મનસ્વી - ૧૧ Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

મનસ્વી - ૧૧

મનસ્વી - ૧૧

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

આજે મનસ્વીના મનમાં વિચારોનું તુમૂલયુદ્ધ ચાલી રહ્યું હતું. સ્તુતિને જમાડી સુવાડી દીધી હતી. કેટકેટલા વિચારોની અવરજવર થઇ રહી! ગુસ્સો, આશ્ચર્ય કે આઘાત? મારી સાથે શું થઇ રહ્યું છે! પહેલાં અંકુશ અને હવે સાગર! સાગર પાસેથી મેં આવી અપેક્ષા નહોતી રાખી. મને તો એમ લાગ્યું હતું કે તે પિતા બનવાને સક્ષમ નથી એટલે મારી દીકરીને ભરપૂર પ્રેમ આપી શકશે. તો સૌથી મોટું કારણ હતું સાગરની વાત માની લેવાનું!’ આજે તે ખૂબ દ્વિધામાં હતી. વિચારોમાં ને વિચારોમાં કોફી ક્યાં પીવાઈ ગઈ ખબર પડી.

અચાનક ઘડિયાળ પર નજર પડી. સાગર આવતો હશે એમ વિચારી કોઈક દ્રઢ નિર્ણય સાથે તે બાથરૂમમાં હાથ-મોઢું ધોઈને બહાર આવી. આજે તેણે રેશમની બોર્ડેર વાળો ગુલાબી રંગનો કુરતો અને ગ્રે રંગનું લેગીંગ પહેર્યું અને પોતાની વિહ્વળતા છુપાવવા એકદમ હળવો મેકઅપ કરીને દીવાનખંડમાં આવી ત્યાં તો ડોરબેલ વાગી એટલે દરવાજો ખોલ્યો.

આવlતાની સાથે તે બોલી ઉઠ્યો, સોરી મન્ની, આજે એટલું બધું કામ હતું અને આખો દિવસ બીઝી રહ્યો એટલે તને ફોન કરી શક્યો. સ્તુતિ સૂઈ ગઈ? આજે મારાથી એની સાથે રમી ના શકાયું, કેવી મીઠડી છે આપણી દીકરી!”

હા, તો છે , પણ તને ખૂબ યાદ કરતી કરતી સૂઈ ગઈ. ચાલ, તું ચેન્જ કરી ફ્રેશ થઈને આવી જા! હું આપણા માટે રસોઈ ગરમ કરી દઉં, બહુ ભૂખ લાગી છેકહેતી તે રસોડામાં ગઈ. મનમાં તો વિચારતી હતી કે, જો તો કેવો કાચિંડાની જેમ રંગ બદલે છે!

રાત્રે સ્તુતિની બાજુમાં સૂતી. પણ આજે એની આંખમાં ઊંઘ જરાય નહોતી. આવતીકાલે શું કરવું એના વિચારો મનમાં ચાલી રહ્યા હતા. પરોઢિયે ચાર વાગે માંડ એને ઊંઘ આવી. ત્યાં સવાર પડી ગઈ. ઊઠીને ઝડપથી તૈયાર થઇ ગઈ. સાગર બ્રેકફાસ્ટ કરીને ઓફીસ ગયો, ત્યારે તેણે સાગરને જણાવી દીધું કે, બાળપણની ફ્રેન્ડ લતા યુ.કે.થી આવી છે. આજે બપોર સુધી એની સાથે રહેશે અને પછી વળતાં પોતે સ્તુતિને સ્કૂલેથી લેતી આવશે, એટલે ઓફીસ નહિ આવી શકે. અને સાગર મૂક સંમતિ આપીને નીકળી ગયો. આજે એને એકલું રહેવું હતું. મૂંઝવણમાં કશું સૂઝતું નહોતું. મનોમન કોઈક નિર્ણય લઇ એણે એકટીવા રહેવા દઈને ઓટો પકડી. સ્તુતિને સ્કૂલે છોડતી વખતે બહુ વહાલ કર્યું અને કહ્યું કે કદાચ જો લેવા આવતાં મોડું થાય તો રાહ જોવી, અને પ્રિન્સીપાલની કેબીનમાં બેસવું. સ્તુતિ અંદર પહોચી ત્યાં સુધી તેણે હાથ હલાવ્યા કર્યા. ખરેખર આજે તે એટલી વિચારોમાં ખોવાયેલી હતી કે, સ્તુતિ ક્લાસરૂમમાં પહોંચી ગઈ તો પણ તે ત્યાં ઉભી હતી. અચાનક ભાન થયું કે રીક્ષાનો વેઈટીંગ ચાર્જ ચડી રહ્યો છે. ત્યાં એનો વિચાર બદલાયો. રીક્ષાવાળાને પોતાની ઓફિસનું એડ્રેસ આપી ત્યાં લેવા જણાવ્યું.

તેને આમ અચાનક આવેલી જોઇને સાગર એકદમ ચોંકી ગયો.” અરે! તું તો આજે તારી ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની હતી ને! અચાનક ઓફીસમાં? એવરીથીંગ ઓલરાઈટ?”

અરે! કોઈ પ્રોબ્લેમ નથી. લતા સાથે વાત કરી. હજુ કાલે આવી છે એટલે એને જેટલેગ છે અને થોડું માથું દુખતું હતું એટલે નક્કી કર્યું કે કાલે કે પરમદિવસે મળીશું. બોલ, હવે તું મને કહે, સૌથી પહેલાં મારે શું કરવાનું છે? મિસ્ટર મહેતાની ફાઈલ સાઈન થઈને આવી ગઈ છે? અને મિસ્ટર અરોરા સાથે સૌથી પહેલાં વાત કરી લેજે. એમનો ચેક આવી જાય એટલે ડીસ્પેચ થઇ શકે. સાગરની સાથે થોડી ઓફિસની વાત કરી તે બહાર આવી. પ્યુનનેઘણાં બધાં સૂચનો આપ્યા અને પોતાના કામે વળગી. સાગરને લાગ્યું કે, આજે તે થોડી વધુ કોન્ફિડન્ટ હતી, એક રીતે તે એને ગમ્યું પણ ખરું.

પાંચ ક્યાં વાગી ગયા, ખબર ના પડી. કંઇક વિચારીને તે કેબીનની બહાર આવી, સ્તુતિની ફ્રેન્ડ યેશાની મમ્મીને ફોન કરીને કહી દીધું કે યેશાની સાથે સ્તુતિને પણ લઇ આવે અને પોતે સ્તુતિને એમના ઘરેથી સાત વાગે પીકઅપ કરી લેશે. સાથે-સાથે સ્તુતિની સ્કૂલમાં પણ વાત કરી લીધી.

સાગરની કેબીનમાં જઈને એને કહ્યું, ચાલને સાગર ક્યાંક જઈએ! કેવું સરસ વરસાદી વાતાવરણ છે! લોંગ ડ્રાઈવ પર જઈશું? સ્તુતિ તો યેશાની સાથે એના ઘરે જવાની છે. આપણે ઘરે જતાં એને લેતા જઈશું. ચાલ આજે ફક્ત હું અને તું, બીજું કોઈ નહીં. સાગરના ચહેરા પર એક રમતિયાળ સ્મિત આવી ગયું.

અરે વાહ મેડમ! આજે તો બહુ સરસ મૂડમાં છો ને! લો, મારું લેપટોપ બંધ! દિવસની તો હું ક્યારનો રાહ જોતો હતો! કોઈકવાર તો સ્તુતિ વિશે વિચાર્યા પહેલાં મારી સામે જોઇશ એવી ક્યારની આશા હતી! જોકે, સ્તુતિ પણ બહુ મીઠડી છે, મને ખૂબ વ્હાલ કરે છે.” એણે તરત સભાન થઈને ટોપિક બદલી કાઢ્યો, જે મનસ્વીથી છાનું રહ્યું પણ એણે જરાય રીએક્ટ કર્યા વગર સાગરનો હાથ પકડી લીધો.આજે ભીની-ભીની મોસમમાં લોંગ ડ્રાઈવ સાથે કોફી અને શેકેલો મકાઈ થઇ જાય, બહુ રોમેન્ટિક અદામાં તે બોલી. કારમાં બેસીને એણે સાગરના ખભે માથું ઢાળી દીધું. “ સાગર, તું મારા કારણે કેટલું સહન કરે છે, નહિ? તારો બંગલો છોડીને અહીં મારી સાથે રહેવા આવ્યો, સ્તુતિનું કેટલું બધું ધ્યાન રાખે છે! તું મને આટલો બધો પ્રેમ કરે છે! ફક્ત મારા માટે તારી બધી સાહેબી અને સવલત છોડીને અહીં હેરાન થાય મને નથી ગમતું. સાચું કહું! મારો પહેલાંનો જે નિર્ણય હતો કે તારી સાથે અમે તારા બંગલે ક્યારેય નહિ આવીએ, એના પર ફરીથી વિચાર કરવાનું વિચારી રહી છું.” અને તેણે સાગર સામે જોઇને એક માદક સ્મિત ફેંક્યું.

સાગર અચાનક આવેલા પરિવર્તનથી ચોંકી ઉઠ્યો. તો ઈચ્છતો હતો! રામ જાણે! આજે ઈશ્વર પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યો હોય એમ લાગ્યું. “ અરે વાહ! આજે ઉગ્યો સૂરજ પૂર્વમાં હતો ને! આજે તું મારા મનની વાત કરી રહી છે મન્ની! હું કોઈ સપનું તો નથી જોતો ને? સાચે મન્ની, યુ આર માય ડાર્લિંગ! ધેટ્સ વ્હાય આઈ લવ યુ! એક સાથે એક હજાર બલ્બ ચાલુ થયા હોય એમ એનો ચહેરો ખુશીથી ઝળકી ઉઠ્યો.

આમને આમ રોમાંચક અઠવાડિયું વીતી ગયું. મનસ્વી સાગરને હવે પહેલાં કરતાં વધુ સમય આપતી હતી. એનો સંતોષ એના ચહેરા પર ઝળકતો હતો. હવે મનસ્વી સાગરની કારમાં એની સાથે ઓફીસ જતી. અને આખરે દિવસ આવી પહોંચ્યો. આજે સાંજે બન્ને મા-દીકરી સાગરના બંગલે શીફ્ટ થવાના હતાં, એથી સાગર ઓફીસ જઈને બંગલે બધી વ્યવસ્થા કરવા ગયો. થોડું ઓફિસનું કામ પેન્ડીંગ હતું જે કરવા તેણે મનસ્વીને રીક્વેસ્ટ કરી અને મનસ્વીએ હામી ભરી એટલે તે રવાના થયો.

એકાદ કલાકમાં કામ પતી ગયું, હવે શું કરવું એમ વિચારતાં મનસ્વીએ સાગરના લેપટોપમાં સોશિયલ સાઈટ ખોલી અને એને ખૂબ સરળતાથી સાગરની પત્ની રિયાનું પ્રોફાઈલ મળી ગયું. કેટલી સુંદર દેખાતી હતી રિયા! ઓહ ગોડ! હજુ પણ તે સાગરના ફ્રેન્ડલીસ્ટમાં છે! એના પ્રોફાઈલમાં કોમન ફ્રેન્ડ લીસ્ટમાં એક નામ જોયું. જોતાં એની આંખમાં ચમકારો થયો. એણે એનું પ્રોફાઇલ ખોલ્યું. ડિટેલ્સ જોઈને

ઓહ! તો મલય ગાંધી! પોતાના પપ્પાના ઘરના સાખપાડોશીનો છોકરો તો નહીં? દરેક રક્ષાબંધને તે મારી પાસે રાખડી બંધાવતો, અને પછી એવી ગીફ્ટ આપતો કે હું ખીજાઈ જતી. એક વખત તો એણે મારી બર્થડેમાં સરસ રીતે પેક કરેલો વાંદો આપ્યો હતો. કેટલું રડી હતી, દિવસે મેં એને કેટલો મારેલો! નાનેથી મોટા સાથે થયા અને ખૂબ ઝગડ્યા પણ ખરા ને ખૂબ પ્રેમ પણ કર્યો સગા ભાઈની જેમ . મનસ્વીને બાળપણથી માંડીને કોલેજ સુધીના દિવસો યાદ આવી ગયા. એક સ્કૂલમાં હતા બધા. મલય અને એની બહેન, મનસ્વી અને એનો મોટો ભાઈ મયંક. સાથે આવતા જતાં. મલય બહુ શરમાળ, બધા સાથે જલ્દી ના ભળે, પરંતુ ભણવામાં ખૂબ હોંશિયાર એટલે બધા એની સાથે દોસ્તી કરવા મથતા. મનસ્વી પણ મયંકભાઇ કરતાં મલયની વધુ નજદીક હતી. પછી લોકો લંડન શિફ્ટ થઇ ગયા પછી કોઈ કોન્ટેક્ટ રહ્યો નહીં. પ્રોફાઈલ પિકચરમાં હજુ પણ મલય એવો હેન્ડસમ દેખાય છે! પોતાના ખૂબ નજીકનો ભાઈ સમાન મિત્ર આજે કેટલા વખતે જોયો! આખી પ્રોફાઈલ ચેક કરી, પણ ક્યાંય કોન્ટેક્ટ નંબર નહોતો એટલે મેસેન્જરમાં મેસેજ મૂકી દીધો અને મળવા માટે ઇન્વાઇટ કર્યો.

સાડાચાર વાગી ગયા હતા, મનસ્વી જલ્દી બધું સમેટી તૈયાર થઈને નીકળી, સ્તુતિને લઈને ઘરે પહોંચી ત્યાં વાગી ગયા હતા. બધું ફાઈનલ પેકિંગ પતાવી રહી હતી ત્યાં સાગરની ગાડીનું હોર્ન વાગ્યું. બહાર ડીનર પતાવીને પછી સાગરને ત્યાં જવાનું હતું એટલે કશું બનાવવાની ચિંતા નહોતી. થોડી કોલ્ડ કોફી બે ગ્લાસમાં કાઢીને લાવી. સ્તુતિએ તો ઘરે આવીને દૂધ સાથે સેન્ડવીચ ખાઈ લીધી હતી એટલે ડીનરમાં થોડું મોડું થાય તો ચિંતા નહોતી.

સાગરને બંગલે પહોંચ્યા ત્યારે રાતના સાડાદસ થવા આવ્યા હતા. સ્તુતિ તો અડધી ઊંઘમાં હતી એટલે એને સુવાડી દીધી. સાગરનો બંગલો વિશાળ હતો, ખૂબ સુંદર એન્ટીકસ અને આર્કિટેક્ચરથી મઢેલો હતો.જો સાગરની અને એના મિત્રની વાત એણે સાંભળી ના હોત તો આજે એને સાગર માટે બહુ માન અને અહોભાવ થાત કે પોતાને માટે થઈને આવું ભવ્ય રહેઠાણ છોડીને પોતાના સાવ નાના ફ્લેટમાં રહેવા આવ્યો! “બેડરૂમ પણ કેટલો સુંદર છે!’ હજુ વિચારી રહી છે ત્યાં મોબાઈલમાં મેસેન્જરમાં મેસેજ આવ્યો, જોયું તો મલયનો! એય જેમ્સ બોન્ડની નાની, કેટલા વખતે મળી! હું એક વાર ઈન્ડિયા આવેલો ત્યારે બહુ કોશિશ કરી તને શોધવાની પણ તમે ઘર બદલ્યું હતું ને પછી ક્યાંયથી એડ્રેસ ના મળ્યું! કેમ છે તું? ક્યારે મળે છે? કેન યુ ગીવ મી યોર મોબાઈલ નંબર?” બહુ વર્ષોની વાતો ભેગી થઇ છે. જલ્દી મળીએ. ફોર અવર ગુડ ઓલ્ડ ડેયઝ

મનસ્વીએ એને ફોનનંબર મેસેજ કરી દીધો અને ફ્રેશ થઈને સ્તુતિની બાજુમાં બેઠી. દીકરીના માથે હાથ ફેરવતી હતી ને ત્યાં ફોનની રીંગ વાગી, રીસીવ કર્યો તો સામે છેડે મલય હતો.

હાઈ મનસ્વી! કેમ છે તું? જગ્ગા જાસૂસે મને કેવી રીતે શોધી કાઢ્યો?”

હમણાં કશી વાત નથી કરવી એમ વિચારી એણે કહ્યું, તું રિયાના ફ્રેન્ડલીસ્ટમાં હતો, એટલે શોધી શકી. રિયાને હું ઓળખું છું.”

ઓહ રિયા? યુ મીન રીયા સચાનીયા?’ મલયે આશ્ચર્યથી કહ્યું’ ‘ .કે. હું હાલ ઇન્ડિયામાં છું, હવે કાલે કેટલા વાગે મળવું છે? કેવું ચાલે છે તારી લાઈફમાં! બહુ વર્ષોની વાતો ભેગી થઇ છે. બીજા દિવસે મળવાનું નક્કી કરી એણે ફોન મૂક્યો ત્યાં સાગર રૂમમાં દાખલ થયો.

મન્ની, કશું જોઈતું હોય તો કહેજે, તારી અને સ્તુતિની બધી જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરી છે પણ ક્યાય ચૂક થઇ જાય તો બિન્દાસ્ત કહી દેજે, આમ તો હજુ ઘર બેચલરનું છે.” અને બંને ખડખડાટ હસી પડ્યાં.

સવારે પોતે સ્તુતિને સ્કૂલે મૂકીને સીધી બહાર જવાની છે એમ કહ્યું અને સાગરે પણઓકે, સાંજે જલ્દી આવી જજે, ખૂબ સરસ ગુજરાતી નાટકના પાસ લાવ્યો છું.” એમ કહી એક સ્માઈલ આપી ઓફીસ જતો રહ્યો.

સીસીડીમાં પહોચી તો મલય સામેના ટેબલ પર બેઠો હતો. ‘કેટલા વખતે મળ્યો, પણ સાવ એવો ને એવો દેખાય છે!’ એમ વિચારતી તે ટેબલે પહોચી. મલયે ખૂબ ઉત્સાહ અને ઉષ્માથી એનું સ્વાગત કર્યું. સાચું કહું તો આજે મનસ્વીને પોતાને એટલી બધી ખુશી થઇ રહી હતી, જાણે કોઈક પોતાનું વર્ષો બાદ મળ્યું! મલયે કોફી અને સેન્ડવીચ ઓર્ડર કરી ને પછી વાત શરુ કરી, અરે મનસ્વી, તું તો ઝાંસીની રાણી જેવી હતી! આમ કેમ સાવ શાંત દેખાય છે? તું નાની હતી ત્યારથી કેટલા ઊંચા સપનાં જોતી! રમકડાના પ્લેનમાં પણ તું ઉડીને સાત સમંદર પાર પહોંચી જતી. આટલી ઠાવકી અને ઠરેલ બનીશ એવું મેં નહોતું ધાર્યું. અરે! આપણે પેલાં રમીલામાસીના ત્યાં એકવાર જમવા ગયાં, અને આપણે બધા ફ્રેન્ડસ મળીને એમની બધી ખીર ખુટાડી દીધી હતી, નહીં?” અને બંને ખડખડાટ હસી પડ્યાં.

તું પણ તો કેટલો જબરો હતો મલય! પેલા સામેવાળાં રંજનમાસી એક વાર તને કાચ તોડવા બદલ લડ્યાં, એમાં તેં પાણીની પાઈપ ચાલુ કરી એમનાં બધાં સૂકાયેલાં કપડાં પલાળી નાખ્યાં હતાં! બાય વે, તું લંડન છે ને?”

ના, લંડનમાં પાંચ વર્ષ રહ્યાં, પણ સેટ નહોતું થવાતું, એટલે કેનેડા શિફ્ટ કર્યું, અને હાલ ત્યાં છું. મારી બંને દીકરીઓ ત્યાં ભણે છે અને ખૂબ હોશિયાર છે. હમણાં થોડા કામો પતાવવા આવ્યો છું.

સેન્ડવીચ અને કોફી તો બાજુમાં રહી ગયાં અને ક્યાંય સુધી વાતો ચાલતી રહી અચાનક મલયને યાદ આવ્યું અને બોલી પડ્યો, જો ને, આટલા વર્ષો પછી તું મને મળી રિયાને લીધે! તું કેવી રીતે ઓળખે રિયાને?”

મારા ફ્રેન્ડની ફ્રેન્ડ હતી.” હમણાં બધી વાત નથી કરવી એમ વિચારીને એણે અધૂરો જવાબ આપ્યો. તે મારી વાઈફ વૈશાલીની કઝીન હતી, એની સાથે બહુ ખરાબ થયું.” મલય થોડો ઉદાસ થઇ ગયો.

ઓહ, હું એટલી સંપર્કમાં નથી, શું થયું એને?” મનસ્વીની આંખો ચમકી

અરે, એમ કંઈ હું એના ટચમાં નહોતો, એક-બેવાર ફંકશનમાં મળી ગયા હતા. પણ તે વૈશાલીથી બહુ ક્લોઝ, એટલે બંને બહુ વાતો કરે. મારા લગ્ન પછી તેણે પણ કોઈ સાગર સચાનિયા સાથે મેરેજ કરી લીધાં હતા અને અહીં રહેતી હતી. પણ એને પાત્ર ખોટું મળ્યું. પેલો માણસ એને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, રિયા ઘણીવાર પેટછૂટી વાત વૈશાલીને કરતી. ઘણીવાર વૈશાલી મારી સામે એનો બળાપો કાઢતી. બિચારીને કેટલી સતાવી હશે કે, તેણે આત્મહત્યાનો માર્ગ લેવો પડ્યો હશે! છોકરીનાં સપનાં પણ બહુ ઊંચાં હતાં. આર્ટિસ્ટ હતી. એને તો બહુ આગળ વધવું હતું અને પોતાનું નામ કમાવું હતું બિચારીનું નામ દુનિયામાંથી ભૂંસાઈ ગયું!”

મલય જે કઈ બોલતો હતો હતો, મનસ્વી સાંભળતી હતી. માય ગોડ! સાગર સચાનિયા એટલે તો મારો સાગર! સાચે મારા સાગરની વાત કરે?’ માની નહોતી શકતી પણ માનવાનું કોઈ કારણ પણ હોતું. એને લાગ્યું કે એને ચક્કર આવતા હતા. પગ નીચેથી ધરતી જાણે ખસતી હતી.

સુષમા ઠક્કર

***