kagda nu bachchu books and stories free download online pdf in Gujarati

કાગડા નું બચ્ચું

          સાંજના સમયે કરુણા મમ્મી નો હાથ પકડી અગાસીમાં ઊભી હતી. સામે જાંબુડા નાં ઝાડ પર કાગડો તેનાં બચ્ચાને ચાંચમાં ચાંચ નાખી ચણ ખવ રાવાતો  હતોઃ નાનકડી કરુણાએ તેનાં મમ્મીને પુછ્યું, "મમ્મી આ બચ્ચું તો કાગડા જેવું નથી લાગતું !" તેનાં મમ્મીએ કહ્યુ, " તેં કોંયલનુ બચ્ચું છે.કોયલ તેનાં ઈંડાં કાગડાના માળામાં મૂકી જાય છે. કાગડો-કાગડી ઈંડાં સેવે તેમાથી બચ્ચા નીકળે તેને ચણ ખવરાવી મોટા કરે." કરુણા કહે, " તો.. કાગડો મૂર્ખ પક્ષી કહેવાય કોં'કના બચ્ચા ઊંછેરી દે." તેની મમ્મીએ કહ્યુ, "કાગડાને બચ્ચું બહાર આવે એટલે ખબર તો પડી જ જાય પણ તેને બચ્ચા સાથે માયા બંધાય જાય. એટલે તેને મોટુ કરે છે."નાનકડી કરુણા તેનાં મમ્મી ને કહેવા લાગી, "મમ્મી કાગડો પોતાનુ બચ્ચું નથી તેવી ખબર પડે તો પણ કોયલ નાં બચ્ચાને પ્રેમ કરે? તેની મમ્મી કરુણા ની સામે જ જોઇ રહી.તેણે કરુણા નાં માથા પર હાથ ફેરવ્યો.ને કહેવા લાગી, "હા બેટા ખબર હોય કે આ મારુ બચ્ચું નથી તો પણ પ્રેમ કરે ને ખવરાવિ   મોટુ કરે." કરુણા ફરી કાલીઘેલી ભાષા મા કહેવા લાગી," તો પપ્પા મને કેમ પ્રેમ નથી કરતા? હુ તેમની સગી દીકરી નથી એટલે?'" તેની મમ્મી રડવા જેવી થઈ ગઇ.વળી કરુણા કહેવા લાગી, " મમ્મી મારા લીધે પપ્પા તારી સાથે રોજ ઝઘડો કરે મને ખબર છે, હે મમ્મી તુ મને તારાથી દૂર મોકલી દેવાની છો?" કરુણા ની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા.તેણે કરુણા ને છાતી સરસી છાપી દીધી.આ બધુ જોઇ ને કાગડો તેનાં બચ્ચા સાથે ઊડી ગયો.                                                     કરુણા નાંનકડી હતી ત્યાં જ તેનાં પપ્પાનું રોડ અકસ્માત મા અવસાન થયુ હતુ.તેની મમ્મી નાની ઉમર મા જ વિધવા થઈ હતી.પિયરમાં રઈ ને તેં દુઃખ નાં દાડા કાપવા લાગી.તેની નાનકડી કરુણા ની સાથે આખો દિવસ નીકળી જતો. કાયમ કોણ રાખે? ધીમે-ધીમે પિયરમાં પણ ભારે પડવા લાગી.ભાભી નો ભાવ ઓછો થવા લાગ્યો.હવે તેને લાગવા માંડ્યું કે આખી જીંદગી આમ નહીં જાય.કરુણા ને પણ મોટી કરવાની હતી.આવો બધો વિચાર કરી.કરુણા ની મમ્મીએ બીજાન લગન કર્યા. લગન સમયે  કરુણાને  સાથે રાખવાની વાત હતી. શરૂવાત માં કરુણા ને તેનાં નવા પપ્પા ખૂબ રાખતાં હતાં.રોજ તેનાં માટે કઇ નું કઇ લાવતા.કરુણા ને ફરવા લઇ જતા.કરુણા પણ તેનાં નવા પપ્પા ની ખૂબ લાડકી થઈ ગઇ.તેની મમ્મી પણ આ જોઇ ને ખૂબ રાજી હતી.પણ વ્હાલપ નો આ ઉભરો ધીમે-ધીમે શમવા લાગ્યો. હવે બીજાનું આ સંતાન કરુણા નાં નવા પપ્પા ને ભારે પડવા લાગ્યું. થોડા જ સમયમા તેેેના નવા પપ્પા તેની મમ્મી સાથે ઝઘડો કરવા લાગ્યા.કરુણા ને લઇ ને બન્ને વચ્ચે અવાર -નવાર ઝઘડા થતાં .હવે તેં કરુણા ને સ્વીકારવાની નાં પાડવા લાગ્યા.આખરે કંટાળી ને કરુણા નાં મામા એ કહ્યુ કરુણા અમારી પાસે રહેશે.તેં કાલે કરુણા ને તેડવા આવવાના હતાં.કરુણા ની મમ્મી આજે ખૂબ ઉદાસ હતી.તેં કરુણા ને લઇ ને અગાસીમાં ઊભી છે.             
         બીજા દીવસે સવારે દરવાજે ગાડી આવી ઊ ભી રહી.કરુણા નાં મામા આવી ગયા.તેનાં પપ્પા તો આજે ખૂબ ઝઘડો કરી બહાર જ ચાલ્યા ગયા હતાં. કરુણા ને તેનાં મામા ગાડી મા બેસારી.નાનકડી કરુણા નથી જવું...નથી જવું....કરતી રડતી હતી.તેની મમ્મી પણ મજબૂર હતી. કરુણાને ગાડીમાં બેસારિં સામાન મૂક્યો.તેનાં મમ્મીની આંખો વરસી રહી હતી.જાંબુડા નાં ઝાડ પર કાગડો કોયલ નાં બચ્ચાને ચાંચમાં ચાંચ નાખી ચણ આપતો હતો.બચ્ચું ક્રો... ક્રો.... કરતું પાંખો ફફડાવતુ ખાતું હતુ.ગાડી ચાલવા લાગી. ને ધુમાડાના ગોટૉમાઁ સમાઈ ગઇ.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED