મનસ્વી - ૫ Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

મનસ્વી - ૫

મનસ્વી -

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

સમયનાં વહેણમાં જ્યારે પાછો ધક્કો વાગે અને ભૂતકાળ સામે આવે, ત્યારે હતો એના કરતાં પણ ભયંકર સ્વરૂપ લઈ આવે છે. સુંદર મનસ્વીના ચહેરા પરની રેખાઓ દેખાડતી હતી કે અંકુશનું આમ અચાનક સામે આવી જવું એને જરા હલાવી તો ગયું હતું પણ પોતાની મનોદશાનો તાગ કોઇ લઈ લે એની તકેદારી રાખી એણે ચહેરા પર તટસ્થતાનું મહોરું ચઢાવી લીધું. ખરેખર સમયનાં વહેણમાં ક્યાંની ક્યાં પહોંચી ગઇ હતી! ઘડીભર આજનો દિવસ આજના કામ બધું ભૂલી ગઇ હતી! આજનો દિવસ ખૂબ મહત્વનો હતો. એને વેડફી નાખવા નહોતી માગતી. સાગરને મળવાનું છે. ..નવા જીવનની શરૂઆત કરવાની છે ..જૂના ખોટા સમીકરણો મીટાવી દઈ સ્તુતિની પ્રગતિ પર ધ્યાન આપવું છે. એની દરેક જરૂરિયાત પૂરી કરીશ. હું એની મા છું, જન્મદાત્રી છું મારા સિવાય એનું ધ્યાન બીજું કોણ રાખે?

અરે, સ્તુતિ શાળાએથી છૂટી ગઇ હશે, હવે ભાગવું પડશે એને લેવા. વિદ્યાર્થીઓનું ટોળું કિલ્લોલ કરતું પસાર થયું અને એને સ્તુતિ ખૂબ યાદ આવી ગઈ. એણે એકટીવા મારી મૂક્યું.

શાળાના દરવાજા નજીક સ્તુતિને એણે જોઇ. સરખેસરખા મિત્રો જોડે ખૂબ ખુશખુશાલ હતી. મનસ્વીને જોતાં ઉછળી પડી, "મમ્મા, હું ડાન્સ કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવી. હવે સ્ટેટલેવલે જવાનું છે. મારે પ્રેક્ટિસ માટે રોકાવાનું છે. પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ. .....ના પાડીશ."...મનસ્વીના ચહેરા પર સ્મિત આવી ગયું, વળગી પડી સ્તુતિને..."શાબાશ, કોંગ્રેટ્સ દીકુ, પણ બેટા, જમવાનું શું? ભૂખ નથી લાગી?"...." ઓહ મૉમ, હવે હું મોટી થઇ ગઇ છું, ડોન્ટ વરી. મેં કેન્ટીનમાં ખાધું છે. ને હું મારી ફ્રેન્ડ જોડે આવતી રહીશ. જો મારી સિનિયર છે, ક્ષિપ્રા....મારી પાર્ટનર. આપણી નજીકમાં રહે છે !"

....." કે, રોકાઇ જા, પણ મને ચિંતા કરાવીશ અને સરસ ડાન્સ શીખજે.”

"યસ મમ્મા, ખાસ કોરિયોગ્રાફર આવવાના છે! "

" કે, ગુડ, તો હું જઉં છું"

.."મમ્મા, કંઇ ડેવલપમેન્ટ? " સ્તુતિએ મનસ્વીને કાનમાં કહ્યું...

.." દાદીમા, વીલ લેટ યુ નો, ઇફ ઇટ ઇઝ, " કહી એના ગુલાબી ગાલ પર ઝીણી ચૂંટલી ખણી. અને સ્તુતિ કૂદતી કૂદતી ઓડિટોરીયમમાં પ્રેક્ટિસ માટે જતી રહી મનસ્વી ખુશ હતી, ઇચ્છતી હતી કે સ્તુતિ એની મનગમતી પ્રવૃત્તિ કર્યા કરે અને એક સારી કરિયર સાથે શોખ પણ વિકસાવે. એને થયું કે સાગર શું વિચારતો હશે મારા માટે ? બાર વાગ્યાનો ટાઇમ નક્કી કર્યો હતો અને બે વાગવા આવ્યા. સીધો ફોન કરતાં એને સંકોચ થયો. કોઇ મીટીંગમાં હશે તો? પહેલાં મેસેજ કરવા દે. મળવાનો સમય પૂછવા મેસેજ મોકલ્યો ત્યાં તો સાગરનો ફોન આવી ગયો. મનસ્વીએ પોતાને પણ સમજાય એવી ઉતાવળે ફોન ઉપાડ્યો. .."હાય, સૉરી...હું સમયસર ....ના, ના...કંઇ ખાસ નથી. કોઇ તકલીફ નથી, ખાલી જાણવું હતું કે અત્યારે મળી શકાશે? હા....આજે મળવું છે. ...તમને કોઇ તકલીફ તો નહીં પડે ને?... પ્લીઝ, ...હું હમણાં પહોંચું છું." પોતાના સમયસર પહોંચવા વિષે સાગરે ચિંતા વ્યક્ત કરી બદલ સંકોચ થયો પણ મનમાં એક આનંદ થયો કે પોતાનો કોઇ ખ્યાલ રાખે છે !.....અને ફોન મૂકતાં સાગરે કેવું પ્રેમથી કહ્યું કે. "વેઇટિંગ ".એના હ્રદયના ધબકારાએ હળવી ટપલી મારી હોય એમ ઉછળી ઊઠ્યું.

સવારે મનસ્વી ઊઠી ત્યારે વિચારેલું કે શાંત અને સ્વસ્થ રહેવું છે કારણ આજનો દિવસ ખૂબ અગત્યનો છે પણ એક પછી એક બનાવોથી એનું મન ડહોળાયેલું હતું. ઉચાટ હતો, બધું ખાળવાનો પ્રયત્ન કરતી સાગરની ઓફિસે પહોંચી. પગ મૂકતાં લાગ્યું કે નવી દુનિયામાં પગ મૂકી રહી છે. નૉક કરે પહેલાં તો સાગરે આવી ઑફિસડૉર ખોલ્યું. ...અને મનસ્વીનું સ્વાગત કર્યું. અનાયાસ એનાથી સાગર જેવા સભ્ય, સુશીલ અને સ્ત્રીદાક્ષિણ્યવૃત્તિવાળા પુરુષની સરખામણી કોઈ બીજાની જોડે થઈ ગઈ. પણ એણે મનને ટપાર્યું. જ્યારે જીવનમાં કંઈક સારું કરવું છે ત્યારે નરસી વાત મગજમાં લાવવી નથી. સાગરનો આભાર માની તેની આલિશાન ચેમ્બરની ચેરમાં ગોઠવાઈ. આમ તો ઘણી બધી વાર આવી ચૂકેલી પણ આજે કંઇક જુદી લાગણી થઈ રહી હતી! સાગરે પાણી મગાવ્યું અને જાણતો હતો કે મનસ્વીને કૉફી પસંદ છે એટલે બનાવવાની સૂચના આપી અને તરત પૂછ્યું; "એવરીથીંગ કે?, કંઇ તકલીફ નથી થઈ ને?"

"...ના, હા, બધું બરાબર છે "...મનસ્વી ઝડપથી સ્વસ્થ થવા માંડી

પહેલ મનસ્વીએ કરી. "સાગર, આપણે વાત થયા મુજબ મારી દીકરીને મેં વાત કરી. આપણે વિષે અને એક દીકરી તરીકે મારી વાત સમજી શકી છે, તેનો મને આનંદ છે "...સાગરના મોં પર 'હાશ' ચોખ્ખું વંચાતું હતું. "થેન્ક ગૉડ, મનસ્વી, મને ચિંતા હતી કે દીકરી હજી બાળક છે. એના મનમાં શું ચાલી રહ્યું છે તે ખબર પડે "

"હું એના મનોજગતની નજીક રહું એવો ખાસ પ્રયત્ન રાખું છું. "

."હા, મનસ્વી, સંતાનનું હિત પહેલાં, અને આપણે મળીએ તો વાતની તકેદારી આપણે ચોક્કસ લઇશું.”

"સાગર, નિયતિ પણ ઇચ્છતી લાગે છે કે આપણે મળીએ"

"થેન્ક્સ લોટ, હું ક્ષણની રાહ જોતો હતો. પણ તું એક સ્ત્રી છે અને તારી સાથે પાછી સ્તુતિ પણ છે એટલે તને નિર્ણય ફાવશે કે નહીં તેની ખાસ ચિંતા હતી મને "

મનસ્વીની આંખના ખૂણા થોડા ભીના થયા.પણ આંસુ પી જવાની ફાવટે મનસ્વી તે ગળી ગઇ."આપણે એક વખત સ્તુતિને લઇને ડીનર માટે જઇશું."

"હું પણ કહેવાનો હતો." અને બીજી એક વાત પણ કરવાની છે. "મનસ્વી બોલી ઊઠી.

"બેધડક કહે મનસ્વી, એટલા માટે તો આપણે મળ્યા છીએ."

"મને ફ્રેન્ડશીપ, સ્પેશિયલ ફ્રેન્ડશીપ કે લગ્ન, બધી વાતોમાં એક વચ્ચેનો રસ્તો સૂઝે છે.".

."ક્યાંક તારો ઇશારો લીવ-ઇન રીલેશન તરફ તો નથી? "

" સાગર, તમે બરાબર સમજ્યા. બહુ નાજુક મામલો છે. આપણે ત્રણેય જણા જેવા છીએ તેવા એક બીજાને સ્વીકારી શકીશું કે નહીં એવો વિચાર આવ્યા કરે છે. તો થોડા પ્રેક્ટીકલ થઇ રીતે આગળ વધીએ?"

"મનસ્વી, તમારી વાત હું સંપૂર્ણપણે સમજી શકું છું, એન્ડ ઇટ્સ અર્લી ટુ સે પણ મેં હોમ મિનિસ્ટર તમને બનાવવાનું વિચારી લીધું છે તો આપનો હુકમ સરઆંખો પર. હવે મને કહો કે તું અને સ્તુતિ ક્યારે મારી સાથે રહેવા આવશો?"

"સાગર, મને માફ કરજો, મારી નવી જિંદગી શરૂ કરવા જઇ રહી છું તમારી સાથે પણ મારો ભૂતકાળ મારી દીકરી સ્વરૂપે સાથે છે અને સમાજની દ્રષ્ટિએ હું ત્યક્તા છું. એટલે ફૂંકીફૂંકીને પગલું ભરવા માગું છું. સ્તુતિને પણ દુઃખ થાય નહીં ખાસ જોવાનું છે "

"હું પૂરેપૂરો સહમત છું, તારા મનમાં શું છે સ્પષ્ટ કહે "

"શું લીવ ઇન રીલેશન દરમિયાન તું અમારા ફ્લેટમાં અમારી સાથે રહી શકશે? વિશાળ બંગલો છોડી નાના ફ્લેટમાં ફાવશે? જ્યાં સુધી તારી પરિણિતા થાઉં ત્યાં સુધી, માફ કરશે? "

"શું વાત કરે છે, મનસ્વી? "

મનસ્વી એક મિનિટ ડઘાઈ ગઈ, શું બોલવું સમજણ પડી....

"સાગર, એક તો તમારી સાથે રહેવા મને મિલ્કતની જરૂર નથી. ..."

"કેમ એવી વાત કરે છે?, તને ક્યાં કોઈ કશું કહ્યું?, મારા વર્તનમાં લાગ્યું? "

"હું સેલ્ફ રિલાયન્સમાં માનું છું એટલે. અને બીજી વાત, કે અમારા માટે તું કેટલી તકલીફ વેઠી શકીશ? "

"આવું કેમ વિચારે છે ?"

"મારા પ્રશ્નનો ઉત્તર આપીશ, પ્લીઝ?"

"મને વિચારવા દે"

"કેમ, સમાજ શું કહેશે એવો ડર લાગે છે?"

"એવો ડર હોત મનસ્વી, તો આપણે આજે અહીં બેઠા હોત"

મનસ્વીને લાગ્યું કે થોડી વધારે પડતી વાત થઈ ગઈ. પણ આત્મરક્ષા અને પૂર્વાભાસ સ્ત્રીને કુદરતની દેન છે. હંમેશા જીવનના અગત્યના વળાંકે સતર્ક થઈ જતી હોય છે. અને સાગરના મનનો તાગ કાઢી લે તો એમાં ખોટું પણ શું છે?

"સાગર, મારી અપેક્ષા વધારે પડતી છે? "

"મને સમય આપશે વિચારવાનો?"

"જરૂર, સાગર.....ડૉન્ટ ટેક ઇટ અધર વે...."

"લેટ મી થીન્ક, મને થોડો સમય જોઈએ તારો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો. ..."

મનસ્વી સહેજ હસી અને બાય કહીને ઊભી થઇ. એને જવું નહોતું ગમતું પણ નિર્ણય પર અડગ હતી. દુપટ્ટો ટેબલની ધારમાં ફસાઈ જાત, પણ સંકોરીને બહાર નીકળી ગઇ. એક્ટીવાને કીક મારી અને ગતિ સાથે વિચારો શરૂ થઈ ગયા. સાગર જેવી વ્યક્તિને ગુમાવવાનો વારો તો નહીં આવે ને?રસ્તા પર ગલુડિયું પસાર થયું, અચાનક બ્રેક મારવી પડી. એક થડકો તો પેસી ગયો કે પોતાની જીદનો અંજામ કેવો આવશે? પણ જે વખતે એની પોતાની કશી અપેક્ષા હતી ત્યારે તો ઘણું સહી લીધું હતું. મારે હવે મારી શરતો પર જિંદગી જીવવી છે. વિચારમાં અને વિચારમાં ઘર આવી ગયું. યંત્રવત પર્સ ચાવી મૂક્યા, પાણી પીધું અને પોતાની જાતને સોફા પર ફંગોળી.

ફરી મગજ વિચારોના ફજરફાળકામાં બેસી ગયું. છેલ્લો અડધો કલાક નવા જીવન માટે અત્યંત મહત્ત્વનો હતો, પણ આજની સવાર તો. કોઈ નવી ભેટ લઈને આવી. એવી માહિતી મળી હતી કે ઇશ્વરનો આભાર માની પોતાના નસીબને સરાહે કે પછી એક વખત સપ્તપદીનાં ફેરા ફરીને પોતાનો ગણ્યો હતો માણસ માટે દુઃખી થાય? એને વિચાર આવ્યો. અંકુશ આવી હાલતમાં? એને નવાઇ લાગી. અંકુશ કપડાંની ઇસ્ત્રી બરાબર હોય તો મારી તરફ ઘા કરતો! મેચીંગમાં કેવી તકેદારી રાખતો? અને આજે તો કેવો લઘરવઘર હતો? કેટલો બદલાઇ ગયો છે?, અરે, રસ્તા પર ધ્યાન પણ નહોતું, મારી જોડે અથડાતાં અથડાતાં રહી ગયો! મનસ્વીના વિચારો ટીવી સિરિયલના રીપીટ ટેલિકાસ્ટની જેમ સવારની ઘટના પ્રમાણે ચાલવા લાગ્યાં. ...

સવારે સ્તુતિને સ્કૂલે ઉતારી, ચાર રસ્તા પાસે, ટ્રાફિક સિગ્નલ ઉપર, સાઇડ ક્લિયર થવાની રાહ જોતી મનસ્વી એકટીવાના ઘોડા પર દિવસના બધા કામ પર ચડાઇ કરવા તૈયાર હતી. સિગ્નલ ચાલુ થતાં એક માણસ અચાનક સામે આવી ગયો અને એની સાથે અથડાતાં રહી ગયો. બુરખાની જેમ મોઢે વીંટેલા દુપટ્ટાને લીધે માણસ એને ઓળખી શક્યો પણ જરુર ઓળખી ગઇ. હતો અંકુશ! એક વખતનો ચોવીસ કલાકનો સાથી. નજીક કેટલા આવ્યા પ્રશ્ન હતો પણ બહુ નજીકથી જોયો છે માણસ હતો.

અચાનક મનસ્વીને બીજો વિચાર આવ્યો. ઊભી થઈ, એક્ટિવાની ચાવી લઈને બહાર નીકળી. અંકુશનું ઘર આમ તો દૂર હતું પણ ત્યાં પહોંચી. એને કશુંક જાણવું હતું. એણે પોતાની જાણીતી સોસાયટીમાં એકટીવા દાખલ કર્યું. નાકે શાકભાજી અને ફળોની દુકાન હતી ત્યાં નાળિયેર કાપવાનું કહ્યું અને શાક તોલાવવા ઊભી રહી. થોડી વાર લાગી પણ પછી અંકુશ આવતો દેખાયો. સાવ ધીમે ધીમે બિમાર હોય એમ ચાલતો સોસાયટીના છેવાડાના એના પોતાના ઘરમાં ઘૂસ્યો. પણ શું સરવન્ટ ક્વાર્ટર કેમ ખખડાવી રહ્યો છે? કોઈ પોતાને જોતું તો નથી? એવી તકેદારી રાખી નજર ત્યાં ટકાવી રાખી. અરે, અંકુશના મમ્મી, કેવા થઈ ગયા છે પણ? બધું શું છે અહીં? તેના આશ્ચર્યની કોઈ સીમા રહી! આવું કેવી રીતે બને? બંને જણ કેવા કડેધડે અને ભલભલાને હંફાવે એવા હતા? શાકભાજીવાળાને શાક ઓર્ડર પ્રમાણે બાંધી રાખવાનું કહી સોસાયટીમાં અંદરની તરફના એક ઘર તરફ વળી. ભાવનાબહેનને ત્યાં. બહેન આમ તો એનાથી વયમાં મોટાં હતા પણ એમની સાથે મૈત્રીનો નાતો થઈ ગયેલો.

એક વખત એવો હતો કે શાક, ઘરવખરી, કરિયાણાની ખરીદી કરવા બન્ને સાથે જતાં હતાં. એક મોટીબેનની જેમ સહારો બની રહેતા. સંસારની ખાટી મીઠી વાતો કરતા બંને જણાં, સાસરું છૂટી ગયા પછી સંપર્ક છૂટી ગયેલો. તો આજે મન બાજુ દોડી ગયું. સૂકાયેલા કપડાં લેવા બહાર આવેલા ભાવનાબેને તેને જોઇ અને ખુશ થઇ ગયા.

"અરે, મનસ્વી, તું અહીં કયાંથી? આવ આવ, કેમ છે તું? "

"હું તો જીવનની મોટી થપાટ ખાઇને પણ સ્વસ્થ છું. તમે કહો કેમ છો? અને ખરું કહો તો મારે જાણવું છે કે ત્યાં શું ચાલી રહ્યું છે?".

"એટલે તારા સાસરાની વાત કરે છે?"

"હા"

"ત્યાંની વાત તો તું સાંભળે એમાં સારું છે. "

"કેમ એવું તો શું થયું? આજે મેં અંકુશને લઘરવઘર હાલતમાં જોયો!"

"અરે હા, તને તો કશી ખબર નહીં હોય નહીં? "

"કેમ શું થયું? ".

"અરે તારા ગયા પછી તો થોડા વખતમાં પેલી ચૂડેલ અહીં આવી ગઇ છે!".

"હેં ???!!!, શું વાત કરો છો?, કોઈએ ના પાડી? ".

"તારા ગયા પછી તો અંકુશ એકદમ ઉદ્ધત થઈ ગયો અને એના મા-બાપનું તો કંઇ ચાલ્યું નહીં!, જરાય સારી બાઇ નથી !".

"હે રામ! શું થઈ ગયું?

"હજુ તો પૂરી વાત તો સાંભળ, કહે છે કે અંકુશને એડ્સ થઈ ગયો છે !"

"ના હોય! !!!"

"હા, અને કારણ બતાવી પેલી બાઇએ બધાને સરવન્ટ ક્વાર્ટરમાં રહેવા મોકલી દીધા છે. પોતે બંગલામાં રહે છે. "

મનસ્વી લગભગ રડી પડી. "ભાવનાબેન, મારી જીંદગી બરબાદ કરનાર ને હું ક્યારેય માફ કરું પણ આવી દશા તો કોઇની કરે!"

"મનસ્વી, તું સારી છું એટલે તું બધાનું સારું ઇચ્છે છે, પણ આખા ગામમાં તો એમની બૂરાઇ થાય છે. અને લોકો કહે છે જે ખરાબ કરે છે, એમને ખરાબ ફળ મળે છે! "

મનસ્વી હવે રડી પડી. ભાવનાબેને તેને દિલાસો આપ્યો. " તો ઇશ્વરની લાઠી છે બેના! દુઃખ થાય છે પણ આપણે શું કરી શકીએ? લોકોનો વાંક છે ને? જવા દે વાત. બીજી વાત કર, સ્તુતિ કેમ છે?"

મનસ્વીએ સ્વસ્થ થઈ ને સ્તુતિ વિષે બધી વાત કરી. એણે કહ્યું કે હવે મેં છેડો ફાડી નાખ્યો છે એટલે હું કોઈ રસ લેવા નથી માગતી. હું જરાય લોકો વિષે બૂરું નથી ઇચ્છતી પણ વાત સાચી છે કે ઈશ્વરે મને સાચવીને નરકથી દૂર કરી દીધી છે. હું સ્ત્રી છું, ગુલામ નહીં અને એનું પતિપણું એણે બરાબર સાચવ્યું હોત તો મેં બધા નખરાં ઉઠાવ્યા હોત. હું મારું અસ્તિત્વ એને આપું જે પચાવી જાણે. પગ નીચે કચડવા પ્રયત્ન કરે તો હું દુર્ગા બની જાઉં છું. પણ પુરુષોત્તમ મળે તો એના ચરણોનું ફૂલ બની જાઉં

ભાવનાબેન સજળ નેત્રે એમની વહાલી બહેનપણીને જોઇ રહ્યા.

મનસ્વી ઘેર પાછી વળી. એનું મન વિચારોના ચકરાવે ચડ્યું હતું. વિચારતી હતી. મનોમન પ્રાર્થના કરતી હતી.

હું શક્તિ છું, પણ નાજુક પણ છું. હે પ્રભુ! મારા ભૂતકાળને દાટી દઉં છું પણ હું ચિંતિત છું કે મારા ભવિષ્યનું શું થશે. જે વ્યક્તિ જોડે સંબંધ હતો તેની અયોગ્યતાને લીધે છોડ્યો અને એક સુશીલ પુરુષને કસોટી પર ચડાવી રહી છું. કંઇ વધુ પડતું તો નથી થઈ રહ્યું ને? પણ એક વાત નક્કી કે મિલકત કે રંગરેલી માટે મારે કોઇ સાથી નથી જોઇતો. પણ મારે માટે અને મારી દીકરી માટે એક સારો રાહબર જોઈએ છે. જીવનનો ખોટો દાખલો ભૂંસી નવો લખવામાં સાગર મદદ કરશે? ફરી એક પૌરુષી અહમ મારા જીવનની નૈયાને ફંગોળી નહીં દે ને? શું મારી વાત સમજી શકશે? મને સ્વીકારી શકશે? એની જરુરિયાત, વાસ્તવિકતા અને ભવિષ્યની આશાઓનો મેળ થશે કે નહીં? .......,

ત્યાં ડૉરબેલ વાગી....સ્તુતિ આવી હશે વિચારી બારણું ખોલવા ઊઠી.

અર્ચિતા દીપક પંડ્યા

***