Pratishodh - 6 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ભાગ - 6


                " ખુશી કેમ ભાગી આવી ત્યાંથી?" ખુશીની નજીક જતા મેં પૂછ્યું. મારે ખુશી ને પ્રપોઝ કરવો હતો પણ મને નર્વસ ફિલ થતું હતું. કેવી રીતે કહુ ખુશીને હું આજ પહેલાં  ક્યારેય મે આટલુ વિચાાર્યું નથી પણ આજે મને થોડો ડર લાગે છે. મે કોઈને પણ મારા દિલની નજીક આવવા દીધી નથી પણ આજે ખુશી એ મારા એજ દિલ ને ચોરી લીધુ હતું.
               " શું વિચારે છે કરન?" મને મુંઝવણમાં  જોઇ ખુશી એ મને પૂછ્યું
               " ક...ક....કંઈ નહીં બસ એમજ." એકાએક મારુ ધ્યાન તુટતા ઉતાવળ માં તુટક તુટક શબ્દો માં હું બોલ્યો.
               " કઈક તો છે તારા મનમાં તું કંઈક તો વિચારે છે? કઈ તકલીફ હોય તો મને કહી શકે છે." ખુશી એ મને કહ્યું
                હું કેવી રીતે કહું ખુશી ને? મારે કહેવું છે પણ કહી નથી શકતો શું કરું? હું મનમાં વિચારી રહ્યો હતો. એટલામાં ખુશી બોલી.
                 " તારે મને કંઈ કહેવું છે? તારે મને કંઈ કેવું હોય અને ના કહી શકતો હોય તો મને કહે. જો તને એમ હોય કે મને તારી વાત નું ખોટું લાગશે તો તું ચિંતા ના કર મને ખોટું નહીં લાગે તારે જે કહેવું હોય તે કહી શકે છે."
                 " ખુશી શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ?" મે ખુશી ને પ્રપોઝ કરતા કહ્યું     
                 " હા કેમ નહીં હું ક્યાર ની એ જ તો ઈચ્છતી હતી કે ક્યારે તું મને તારી બનાવીશ તું આટલી વાત કરવામાં ગભરાતો હતો." ખુશી એ મને કહ્યું.  તે મારી વાત સાંભળી એટલી બધી ખુશ હતી કે તે મને ભેટી પડી તેને એ વાતનું પણ ધ્યાન નહોતું કે અત્યારે અમે ક્યાં છીએ અને કેમ ના હોય જ્યારે તમે જેમને પ્રેમ કરતા હોય તે વ્યક્તિ તમારી પાસે હોય ત્યારે તમને બીજું કઈ જ યાદ રહેતું નથી તેના પ્રેમ સિવાય.

                           **************

                    " તાવડે ખબરીઓ પાસેથી કઈ માહિતી મળી?" મેવાડા એ ચા ની ચૂસકી ભરતા તાવડે ને પૂછ્યું
                    " સર મે ખબરીઓને પણ પૂછ્યું અને તપાસ પણ કરી પણ કંઈ ખાસ માહિતી મળી નથી તે છોકરી ના ઘરેથી ગાર્ડન સુધી તપાસ કરી પણ કોઈને કંઇજ ખબર નથી કોઈએ તેનું અપહરણ થતા જોયું નથી." તાવડે એ મેવાડા ને કહ્યું
                 " એવું કઈ રીતે બને તાવડે તારાથી કંઈક ભૂલ થાય છે એવું બને જ નહીં કારણકે સવારે યોગા મા ઘણા લોકો આવે છે તો કોઈએ અપહરણ થતું જોયું ના હોય તેવું બનેજ નહીં એક કામ કર કાલે સવારે તું ગાર્ડનમાં જઈને ત્યાં આવતા બધાને દિવ્યા નો ફોટો બતાવી ને પુછ?." મેવાડાએ તાવડે ને કહ્યું
                  " થઈ જશે સર." તાવડેએ મેવાડા ને કહ્યું. મેવાડા શહેરના તમામ ગુંડાઓને પકડીને પૂછપરછ કરી રહ્યા હતા. તેઓને ખરાબ માર માર્યા છતાં કોઈ કઈ જ બોલ્યું નહિ છેવટે કંટાળી મેવાડા પાછા પોતાના ટેબલ પર જઈ બેઠા અને વિચારવા લાગ્યા કે શહેરના કોઈ ગુંડાઓએ આ કામ કર્યું નથી અને તેમને પણ આ વાતની કોઈ  ખબર પણ નથી.

                            ************

                   " સલીમભાઈ ઝાકીર બોલ રહા હું." ઝાકીરે સલીમ ભાઈ ને ફોન કરીને કહ્યું
                   " હા બોલ બે જાકીર તુને તો 10 દિન સે કોલ ભી નહિ કિયા કામ કિયા કે ફિર વો ભી બાકી હે." સલીમે ઝાકીર ને ધમકાવતા કહ્યું
                   " અરે સલીમભાઈ ગુસ્સા ક્યું કર રહે હો? શહેર મે નાકાબંધી હૈ ઓર પુલીસ કી નજર ચારો ઓર લગી હુઈ હે,  પર મેને 5 લડકીયા ઉઠાઈ હે ઓર આજ સામ કો લેકર આ જાઉંગા." ઝાકીરે સલીમને જવાબ આપતા કહ્યું.
                  " ઠીક હે ઝાકીર ફિર સામ કો અડ્ડે પે મિલતે હૈ."
                              **************

                  " ઇ. મેવાડા શું હું જાણી શકું તમે શું કરો છો આટલી બધી મિસિંગ રિપોર્ટ હોવા છતાં તમને કોઈ સુરાગ નથી મળ્યો ઊલટા ની બીજી પાંચ છોકરીઓ કિડનેપ થઈ ગઈ છે તમારી નિગરાની અને કડક નાકાબંધી હોવા છતાં તમારા નાક નીચેથી આ કામ થઈ ગયું તમને શરમ આવી જોઇએ." કમિશનર પોલીસ સ્ટેશનમાં આવી મેવાડા ને ધમકાવી રહ્યા હતા. 
               " સોરી સર મારી લાઇફમાં ફર્સ્ટ વખત આવું બન્યું છે હું જલ્દી જ આ કેસ પતાવી દઈશ." કમિશનરને આશ્વાસન આપતાં મેવાડા એ કહ્યું
                " મેવાડા તમે આવું કરશો કેમ ચાલશે ઉપરથી આ મીડિયાવાળા લોહી પી ગયા કે પોલીસ આમાં કઈ નથી કરી રહી. જુઓ મેવાડા આ કેસ નુ જલ્દી નિવારણ નહિ આવે તો સમજો તમારી નોકરી ગઈ, do you understand?" હાથ ટેબલ પર પછાડતા કમિશનર એ મેવાડા ને કહ્યું
                " યસ સર થઈ જશે." મેવાડા એ ટૂંકમાં જવાબ આપ્યો
                " ગુડ હું જાઉં છું મને 10 દિવસમાં રિપોર્ટ જોઈએ અને ગુનેગાર પણ 10 દિવસ માં પકડાવા જોઈએ નહિતર તમારી નોકરી ગઈ સમજો." મેવાડા પર રુવાબ જમાવતા કમિશ્નર બોલ્યા
                 કમિશનરના ગયા પછી મેવાડા અને તાવડે એકબીજાની સામે જોઈ બેસી રહ્યા બિચારા કરે પણ શું? દિવસ-રાત જોયા વગર બંને મહેનત કરી રહ્યા હતા છતાં જો કોઈ ને તેમની કદર ના હોય તો માણસ બિચારો કરે પણ શું? આમા વાંક માણસ નો નથી એના નસીબનો છે.

                           *************


                  આજે હું ખૂબ જ ખુશ હતો. કેમકે મને દુનિયામાં સૌથી કીમતી વસ્તુ મળી હતી "ખુશી"કે જે મારા જીવનનો હિસ્સો બની ગઈ હતી. આમ તો હું મતલબ વગરનું જીવન જીવતો હતો કે જેમાં હું કોઈ જ વસ્તુને સિરિયસલી નહોતો લેતો પણ હવે મને મારા જીવનનું સાચું મૂલ્ય સમજાયું હતું કાલે મેં જ્યારે ખુશીને પ્રપોઝ કર્યો ત્યારે જ મારી આંખો ખૂલી કે જીવન ખરેખર કેટલું અદભૂત છે. અત્યાર સુધી હું જે માની રહ્યો હતો એ  ખરેખર ખોટું હતું. પ્રેમનું જીવનમાં કેટલું મહત્વ છે તે મને ખુશી ના આવવાથી સમજાયું કે પ્રેમમાં જેટલું સુખ છે એટલું સુખ દુનિયામાં બીજે ક્યાંય નથી.
                  " ફ્રેન્ડ્સ આજે કરન તરફથી પાર્ટી છે" જયા બોલી
                  " શેની ખુશીમાં પાર્ટી છે જયા?" નીતા એ જયા ને પૂછ્યું
                  " કરને ફાઇનલી ખુશીને પ્રપોઝ કર્યો." 
                  " ક્યારે જયા?" ખુશ થતાં આર વી એ જયા ને પૂછ્યું
                  " આજે સવારે જ."
                  " કરન આજે તારે અમને મુવી જોવા લઈ જવા પડશે અને હોટલમાં પણ લઈ જવા પડશે."  કિશને કહ્યું
                  " ઠીક છે દોસ્તો જેવી તમારી મરજી સાંજે 6 વાગે બધા તૈયાર રહેજો." મે બધાને કહ્યું
                 અમે બધા ઘરે જવા નીકળ્યા. બધાએ સાંજે ૬ વાગે ભેગા થવાનું નક્કી કર્યું વિશાલ પોતાની કાર લઈને આવવાનો હતો. બધા એની કાર મા સાથે નીકળવાના હતા. હું ઘરે પહોંચ્યો થોડી વાર આરામ કર્યો પછી ઊઠી ને ફટાફટ ફ્રેશ થઇ ને તૈયાર થયો મમ્મીને જમવાની ના પાડી પછી હું ખુશી ને કોલ કરી તેને લેવા માટે નીકળ્યો. બધા ને ફોન કરી ને તૈયાર થઈ નીકળવા માટે કહ્યું. હું ખુશીને લેવા તેના ઘરે પહોંચ્યો. ખુશી તૈયાર થઈને ફટાફટ બહાર આવી. ખુશી આજે વધારે ખુશ લાગતી હતી કારણકે તેને જે જોઈતું હતું તે મળી ગયું હતું. હું ખુશી ને જોતાજ તેનામાં ખોવાઈ ગયો આજ પહેલા ક્યારે પણ મેં ખુશીને આટલી ધ્યાનથી નિહાળી નહોતી પણ હવે મને ખુશીને જોયા વગર નથી ચાલતું એની મોહક અદા મને ચૂરચૂર કરી નાખે છે એને જોઈ હું બધું જ ભૂલી જવું છું. 
                   " ઓ હેલો શું જોવે છે આમ મને ક્યારે જોઈ નથી કે શું?" મારી નજીક આવી ખુશી એ કહ્યું કહ્યું
                   " જોઈ છે ને પણ આ તો હું એ જોતો હતો કે તે કેટલો બધો પાવડર લગાવ્યો છે." મે ખુશીની મજાક કરતા કહ્યું
                   " હા હવે રેહવા દે તારીફ કરવાનું અને ચાલ હવે બધા રાહ જોતા હશે." ખુશી એ કહ્યું હું અને ખુશી જવા માટે નીકળ્યા. બધા અમારી રાહ જોઈને બેઠા હતા અમે 15 મિનિટમાં હોટલે પહોંચ્યા. અમે પહેલા જમવાનું નક્કી કર્યું હતું.  જમીને પછી મુવી જોવા જવાના હતા મૂવી ટિકિટ પણ મેં બુક કરીને રાખી હતી. બધા ટેબલ પર ગોઠવાયા પછી બધાએ વેઇટરને પોત પોતાનો ઓર્ડર આપ્યો. જમીને બધા મુવી જોવા માટે નીકળ્યા. હજુ મુવી ચાલુ થવાની વાર હતી ત્યાં સુધી બધાએ ફોટોગ્રાફી કરી. 10 મિનિટ ની વાર હતી એટલે અમે થિયેટર મા એન્ટર થયા. અમારી સીટ છેલ્લે બુક કરાવી હતી જેમા 10 સીટો અમારી હતી. અમે સીટો પર ગોઠવાયા હું અને ખુશી કોર્નર ની સીટ લીધી અમારી બાજુમાં વિશાલ અને નિશા બેઠા એમની બાજુમાં બીજા બેસ્યા. 
                   આમ તો હું ઘણીવાર મુવી જોવા આવ્યો છું. આજે હું પહેલીવાર કોઈની સાથે જઈ રહ્યો હતો. મારી લાઇફમાં હવે કોઈ હતું કે જેના પર ફક્ત મારો હક્ક હતો. મને એ વાતનો આનંદ હતો કે હવે હું પણ કોઈના માટે કઈ મહત્વ ધરાવતો હતો. 
                   મુવી ચાલુ થયું ખુશી મારો હાથ પકડીને બેસી હતી હું મારું માથું ખુશી ના ખભા પર ટેકવીને બેસ્યો. અત્યારે હું  મારા તમામ વિચારો અને દુઃખોને ભુલી ગયો હતો એટલું રિલેક્સ ફીલ થઈ રહ્યુ હતું. મૂવી માં રોમેન્ટિક સીન આવ્યો ત્યારે ખુશી મારી નજીક આવી મારી અને એની નજર મળી જાણે તે મને એક મધુર ચુંબન કરવા આવકારતી હોય એવુ પ્રતિત થઈ રહ્યુ હતું. એ મારી વધુ નજીક આવી હવે એના અને મારા વચ્ચે હવે કોઈ જ અંતર નહોતું એના અધર મારા અધર ની નજીક હતા હવે હું કોઇ પણ કાળે પોતાની જાતને રોકી શકું તેમ નહતો તેણે આંખો બંધ કરી. જેવી તેણે આંખો બંધ કરી તરતજ મે તેના મુલાયમ અધર ને મારા અધર મા લઈ એક દિર્ધ ચુંબન કર્યું આ મારી ફસ્ટ કિસ હતી જે ખરેખર યાદગાર રહેવાની હતી. મુવી પત્યા પછી ઘરે જવા માટે નીકળ્યા મને ખુશીથી અલગ થવાની ઇચ્છા જ નહોતી થતી ખુશી એ જતા જતા મને સ્મોલ  કિસ આપતી ગઈ. 
      
                           ***************
                 " ઝાકીર એક બાત બતા ઇતની સિક્યુરિટી ઓર નાકાબંધી હોને કે બાવજૂદ 5 લડકીયા કેસે ઉઠાઈ." સલીમ ઝાકીર ને પૂછ્યું
                 " ભાઈ આપ આમ સે મતલબ રખીયે આમ કે પેડ સે નહીં મે યે કામ કેસે કર રહા હું ઇસ સે આપકો કોઈ લેના દેના નહિ હે." ઝાકીરે સલીમને જવાબ આપતા કહ્યું
                " ઠીક હે ઝાકીર જેસા તું કહે મુજે તો કામ સે કામ તું કેસે કર રહા હૈ ઇસ સે મુજે કોઈ લેના દેના નહિ હૈ." 
                 
  
  (ક્રમશઃ -) 
            ( શું ઇસ્પેક્ટર મેવાડા અપરાધીને પકડી શકશે શું? મેવાડા કિડનેપ થયેલી છોકરીઓને બચાવી શકશે શું?  કોઈ ઝાકીર ને મદદ કરે છે?  કે તે એકલો જ આ કામ કરે છે. જાણવા માટે વાંચતા રહો) 
  
નોંધ :-
           મિત્રો આપને મારી કહાની પસંદ આવી હોય તો ચોક્કસ રેટિંગ આપજો અને બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો અથવા કુટુંબીજનોને વાંચવા માટે આગ્રહ કરજો. 
   
                 
                

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED