Pratishodh - 4 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ભાગ - 4

" ફ્રેન્ડ્સ આપણી ડાન્સ કોમ્પિટિશન કેન્સલ થઈ ગઈ." આર્વી એ આવી ને કહ્યું
" તુ શું કહે છે આર્વી?"
" હા યાર વિશાલ સાચુ કહું છું આવતા અઠવાડિયે નવરાત્રિ ચાલુ થાય છે અને નવરાત્રિ પછી એક્ઝામસ છે એટલે પ્રિન્સિપાલ સરે ડાન્સ કોમ્પિટિશન કેન્સલ કરી. "
" અરે કઇ વાંધો નહીં નવરાત્રિ તો છેને અને આ વખતે તો નવ દિવસ રજા પણ છે એટલે મજા જ છે." નીતા બોલી
" કિશન વાત મલી છે કે તે કોઈ માલ પટાવ્યો છે. "વિશાલે મારી સામે આંખ મારી ને કહ્યું
" વિશાલ તુ મારા ખાઈશ મારા હાથથી તું મજાક ના કરીશ." કિશન ગુસ્સે થઈ ને બોલ્યો
" હા હવે ગુસ્સે થવાની જરૂર નથી. તને ખોટુ લાગ્યુ હોય તો કંઈ વાંધો નહીં 2 રોટલી વધારે ખાજે. " વિશાલે ફરી કિશન ની મજાક કરી
"વિશાલ તુ એને હેરાન ના કરીશ. કિશન કેમ આજે તારો મુળ ખરાબ છે કંઈ થયું છે કે શું? "
" ના કરન કંઈ નથી થયુ બસ યાર એમજ. " કિશન બોલ્યો
" ચલો ફેન્ડસ ઘરે જઈશું હવે મોડુ થાય છે. " નીતા બોલી
" હા યાર હવે જઇએ કાલે મળીએ."
" કરન મને ઘરે ડ્રોપ કરી જઇશ" ખુશી એ મને કહ્યું
" ઠીક છે ખુશી ચલ હું તને ઘરે મુકીને નીકળી જઇશ, ચલો મિત્રો બાય." મે અને ખુશીએ ત્યાંથી નીકળતા બધાને કહ્યું
" લે ખુશી તારુ ઘર આવી ગયુ ચલ બાય."
" ઓ હેલ્લો ક્યાં જાય છે, અંદર આવ આજે તો તને હું મારા ઘરે આવ્યા સિવાય નહીં જવા દઉ."
" ઠીક છે જેવી તમારી મરજી મેડમ ચલો."
ખુશી નુ ઘર બહાર થી જોતા આલીશાન લાગતુ. ઘર ની ફરતે ચારેય બાજુ ઊંચી બોર્ડેર બનાવવામાં આવી હતી જેથી કોઈ પણ પ્રકારની વ્યક્તિ બહાર થી અંદર પ્રવેશી શકે નહીં. મેઇન ગેટ પર 2 સિક્યોરિટી રાખી છે. ગેટ મા પ્રવેશ તા જ સામે એક સુંદર કહી શકાય એવો બગીચો છે. જેમાં જાતજાતના ફુલો અને છોડ રોપવામાં આવ્યા છે. તે ફુલો માથી મધુર સુવાસ આખા બગીચા મા પ્રસરે છે. બગીચો પતે પછી સામે જ ખુશી નો વિશાળ બંગલો દેખાયો. જાણે કોઇ રાજા નો રાજ મહેલ જ જોઇ લો. અમે ઘર મા પ્રવેશ્યા ઘર જેટલું બહારથી એટલુ જ અંદર થી સુંદર લાગતું હતું. મઘ્ય મા ડ્રોઇંગ રૂમ હતું. જમણી-બાજુ એ 2 બેડરૂમ હતા ડાબી બાજુએ કિચન અને કિચનની બાજુમાં દાદર હતા.ઉપર ના માળે 3 રૂમ હતા. ઘર ની સુંદરતા વધારવામાં કોઈજ કમી રાખી નહતી. અમને જોઇ ખુશી ના મમ્મી અમારી જોડે આવ્યા.
" મમ્મી આ મારો કોલેજ નો મિત્ર કરન છે." ખુશી એ મારી ઓળખાણ આપતા કહ્યું
" નમસ્તે આંટી મજામાં." મે ખુશીના મમ્મીને કહ્યું
" નમસ્તે બેટા હા મજામાં આવ બેસ અહીં. બોલ કરન તુ શું લઈશ ચા કે કોફી." ખુશી ના મમ્મી એ પુછ્યું
" કોફી ચાલશે આંટી. "
આંટી કોફી લઈને આવ્યા. થોડીવાર અમે વાતો કરી પછી હું ત્યાંથી ઘરે જવા નીકળ્યો.
**************
હું કેન્ટીન માં બેઠો હતો. હું આમ પણ રોજ બધા કરતાં વહેલો જ આવતો. હું બધા ની રાહ જોતો હતો. અચાનક મારી નજર દુર થી આવતી ખુશી પર પડી. આજે એ કંઇક અલગ જ લાગતી હતી કોણ જાણે પણ આજે હું એને જોયાજ કરુ એવુ મારુ મન મને કહેતું. એણે આજે ગ્રીન કલર નો ડ્રેસ પહેર્યો હતો જેમા તે એટલી સુંદર લાગતી કે બસ એને પામવા ની ઇચ્છા થઈ જાય. ઉપર થી એના રેશમી મુલાયમ ખુલ્લા વાળ ભલભલા ને પાગલ કરી દે વારંવાર પવન થી ઉડીને એની આંખ આગળ આવતી એની લટો ને પોતાના હાથથી કાન પાછળ સરકાવતી. આજ પહેલાં મે ખુશી ને ક્યારેય આ રીતે ધ્યાન થી નિહાળી નહતી. કોઇ આટલુ બધુ સુંદર હોઈ શકે એ આજે મને ખબર પડી. મને હવે સમજાયું કે લોકો પ્રેમ મા કેમ પાગલ થઈ જાય છે. હું પણ ખુશી પ્રત્યે આકર્ષાયો પણ મે મારી જાતને સંભાળી અને ખુશી ને બોલાવી.
" શું વાત છે ખુશી આજે વહેલી આવી ગઇ.?"
" એ તો મારે કોઇ ખાસ વ્યક્તિ ને મળવા માટે આવી છું."
" ઓહ! નાઇસ સારુ કહેવાય."
" કરન તારે કોઇ ગર્લફ્રેન્ડ છે?" ખુશી એ મને પૂછ્યું
" ના યાર અમારા ક્યાં એવા દિવસો છે કે અમારા જેવા પાસે ગર્લફ્રેન્ડ હોય. "
" સાચુ બોલો હવે આટલા બધા હેન્ડસમ છો અને કોઇ g.f. નથી એવુ બને જ નહીં."
" ઓહો શું વાત છે આજે ખુશી મેડમ વહેલા પધાર્યા છે. અમને ખબર છે કે તમે કોને મળવા માટે વહેલા આવ્યા છો." જયા એ ખુશી ની સામે જોઇ હસતાં હસતાં કહ્યું
" અરે કિશન કેમ આજે તારુ મોઢુ ઉતરેલું છે? "
" અરે કંઈ નહિ કરન એમ જ."
" અરે કિશન ચેતના અને તારૂ બ્રેકઅપ થઈ ગયુ કે શું? "
" કરન તુ મજાક ના કર મારી સાથે."
" મજાક નથી કરતો કિશન."
" તને જ્યારે લવ થશે ને ત્યારે તને ખબર પડશે કરન. "
" જો કિશન હું લવ મા માનવા વાળો નથી મને લવ મા કોઇજ ઇન્ટ્રસ્ટ નથી. લવ શું એ જાણવા મને નથી ખબર અને હા એ બાબતે હું આગળ વધ્યો નથી અને ક્યારેય વધવા નો પણ નથી."
" શું છે આ બધુ તમે બન્ને શા માટે લડો છો? "અમને જોઇ વિશાલે કહ્યું
" ચલો ક્લાસ મા લેક્ચર નો ટાઇમ થઈ ગયો છે." જયા બોલી.
" કરન ખુશી તને લવ કરે છે." કલાસ મા જતા જતા જ્યા એ મને કહ્યું
" જયા મારે કઇ નથી સાંભળવું હું એને જસ્ટ ફેન્ડ માનુ છું બીજુ કંઇ નહીં."
" કરન મે એની આંખો મા તારા પ્રત્યે ની પ્રેમની લાગણી જોઇ છે. ભલે તુ માને કે ન માને મને એ દેખાય છે."
" જયા જેવુ તુ માને."
લેક્ચર પુરુ થયુ બધા કેન્ટીન મા ભેગા થયા. મારા અને કિશન નો ગુસ્સો પણ દુર થઈ ગયો હતો. બધા ને એ વાત થી ખુશ હતા.
" કરન તારી ગર્લફ્રેન્ડ તો બતાવ "ખુશી બોલી
" જો કોલેજમાં જેટલી પણ દેખાય છે એ બધી મારી ગર્લફ્રેન્ડ છે." મે મજાક કરતા કહ્યું
" હે ફેન્ડસ કાલ થી ગરબા ચાલુ થાય છે બધાનો શુ પ્લાનીંગ છે." આર્વી બોલી
" પાસ નુ સેટીંગ હુ કરી દઈશ." વિશાલે કહ્યું
" સારુ ત્યારે ઘરે જઈશું હવે." મે બધા ને કહ્યું
"કેમ ભાઇ કરન આજે તારે ઉતાવળ છે ઘરે જવાની કંઇ કામ છે." જયા બોલી.
" અરે જવા દે એને જયા શું કામ હેરાન કરે છે." નીતા બોલી
હું ઘરે પહોંચી ફટાફટ ફ્રેશ થો. ફ્રેશ થઈને મેં થોડો આરામ કર્યો. પછી થોડીવાર બહાર ફરી આવ્યો સાંજ થઈ ગઈ હતી હું જમીને આડો પડ્યો. 9 વાગી ગયા હતા. હું સુવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ મને ઊંઘ આવતી જ નહતી. મને વારંવાર જયા ની કહેલી વાતો યાદ આવતી મને ખુશી નો ચહેરો વારંવાર દેખાતો મને વિચાર આવ્યો કે જયાએ કહેલી વાત સાચી તો નથી ને. શું હું ખુશીને પસંદ તો નથી કરતો ને આજે હું એને જેવી રીતે જોઇ રહ્યો હતો તે પરથી મને એમ જ લાગતું હતું . વિચારમાં ને વિચારમાં મને ક્યારે ઊંઘ આવી કે મને ખબર જ ના પડી.
" હેલ્લો ફ્રેન્ડ્સ શું કરો છો? કરન ક્યાં છે દેખાતો નથી આજે?" ખુશી એ કેન્ટીન મા આવતા જ પુછ્યું
" શું વાત છે ખુશી આજકાલ તને તો બસ કરન જ દેખાય છે અમે પણ છીએ હો અમને પણ બોલાવાય, તુ આજકાલ એની આસપાસ જ ફર્યા કરે છે." આર્વી એ ખુશી ને જવાબ આપતા કહ્યું
" એ તો કરન જ દેખાય ને કેમકે એને પસંદ જો કરે છે." જયા બોલી
" શું શું... શું કહ્યું જયા? તે ફરી થી બોલ તો." આર્વી બોલી
" એજ કે ખુશી કરન ને લવ કરે છે." જયા એ કહ્યું
" લો ફ્રેન્ડ્સ આવી ગયો ખુશી નો કરન. કેમ કરન આજે લેટ પડ્યો તબિયત તો ઠીક છે ને.? "મને જોઇ વિશાલ બોલ્યો ખુશી શરમાઈ ને ત્યાંથી જતી રહી.
" કંઇ નહી યાર થોડુ કામ હતું. કેમ આવુ પૂછ્યું."
" અરે એ તો ભાભી..... સોરી ખુશી પુછતી હતી કે તમારા ભાઇ...... સોરી સોરી કરન નથી આવ્યો." અમર મારી સામે હસતાં બોલ્યો, બધા પણ મારી સામે જોઇ હસવા લાગ્યા.
" અમર તારી ચરબી વધી ગઈ હોય એવુ તને નથી લાગતું?"
" અરે એને છોડ ને કરન, ફેન્ડસ ગરબા ના પાસ મારી જાડે આવી ગયા છે." વિશાલ બોલ્યો.
*****************
" તાવડે... તાવડે........ અલ્યા ક્યાં મરી ગયો આ સુવર, અબે સાંભળે છે." એક ભરાવદાર શરીર ધરાવતા 30 થી 32 વર્ષ ની આયુ ના એક પોલીસ ઓફિસરે એના કોન્સ્ટેબલ ને ગુસ્સા માં બુમ મારતા કહ્યું
" જી.... મેવાડા સર બોલો શું થયું કેમ યાદ કર્યો તમારા ચેલા ને?" તાવડે નામનો કોન્સ્ટેબલે ત્યાં આવીને કહ્યું. તાવડે દેખાવ મા થોડો શ્યામ અને શરીર મા ભારે તેના આળસ ના કારણે પેટ ના ભાગે ચરબી નુ પ્રમાણ વધી ગયુ હતુ.
" શું તંબુરો જી સર ક્યા મર્યો હતો કેટલી બુમો પાડી સંભળાતી નથી. 2 ચા કહી આવ જા." મેવાડા બોલ્યા તેમનો ગુસ્સો હમેશા નાક પર જ હોય જો તેમને ચા મળી જ એમનો ગુસ્સો શાંત થઈ જતો. જો એક વાર તેમને ગુસ્સો આવી જાય તો ભલભલા ગુંડાઓ ના હાંજા ગગડાવી નાખતા.
તાવડે ચા લઇ ને આવ્યો. બન્ને ચા પીતા હતા ત્યાં જ 2 વ્યક્તિ અંદર આવી જેમાથી 1 સ્ત્રી હતી અને બીજો પુરુષ બન્ને દેખાવ પરથી પતી પત્ની હોય એવું લાગી રહ્યું હતું. બન્ને ના ચહેરા પરથી લાગતું હતું કે એ કોઇ તકલીફ માં છે.
" હા જી બોલો હું આપની શું સેવા કરી શકું? તાવડે તે બન્ને ને સંબોધતા બોલ્યો.
" સાહેબ અમારી દીકરી સવારે ગાર્ડન મા યોગા કરવા ગઇ હતી ત્યાર થી પાછી નથી આવી." રડતા રડતા એ સ્ત્રી એ કહ્યું
" બહેન પહેલાં શાંત થાઓ. મને એ કહો કે તમે બધે તપાસ કરી કદાચ એ એની સહેલી ના ધરે ગઈ હોય." તાવડે બોલ્યો
" સર અમે બધે તપાસ કરી એના બધા જ મિત્રો ને ફોન કરી ને પુછ્યું અમારા સગા સંબંધી ને પણ પુછ્યું પણ એ ક્યાંય નથી." તે પુરુષ બોલ્યો.
" પહેલાં તો મને તમારુ નામ જણાવો." તાવડે બોલ્યો
" જી મારુ નામ જીગર મહેતા અને આ મારી પત્ની પુષ્પા મહેતા મારી દીકરી નુ નામ દિવ્યા છે. અને આ એનો ફોટો છે સર." જીગરભાઈ એ કહ્યું
" ઠીક છે તમે મને તમારુ એડ્રેસ તમારા બધા ના કોન્ટ્રેક્ટ નંબર અને દિવ્યા ની બધી માહિતી આપો." તાવડે બોલ્યા
જીગરભાઈ એ તાવડે ના કહ્યા મુજબ તમામ ડીટેલ્સ લખાવી દીધી.
" હવે તમે જઈ શકો છો અમે અમારી રીતે તપાસ કરીશું અને કોઇ પણ માહીતી મળશે તો તમને જણાવીશું, તમારી દીકરીને સહી સલામત પાછી ના લાવુ તો મારુ નામ તાવડે નહી." તાવડે એ મુછો ને તાવ દેતા કહ્યું
(ક્રમશઃ.......)
નોંધઃ- મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને બને તો કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી મારી આ કહાની અને તમારા મિત્રો કે સબંધી ને પણ વાંચવા માટે આગ્રહ કરજો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED