Jiyo...Jio vale Mukesh bhaiya books and stories free download online pdf in Gujarati

જીયો...Jio વાલે મુકેશ ભૈયા...

             શિયાળાની કડકડતી ઠંડી ની રાત હતી. હું મારા મેડિકલ સ્ટોર પર બેઠો હતો. મેં જેકેટ, ટોપી લગાવેલા હતા. એટલામાં એક પેશન્ટ પ્રિસ્કિપ્શન લઈ આવ્યો. તેણે હાફ બાય નો મેલો શર્ટ અને મેલું જીન્સ પેન્ટ પહેરેલું હતું. હાથે પાટો બાંધેલો હતો. તેણે આવીને મને કહ્યું, " સાહેબજી, દવા દેદો."હું ડોક્ટર સાહેબે લખેલી દવા કાઢવા લાગ્યો.તે મારી સામે બહાર મૂકેલી ખુરશીમાં બેસી ગયો."સાહેબજી, થક બહુત જાતા હું." તે કેહવા લાગ્યો. મેં પૂછ્યું, ક્યાં કામ કરો છો? "સાહબ, રોલિંગ મિલ મે કામ કર રહા હું, હમારા ગરમ કામ હૈ. ભઠ્ઠી મેં સે જો ગરમ ગરમ સરિયે  નિકલતે હૈ, ઉસે નિકાલ ને કા કામ કરતા હું. કહી બાર ગરમ લોહે સે જલ ભી જાતે હૈ ઔર કહી બાર લગ ભી જાતા હૈ."તે વાગેલા ઘાવ તરફ જોઈને બોલતો હતો.           

              "સાહબ, કુછ તાકત વાલી દવા ભી દેદો ના! દિન મેં બારહ ઘંટે કામ કરતે કરતે થક જાતા હું." મેં પૂછ્યું જમવામાં શું બનાવો? "સાહબ, હમ દસ મજદૂર એક સાથ રહતે હૈ. પરિવાર વાલે તો અપને ગાવ યુ.પી. મેં રહતે હૈ. હમ સબ મિલકે સુબહ મેં ચાવલ, સબ્જી બના લેતે હૈ. દો ટાઈમ ખા લેતે હૈ. ઔર કભી બીચ મેં જ્યાદા ભૂખ લગતી હૈ તો બહાર હોટલ મેં જા કે ચાય પી લેતા હું ઔર માવા ખા લેતા હું. ઐસે શામ હો જાતી હૈ."નાની ઉમરમાં તેના મોઢા પરની કરચલી જ બધુ કહી જતી હતી.             મેં પૂછ્યું,   "તમારે પરિવારમાં કોણ કોણ છે?" તેના થાકેલા મોઢા પર થોડું તેજ આવ્યુ. "સાહબ, મેરે પિતાજી તો અબ ઇસ દુનિયા મેં નહીં હૈ. મેરી બુઢ્ઢી મા, મેરી પત્ની ઔર મેરા એક સાલ કા બેટા. ઇસ સે પહલે વાલા બેટા મેરી બીવી કે પેટ મે હી કમજોરી કી વજહ સે મર ગયા થા. અભી જો બેટા હૈ વો ભી કમજોર હૈ. જબ ઉસકા જન્મ હુવા થા તબ ઉસકી મા કો દૂધ નહિ આતા થા. તો ડોક્ટર સાહેબ ને ઉસ બચ્ચે કો દો સાલ તક પાવડર ખીલા ને કો બોલા હૈ. વો પાવડર બહોત મહેંગા આતા હૈ. હર મહિને તીન ચાર હજાર તો ઉસકા ખર્ચ હો જાતા હૈ. સાહબ, ઇસી લિયે તો મુજે ઓવરટાઈમ કરના પડતા હૈ, મૈં મહિને મે 15 દિન ઓવર ટાઈમ કરકે ઉસ પાવડર કે લિયે પૈસે કમા લેતા હું. અભી મુજે દસ હજાર પગાર મિલ રહી હૈ. મૈં અપને લિયે કમ હિ ખર્ચ કરતા હું. બાકી કા જ્યાદા પૈસા ગાંવ ભેજ દેતા હું."તેણે કપડાં સામે જોઈ ને કહ્યું. એને પોતાનો દીકરો યાદ આવતા, તેને વાગેલું છે એ દર્દ પણ ભૂલી ગયો. તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તે કહેવા લાગ્યો, "ડોક્ટર સાહેબને કહા હૈ, દો સાલ મેં મેરા બેટા સબ કુછ ખાને લગેગા. બાદ મેં વો પાવડર બંદ કર દેંગે. ફિર તો મુજે જ્યાદા મહેનત નહીં કરની પડેગી." તેણે સંતોષ સાથે કહ્યું.     

                 મેં કહ્યું, " બચ્ચા ઔર બીવી કે સાથ બાત કરતે હો?" તેના મોઢા પરની કરચલી ઓછી થવા લાગી. તે રાજી થઈ કહેવા લાગ્યો, "સાહબ, રોજ રાત કો એક ઘંટે બાતે કરતા હું. ઉસી વજહ સે તો દિન કી થકાન ઉતર જાતી હૈ. પહેલે તો ફોન કા ચાર્જ બહુત લગતા થા. અભી તો ચાર્જ સસ્તા હો ગયા. મૈં ને ઘર પર હપ્તે સે ખરીદ કે એક સ્માર્ટફોન ભેજ દિયા, ઔર મૈં ને સેકન્ડ સ્માર્ટ ફોન લે લીયા. રોજ રાત કો વિડીયો કોલ કરતા હું. સાહબ, મેરા બચ્ચા મુજે દેખ કે બહુત ખુશ હો જાતા હૈ. મૈં જબ ઉસે વિડીયો કોલ કરતા હું તો એસે મૈલે કપડે મે નહીં રહેતા. નહા ધો કે અચ્છે કપડે પહન કર ફીર કોલ કરતા હું."   

                   તેના મોઢા પર થી દર્દ જાણે અલોપ થઈ ગયું. તે ઉત્સાહમાં આવી કહેવા લાગ્યો, "મેરા બચ્ચા બહુત શરારતી હૈ. મુજે દેખે બીના ખાના ભી નહી ખાતા ઔર સોતા ભી નહિ. મૈં Jio કી 450 મે તીન મહિને કોલ ઔર નેટ ફ્રી વાલી સ્કીમ કરવા લેતા હું. સસ્તા પડતા હૈ. સાહબ, અભી તો વો સો ગયા હોગા. એક દિન આપકો વિડીયો કોલ કરકે મેરે બચ્ચે કે સાથ બાત કરવાઉંગા." તે આનંદમાં આવી ખુરશીમાંથી ઉભો થઇ કહેવા લાગ્યો.             

                         "સાહબ, ભલા હો ઉસ Jio વાલે મુકેશ ભૈયા કા, જિસકી વજહ સે મૈં રોજ મેરે બચ્ચે ઔર મેરી બીવી ઔર મેરી બુઢ્ઢી મા સે મીલ સકતા હું. શામ કે ઇન્તજાર મેં ઉસકા ઔર મેરા દિન કટ જાતા હૈ."         

               મેં બધી દવા કેમ લેવાની તે સમજાવ્યું. દવા પેક કરી આપી. તે ઉતાવળા પગે ચાલવા લાગ્યો. જાણે દવા લીધા વગર તેનો ઘા રૂઝાઈ ગયો...

લેખક: અશોકસિંહ ટાંક. (12/1/2019)
(સત્ય ઘટના પરથી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED