મનસ્વી - 10 Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

મનસ્વી - 10

મનસ્વી - 10

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

સાગર પ્રત્યે મનસ્વીને શક પડવા માંડ્યો હતો. પણ જે રીતે સાગર સ્તુતિની સંભાળ રાખતો હતો જોતાં વિમાસણમાં પડી કે સાગર મારાથી કશું છુપાવતો હશે! કોઈ ગંભીર બિમારીનો ભોગ તો નથી બની ને સ્તુતિ?

વ્યાકુળ થઈ ઉઠી. રૂમમાં લગાવેલી ભગવાનની છબી સામે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી. એની આંખો છલકાઈ ઉઠી. એને લાગ્યું કે તદ્દન તદ્દન એકલી હતી. અત્યાર સુધી પોતાની સમસ્યા સાગર સાથે વહેંચતી, પણ આજે સાગર રહસ્યમય બન્યો, અને તે પણ એના કલેજાના ટુકડાની બાબતે.

એને પેલું ફિલ્મગીત યાદ આવી ગયુ. “ચીંગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે”.

પણ તો મનસ્વી, મકકમ મનની. તરત ઊભી થઈ. કંઈક દ્રઢ નિર્ણય સાથે.

લાઈટ પીચ કલરની શિફૉનની કુર્તી ને બ્લેક એંકલ લેગીંગમાં એની કમનીય કાયા દીપી ઉઠી. હળવો મેકઅપ એની સુંદરતામાં વધારો કરતો હતો. સિલ્કી વાળને માથા પર લઈ જઈ, બટર ફ્લાયને હવાલે કરી, ગોગલ્સ ચડાવી, કોટન દુપટ્ટો લઈ એણે ઘર લૉક કર્યુ. ત્થારે સાડા અગિયાર થયા હતા. તડકો એની ભરયુવાનીમાં હતો.

એકટીવા લઈ ઑફીસે પહોંચી. હજી તો પાર્કિગ તરફ વળી ત્યાં એણે જોયું, કે સાગર ગાડી બહાર કાઢતાં કોઈને ફોનમાં કહી રહ્યો હતો,

હું બેંકનુ કામ પતાવી અડધા કલાકમાં મળું તને. હા ..હા! પ્રહલાદનગર ઑનેસ્ટમાં. .કે બાય.” સાગર એટલું મોટેથી બોલતો હતો કે ગાડીના અધખુલ્લી બારીમાંથી બહાર સંભળાતું હતું.

નીકળી ગયો. એનું ધ્યાન મનસ્વી પર પડ્યું. મનસ્વીએ નક્કી કર્યું કે સાગરની હિલચાલ પર નજર તો રાખવી પડશે. સેલફોન કાઢીને જૈનમની મોમને ફોન લગાવ્યો.

હેલો ..મિતવા! આજે સ્તુતિને તું સ્કૂલેથી લેતી જઈશ પ્લીઝ! મારા બ્રધરને ત્યાં મૂકી આવજેને! થેન્ક યુ ડીયર.”

મિતવા સાથે વાતચીત પતાવી મનસ્વી ઑનેસ્ટ પહોંચી. એકટીવા ત્રણ ચાર બિલ્ડીંગ છોડી, પાછળની બાજુ પાર્ક કરીને ચાલતી ઓનેસ્ટમાં પહોંચી ગઈ. આકાશ આગ ઓકતું હતું. મોઢું ઢાંકેલું રાખવાનું બહાનું એને મળી ગયું.

પોતાના તરફ કોઈની નજર પડે એમ બેઠી. સદભાગ્યે ત્યાં એક પિલર આડો આવતો હતો, એટલે કોઈની નજરે ચડે તેમ નહોતી.

હજુ મેનુકાર્ડ જોતી હતી ત્યાં સાગર આવ્યો. એની સાથે એની ઉંમરનો એક સ્થૂળ માણસ હતો. બંનેના ચહેરા પર આનંદ હતો.

લોકો થોડે દૂર વચ્ચેનીરૉમાં બેઠા.

મનસ્વીએ એક મૈસુર મસાલા ઢોસો અને લસ્સી ઑર્ડર કર્યા. લંચ અવર્સ હોવાથી ભીડ અને કોલાહલ હતો. વેઈટર્સ આમથી તેમ દોડીને પહોંચી વળવાની કોશિશ કરતા હતા. એવામાં એક યંગસ્ટર્સનું ટોળું આવ્યું, એટલે શોરબકોર વધ્યો. જો કે જમવાનું પીરસાતાં અવાજ ઘટ્યો. સાગર અને એનો પેલો મિત્ર પાછળના ટેબલ પર હતા. બંનેની વાતો મનસ્વી સાંભળી શકતી હતી.એમની વાતો પરથી મનસ્વીને ખબર પડી કે, પેલા સ્થૂળ પુરુષનું નામ પિયૂષ હતું અને તે સાગરનો કૉલેજકાળનો મિત્ર હતો એને રાજકોટમાં બેરીંગનું કારખાનું હતું. અહીં તે ધંધાના કામે આવેલો. તે સાગરને હાલચાલ પૂછી રહ્યો હતો. એના બોલવામાં કાઠીયાવાડી લહેકો હતો. મોટેથી હસવાની ટેવ એના બેફિકરા સ્વભાવની ચાડી ખાતી હતી.

સાગર તેને પોતાના હાલના સંજોગોની વાત કહેતો હતો. મનસ્વીને પહેલાં તો હતું કે, કોઈને મળી લે પછી અહીં બધી વાત પેટ છૂટી કરી લેવી. જેથી ઑફીસે કે ઘેર ચર્ચા ના કરવી પડે પણ એવી જરૂર પડી નહીં.

મારે તો તારાવાળી નવીનવેલીને જોવી પડશે ! એવી તે કેવી હીરા ટાંકેલી છે! જેના કારણે તું તારું રાજમહેલ જેવું ઘર મૂકી ને, એના ઘરમાં રેવા ગ્યો? તું આમેય પેલેથી બૈરાની બાબતમાં વેવલો છો. એમાં આને વળી એક છોકરી છે તો !” પિયૂષ જોરજોરથી બોલતો હતો.

અરે યાર! મને હતું કે એક-બે મહીનામાં વૈભવથી અંજાઈ જશે, અને પછી નવું વર્ષ ચાલુ થાય ત્યારે બેબીને હોસ્ટેલમાં મૂકી છૂટકારો મેળવી શકાશે. બૈરી પણ સુંદર અને વાંઝિયાનું મહેણું પણ નહીં! પણ મારી ગણતરી ઊંધી પડી, મિડલ ક્લાસી બાઈને હાઈફાઈ લાઈફની કદર નથી.’

એક નંબરની મૂરખી કેવાય, અને તું ઘેલસાગરો!” પિયૂષ જરા અણગમાથી બોલ્યો.

ખરેખર કંટાળી ગયો છું! મારા બાથરુમ જેવડો રુમ, પાછી પેલી ચિબાવલી છોકરી તો વચ્ચે ને વચ્ચે. ગર્લફ્રેન્ડ કરતાં ઝાઝા નખરાં તો એના ઊઠાવવાના.”

કોઈ રસ્તો કાઢને ભલા માણસ!” પિયુષે હસતાં હસતાં દયા ખાધી.

મનસ્વીને થયું, એની વાત તો સાચી છે. એકદમ વૈભવી જીવન જીવતા માણસને આવી ફરજ પાડવી ખોટું છે. પણ તો એના સ્વમાનનું શું?

સાગરના અવાજથી એણે વળી વાતચીત ઉપર ધ્યાન આપ્યું.

મેં એક આઈડિયા કર્યો છે, છોકરી વચ્ચે બિમાર પડી હતી. કંઈ નહોતું, વાઈરલ ફિવર હતો અને નબળાઈ. રીપોર્ટસ્ ફરી કરાવ્યા ને મનસ્વીની નજરે ચડે એમ મૂક્યા વળી આજે લઈ લીધા. હવે એક મોટા ડૉકટરને બતાવવાનો ડોળ કરી, હું મનસ્વીને એવું ઠસાવી દઈશ કે સ્તુતિ માટે અમદાવાદનું હવામાન ઠીક નથી એટલે ક્યાંક દૂર પંચગીની કે દહેરાદૂન હોસ્ટેલમાં મૂકી દેવી. કીમિયો કામ કરી જશે.”

પેલો ખુશ થતાં હસ્યો, શું સોલીડ પ્લાન હો બાકી!”

પછી આડી અવળી વાતો કરી જમવાનું પતાવી, બીલ સાથે મોટી ટીપ ચુકવી તે બંને ઊભા થયા. વેઈટરે સલામ ઠોકી, પિયૂષે અંગુઠો બતાવી સાગરને બેસ્ટલક કહ્યું, પીઠ પર ધબ્બો મારી મોટેથી હસ્યો, અને વરિયાળી મોઢામાં મૂકતા બંને બહાર નીકળી ગયા.

મનસ્વીએ હવે ઝડપથી જમવાનું પૂરું કર્યુ. એને મોટો હાશકારો થયો કે, સ્તુતિને કોઈ બિમારી નથી. જો કે એનો સાગર પરનો ભરોસો તૂટ્યો એની વેદના પણ હતી.

એને થયું આવા સ્થૂળ અને ક્ષણિક સુખોનું આટલું બધું મહત્વ? એની સામે પ્રેમ, લાઞણીનું કાંઈ મહત્વ નહીં? સ્તુતિ એને પિતા માને છે. એને સગી દિકરીનું વ્હાલ આપે છે એની કશી કદર નહીં?કદાચ એટલે કુદરતે એને પિતા બનવાના અદ્દભૂત સુખથી વંચિત રાખ્યો હશે! મનસ્વીનું મન ખાટું થઈ ગયું.

સ્તુતિને ભાઈના ઘરેથી લઈ, ઘરે પાછી આવી ત્યારે, આખા દિવસનો તપેલો સૂરજ થાકીને આથમવા જઈ રહ્યો હતો.ઘરે આવી સ્તુતિ હોમવર્ક ને ટી.વીમાં બીઝી થઈ ગઈ.મનસ્વી સાંજની રસોઈની તૈયારીમાં લાગીને સાંજે સાગર કઈ રીતે નવું નાટક રજુ કરશે વિચારી રહી……

મીનાક્ષી રાવલ.

***