Manasvi - 6 books and stories free download online pdf in Gujarati

મનસ્વી - ૬

મનસ્વી -

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

મનસ્વી વિચારમાં પડી ગઈ છે. અંકુશને જે હાલતમાં જોયો તેનાથી તેનું હૈયું કંપી ગયું હતું. વિચારમાં ને વિચારમાં એને ક્યારે ઉંઘ આવી ગઈ ખબર પડી. ડૉરબેલ વાગી ને તે ઝબકીને જાગી ગઈ. બારણું ખોલીને જોયું તો સામે સ્તુતિ તેની ફ્રેન્ડના ખભાના સહારે ઉભી હતી.

અરે! શું? સ્તુતિસ્તુતિ બેટાશું થયું તને?” બેબાકળી થતી મનસ્વીએ સ્તુતિને પકડીને સ્તુતિ માના હાથમાં ફસડાઈ પડી. તેની ફ્રેન્ડ બોલી, આન્ટી, રિહર્સલ કરતાં સ્તુતિને ચક્કર આવ્યા ને પડી ગઈ.” મનસ્વીએ તરત ડૉક્ટરને કોલ કર્યો, ને ઘરે બોલાવી લીધા. સાગરને પણ કોલ કરીને જાણ કરી. ડૉક્ટરે આવીને સ્તુતિનું ચેકઅપ કર્યું. ત્યાં સુધીમાં સાગર પણ આવી ગયો. મનસ્વી સાગરને જોઈ થોડી ઢીલી થઈ ગઈ. સાગરે સાંત્વના આપતાં ક્હ્યું, ડૉન્ટ વરી, આપણી દિકરી બહુ સ્ટ્રોંગ છે, બિલકુલ તારા જેવી.” સાંભળી મનસ્વીને થોડી રાહત થઈ. સાગરેઆપણી દિકરીકહ્યું મનસ્વીને ખૂબ ગમ્યું. ડૉક્ટરે તપાસ કર્યા પછી કહ્યું, આમ તો બધું બરાબર લાગે છે, છતાંય પણ આવતી કાલે સ્તુતિને સ્પેશયાલિસ્ટને બતાવી દઈએ તો ડાઉટ કલીઅર થઈ જાય.” સાગરે ડૉક્ટર પાસેથી સ્પેશયાલિસ્ટની માહિતી લીધી ને એમને બહાર ગાડી સુધી મૂકી આવ્યો.

સ્તુતિને પણ હવે થોડું સારું લાગતું હતું. તે ઉંઘવા લાગી હતી. સાગરે મનસ્વીને આરામ કરવાનું કહ્યું, ને જરૂર હોય તો પોતે અહીં રોકાઈ જવાની તૈયારી બતાવી. સાગર તમે ઘરે જાવ.. આરામ કરો. સવારે જરૂર હશે તો હું તમને કોલ કરીને બોલાવી લઇશ.” મનસ્વી હવે સ્વસ્થ થઈને બોલી. સાગરે મનસ્વીનો હાથ હેતથી પકડી કહ્યું, મનસ્વી તું આરામ કર. હું બહાર ડ્રૉંઇંગરૂમમાં સૂઈ જઈશ. સવારે સાથે હોસ્પિટલ જઇશું.” મનસ્વીને પણ વાત બરાબર લાગી. તે રૂમમાં સ્તુતિને માથે હાથ ફેરવતી એની બાજુમાં બેસી ગઈ. સાગરે પણ વહાલથી સ્તુતિને માથે હાથ ફેરવી મનસ્વીને ગુડનાઇટ કહી, બહારના રૂમમાં સોફા પર લંબાવ્યું.

સવારે વાગે એલાર્મ વાગતાં મનસ્વીની આંખ ખૂલી. સ્તુતિ હજી ઊંઘતી હતી. મનસ્વી બહાર આવી ને રસોડામાં ગઈ. ચાનું પાણી મૂકી નાસ્તો તૈયાર કરવા લાગી. પંદર મિનિટ પછી ટ્રે લઈ તે ડ્રૉંઇંગરૂમમાં આવી ત્યારે સાગર જાગી ગયો હતો. બંનેએ સાથે ચા પીધી ને પછી સ્તુતિની પાસે આવ્યાં. સ્તુતિ પણ જાગી ગઈ હતી. એણે મમ્માને કિસ કરી, ગુડમોર્નિંગ વિશ કર્યું. સાથે સાગરને જોઈ તે ઓળખી ગઈ. ને ખુશ થઈ બોલી, યુ આર સાગર અંકલ રાઇટ? ગુડમોર્નિંગ અંકલ, હેપ્પી ટુ સી યુ…”

સાગરે પણ ખૂબ ઉમળકાથી સ્તુતિને વહાલ કર્યું. થોડી વાર વાતો કરી પછી તૈયાર થઈને બધાં હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયાં.

મનસ્વી અને સ્તુતિને રૂમમાં બેસાડી સાગર રિસેપ્શન પર ડૉક્ટરની ફી ભરવાની ફૉર્માલિટિ પૂરી કરવા ગયો. કેસ ફાઇલ બનાવતી વખતે રિસેપ્શનિસ્ટે સાગરને પૂછ્યુંપેશન્ટનું નામ?

સ્તુતિ

મધરનું નામ?

મનસ્વી

તમારું નામ?

હામારું નામ સાગર સચાનિયા. કેમ?

ફાધરનું નામ પણ જોઈએને?” નર્સ બોલી

સાગર મનમાં ખુશ થયો. એક અજબ ચમક એની આંખોમાં ઝળકી ઉઠી. એણે સાચી વાત કહેવાનું ટાળ્યું. માત્ર એટલું કહ્યું, વાલી તરીકે માનું નામ લખો.’ નર્સ પ્રશ્નભરી નજરે એની સામે જોઈ રહી. પણ ત્યાંથી ખસી ગયો.

સ્તુતિ વારંવાર મનસ્વીને સવાલ પૂછતી, મમ્મા, કહે ને મને શું થયું? કેમ મને અહીં હોસ્પિટલ લાવી છે? મમ્મા, તને ખબર છે ને મારે ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનો છે?” મનસ્વી પ્રેમથી સ્તુતિનો હાથ પકડીને બોલી, બેટા કંઈ નથી થયું તને, ને હું કંઈ થવા પણ નહીં દઉં તને. મારી વહાલી. તેં ડાન્સની બહું પ્રેક્ટિસ કરી, જમવા પર ધ્યાન દીધું ને એટલે વિકનેસ આવી ગઈ છે તને એટલે ચેકઅપ માટે આવવું પડ્યું.બસ.”

મનસ્વીને જોબ માટે પણ વિચારવું પડે એમ હતું. સાગર ખડે પગે હાજર રહેતો. એથી મનસ્વીને થોડી રાહત તો થઈ હતી. પણ સ્વમાની મનસ્વી સાગર તરફથી પૈસાની મદદ લેતી નહીં એથી સાગરની લાગણી દુભાતી હતી. મનસ્વી રાત દિવસ મનમાં ઘૂંટાતી હતી.

સાગર સવાર સાંજ રોજ સ્તુતિને મળવા આવતો. બંને સાથે મળીને ખૂબ ધમાલ મસ્તી પણ કરતાં. સ્તુતિ સાથે હોય તો સાગર બાળક બની જતો. મનસ્વીને જોઈ ખૂબ રાહત થતી. કયારેક કયારેક કશ્તી પણ સ્તુતિને મળવા આવતી. મોટાભાગે સાગરની હાજરીમાં તે અચૂક હાજર રહેતી. મનસ્વી જોબ પર હોય ત્યારે તો ખાસ.

એક દિવસ ફોલોઅપ ચેકઅપમાં ડૉક્ટરે મનસ્વી અને સાગર બંનેને પોતાની ચેમ્બરમાં બોલાવી કહ્યુંહેલ્લો. મિસ્ટર એન્ડ મિસિસ પરીખવન ગુડ ન્યુઝ ફોર યુસ્તુતિના તમામ રિપોર્ટ નોર્મલ છે. ક્યારેક કંઈ ગરબડ જેવું લાગે તો સ્તુતિને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ આવજો.”

મિસ્ટર પરીખફાધર્સ આર વેરી લવિંગ ઍન્ડ કૅરિંગ ફોર ડોટર્સ એન્ડ યુ હેવ પ્રુવ્ડ ધેટ સાગર સહેજ હસ્યો અને બોલ્યોથેંક્સ ડોક્ટર.’ એનું સ્મિત મનસ્વીને સમજાયું નહીં. સાગર ને મનસ્વી સ્તુતિને ઘરે લઈ આવ્યાં. એમને ઘરે મૂકીને સાગર સાંજે પાછા આવવાનું કહી ઓફિસ નીકળી ગયો. મનસ્વી સ્તુતિની સાથે પલંગ પર આડી પડી.

સાંજે આઠ વાગ્યે ડૉરબેલ વાગી…. સામે સાગર બે સુટકેસ સાથે ચહેરા પર રમતિયાળ સ્મિત ફેલાવતો ઊભો હતો. મનસ્વીની સાથે લીવઈનમાં રહેવાના પાક્કા નિર્ધાર સાથે. મનસ્વી વિસ્ફારિત નેત્રે સાગરની સામે જોઈ રહી. મનસ્વી સાગરને ભેટી પડી. સાગરે એની બધી શરતો માન્ય રાખી રાખી હતી. મનસ્વીની આંખોમાંથી અનરાધાર આંસુ વહી રહ્યાં હતાં. સાગરે મનસ્વીની આંખો લૂછી પ્રેમથી તેને સહેલાવતાં ફિલ્મી અદાથી બોલ્યો, જબ તૂ કબૂલ, તો તેરા સબ કુછ કબૂલ.. તેરા દર્દ મેરા, મેરી ખુશિયાં તેરી. તું મેરી નિંદ સો લે, મેરી આંખોમેં જાગુંઅબ યે મત પૂછના પગલી, કી મૈં તેરા કૌન લાગું?” કહી બે હાથ ફેલાવીને ખડખડાટ હસી પડ્યો. ને મનસ્વી પણ હસીને સાગરના બાહુપાશમાં સમાઈ ગઈ. હસતાં હસતાં તે બોલી, સાગર, મને તારી જિંદગીમાં સામેલ કરાવવા બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું.”

સાગર અને મનસ્વીની જિંદગી હળવે હળવે રાબેતા મુજબ ચાલી રહી હતી. સ્તુતિને હજી સ્કૂલે જવાની છૂટ નહોતી મળી. એક દિવસ અંકુશને, મનસ્વી અને સાગરના સાથે રહેવાની વાત ખબર પડતાં તે અચાનક ઘરે આવી ચડ્યો. મનસ્વી કે કશ્તી હાજર નહોતા. સાગરની હાજરીથી ધૂંધવાયેલા અંકુશે ઘરમાં ધરાર ઘૂસી જઈને સાગર સાથે લડવા માંડયું. સ્તુતિ પોતાની દિકરી છે, એવો હક્ક જતાવીને સાગરને ખૂબ અપમાનિત કર્યો ને પછી સાગરને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો.

મનસ્વીને કલાયન્ટ સાથે મિટિંગ વહેલી પૂરી થઈ ને તે વહેલી ઘેર પાછી વળી. પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરતાં એની નજર ચોકીદાર પર પડી. ચોકીદાર કંઇક વિચિત્ર નજરે મનસ્વીને જોઈ રહ્યો હતો. નીચેથી એણે સાગરને ફોન કર્યો, હેલો, સાગર તમે ઓફિસ જવું હોય તો તૈયારી કરો. હું આવી ગઈ છું. નીચે પાર્કિંગમાં છું

ઓકે. હું આવું.” સાગરે કહ્યું.મનસ્વીએ ફોન કટ કર્યો ને ઉપર જવા લિફ્ટ પાસે પહોંચી.

- રેખા સોલંકી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED