Pratishodh - 11 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ભાગ - 11

             " અરે કરન અહીંયા તો કોઈ નથી." અંદર પ્રવેશતા જ અમર બોલ્યો
             " અરે અહીં આવ તો કરન જરા આજો તો." વિશાલે મને તેની પાસે બોલાવતા કહ્યું
             " ત્યાં જઈને જોયું તો લાગ્યું કે અહીં કોઈ ને બાંધી ને રાખવામાં આવ્યું હશે." મે કહ્યું કે અહીં જ ખુશી અને બીજી અન્ય છોકરીઓને પણ કિડનેપ કરીને રાખવામાં આવી હતી.
             " પછી ક્યાં ગઈ એ બધી છોકરીઓ?" કિશન એ મને પૂછ્યું
             " ક્યાંક એ લોકો ભાગી તો નથી ગયા ને? " અમરે મને કહ્યું
             " ના ના અમર એ લોકોને ક્યાં ખબર જ છે કે આપણને એમના વિશે ખબર પડી છે જેથી લોકો અહીંથી ભાગી જાય." મેં અમરના પ્રશ્ન નો જવાબ આપતા કહ્યું
             " મને લાગે છે કે એ લોકો છોકરીઓને બીજે ક્યાંક લઈ ગયા છે." 
             " તો હવે શું કરીશું કરન?" કિશને  મને પૂછ્યું
             " અહી જેમની રાહ જોઈને બેસી એ, એ લોકો જરૂર પાછા આવશે." મે કિશન ને કહ્યું 
            " પણ તને એ કેવી રીતે ખબર કે લોકો પાછા આવશે જ?" અમરે  મને પ્રશ્ન કર્યો
            " એ લોકોનો સામાન એમના એમ જ છે માટે એ લોકો અહીં તો આવશે જ, જ્યારે એ લોકો અહીં આવશે ત્યારે આપણે એમને પકડીશુ" મેં અમરને સમજાવ્યું
            " અરે પાગલ થઈ ગયો છે કરન એ લોકો કેટલા છે અને કેટલા તાકાતવર છે એ જાણ્યા વગર એમના પર હુમલો ના કરાય." અમર બોલ્યો
            " હા યાર કરન અમર એકદમ સાચું કહે છે,  આપણે મેવાડા ને ફોન કરીને બોલાવી લઈએ." અમર ની વાત સાંભળી વિશાલે મને કહ્યું
            " સ્ટોપ વિશાલ મેવાડા ને ફોન કરવાની જરૂર નથી અને જેને ડર લાગતો હોય અને જવું હોય તે જઈ શકે છે મારે કોઈની જરૂર નથી હું ખુશી માટે એકલો લડવા તૈયાર છું."
           " એવું નથી કરન તું વાત કેમ નથી સમજતો." વિશાલ બોલ્યો
           " મારે કંઈ જ નથી સમજવું."
           " ઠીક છે કરન અમે પણ તારી સાથે જ છીએ જે થવું હોય એ થાય." અમર, વિશાલ અને કિશન ત્રણે બોલ્યા હવે એકબીજાને ભેટી પડ્યા
           " ચલો ચલો ક્યાંક સંતાઈ જઈએ એ લોકો આવ્યા લાગે છે કોઈના આવવાનો અવાજ સંભળાય છે." કિશન બોલ્યો અમે બધા સંતાઈ ગયા. 
            " ચલ પપ્પુ સબ સામાન સમિટ લે કહી કોઈ આ ગયા યા ફિર હમ કો દેખ લિયા તો લફડા હો જાયેગા." સલીમે પપ્પુ ને કહ્યું પછી સલીમ પપ્પુ ને દારૂ લાવવા માટે કહ્યું પપ્પુ દારૂ લેવા માટે ગયો
           " સાલા આજ તો જી ભરકે શરાબ પીઉંગા."
           " વિશાલ અહીં તો આ બે જ છે અને આપણે 4 તો ચલો એને દબોચી લઈએ. મેં વિશાલ ને કહ્યું અમે બધા એકીસાથે સલીમ ઉપર હુમલો કર્યો
          " અરે કોન હૈ?" સલીમ બોલ્યો
          " અબે તેરા બાપ હું ગધે." મેં સલીમને બોચીથી પકડતા કહ્યું. સલીમે મારાથી છૂટીને હુમલો કર્યો પછી અમારા બંને વચ્ચે ફાઈટ થઈ થોડીવાર અમે બંને લડતા રહ્યા મારા હાથનો માર ખઈ સલીમ અધમૂઓ થઈ ગયો પછી સલીમ અને પપ્પુને બંનેને દોરડા થી બાંધી દીધા. 
           " હા તો બોલ બે ભડવે તુ કિસ કે લીયે કામ કરતા હૈ ઓર વો સભી લડકીયા  કહા ગઈ?" મેં સલીમને સવાલ કર્યો
           " નહિ બતાઉંગા મે તુજસે ડરતા નહીં હું તું મુજે જાણતા નહી હૈ અગર બોસ કો માલુમ પડ ગયા તો વો  તુમ સબ કો નહી છોડેંગા." 
           " અબે લુખ્ખે મેં પોલીસ નહિ હું જો મે તુજે નહિ મારુંગા મેતો તુ જે નહીં બતાને પર માર ડાલુગા, સચ સચ  બતા સલીમ તુ ને લડકીઓ કો ક્યુ ઓર કિસકી કેહને કિડનેપ કિયા ઓર અભી તુ ઉન લડકીઓ કો કહા લે કર ગયા હૈ બતા વરના સમજ કે તેરે સામને તેરા કાલ ખડા હૈ." મેં સલીમ ને ધમકાવતા કહ્યું
          " અબે દો ટકે કે છોકરે તેરે જેસે કઈ આયે ઓર કઈ ગયે, સુન લે તુ મેરા કુછ નહિ બિગાડ સકતા." સલીમ બોલ્યો અને અટ્ટહાસ્ય કરવા લાગ્યો
          " કુત્તે કે પિલ્લે મેરે જેસે આયે હોગે મે નહી સમજા અગર મેં હોતા તો કબકી દુનિયા છોડ ચૂકા હોતા" સલીમ ને કહી મે સલીમને મારવાનું શરૂ કર્યું મેં એને બરાબર માર્યો એને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો પછી ફરી એને પૂછ્યું
           " ચાહે કુછ ભી કર લડકે મે તુજે નહીં બતાઉંગા."
           " તું તો ક્યાં તેરા બાપ ભી બતાયેગા." આટલું બોલી મેં સલીમને ઉંધો લટકાવી મારવા નું ચાલુ કર્યું એના શરીરને ચામડી પણ ચિરાઈ ગઈ જેમાંથી લોહી નીકળી રહ્યું હતું
            " બસ કર કરન એ મરી જશે તો આપણને કંઈ જ જાણવા નહીં મળે." કિશન એ મને રોકતા કહ્યું જોકે એની વાત ખોટી નહોતી
           " બોલ સલીમ તું કિસ કે કેહને પે સબ કર રહા હૈ?" વિશાલ એ સલીમ ને પૂછ્યું
           " એક બાર બોલ માલુમ નહિ પડતા હૈ મેં કુછ નહિ બતાઉંગ." સલીમ વિશાલ ને કહ્યું. મેં વિશાલને સાઈડમાં બોલાવી અને કહ્યું કે મને નથી લાગતું કે આ આપણી વાત એમનેમ માનશે હવે આને ભાંગવો જ પડશે વિશાલે  મને કહ્યું તારે જે કરવું હોય એ કર.
            " વિશાલ એક કામ કર તું એનો મોબાઇલ ચેક કર એમાંથી આપણને કંઈક માહિતી મળશે એ ના બોલો તો કઈ વાંધો નહીં." મેં વિશાલને આઈડિયા આપતા કહ્યું
            " હા યાર કરન મારા દિમાગમાં આ વાત કેમ ન આવી." મારી વાત સાંભળી વિશાલે કહ્યું અને તેણે સલીમ નો ફોન લઇ ચેક કર્યો. " કરન આમા છેલ્લા કેટલાક કોલ બોસ અને ઝાકીર ના છે. " સલીમ ના ફોનને ચેક કરતા વિશાલ બોલ્યો
           " મતલબ કે આ સલીમ તમામ છોકરીઓને બોસ ને સોંપી દીધી છે, આ તો એક મોહરું છે અસલી કર્તાધર્તા તો આ બોસ જ છે, અને આ બોસ બીજું કોઈ જ નહીં રઘુ છે." મારી વાત સાંભળી બધા મારી સામે જોવા લાગ્યા બધાને આશ્ચર્ય થયું. હવે સલીમ જોડે સાચું બોલ્યા સિવાય કોઈ જ રસ્તો નહોતો. 
            " હા હા બોસ જ  રઘુ છે, રઘુભાઈ એ જ અમને આ કામ સોંપ્યું હતું જેના બદલામાં અમને 3 કરોડ રૂપિયા આપ્યા." સલીમે અમને કહ્યું
             " તો રઘુ કઈ જગ્યાએ મળશે?" મેં રઘુ ને પૂછ્યું
             " મારી રઘુભાઈ જોડે ફોન પર જ વાત થતી હતી અમે જ્યારે પણ મળતાં ત્યારે તે દરેક વખતે અલગ અલગ જગ્યા એ મને બોલાવતો," સલીમ એ મને કહ્યું
             " તું તમે છોકરીઓને કઈ જગ્યાએ લઈ ગયા હતા રઘુ ને આપવા માટે?" કિશન બોલ્યો
             " અમે કોઈ અવાવરુ જગ્યાએ મળ્યા હતા પછી તે મને ત્યાંથી એની જગ્યાએ લઈ ગયો હતો પણ મારા આંખો પર પટ્ટી બાંધી હતી જેથી મને એ જગ્યા વિશે ખ્યાલ એ જગ્યા વિશે ખ્યાલ નથી." રઘુ એ મને કહ્યું
             " સલીમ તું મારી રઘુ જોડે મુલાકાત કરાવ નહીતો અમને તારી કોઈ જ જરૂરત નથી જો તું અમને મદદ કરીશ તો તારી સજા ઓછી કરાવીશું." મેં સલીમ ને કહ્યું
             " છેલ્લે અમે જે જગ્યાએ મળ્યા એ જગ્યા સુધી તમને લઈ જઈશ પછી આગળ તમારી રીતે તમારે રસ્તો શોધવો પડશે." સલીમ એ અમને કહ્યું
             " ઠીક છે ચલો ત્યારે." હું બોલ્યો. અમે બધા જવા માટે નીકળ્યા, થોડી વાર પછી અમે બધા તે જગ્યાએ પહોંચી ગયા. મે કિશન ને સલીમ જોડે રોકાવવા કહ્યું અને વિશાલ અને અમર ને મારી સાથે આવવા માટે કહ્યું. તે જગ્યાએથી અમે ત્રણે જણા અલગ-અલગ દિશામાં જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. અમને ત્યાં કંઈ જ મળ્યું નહીં અને ફરી પાછા એ જગ્યા પર આવી ગયા. હવે ફક્ત એક જ દિશા  બાકી હતી અમે ત્રણે તે દિશા તરફ આગળ વધ્યા. અમે ધીરે-ધીરે સાવધાનીથી તપાસ કરી રહ્યા હતા.
              " યાર કરન અહીંયા તો કઈ જ દેખાતું નથી મને નથી લાગતું કે હવે આપણને કંઈ મળે આપણે તમામ જગ્યા જોઈ લીધી અહિયાં કઈ જ નથી." વિશાલ ને થાક લાગ્યો કારણે એક ઝાડ ની નજીકમાં પડેલા પથ્થર પર બેસીને બોલ્યો
              " વિશાલ આમ હારવા થી કઈ જ નહીં મળે." મેં વિશાલને સમજાવતા કહ્યું અમર પણ થાકી ગયો હતો મે  તે બંનેને આરામ કરવા માટે કહ્યું અને હું ત્યાંથી તપાસ કરવા માટે આગળ નીકળ્યો. થાક તો મને પણ લાગ્યો હતો પણ મારે ખુશી ને શોધવી હતી, થોડે દૂર મને કઈ અજીબ લાગ્યું હું એ જગ્યાએ નજીક પહોંચ્યો, આમ તેમ નજર કરી છતાં કઈ ખાસ દેખાયું નહીં કંટાળીને મેં મારા પગ થી બાજુ મા પડેલા પથ્થર પર લાત મારી,  લાત મારતા કંઈક હલચલ થઈ હોય એવું પ્રતીત થયું મેં તરત જ વિશાલ અને અમર ને બોલાવ્યા.
             " શું થયું કરન કેમ બૂમ પાડી?" વિશાલે મને પૂછ્યું
             " વિશાલ મને અહીંયા જ ક્યાંક એક રસ્તો લાગે છે કે.જે ખુફિયા છે મને લાગે છે કે આ પથ્થરને હટાવવા થી કદાચ એ રસ્તો આપણને મળે." મે અમર અને વિશાલ ને કહ્યું
             " હા તો કોની રાહ જુએ છે ચલો પથ્થર હટાવો." વિશાલ બોલ્યો. પછી ત્રણેય જણાએ થઈને પથ્થરને હટાવ્યો પથ્થરને હટાવતાં જ એક દરવાજો ખૂલ્યો જે સુરંગમાં નીકળતો હતો, અમે ત્રણે નીચે ઉતર્યા જેવા અમે આગળ વધ્યા કે તરત જ સુરંગ નો દરવાજો આપોઆપ બંધ થઈ ગયો.
               અમે ધીરે ધીરે આગળ વધ્યા અંદર અંધારું હતું અમે મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને આગળ વધ્યા આગળ જતા થોડે દૂર પ્રકાશ રેલાતો હતો. અમારા ચહેરા પર મુસ્કાન આવી અમે ત્યાં પહોંચ્યા, અમે ત્યાં જઈ આમતેમ નજર કરી પછી ધીરે થી બહાર નીકળ્યા બહાર નીકળતા સામે એક વિશાળ બંગલો દેખાયો જેની ફરતે હથિયાર ધારી માણસો ઉભા હતા. કદાચ આ સુરંગ આટલા માટે જ બનાવવામાં આવી છે કે કોઈ ને આ રઘુ ના બંગલા વિશે ખબર ન પડે. 
             " કરન મારી વાત માની જા ઈન્સ્પેક્ટર મેવાડા ને બોલાવ આ આપણા ગજા ની વાત નથી." અમર બોલ્યો અને જેવો પાછો ફર્યો કે જોયું હું ત્યાં નહોતો. " વિશાલ કરન ક્યા ગ્યો?"
             " અરે એતો અંદર જવા ગયો, ચાલ આપણે પણ જવું પડશે." વિશાલ બોલ્યો  અને બંને મારી પાછળ આવ્યા. અમે અમે બંગલાની ફરતી ચક્કર લગાવ્યું કે જેથી અંદર જવાનો રસ્તો મળે પણ ક્યાંય રસ્તો દેખાયો નહીં અંતે બહાદુરી થી અંદર જવાનું નક્કી કર્યું. બંગલાની એક બાજુ બે જ માણસ હતા અમે એમના પર હુમલો કરી આગળ વધ્યા, માણસોએ માસ્ક પહેરેલા હતા જેથી એમના ચહેરા ઓળખી શકાય નહીં એ અમારા માટે લકી સાબિત થવાનું હતું, અમે એ માણસો ને બાંધી ને કોઇ ને નજરમાં ના આવે એ રીતે છુપાવી દઇ એમના કપડા અને માસ્ક પહેરી લીધા અને આગળ વધ્યા. 
               " તમે લોકો અહીં શું કરો છો? " એક વ્યક્તિએ અમને જોઈ જતા પૂછ્યું. અમને ડર લાગવા લાગ્યો કે ક્યાંક આને ખબર નથી પડી ગઈ છે જલ્દી જ સ્વસ્થ મેં તેને પ્રત્યુત્તર આપ્યો.
               " બોસે અમને બોલાવ્યા છે એટલે અમે જઈએ છીએ."
               " ઠીક છે ઠીક છે જલદી જાવ અને હા આમતેમ ક્યાં ગપ્પા મારવા ના બેસી જતા." અમને જવાનું કહી ચેતવણી આપતા તે વ્યક્તિએ કહ્યું. અમે ત્યાંથી ફટાફટ નીકળ્યા  અમારે ખુશી અને બીજી અન્ય છોકરીઓને પણ શોધવાની હતી. બંગલો ખૂબ વિશાળ હતો જેથી શોધવામાં તકલીફ પડવાની હતી બંગલામાં ઘણા રૂમ હતા અમે વારાફરતી તમામ રૂમ્સ ચેક કર્યા. 
              " એ તમે ત્રણ ત્યાં શું કરો છો?, અહીયા આવો તમે અહી ઉભા રહો અમે હવે બહાર જઈએ અને હા બરાબર નજર રાખજો અંદર છોકરીઓ છે જો કંઈ પણ આઘું પાછું થયું તો બોસ તમને નહીં છોડે." ત્યાં રૂમની બહાર નજર રાખી ઉભી રહેલા વ્યક્તિ એ અમને જોઈ ને કહ્યું. અમને તો ભગવાને સામે ચાલીને રસ્તો બતાવ્યો જે અમે શોધી રહ્યા હતા તે અમને મળી ગયું. અમને કહી તે લોકો નીકળ્યા અને અમે ત્યાં ગોઠવાયા.
              " તમે બંને બહાર નજર રાખો હું અંદર જઈને ખુશીને મળીને આવું મારે અને મનાવવી છે." મેં વિશાલ અને અમર ને કહ્યું
              " ઠીક છે કરન તું અંદર જઈને ભાભી ને મનાવ અમે બંને અહી નજર રાખીએ છીએ." વિશાલ બોલ્યો


(ક્રમશઃ) 
        
શું કરન ખુશીને મનાવી શકશે શું? કરન ખુશી ને બચાવી શકશે? શું કરણ વિશાલ અને અમર પકડાઈ જશે? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ નો ભાગ 12 આવતા અઠવાડિયે
  
નોંધ :-
        મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનોને વાંચવા માટે આગ્રહ કરજો.
Facebook:- kalpesh Prajapati kp 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED