પ્રતિશોધ - ભાગ - 10 Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ - ભાગ - 10

           " કરન એવું બન્યું હોય કે ખુશી ગાર્ડનમાં ના જઈ બીજે ક્યાં ગઈ હોય તો?" ઇસ્પેક્ટર મેવાડા એ મને કહ્યું
           " પણ સર એ કઈ રીતે બની શકે. તમારાથી કંઈક ભૂલ થાય છે." મેં મેવાડા ને કહ્યું
           " એ ગાર્ડન માં ગઈ હોય તો કોઈએ એને જોઈ ના હોય એવું બને જ નહીં, એટલે કહું છું કરન કે તે ગાર્ડનમાં નથી ગઈ."
           " તમે ગમે તે કહો પણ ખુશી ગાર્ડનમાં ગઈ હતી, આપણે ફરીથી તપાસ કરીએ કંઈક તો સુરાગ મળશે જ તમે તમારી રીતે તપાસ કરો હું મારા ફ્રેન્ડ્સ સાથે મળીને તપાસ કરું છું." મે મેવાડા ને કહ્યું 
           "  એક કામ કરો તમે લોકો કોલેજથી ખુશીના ઘર સુધી તપાસ કરો હું મારી રીતે બીજે તપાસ કરું." મેવાડા મને સલાહ આપતા કહ્યું
           " ઠીક છે સર તમારો આઈડિયા ખૂબ જ સરસ છે." મે મેવાડા ને કહ્યું. પછી મેં તરત જ વિશાલને ફોન કર્યો
           " હેલો વિશાલ કરન બોલુ તું અમર અને કિશનને લઈને ખુશી ના ઘરે આવી જાય."
           " ઠીક છે કરન એક કામ કરુ જયા અને આર્વી ને પણ લઈ આવું જેથી આપણું કામ સરળ બને." વિશાલ એ મને કહ્યું
          " જેવું તને યોગ્ય લાગે." મેં વિશાલ ને કહ્યું અને ફોન મુક્યો. કાશ મે ખુશી જોડે આવું ના કર્યું હોત તો એ અત્યારે મારી પાસે હોત અને આ નોબત જ ના આવત હું જ ગુનેગાર છું ખુશી નો. 

                        *****************

               " ક્યા બાત હૈ રઘુભાઈ આપ તો કુછ બડી ગેમ ખેલ રહે હો એક તીર સે દો શિકાર કર રહે હો." ઉસ્તાદ એ રઘુ ને કહ્યું
               " કરના પડતા હે ઉસ્તાદ યે રઘુ કા દિમાગ હૈ એસા વેસા નહિ ઇસ તરફ મેં યે લડકી કો બેચ કર પેસા કમ કમા ઉગા ઓર ઉસ તરફ કોર્પોરેટર કા કામ પૂરા કરકે ઉસકે પાસ સે કંપની કે લિયે જગા ઔર મંજૂરી ભી લે લુંગા, હા. હા. હા. ." રઘુ બોલ્યો અને હસવા લાગ્યો
              " પર બોસ મુજે વો સમજ નહીં આયા કે અગર આપકો 20 લડકિયા હી ચહીયે થી તો આપને સલીમ કો 25 ક્યુ બોલા થા? "
              " અરે ઉસ્તાદ ઉસે તો રઘુ કહેતે હે જો અપના કામ બખૂબી કરતા હૈ, દેખ મુજે માલુમ થાકી મેં અગર સલીમ કો 25 બોલુગા તો મુજે 20 લા કે દેગા ઇસીલિયે મેને ઉસે 25 બોલા થા." રઘુ એ ઉસ્તાદ ને કહ્યું અને તે ત્યાંથી કોર્પોરેટર ને મળવા માટે નીકળ્યો. 
              " આઓ રઘુ આઓ મેં તુમ્હારા હી ઈંતજાર કર રહા થા." કોર્પોરેટર યશવર્ધન એ રઘુ ને આવકારતા કહ્યું
              " જો આપ બોલે સરકાર, મે તો બસ એક પ્યાદા હુ." રઘુ એ કોર્પોરેટર ને મસ્કો મારતા કહ્યું રઘુ પોતાની ચાલ રમી રહ્યો હતો. 
              " કિસી કો શક તો નહી હુવા ના કી તુમ અભી જિંદા હો? "
              " જી નહીં સર આપ ફિકર મત કરીએ ને આપકા કામ કર દુંગા બદલે મેં આપકો મેરા કામ કરના હોગા." રઘુએ પોતાની બીજી ચાલ રમી
              " કોનસા કામ રઘુ?" યશવર્ધન એ રઘુ ને પૂછ્યું
              " સર મુજે એક ફેક્ટરી ખોલને કે લિયે જગહ ચાહિયે ઓર ઉસે ચલા ને કે લિયે પરમિશન, આપકા કામ હોને કે બાદ."
              " હો જાયેગા પર મેરા કામ હો જાના ચાહિએ ઉસકે બાદ, તુમ્હે પતા હૈ ના બોમ કહા કહા લગાના હૈ ઔર વો કેમિકલ વાલા બોમ કહા લગાના હૈ."
              " જી માલુમ હે આપ નિશ્ચિત રહીએ ઇન સબ મેં વિરોધી પાર્ટી કા નામ આયેગા ઓર આપ કોર્પોરેટર સે સીએમ બન જાયેગે." રઘુ બોલ્યો અને ત્યાંથી રવાના થયો તે પોતાની ખુફિયા જગ્યાએ જવા માટે રવાના થયો. 

                            *************

                "  બોલ કરન શું કરવાનું છે?" વિશાલે મારી પાસે આવી ને કહ્યું
                " એક કામ કરો હું અને મેવાડા સર બીજે તપાસ કરીએ તમે લોકો અહીંથી ગાર્ડન સુધી તપાસ કરો."મે વિશાલ ને કહ્યું. વિશાલ જયા આર્વી કિશન અને અમર ગાર્ડન સુધી તપાસ કરવા નીકળ્યા હું અને મેવાડા આજુબાજુમાં તપાસ કરવા માટે ગયા.
                 " હા બોલ વિશાલ કઈ સમાચાર મળ્યા? " વિશાલ નો ફોન રિસીવ કરતા મેં પૂછ્યું
                 " ના કરન અમને કંઈ જ મળ્યું નથી, તમને કઈ માહિતી મળી?" વિશાલ એ મને પૂછ્યું
                  " ના અમને પણ કઈ જાણવા નથી મળ્યું, એક કામ કરો તમે ઘરે જાવ અમે પણ નીકળી એ જ છીએ રાત થઈ ગઈ છે માટે કાલે મળીએ." મેં વિશાલ ને કહ્યું
                 " હા તો કરન ચલ હું તને ઘરે ડ્રોપ કરી દવ રાત થઈ ગઈ છે." મેવાડા બોલ્યા 
                " ઠીક છે સર" મેવાડા ને કહ્યું. મેવાડા મને ઘરે ડ્રોપ કરી ને નીકળ્યા. હું ઘરમાં જ જતો હતો કે મારા ફોનની રીંગ વાગી મેં જોયું તો વિશાલ નો ફોન હતો મેં રીસીવ કર્યો.
                " હા બોલ વિશાલ કઈ કામ હતું કે શું? "
                " નાના આ તો એમ જ ફોન કર્યો મેં તને એ જ પૂછવા કે તુ ઠીક છે ને."
                " હું તો ઠીક છું, વિશાલ કાલે સવારે મલ મારે તારું કામ છે, ચલ બાય હું તને કાલે મળીશ." વિશાલને કઈ મેં ફોન કાપ્યો પછી હું ઘરમાં જઈને સૂઈ ગયો થાક લાગ્યો હોવાથી મને તરત જ ઉંઘ આવી ગઈ. સવારે ઉઠી ફ્રેશ થઈ મેં ચા નાસ્તો કર્યો ચા-નાસ્તો કરી હું ઉભો  જ થયો ત્યાં વિશાલ આવ્યો. હું અને વિશાલ ઘરની બહાર નીકળ્યા, રસ્તામાં મેં વિશાલ ને વાત કરી. 
                " વિશાલ કાલે અમે તપાસ કરવા ગયા હતા ત્યાં એક જગ્યા પર અવરજવર ખુબ જ ઓછી છે મને લાગે છે કે ત્યાંથી જ ખુશી નું અપહરણ થયું હશે." 
                " પણ ખુશી એવી જગ્યાએ શું કરવા જાય?" વિશાલ એ એનો તર્ક રજૂ કર્યો
               " તારી વાત તો સાચી છે વિશાલ, પણ ત્યાં જવામાં શું વાંધો છે?"
               " ઠીક છે ચલ ત્યારે, પણ ઉભો રહે મેવાડા ને  પણ કોલ કરીને બોલાવી લઉં." વિશાલ બોલ્યો
              " ના વિશાલ તું મેવાડા ને ફોન ના કરીશ એ પણ કદાચ આમાં સામેલ હોઈ શકે માટે આપણે બંને જ ત્યાં જઈને તપાસ કરી આવીએ." મેં વિશાલ ને રોકતા કહ્યું પછી અમે બંને તે જગ્યાએ જવા માટે નીકળ્યા,  થોડી જ વારમાં અમે જગ્યા પર પહોંચ્યા. ત્યાં અવરજવર ખુબ જ ઓછી હતી, રસ્તો એકદમ સૂમસામ હતો. 
                " કરન અહીંથી આપણને કઈ જ સુરાગ મળી શકે એમ નથી." વિશાલ બોલ્યો
               " મળશે વિશાલ મળશે કંઈક તો મળશે જ." મેં  વિશાલ ને કહ્યું. અમે તપાસ કરતા હતા ત્યાં મને કશાક નો અવાજ સંભળાયો, હું અવાજની દિશા તરફ ગયો ત્યાં મને કોઈ હોય એવું પ્રતીત થયું હું તેની નજીક ગયો. નજીક જઈને જોયું તો ત્યાં કોઈ ભિખારી બેઠો હતો મેં તરત જ વિશાલને બૂમ પાડી મારી બૂમ સાંભળીને વિશાલ તરત દોડીને મારી પાસે આવ્યો.
               " કેમ બૂમ પાડી તે કરન?" મારી પાસે આવીને વિશાલે કહ્યું. ભિખારી ને જોઈને તે સમજી ગયો કે મેં એને શા માટે બૂમ પાડી. 
               " વિશાલ કદાચ આ ભિખારીએ ખુશીનું અપહરણ થતાં જોયું હશે." 
               " પણ તને કેવી રીતે ખબર કે આને જોયું જ હશે?" 
               " વિશાલ તું બરાબર ધ્યાનથી જો આ ભિખારી અહિયાં જ સુઈ જાય છે માટે જો ખુશીનું અપરણ અહીંથી થયું હશે તો આ ભિખારી એ જોયું જ હશે." મેં વિશાલને સમજાવતા કહ્યું
               " ઠીક છે ત્યારે ચલ ભિખારીને પૂછીએ." અમે ભિખારીની નજીક ગયા અને તેને ખુશી નો ફોટો બતાવી ને પૂછ્યું કે કાલે સાંજે તમે આને જોઈ હતી? તેની સાથે કોઈ હતું કે તે એકલી જ હતી?
               તે ભિખારી અમને જણાવ્યું કે કાલે સાંજે 7 વાગ્યાની આસપાસ  આ છોકરી અહીં આવી હતી, તેની સાથે બીજી છોકરી પણ હતી, તે બંને અહીં આવ્યા ની 5 મિનિટ પછી એક વાઈટ કલર ની વાન આવી જેમાં આ છોકરીને એ લોકો લઈ ગયા પછી પેલી છોકરી પણ અહી થી નીકળી ગઈ. તે લોકોને આ ભિખારી કદાચ એટલે જ નહિ દેખાયો હોય કેમકે ત્યાંથી અહીં સ્પષ્ટ દેખાતું નથી જ્યારે અહીંથી તે જગ્યા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે એટલે જ ભિખારીએ આ બધું થતાં જોયું હશે અને તે લોકોએ ભિખારીને જોયો નહિ હોય.
             " તે વાન કઈ તરફ ગઈ હતી તે તમે જોયું હતું?" મે ભિખારીને પુછ્યું
             " વાન ઉત્તર દિશા તરફ ગઈ હતી." ભિખારી એ અમને જણાવ્યું
             " તમારો આભાર" મે ભિખારીનો આભાર માની તેને ખુશ થઈ મે પૈસા આપ્યા તે ખુશ થઈ ગયો. પછી અમે ત્યાં થી નીકળ્યા જે તરફ ભિખારી એ અમને રસ્તો બતાવ્યો હતો. વિશાલે અમર અને કિશન ને પણ ફોન કરીને બોલાવી લીધા પછી અમે ચારે જણા ખુશીને શોધવા માટે નીકળ્યા  શોધતા-શોધતા અમે ઘણા આગળ નીકળી ગયા
              " કરન અહીંયા તો કંઈ જ દેખાતું નથી મને નથી લાગતું કે હવે આપણને અહીં કંઈ મળે. અમર બોલ્યો
              " મળશે અમર કંઈક તો મળશે જ." મેં અમરને કહ્યું. જેવો પાછો ફર્યો એવી મારી નજર જમીન પર પડી મારા ચહેરા પર રોનક આવી.
              " કેમ ખુશ થયો કરન કઈ મળ્યું કે શું? " વીજળી મને પૂછ્યું
              " હા વિશાલ ખુશી ની નિશાની મળી ખુશી આટલામાં જ ક્યાંક છે, મેં ખુશી ને આપેલું બ્રેસલેટ અહી પડેલું મળ્યું એનો મતલબ કે ખુશી આ આ તરફ જ છે." મે વિશાલ ને કહ્યું.   અમે બધા આગળ વધ્યા થોડા આગળ જતા અમને વર્ષો જૂનું ખંડેર જેવી હાલત થઈ ગયેલું એક ગોડાઉન મળ્યું. મને મનમાં થવા લાગ્યું કે ખુશી મારી આસપાસ જ છે મને વિશ્વાસ થઈ ગયો કે ખુશી ગોડાઉન માં જ છે. મેં બધાને ગોડાઉનમાં સાવધાનીથી જવા માટે ઇશારો કર્યો બધા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા, અમે ગોડાઉન ના દરવાજે પહોંચ્યા. અમે અંદર જોયું તો કોઈ જ હતું નહીં અમે અંદર પ્રવેશ્યા.
 
                         *****************

                " આઓ સલીમ આઓ લડકીયા લાયે કી નહીં?" રઘુએ સલીમને આવતા જોઈ  ને પૂછ્યું
                " રઘુભાઈ આપ મુજે કામ સોપે ઓર મેં પૂરા ના કરું એસા કભી હુવા હૈ યે રહી આપ કી સભી લડકીયાં." સલીમ રઘુ ને જવાબ આપતા કહ્યું
               " મે તેરે કામ સે ખુશ હુઆ સલીમ યે રહા તેરા ઈનામ, પર યાદ રખના સલીમ કિસી કો ભી મેરે બારે મે પતા નહી ચલના છે વરના મે તુજે નહી છોડુંગા." રઘુએ સલીમ ને કહ્યું 
              " જી  રઘુભાઈ  મેં આપકો જુબાન દેતા હું કી ને આપ કે બારેમે  કિસી કો ભી નહીં કહું ગા." સલીમ રઘુને કહ્યું. રઘુ એ ખુશ થઈને પૈસાથી ભરેલી બેગ સલીમ ને આપી. સલીમ ખુશ થઈ ત્યાંથી  પોતાના અડ્ડા તરફ જવા માટે નીકળે છે.
                રઘુ ઉસ્તાદને તમામ છોકરીઓને રૂમમાં બંધ કરવા માટે કહે છે, ઉસ્તાદ તમામ છોકરીઓને રૂમમાં બંધ કરી દે છે. રઘુ જેકોબ ને મળવા માટે નીચે જાય છે.

   (ક્રમશઃ) 
              શું કરન ખુશીને બચાવી શકશે? કોણ હતી તે છોકરી જેણે ખુશીનું કિડનેપિંગ કરવામાં મદદ કરી? શું કરન અને તેના મિત્રો રઘુ ને રોકી શકશે? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ નો આવતો ભાગ. મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો. 
     
Facebook :- kalpesh Prajapati kp