કયો લવ ભાગ : ૪૦ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ભાગ : ૪૦

કયો લવ ?

ભાગ (૪૦)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૪૦

ભાગ (૪૦)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૩૯ માં આપણે વાચ્યું કે રિધીમા અને સૌમ્યએ પ્યારમાં પડીને શરીર સુખ પહેલી વાર માણ્યું હતું જેનો અનહદ આનંદ તેઓને અલગ જ દુનિયામાં લઈ ગયું હતું. બીજી તરફ રોનક અને કુલદીપે હાથ મેળવી લીધા હતાં પ્રિયા તથા પ્રિયા સાથે જોડાયેલી જિંદગીને બરબાદ કરવા માટે.........ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ: ૩૯ જરૂર વાંચજો.....)

હવે આગળ......

વિનીતે જયારે પ્રિયા નામથી સંબોધીને પોતાના મમ સાથે ઇન્ટ્રો કરાવ્યો, ત્યારે એમના મમ થોડા ચમક્યા. એમણી ડાબી બાજુની આઈબ્રો સહેજ ઉંચી થઈ. એણે જવાની ઘાઈ હતી તો પણ તેઓ નિરાંતે ઊભા રહ્યાં. તેઓ પ્રિયાને નીચેથી તો ઉપર સુધી કેટલી વાર પણ જોતાં રહ્યાં. પ્રિયાની બેહદ સુંદરતાને જોઈને તેઓ આંજી ગયા. તેઓ વિચારવા લાગ્યાં, “ ઓહ !! તો આ છે મિસ પ્રિયા !! મારા વિનીતનો ઇશ્ક. જેણે કોઈ દિવસ દાણા પણ નથી નાંખ્યા.”

તેઓ વિચારી રહ્યાં હતાં કે પ્રિયા નામની આ સુંદરતાની ચિનગારી ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશે તો આગ લગાવી દે.

થોડી વારમાં વિનીતનાં મોમ એકદમ મીઠા સ્વરમાં કહેવાં લાગ્યાં, “ યુ લુકીંગ બ્યુટીફૂલ.”

“આંટી !! યુ ટુ. “ પ્રિયાએ ટુંકમાં જવાબ આપ્યો.

“પ્રિયા, મને તારું કામ છે. કોઈ વાર ફ્રી હોય તો મને જણાવજે.” વિનીતનાં મોમે અલગ જ મિજાજથી ડોકું ધુણાવતા સ્ટાઈલીશ અદાથી કહ્યું.

“હા મોમ. પ્રિયા જણાવશે.” વિનીત વચ્ચે જ બોલી પડયો.

વિનીતનાં મોમ આછું મલકાયા અને બાય કહીને ત્યાંથી પોતાનાં કામ માટે નીકળી પડ્યા.

“ચલો પાર્ટી કરતે હેં મજે મારતે હેં...” વિનીતે મોટા અવાજમાં એના મોમ ગયા બાદ ઉછળીને કહ્યું.

“યેહ.....હ્હ્હ !!”

“યોહ્હ્હ.....!!”

બધા એક પછી એક ચિલ્લાવા લાગ્યાં.

“પહેલાં ભૂખ લાગી છે વિનીત. જે પડ્યું હોય તે ખવડાવ.” કોમલે બધા જ શબ્દો પર ભાર આપતાં ઉચ્ચા સાદમાં કહ્યું.

“ ભુક્ક્ડ..” અક્ષયે કોમલ તરફ નજર કરીને કહ્યું. અને બધા હસવા લાગ્યાં.

“હા ઓર્ડર આપું કે પછી ઘરનું બનેલું પણ ચાલશે? ” વિનીતે આ પ્રશ્ન એટલા માટે કર્યો કારણ કે તેના ઘરમાં બધા જ અલગ કામનાં માટે અલગ અલગ નોકરો રાખ્યાં હતાં.

ત્યાં જ કરસનદાસ નામનાં નોકર, પાણી ભરેલા કાચનાં ગ્લાસ સાથે નમકીન અને ચિપ્સથી ભરેલી પ્લેટો મૂકી ગયો.

“કરસન અંકલ આ બધા જ મારા ફ્રેન્ડો છે. ધના આંટીને મોકલો ને !! મારા દોસ્તોની જે ફરમાઈશ હશે નવી વાનગી માટે એ ફટાફટ બનાવી દે.” વિનીતે નમ્રતાથી કીધું.

“એ બધું તો ઠીક છે વિના. પણ ધના આંટી તો બે દિવસ માટે બહાર ગયા છે. એટલે અમારા હાથનું ભાવશે ભોજન ..??” કરસન અંકલે પૂછ્યું.

“ઓહ !! સોરી. મારા ધ્યાનની બહાર હતું. ચાલો કંઈ નહીં હું બહાર ઓર્ડર આપી દઈશ.” વિનીતનું આટલું સાંભળ્યા બાદ કરસનભાઇ જતાં રહ્યાં.

વિનીતનાં ઘરમાં જેટલા પણ નોકરો કામ કરતાં તેઓ બધા જ જૂના વફાદાર નોકરો હતાં. એમાં ધનાબાઈ નામની સ્પેશ્યલ રસોઈયણ, જે કરસનદાસના પત્ની પણ હતાં, જેઓ ભોજનનું કામ સંભાળતા. નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ તેઓ ફટાફટ બનાવી દેતાં. પરંતુ આજે તેઓ ઘરમાં હતાં નહીં.

“ દોસ્તો !! તમારું આજે બેડ લક છે. ધના આંટીનું ભોજન તમને સ્વર્ગનો અહેસાસ કરાવતે. બોલો હવે તમારી મનગમતી ફરમાઈશ એટલે હું ફટાફટ ઓર્ડર આપી દઉં.” એટલું કહીને વિનીત રેસ્ટોરેન્ટનો નંબર ડાયલ કરવાં માટે મોબાઈલ હાથમાં લીધો.

પ્રિયા વિચારવા લાગી, કે ઓલરેડી તે આવીને બોર થઈ રહી છે. એણે અત્યારે વિનીતના પાર્ટીમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો.

“ ચાલ, હું બનાવી દઉં છું વિનીત, એમ પણ મને બોર થાય છે.” પ્રિયાએ કહ્યું.

“શું ? શું બનાવી દઉં ?” વિનીત ચોંક્યો. એણે ફરી ફરીને એક જ પ્રશ્ન પૂછ્યો.

“એ જ તમારી લોકોની ફરમાઈશ.” પ્રિયાએ વિશ્વાસથી કહ્યું.

“ માલદારની છોકરી, રસોઈ ક્યારથી બનાવા લાગી..!!” વિનીત એટલું કહી થોડો હસ્યો. “ પ્રિયા યાર !! શેનું તને બોર થાય છે? મારા ઘરમાં મારું પોતાનું મીની થેઈટર પણ છે. પણ પહેલા કંઈ ખાઈ લઈએ એના પછી પાર્ટી એન્જોય કરીએ ને..!! વિનીતે પ્રિયાને મનાવતા કહ્યું.

“વિનીત, પ્રિયા માલદારની છોકરી જરૂર છે. પરંતુ એણે ક્યારે પણ એવો દેખાવ નથી કર્યો. અને રહી વાત રસોઈની..!! નીતનવીન રેસિપી બનાવવી એ એનો શોખ છે પેશન છે, એનો લગાવ એની હોબી છે.” સોનીએ એક પણ શ્વાસ લેવા વગર પ્રિયાની વાહ વાહી નાંક ફૂલવીને કરી.

“ઓહ એવું છે. તો જા કિચન તારું. બીજી કોઈ હેલ્પ જોઈતી હોય તો અમને બોલાવો..!! અમને બોલાવો શું? અમે પણ તારી હેલ્પ કરવાં હમણાં જ જોડાઈ જઈએ.” વિનીતે પણ પ્રિયાની હોબીને સમ્માન આપતાં કહ્યું.

“શું હેલ્પ વિનીત ? કોઈ વાર બટાકું પણ છોલ્યું છે? અક્ષયે એટલું કહીને બધાને હસાવ્યાં.

“ન આવડે તો શું થયું પ્રિયા તો છે જ ને શીખાડવા માટે.” વિનીતે પ્રિયા સામે જોઈને કહ્યું.

“ઓ.કે લેટ્ઝ ગો.” પ્રિયાએ હરકાઈને કહ્યું.

કરસનભાઈ તરત જ હાજર થઈ ગયા અને કિચન બતાવી પ્રિયાને જોઈતી સામગ્રી આપી દીધી. પ્રિયાની પાછળ બધા જ ગયા. વિનીતનાં ઘરનું કિચન વિશાળ આધુનિક ટાઈપનું હતું. પ્રિયાએ બધી જ સામગ્રી જોઈ અને ફટાફટ એના કામમાં વળગી પડી. અક્ષયને પણ રસોઈ કામમાં ઇન્ટરેસ્ટ હતું એટલે એ પણ પ્રિયાને હેલ્પ કરવા લાગ્યો. એટલે કોઈ પણ બહાર લિવિંગ રૂમમાં રહ્યાં નહીં પ્રિયા સાથે બધા જોડાયા અને સાથે જ મસ્તી મજાક પણ કરતાં ગયા.

પ્રિયાએ વિનીતને એ પણ પૂછી લીધું હતું કે ઘરમાં નોકરો સાથે કેટલા વ્યક્તિઓ ઉપસ્થિત છે તે પ્રમાણે એણે ભોજનની તૈયારી કરી. એક કલાકમાં ઘણી બધી નીતનવીન આઈટમો બનાવી. બધા જ પ્રિયાનાં હાથે બનેલા ભોજનનો સ્વાદ માંડવા લાગ્યાં.

“પ્રિયાયાયા...તું તો ગજબનું ભોજન બનાવે છે યાર..!! લાગે છે હવે ધના આંટીને બદલે તને જ અહિયાં રાખી દઉં.” વિનીતની મજાક સાંભળી બધા જ હસવાં લાગ્યાં.

“ પ્રિયા તારો થનાર હબી કેટલો લકી હશે ને ? તારા જેવી વાઈફ પામીને. કેમ દોસ્તો, રાઈટ ને ?? ” ઘણું ઓછું બોલી રહેલો રોનક બોલી પડયો અને એણે કુલદીપ સામે જોયું.

બધાએ હા માં હા કરી.

વિનીતનાં ઘરે કામ કરતાં નોકરચાકરોએ પણ પ્રિયાનાં ભોજનની તારીફ કરી અને આ છોકરી કોણ હશે એમ કરીને એક વાર પ્રિયાને જોઈ પણ જતાં. સુંદરતા સાથે રસોઈની મહારાણી કહીને મનોમન એની પ્રશંસા કરી લેતાં.

ભોજન થયા બાદ બધા વિનીતના મીની થેઈટરમાં મૂવી જોયા બાદ ડાન્સ અને મસ્તીમાં ઝૂમી ઉઠ્યા. વિનીતે આ ફ્રેન્ડશીપ ડે ને એવી રીતે સેલીબ્રેટ કરાવ્યો કે બધા જ ફ્રેન્ડો વિનીતને અને આ દિવસને લાઈફ ટાઈમ યાદ રાખે.

થોડી જ વારમાં બધા ઈમોશનલ થઈ વાતો કરવાં લાગ્યાં કે હવે તો આપણે બધા જ છુટા પણ પડી જઈશું. બધા જ પોતાની લાઈફને સેટ કરવાં માટે મંઝિલને શોધતા નીકળી પડશે. એટલે યારો જેટલા દિવસો છે એણી મજા મારો.

આમેતેમની વાતો કર્યાં બાદ બધા જ દોસ્તો છુટા પડી પોતપોતાના ઘરે જવા માટે નીકળી પડ્યા.

રોનક અને કુલદીપનાં શૈતાની દિમાગથી બેખબર બધા જ ફ્રેન્ડો તેમની સાથે સ્વાભાવિકતાથી ફરી હળીમળી ગયા.

પરંતુ બંને સચેત હતાં. ફ્રેન્ડોની આટલી ગહેરી દોસ્તી અને વિશ્વાસ પણ તેઓને પીગાળી ન શક્યા. બંને પોતાના પ્લાનનાં તહેત અંજામ આપવાં માટે અટલ નિર્ણય પર હતાં.

રુદ્ર આજે પ્રિયાનાં ઘરે આવ્યો હતો. અત્યારે પ્રિયાનાં મોમના સામે બેઠો હતો. સૌમ્ય પણ આજે હાજર હતો.

રુદ્રને થોડી ગભરામણ જેવી થઈ રહી હતી. તેણે ખબર પડતી ન હોતી કે વાતની શુરુઆત ક્યાંથી કરવી જોઈએ. તેણે હમણાં આદિત્યનો યાદ આવી ગયો. કાશ !! આદિત્ય જેવો હું પણ હોત તો ક્યારની વાત પતી જતે. ખૈર !! એણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને જ મનમાં કહ્યું, “ બેટા શુરૂ હો જા અબ.”

“ આંટી, અંકલ કેમ છે ?” રૂદ્રે પૂછ્યું.

“હા, વન વીકમાં આવી જશે. ટુર પર ગયેલા છે.” પ્રિયાની મોમે જવાબ આપ્યો.

થોડી આમતેમની સૌમ્ય અને પ્રિયાની મોમ સાથે વાતો કર્યા બાદ રૂદ્રે કહ્યું, “ આંટી, હું આપની પરવાનગી લેવા માટે આવ્યો છું.” એટલું કહી તેણે સૌમ્ય તરફ જોયું.

“હાં કેવી પરવાનગી બેટા..? બેફિકર કહો ને..!!” પ્રિયાનાં મોમે રૂદ્રનો ચહેરો વાંચતા કહ્યું.

“આંટી, પ્રિયા અને હું બંને એકમેકને સારી રીતે જાણવા માટે ત્રણેક દિવસનો બહાર ફરવાનો પ્લાન બનાવ્યો છે. જો તમે...” રુદ્રનું સંકોચભર્યું વાક્ય હજું તો પૂરું પણ થયું ન હશે ત્યાં જ પ્રિયાનાં મોમ બોલી પડ્યા, “ અરે રે !! એમાં પૂછવાનું શું ? અમે તો એ જ રાહ જોતાં હતાં કે તમે જઈને ફરો એકમેકને જાણો. હવે કેટલા વર્ષો આમ તમે કાઢી નાંખશો ? અમને તો ના તારા તરફથી કોઈ જવાબ મળતો. ના પ્રિયા તરફથી !! લગ્ન કરવાના છે કે નહીં હવે તો એનો પણ રહી રહીને વિચાર આવ્યાં કરે.” પ્રિયાના મોમે ચિંતા દર્શાવતા કહ્યું.

“પ્રિયાની સ્ટડીઝ બરાબર ચાલી રહી હોય. અને પ્રિયા પોતે પણ જવા માંગતી હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. બાકી તમે બંને તો સમજદાર જ છો. શું ખરાબ અને શું તમારા માટે યોગ્ય હશે એ પણ તમે જાણતા જ હશો.” સૌમ્ય, પ્રિયાના મોટા ભાઈ તરીકે રુદ્રને શાનમાં સમજાવી દીધો.

“સારું ત્યારે, પ્રિયાને સંભાળીને લઈ જજો અને લાવજો. આજે ફ્રેન્ડશીપ ડે છે એટલે પ્રિયા કોલેજમાં હશે. પાર્ટી મનાવીશું તો મોડું થશે એમ કીધું હતું.” પ્રિયાના મોમે પરવાનગી આપતાં કહ્યું.

રુદ્ર પ્રિયાને મળવા વગર આજે ચાલી ગયો હતો. તેમ જ પ્રિયાને આ વાતની પણ ખબર ન હતી કે રુદ્ર પરમિશન લેવા માટે આવશે.

રૂદ્રે, પ્રિયાની બેગ અને પોતાની બેગને કારનાં ડીકીમાં ગોઠવી.

“ રુદ્ર, પણ તમે મને જણાવ્યું નહીં કે આપણે ક્યાં જઈ રહ્યાં છે ? કેટલા દિવસ માટે જઈ રહ્યાં છે?” પ્રિયાએ એક પછી એક પ્રશ્નો રુદ્રને કર્યાં.

“તમારા મોમે તમને ન જણાવ્યું હશે તો એ સારું જ છે. તમારા ઘરે બધું જ જણાવી દીધું છે પણ તમારા માટે તો સરપ્રાઈઝ જ છે.” રૂદ્રે પ્રિયાને કારનો દરવાજો ખોલીને આપ્યો. પ્રિયા અંદર બેસી ગઈ.

રુદ્ર એકસાઈટેડ હતો. એણે પ્રિયાને લગ્ન માટે પ્રપોઝ કરવું હતું. પ્રિયા તરફનો કારનો દરવાજો બંધ કરીને એ ઉછળીને સોંગ ગાતો કારની પાછળની સાઈડથી ફરીને એ પોતાનાં તરફનો દરવાજો ખોલ્યો અને ડ્રાઈવર સીટ પર જઈ ગોઠવાયો. બંનેનો ઉત્સાહ કહીં નાં શકાય એટલો હદની ઉપર હતો. રુદ્ર, પ્રિયા સાથેનાં આવા સમયને જરા પણ બરબાદ કરવાં માંગતો ન હતો. એનું સમગ્ર ધ્યાન એણે પ્રિયા પર જ રાખવું હતું. એ પ્રિયાને ખૂબ ચાહતો. એણે પ્રિયા વગર રહેવાતું નહીં. આજે એણે એવો મોકો મળ્યો હતો કે તે પ્રિયાને મનભરીને જોઈ લેવા માંગતો હતો. એણે પૂરી રીતે મહેસૂસ કરવાં માંગતો હતો. થોડા સમય માટે સહી, પરંતુ પ્રિયા ફક્ત અને ફક્ત મારી જ છે. બસ મારી જ છે. એટલું ફક્ત તે મહેસૂસ કરવાં માંગતો હતો.

બંનેએ આંખો પર ગોગલ્સ લગાવ્યા હતાં. પ્રિયાએ પોતાનો ગોગલ્સ થોડી વાર માટે ઉતાર્યો. રુદ્ર કારને સ્ટાર્ટ કરવાં જ જઈ રહ્યો હતો. પરંતુ તે થોડો થોભ્યો. આજે એ ફરી એક વાર પ્રિયાને ઘણા નજદીકથી જોઈ રહ્યો હતો. પ્રિયાની ઝીણી આંખોમાં આજે તે અલગ જ પ્રકારનો મિજાજ જોઈ રહ્યો હતો. પ્રિયાનું નાનું નાક ગોળાકાર ચહેરા પર કેટલું શોભતું હતું. એના ભરેલા નાના ગુલાબી હોઠો અલગ જ પ્રકારના હરકત કરતાં હતાં.

આજે એણે લાંબી બાયનું ડાર્ક વાઈટ કલરનું ફૂલ બાયનું ટીશર્ટ પહેર્યું હતું જે ‘વી’ આકારના ગળાના શેપનું હતું. વાઈટ ટીશર્ટના ઉપરના મધ્યભાગમાં મોટું લાઈટ ગુલાબી રંગનાં હાર્ટનું શેપ બનેલું હતું. જે ઘણું એટ્રેક્ટીવ લાગી રહ્યું હતું. નીચે એણે સ્કીન ફીટીંગ જીન્સ પહેર્યું હતું અને નીચે પગમાં વાઈટ કલરના શુઝ. રૂદ્રે પણ ઉપર વાઈટ કલરનું ટીશર્ટ પહેર્યું હતું જયારે નીચે શોર્ટ ઘૂંટણ સુધીનું જીન્સ અને જીન્સના કલરના જ શુઝ પહેર્યા હતાં. બંનેએ ડાર્ક મધમધતું પરફ્યુમ લગાવ્યું હતું જે કારનો દરવાજો બંધ થતાં જ કારમાં સુગંધિત વાતાવરણ ફેલાઈ ગયું.

એવી રીતે શું જુઓ છો? મને પહેલી વાર જુઓ છો?” પ્રિયાએ ક્યારનાં જોઈ રહેલા રુદ્રને કહી જ દીધું.

“પ્રિયા તમે લિપસ્ટિક લગાડતાં જ નથી એમ? મને કંઈ ખબર નથી પડતી આ તારા ગુલાબી હોઠ જ છે કે પછી લિપસ્ટિક..!!” રૂદ્રે મજાક કર્યું.

પ્રિયા થોડી હસી અને થોડી શરમાઈ.

“અને રહી વાત તમને પહેલી વાર જોવાની ?? તો હું જેટલી વાર તમને જોઈશ એટલી વાર મને પોતાને પણ એજ અહેસાસ થાય કે હું તમને પહેલી વાર મળી રહ્યો છું. પહેલી વાર જોઈ રહ્યો છું.”

“એવું તે શું છે કે એટલું બધું...” પ્રિયા એટલું બોલી અટકી.

“પ્રિયા તું યાર મને પાગલ બનાવી નાંખીશ.” એટલું કહીને રૂદ્રે સીટ બેલ્ટ લગાવ્યો. પ્રિયાએ કારમાં બેસતાની સાથે જ સીટ બેલ્ટ લગાવી દીધો હતો.

“હેય રુદ્ર !! તમે મને તું...તું… ફક્ત તું કહીને બોલાવો.” સીટી વગાડતા હોય તેવા પ્રિયાના હોઠો ‘તું ’ કહેતી વખતે હોટ દેખાઈ રહ્યાં હતાં. અને રુદ્ર એના હોઠોના વળાંક જ જોતો રહ્યો.

“પ્રિયા..પ્રિયા...પ્રિયા ફરી કર ને એક વાર..!!” એટલું કહીને રુદ્ર ઝડપથી ફરી બોલવ્યો, “ તારી આવી જ અદાથી મને મારી નાંખીશ પ્રિયા.”

“ચલો જઈએ હવે. અહિયાં જ બધી જ વાત કરીને પ્રવાસ પૂરો કરી દેવો છે?” પ્રિયાએ પોતાની ઝીણી આંખોને મોટી કરતાં કહ્યું.

“ ચાલ તો જઈએ હવે...યો..” રૂદ્રે કાર સ્ટાર્ટ કરી અને હાય વોલ્યુમ પર આ સોંગ લગાવીને કારને સડસડાટ ભગાવી મૂકી.

“ મેરે રશ્કે કમર તું ને પહેલી નઝર

જબ નઝર સે મિલાઈ મઝા આ ગયા......

બર્ક સી ગીર ગઈ કામ હી કર ગઈ

આગ ઐસી લગાઈ મજા આ ગયા....

(ક્રમશ : ..)