પ્રતિશોધ - ભાગ - 9 Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ - ભાગ - 9

             " તમારા બંનેના બ્રેકઅપ પછી ખુશી અમારી જોડે વાત પણ નથી કરતી, કરન તમારા બ્રેકઅપ પછી ખુશીના સ્વભાવમાં ઘણું પરિવર્તન આવ્યું છે તે હવે પહેલા જેવી નથી અને છેલ્લા ૧૦ દિવસથી એ કોલેજ આવી નથી." જયા એ મને બધું જ કહ્યું
              " મારે એને મળવું છે હું એને મળવા માટે જ આવ્યો છે હું એના વગર નથી રહી શકતો મને ઊંઘ પણ નથી આવતી, મને રોજ મમ્મી પૂછે છે કે કોલેજ કેમ નથી જતો. શું કરું યાર મને તો કઈ સુજતું નથી હું આજે હિંમત કરી કોલેજ આવ્યો છું."
              " અરે ક્યાં જાય છે કરન?" વિશાલે મને પૂછ્યું
              " ઘરે જઉ છું યાર"
              " હજુ તો આવે 5 મિનિટ પણ થઇ નથી ઘરે જાય છે." કિશન બોલ્યો
              " શું કરું યાર મને કંઈ જ ગમતું નથી તો પ્લીઝ હું જાવ છું." હું બોલી ત્યાંથી નીકળ્યો
              " જયા કરન નું કંઈક કરવું પડશે તેની હાલત મારાથી નથી જોવાતી." આર્વી બોલી
              " ઠીક છે આજે સાંજે આપણે ખુશી ના ઘરે જઈ એને વાત કરીએ." નીતા એ કહ્યું
  
                        ******************

              " શું થયું સર કેમ ઉદાસ થઈને બેઠા છો?" તાવડે એ મેવાડા ને પૂછ્યું
              " તો શું કરુ તાવડે દિમાગ ની તો મા........ એક ગંદી ગાળ મેવાડા ના મોઢા માંથી નીકળી. સાલો જે દિવસે ગુનેગાર હાથમાં  આવી ગયો ને તે દિવસે એના છોતરા કાઢી નાખીશ,  સાલા એ અત્યાર સુધી મા 20 છોકરીઓ ઉઠાવી છે." મેવાડા એ ગુસ્સામાં કહ્યું
              " સાહેબ કાલે છેલ્લો દિવસ છે આપણને કઈ સુજતું પણ નથી."
              " મેં તો આશા જ છોડી દીધી છે તાવડે." મેવાડા બોલ્યા. તાવડે ને કઈ લાઈટ થઇ હોય એમ તે બોલ્યો
              " સર આ બધા કિડનેપિંગમાં  તમને કોઈ સામ્યતા દેખાય છે."
              " શું દિમાગની મા ફાડે છે તાવડે જે કહેવું હોય તે સીધે સીધુ ભસ ને આમ ગોળ ગોળ વાત કર્યા કરતા." મેવાડા ગુસ્સે થયા
               " સર તમે એક વસ્તુ માર્ક કરી."
               " શું તાવડે?"
               " સર એ જ કે આ બધા કિસ્સામાં એક વાત કોમન છે જેટલી છોકરીઓ કિડનેપ થઈ છે તે તમામ પૈસાદાર ઘરની છે." તાવડેએ તર્ક રજૂ કર્યો
               " અબે ટોપા પૈસાદાર તો ઘણા બધા લોકો છે તો શું તમામ છોકરીઓ નુ કિડનેપીંગ થશે. " મેવાડા તાવડે પર તાડૂક્યા
               " હું સાચું કહુ છું સર તમે જ વિચારો."  તાવડે એ કહ્યું મેવાડા વિચારવા લાગ્યા અચાનક મેવાડા કઈક યાદ આવ્યું તે ઉછળ્યા." શું થયું સર તમને કઈ સુરાગ મળ્યો કે શું?"
               " તાવડે સુરાગ તો નથી મળ્યો પણ એક કડી મળી છે જે કદાચ કામ કરી જાય."
               " પણ શું? કઈ સમજાયું નહીં સર."
               " તાવડે એક કામ કર 15 વર્ષ પહેલાંની પેલી કેમિકલ ફેક્ટરી ના કેશ ની ફાઈલ લાવ તો." મેવાડા એ તાવડે ને હુકમ કર્યો
               " એ ફાઇલ માંથી આપણને શું મળશે સર?"
               " મલશે તાવડે મળશે કારણકે આ 20 છોકરીઓના બાપાનું આ ફેક્ટરીના કેસ સાથે લેવાદેવા છે અને બીજી વાત કે હવે કોઈ છોકરી નું કિડનેપિંગ નહી થાય." ઇસ્પેક્ટર મેવાડા બોલ્યા. મેવાડા ફાઈલ તપાસવા લાગ્યા ફાઈલ તપાસતા તપાસતા મેવાડા ના ભવા સંકોચાયા, મેવાડા બોલ્યા" આજ છે કદાચ ગુનેગાર."
               " પણ સર આ તો રઘુ છે. " તાવડે આશ્ચર્ય થી બોલ્યો
               " હા તાવડે રઘુ ને જ આ બધું કર્યું છે બદલો લેવા માટે."
               " પણ સર  રઘુ કેવી રીતે હોઈ શકે? એ તો મરી ગયો છે એની લાશ તો મળી હતી આપણને."
               " તાવડે હું એ જ વિચારું છું કે એ જીવતો કેવી રીતે હોય? કે પછી એનો કોઈ શાગિર્દ આ બધું કરે છે એ જોવાનું છે."

                        ******************

              " વોટ? શું બોલે છે એનું તને ભાન છે." વિશાલ પર ગુસ્સે થતા હું બોલ્યો વિશાલ ની વાત સાંભળીને મને આંચકો લાગ્યો
              " સાચું કહું છું કરન ખુશી ને કોઈએ કિડનેપ કરી લીધી છે, આજે સાંજે અને એનો કોઇ જ પત્તો નથી."
              " અરે પણ એને કોણ કિડનેપ કરે અને શા માટે? મને એ નથી ખબર પડતી."
              " તારી વાત કરવા માટે અમે સાંજે ખુશીના ઘરે ગયા તો એના મમ્મી સોફા પર બેસી રડતા હતા ખુશી ના પપ્પા એમને શાંત રાખવાનો પ્રયત્ન કરતા હતા, અમે એમને પૂછ્યું કે શું થયું અંકલ ત્યારે તેમણે અમને જણાવ્યું." જયા એ મને કહ્યું
              " જેણે પણ આ કર્યું છે એને હું જીવતો નહીં છોડો ભલે હું આકાશ પાતાળ એક કરીશ પણ એ વ્યક્તિને નહી છોડુ જેણે ખુશી ને કિડનેપ કરી છે."

                         ****************
 
               " હા બોલ સલીમ."
               " આપકા કામ હો ગયા હૈ બોસ મે કલ આપકો સબ લડકીયા ભિજવા દુંગા."
               " ઠીક હે સલીમ તુમ હે તુમહારા ઇનામ મિલ જાયેગા." રઘુ એ ખુશ થઇ ને સલીમ ને કહ્યું
               " ઉસ્તાદ અબ આયેગા મઝા, ઉસ્તાદ જેકોબ  કલ આને વાલા હૈ." 
               " બોસ જેકોબ પરસો આયેગા"
               " ઉસ્તાદ અબ કામ સહી સે હોના ચાહિયે મુજે કોઈ ભી ગલતી મંજૂર નહીં હોગી. યહા પે તુમ પુલીસ કો ઊલ્જાએ રખના તબતક  મે અપના કામ ખતમ કર દુંગા ફીર અપને કો ઢેર સારા પૈસા મિલેગા. અપને આદમી કો તૈયાર રખના ઓર એક બાત હમે ઓર ભી આદમી ચહીયે હોંગ ઇસ કામ કો પુરા કરને કે લીયે."
             " જી બોસ અભી ફોન કર કે બુલાતા હું "

                     ********************

               " મેવાડા શું થયું ગુનેગાર મળ્યો કે નહિ? કે પછી તમારું રાજીનામુ તૈયાર છે." કમિશનરે મેવાડા તરફ જોતા કહ્યું
              " જી સર હું રાજીનામું આપવા તૈયાર છું." મેવાડા એ કમિશનર ને રાજીનામુ હાથમાં આપતા કહ્યું
              " સર......" તાવડે ની વાત કાપતા મેવાડા બોલ્યા
              " તાવડે પ્લીઝ મારાથી હવે આ કામ નહીં થઈ શકે સોરી."
              " વેરી ગુડ મેવાડા મને ગમ્યું તમે જાતે જ રાજીનામુ આપી દીધું. " કમિશનર મનોમન મુસ્કુરાયા એમને એમ કે એમનું કામ થઈ ગયું પણ એ મેવાડા ને ઓળખે છે ક્યાં.
              " સર તમે કમિશનરને સાચુ કેમ ન કહ્યું."
              " ચુપ મર બે તાવડે મને કમિશનર પર શક છે એ પણ આમાં સામીલ લાગે છે એટલે મેં એને વાત ના કરી હું હવે આ કામ વર્દી વગર કરીશ મને તારી મદદની જરૂર પડશે એટલે તૈયાર રહેજે મને તારા સિવાય કોઈના ઉપર ભરોસો નથી." મેવાડા એ તાવડે ને કહ્યું
     
                         **************

              " મેં ખુશીની મમ્મીને પૂછ્યું એમને કહ્યું કે તે રોજ સાંજે ગાર્ડનમાં આંટો મારવા જતી હતી." જયા એ મને કહ્યું
              " પણ ગાર્ડનમાંથી કેવી રીતે કિડનેપ થઈ શકે ત્યાં તો ભીડ હોય છે અને ત્યાં કોઈએ એને કિડનેપ કરી હોય તો કોઈની નજરોમાં ચડ્યા વગર રહે નહીં,  વાત કંઇક અલગ જ લાગે છે." મે તર્ક રજૂ કર્યો. પછી હું બધા ની રજા લઇ ખુશી ના ઘરે જવા માટે નીકળ્યો,  15 જ મિનિટમાં ખુશીના ઘરે પહોંચ્યો. 
             " નમસ્તે માસી." ખુશીના ઘરમાં પ્રવેશતા મે ખુશીની મમ્મી ને કહ્યું. તેમની બાજુમાં એક મજબૂત કદકાઠી નો  પુરુષ બેઠો હતો, જેની નજર મારા પર હતી તે મને સમજવા નો પ્રયત્ન કરી રહ્યો હતો. 
             " અરે કરન આવ ને બેટા ગણા દિવસે દેખાયો ક્યા હતો." ખુશી ની મમ્મી એ મને પુછ્યું, આંટી ની આંખો રોઇ રોઇ ને  સુજી ગઈ હતી.
             " ક્યાય નહી આંટી થોડું કામ હતું માટે." મે ખુશીની મમ્મી ને જવાબ આપતા કહ્યું
             " કોણ છે આ છોકરો?" મેવાડા એ મારી તરફ ઇશારો કરતા માસી ને પૂછ્યું
             " આ ખુશીનો કોલેજ નો મિત્ર છે કરન." મારી ઓળખાણ આપતા માસીએ મેવાડા ને કહ્યું
             " હમ્મ...... " જવાબમાં મેવાડા એ હુંકારો કર્યો.
             " શું લઈશ બેટા તું?" માસી  એ મને પૂછ્યું
             " તમે બેસો માસી મારે કઈ નથી લેવું." મેં માસીને કહ્યું પછી મેં ઇસ્પેક્ટર મેવાડા ને ખુશી વિશે પૂછ્યું
             " કોઇ માહિતી મળી ખુશી વિશે?"
             " કોઈ ખાસ માહિતી નથી મળી આના પહેલા પણ ૧૯ છોકરીઓ નું કિડનેપિંગ થયેલું છે."
              " વોટ?" મેવાડા ની વાત સાંભળી મારો મો માથી એકાએક બોલાઈ ગયું. મેવાડા મારી સામે જોઈને કંઇક વિચારવા લાગ્યા એમને લાગ્યું કે હું કદાચ એમની મદદ કરી શકીશ. 
              " હા તો માસી હું જાવ છું તમારે કંઈ કામ હોય તો મને કહેજો."
              " હા ચોક્કસ બેટા." હું માસીની રજા લઈ ત્યાંથી નીકળ્યો
              " ઉભો રહે કરન હું પણ આવું છું." મેવાડા  એ મને રોકતા કહ્યું. બહાર જતા જતા મારા અને મેવાડા વચ્ચે ઘણી ચર્ચા થઇ.
              " હા તો કરન તને કોઈના પર શક ખરો." મેવાડા એ મને પૂછ્યું
              " ના સર" મે જવાબ આપ્યો
              " એકબીજાને કયારથી ઓળખો છો?"
              " સર છેલ્લા દોઢ વર્ષથી."
              " હમ્મ તમે બન્ને.." મેં મેવાડાની વાત વચ્ચેથી જ કાપી અને કહ્યું 
              " સર અમે બંને એકબીજાને લવ કરીએ છીએ 6 મહિના પહેલા અમારું બ્રેકઅપ થઈ ગયું હતું હું કોલેજ પણ નહોતો આવતો આજે જ્યારે હું કોલેજ આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે ખુશીને કોઈએ કિડનેપ કરી છે." 
              " મારે તને એક વાત કહેવી છે." 
              " બોલો ને મેવાડા સર."
              " મને ગુનેગાર નું નામ ખબર છે, પણ ખાતરી નથી કે એ જ છે કે બીજું કોઈ કારણકે જેનું નામ ખબર પડી છે તે વ્યક્તિને મરે 10 વર્ષ થઈ ગયા છે." મેવાડા એ મને કહ્યું 
              " તમે ખાલી નામ બોલો સાહેબ હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ હું એને નહી છોડુ જેણે મારી ખુશી ને તકલીફ પહોંચાડી છે."
              " એનુ નામ રધુ છે, પણ આપણે એ વિશે તપાસ કરવાની છે."
    
                         ****************

              " હલ્લો રધુ બોલ રહા હું" રધુ એ કોર્પોરેટર ને કોલ કરતા કહ્યું
              " હા બોલ રધુ"
              " કામ હો ગયા હે "
              " હા તો મે સામ કો તુજે એડ્રેસ વોટ્સઅપ કર દુંગા વહા પે આ જાના તુજે સબ પ્લાનીંગ મે સમજા દુંગા."
              " જી પર મેરા કામ.. "
              " વો ભી હો જાયેગા પર મેરા કામ હોને પર." 
              " રઘુભાઈ જેકોબ આ ગયા હૈ." ઉસ્તાદે રઘુ ને જણાવ્યું
              " ઉસ્તાદ ઉસે નીચે બેસમેન્ટ મે લેકર જા મે થોડી દેર મે ઉસે આકે મિલતા હું." રધુ એ ઉસ્તાદ ને કહ્યું પછી એમણે કોઇને ફોન લગાવ્યો. 
 
(ક્રમશઃ) 
 
નોંધ :-
        મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો અથવા પરિવારજનોને વાંચવા માટે આગ્રહ કરજો