"કોલેજ મા આજે મારો પહેલો દિવસ છે મને થોડું નર્વસ ફીલ થાય છે. કોલેજમાં બધાની જોડે કેવી રીતે વાત કરીશ. સ્કૂલ ની વાત અલગ છે આતો કોલેજ છે." વિચારતા વિચારતા હું કોલેજમાં પ્રવેશયો. મને થોડું અતડું લાગતું હતું મારે કોલેજમાં નવા મિત્રો બનાવવા ના હતા પણ કેવી રીતે?............ હાય કરન.. પાછળથી અવાજ આવ્યો મે પાછળ ફરીને જોયુ તો મારા મિત્ર નો ભાઇ હતો.
" હાય કિશન, તે આ કોલેજમાં એડમીશન લીધુ છે? " મે કિશન ને પુછ્યું
"હા કરન, હું પણ આજ કોલેજમાં છું." કિશને મને કહ્યું. ચાલ ત્યારે ક્લાસ મા જઇએ. હા ચાલ કિશન. અમે ક્લાસ માં ગયા. ત્યાં મને મારો જુનો મિત્ર વિશાલ મળ્યો.
"વિશાલ તુ અહીંયા?" મે વિશાલ ને પુછ્યું.
" હા કરન હું, તુ પણ આ કોલેજમાં છે, તો તો મજા આવી જશે. "વિશાલ બોલ્યો. મારી નર્વસનેસ થોડી થોડી ઓછી થતી હતી. હવે મને થોડી રાહત થઈ. મને છોકરીઓ જોડે વાત કરતાં શરમ આવતી, જ્યારે કિશન અને વિશાલ તો છોકરી ઓ જોડે વાત કરતા સહેજેય ડરતા નહીં.
"યાર વિશાલ તમે છોકરી જોડે કેવી રીતે વાત કરી લો છો? મને તો ડર લાગે છે કે વાત કઇરીતે કરવી. અને છોકરી જોઇ ને તો મારા મોઢામાંથી અવાજ પણ નથી નિકળતો." મે વિશાલ ને કહ્યું.
"જો કરન એતો વાત એમ છે કે જેટલા છોકરી જોડે વાત કરતા ડરો એટલો વધુડર લાગે, માટે શરમ બરમ છોડ અને આમ છોકરી જેમ શરમાવાનુ છોડી મર્દ બન, ચાલ હું તને મારી ફ્રેન્ડ સાથે વાત કરાવું તારી શરમ ને દુર કર". વિશાલ બોલી મને એક છોકરી જોડે લઇ ગયો.
"હાય આર્વી. વિશાલ તે છોકરી જોડે જઇ બોલ્યો.આ મારો મિત્ર કરન છે અને આ આર્વી છે." વિશાલે અમારી બન્ને ની ઓળખાણ કરાવતા કહ્યું.
" હાય કરન " આર્વી મારી સામે હાથ લંબાવીને બોલી.
"હાય અ..આર્વી" મે આર્વી ને હાથ મિલાવતા કહ્યું.
" યાર વિશાલ હજુ કોલેજમાં આવ્યે અડધો કલાક પણ નથી થયો તે કયારે આર્વીને ફ્રેન્ડ બનાવી લીધી?" મે વિશાલ ને પુછ્યું.
"કરન એજ તો જોવાનું છે, તમે છોકરી થી શરમાઈ ને એનાથી દુર ભાગો એટલી તમને છોકરી સાથે વાત કરતા બીક લાગે, અને છોકરીઓ કઈ સામે ચાલીને તમારી સાથે વાત ના કરે તમારે જ શરૂઆત કરવી પડે ભાગ્યેજ સામે ચાલીને છોકરીઓ તમારી પાસે ફ્રેન્ડશીપ કરવા આવે. જો આ કોલેજમાં જેના માં કઇ દેખાવ પણ નથી એવા લોકો બિન્દાસ છોકરી સાથે ભળી જાય છે અને તું આટલો હેન્ડસમ સ્માર્ટબોય થઈ ને તુ ડરે છે, હું તારી જગ્યાએ હોત તો મેં ઘણી છોકરીઓને ગર્લફ્રેન્ડ બનાવી દીધી હોત, શા માટે ડરે છે.
આમ તો હું શરમાળ અને મને જ્યારે પણ છોકરી જોવુ ત્યારે મને કંઈક અલગ જ ફીલીંગ્સ થતી. મને તેમની સાથે વાત કરવામાં સંકોચ અનુભવતો. હું લાઈફ મા ક્યારેય કોઇના થી ડરતો નહી મને ખોટુ બોલવા વાળા થી પણ નફરત હતી. મારુ વ્યક્તિત્વ પણ એવું જ હતું કે ભલભલા મારાથી ઇમ્પ્રેશ થઈ જાય. મને લવ મા કોઈ જ ઈન્ટ્રસ્ટ ન હતો હું તેનાથી બને તેટલો દુર ભાગતો. પણ કોને ખબર કે મારા નસીબ મા શું લખ્યું છે,કે હું જેનાથી દુર ભાગુ છું એજ મારો પીછો કરશે અને જેના લીધે મારા જીવનમાં તોફાન આવવા નુકસાન છે. જેનાથી હું અજાણ હતો, જેની શરૂઆત અહીથી થઈ ગઈ હતી.
ધીરે-ધીરે દિવસો ગયા કોલેજ શરૂ થયે મહિનો થઈ. ગયો મારા ઘણા બધા ફ્રેન્ડ્સ બની ગયા હતા, હવે મને છોકરી સાથે વાત કરવામાં સંકોચ થતો ન હતો. કોલેજમાં હવે અમારુ ગ્રુપ હતું. હું, વિશાલ, કિશન, અમર, નીતા, જયા અને આર્વી. અમે ફ્રી ટાઇમમાં કેન્ટીન મા બેસી ટાઇમપાસ કરતા.આ અમારો રોજ નો ક્રમ હતો. નીતા, જયા અને અમર અમારા કલાસમેટ નહતા પણ અમે બધા આખો દિવસ જોડે ફરતા એટલે એ પણ અમારી સાથે જોડાયાં અને આમ અમારુ ગ્રુપ બન્યું.
"હાય જયા" એક સુંદર અવાજ મારા કાને સંભળાયો જે એક યુવતી નો હતો
"હાય ખુશી શું વાત છે બહુ દિવસે દેખાઇ" જ્યા એ તે યુવતી ને કહ્યું
"હા યાર જયા થોડું કામ હતું માટે બહાર ગઈ હતી એટલે" તે યુવતી એ જયા ને કહ્યું
"કોણ છે આ જયા?" વિશાલે પુછ્યું
"આ મારી ફ્રેન્ડ ખુશી છે, ખુશી આ છે વિશાલ, કિશન, આર્વી, કરન, અમર અને નીતા." જયા અમારી ઓળખાણ કરાવી.
" હેલ્લો એવરીવન, નાઇસ ટુ મીટ યુ."
" સેમિ હીયર" બધા એ કહ્યું
" ખુશી તું પણ અમારી સાથે અમારા ગ્રુપમાં જોઈન થઇ જા મજા પડશે, એમ પણ તારા કોઈ ખાસ ફ્રેન્ડ નથી કોલેજમાં" નીતા ખુશીને કહ્યું
" હા યાર નીતા તું એકદમ સાચું કહે છે, આમ પણ મારી પાસે જયા અને તારા સિવાય કોઈ ખાસ ફ્રેન્ડ નથી અને તમારા જેવા ફ્રેન્ડ નુ ગ્રુપ મળે તો મજા આવી જાય. "ખુશીએ કહ્યું
" વેલકમ ટુ અવર ફેમિલી " બધા એ ખુશી ને હાથ મિલાવતા કહ્યું
" ફ્રેન્ડ્સ આવતા વીકે ડાન્સ કોમ્પિટિશન છે તો બધાની શું ઈચ્છા છે? " આર્વી બોલી
" હા યાર આપણા ગ્રુપમાં આપણા બધા વચ્ચે ઘણી અન્ડરસ્ટેન્ડિંગ છે આપણે ગ્રુપ ડાન્સમાં ભાગ લઈએ. "અમરે કહ્યું
" ઠીક છે ચલો પહેલા કોલેજમાં ચલો કોલેજ નો ટાઈમ થઇ ગયો છે કોલેજમાં જઇ નામ લખાવી દઈએ."જયા બોલી
"હા યાર કોલેજ નો ટાઇમ થઈ ગયો ચલો. "નીતા બોલી
" વિશાલ નિશા નું શું થયું? "અમરે વિશાલ ને પુછ્યું
આપણને અને ના કોઈ સવાલ જ નથી, નિશા એ હા પાડી. મતલબ નિશા હવે તારી ગર્લફ્રેન્ડ બની ગઈ, એક કામ કર નિશા નુ પણ આપણી જોડે ડાન્સમાં નામ લખાવી દે.
" તો ફ્રેન્ડ્સ ડાન્સ પ્રેક્ટિસ મારા ઘરે કરીશું. "જયા બોલી
"ઠીક છે બધા રોજ સાંજે જયા ના ઘરે ભેગા થઇ શું." આર્વી એ કહ્યું
બધા જ છુટા પડી ઘરે ગયા સાંજે ભેગા થવાનુ નક્કી કરી. અમર તુ આટલો કેમ ડરે છે નીતા ને તારા મન ની વાત કહેતા. યાર કરન મને ડર છે કે એ મારી સાથે મિત્રતા પણ છોડી દેશે તો. ઓકે તને જે યોગ્ય લાગે પણ તારે પણ તારા મનની વાત કરવી હોય અને તને ડર લાગે તો મને કહે જે હું વાત કરીશ નીતા ને ચલ અમર બાય મારુ ઘર આવી ગયુ સાંજે મળીએ.
સાંજ ના ૬ વાગ્યા હતા બધા જ નીતા ના ઘરે ભેગા થઈ ગયા. અમે 1 કલાક સુધી ડાન્સ પ્રેક્ટિસ કરી. પછી થોડીવાર આરામ કર્યો નીતા ના મમ્મી અમારા બધા માટે ચા અને નાસ્તો લઈને આવ્યા પછી અમે બધાએ નાસ્તો કર્યો. નાસ્તો કરીને બધા એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા. ખુશી મારી પાસે આવી અને પછી.
"તમે કેમ શાંત બેઠા છો?" ખુશી મને કહ્યું
"બસ એમજ આ બધાને જોઇને મને આનંદ થાય છે કે બધા એક ફેમિલી ની જેમ રહે છે."
"હા ખરેખર મને પણ ખુશી છે કે હું તમારા ફેમિલી મા જોડાઈ, તમારા જેવા મિત્રો મળ્યા."
મારા અને ખુશી વચ્ચે થોડી વાતચીત થઇ. થોડીવાર પછી બધા પોતાના ઘરે જવા માટે રજા લીધી. હું પણ મારા ઘરે ગયો.
(ક્રમશઃ....)