Dholavira ...of Kutchh.. books and stories free download online pdf in Gujarati

ધોળાવીરા વૈશ્વિક હેરીટેજ સાઈટ ......

કચ્છ ભુજમાં ૨૫૦ કિમી અંતરે આવેલ ધોળાવીરા ની સાઈટ વૈશ્વિક વિરાસત નl અમુલ્ય વlરસl સમાન ગણાય છે. યુનો દ્વારા તેને વૈશ્વિક વિરાસત ના લીસ્ટ માં માન્યતા અપાઈ છે, તેને આજે વરસો થયા .પણ ભારત સરકારની થોડી ઢીલી નીતિના કારણે વૈશ્વિક વlરસlમાં તેનો પૂર્ણપણે સમાવેશ થવામાં વિલંબ થયો છે.


૫૦૦૦ વરસ જુના મોહેંજો દડો અને હડપ્પા સંસ્કૃતના શહેર તરીક ધોળlવીરા પ્રસિદ્ધ છે. વિશ્વની સોથી પ્રાચીન નગર રચના નું સ્થાપત્ય ગણી શકાય એવા આ ધોળાવીરાને વૈશ્વિક વlરસlમાં સ્થાન આપવાની માંગણી ઘણી જૂની છે. છેલ્લે ૨૦૧૪ માં ફરીથી તેનો સમાવેશ ટેન્ટેટીવ લીસ્ટમાં કરાયો હતો. ધોળાવીરાની શોધ અને ઉત્ખનન ૧૯૮૯ માં કરવામાં આવેલ.


ધોળાવીરા એ સ્થાપત્ય કલાનો અદ્ભુત નમુનો છે . તે પ્રાચીન સમયની અદ્ભુત નગરરચના દર્શાવે છે. પાણીના સંગ્રહની ઉતમ વ્યવસ્થા આ નગરમાં કરવામાં આવી હતી તેના અવશેષો આ

નગરના ઉત્ખનન દરમ્યાન મળી આવ્યા છે. ઉત્ખનન દરમ્યાન માનવ સંસ્કૃતિ અને નગરરચનાના શરૂઆતથી આધુનિક સમયના સાત તબક્કાઓ જોવા મળે છે.


તે સમયના ભારતના પુરાતત્વ વિભાગ ના વડા શ્રી બીસ્ટ કે જેમને ધોળાવીરાનું ઉત્ખનન કરેલ અને ધોળાવીરામાં ઊંડો રસ લીધો હતો. ૧૯૮૯ દરમ્યાન જ્યાર ધોળાવીરા નું ખોદકામ પૂરબહારમાં ચાલુ હતું ત્યારે દિવસો સુધી શ્રી બીસ્ટ ભુજ ધોળાવીરા ખાતેજ તંબુ તાણીને રહેતા હતા. એટલે ધોળાવીરાનું ઉત્ખનન પણ પૂરબહારમાં જ્ર્ જોરશોરથી થયું હતું. અને તેનો પ્રચાર પબ્લીસીટી પણ દુનિયાભરમાં આ સમયમાં મોટા પાયે થયો હતો.


જોકે તેને વિશ્વ વારસા તરીકે મુકવાનું કામ છેક ૧૯૯૮માં થયું હતું .પહેલીવાર વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે માન્યતા માટે યુનેસ્કોમાં આ સમયમાં નોમીનેટ કરવામાં આવ્યું હતું.


ધોળાવીરા મહત્વની સાઈટ હોવા છતાં રાર્જ્કીય ઈચ્છા શક્તિના અભાવે આજદિન સુધી તેનો સમાવેશ વર્લ્ડ હેરીટેજ સાઈટ માં થયો નથી એ દુખદ છે .

આ સ્થળે ઉતમ નગર રચના, ગટર વ્યવસ્થા ,પાણીના સંગ્રહની સુંદર વ્યવસ્થા, પાણીના કુંડો,સl સાઈન બોર્ડો, વગેરેની અદ્ભુત રચના અને સુંદર નગર રચના ઉત્ખનન દરમ્યાન દેખાય છે. જે દર્શાવે છે કે હડપ્પા સમયનું આ નગર જે તે સમયે ઉતમ નગર રચના ધરાવતું હશે . જેમાં પાણીના સંગ્રહની અદ્ભુત વ્યવસ્થા, ગટર અને પાણીના આયોજનની સુંદર વ્યવસ્થા હશે . એટલે કે તે સમયના લોકો આવું સુંદર નગર બાંધી શકે છે તે જ તેમની કુશળતા, દીર્ઘ દ્રષ્ટી અને ઉતમ રહેણી કરણીની સસ્કૃતિ દર્શાવે છે.


૫૦૦૦ વરસ જુના હડપ્પાના આ નગર ધોળાવીરા પાસે વિશ્વના થીયેટર ઈતિહાસને ફરીથી લખી શકાય એવી સામગ્રી પણ છે. ગ્રીક અને રોમન થીયેટરો વિશ્વના ૨૫૦૦ થી ૩૦૦૦ વરસ જુના થીયેટરો છે તેમ માનવામાં આવે છે. આ ધોળાવીરા પાસે મળેલા થીયેટરો જે વિશાળ મેદાનૃ રૂપી છે તે ૫૦૦૦ વરસથી પણ જુના થીયેટરો છે.

શ્રી બીસ્ટના મતે ધોળાવીરામાં ઉત્ખનન દરમ્યાન એક બહુહેતુક મેદાન મળી આવ્યું છે જે નગરની ઉપર અને મધ્યમાં છે. અlનો ઉપયોગ રમતગમત, કુસ્તી ,બળદગાડા રમત વગેરેમાં થયો હોય તેમ જણાય છે. આ મેદાન ૨૮૩કx૪૧૧ મીટર નું જણાય છે. . શહેરની ઉપર અને મધ્ય ભાગમાં આ મેદાનની આસપાસના ભાગમાં રહેલા પગથીયા ઓપનનેર થીયેટરમાં હોય છે તેમ પણ જણાય છે.

એનો અર્થ એ થાય કે આ સ્થળ રંગભૂમિ તરીકે અથવા સ્ટેડીયમ તરીકે ઉપયોગ માં લેવાતું હોય તેમ જણાય છે.


બળદ ગાડા ઓ એક પછી એક આવતા હોય તેવા પથ્થ્રરો ના નમુના ઓ છે તેમજ સ્ટેડીયમની એક છેડે ગ્રીન રૂમ કહી શકાય તેવું નાનું સ્ટેડીયમછે. અlનો ઉપ્ યોગ ખાસ શો માટે થતો હોય તેમ લાગે છે. શ્રી બીસ્ટ વિશેષમાં જણાવે છે કે મેદાનના ૨ મીટર x ૨ મીટર ના ભાગને ખોદતા ઘરેણાના મોટી વેરાયેલા પડેલા મળી આવ્યા છે . જે સમગ્ર વિસ્તારમાં પડેલા જણાય છે. આ દર્શાવે છે કે નૃત્ય કરતા ડાન્સરો દ્વારા કે બળદ કે અન્ય પ્રાણીઓનl ગળામાંથી અહી પડ્યા હોવા જોઈએ.

વિશેષમાં અહી મેદાનમાં હરોળમાં ખાડા પડ્યા હોય તેમ પણ જણાય છે. એટલેકે આ સ્થળનો ઉપયોગ વિવિધ પ્રદર્શનો અને સ્ટોલો લગાવવા અને પ્રદર્શનો માટે થયો હશે તેમ જણાય છે.

આવી તો અનેક ખૂબીઓ અને અવશેષોની વાત ધોળા વીરા માટે કરી શકાય તેમ છે.


અlમ ધોળlવીરા અદ્ભુત નગર રચના, વિશ્વનું પ્રાચીન થીયેટર તેમજ પાણી સંગ્રહની અદ્ભુત વ્યવસ્થા ધરlવતી નગરી છે. આ પોરાણિક નગર તે સમયની સુંદર સંસ્કૃતિ અને ઉતમ નગર રચનાનું દર્શન કરાવે છે. ધોળાવીરાના ઘણા અવશેષો અને ઉત્ખ્નાનના નમૂનાઓ તો દિલ્હી ખાતેના સંગ્રહ lલય માં સચવાયેલા છે. અહીના સંગ્રહાલયમાં તો થોડા નમુના જ છે.


ધોળાવીરાને ખુબ રસપૂર્વક સંશોધન કરયેલ હોઈ તેને છેક ૧૯૯૮ માં જ વિશ્વ વારસા તરીકે સ્થાન મેળવવા યુનેસ્કોમાં દરખાસ્ત ભારત સરકારે કરી હતી. ૧૯૮૯ માં સંશોધન થયા પછી ઉત્ખનન પ્રક્રિયા ઘણી ખરી પૂર્ણ હતી તે દરમ્યાન લગભગ ૧૯૯૮ માં તેને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે સ્થાન મળે તેવા ભરપુર પ્રયાસો સરકારે કર્યl હતા. તેના ભાગ રૂપે પ્રચાર પબ્લીસીટી કરી હતી અને મીડિયા ના પ્રતિનિધિઓ પણ વારંવાર ધોળા વીરા ની મુલlકાતે અlવતl હતા. જો કે આજ દિન સુધી ધોળા વીરા ને ટેન્ટેટીવ લીસ્ટમાં જ સ્થાન મળ્યું છે અને કાયમી વેસ્વિક વારસા તરીકે જાહેર નથી કરાયું.


વિશ્વ વારસા માટે ની વર્લ્ડ હેરીટેજ કમિટી યુનેસ્કો હેઠળ ૧૯૭૨ ના નવેમ્બર માસમાં પેરિસમાં સ્થપાઈ હતી. માનવ જાતના વિશ્વના ભવ્ય વારસાને સંસ્કૃતિ ની જાળવણી માટેના પ્રયાસ તરીકે આ કમિટીએ યુનેસ્કો હેઠળ તેની કામગીરી શરુ કરી. આના ભાગરૂપે માનવ ના સંસ્કૃતિક અને કુદરતી વlરસlના વિશ્વના સ્મારકો અને સાઈટને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે માન્યતા આપવાનો આ કાર્યક્રમ છેક ૧૯૭૨મl શરુ થયો. જોકે આની ચર્ચા અને જરૂરિયાત તો ૧૯૬૫ થી શરુ થઇ હતી . આ વિશ્વની સોથી લોકપ્રિય સંસ્કૃતિક ચળવળમાં આજદિન સુધી જોતા ૧૯૩ જેટલા દેશો સભ્ય તરીકે જોડાયા છે. જુલાઈ ૨૦૧૮ સુધી વિશ્વ હેરીટેજ સાઈટ તરીકે ૧૦૯૨ જેટલી સાઈટ ને ૧૬૭ દેશોમાં માન્યતા અપ lઈ છે. આ માં ૮૪૫ સંસ્કૃતિક સાઈટ ,૨૦૯ કુદરતી અને ૩૮ મિક્સ સાઈટ

નો સમાવેશ થાય છે. ઇટlલી જેવા નાનકડા દેશની સોથી વધુ ૫૪ સાઈટ નો સમાવેશ આ લીસ્ટ માં થાય છે. ત્યાર પછી ના નંબરે ચીન ૫૩ સાઈટ સાથે આવે છે. ત્યારબાદ યુરોપના દેશો સ્પેન ૪૭ ,ફ્રાંસ અને જર્મની ૪૪ સાઈટ સાથે છે.

ભારત પોતાને પ્રાચીન સંસ્કૃતિનો દેશ હોવાનો દાવો કરે છે પણ માત્ર ૩૭ સાઈટ હાલ સુધી આપણl દેશની વર્લ્ડ હેરીટેજ સાઈટ ના લીસ્ટ માં સ્થાન પામી શકી છે . રાજકીય અને વહીવટી ઈચ્છાશક્તિનો અભાવ આનું મુખ્ય કારણ ઘણી શકાય. તેમજ ટેકનીકલ બીનકુશળતા પણ આમાં lઘણો ખરો ભાગ ભજવી ગઈ છે.

ભારતના ઘણા બધા પ્રાચીન વlરસlના સ્થાનોને પણ ધોળાવીરા સહીત આ વર્લ્ડ હેરિટેજના સાઈટ તરીકે માન્યતા લાંબા સમય પૂર્વે મળવી જોઈતી હતી જે આજદિન સુધી નથી મળી શકી.

ધોળાવીરા માં તો ભારત સરકારના અlર્કિઓલોજી વિભાગ દ્વારા અવારનવાર વધુ ને વધુ ખોદકામ કરીને સંશોધનો કરવામાં આવે જ છે. કચ્છ ના ખડીરબેટ વિસ્તારમાં આવેલું પ્રાચીન લુપ્તપ્રાય સંસ્કૃતિનું નગર એટલે ધોળાવીરા જે 5000 વરસ પૂર્વેની હડપ્પા સસ્કૃતીનું મહત્વની નગરી મનાય છે.

માનવામાં આવે છે કે ૫૦૦૦૦ ની વસ્તી ધરાવતી આ નગરી તેની પાણીવ્યવસ્થા, લોકોની રહેણી કરણી અને નગરરચના માટે પ્રસિદ્ધ હતું . અને સુનામી ના કારણે એટલેકે પુર આવવાના કારણે આ નગરનો નાશ થયો હશે.


તાજેતરમાં પણ ગાધીનગર ખાતેની સંસ્થાના એન્જીનીયરોએ ધોળાવીરાની પાણીની વ્ય્વાસ્થlને જlણવા વિશેષ ખોદકામ ભારત્ત્ સરકારના કહે વા થી કરેલ . તેમના સંશોધનમાં તેમણે જમીનથી અઢી મીટર નીચે ૧૦ મીટર લાંબી બે દીવાલો ,ખડક અને ચેક્ડેમ્સ ,નાના જળાશયો હોવાના પુરાવા મળ્યા છે. પાણીના સગ્રહની ને પુર આવતા અટકાવ્ની શકાય એવી અદ્ભુત રચના એ સમયના લોકો દ્વારા થઇ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED