પ્રતિશોધ - ભાગ - 3 Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ - ભાગ - 3


" શું વાત છે મિત્રો કેમ આજે લેટ આવ્યા, રાત્રે થાકના લીધે વધુ ઊંઘ આવી હતી કે શું?" મેં બધાને આવતા જોઈને કહ્યું
" હા યાર કરન કાલે તો બહુ થાક લાગ્યો હતો" નીતા બોલી
" ઠીક છે આજે તો બહુ લેટ થઈ ગયા છીએ અત્યારે આપણને બેસવાનો ટાઈમ નહિ મળે કોલેજ માં જવું પડશે" જયા બોલી
" મારે લેક્ચર ભરવાની ઈચ્છા નથી" મેં બધાને કહ્યું
" ઠીક છે જેવી તારી ઈચ્છા. " નીતા બોલી
" હું પણ અહીં કરન સાથે બેસું છું. " ખુશી એ કહ્યું
બધા લેક્ચર ભરવા ગયા. હું અને ખુશી બંને લાયબ્રેરીમાં ગયા.
" અમર નીતા ને પસંદ કરે છે? " ખુશી એ મને પૂછ્યું
" હા પણ તને કેવી રીતે ખબર.? "
" એ તો કોઈ વ્યક્તિ જ્યારે બીજાને પસંદ કરતો હોય ત્યારે તેના ચહેરા પરથી જ ખબર પડી જાય." ખુશી જવાબ આપતા કહ્યું
" પણ એને ડર લાગે છે નીતા ને એના દિલની વાત કરતા.
" પણ આપણે એની મદદ કરીએ તો."
" એ ના પાડે છે મેં એને ઘણીવાર નીતા વિશે પૂછ્યું પણ એને મને ના પાડી એને ડર લાગે છે"
" આજે સાંજે હું નીતાને અમર ની વાત કરીશ હું તને સમજાવીશ કે અમર એક સારો છોકરો છે, એ તને લવ કરે છે પણ કહી શકતો નથી હું બંનેને મળાવીને રહીશ. " નીતા બોલી
" તને કેવી રીતે ખબર પડી કે અમર એક સારો છોકરો છે? "
" એ તો વ્યક્તિના વર્તન અને હાવભાવ પરથી જ ખબર પડી જાય છે કે તે વ્યક્તિ કેવો છે અને તે વ્યક્તિ પર વિશ્વાસ કરવા જેવો છે કે નહીં. "
" સારુ કહેવાય પણ મને તો ક્યારેય એવુ નથી દેખાતુ કે સામે વાળી વ્યક્તિ સારી છે કે ખરાબ. "
"તો હું શું કરું એ તમારો પ્રોબ્લેમ છે કે તમે સામે વાળી વ્યક્તિ ને નથી ઓળખી શકતા તો. "
" હા ઠીક છે હવે ચલ કેન્ટીન મા લેક્ચર પુરુ થવા આવ્યુ છે એટલે ત્યાં જઈ એ બધા ત્યા જ આવશે. "
" અરે નીશા આવ આવ બેસ અહી વિશાલ ની બાજુમાં."અમરે નીશા હસતાં હસતાં કહ્યું
" હા હવે બહુ હેરાન ના કરશો મારા...... "
"કેમ ચુપ થઈ ગઈ આગળ તો બોલ કે મારા એ ને." કિશને નીશા ની મજાક કરતા કહ્યું
" વિશાલ આજે સાંજે તારા તરફ થી પાર્ટી "મે વિશાલ ને કહ્યું
" ઠીક છે આજે સાંજે ડાન્સ પ્રેક્ટિસ કરી ને બધાને પાર્ટી આપીશ." વિશાલ બોલ્યો
" ફ્રેન્ડ્સ હવે ચાલો ઘરે સાંજે વહેલા મળીએ પ્રેક્ટિસ કરવા કારણકે વિશાલ ની પાર્ટી લેવાની છે સો વહેલા ઘરે જઈએ. "નીતા બોલી
બધા પોતપોતાના ધરે જવા નીકળ્યા. બધા આજે 5 વાગ્યે ભેગા થયા. કારણ કે આજે હોટલ મા જવાનું હતું વિશાલ ની પાર્ટી હતી માટે. બધા એ 1 કલાક પ્રેક્ટિસ કરી પછી બધા એ થોડી વાર આરામ કર્યો.
" મને થોડો કંટાળો આવે છે એક કામ કરીયે આપણે કપલ ડાન્સ કરીયે." નીશા બોલી
"અરે વાહ શું આઇડિયા છે!" જયા બોલી
"તો ચલો ત્યારે જોડી બનાવી એ." ખુશી બોલી
"વિશાલ અને નીશા, અમર અને નીતા, કિશન અને આર્વી, કરન અને ખુશી બની ગઇ જોડી. "જયા ખુશી સામે આંખ મારી ને બોલી
પછી અમે થોડી વાર કપલ ડાન્સ કરી બધા જમવા માટે હોટલમાં જવા નીકળ્યા. બધા વિશાલની ગાડીમાં સાથે જ નીકળ્યા . થોડીવાર પછી હોટલમાં પહોંચ્યા હોટલ માં જઈ અમે ટેબલ પર ગોઠવાયા થોડીવાર પછી વેઈટર મેનુ લઈને આવ્યો અમે બધાએ પોતાને ભાવતી વાનગી મંગાવી. વેઇટર ઓર્ડર લઇને ગયો.
" ખુશી કરણ જોડે ડાન્સ કરવાની મજા આવી? જયા એ ખુશી ને પૂછ્યું
જવાબમાં ખુશી એ સ્માઈલ આપી અને કહ્યું " એમાં પૂછવાનું હોય મજા જ આવેને જ્યારે તમને ગમતી વ્યક્તિ સાથે તમે નજીક જાઓ ત્યારે તમને કઇંક અલગજ ફીલ થાય. "
થોડી વાર પછી વેઇટર અમારો ઓર્ડર લઈને આવ્યો. બધાએ જમવાનું ચાલુ કર્યું. જમતા જમતા ખુશી એ નીતાને અમર ની વાત કરી. અને નીતા એ અમર માટે હા પાડી અને કહ્યું " કે મને ખબર હતી કે અમર મને લવ કરે છે. પણ મારે જોવું હતું કે ક્યારે તે મને પ્રપોઝ કરે છે. "બધા જ આ સાંભળીને ખુશ થયા. અમે જમી ને ઊભા થયા.
ચલો ત્યારે હવે ઘરે જઈશું. હા કરન વાતોમાં ને વાતોમાં ક્યાં 9 વાગી ગયા ખબર જ ના પડી. અમે પાછા નીતા ના ઘરે પહોંચ્યા અને પોતપોતાના વેહીકલ્સ લઇ ને ઘરે જવા નીકળ્યા.
" કરન ખુશીને ઘરે ડ્રોપ કરી દઈશ એ વિહિકલ લઈને નથી આવી." જયાએ મને કહ્યું
" ઠીક છે જયા હું ખુશીને ઘરે ડ્રોપ કરી દઉં છું."
" થેન્ક્સ ખુશી."
" થેન્ક્સ શા માટે એવું તો શું કર્યું મે?"
" અમર ના દિલની વાત તે નીતા ને કહી એ માટે. "
" એ તો મારી ફરજ હતી, અમર તારા એકલાં નો નહીં એ મારો પણ ફ્રેન્ડ છે હો કરન. "ખુશી એ મને માથા પર ટપલી મારતાં કહ્યું
" લે ખુશી તારું ઘર આવી ગયું ચલ બાય, ગુડ નાઈટ"
" કેમ ઘરમાં નહીં આવે કરન? "
" પછી ક્યારેક આવીશ અત્યારે મારે મોડું થાય છે. "
" ઠીક છે ચલ બાય, ગુડનાઈટ કરન"
હું ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઇ મારા રૂમમાં સુવા માટે ગયો કારણકે આજે મને બહુ જ થાક લાગ્યો હતો. હજુ અડધો કલાક જ થયો હશે અને મારા ફોનમાં રીંગ વાગી. મેં ડિસ્પ્લે પર નજર નાખી ખુશી નો કોલ હતો મે રિસીવ કર્યો.
" હા બોલ ખુશી કંઈ કામ હતું કે શું?"
" ના ના આતો ઊંઘ નથી આવતી અને થોડો કંટાળો આવે છે, એટલે મને થયું કે થોડીવાર તારી સાથે વાત કરી લઉ. તારે વાત ન કરવી હોય તો કઈ વાંધો નહિ"
" ના ના ખુશી મારા કહેવાનો મતલબ એવો નથી આ તો તારો કોલ આવ્યો એટલે મેં તને પૂછ્યું. "
થોડી વાર અમે બંને એ વાત કરી અને પછી સુઈ ગયા.
" તો કાલે કેવી રહી પાર્ટી બધાને મજા આવી કે નહિ." વિશાલે બધા ને પુછ્યું.
" અરે બહુ જ મજા આવી"બધા જ બોલ્યા
" ચલો ત્યારે ક્લાસમાં જઈએ"
" ખુશી કરણને કહી કેમ નથી દેતી"
" પણ શું? શેની વાત કરે છે? જયા"
" હવે તું આમ અજાણ ના બન ખુશી મને ખબર છે કે તું કરન ને પસંદ કરે છે તું એને લવ કરે છે"
" હા તારી વાત સાચી છે જયા હું કરન ને ખુબ જ પસંદ કરું છું. પણ તને તો ખબર જ છે કે એને લવ મા કોઈજ ઈન્ટ્રસ્ટ નથી ઊલટાનું એતો લવ થી દૂર ભાગે છે, હું એને પ્રપોઝ કરું તો એ મારાથી દૂર ભાગશે માટે મને ડર લાગે છે. "
" તે નીતા ને અમરની વાત કરી અને બંનેને એક કર્યા અને તું તારી વાત કરતાં ડરે છે. "
" વાત એમ નથી જયા નીતા ને લવ બાબતમાં એવી કોઈ જ મિસ અન્ડરસ્ટેન્ડિંગ નથી એતો લવ મા માને છે, જ્યારે કરન તો માનવા તૈયાર નથી નહિતર મે ક્યાર ની તેને મારા દિલની વાત કહી દીધી હોત. "
" ઠીક છે ખુશી પણ તારે ટ્રાય તો કરવો જ પડશે ને? આમ ચુપ રહેવાથી થોડો કરન તારી પાસે આવશે."
" અરે જયા એ તો પછી ટાઈમ આવશે એટલે અત્યારે કરન મારાથી દુર થઈ જાય એ મને બિલકુલ પસંદ નથી. પ્લીઝ તું એવું કંઈ જ ના કરતી જેથી એ મારાથી દૂર જતો રહે."
" ઠીક છે ખુશી જેવી તારી મરજી. "
ખુશી તું ગમે તે કહે પણ હું કરન ને તારી વાત કરીને જ રહીશ ભલે તને ડર લાગતો પણ હું કરન ને તારી દિલ ની વાત કહીશ.
****************
" બોલો સલીમભાઈ બંદા આપ કે લિયે હાજિર હે. "
" આઓ આઓ જાકીર બહુત જલદી આ ગયે મુજે અચ્છા લગા કી તુ હે વક્ત કી કદર હૈ.
" હા ભાઈ વો તો ઇસ ધંધે મે કરની પડતી હે વરના અપના કબ ખતમ હો જાયે માલુમ નહિ. "
" ઝાકીર એક ખાસ કામ હે ઇસ લિયે તુજે યાદ કિયા હૈ."
" ભાઈ આપ ખાલી કામ બોલો હો જાયેગા."
"શુન ઝાકીર મુજે 15 લડકીયાં ચહીયે."
" ક્યાં?"
" હા ઝહીર વો ભી ઐસી વૈસી નહીં અમીર ઘર કી ચહીયે, ઓર સુન કીસી કો ભી શક હોના નહી ચહીયે વરના સમજ હમારા ધી એન્ડ હો જાયેગા, લડકીયો કો ઐસી જગહ સે ઊઠાના જહાજ પર ચહલ પહલ કમ હો. ઓર હા અપને કો યે કામ જલ્દ હી પુરા કરના હે તો તુ આજ સે હી કામ ચાલુ કરદે યે રહી ઉન સભી લડકીયો કી તસવીર. "
" જી સલીમભાઇ સમજ લીજીએ આપકા કામ હો ગયા આપ બે ફીકર રહી યે. "
" પપ્પુ અબ સાલે બોસ કો બતાતે હે કી હમ ક્યા ચીજ હે."
(ક્રમશઃ)
નોધ:- મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટીંગ આપજો અને કોમેન્ટ પણ કરજો. અને તમારા મિત્રો ને પણ વાંચવા માટે આગ્રહ કરજો.