કયો લવ : ૪૧ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ : ૪૧

કયો લવ ?

ભાગ (૪૧)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૪૧

ભાગ (૪૧)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ ? અરે કયો લવ… વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું..… પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૪૦ માં આપણે વાચ્યું કે વિનીત બધા જ ફ્રેન્ડોને પોતાના ઘરે લઈ જઈને એક યાદગાર ફ્રેન્ડશીપ ડે મનાવે છે... ત્યાં જ પ્રિયાએ મજેદાર અવનવા પકવાન બનાવીને બધાને આંગળા ચાટતા કરી દીધા હતાં..સાથે જ સોનીએ જોરેશોરમાં કહ્યું હતું કે નવી નવી રેસિપી બનાવવી એ પ્રિયાની હોબી, પેશન છે.......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ: ૪૦ જરૂર વાંચજો.....)

હવે આગળ......

“ પ્રિયા.. પ્રિયા… પ્રિયા ફરી કર ને એક વાર..!!” એટલું કહીને રુદ્ર ઝડપથી ફરી બોલ્યો, “ તારી આવી જ અદાથી મને મારી નાંખીશ પ્રિયા.”

“ચલો જઈએ હવે. અહિયાં જ બધી જ વાત કરીને પ્રવાસ પૂરો કરી દેવો છે?” પ્રિયાએ પોતાની ઝીણી આંખોને મોટી કરતાં કહ્યું.

“ ચાલ તો જઈએ હવે...યો..” રૂદ્રે કાર સ્ટાર્ટ કરી અને હાય વોલ્યુમ પર આ સોંગ લગાવીને કારને સડસડાટ ભગાવી મૂકી.

“ મેરે રશ્કે કમર તું ને પહેલી નઝર

જબ નઝર સે મિલાઈ મઝા આ ગયા......

બર્ક સી ગીર ગઈ કામ હી કર ગઈ

આગ ઐસી લગાઈ મજા આ ગયા...”

પ્રિયાની અદ્ભુત પ્રકારની ઘણી એવી હોબી હતી જેનાથી રુદ્ર હજુ વાકેફ થયો ન હતો.

પ્રિયા આ સોંગ વાગતાની સાથે જ ઝૂમવા લાગી. આ જોઈને રુદ્ર ફરી સોંગ ને રિપ્લે કર્યું. તે ફરી રાગમાં ગુનગુનવા લાગી :

“ આંખ મેં થી હયા હર મુલાકાત પર

સુર્ખ આરીજ હુવે વસલ કી બાત પર......”

ત્યાં જ રૂદ્રે પણ પ્રિયાની સાથે રાગમાં રાગ મેળવ્યો અને કાર ચલાવતા થોડી ઉડતી નજર પ્રિયા સામે નાંખી અને સોંગને મોટા અવાજમાં ગુનગુનાવ્યુ :

“ ઉસને શર્મા કે મેરે સવાલાત પે....ઉસને શર્મા કે મેરે સવાલાત પે..

એસે ગરદન ઝુકાઈ મઝા આ ગયા.”

આ સોંગ જેવું ગવાતું તેવું જાણે આ જ સોંગથી બંને ગાઈને એકમેકને પ્રેમનું ઈઝહાર કરી રહ્યાં હોય તેમ નજરો માં નજરો મેળવી લેતાં અને પ્રિયા થોડી શરમાઈને આંખ બીજી તરફ ફેરવી લેતી.

એના પછી તો એવા જ રોમેન્ટિક હિન્દી, ઈંગ્લીશ માં ગીતો વાગવા લાગ્યાં. બંને ઝૂમતાં મસ્તી કરતાં કારની રફતાર સાથે આગળ વધતાં ગયાં. એની પાછળ બીજી પણ એક બ્લુ કલરની કાર પુરપાટ વેગમાં આવતી હતી.

સાઈડ મિરર વ્યુમાં રુદ્રનું ધ્યાન એ પીછો કરતી કારને ક્યારનો નોંધ લઈ રહ્યો હતો. એણે વોલ્યુમ થોડું ધીમું કર્યું અને કારને સાઈડ પર સાવધાનીથી પાર્ક કરી. અને એ પાછળ આવતી કારને એ જતા જોઈ રહ્યો.

“ રુદ્ર શું થયું ? કાર ને સાઈડ પર કેમ પાર્ક કરી રાખી છે?” પ્રિયાએ રુદ્રના ચહેરાનાં હાવભાવ વાંચતા કહ્યું.

રુદ્રને કોઈ પણ જાતનું ટેન્સ કે વિચારતી બાબત પ્રિયાના દિમાગમાં રેડવી ન હતી. રુદ્ર પ્રિયાને એન્જોય કરવાં માટે લાવ્યો હતો. નકામી બાબતોથી એણે દૂર રાખવી હતી.

“અરે ડોન્ટ વરી એમ જ રાખી છે. તને મન ભરીને જોવા માટે...!!” રૂદ્રે સહેજ ભાવે કીધું. “ થોડી જ મિનિટોમાં જઈએ છે ઓ.કે.”

“ રોન્ગ..!! તમે જુઠું બોલી રહ્યાં છો.” પ્રિયાએ નાના બાળકની જેમ કીધું.

“ તો...સાચું શું છે પછી..?” રૂદ્રે પણ એવી જ રીતે લાડમાં પૂછ્યું.

“ રુદ્ર...!!” નારાજગી બતાવતી પ્રિયાએ કહ્યું.

“પ્રિયા જો હું તને ‘તું’ કહીને બોલાવું એ ગમે છે ને ? એવી રીતે મને પણ ‘તું ’ જ કહો. હોસ્પિટલમાં તું હતી ત્યારથી જ આ વાત તો ક્લીયર થઈ ગયેલી. પણ તું ભૂલી જાય છે એ કહેવાનું.” રૂદ્રે પ્રિયાને વાતમાં પાડી.

“ ઓ.કે માઈ ડીઅર ‘તું’.” એટલું કહી પ્રિયા હસી.

“હા પફેક્ટ.” રૂદ્રે કહ્યું.

રૂદ્રે થોડી જ મિનિટોમાં ફરી રોડ પર કાર લીધી અને વેગથી ભગાવી મૂકી. અડધો કલાક બાદ એણે ફરી અહેસાસ થવા લાગ્યો કે સાચ્ચે જ એના કારનો કોઈ પીછો કરી રહ્યું છે. પ્રિયાની આંખ લાગી ગઈ હતી. તે ઊંઘતી હતી. એવામાં જ રૂદ્રે ફુલ્લ સ્પિડથી કારને હંકારી. ત્યાં જ પ્રિયા જાગી ગઈ.

“ રુ.....દ્ર દ્ર દ્ર...!! ” ફૂલ રફતારથી જતી કારનો અહેસાસ થતાં જ તે મોટેથી ચિલ્લાવી.

“ અરે શું છે ? ડરાવે કેમ છે ?” રુદ્ર એ જ ફૂલ સ્પીડથી કાર ચલાવતાં આગળ જોતાં જ કહી રહ્યો હતો.

“ તું પહેલા સ્પીડ કમી કર. પછી બીજી વાત કરું.” પ્રિયાએ રુદ્રનાં ખભાને ધીરેથી હલાવતાં કહ્યું.

“પ્રિયા યાર જ્યાં જવાનાં છે એનું અંતર ઘણું લાંબુ છે. બૈલ ગાડીની જેમ ચલાવીશ તો ક્યારે આપણે બંને પહોંચીશું?”

રુદ્ર અને પ્રિયા હવે બંને ખૂલીને વાત કરતાં થઈ ગયા હતાં. એકદમ ફ્રી થઈને. જાણે બેસ્ટ ફ્રેન્ડો અને પ્રેમીની જેમ.

“ જે હોય તે. હું બૈલ ગાડીની જેમ ચલાવા માટે પણ નથી કહી રહી રુદ્ર..” પ્રિયાના કપાળે પરસેવો બાજી ગયો હતો. તે ગભરાહટમાં રડમસ સ્વરે ઊંચા સાદમાં કહ્યું.

રૂદ્રે થોડી નજર કરીને પ્રિયાને જોયું પછી પાછળ પીછો કરતી કારને પણ જોઈ લીધી, “ પ્રિયા..યાયાયા...!! તને ફોબિયા નામની બીમારી છે ?? સ્પીડનો ડર ?? જયારે પણ કારમાં બેસો એટલે, રુદ્ર સ્પીડ કમી કરો ..!! ” રુદ્ર એકધારુ બોલી ગયો.

“ ફોબિયા નહીં. પણ એવું જ કઈ સમજો. ફક્ત હાઈ સ્પીડનો ડર.” પ્રિયા હજુ પણ ભયથી કહી રહી હતી.

“ સ્કૂટી કેવી રીતે ચલાવી લે પ્રિયા તું ..? બળદગાડીની સ્પીડમાં..” એટલું કહી રુદ્ર હસ્યો.

“ રુદ્ર હું મજાક નથી કરતી. પ્લીઝ..મને વોમિટ જેવું થાય છે. ઊબકા જેવું ..!!” એટલું કહી પ્રિયાએ પોતાના બંને હાથ મોઢા પર રાખી દીધા.

રુદ્રને અત્યારે પીછો કરતી કાર સાથે આંખમિચોલી રમીને પીછો છોડાવો હતો. પરંતુ પ્રિયાની આવી હાલત પણ જોઈ શકાતી ન હોતી. તેણે ઘણી રફતારથી એ પીછો કરતી કારને માત આપીને કારને આગળ ધપાવી. તે કાર હવે દેખાતી બંધ થઈ હતી.

“પ્રિયા ફક્ત થોડી મિનીટ.” એટલું કહીને રૂદ્રે ઘણી સાવચેતીથી લેફ્ટ બાજુ વળાંક લઈને એક સૂમસામ જંગલ જેવા લાગતાં ઝાડીમા પડતો રસ્તામાં પોતાની કારને લઈ લીધી. અને કારને ત્યાં જ ઊભી રાખી.

પ્રિયા બેહોશ થઈ ગઈ હતી. રૂદ્રે ફટાફટ પ્રિયાનાં ચહેરા પર પાણીનો છટકાવ કર્યો. પરંતુ પ્રિયા આંખ ખોલી રહી નહોતી. રુદ્રને કઈ સમજાતું ન હતું શું કરવું અને શું ન કરવું. એણે પોતાનો હાથ રૂમાલ કાઢ્યો અને આખા રૂમાલને પાણીથી ભીંજવી દીધો અને એનાથી કેટલી વાર પણ પ્રિયાના ચહેરાને ભીંજાયેલા રૂમાલ વડે ચહેરો સાફ કરતો રહ્યો. પ્રિયાને થોડી મિનિટોમાં હોશ આવ્યો. બંને શાંત હતાં.

“પ્રિયા !! તું ઠીક છે ને યાર..!! સોરી ..” રુદ્ર થોડો હળવાશ થઈને કહ્યું.

“હા હું ઠીક છું. ટેન્સ નહીં લો રુદ્ર !! અને સોરી કેમ ..?” રૂદ્રનો ચિંતા કરતો ચહેરો જોતાં જ અનાયસે જ પ્રિયાને રુદ્રનાં વાળમાં હાથ નાખતાં જાણે નાના બાળકને લાડ કરતી હોય તેવી રીતે કહ્યું. રુદ્રને પ્રિયાનો સ્પર્શ ગમ્યો.

“બીકોઝ મેં તારી વાતને અવગણતો રહ્યો.” રૂદ્રે પ્રિયાની આંખોમાં દિલગીર ભાવે જોયું.

“ ચિલ્લ માર રુદ્ર !! કાર સ્ટાર્ટ કર. હવે કઈ નહીં થાય મને.” પ્રિયાએ જાણે અત્યારે કશું જ થયું ન હોય તેવી રીતે થોડું ઉછળીને કહ્યું.

રૂદ્રે થોડો વિચારમાં પડ્યો. અને તરત જ મોબાઈલ કાઢી અકુંશ નામનાં છોકરાને કોલ લગાવ્યો અને વાત પૂરી કરી.

પ્રિયાને સમજાતું ન હતું કે રુદ્ર શું કરતો હતો.

“પ્રિયા, તને ચાલતાં ફાવશે ? આઈ મીન આ ઝાડઝાડીમાંથી..ચક્કર ઉલટી એવું કઈ નથી થતું ને હમણાં ?” રૂદ્રે બની શકે એટલી ઝડપથી કહ્યું.

પ્રિયા સેકેંડ માટે તો રૂદ્રનો ચહેરો જ જોતી રહી.

“પ્રિયા કારમાંથી ઉતરવું પડશે હમણાં પ્લીઝ. આપણે ચાલતાં જવાનું છે.”

“રુદ્ર..!!” પ્રિયાએ અસમજમાં કહ્યું.

રૂદ્રે કારમાંથી ઉતરી ગયો અને સાથે જ પાણીની બોટલ પણ લઈ લીધી. એણે પ્રિયાનો હાથ પકડીને બહાર ધીમેથી કાઢી.

“હું તને બધું જ કહીશ. પ્રિયા પ્લીઝ પણ હમણાં કોઈ સવાલ નહીં..જો તને ચક્કર ઉલટી એવું કઈ હશે તો હું તને સંભાળી લઈશ.” રૂદ્રે પ્રિયાનો કસીને હાથ પકડતા કહ્યું.

રૂદ્રે કારનો દરવાજો ચાવીથી જ લોક કર્યો.

રુદ્રનું આટલું બોલવા બાદ પ્રિયાએ જરા પણ પૂછ્યું નહીં. એ તેની સાથે ચાલવા લાગી. દસ મિનીટ જેટલી થઈ હશે તેઓ બંને એક સાંકડી ઝાડીમાંથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યાં જ એક પછી એક બે બાઈક આવીને ઊભી થઈ ગઈ.

“રુદ્ર ભાઉં..!!” અંકુશ નામના પચ્ચીસેક વર્ષનાં છોકરાએ બાઈક ઊભી રાખી કહ્યું. બંને જણાએ હાથ મેળવ્યા. બીજો બાઈક સવાર પ્રશાંત નામનાં છોકરાએ પોતાની બાઈક ઊભી રાખી. એ બાઈક પરથી ઉતર્યો અને રુદ્ર સાથે હાથ મેળવતા એ બાઈકની ચાવી આપી દીધી. રૂદ્રે પોતાની કારની ચાવી અકુંશને આપી.

“અંકુશ, કાર બીજે કોઈ રસ્તેથી લઈને આવજે.” રૂદ્રે સમજાવતાં કહ્યું.

“ભાઉ, આપ બેફીકર રહો.” અંકુશ બધી જ વાતથી પરિચિત હોય તેવી રીતે કહ્યું.

પ્રશાંત નામનો છોકરો અંકુશના પાછળ, બાઈક પર જઈને ગોઠવાયો. તે સાથે અકુંશે બાઈક ભગાવી મૂકી.

“પ્રિયા, જઈએ બાઈક પર ? ” રુદ્ર બાઈક પર ગોઠવાયો અને ચાવી લગાવી.

પ્રિયા નાસમજની જેમ રુદ્રના પાછળ બાઈક પર ગોઠવાઈ.

“પ્રિયા !! મારા દિલને કસીને પકડ જે. મંઝિલ ખાડાખબોચલા વાળી છે. ક્યાંક દિલ પડી નાં જાય.” રૂદ્રે મજાક કર્યું અને પ્રિયાને પોતાને પકડવા માટે કહ્યું.

“હું સ્પિડમાં ચલાવીશ. ચાલશે.?” રૂદ્રે પ્રિયાની તરફ ડોકું ત્રાંસુ કરતાં કહ્યું.

“ચલાવ તો ખરો..!!” પ્રિયાનો મિજાજ બદલાયો હતો. તે હમણાં ખૂબ જ સારું ફીલ કરી રહી હતી. જંગલ જેવી ઝાડીઓમાં તે બેહદ તાજગી અનુભવી રહી હતી. એનું એક કારણ એ પણ હતું કે કે વરસાદની ભીની મૌસમ ચાલી રહી હતી. બધે જ લિલોત્રી દેખાતી હતી. ભીની માટીની મધમધતી સુગંધિત હવા તે પોતાનાં ફેંફસાંમાં ભરી રહી હતી.

“સ્પિડનો ડર જ આજે તારો કાઢી નાખું.” રૂદ્રે બાઈકને સ્ટાર્ટ કર્યું અને ભગાવ્યું એ જ સાથે પ્રિયા રુદ્રનાં ખભા સાથે ભટકાઈ. પરંતુ વળતી જ પડે પોતાને સંભાળી લીધી અને બંને હાથો રુદ્રનાં છાતી સાથે વીંટાળીયાં.

“ ઓહ માય ગોડ !!” રુદ્રથી બોલી પડાયું. “ આ કયો સ્પર્શ છે યાર..!!” રૂદ્રે સ્પીડ કમી કરી કારણકે રસ્તો હવે ગુચવડવાળો આવી રહ્યો હતો. પ્રિયા નો સ્પર્શ એટલે એના માટે “જસ્ટ વાઉં..” થોડી વાર માટે બંને ઠંડક વાતાવરણ તથા એકમેકના સ્પર્શનો અહેસાસ કરતાં રહ્યાં.

રુદ્ર સાંકડી ગલી માંથી ઉબડઘાબડ માર્ગે બાઈકને લઈ જતો હતો. એ માર્ગ વટેમાર્ગુઓએ પોતાનાં માટે બનાવ્યો હોય તેવો લાગતો હતો. ફક્ત એમાંથી બે ત્રણ માણસો જઈ શકે એવો. એમાંથી અવાવરું વનસ્પતિઓનો તેમ જ સડી ગયેલા કાદવ કિચડનો પણ વાસ આવી રહ્યો હતો.

“ઓય પ્રિયા સુઈ તો નથી ગઈ ને..?” ક્યારનાં બંને શાંત હતાં. એટલે રુદ્ર પૂછી પાડ્યું.

“રુદ્ર હું ક્યારની ચુપ્પ તો છું. પરંતુ મનમાં પ્રશ્નો ઘણા છે. એ ક્યારે પૂછું હું ?” પ્રિયાનો સ્વભાવ પહેલાથી જ જિજ્ઞાસાથી ભરેલો હતો. એમાં રૂદ્રે કાર સ્ટોપ કરી ત્યારથી તો જ્યાં બાઈક લઈને જઈ રહ્યાં છે એના અનેકો પ્રશ્નો એણે મુંઝવી રહ્યાં હતાં. પરંતુ રુદ્રનાં કહેવાથી તે પ્રશ્નોને અત્યાર સુધી ટાળ્યા હતાં.

“બસ ફક્ત હવે થોડી મિનીટ.” રૂદ્રે એટલું કહ્યું. તેઓ સાંકડી ગલીને વટાવી ચુક્યા હતા અને એમનું બાઈક ખુલ્લા વાતાવરણ માં આવી પહોંચ્યુ હતું. જ્યાં રસ્તાની બંને બાજુ ફક્ત નદીનું પાણી વહેતું દેખાતું હતું. દૂર પર્વતોની હારમાળા પણ દેખાઈ આવતી હતી. પરંતુ બધે જ હરિયાળી દેખાતી હતી.

“હેય રુદ્ર તું ક્યાં લઈને આવ્યો છે યાર. અમેઝિંગ..!!” પ્રિયા ઉછળી. એ સાથે જ રૂદ્રે બાઈક જોરથી ભગાવી. પ્રિયાએ ખુશ થતાં જ પોતાનાં વાળ માં રહેલી રબરબેન્ડને એક હાથે ખેંચી દીધી અને વાળને હવામાં ઉડતાં રાખ્યાં. અને એ નાના બાળકની જેમ જોરથી ચિલ્લાવી, “ યો.... ય્યો...યો..” ઉત્સાહથી એટલું કહીને પ્રિયાએ રુદ્રના ખભે કિસ કરી. રુદ્રનાં પાતળા ટીશર્ટમાં હલકો ચુંબનનો અહેસાસ થયો. પ્રિયાને લાગ્યું જાણે કોઈ કુદરતી ચિત્ર જોઈ રહી હોય. એમ આ બધું જ એના આંખને ઠંડક આપતું હતું.

રુદ્ર સાથે બાઈકની સવારી પહેલી વાર પ્રિયા કરી રહી હતી. બંને અવારનવાર કારમાં તો જતા પરંતુ બાઈકની નજદીકી એમણે સુખદ અનુભવ કરાવી રહી હતી. થોડી વારમાં બંને જણા એક ગામડામાં પહોંચ્યા. રૂદ્રે પોતાની બાઈકને એક ઘણું જુનું લાગતું ઘરને ત્યાં પાર્ક કરી. ગામડું હતું. તેથી ત્યાંના લોકો પણ રુદ્ર કરતાં નવી લાગતી પ્રિયાને વધારે કુતુહલતાથી જોઈ રહ્યાં હતાં.

બંને જણા ત્યાં ઊભા જ હતાં. ત્યાં તો અંકુશ રુદ્રની કાર લઈને બીજા મોટા રસ્તેથી આવતો દેખાયો. એના પાછળ પ્રશાંત બાઈક પર સવાર થઈને દેખાતો હતો. પ્રશાંત આવ્યો અને એણે બાઈક પાર્ક કરી. રુદ્રની કાર પણ પાર્ક થઈ અને અંકુશ રુદ્ર પાસે આવીને ચાવી આપી દીધી. રૂદ્રે પણ બાઈકની ચાવી અંકુશને થમાવી.

પ્રશાંત ભાગતો જ ઘરની અંદર ગયો અને બે પ્લાસ્ટિકની ચેર લાવી ઓટલા પર ગોઠવી. પ્રિયા અને રુદ્ર ખુરશી પર બેઠા.

“ભાઉં !! કોણ હતાં એ લોકો..મને કહો એક વાર !! ચામડી ઊખેડી દઉં સાલા લોકોની..!!” અંકુશે આવતાંની સાથે જ નાંક ફૂલવીને રાડો પાડતા કહ્યું.

અંકુશ બોડીગાર્ડની જેમ મજબૂત કાંધો ધરાવતો યુવક દેખાતો હતો. મોટી કાળી પાણીદાર એની આંખો અને શરીરનો રંગ કાળો હતો પરંતુ લિસ્સી ચમકીલી ત્વચા દેખાતી હતી.

“ શાંત રે અંકુશ..!! વહિની આલી આહે !! ” પ્રશાંતે અંકુશ તરફ ડોળા કાઢતાં કહ્યું.

તે સાથે જ પ્રિયાએ રુદ્રનાં ચહેરા ભણી પ્રશ્નોનાં હુમલા સાથે ગુસ્સાથી જોયું.

રૂદ્રે પ્રિયા સાથે નજર ન મેળવતા અંકુશને પૂછ્યું, “ આજી..??”

“તમે બંને પહેલા ફ્રેશ થાઓ પછી આપણે આજીને મળવા જઈએ.” પ્રશાંતે કહ્યું.

રુદ્ર ઘરથી પરિચિત હોય તેમ તે ઘરની અંદર પ્રવેશ્યો. અને પ્રિયાને પણ સાથે તેડી ગયો. પરંતુ પ્રિયાનું દિમાગ હવે ચકરાવા લાગ્યું હતું.

ઘરની અંદર જતા જ પ્રિયાથી રહેવાયું નહીં. એણે રુદ્રનું ટીશર્ટ ખેંચતા કહ્યું, “ રુદ્ર !! મને ફ્રેશ બેશ નથી થવું. મને કહેશો શું થઈ રહ્યું છે? આ લોકો કોણ છે ? એ કોની ચામડી ઉખેડવા કહેતો હતો. અને આ આજી..?? અરે શું બની રહ્યું છે યાર..!!”

“ પ્રિયા પ્લીઝ. બધું નોર્મલ છે યાર. આપણે પહેલા ફ્રેશ થઈ જઈએ.” રુદ્ર પ્રિયાને શાંત પાડતા કહ્યું.

“મેં કીધું ને મને ફ્રેશ નથી થવું. મને એ સવાલ નો જવાબ આપો પહેલા.” પ્રિયા સખ્તાઈથી રુદ્રની સામે જીદથી કહ્યું.

(ક્રમશઃ ..)