સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-14 (અંતિમ) Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-14 (અંતિમ)

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-14

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-14

(“યાર વાત અલગ છે, આજે મારે બધા સામે બોલવાનું છે, ખાસ કરીને મમ્મી-પપ્પા સામે, મારે રાધિકાને સરપ્રાઈઝ આપવું છે પણ મને નથી લાગતું હું બોલી શકીશમેહુલે મોટો નિસાસો ખાધો.

તો બધું શા માટે કર્યું?, ચૂપચાપ બેસી રહેવાય ને, બધાને રાહ જોવડાવી અહીંયા બેસવાનો શું મતલબ છે?”

હું હિંમત એકઠી કરું છું, બોલવાની

કમ ઑન યાર, યું કેન, એકવાર અંદર આવ, હગ જોઈએ છે?” શ્રધ્ધાએ મેહુલને કસીને હગ કર્યો, “જો આનાથી આગળ કંઈ જોતું હોય તો રાધિકાને બહાર મોકલુંશ્રધ્ધાએ આંખ મારી કહ્યું.

ના, હું આવું છું તેને ના બોલાવ

પહેલા મોબાઈલ ફ્લાઇટ મોડ પરથી કાઢશ્રધ્ધાએ મેહુલનો મોબાઈલ આંચકી લીધો. “હવે અંદર આવ, તારે ધૂમ માચાવવાની છે” )

( ક્રમશઃ)

બધી તૈયારી થઈ ગયી છે બસ તારી રાહ જોવાઇ રહી છેરવિએ મેહુલને કૉલ લગાવી કહ્યું. છેલ્લા એક કલાકમાં રવીએ મેહુલને આઠ કૉલ કર્યા હતા. સમય થઇ ગયો હતો, અડધી કલાકમાં ફંક્શન શરૂ થવાનું હતું પણ મેહુલનો કોઈ પત્તો નોહતો.

એક કલાક પહેલાં મેહુલ રાધિકાને નહેરુ હોલ ડ્રોપ કરીઆવું છુંતેમ કહી નીકળી ગયો હતો. એક કલાકમાં રાધિકાએ બધા આયોજન પર નજર ફેરવી લીધી. મહેમાનોના સ્વાગતથી લઈને બેસવાની વ્યવસ્થા સુધી રવિએ જબરું કામ કર્યું હતું. ગેટમાં એન્ટર થતા કાનને ગમે તેવું મધુર સંગીત રેળાતું હતું. સ્વાગત વિધિમાં ચાર ગર્લ્સ ખડેપગે ઉભી હતી અને અંદર જવા અભિવાદન કરી રસ્તો ચીંધી રહી હતી.

હૉલના ડોરમાં બોક્સવૂડ ગારલેન્ડ લગાવવમાં આવ્યું હતું, પુરા હોલમાં રેડ ડેકોરેટિંગ ફેબ્રિક પાથરેલું હતું, દીવાલો પર ફની બેકગ્રાઉન્ડ બેનર્સ લગાવવામાં આવ્યા હતા, બ્લુન્સ અને સ્ટાર્સથી પુરા સ્ટેજને ભરી દેવામાં આવ્યું હતું. ટૂંકમાં હોલમાં એન્ટર થતા બહારની દુનિયા ભૂલી જવાય તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. રવિ સાઉન્ડ સિસ્ટમ ચૅક કરતો હતો, ‘, લાઇટ્સ સીચુએશન મુજબ ઇફેક્ટ આપે છે કે નહિ?, ડાન્સની પ્રેક્ટિસ પુરી થઈ?, રાધિકા મેહુલને કૉલ કરને ક્યાં પહોંચ્યો?’ રવિ વારંવાર એકના એક વાક્યોનું રટણ કરતો હતો. શ્રધ્ધા અને વિશ્વા પણ રવિએ સોંપેલાં કામોમાં વ્યસ્ત હતી. ફંક્શનનું એન્કરિંગ શ્રધ્ધા કરવાની હતી તેથી હાથમાં પેડ અને પેન લઈ પુરા હૉલમાં અહી-તહી ઘૂમતી હતી.

ધીમે ધીમે હોલ ભરાવવા લાગ્યો, મેહુલના મમ્મી-પપ્પા, પ્રિયંકા-જીજ્ઞેશભાઈ, જિંકલ-મેહુલ, સાગર-પૂર્વી-રાહી-મેહુલ બધા પહેલી હરોળમાં આવીને ગોઠવાઈ ગયા હતા. અચરજની વચ્ચે કાવ્ય ઍન ગ્રુપ પણ બીજી હરોળમાં ગોઠવાઈ ગયું હતું. સૌ પોતાના પ્રિય અને લાડકવાયા આર. જે. મોન્ટુને સાંભળવા આવ્યા હતા સૉરી સાંભળવા નહિ જોવા, કારણ સૌ મોન્ટુને રોજે સવારે સાંભળતા, મોન્ટુના અવાજ વિના કોઈની સવાર પડતી નહિ પણ મોન્ટુને કોઈ જોયેલ નહિ અને ઉત્સુકતાથી ચારસો વ્યક્તિ બેસી શકે તેવા હૉલમાં પાંચસો લોકો ખસો-ખસ ભર્યા હતા.

પણ મોન્ટુ છે ક્યાં?, તો એક કલાક પહેલાંઆવું છુંએમ કહીને નીકળી ગયો હતો.

***

સાડા ચારના પાંચ થઈ ગયા પણ મેહુલના કોઈ સમાચાર મળ્યા, આખરે મેહુલ વિના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. લાઇટ્સ ઑફ થઈ અને એક સ્પોર્ટ્સ લાઈટ સ્ટૅજ પર ફેંકાઈ,

શબ્દોનું ખરું વજન તો આવકાર આપનારના ભાવમાં હોય છે, નહીંતર વેલકમ તો પગલુછણિયા પર પણ લખ્યું હોય છેસ્ટૅજ પર શ્રધ્ધા ઉભી હતી. શ્રધ્ધાએ બેબી પિંક અને ડાર્કપિંક કલરની ચણિયાચોળી પહેરેલી હતી. જેમાં તે સાચે જ ગુલાબ જેવી જ લાગી રહી હતી, જમણા હાથમાં ડાર્કપિંક બંગડીનો ચુડલો અને ડાબા હાથમાં વીંટી સાથે જોઈન્ટ બ્રેસલેટ પહેરેલું હતું અને કમરે કંદોરો પેહેરેલો હતો. તેના વાળમાં પિંક અને પર્પલ કલરની હાઈલાઇટ્સ કરેલી હતી જે એના કપડાં સાથે એકદમ કલર મેચ કરતા હતા. તે ઝીરો ફિગર જેવી સુકલકડી તો ન હતી, પરંતુ એનું થોડું ભરાવદાર શરીર એના તરફ કોઈને પણ આકર્ષવા માટે સમર્થ હતું એનું ફિગર એકદમ પરફેક્ટ લાગતું હતું. ના કંઈ વધારે ના કંઈ ઓછું. તેની પીઠ અને કમર જોઈને મજાલ છે કોઈની કે નજર હટાવી શકે, સારી વાત એ હતી કે તેની પીઠ કોઈ જોઈ શકતું ન’હતું.

ગુડ ઇવનિંગ ઍવરીવન, શરૂ કરતાં પહેલાં શરૂથી અત્યાર સુધીની જર્ની જોઈ લઈએ એટલે વાત જાણવાની ઑર મજા આવે. ” સ્પોર્ટ્સ લાઈટ બંધ થઈ અને બેકગ્રાઉન્ડમાં એક સ્લાઈડ શરૂ થઈ. સ્લાઇડમાં એક પછી એક ફોટોઝ બદલાવા લાગ્યા. બધા ફોટોઝમાં મેહુલ હતો અને બધાને મેહુલને ઓળખવામાં કોઈ તકલીફ થઈ. બધા ફોટોમાં મેહુલ કોઈને કોઈ હરકત કરતો નજરે ચડતો હતો. રેડિયો સ્ટેશન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીની સફર સ્લાઇડમાં આવી ગયી.

સ્લાઈડ પુરી થઈ એટલે સૌ તાળીઓ પાડવા લાગ્યા અને મેહુલની નામની ચિચિયારીથી પૂરો હૉલ ગુંજી ઉઠ્યો. એક મિનિટ પછી શ્રધ્ધાએ બાજી સાંભળી, એક પછી એક પર્ફોર્મન્સ રજૂ થયા. બાજુમાં કેટરીનની વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે ત્યાં પણ ખાસ્સી ભીડ હતી. બધાની વચ્ચે સૌની આંખો મેહુલને શોધતી હતી. ખાસ કરીને રાધિકાની આંખો.

મેહુલ ક્યાં છે યાર તુંરાધિકાએ બે હાથ ઘૂંટણ વચ્ચે લીધા અને આંગળીઓ પર આંગળીઓ ચડાવી. શ્રધ્ધા પણ વારંવાર રાધિકા તરફ પ્રશ્નાર્થભરી નજરે જોતી હતી અને રાધિકા જવાબમાં ખભા ઉછાળી ઈશારો કરતી હતી.

હવે પછીનું એન્કરિંગ તમારો જુનિયર આર. જે. રવિ સંભાળશે, હું રવિને વિનંતી કરું કે તે સ્ટૅજ પર આવે અને કાર્યક્રમ આગળ ધપાવેશ્રધ્ધાએ ઓચિંતા રવિને ઝટકો આપ્યો. કારણ કે પૂરું એન્કરિંગ શ્રધ્ધાને કરવાનું હતું અને અધવચ્ચે આમ રવિને શા માટે કહ્યું હશે?, રવિ સ્ટૅજ પર ગયો અને જવાબદારી સંભાળી લીધી.

થેન્ક યુંકહી શ્રધ્ધા સ્ટેજની નીચે આવી ગઈ. જ્યારે તે નીચે ઉતરતી હતી ત્યારે સૌ તાળીઓથી તેનું અભિવાદન કર્યું. શ્રધ્ધા વોશરૂમ તરફ ગઇ અને રાધિકાને પણ પાછળ આવવા ઈશારો કર્યો.

મેહુલ હતો એટલે આટલી જલ્દી અમારી ચેનલ ફેમસ થઈ છેરાધિકા વોશરૂમમાં પહોંચી ત્યારે સ્ટૅજ તરફથી આવાજ આવ્યો અને રાધિકાને તાળીઓનો ગડગડાટ સંભળાયો.

મેહુલ ક્યાં છે?” રાધિકા અંદર આવી એટલે દરવાજો બંધ કરી મોં પર પાણી છાંટતા શ્રધ્ધાએ પૂછ્યું. રાધિકાના કપાળે કરચલીઓ પડી ગઈ હતી, રાધિકા ગભરાયેલી હતી. તેનો ચહેરો રડવા જેવો થઈ ગયો હતો.

તે માંડ માંડ રડમસ અવાજે બોલી શકી, “તેનો કૉલ નથી લાગતો

તો શું થયું તે આવી જશે, હજુ બે-ત્રણ પર્ફોર્મન્સ અને બે સ્પીચ બાકી છેશ્રધ્ધાને એન્કરિંગની બધી વાતો ખબર હતી એટલે તેણે અંદાજો લગાવ્યો.

તું અંદર જઇ બેસ, તેના મમ્મી-પપ્પાને સમજાવ કે મેહુલ સ્પીચની તૈયારી કરે છે. મેહુલને નહિ જુએ તો તેઓ ચિંતિત થઈ જશેશ્રધ્ધાએ રાધિકાને મોઢું ધોવરાવ્યું અને ફેસ પર મોટી સ્માઈલ રાખવા કહ્યું.

રાધિકાના ગયા પછી શ્રધ્ધાએ વાળ પકડ્યા, કારણ કે તે જાણતી હતી કે મેહુલ ક્યાં છે, અને જો અડધી કલાકમાં મેહુલ નહિ આવે તો બધી મહેનત પર પાણી ફરી વળશે.

મેહુલની કાર પાર્કિંગમાં પડી છેરાધિકાએ હૉલની બહાર કાર જોતા શ્રધ્ધાને મૅસેજ નાખ્યો.

શ્રધ્ધા મેહુલને શોધવા હૉલ બહાર નીકળી, પરસાળમાં મેહુલ દેખાયો એટલે શ્રધ્ધા હૉલની પાછળની સાઈડ ગઈ, મેહુલ ત્યાં હતો. કાનમાં ઈયરફોન લગાવેલા અને ફૂલ વોલ્યુમે સોંગ સાંભળતો હતો, સાથે તેના પગ પણ હલનચલન કરી રહ્યા હતા.

પાગલ છે તું, ફંક્શન શરૂ છે અને બાઘાની જેમ અહીંયા મોં લટકાવીને બેઠો છેમેહુલના કાનમાંથી ઈયરફોન ખેંચતા શ્રધ્ધા બોલી.

હું નર્વસ છું, હું અંદર શું બોલીશ?” મેહુલે ગુંચવણ ભર્યા અવાજે કહ્યું.

અરે તું આર. જે છો, તને તો બધું આવડે છે

યાર વાત અલગ છે, આજે મારે બધા સામે બોલવાનું છે, ખાસ કરીને મમ્મી-પપ્પા સામે, મારે રાધિકાને સરપ્રાઈઝ આપવું છે પણ મને નથી લાગતું હું બોલી શકીશમેહુલે મોટો નિસાસો ખાધો.

તો બધું શા માટે કર્યું?, ચૂપચાપ બેસી રહેવાય ને, બધાને રાહ જોવડાવી અહીંયા બેસવાનો શું મતલબ છે?”

હું હિંમત એકઠી કરું છું, બોલવાની

કમ ઑન યાર, યું કેન, એકવાર અંદર આવ, હગ જોઈએ છે?” શ્રધ્ધાએ મેહુલને કસીને હગ કર્યો, “જો આનાથી આગળ કંઈ જોતું હોય તો રાધિકાને બહાર મોકલુંશ્રધ્ધાએ આંખ મારી કહ્યું.

ના, હું આવું છું તેને ના બોલાવ

પહેલા મોબાઈલ ફ્લાઇટ મોડ પરથી કાઢશ્રધ્ધાએ મેહુલનો મોબાઈલ આંચકી લીધો. “હવે અંદર આવ, તારે ધૂમ માચાવવાની છે

***

અને જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તમારો હોટ ફેવરિટ ચહિતો મોન્ટુ સૌની સમક્ષ હાજર છેહૉલના ગેટ પર મેહુલને જોઈ રવિએ જોરથી બૂમ પાડી. સૌ એકસાથે પાછા ફર્યા, મેહુલ બ્લૅક ટ્રાઉઝર સાથે બ્લૅક ટાઈટ શર્ટ પર પહેરો ઉભો હતો. સૌને ચીરતો મેહુલ સીધો સ્ટૅજ પર પહોંચ્યો. ફરી તાળીઓ અને સીટીથી પૂરો હૉલ ગુંજી ઉઠ્યો.

યો જેતપુર, કેવું લાગે છે મને જોઈને? જોકર તો નથી લાગતો ને?” મેહુલે હસતા હસતા કહ્યું, પુરા હૉલમાં હસીની લહેર ફરી વળી.

વેલ. . વેલ. . વેલ તમને જણાવી દઉં છું કે હું સ્ટૅજ પર આવતા ડરતો હતો એક્ચ્યુલી તમને ફેસ કરી શકવાની હિંમત નોહતી પણ તો પરિવાર છે મારો અને પરિવારથી કોઈ છુપાતું હશે ભઈ?” પુરા હૉલમાં શાંતિ છવાઈ ગઈ. મેહુલ આવુ બોલે તે સૌ માટે આશ્ચર્ય પમાડે તેવું હતું.

થોડા કન્ફ્યુઝ લાગો છો બધા, કંટાળી ગયા છો કે મારા વિશે જાણવાની તાલાવેલી છે?”

તાલાવેલી હોય ને બૉસહરોળમાં બેસેલ એક નોજવાન બોલ્યો.

મેહુલથી તો તમે પરિચિત છો, રવિએ પૂરો ભાંડો ફોડી કાઢ્યો છે તો તેમાં કઈ કહેવાની જરૂર નથી, જે તમે નથી જાણતા વાત કરુંમેહુલે ગળું સાફ કરવા માઇક દૂર કર્યું અને એક ખોંખારો ખાધો.

જેતપુર, એક વર્ષ પહેલાં મારા માટે અજાણ્યું શહેર હતું, બીજા શહેરની માફક શહેરને પણ હું સામાન્ય સમજતો, એક દિવસ તેનો મૅસેજ આવ્યો અને જેમ રાતો રાત શૅર માર્કેટના ઈકવિટી ઉછાળો લે તેમ જેતપુર માટે મારા મનમાં તેનો ભાવ વધ્યો, તેની સાથે જેતપુર જોવાની પણ મારામાં ઘેલછા જન્મી, પણ કહેવાય છે ને નસીબમાં હોય તેનાથી ઓછું મળતું નથી અને તેનાથી વધુ આપણે મેળવી પણ નથી શકતા. મારી ઘેલછા વધતી ગયી પણ મને ના તો મળી અને ના તો જેતપુર. પછી મારા અંકલ…” મેહુલે જીજ્ઞેશભાઈ તરફ ઈશારો કર્યો, “મારા અંકલે મને સંભાળ્યો, તેના બિઝનેસમાં પાર્ટનરશિપ આપી અને મારા પર ભરોસો જાતાવ્યો, તેના વાઈફ મારા બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકાની સલાહથી હું જેતપુર આવ્યો અને અહીં તેને મળવા માટે જોબ કરી, આજે હું ગર્વથી કહી શકું છું જે મેં માત્ર તેનું નહીં પુરા જેતપુરનું દિલ જીત્યુંમેહુલે ગંભીર થતા કહ્યું. તે સ્ટૅજ ઉપરથી નીચે ઉતર્યો અને રાધિકાનો હાથ પકડી તેને સ્ટૅજ પર લઈ આવ્યો.

અંકલ(રાધિકાના પાપા) હું કઇ મારા વખાણ કરવા અહીં વાત નથી કરતો, મારી પાસે કઇ નોહતું ત્યારે રાધિકા હતી અને આજે બધું છે ત્યારે પણ મારે રાધિકા જોઈએ, રાધિકા આઈ લવ યુ, મારી સાથે લગ્ન કરીશ?” મેહુલ ઘૂંટણ પર બેઠયો અને એક રિંગનું બોક્સ આગળ ધર્યું.

હા પાડી દે રાધિકા, રાધિકા હા પાડી દેબધા એક સાથે બોલી ઉઠ્યા.

***

મોન્ટુ જાગી જા ને બેટા આઠ વાગી ગયા આજે કૉલેજ નથી જવાનું?”

મોન્ટુ જાગી જા, જાગ હવે તારે મોડું થશે પછીહું ઊંઘમાં હતો, કદાચ છેલ્લી પાંચ મિનિટથી મને કોઈ ઉઠાડવાની કોશિશ કરતું હતું.

ઉઠને બેટા, મારે ઘણુંબધું કામ છેમારી આંખ ખુલ્લી ત્યારે મારા મમ્મીનો ઝાંખો ચહેરો મને દેખાયો.

રાધિકાહું ઊંઘમાં બબડયો.

શું?” મારા મમ્મીએ પૂછ્યું. મેં કઈ જવાબ આપ્યો. “કોઈ સપનું જોયું?” મમ્મીએ મને પૂછ્યું.

શું, સપનું હતું?” હું મનમાં ફરી બબડયો. મારી આંખો સવાર સવારમાં પહોળી થઈ ગઈ.

હું નાસ્તો લગાવું છું અને ફરી જગાવવા નહિ આવુંમમ્મીએ મને ચેતવણી આપી અને રૂમમાંથી નીકળી ગયા.

ધત તેરીસાચે સપનું હતું?” મેં પોતાને ચીમટો ભર્યો. “આઉચ

મને હજુ વિશ્વાસ નથી આવતો. રાધિકાના જવાબ માટે મેં આંખો બંધ કરી પણ ના તો રાધિકા દેખાય, ના કોઈ ફંક્શન, દેખાયું તો માત્ર અંધારું. મેં આંખો ખોલી ઑથર આઈડી ઓપન કર્યું, “ શું?” મારા નીચેથી બેડ સરકી ગયું. હું ફંગોળાઈને નીચે પડતા પડતા રહી ગયો. ગઈ કાલે મારી સફરમાં મળેલ હમસફર સ્ટૉરી પુરી થઈ હતી અને બીજો ભાગ નોહતો. મારી ડાયરી?

હોય નહિ?” બધી ડાયરી શેલ્ફમાં સહીસલામત હતી. અને કોઈએ તેને અડી ના હોય તેવી રીતે ધૂળ ચડેલી હતી. મેં મોબાઈલમાં કોન્ટેક્ટ ચૅક કર્યા, ત્યાંથી પણ રાધિકા ગાયબ.

મને હજી વિશ્વાસ નથી આવતો, હું રસોડામાં મમ્મી પાસે ગયો, “મમ્મી કાલે કંઈ થયું હતું?”

ના, કાલે શું થયું હતું?” મમ્મીએ વળતો પ્રશ્ન પૂછ્યો. મેં માથું ખજવાળ્યું.

તારે આજે એન્યુઅલ ડે માં નથી જવાનું?” મમ્મીએ પૂછ્યું. મારે આજે કોલેજનો છેલ્લો દિવસ છે, ઍન્યુઅલ ડેનું ફંક્શન છે. ‘એટલે ફંક્શનનું સપનું આવ્યું?’મેં મારી જાતને પૂછ્યું.

ના મમ્મી મારે બીજુ કામ છે

હું બ્રશ કરવા ગયો, નાસ્તો કરી સીધો રવિ પાસે પહોંચી ગયો, “રુચિતા આન્ટીની કોઈ સિસ્ટર આવી છે?” મેં પૂછ્યું.

મને નથી ખબર, કેમ એમ પૂછે છે?” રવિએ પણ સામે પ્રશ્ન પૂછ્યો.

અમસ્તા , ચાલ પછી મળું બાયહું ત્યાંથી રાહુલ પાસે ગયો.

રાહુલ પેલા રાકેશભાઈની રાધિકા સાથે તારું કોઈ ચક્કર ચાલે છે?” મેં સીધું પૂછી લીધું.

હે... શું?, હા પણ તને કોણે કહ્યું?” રાહુલે મૂંઝવણ ભર્યા શબ્દોમાં કહ્યું. હું મલકાયો, “ધ્યાન રાખજે, તારા સિતારા ગરદીશમાં છે

હું ફરી ઘરે આવ્યો, રાધિકા વિશે વિચારતો હતો, હાથમાં ડાયરી હતી, હજી લખવાનું શરૂ કર્યું ત્યાં રવિએ ડૉર નૉક કર્યો.

મેહુલ રુચિતા આન્ટીની સિસ્ટર આવી છે અને તેને તારી પાસે એકાઉન્ટ શીખવાનું છેતેના અવાજમાં પણ મને મૂંઝવણ દેખાય આવી. વિચારતો હશે થોડીવાર પહેલા મેં ભવિષ્યવાણી તો નોહતી કરીને.

“ના યાર મારે નથી આવવું?સપનું સાચું પડે તેના ડરથી મેં ઇન્કાર કર્યો.

“બસ હવે દોઢ ડાહ્યો ના થા, તેને આવતા વર્ષે બોર્ડની એક્ઝામ છે અને એકાઉન્ટ શિખવું છે. જો મને એકાઉન્ટ ફાવતું હોત તો હું તને બોલાવેત જ નહિ, રુચિતા આન્ટીએ તને બોલાવવા કહ્યું છે. ” રવિએ ગુસ્સામાં કહ્યું.

“હાહાહા, બચ્ચા કાબીલ બનો કામયાબી ઝખ માર કે તુમ્હારે પીછે આયેગી. ” મેં તેના ખભા પર થાપો માર્યો અને કાચ સામે ઉભો રહ્યો. કાચમાં નજર કરી વાળ વ્યવસ્થિત કર્યા.

“ હવે શું છે?, આન્ટીએ બોલાવવા કહ્યું હતું તે કહી દીધું ને હવે નીકળો ચલો. ” મેં ફિલ્મી અંદાજમાં કહ્યું.

“બસ ભાઈ લડકી આયી તો પાર્ટી બદલ દી. ” રવિએ કરગરતા કહ્યું.

“તો ચલ તું ભી દેખ લે. ” મેં બ્લેક ટ્રેક પર ફૂલ બાયનું વાઇટ ટી-શર્ટ પહેર્યું. ફરી કાચમાં નજર કરી, વાળ વ્યવસ્થિત કરતો કરતો બાબડયો, “આજ તો અપની નિકલ પડી. ”

મેહુલ નથી આવ્યો?” રુચિતા આન્ટીએ દરવાજો ખોલ્યો ત્યારે માત્ર રવિએ ત્યાં ઉભો હતો.

અહીંયા છું આન્ટી

હું તને આન્ટી લાગુ છું?” તેણે કહ્યું.

બધું સપનામાં હતું તેમ થઈ રહ્યું હતું, હું નોહતો ઈચ્છતો કે તેવું થાય એટલે મેં ટૉન બદલ્યો, “તમે ભલે બાવીશ વર્ષના હો પણ સંબંધમાં તો આન્ટી છો નેતેનું મોં વિલાય ગયું.

ઠીક છે અંદર આવ, ઋતુ સાથે તારી મુલાકાત કરવુંઆન્ટીએ કહ્યું.

હું ગભરાયો, મારે અંદર નોહતું જવું, “આન્ટી મારે થોડું કામ છે, હું ઋતુદીદીને પછી મળી લઈશકહી હું દાદર ઉતરવા લાગ્યો.

આજે શું થયું છે આને?” હું દાદર ઉતરતો હતો ત્યારે રુચિતા આન્ટીનો અવાજ મારા કાને અથડાયો.

થોડીવાર પછી રવિ મારા ઘરે આવ્યો, “તું કેમ ઋતુને મળ્યો, કેવી હોટ ચશ્મિશ છે યાર, તેના જોડે મારુ કંઈક સેટિંગ કરાવનેરવિએ કહ્યું. હું ફરી મૂંઝાયો, સ્વસ્થ થયો અને કહ્યું, “ તારી છે, હું એકાઉન્ટ શિખડાવું ત્યારે મારી સાથે આવજે, તારું સેટિંગ થઈ જશે

તું આજે બદલાયેલો લાગે છેરવિએ કહ્યું.

કામ કર તારુંમેં કડક શબ્દોમાં કહ્યું અને ડાયરીમાં ધ્યાન પરોવ્યું. સપનામાં જે જે વસ્તુ આવી હતી અને મને જે જે યાદ હતું તે બધું મેં ડાયરીમાં ટપકાવી લીધું હતું. તેમાંથી બધી વસ્તુ સાચી પડી હતી માત્ર રાધિકાનો મૅસેજ આવવાનો બાકી હતો.

સાંજે વાગ્યે હું મારી ફેવરિટ જગ્યાએ બેસવા ગયો, પૂરો દિવસ રાધિકાના સપના વિશે વિચારી મારુ મગજ થાકી ગયું હતું તેને હવે આરામની જરૂર હતી. સિહોરની સૌથી ઉંચી ટેકરી પર બેસી હું નીચેની ગતિવિધિ જોઈ રહ્યો હતો. સાથે મારી સ્ટોરીને સૌ રિવ્યુ આપતા હતા તેના પર પણ નજર કરતો હતો. રાધિકા નામનો હજી કોઈ મૅસેજ મારા મોબાઈલમાં નોહતો આવ્યો. મેં ફરી મોબાઈલ બાજુમાં રાખ્યો અને કુદરતનો અદભુત નજારો નિહાળવામાં વ્યસ્ત થઈ ગયો.

મારુ ધ્યાન ભંગ કરતું એક નોટિફિકેશન મોબાઈલમાં પૉપ-અપ થયું. મેં વોટ્સએપ ઑપન કર્યું, અજાણ્યા નંબર પરથી કોઈનો મૅસેજ હતો.

હાઈ મેહુલ, આઈ એમ રાધિકા ફ્રોમ જેતપુર

મારુ હૃદય ધડકન ચુકી ગયું. મેં મોબાઈલ બાજુમાં રાખી દીધો અને આંખો મીંચી ગયો.

શું જવાબ આપું, શું જવાબ આપું?” એકનો એક સવાલ મારી જાતને પૂછવા લાગ્યો.

સૉરી રોંગ નંબરમેં મૅસેજ નાખ્યો, ઊંડો શ્વાસ લીધો અને રાધિકાનો નંબર બ્લૉક કર્યો.

સૉરી રાધિકા હું તારા લાયક નથીમેં મનમાં વિચાર્યું અને તળેટીથી ઉતરી ઘર તરફનો રસ્તો પકડ્યો.

(સમાપ્ત)

એક એક…. એક મિનિટ…. શ્રધ્ધા ક્યાં ગઇ?, તેનો મૅસેજ નથી આવ્યો. . આવે તો વાત કરવાની છે હો, તો બેસ્ટ ફ્રેન્ડ હશે મારી.

ઋણ સ્વીકાર

હું આભારી છું મારા વાંચકોનો, આપનો જેના લીધે હું અહીં પહોંચી શક્યો છું. તમારા દ્વારા મળતા પ્રોત્સાહને મને ખુબ મદદ કરી છે, હું ખાસ આભારી છું રાધિકાનો, જેણે મને નૉવેલ લખવા પ્રોત્સાહિત કર્યો, જો તેણે મને વિચાર આપ્યો હોત તો હું નૉવેલ લખી શકેત.

શ્રધ્ધા, જ્યાં જરૂર પડી ત્યાં મને મદદ કરી, હું તેનો પણ અહીં આભાર માનું છું. તેણે મને છોકરીનું વર્ણન કરી આપ્યું હતું.

મિત્રો મેં કોઈ જોડણી અથવા સમજાવવામાં ભૂલ કરી હોય તો માફ કરશો, સ્ટોરીને માત્ર મનોરંજન અથવા શબ્દો સાથે ના લેશો, તેમાં છુપાયેલી લાગણીઓને જોશો તો હું ખાતરી આપું છું કે તમને સ્ટોરી ગમી હશે. વધારેમાં ખાસ નહિ તમારા તરફથી આવો પ્રેમ મળતો રહે તેવી આશા સાથે…. .

- Mer Mehul

રેટ કરો અને રિવ્યુ આપો

Sinu Zala

Sinu Zala 6 માસ પહેલા

Divyesh Patel

Divyesh Patel 1 વર્ષ પહેલા

Khyati Soni ladu

Khyati Soni ladu 2 વર્ષ પહેલા

Sneha Zandawala

Sneha Zandawala 2 વર્ષ પહેલા

Sangita Dudhatra

Sangita Dudhatra 2 વર્ષ પહેલા