મનસ્વી - 9 Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનસ્વી - 9

મનસ્વી - 9

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

સ્તુતિનું નામ લખેલી ડૉ.આકાશ સાહુની ફાઇલ સાગરના કબાટમાં …? પણ એની ખૂબ અગત્યની ફાઈલો સાથે ! મનસ્વીને નવાઈ લાગી અને આઘાત પણ. સાગરે નવા ડોક્ટરને ક્યારે બતાવ્યું? મને વાત પણ કરી? ફાઈલ હાથમાં લઇ અંદરના રિપોર્ટ્સ જોતાં એનું આશ્ચર્ય અને આઘાત બેવડાયા. રિપોર્ટ્સ મનસ્વી પાસે હતા રિપોર્ટ્સ કરતાં તદ્દન જુદું કહેતા હતા. સાગર સ્તુતિને બીજા ડોક્ટર પાસે લઈ ગયો? કેમ, ક્યારે, કેવી રીતે વગેરે વિષે અનેક પ્રશ્નોના વર્તુળમાં ઘેરાતી મનસ્વીને ચક્કર આવી ગયા જાણે! સ્તુતિના પેટનો એક્સ-રે કરાવેલો પણ હતો એમાં. મનસ્વી વધુ આગળ ફાઈલ જોવાનું કરે તે પહેલાં એના નામની બૂમ સંભળાઈ. સાગર બોલાવી રહ્યો હતો. મનસ્વીએ ફાઈલ જ્યાં હતી ત્યાં ગોઠવીને સાગરને જે ઓફિસ ફાઈલની જરૂર હતી તેને હાથમાં લીધી. જાણે કાંઈ બન્યું હોય, એવું બતાવવા માટે સ્વસ્થ દેખાવું જરૂરી હતું. એક ઊંડો શ્વાસ લઇને, મોટેથી "આવું છું" બોલતાં એણે દુપટ્ટો ચહેરા પર ફેરવી લીધો. કારમાં સાગરને ફાઇલ પકડાવતા એણે એના તરફ એક નજર ફેરવીને ઔપચારિક સ્મિત ફરકાવી લીધું, બહાને જોઈ પણ લીધું કે સાગર જરાકે અપસેટ દેખાય છે? પરંતુ સાગરના ચહેરા પર નરી સ્વસ્થતા જોઈને એને ખૂબ નવાઈ લાગી. લગભગ એકાદ વર્ષના સહવાસ દરમિયાન પોતે કોઈ વાત સાગરથી છુપાવી નહોતી અને પણ કોઇ ખાસ વાત છુપાવે નહીં એવું અત્યાર સુધી પોતે માનતી હતી. પણ એના વિશ્વાસને એક ફાઈલના રહસ્યએ ઠેબે ચડાવ્યો હતો. એનું મન માનવા તૈયાર નહોતું કે સ્તુતિની તબિયત બાબતની કોઈ મહત્વની વાત સાગર પોતાનાથી છુપાવી રહ્યો છે.

બધા વિચારોમાં ખોવાયેલી રહી. આખરે વિચારીને એવા નિર્ણય પર પોતાની જાતને રોકી લીધી કે, જે કાંઈ પણ હશે સાગર પોતાને એકાદ દિવસમાં જણાવશે . કોઈ કારણથી મને હાલ પૂરતી વાત નથી કરી અથવા તો ભૂલી ગયો હશે. ચોવીસ કલાકમાં વાત ના ઉખડે, તો પછી સીધું પૂછી લઇશ કે મામલો શું છે! lબીજા ડોક્ટરને બતાવવું પડે એવું શું થયું છે સ્તુતિને? એવી કઇ ગંભીર બાબત છે? " આટલા નિર્ણય પર આવીને ઓફિસ જવા તૈયાર થવા માંડી. આજે ઓફિસમાં કામ ખૂબ વધારે હતું. પોતે આખો દિવસ સાગરની સાથે રહીને કામમાં મદદરૂપ થશે એવું ગઈકાલે નક્કી કરેલું એટલે મનસ્વીએ ફરજિયાતપણે સાંજ સુધી રહેવાનું હતું પણ એનો જીવ તો હજી પણ ઘરના કબાટમાં છુપાયેલી પેલી ફાઈલમાં રહેવાનો હતો.

લંચ અવરમાં જમતાં જમતાં પણ સાગર રોજની આદત મુજબ એકદમ રિલેક્સ હતો. આડી અવળી વાતો કરતા સાગરને મનસ્વીએ ખૂબ ધીમેથી અને સહજતાથી પૂછી લીધું કે, તે બંને વચ્ચેની કોઈ ખાસ વાત કહેવાનું ભૂલી ગયો હોય એવું છે કે કેમ! સાગર એક સેકન્ડ અટક્યો અને પછી વાતને બિઝનેસની કોઈ અગત્યની ડિલ અને ક્લાયન્ટની મીટીંગ તરફ વાળી લીધી. મનસ્વીએ મનોમન વાતની નોંધ લીધી

સાંજે ઓફિસનું કામકાજ પતાવીને બંને સાથે ઘેર જવા નીકળ્યા. ઘરની નજીક પહોંચતાં સાગરે રસ્તામાં કારનેહેવમોર' પાસે ઊભી રાખીને સ્તુતિ માટે આઇસ્ક્રીમનું ફેમીલી પૅક ખરીદ્યું. સ્તુતિની ફેવરિટ ફ્લૅવરનો ખ્યાલ હતો સાગરને! સાગર માટે પોતાના નકારાત્મક વિચારો બદલ મનસ્વીના હૈયામાં પીડા થઈ. ફરીથી નિર્ણય પર આવી ગઈ કે પોતે ખૂબ ધીરજથી કામ લેશે, સાગરને દુઃખ લાગે એવી રીતે કોઈ પૂછપરછ નહિ કરે. એક દિવસ રાહ જોઈ લેવામાં શું ? અને ફાઈલ તો ઘરમાં છે ને, પછી જોઈ લેવાશે.

" હાય મમ્મી-ડેડી, તમે આવી ગયા! વાઉ, ડેડી ચોકલેટઆઇસ્ક્રીમ! બોલતી સ્તુતિ વારાફરતી બંનેને વહાલથી વળગી.

" યુ આર સો કેરિંગ, ડેડી! મને આજે આઈસક્રિમ ખાવાનું ખૂબ મન હતું. થેન્ક યુ એન્ડ લવ યુ સો મચ."

મનસ્વી કાંઈ બોલ્યા વગર બંને વચ્ચે વહેતા લાગણીના પ્રવાહને જોઈ રહી. તો જોઈતું હતું એને સ્તુતિ માટે.

" તને ખબર છે, બેટા.. તારી મમ્મી આજે મારી સાથે કિટ્ટા હોય ને જાણે, એટલું ઓછું બોલી છે. કારણ તું પૂછી જો, મેડમ મારાથી નારાજ તો નથી ને..?

" ટેઇક ઇટ ઇઝી, સાગર! ઇન ફેક્ટ, સવારથી માથું દુખે છે. કંઇ બોલવાનું મન નથી થતું એટલે તને એવું લાગ્યું. આજે બહાર જમવાનું કેન્સલ કરીએ. હું સાદું કશું જમવાનું બનાવી લઉં છું. થોડું જમીને વહેલું સૂઈ જવું છે."

" અરે, વાત તો કરાય ને મનેહું ઓફિસે આવવાનું ના કહેત ને ! હવે એક કામ કર..તું જમીને એકક્રોસીન' ખાઈને સૂઈ જજે એટલે સારું થઈ જશે.કે.?" ખૂબ ચિંતિત સ્વરે સાગર બોલ્યો.

" શ્યોર સાગર એન્ડ ડૉન્ટ વરી" બોલતાં મનસ્વી લાગણીથી થોડીક ભીંજાઈ ગઈ જાણે.

કપાળ પરવિક્સ' લગાવીને માથા સુધી ઓઢીને સૂતેલી મનસ્વીની આંખોથી ઉંઘ તો જોજનો દૂર હતી. આજે શી ખબર કેમ રહી રહીને સ્મરણની સપાટી પર આવતું હતું સંદીપનું નામ..

બાળપણનો પડોશી અને પરમ મિત્ર સંદિપ, જે મનોમન પોતાને એકતરફી પ્રેમ પણ કરતો હતો ! કોલેજમાં આવતાં સાથ છૂટી ગયો હતો. એના મેડિકલના અભ્યાસમાં બીઝી થયો અને પછી રહેઠાણ પણ બદલાયું એમનું. પરંતુ અંકુશ સાથે લવ મેરેજ કર્યા પછી એકવાર એક મોલમાં મળી ગયેલો. પોતે કશ્તીની સાથે હતી તોય પાંચ મિનિટની મુલાકાતમાં સંદિપે પૂછી લીધેલું, તેં મારી રાહ પણ ના જોઈ, મનસ્વી! મારામાં શું કમી હતી કે મને એકરાર કરવાનો કોઈ મોકો આપ્યો ?" વાતને મજાકમાં ઉડાવીને સાથે કોફી પીને છૂટા પડ્યા. પછી આજ સુધી કોઈ દિવસ સંપર્ક થયો નથી. વ્યવસાયમાં સેટલ થઈને એણે પીડીયાટ્રીશીયન તરીકે ખૂબ નામ મેળવ્યું હતું એવી તો ખબર હતી.

મનસ્વીને વિચાર આવ્યો કે કાલે સવારે સાગર ઓફિસે જાય પછી કબાટમાંથી પોતે ફાઈલ લઇને નવા ડોક્ટરનો સીધો સંપર્ક કરશે અને સ્તુતિના રિપોર્ટ્સની વાત કરશે. સાગર સાથે ચર્ચા થાય પછી એને સાથે લઇને રુબરુ પણ મળી લઇશું. વિચારોને મુકામ મળતાં મનસ્વીને સવાર સુધી નિરાંતે ઉંઘ આવી ગઈ. બીજે દિવસે તબિયત નરમ હોવાનું બહાનું કાઢીને એણે ઓફિસ જવાની ના પાડી. સાગરને કાર સુધી વળાવીને પોતાના રૂમમાં આવી. જલ્દી જલ્દી કબાટ ખોલીને સ્તુતિની ફાઈલ શોધવા માટે બધી ફાઈલોનો ઢગલો કર્યો. પરંતુ ઢગલામાં ક્યાંય સ્તુતિની પહેલા ડોક્ટરની ફાઈલ નહોતી. મનસ્વી આઘાત અનુભવતી ક્યાંય સુધી એમ બેસી રહી.

ક્રિષ્ના આશર.

***