bharat ane pakistan vache ak amar prem - 3 books and stories free download online pdf in Gujarati

ભારત અને પાકીસ્તાન વચ્ચે એક અમરપ્રેમ - 3

આગળના પ્રકરણમાંઆપણે જોયું કે ૫૭ નંબરમાંથી મોડી રાત્રે આવતા રડવાના અવાજે મયુરની નીંદરમાં દખલ દીધી હતી. અને મયૂરે મનોમન નીશ્ર્શ્રય કર્યો હતો કે કાલે એ રુમમાંથી કોના રડવાનો અવાજ આવતો હતો એ જાણી લઈશ અને પછુ મયુરે પોતાની આંખો મીચી હતી. હવે આગળ વાંચો......... 
 
આગળના નવા દિવસ ની નવી સવારે બીલકુલ વહેલા છ વાગ્યો બેલ વાગવાનો અવાજ આવે છે અને સેન્ટ્રલ જેલનાં દરેક કેદીઓ ઉઠી જાય છે સાથે સાથે મયુર પણ જેવીતેવી પુરી થયેલી નીંદર માંથી ઉઠી જાય છે. અને ઉઠવાની સાથેજ મયુરે આજે જે કામ કરવાનું હતુંએ યાદ આવી જાય છે. રોજ સવારે દરેક કેદીઓએ સ્નાનગૃહમાં સ્નાન કરવા માટે જવાનું હોય છે એટલે દરેક કેદીઓ એક સાથે જ સ્નાન ગૃહમાં જતાં હોય છે. પરંતુ આજે સૌથી પહેલાં મયુરની રૂમનો દરવાજો ખુલ્લે છે અને સૌથી પહેલો મયુર સ્નાન ગૃહ તરફ આગળ વધે છે. થોડોજ આગળ પહોંચેછે તો પાછળથી સતાવન નંબરની રૂમનો કેદી યૂસુફ પણ બહાર આવતો હોય છે મયુર થોડીવાર માટે અટકી જાય છે પોતાની રૂમની બાજુના રૂનમાંથી નીકળતો પહેલવાન જેવો, છત્રીસ ની છાતી વાળો, સ્ર્તીઓની જેવા લાંબા અને વીખરાયેલાં વાળ, હાથી સમાન મજબુત પગ અને બાહુબળથી શોભતા એના ભરાવદાર હાથ .એની ચાલ પરતો એવું લાગે જાણે જંગલનો રાજા ખુલ્લી છાતીએ કોઈપણ બીક વગર શીકાર કરવા નીકળ્યૌ હોય 

બાપ રે બાપ આવા અટ્ટા કટ્ટા પહેલવાન ને વળી અડધી રાત્રે રડવાની શું જરૂર પડી ?, પરંતુ એના રડવા પાછળ પણ કંઈક કારણતો હશેને.....આવા વીચારો મયુરના માનસ ને ઘેરી લે છે..

પછી મયુર ત્યાંથી નીકળીને સ્નાન ગૃહમાં પહોંચે છે ત્યાંથી સ્નાન કરીને બહાર નીકળે છે તો યૂસુફ એની સાથેજ બહાર નીકળે છે
મયુરે મનોમન નીર્ણય તો કરી લીધેલો કે આજે યુસુફના રડવા પાછળનું કારણ જાણી લેશે અને વળી હવાલદાર પણ ત્યાં આજુબાજુમાં નહતા એટલે આજ સમય હતો યૂસુફની સાથે વાત કરવાનો.. પરંતુ એ કેદી સાથે કેવી રીતે વાત કરવી એ મયુર વીચારી નથી શકતો કારણ કે દેખાવ પરથી તો એ ખુંખાર આંતકવાદી હોય એવું જ લાગી રહ્યું હતું.

પરંતુ મયુર થોડી ઘણી વધેલી હીંમત સાથે યુસુફ તરફ આગળ વધે છે. અને યુસુફ પાસે પહોંચીને ત ઘબરાંતા ઘબરાતાં બોલે છે તમે સતાવન નંબરના કેદી છો ?....,

યુસુફ પોતાનું માથું જોરથી પાછળ ફેરવે છે એના ખુલ્લા વાળ પણ હવા માં ઉછળેછે હા હું સાતાવન નંબરનો કેદી છું શું કામ છે..???યૂસૂફ એ પુછ્યું.

એ તો કહી નહી બસ એમજ.....કાલે મોડી રાત્રે તમારા રૂમમાંથી રડવાનો અવાજ આવતો હતો એટલે જરા......આમ મયૂર અડધું બોલીને અટકી જાય છે...

હા તો તારે શું છે???...યુસુફે કહ્યું.

તો એ રડવાનો અવાજ તમારોજ હતો કે પછી...????મયૂરે ક્હ્યું...

હા. આટલું બોલી યૂસુફ અટકી જાય છે. તમે મને તમારો મીત્ર માની શકો છો અને તમારું દુ:ખ મને જણાવશો તો કદાચ હૂં તમારી કોઈ મદદ કરી શકું.!!!!મયૂરે કહ્યું.

મારૂ દુ:ખ એવું છે જેમાં તમે મારી કોઈ મદદ નહી કરી શકો..યુસુફે શાંત અવાજે કહ્યૂં.

પણ તમે જણાવશો તો કદાચ હું તમારી કદાચ મારાથી તમારી મદદ થઈ શકશે...મયુરે કહ્યું.

મારે આ જેલની ચાર દીવાલો માંથી બહાર નીકળવું છે શું તમે મને અહીંથી બહાર કાઢી શકશો.....યુસુફે કહ્યું.

પરંતુ તમે તો એક આંતકવાદી છો તમને અહીંથી બહાર કેવુ રીતે કાઢી શકું ?....મયૂરે કહ્યૂં.

હું આંતકવાદી નથી....હું નીર્દોશ છું..!!!!!આમ યૂસૂફ રડતાં રડતાં બોલે છે.

તો પછી તમને સજા કેવી રીતે થઈ..?અનેતમે જેલની આ ચાર દીવાલો વચ્ચે કેવી રીતે....?????મયૂરે પુછ્યું.

તારે જાણવુંજ છે તો સાંભળ.......

                 ***

             આજથી પાંચ વર્ષ પહેલાં હું મારાં પરીવાર સાથે કારગીલ નામના શહેરમાં રહેતો હતો. આઝાદી પછી પણ ત્યાં અનેક પ્રકારે આંતકવાદીઓ દ્વારા બોમ્બ અને ગોળીઓ વરસાવવામાં આવતી હતી. મારાં પરીવારમાં અબુ અમ્મી મારી અપ્પા(બહેન) અને હું બસ વ્યક્તીનો પરીવાર.ત્યારે મારી ઉમર લગભગ એકવીસ વર્ષની હશે.અને રોજ મારા જીવનમાં એક સુંદર સવાર થતી હતી.

                ***
અંદાજીત સવારના સાત વાગ્યા હશે. કુકડાએ પોતાનું કામ કરી દીધું હતું. રોજની જેમ આજે પણ સવાર બહુ સુંદર લાગી રહી હતી. પંખીઓનો મીઠો કલરવ થઈ રહ્યો હતો શહેરમાં લોકો પોતાના કામે જઈ રહ્લા હતા.
અને હુસેન કાકાના ઘરે એમની દિકરી મહેકનો સુંદર અવાજ ગુંજી રહ્યો હતો. હુસેન કાકા એટલે યૂસુફના અબ્બુ અને મહેક એટલે યૂસુફની બહેન....

ઉઠો ભાઈજાન સવાર થઈ ગઈ છે તમારે કામે પણ જવાનું છે....ને..જલ્દી ઉઠો પછી મોડું થઈ જશે...હા અને પછી મારી જ ભુલ કાઢશો કે તે મને ઉઠાડયો નહી.......આમ રોજ સવારની જેમ મહેક પોતાના ભાઈજાનને ઉઠાડી રહી હતી...

મહેક અને યૂસુફ વચ્ચે એટલો પ્રેમ હતો જાણે એવું લાગી રહ્યૂં હતું કે ઈશ્ર્વરે આ ભાઈ બહેનને કંઈક અલગ જ લાગણીઓ આપી હશે. યુસુફના અબ્બુને એક નાની ચીકન-મચ્છીની દુકાન હતી. દુકાન નાની હતી પરંતુ અલ્લા મહેરબાનીએ ખુબ સારી ચાલતી. યુસુફ એક કપડાંની દુકાન ચલાવતો. અને યુસુમના અમ્મી ગૃહકાર્ય કરતાં. મહેકની ઉમર પણ યુસુફ જેટલી જ હતી તેથી તે બંનેની લગ્નની ઉંમર થઈ ચુકી હોવાને કારણે હુસેન કાકા યૂસુફ માટે મુસ્લીમ પરીવારની છોકરી અને મહેક માટે એક સારો અને ગુણવાન છોકરાનુ શોધમાં હતાં. મહેક દેખાવમાં ખુબ સુંદર હતીં. આકાશમાં રાત્રે ખીલેલી ચાંદની પણ કહે કે આજે મારે દિવસે ઉગવું છે એટલી સુંદર અને દેખાવડી હતી. રોજ મહેક પોતાના અમ્મી સાથે માર્કેટમાં શાકભાજી ની ખરીદી કરવાં માટે જતી. અને આજે મહેક પોતાના અમ્મી સાથે માર્કેટ જવા નીકળે છે. પરંતુ વીજય નામના એક હીન્દુ છોકરો રોજ મહેકને ખરાબ દ્બષ્ટીથી જોતો તે ફક્ત મહેકના રૂહની ચાહતમાં હતો. અને તે રોજ રાહ જોતો કે કોઈક દિવસ મહેક એકલાં આવે અને હું તેની સાથે વાત કરી પરંતુ મહેક રોજ પોતાના અમ્મી સાથેજ માર્કેટમાઁ ખરીદી કરવા માટે આવતી. મહેક પણ આ છોકરા ઉપર શકતો થઈજ ગયો પરંતુ તે પોતાના અબ્બુની ઈજ્જતના કારણે આ વાત મનમાં ને મનમાંજ રાખતી હતી.

પરંતુ એક દિવસ મહેકની અમ્મીને ઘરમાં થોડુંક કામ હોવાને કારણે મહેકને માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે એકલાં જવું પડે છે. અને તે દિવસે પણ વીજય રોજની જેમ મહેક એકલી આવે તેની રાહ જોઈને બેઠો હતો. અને મહેકને એકલી આવતા જોઈને તે આશ્ર્યર્ય ચકીત થઈ ગયો તેણે મહેક ની આજુબાજુ જોયું કે એના અમ્મી તો સાથે નથી ને. આજુબાજુ માં ક્યાય એના અમ્મી ના દેખાયા એટલે વીજય મહેકની પાસે ગયો.અને મહેકના ખભા પર હાથ મુકીને બોલ્યો....એક્સ ક્યુઝ મી......પરંતુ વીજયે મહેકના ખભા પર હાથ મુક્યો એ મહેકને ગમ્યું નહી તેણે પાછળ કોણ છે એ જોયા વગર જ વીજયને એક ઝાપટ લગાવી દીધી અને કહ્યું તારી હીંમત કેવી રીતે થઈ મને હાથ લગાવવાની............

પણ હું તો તમારો આ રૂમાલ આપવા આવેલો ત્યાં પાછળ પડી ગયેલો........વીજયે કહ્યૂં.

અરે હા આ રૂમાલતો મારો જ છે I am so sorry મે વગર વીચારે તમને એક જોરદાર ઝાપટ લગાવી દીધી મને માફ કરજો.......મહેકે કહ્યૂં.

પરંતુ વીજય કઈપણ બોલ્યા વગરજ ખુબ ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે. અને મહેક પણ પોતાના કામમાં ચાલી જાય છે વીજય સાથે મહેકે આ જે જે કર્યુ એ વાત એના મનમાં હજી ખટકતી હતી જોકે મહેક વીજયને જાણતી પણ ન હતી છતાં પોતાના સ્વભાવને કારણે એ વારંવાર વીજય સાથે કરેલા અવર્તાવનુ સ્મરણ કરી રહી હતી.મહેક માર્કેટમાંથી વસ્તુઓ લઈને ઘરે જઈ છે અને પોતાની અમ્મી સાથે આજે બનેલી ધટના શેયર કરે છે

મહેક એમા તારી પણ કઈ ભુલ નથી કોઈ અચાનક એક સ્ર્તીના ખભા પર હાથ મુકે તો એને તો એમજ લાગે કે છેડતી કરી રહ્યો છે......મહેકની અમ્મી એ કહ્યૂં.

હા અમ્મી તમારી વાત સાચી જ છે....મહેકે કહ્યું

એના પછીના દિવસે પણ મહેક પોતાના અમ્મી સાથે માર્કેટમાં જાય છે ત્યારે પણ વીજય રોજ જે જગ્યા પર બેસતો ત્યાં જ બેઠો હતો.મહેકની નજર વીજય પર પડે છે અને તે પોતાની અમ્મી કહ્લા વગર વીજય તરફ જાય છે.............

                    Loading...........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED