×
મનસ્વી - ૧

પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોનું પ્રતિબિંબ ઝીલતું હતું, ને પોતાને પણ સોનેરી રંગની આભા સાથે ચમકાવતું હતું. વહેલી સવારનું ખુશનુમા વાતાવરણ ...વધુ વાંચો

“હાય, મનસ્વી કેમ છે તું? બહુ દિવસે આપણે મળ્યા!” “હા યાર!” કહી કશ્તી એને ભેટી પડી. કશ્તી અને મનસ્વી સાથે હોય ત્યારે એ બન્ને કોલેજજીવનમાં હતા તેવાં નિર્દોષ અને તોફાની બની જતાં. “ ઓયે, બસ આમ બહાર જ ઉભા રહેવાનો વિચાર છે ...વધુ વાંચો

એક્ટીવાને એક બેકરી પાસે પાકૅ કરીને મનસ્વી અંદર ગઈ. મનમાં આવી અને દેખાઈ એવી કેટલીય વસ્તુઓ એણે ખરીદી લીધી. પૈસા ચૂકવી, બહાર આવીને એક્ટીવા સ્ટાટૅ કર્યું. સાંજનો સમય હતો. ટ્રાફિક વધારે હતો. રેડ સિગ્નલ પાસે એક્ટીવા રોકીને એ વિચારવા ...વધુ વાંચો

મનસ્વી પોતાના શબ્દો ગોઠવવા માંડી. સ્તુતિએ તો ખૂબ જ સહજતાથી કહ્યું, “હા, બોલ મમ્મા, હું નહીં સમજું તો તને કોણ સમજશે” પરંતુ એ હતી તો હજુ બાર જ વર્ષની, બાળક જ કહેવાય. આવડા બાળક પાસેથી એકલતા શું છે ...વધુ વાંચો

સમયનાં વહેણમાં જ્યારે પાછો ધક્કો વાગે અને ભૂતકાળ સામે આવે, ત્યારે એ હતો એના કરતાં પણ ભયંકર સ્વરૂપ લઈ આવે છે. સુંદર મનસ્વીના ચહેરા પરની રેખાઓ દેખાડતી હતી કે અંકુશનું આમ અચાનક સામે આવી જવું એને જરા હલાવી તો ...વધુ વાંચો

મનસ્વી વિચારમાં પડી ગઈ છે. અંકુશને જે હાલતમાં જોયો તેનાથી તેનું હૈયું કંપી ગયું હતું. વિચારમાં ને વિચારમાં એને ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી. ડૉરબેલ વાગી ને તે ઝબકીને જાગી ગઈ. બારણું ખોલીને જોયું તો સામે ...વધુ વાંચો

અંકુશ ધમકીઓ આપીને ચાલ્યો ગયો.એ પછી સાગરના મનમાં સતત એ જ વિચાર ચાલતો હતો કે અંકુશની વાત મનસ્વીને કરવી કે નહીં ? અંકુશે આજ બહુ ખરાબ રીતે સાગરને અપમાનિત કર્યો હતો. સાગરને થયું કે જો આ વાત હું મનસ્વીને ...વધુ વાંચો

ગઈ કાલે અંકુશનું આ રીતે ઘેર આવવું, સાગર સાથે તકરાર અને ધાકધમકીઓ સ્તુતિએ સાંભળી હતી. એ કારણે એ ખૂબ મૂંઝાઇ ગઈ હતી. સાંજે બહાર ગયા અને થોડું વિસરાઈ ગયું. સવારે ઉઠતાં જ એણે મનસ્વીના ચહેરા પર જે ચમક જોઈ ...વધુ વાંચો

સ્તુતિનું નામ લખેલી ડૉ.આકાશ સાહુની ફાઇલ સાગરના કબાટમાં …? એ પણ એની ખૂબ અગત્યની ફાઈલો સાથે ! મનસ્વીને નવાઈ લાગી અને આઘાત પણ. સાગરે આ નવા ડોક્ટરને ક્યારે બતાવ્યું? મને વાત પણ ન કરી? ફાઈલ હાથમાં લઇ અંદરના રિપોર્ટ્સ ...વધુ વાંચો

સાગર પ્રત્યે મનસ્વીને શક પડવા માંડ્યો હતો. પણ જે રીતે સાગર સ્તુતિની સંભાળ રાખતો હતો એ જોતાં એ વિમાસણમાં પડી કે સાગર મારાથી કશું છુપાવતો હશે! કોઈ ગંભીર બિમારીનો ભોગ તો નથી બની ને સ્તુતિ? એ વ્યાકુળ થઈ ઉઠી. રૂમમાં ...વધુ વાંચો

આજે મનસ્વીના મનમાં વિચારોનું તુમૂલયુદ્ધ ચાલી રહ્યું હતું. સ્તુતિને જમાડી સુવાડી દીધી હતી. કેટકેટલા વિચારોની અવરજવર થઇ રહી! ગુસ્સો, આશ્ચર્ય કે આઘાત? ‘આ મારી સાથે શું થઇ રહ્યું છે! પહેલાં અંકુશ અને હવે સાગર! સાગર પાસેથી મેં આવી અપેક્ષા ...વધુ વાંચો

મલય હજી કંઇક બોલતો હતો, પણ મનસ્વીનું મન જાણે ક્યાંક ખોવાઈ ગયું. બધું ગોળગોળ ફરતું હોય તેમ લાગ્યું, મોં પરથી લોહી ઉડી ગયું અને ચહેરો સફેદ પૂણી જેવો થઇ ગયો . મલય ચમક્યો, અરે! શું થયું મનસ્વી? ...વધુ વાંચો

“ડાર્લિગ, તૈયાર છું ને! બસ દસ મિનિટમાં પહોંચ્યો.” મોબાઈલની રીંગ વાગતાં વિચારોમાં ખોવાયેલી મનસ્વીના કાનને આજે ‘ડાર્લિંગ’ શબ્દ ખૂંચ્યો. મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું મનસ્વીને અંતરમનનો એક અવાજ જાણે સંભળાયો, “મનસ્વી, હમણાં સાગર સાથે એકદમ નોર્મલ રહે. જીવનને કયો ...વધુ વાંચો

રવિવારની સવાર હતી. રસ્તા લગભગ ખાલી હતા. સાગરનો બંગલો શહેરના છેવાડે હતો. નિકુંજભાઈ શહેરના ભરચક વિસ્તારની એક સોસાયટીમાં ટેનામેંટમાં રહેતા હતા. મનસ્વી અકળાયેલી હતી અને રસ્તા ખાલી. ખૂબ ઝડપથી એક્ટિવા ચલાવતી એ નિકુંજભાઈને ઘેર પહોંચી. ત્યાં એક્ટિવા પહોંચ્યું કે ...વધુ વાંચો

-