજ રહેવાં દેવામાં આવે છે. પરંતુ ઝીંસ પેન્ટ અને રેડ ટીશર્ટની જગ્યાએ બ્લેક અને વ્હાઈટ કપડાં પહેરાવવામાં આવે છે. અને તેને જેલમાં વીભાગ નંબર - ૨ માં ૫૬ નંબરનો રૂમ આપવામાં આવે છે. 

               ૫૬ નંબરના રૂમની અંદર રૂમની એકદમ વચ્ચે એક આરામથી સુઈ શકાય એટલો લાંબો પત્થરનો બનાવેલો ઓટલો હતો. ઐ ઓટલાં પર એક ચાદર પાથરેલી હતી અને એક ચાદર એક્સટ્રા રાખવામાં આવી હતી. અને ઓટલાં ની બીલકુલ ઉપર એક બલ્બ લગાવવામાં આવેલો હતો જેમાંથી પીળો પ્રકાશ આખાં રૂમમાં પથરાતો હતો. રૂમનાં એક ખુણાંમાં એક સ્ટેન્ડ પર પાણી ભરેલું માટેલું રાખવામાં આવ્યુ હતું.અને ઐ માટલાં પર એક ગ્લાસ રખાયેલો જેનાથી કેદી પાણી પી શકે. જ્યારે રૂમનાં દરવાજાંમાં એકદમ નીચેનીબાજુએ એક થાળી જઈ શકે એટલી જગ્યા વાળી નાની બારી રાખવામાં આવી હતી. જેમાંથી મયુરને એક દીવસમાં બે વાર જમવાનું આપવામાં આવતું હતું. ૫૬ નંબરના રૂમની એકદમ બાજુનો ૫૭ નંબરના રૂમની અંદર હતો પાકીસ્તાનનો એક નીર્દોશ આંતકવાદનું કલંક પામેલો લગભગ છવ્વીસેક વર્ષનો યુસુફ............

          *Loading.......*

*રૂમ નંબર ૫૭ નો કેદી કોણ હતો ?*

*યુસુફ નીર્દોષ હોવાં છતાં એને સજા કેમ કરવામાં આવી હશે ?* 
       
         *આગળનું પ્રકરણ coming soon*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED