Pratishodh - 5 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ભાગ - 5



" તો ફ્રેન્ડ્સ આજે સાંજે ગરબા રમવા તૈયાર થઈ જજો. આવાના છો ને બધા?" વિશાલે બધા ને પૂછ્યું
હા કેમ નહિ અમને બધાને ગરબા નો શોખ છે બધાએ વિશાલને જવાબ આપ્યો. પછી બધા જ અંદર ચર્ચા કરવા લાગ્યા વિશાલ અને નિશા ખુબ જ ખુશ હતા. કેમ ના હોય એમની પહેલી નવરાત્રિ હતી અને જ્યારે તમે તમારા સાથી જોડે ગરબા ગાવાના હોય તો કહેવું જ ન પડે.
" કરન એક વાત પૂછું તને ખોટું ના લાગે તો?" અમરે મને કહ્યું
" પૂછ પૂછ એમાં ખોટું શું લગાવવાનું તારે જે પૂછવું હોય તે પુછ."
" કરન તું જાણે છે ખુશી તને લવ કરે છે તને ખૂબ જ પસંદ કરે છે, છતાં તુ એના પ્રેમને કેમ નથી સ્વીકાર તો?" અમર બોલ્યો
" પ્લીઝ યાર અમર છોડ આ વાત ને મારે લવ વિશે કોઇજ વાત નથી કરવી."
" કેમ પણ કરન તુ આ વાત થી દુર કેમ ભાગે છે? તારે મને જણાવવું પડશે એવુ તો શું છે કે તુ દુર ભાગે છે? "
" તો સાંભળ હું કોઈની લાઈફ બરબાદ કરવા નથી માંગતો મને ડર એ વાતનો છે કે મારી નજીક તો આવી જાય પણ જો એ મારાથી દૂર થઈ જાય તો મારામાં એટલી હિંમત નથી કે હું મારી જાતને સંભાળી શકું."
" તમે બંને શું અંદરો અંદર ગુસપુસ કરો છો અમને પણ જણાવો." જયા બોલી
" કઈ નહિ જયા એમજ તો ફ્રેન્ડ્સ હવે ઘરે જઈશું સાંજે મળીએ ગરબામાં." અમરે કહ્યું
શું ખરેખર હું આ યોગ્ય કરી રહ્યો છું? હું જાણું છું કે ખુશી મને પસંદ કરે છે છતાં હું એના પ્રેમથી દુર ભાગી રહ્યો છું. શું આ ઉચિત છે? શું હું ખુશી ને લવ નથી કરતો? કે પછી મારો ઇગો આ બધુ કરાવે છે.હુ બેઠો બેઠો મનોમન વિચારી રહ્યો હતો એટલા મા ફોનની રીંગ વાગી. કોલ ખુશી નો હતો. મે કોલ રીશીવ કર્યો.
" હા બોલ ખુશી, કેમ કોલ કર્યો?" મેં ખુશી ને પૂછ્યું
" કેમ કોલ ના કરાય સારુ હવેથી ને કરું તને ના ગમતું હોય તો આતો મેં એટલા માટે ફોન કર્યો કે તું મને સાંજે ઘરેથી લેતો જજે મારી જોડે વિહીકલ નથી બાય." ખુશી એ ગુસ્સે થઈ ફોન કાપી નાખ્યો ખરેખર મને મારા પર ગુસ્સો આવી રહ્યો હતો કે મે આ રીતે ખુશી સાથે વાત કરી.
સાંજના છ વાગી રહ્યા હતા મેં બધાને કૉલ કરીને જણાવી દીધું બધા જ સાત વાગે નીકળવાના હતા મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું ફટાફટ જમીને તૈયાર થઇ ને ખુશી ને લેવા માટે નીકળ્યો હું ખુશી ઘરે પહોંચ્યો.
" અરે કરન આવ બેસ અહીં" ખુશીના મમ્મીએ મને કહ્યું
" ના બસ માસી ખુશી ક્યા છે અમારે મોડું થાય છે."
" ખુશી એના રૂમમાં છે બેસ હું એને બોલાવી લાવું." ખુશીના મમ્મીએ મને કહ્યું
" તમે બેસો માસી હું એને બોલાવી લાવુ છું." હું ઊભો થઈ ખુશીના રૂમમાં ગયો. ખુશી નો રૂમ ખુશીના જેવો જ સુંદર હતો એ ના રૂપમાં કઈક અલગ સુવાસ આવતી હતી, જે મને વધુ આકર્ષિત કરતી મેં આમતેમ નજર કરી પણ ખુશી ક્યાંય દેખાય નહીં. ખુશીના રૂમ ને નિહાળી રહ્યો હતો એટલામાં ખુશી એના બાથરૂમ માંથી બહાર આવી. હું એને જોતો જ રહી ગયો તેણે ચણિયાચોળી પહેરી હતી જેમાં તે અત્યંત ખુબસુરત લાગતી હતી તેના મોઢા પર પાણી ની અમુક બુંદો હતી જે મોતી ની જેમ ચમકતી હતી. એની આંખોમાં કંઈક અલગ જ જાદુ હતું અત્યારે મને એમાં ડૂબી જવાની ઈચ્છા થતી હતી.
" ઓ હેલ્લો શું જાવે છે આમ, મને ક્યારેય જાઇ નથી કે શું?" મને જોઈ મોં મચકોડતા બોલી
" અરે સોરી યાર માફ કરી દે મને ભૂલ થઈ ગઈ મારાથી મારો કહેવાનો મતલબ એવો નહોતો મેં તો તને એમ જ પૂછ્યું હતું એમાં તને ખોટુ લાગે." મેં ખુશીને મનાવતા કહ્યું
" હા હવે સફાઈ આપવાની જરૂર નથી મારી હેલ્પ કર મને બ્લાઉઝ ની દોરી બાંધતા ફાવતું નથી પ્લીઝ બાંધી આપને." ખુશી પાછળ ફરતા મને કહ્યું મને થોડું અજીબ લાગી રહ્યું હતું પહેલીવાર હું આવી રીતે કોઈ છોકરી ની મદદ કરી રહ્યો હતો. દોરી બાંધતા મારો હાથ એની મુલાયમ પીઠને સ્પર્શતો ત્યારે મને કંઈક અલગજ ફીલ થતું મારા રુવાડા ઊભા થઈ ગયા હતા. મારા હાથમાં પણ ધ્રુજારી હતા.
" કેટલીવાર કરન જલ્દી કર મોડું થાય છે." ખુશી બોલી
" બસ ખુશી બંધાઈ ગઈ ચલ હવે." હું અને ખુશી બંને જવા માટે નીકળ્યા. ખુશી એ ચણીયા ચોળી પહેરી હોવાથી બાઈક પર એક્સાઇડ બેસી હતી. તેને એક્સાઇડ બેસતા ફાવતું નહોતું તેને ડર લાગતો હતો જેથી તેના બન્ને હાથ મારી ફરતે વીંટીને બેસી હતી. આજે એનો સ્પર્શ મને કંઈક અલગ જ અનુભૂતિ કરાવતો હતો. આમ તો હું છોકરીઓથી દૂર રહેતો પણ આજે મને ખુશીની નજીક જવાની ઈચ્છા થતી. તેનું સુંદર શરીર મને વધુ ઉત્તેજિત કરતું. મને થતું કે ખુશી જોડે હું ખોટું કરી રહ્યો છું એ મારી કેટલી કેર કરે છે તે મારી દરેક વાત નું ધ્યાન રાખે છે તે મને તકલીફ માં નથી જોઇ શકતી જયાર થી તે મારી લાઇફમાં આવી છે ત્યારથી મારી લાઈફ બદલાઈ ગઈ છે મને વાતવાતમાં ગુસ્સો આવતો પણ હવે મને સહેજ પણ ગુસ્સો નથી આવતો. તે મારા માટે આટલું બધું કરે છે અને બદલા મા મે એને શું આપ્યું? નહી આજે તો ગમે તે થાય હું એને પ્રપોઝ કરીને જ રહીશ.
" શું વિચારે છે કરન?" ખુશી એ મને પૂછ્યું
" કઈ નહિ બસ એમ જ ચલ આવી ગયો પાર્ટી પ્લોટ." મેં ખુશી ને કહ્યું. પછી અમે બધાની જોડે ગયા અને ગરબા રમ્યા ગરબા પત્યા એટલે અમે ઘરે જવા નીકળ્યા. હું ખુશીને મુકવા માટે ગયો. કાલે ખુશી નો બર્થ ડે છે માટે બધાએ નક્કી કર્યું હતું કે આજે રાત્રે ખુશી ના ઘરે તેને સર્પ્રાઇઝ આપીશું. બધા ખુશી ના ઘરે પહોંચી તૈયારીમાં લાગી ગયા ત્યાં સુધી મેં બાઇક બગડી ગયા નું બહાનું કાઢી ખુશીને રોકી રાખી. વિશાલ નો કોલ આવતા હું ખુશીને લઈને નીકળયો.
*************
તાવડે અને મેવાડા ચા ની ચુસ્કી લેતા લેતા દિવ્યા ના કેશ ની ચર્ચા કરતા હતા. એટલા મા ન્યૂઝ મા દેખાડી રહ્યું હતું કે ગાંધીનગર મા 10 છોકરીઓ ગુમ થઈ ગઈ છે. શું થઇ રહ્યું છે. આ બધુ કોણ કરી રહ્યુ છે અને શા માટે કરી રહ્યું છે? એની કોઇજ માહિતી નથી. પોલીસ ને પણ આ વાત ની કોઇજ માહિતી નથી. શું પોલીસ આ નિર્દોષ છોકરીઓ ને બચાવી શકશે?
" તાવડે શું છે આ બધુ? આટલી મોટી વાત થઈ ગઈ અને આપણને ખબર પણ નથી શરમ આવવી જોઇએ. તુ અત્યારે જ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં જઈ આની પાક્કી માહિતી લઈ ને આવ મારે આજે જ કામ થઈ જવુ જોઈએ ડુ યુ અનડરસ્ટેન્ડ?" મેવાડા એ ટેબલ પર હાથ પછાડતા તાવડે ને કહ્યું
" સર બધુ જ થઈ જશે તમે ચિંતા ના કરો." તાવડે એ મુછો ને તાવ આપતાં મેવાડા ને કહ્યું અને તે ગાંધીનગર જવા માટે નીકળે છે. મેવાડા ચેર પર બેઠા બેઠા વિચારે છે કે આ બધુ કોણ કરી શકે છે. અને એ શા માટે કરી રહ્યો છે. કંઇક કામ યાદ આવતા મેવાડા ત્યાંથી નીકળે છે. સાંજ સુધીમાં તો તાવડે માહિતી લઈને આવી જાય છે.
" હા તો તાવડે શું સમાચાર લાવ્યો?" મેવાડા એ તાવડે ને પૂછ્યું
" કંઈ ખાસ માહિતી મળી નથી બસ સમાચાર માં જે બતાવી રહ્યા છે એટલું જ જાણવા મળ્યું છે તપાસ હજી ચાલુ છે. પણ એક વાત કોમન છે સર બધી છોકરીઓ અમીર ધરની છે." તાવડેએ મેવાડા ને હતાશ ચહેરે કહ્યું. નિરાશ થયેલા મેવાડા એ ચા મંગાવી ચા ની ચૂસકી લગાવતા લગાવતા તર્ક કરી રહ્યા હતા કે હવે આગળ શું કરવું? ગુનેગાર ને કેવી રીતે પકડવો?
*****************
" આટલું અંધારુ કેમ છે ઘરમાં દેખાતું કેમ નથી?" ખુશી એ ઘરમાં પ્રવેશતા કહ્યું
" સુઈ ગયા હશે બધા ચલ તને તારા રૂમ સુધી મુકવા આવુ." હું ખુશી ને લઈને એના રૂમ બધા ખુશીની રાહ જોઈને બેઠા હતા જેવો હું ખુશીને લઈને રૂમમાં ગયો એવી જ બધાએ ખુશીને સરપ્રાઇઝ આપી બધાએ બર્થ ડે વિશ કરી મેં પણ પછી એક પછી એક બધાએ ખુશી ને ગિફ્ટ આપી ખુશી આ બધું જોઇને ખુશ થઇ ગઈ અને બધા નો આભાર માન્યો. બધા ઘરે જવા નીકળ્યા.
" ખુશી એક વાત કહું જો તને ખોટું ના લાગે તો?" મે ખુશીને પુછ્યું
" હા બોલ શું કહેવું છે તારે? એમા શું ખોટુ લગાડવાનું." મને ખબર છે કરન તારે મને શું કહેવું છે ખુશી મનમા પોતાની જાતને કહી રહી હતી.
" એજ કે હું ઘરે જઉ હવે લેટ થઈ ગયો છું."
" સારુ બાય ગુડ નાઇટ સાચવી ને જજે." ખુશી એ મને કહ્યું. મને ખબર છે કરન તુ મને પસંદ કરવા લાગ્યો છે પણ કહેવુ નથી વાંધો નહીં દરેક વાત કહેવી જરુરી નથી.
" ભાભી ભાઈ ક્યાં ગયા હજી સુધી દેખાતા નથી કાલે રાત્રે વધારે વાતો કરી હતી કે શું?" નીતા એ ખુશી ને કહ્યું
" નીતા તારે મારા ખાવો છે." ખુશી એ નીતા સામે જોતા કહ્યું. આમ પણ આ બધી વાતો થઈ ખુશીને પણ મજા આવતી હતી.
" અરે પણ આપણો કાનો ક્યાં છે હજી સુધી આવ્યો નથી. રાત્રે રાધા જોડે રાસ રમ્યો અને હવે ગોપીઓ જોડે રમવા ગયો કે શું?" વિશાલ બોલ્યો
" અરે લો આપણો કાનો આવી ગયો શું વાત છે કરન આજે કેમ લેટ થઈ ગયો રાત્રે રાધા ના સપના જોતો હતો કે શું?" જયાએ મને પૂછ્યું
" જયા આજકાલ બહુ બોલવા લાગી હોય એવું તને નથી લાગતુ. સવારે મોડો ઉઠ્યો માટે થોડું મોડું થઈ ગયું સમજી." જયાને જવાબ આપતા કહ્યું. લેક્ચર નો ટાઈમ થઈ ગયો હોવાથી બધા જ ક્લાસ તરફ જવા નીકળ્યા.
" કરન તારી ગર્લફ્રેન્ડ નું નામ તો કે મને." ખુશી એ મને પૂછ્યું
" અરે બંને શેની ચર્ચા કરો છો અમને તો કહો." વિશાલે આવતા કહ્યું
" એ તો ખુશી મારી ગર્લફ્રેન્ડનું નામ પૂછે છે."
" અરે કરન ની સામે તો ઉભી છે" વિશાલ એ ખુશી ને કહ્યું
ખુશી શરમાઈ ને જતી રહી. હું પણ તેની પાછળ પાછળ ગયો મારે તેને મારા દિલ ની વાત કહેવી હતી.
( ક્રમશઃ )
નોંધ:-
મિત્રો જો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કોમેન્ટ પણ કરજો કેવી લાગી મારી આ કહાની અને તમારા મિત્ર કે સંબંધીને પણ વાંચવા માટે આગ્રહ કરજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED