boradi books and stories free download online pdf in Gujarati

બોરડી

           પચ્છેગામનાં બોર ખૂબ જાણીતા . બોરની ખાસિયત એ કે તેં  પાકીને સૂકાઈ જાય પછી ખૂબ મીઠાં થઇ જાય. બોરની  મીઠાશને લીધે બહાર ખૂબ વેચાય . લોકો એવું કહે કે આ બોર બિસ્કીટ બનાવવામાં વપરાય છે.                                       
           ત્રણેય ભાઈની ભેગી જમીન. ત્રણેય ભાઇઓ ધંધાર્થે વર્ષોથી ભાવનગર રહે.ખેતી ભાગમાં આપી દે. આ જમીનમાં પણ આવી એક જૂની બોરડી.ચોમાસાના વરસાદનાં પાણીથી બોરડી ખૂબ ફૂલેફાલે. બોર આવવાની સીઝન ચાલુ થાય,ત્યાં માલધારીઓ ને બકરાવાળી બાઈઓ લાંબા વાંસની આગળ લગાડેલ ધારદાર દાતરડા વડે બોરડી કાપી ને બકરાંને પાલો ખવરાવી દે. ત્રણેય ભાઈઓએ બોરડી બચાવવા ઘણા પ્રયત્નો કર્યા.બોરડી ફરતે કાંટાની વાડ પણ કરી જોઇ.પરંતું કાયમ રેઢી રેતા ખેતરમાં કોઈ ઉપાય કારગત નાં નીવડે. ત્રણેય ભાઇઓ ચોમાસામાં ઘટાટોપ થયેલી બોરડીની ફરતે વાડ કરીને આ વખતે તો શિયાળાની સીઝનમાં મીઠાં..મીઠાં..બોર ખાઈશુ તેવા સપના જોતાં હોય. ફરી આવે ત્યાં બોરડીનું ઠુઠુ જ ઊભું હોય.  

                  હવે  વચેટ ભાઈએ એક ઉપાય કર્યો. બોરડી નીચે એક ચપટૉ પથ્થર ખૉડ઼િ દીધો. તેને લાલ કલરથી રંગી નાખ્યો,ચૂંદડી ઓઢાડી,ધજા ખૉડ઼િ દીધી.માતાજીનું સ્થાપન થઈ ગયુ. એક અગરબત્તી નું પેકેટને મચીસ પણ મુકી દીધાં.                       

                   બોરડી તો રાતે નાં વધે એટલી દીવસે વધે.ચોમાસુ ગયુ ત્યાં તો બોરડી ઘેઘુર થઈ ગઇ.કોઈ બકરવાળા બોરડીનું તિરખુ પણ નાં પાડે.શિયાળો આવતાં તો બોરડી બોરથી લચી પડી.સીઝનમાં બોર ખૂબ પાક્યા. કોઈ બોર પાડવા પણ પથ્થરના ફેંકે.નીચે માતાજી બેઠાં હતાં ને!! રખે ને વાગી જાય તો!! નીચે પડેલા બોર બધાં પ્રસાદી તરીકે ખાય.ત્રણેય ભાઈ ખેતરે આંટો આવે ત્યારે મીઠાં બોર ખાય ને રાજી થાય.આમ ને આમ પાંચ- છ વર્ષ વીતી ગયા.બોરડી ડર વર્ષે પોતાનાં કદમાં વધારો કર્યે જ જાય. હવે થયુ એવું કે નીચે બોરડીનાં છાયામાં કપાસના છોડ નો વિકાસ નાં થાય.વળી  બોરડીની નીચે આવેલા માતાજીનાં દર્શને આવે તેમાં પણ ખેતરમાં કપાસ ને નુકશાન થાય.આટલી બધી નુકશાની કેમ પોસાય?                                  

                      ત્રણેય ભાઇઓએ બોરડી કાપવાનો નિર્ધાર કર્યો.દર વર્ષે કપાસની આટલી બધી નુકસાની નો પોસાય.કાપી જ નાખો...પાક્કો નિર્ણય કર્યો.નાનો ભાઈ ભારે અટપટો . એકવડ઼િયૂ શરીર .હાથમા કુહાડો લઇ ને બોરડી પર ચડી ગયો ને એક પછી એક ડાળી કાપવા લાગ્યો.આ જોઇ બકરાવાળી બાઈ દોડતી આવી,કહેવા લાગી, " ભાઈ બોરડી ભલે તમારી રહી પણ  કાપશો નહીં. હેઠે માતાજી બેઠેલા છે. માતાજી સાક્ષાત છે. કેટલાંય  માણહો આયા બાધા રાખે છે.રે'વા દયો... રે'વા દયો.. ખોટા પાપમાં પડશો." નાનો ભાઈ બોરડી કાપતાં... કાપતાં...મલક્યો.બાઈની વાત માની નહીં. બાઈ નાં પાડતી રહી ને તેં બોરડી કાપતો રહ્યો. 
   
                   એટલામાં શું થયુ ? કે ફૂહાડાનો ઘા ચૂકાંઇ ગયો ને જે ડાળ પર ઉભો હતો ત્યાંથી પગ લપસી ગયો. ને આવ્યો હેઠો. નીચે જમીન પોચી હતી એટલે વધારે તો ન વાગ્યું પણ પગ મારડાઇ ગયો.                                                        

                     ત્રણેય ભાઈ બધુ મુકી ભાવનગર જૂનાં હાડવૈદ કલ્યાણભાઈની  પાસે જઇ નાના ભાઈને પાટો બંધાવી આવ્યાં. મહિનો પાટો રાખ્યો પણ પગમાં સોજો ઊતરે નહીં. બીજા એક ઑર્થોપેડિક ડોક્ટરને પગ બતાવ્યો.તેણે એક મહિનાનું પાકું પ્લાસ્ટર કર્યું. તો પણ પગમાં દુઃખાવો રહે ને સોજો ઊતરે નહીં.કેમે કરી ઠીક નાં થાય.કોઈકે સલાહ આપી," પચ્છેગામનાં બોરડીવાળા માતાજીની માનતા રાખો, માતાજી હાજરા હજુર છે." ત્રણેય ભાયે એકબીજા સામે જોયું. માનતા રાખી.નાનાં ભાઈને દસ દિવસમાં તો સોજો ઉતરી ગયો. દુઃખાવો ગાયબ થઈ ગયો ને હાલતા-ચાલતા થઈ ગયા.                             

                      ત્રણેય ભાઈ બોરડીનાં છાંયે બેઠા છે.પેલી બકરવાળી બાઈ માતાજીને ત્રણેય ભાઈએ લાવેલ લાપસી  ધરાવે છે.  શ્રીફળ વધેરયુ, ચૂંદડી ચડાવી,માનતા પુરી કરી. માલધારી છોકરાં બેઠાં.. બેઠાં.. શ્રીફળ  લાપસિની પ્રસાદી ખાય છે. બકરીઓ નીચે પડેલાં બોર ખાઈ રહી છે.નાનો ભાઇ પગ લામ્બો કરી હાથ જોડી માતાજી સામે જોઇ રહ્યો છે.ઉપરથી પાકું બોર પડયું, વચેટ ભાઈએ માતાજી ને ધરાવી દીધું...

       (લખ્યા તા. ૬/૨/18)
        અશોકસિઁહ એ. ટાંક.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED