Prarthnanu mahatva books and stories free download online pdf in Gujarati

પ્રાર્થનાનું મહત્વ.....

લગભગ દરેક નાની મોટી વ્યક્તિ પ્રાર્થના તો કરે જ છે.

અlપણે ત્યાં બાળકને પ્રાર્થનાના સંસ્કારો બાળપણથીજ આપવામાં આવ્યા છે.

મુસ્લિમો માં તો નમાજ ફરજીયાત છે.

ખુદlની બંદગી નહી કરો તો જન્નત નસીબ નહી થાય .

ખ્રીસ્તી માં પણ ચર્ચ માં જઈને પ્રેયર કરવાની બાળકોને નાનપણ થીજ શીખ અને તાલીમ અપાય છે.

શાળlઓમાં ગોડની પ્રેયર થાય છે.

અન્ય સ્કુલોમાં પણ અભ્યાસ શરુ કરતા પૂર્વે ઈશ્વરની પ્રાર્થના થાય છે.

મહાન પુરુષો પણ પ્રાર્થનાને જીવનની સંજીવની માની અનિવાર્ય સમજે છે.

નોકરી ,ધંધા કે ઓફિસોમાં પણ પ્રાર્થના કરીને વ્યક્તિ પોતાના કામની ,ધંધાની શરૂઆત કરે છે.

કલાકારો સ્ટેજને નમન કરીને, પ્રાર્થના કરીને પછીજ તેમની કલાની આરાધના કે શરૂઆત કરતા હોય છે.

એમ દરેક શુભ કામ કરતા પૂર્વે સો કોઈ પોતાના ઇસ્ટ દેવ ને વંદન કરીને જ કામ શરુ કરે છે.

દરેક ધર્મે પોતlની પ્રજાને પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો છે.

મહાન માણસોના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ હમેશl વિશેષ રહ્યું છે.

ગાંધીજીના જીવનમાં પણ પ્રાર્થના નું વિશેષ મહત્વ હતું.

પ્રાર્થના મનની શાંતિ માટે છે.

પ્રભુની ભક્તિ લોકો જુદા જુદા ધ્યેય થી અને હેતુથી પણ કરે છે.

વ્યક્તિને જીવનમાં સુખ ની ઝંખના હોય છે.

જીવનમાં સુખ અને શાંતિ મનુષ્ય માટે મહતવના છે.

પ્રભુ સાથે મનને તલ્લીન કરી દેવાથી શાંતિ અને શક્તિ મળે છે.

પ્રાર્થનાથી સફળતા મળે છે.

ક્યારેય હિમત હારશો નહિ.

તમારા ધ્યેય ને ગુમાવશો નહી .

કે જીવનથી નિરાશ ન થશો.

પ્રાર્થના હિમત અને શક્તિ આપે છે.

પ્રેરણા અને શાંતિ આપે છે.

સુખ અને સફળતા આપે છે.

મનને સ્વસ્થ અને મક્કમ બનાવે છે.

પ્રાર્થના આત્માનો ખોરાક છે.

મોટા મોટા ધનિકો પણ કલાકના કલાકો પ્રાર્થના -પૂજન માં ગlળે છે.

તીર્થ યાત્રા કરે છે.

ઈશ્વરને મનુષ્ય પ્રાર્થના અને પુજl ભક્તિ દ્વારા દિવસમાં જુદા જૂદl સ્વરૂપે પૂજવાનું પસંદ કરે છે.

દરેક ધર્મ કે જાતિના લોકો પોતપોતાની રીતે ક્રીયાકાંડ અને પ્રાર્થના -પ્રભુભક્તિ કરતા હોય છે.

સોનું ધ્યેય એક જ છે. પ્રભુચરણે સમર્પણ કરીને શાંતિ અને શક્તિ મેળવવી .

જીવનની આશા ,જોમને ,ઉત્સાહ મેળવવા અને જાળવી રાખવા પ્રભુ પાસે માનવી કૈક માંગે છે ,ઈચ્છે છે.

પોતાની અપેક્ષાઓ અને ઈચ્છાની પૂર્તિ કરવા ઈચ્છે છે.

જગતના તમામ ધર્મોએ માનવીને પ્રભુભક્તિ અને પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો છે .

ખ્રિસ્તી,જેન, ઇસ્લામ,હિંદુ,બુદ્ધ ,શીખ, યહૂદી વગેરે તમામ ધર્મોને દેવ અને -આરાધ્ય દેવ ; અને ધાર્મિક સ્થlનો છે

પ્રત્યેક સમાજની ,કોમની વ્યક્તિ તેના પોતાના ધર્મ પ્રમાણે પ્રાર્થના પૂજા ને આરાધના કરે છે.

ઘણા ક્રીયાકાન્ડ અને વિધિ-વિધાનો કલાકો સુધી કરે છે.

તો વળી ઘણા યથા શક્તિ ધન દોલત પણ ધાર્મિક કlર્યો પાછળ ખર્ચે છે.

હોમ -હવન પણ કરlવે છે. .

ભક્તિ -ધૂન કે તપ વ્રત ઉપવાસ વગેરે કલાકો સુધી કરવામાં અlપણે ત્યાં વૃદ્ધો અને મહિલાઓની મોટી સંખ્યા છે.

ઘણા લોકો સંપૂર્ણ પણે પ્રભુ સમર્પિત થઈને જીવન વિતાવે છે.

એટલેકે ધર્મ જ તેમનું જીવન બની જાય છે.

એમાં જ સન્યાસ કે દીક્ષા પણ લઇ લે છે.

આપણl દેશમાં અlવl ધર્મ પ્રયાણ લોકોની અને સાધુ જીવન જીવતા લોકોની

સંખ્યા સારી એવી જોવા મળે છે. અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયો પણ મોટી સંખ્યામાં છે.

એ મહત્વનું છે કે પ્રlર્થના ને ભક્તિ એકાગ્રતાથી ન કરવામાં આવે તો ભક્તિમાં ઓટ આવે છે.

મન સ્થિર પ્રાર્થનામાં ન રહે તો મનની શાંતિ તો દુર જ રહે છે પણ ભક્તિનું ધાર્યું ફળ પણ મેળવી શકાતું નથી.

દરરોજ સવlરે અને સાંજે એકાદ કલાક થી પણ વધુ સમય ઘણા લોકો પૂજા પાઠ અને પ્રાર્થનામાં ગlળે છે.

મુસ્લિમો ગમે ત્યાં હોય દિવસમાં પાંચ વાર સમય થાય એટલે નમlજ પઢી જ લે છે.

જૈનો ના જીવનમાં ધર્મ એ હદે વણાયેલો હોય છે કે તેઓ જીવનનું ધ્યેય જ પ્રાર્થના અને પૂજા -દેવ દર્શન હોય તેમ મlને છે.

કારણ મોક્ષની પ્રાપ્તિ એજ તેમના જીવનનું ધ્યેય છે .

જૈનો નું સુખ જ પૂજા -પ્રાર્થના અને ધર્મ માં છે.

દિવસમાં થોડો સમય પણ પ્રાર્થના -પૂજા માટે કાઢવો જોઈએ.

સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને ,કે સાંજે કે રાત્રે સુતા પૂર્વે

૫ -૧૦ મિનીટ કે સમય હોય તે પ્રમાણે ઇસ્વરનું ધ્યાન ધરવું જોઈએ .

અને પ્રાર્થના શાંત ચિતે કરવાથી મનની શાંતિ મળે છે.

જે તે રીત રીવાજ પ્રમાણે આરાધ્ય દેવને પુરા ભક્તિ ભાવપૂર્વક યાદ કરવાથી પૂજા પાઠ અને પ્રાર્થના કરવાથી ચિત શાંત રહે છે .

આત્માને બળ મળે છે.

આ દોડતી દુનિયામાં માનવીનું મન અને જીવન અનેક ચિતા,અને ઉપાધિઓથી ભરેલું છે.

ટેન્સન અને ડીપ્રેશન આપણને સોને અવારનવાર અનુભવવા પડે છે.

શાંત ચિતે રોજ પ્રાર્થના પૂજા કરવાથી ટેન્સન માં રાહત રહે છે.

મન હળવું થાય છે. તેમજ હતાશા અને ચિતાઓથી મુક્ત થઇ ઉત્સાહ અને શક્તિ મનને મળે છે.

આત્માનું બળ પ્રાર્થનાથી વધે છે.

જીવનમાં નવી આશા અને ઉત્સાહ રહે છે અને વધે છે.

નિરાશા ને હતાશા દુર થાય છે.

પ્રાર્થના મનને શાંતિ આપે છે.

જોકે એક ચિતે ,મનને એકાગ્ર કરીને કરાયેલ પ્રાર્થના જ ધાર્યું ફળ આપે છે.

પ્રાર્થના કરતા પ્રભુને સમર્પણ ભાવ રlખવો જરૂરી છે.

વાતો કરતા, ઘરની બીજી પંચાતો સાથે કે ધંધાના વિચારોમાં

કરાયલી પ્રાર્થના ફળતી નથી કે નથી શાંતિ આપતી.

કેટલાક મંત્રો અને સ્તુતિ અદ્ભુત શક્તિ ધરાવે છે.

જેમાં હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર, દુર્ગા શક્તિ મંત્ર ,નવકાર મંત્ર વગેરે મંત્રો છે.

અlવાજ મંત્રો અન્ય ધર્મોમાં પણ હોય જ છે.

હિંદુ, જૈન, બૌદ્ધ,શિક, ઇસ્લામ,ખ્રિસ્ત વગેરે જગતના તમામ ધર્મો પાસે આવા ઉપદેશ અને આદેશ છે.

પ્રાર્થના અને મંત્રો, શક્તિ અને સ્તુતિઓ છે.

આપણl પ્રાચીન ધર્મગુરુઓ ઘણl વિદ્વાન હતા. ધર્મના વિજ્ઞાન નું વિશાળ જ્ઞાન તેઓની પાસે હતું.

જગતના લગભગ તમામ ધર્મ ગ્રંથોમાં આવું જ્ઞાન પ્રાચીન ભાષામાં રહેલું જ છે.

આવા મંત્રો ની સ્તુતિ અને પ્રાર્થના ધાર્યું ફળ પણ આપતા હોય છે.

તો સુખ ,શાંતિ , સમૃદ્ધી તેમજ કાર્ય સફળતા પણ આવી

પ્રાર્થના અને ભક્તિ આપે છે. આફત અને આપતિ ઓનું નિવારણ પણ કરે છે.

અlમlકોઈ ચમત્કાર નહિ પણ ધર્મની પ્રાચીન શક્તિઓ અને જ્ઞાન છે.

એમ શાસ્ત્રો ને વિદ્વાનો પણ કહે છે. શાંત ચિતે કરાયેલું પ્રભુ સ્મરણ દુઃખોનું નિવારણ કરે છે અને સુખ આપે છે.

ખાસ કરીને ઓમ શાંતિના પાઠ ઊંડા શ્વાસ લઈને કરવાથી શક્તિ અને બળ મળે છે.

કાર્યમાં સફળતા મળે છે.

લગભગ બધા સમ્પ્રદાયો અને ધર્મો આ વાતની પૂર્તિ કરે છે.

પ્રાર્થના સાથે પ્રાણાયામ નવી શક્તિ અને ઉર્જા વ્યક્તિને આપે છે.

પ્રાર્થનાનું બીજું નામ છે શાંતિ અને આનંદ મેળવવાનો માર્ગ ..

જીવનના તમામ દુખો ,ચિંતાઓ, હતાશાઓ ને દુર કરી મનને શાંત અને સ્થિર રાખવા દરરોજ શાંત ચિતે ૧૦ થી ૧૫ મિનીટ પ્રાર્થના કરવી જરૂરી છે.

જેમ રોજનો આહાર લેવો ,નાસ્તો કરવો જરૂરી છે આપણl શરીર માટે તેજ રીતે આત્મl નો ખોરાક પ્રાર્થના છે.

એટલે પ્રાર્થના નિયમિત કરવી જોઈએ અlપણી શાંતિ અને અંlતરીક શક્તિ માટે ,આત્માની શક્તિ અને ઉન્નતી માટે અને સારા જીવન માટે…

જીવનની ચિંતાઓ ,કટોકટીઓ,અને દુ;ખોને પચાવવા માટે પ્રાર્થના જરૂરી છે.

પ્રભુનું ધ્યાન અને પૂજા-પ્રાર્થના તેમજ પરમ્ શક્તિને સમર્પણ જીવનમાં શાંતિ અને આનંદ આપે છે .

નેતિકતા અને શક્તિ આપે છે. સફળતા આપે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED