સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-10 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-10

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-10

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

“ચોર, મારા ફોટા ચુરાવે છે. આમ કોઈને પૂછ્યા વિના ચોરી કરવી સારી વાત નથી” રાધિકાએ મેહુલને મુક્કો મારતા કહ્યું.

“ચાહે તો થપ્પડ માર લો પર ચોર મત બોલો, મેં ચોર નહિ હું” ફિલ્મી અંદાજમાં ડાયલોગ મારતા મેહુલે કહ્યું.

“ચોરી ઉપર સે સીના જૉરી, મેરે પાસ તો એસે કિતને ફોટોઝ હૈ અગર સામને સે માંગ લેતે તો મના થોડી ના કરતી” રાધિકાએ પણ હવે પોતાના વિચારોને લગામ લગાવી દીધી અને મેહુલ સાથે ફ્લર્ટ કરવા લાગી.

“ફિર મેં હરરોજ ઉસ ફોટોઝ કો દેખતા રહેતા ઔર મુજે તુમસે પ્યાર હો જાતા, ફિર પ્રપોઝ, રોમાન્સ, ઝઘડે ઔર ધી ઍન્ડ, ફિર રાધિકા કોન ઔર મેહુલ કોન?, મેડમ શરાબ ઇન્સાન કો સુલા દેતી હૈ ઔર મહોબત ઇન્સાન કો રુલા દેતી હૈ, અપની ભલાઈ ઇસી મેં હૈ કી દોનો ચીઝ સે દુરી બનાયે રખો” મેહુલે કોઈ સંતની જેમ પ્રવચન આપ્યું.

(ક્રમશઃ)

“બધાનો એક દિવસ હોય છે જ્યારે તે બધું જ ભૂલી જાય છે અને એક એવા પ્રવાહમાં વહેવા લાગે છે જે ખૂબ જ આનંદદાયક અને લાગણીથી ભરેલો હોય છે, રાધિકા માટે એ દિવસ મેહુલની પહેલી મુલાકાત હતો, નમસ્કાર મિત્રો હું મીરા આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું, રવિ સાથે આપ સાંભળી રહ્યા છો 93. 5 FM” રાધિકાએ વાતાવરણમાં સુર રેળ્યો. રાધિકાનું નામ મીરા રાખવાની રવિએ સલાહ આપેલી જેથી રાધિકાની ઓળખ છુપાઈ રહે.

“બધાની એક કહાની હોય છે, કોઇની પ્રસ્તુત થતી હોય છે તો કોઈની હૃદયના એક ખૂણામાં દબાઈ જતી હોય છે પણ એ સત્ય છે કે બધાની એક કહાની હોય જ છે, આજે એ કહાનીનો સૌથી સુંદર અને અવિસ્મરણીય ભાગ રજૂ કરતા હું ખુશી અનુભવું છું”

“હીહીહી…મેહુલ…. ” રાધિકા સીટ પરથી ઉછળી અને મેહુલને ભેટી પડી. બંને હાથથી મેહુલને પોતાના આવરણમાં લઈ લીધો.

“હેય.. હેય.. બધા જુએ છે” મેહુલ રાધિકાને અળગી કરતા કહે છે.

રાધિકા આજુબાજુ નજર ફેરવે છે, રાધિકાની હરકત જોઈને સૌની આંખો પહોળી પડી ગઈ હોય છે. રાધિકા આંખો નીચે કરે છે અને શરમાઈને સીટ પર બેસી જાય છે. મેહુલ પણ રાધિકાને નિહારતો રહે છે. રાધિકાએ આજે બ્લેક જીન્સ પર રેડ-બ્લેક ચેક્સ વાળો શર્ટ પહેર્યો હતો, ખુલ્લા વાળ સાથે તે વધુ સુંદર લાગતી હતી અને મેહુલ સાથે અડપલાં કરવાની તાલાવેલી તેના ચહેરાને અગલ જ સુંદરતા આપી રહી હતી. મેહુલ પણ જીન્સ અને કાળા પોલો ટી-શર્ટમાં સોહામણો લાગી રહ્યો હતો.

બે મિનિટ માટે બંને એકબીજાને જોતા જ રહ્યા, મેહુલના ચહેરા પર એક જુદું જ તેજ હતું જેનું કારણ કદાચ રાધિકા જ હતી. રાધિકાના ચહેરા પર જે સ્માઈલ રેલાતી હતી તે અવિશ્વસનીય હતી, રાધિકા તો દાઢી પર હાથ રાખી મેહુલને એકીટશે જોતી જ જતી હતી.

“Hii, I’m Mehul” મેહુલે વાતની શરૂઆત કરી.

“ચૂપ રે…મને તારી બધી જ ખબર છે, અજાણ્યો બનવાની જરૂર નથી” રાધિકાએ મૌન તોડતા મેહુલના પગ સાથે પગ અથડાવ્યો.

“તો તું જ બોલ તને શું સાંભળવું ગમશે?”

“યાદ છે તે એકવાર કૉલમાં કહ્યું હતું, આપણે બંને વાત કરીએ ત્યારે આપણી જ વાત થવી જોઈએ”

મેહુલે હકારમાં માથું ધુણાવ્યું, ‘હું જેતપુર જાઉં છું, એક કામના સિલસીલાથી, મેં વિચાર્યું તને સરપ્રાઈઝ આપું. ”

“મારા માટે આટલું બધું વિચારે છે!!!” રાધિકાએ ફ્લર્ટ કરતા આંખો પહોળી કરી.

“તારા માટે નહિ, મારા માટે. કારણ કે જે દિવસથી મેં તારો અવાજ સાંભળ્યો છે ને, તને મળવાની એક અજીબ તાલાવેલી હતી”

“તું રાજકોટ આવ્યો ત્યારે મળવા માટે હું તારી પાછળ દોડતી હતી અને તું એમ કહે છે કે તાલાવેલી હતી, હું નહિ માનતી” રાધિકાએ કટાક્ષ કરતા કહ્યું.

“એ બધું ભૂતકાળ છે બકુ, તે સાંભળ્યું છે ને ભૂતકાળમાં લટાર મારવા જવાય, રહેવા માટે નહિ” મેહુલે સીટ પર રિલેક્સ થતા કહ્યું.

“તારી ફિલોસોફી તો કોઈ દિવસ મને પલળે પડી જ નહિ, ક્યારેક કૉલમાં એક મૅચોર અને સમજદાર વ્યક્તિની માફક વાતો કરે તો ક્યારેક નાના બાળકની જેમ જિંદગીની ફરિયાદો કરે, તને સમજવું મુશ્કેલ છે મેઘ”

“મેઘ?, વરસાદ!, બારીશ!, આહ મારી ફેવરિટ ઋતુ. એ ઋતુમાં વાતાવરણ એટલું ખુશનુમા હોય છે કે સ્ટોરી લખવી નહિ પડતી, આપોઆપ ડાયરીમાં હાથ ચાલવા મડે છે”

“મારે પણ સ્ટૉરી લખવી છે મેઘ” રાધિકાએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો.

“સારો વિચાર છે, હું તારી સ્ટોરીની રાહમાં રહીશ” મેહુલે કાન સુધી સ્માઈલ રેલાવી.

રાધિકાએ સેકેન્ડના દસમા ભાગમાં આંખ પલકાવી, મેહુલની સ્માઈલ સામે જોઈ બોલી, “તેમાં હીરોનું નામ મેહુલ હશે” મેહુલે રાધિકા સામે એવી રીતે આંખો પહોળી કરી જાણે રાધિકાએ મેહુલ સામે પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો હોય. મેહુલની સ્માઈલ વધુ રેલાઈ.

“હીરોઇનનું નામ રાધિકા હોય તો જ” મેહુલે લહેકા સાથે ફ્લર્ટ કરતા કહ્યું.

“ના, એ સ્ટૉરી છે. મારે સ્ટોરીમાં મેહુલની હિરોઇન નહિ બનવું મારે તો…. ” રાધિકા અચાનક અટકી ગઈ.

“તો…આગળ” મેહુલે અધીરા થઈ કહ્યું.

“આ મેહુલની હિરોઇન બનવું છે” મેહુલ તરફ આંગળી ચીંધતા રાધિકા હસી પડી. મેહુલ પણ મોટેથી હસવા લાગ્યો.

“મેહુલ જેતપુર શું કામ છે?” રાધિકાએ વાત બદલવાના ઈરાદાથી પૂછ્યું.

“એક પાર્ટી જોડે મિટિંગ છે, જો ડીલ ડન થઈ જાય તો હું એક મહિનો રાજકોટમાં જ રહીશ”

“ઓહહ સરસ, હવે તું મારી જોડે રોજ સફર કરીશને?” રાધિકાને ખુશ થતા કહ્યું. જ્યારે રાધિકાએ ઑન માઇક આ વાક્ય બોલી ત્યારે તેણે એ દિવસ યાદ કર્યો જ્યારે તેણે મેહુલ સાથે આ વાત કરી હતી. જો કે મેહુલની ડાયરીમાં તે નજર ફેરવતી જ ન’હતી. એ તો આંખો બંધ કરીને મેહુલને માણતી હતી. આગળનું વાક્ય બોલતા શબ્દો સાથે રાધિકાનો અવાજ પણ ધીમો થઈ ગયો.

“સફર તો કરીશ પણ તારા જોડે નહિ, જ્યારે તું રાજકોટ આવતી હશે ત્યારે હું જેતપુરમાં રહીશ. ” મેહુલે મૃદુતાથી કહ્યું.

રાધિકાનો ચહેરો ઉતરી ગયો. માટીની મૂર્તિ સમાન મેહુલ સામે જોતી રહી, ‘આતો કેવી લાગણી, જેને હું કોઈ દિવસ મળી ન’હતી, માત્ર કૉલમાં વાતો થયેલી અને એ પણ ફ્લર્ટવાળી તો આજે કેમ નહિ મળી શકું તેનું દુઃખ થાય છે!’રાધિકા વિચારોના ગરકાવમાં ધકેલાય. ‘હું મેહુલ વિશે વધુ વિચારું છું?’ તેણીએ પોતાની જાતને સવાલ કર્યો. મેહુલ આતુરતાપૂર્વક તેણીની પ્રતિક્રિયાના રાહ જોઈ રહ્યો હતો. રાધિકા તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા મેહુલ થોડો નર્વસ થયો. તેણે રાધિકાના કાન પાસે ચપટી વગાડતા કહ્યું, “ક્યાં ખોવાય ગયા મેડમ?”

“હમ.. ક. ક. કઈ નહિ અહીં જ છું” વિચારોના ભંવરમાંથી બહાર આવવા રાધિકાએ પ્રયાસ કર્યો પણ તેની જીભ લથડાઇ ગઈ.

“સરને કોઈ મેડમ છે કે હજી ફેસબુકમાં સિંગલનું સ્ટેટ્સ છે તેને જાળવી રાખ્યું છે?” રાધિકાએ નેણ નચાવતા પૂછ્યું.

“તું બની જતી હોય તો બધી જોડે બ્રેકઅપ કરી લઉં” મેહુલે મજાકમાં રાધિકાનો હાથ પકડી લીધો અને ગંભીર ચહેરે તેની સામે જોઈ રહ્યો.

એક સેકેન્ડ માટે તો રાધિકા ધ્રુજી ગઈ, રાધિકાના અસ્તિત્વનો એક હિસ્સો મેહુલને હા કહેવા મરી રહ્યો હતો પરંતુ મેહુલના પાછળથી હસવાના કારણે બીજો હિસ્સો કચડાઈ ગયો. ‘મેહુલ વિશે વિચાર્યા વિના મારો એક દિવસ પસાર થયો નથી, મેહુલનું વ્યક્તિત્વ કશુંક રહસ્યમય છે જે મને તેના તરફ ખેંચે છે, મને મેહુલના ચહેરા પાછળ એક ચહેરો છુપાયેલો જણાય છે’રાધિકાએ પગને વ્યવસ્થિત મુદ્રામાં લીધા, મેહુલના હાથમાં જે હાથ હતો તે અનાયસે પાછો ખેંચાય ગયો.

“તું ફ્લર્ટ ના કર યાર, સાચું બોલને અને જો હોય તો મને તેનો ફોટો બતાવ” રાધિકાએ ચહેરા પર બનાવટી સ્માઈલ રાખતા કહ્યું.

મેહુલે ગેલેરી ખોલી અને રાધિકાના બધા સેવ કરેલા ફોટો એક પછી એક ફેરવવા લાગ્યો.

“ચોર, મારા ફોટા ચુરાવે છે. આમ કોઈને પૂછ્યા વિના ચોરી કરવી સારી વાત નથી” રાધિકાએ મેહુલને મુક્કો મારતા કહ્યું.

“ચાહે તો થપ્પડ માર લો પર ચોર મત બોલો, મેં ચોર નહિ હું” ફિલ્મી અંદાજમાં ડાયલોગ મારતા મેહુલે કહ્યું.

“ચોરી ઉપર સે સીના જૉરી, મેરે પાસ તો એસે કિતને ફોટોઝ હૈ અગર સામને સે માંગ લેતે તો મના થોડી ના કરતી” રાધિકાએ પણ હવે પોતાના વિચારોને લગામ લગાવી દીધી અને મેહુલ સાથે ફ્લર્ટ કરવા લાગી.

“ફિર મેં હરરોજ ઉસ ફોટોઝ કો દેખતા રહેતા ઔર મુજે તુમસે પ્યાર હો જાતા, ફિર પ્રપોઝ, રોમાન્સ, ઝઘડે ઔર ધી ઍન્ડ, ફિર રાધિકા કોન ઔર મેહુલ કોન?, મેડમ શરાબ ઇન્સાન કો સુલા દેતી હૈ ઔર મહોબત ઇન્સાન કો રુલા દેતી હૈ, અપની ભલાઈ ઇસી મેં હૈ કી દોનો ચીઝ સે દુરી બનાયે રખો” મેહુલે કોઈ સંતની જેમ પ્રવચન આપ્યું.

“એસે દુરી બના કે ચલોગે તો લોગ ભી તુમસે દુરી બના કે ચલ દેગે”

“મેરે સાથ તો કભી એસા નહિ હુઆ, મેં હરરોજ બહોત લોગો સે મિલતા હું” મેહુલે પોતાની અંદર રહેલી એકલતાને છુપાવતા કહ્યું.

“મેહુલ તું જુઠ્ઠું બોલવામાં માહિર નથી, તારી આંખો અને શબ્દો એક રસ્તે નથી ચાલતા” રાધિકા સીટ પર ટટ્ટાર બેસીને શરીર ફરતે હાથ વિટાળ્યા.

“એક કામ કર બકા આ નકાબ બાજુમાં રાખ, જે મેહુલ સાથે હું વાત કરવાની ઈચ્છા રાખું છું એ મેહુલને રજૂ કરી બતાવ, પછી જો તારે જુઠ્ઠું બોલવાની જરૂર નહિ પડે” દ્રઢ અને લયબદ્ધ અવાજમાં એક પણ શબ્દોની બાંધછોડ વિના રાધિકા બોલી. મેહુલ વિચારના વંટોળે ચડ્યો કારણ કે તેણે ઘણીબધી છોકરી સાથે આવી રીતે ફ્લર્ટ કર્યું હતું પણ કોઈ છોકરીએ આવી રીતે મેહુલને સમજવાની કોશિશ કરી જ ન હતી. મેહુલે એક નજર બારી બહાર પાછળ રહી જતા વૃક્ષો પર કરી અને બીજી જ સેકન્ડમાં એ નજર રાધિકાની આંખોને મળી.

“હું શું બોલું, મને કંઈ નથી સમજાતું” મેહુલે બેચેની અનુભવી.

“તું શું વિચારે છે એ મારે જાણવું છે” આશાવાદી નજરે રાધિકાએ મેહુલની સામે જોયું.

“હું વિચારતો નથી, મારી પાસે હવે વિચારવાનો હક નથી, પહેલા હતો, હવે સમય મળતો નથી અથવા હું વિચારવા માંગતો નથી” મેહુલે ગુંચવણ ભર્યા શબ્દો ઉચ્ચાર્યા.

“કેમ નથી વિચારતો?, લેખક છો અને તારી ઉંમર તો જો આટલી ઉંમરમાં હતાશ થઈ જઈશ તો કેમ ચાલશે?” રાધિકાએ એક સમજદાર વ્યક્તિની જેમ વાત શરૂ કરી, “મને એમ કહે કે પેલા શું વિચારતો અને હવે તારી પાસે એ હક નથી એવું કેમ વિચારે છે?” રાધિકાએ એક સાથે ઘણાબધા પ્રશ્નાર્થ ચિન્હ મેહુલ સમક્ષ રજૂ કર્યા.

ભૂતકાળની વાતો વિચારતા મેહુલના ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું. “મારે લેખક બનવું જ ન’હતું” મેહુલે આંખો ઝીણી કરતા કહ્યું.

“તો આ લેખક બનવાનું કારણ?” રાધીકાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

“જ્યારે આપણે એવી જગ્યાએ આવીને અટક્યા હોઈએ છીએ જ્યાં આજુબાજુમાં કોઈ ના હોય, વાત તો ઘણીબધી હોય પણ કોઈ સાંભળવાવાળું ના હોય અથવા આપણે કોઈને કહી શકતા ના હોઈએ ત્યારે અંદર ઘણુંબધું ભરાય જાય છે અને પાણીની જેમ એ વાતો પોતાનો રસ્તો શોધી લેતી હોય છે કદાચ મારી આવી વાતોએ ડાયરીનું સ્વરૂપ લીધું” મેહુલે ઉદાસ થતા કહ્યું.

“એ કઈ વાત છે મેહુલ જે કોઈ દિવસ તું કોઈને કહી શકયો નથી, પ્લીઝ મને જણાવીશ”

“મારા દાદા જોઈન્ટ ફૅમેલીમાં માનવવાવાળા વ્યક્તિ હતા અને મારા દાદા જેવા જ મારા પાપા. એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ પિતા. પાપાના ભાઈ મારા બાપુ એક ગેરજવાબદર વ્યક્તિ હતા, નશા અને ઐયાશીમાં દાદાની અને પાપાની બધી જ સંપત્તિ ઉડાવી દીધી. છેલ્લે બાકી હતું તો મારા મોટાબા ના મૃત્યુ બાદ મારા દાદાએ રચાવેલુ ઘર પણ કબ્જે કરી લીધું અને ઐયાશીમાં એક સ્ત્રીને આપી દીધું. મારા પાપા એટલા ત્રાસી ગયા હતા કે અમને લઈને ભાડે રહેવા નીકળી ગયા.

ત્રણ વર્ષ પછી મારા મોટા બાપુના મૃત્યુના સમાચાર મળ્યા અને સાથે પેલી સંપત્તિ સાથે સ્ત્રી બધું ઉડાવી ફરાર થઈ ગઈ તેના પણ સમાચાર મળ્યા, ત્યારે હું બાર વર્ષનો હતો. મારા મોટાબાપુનો દીકરો પંદર વર્ષનો હતો અને મારા પપ્પાએ તેને અમારી સાથે લઈ લીધો. પછીના સાત વર્ષમાં પાપાએ ખૂબ જ મહેનત કરી અને સમાજમાં ટકી રહે તેવો દરજ્જો મેળવ્યો, સાત વર્ષ પછી મોટાભાઈના લગ્ન થયા અને એક જ વર્ષમાં ઝઘડાઓને કારણે ભાઈ-ભાઈએ જુદા રહેવાનું નક્કી કર્યું હતું.

મારા પપ્પા કોઈ દિવસ રડેલા નહિ પણ તે દિવસે મારા પાપા ચોધાર રડી પડ્યા હતા. કદાચ પોતાના દીકરાએ આવી વાત કરી હોત તો આટલું દુઃખ ના થાત પણ શું કસર રાખી હતી પાપાએ?, એક જ વર્ષમાં અમે તેને પારકા લાગવા લાગ્યા?, હું એક મહિના માટે ઘર છોડી ભાગી ગયો હતો” મેહુલની આંખોમાં પાણી ભરાઈ આવ્યું.

“મેહુલ પ્લીઝ રડ નહિ યાર” રડતા રડતા રાધિકા મેહુલને સંભાળવાની કોશિશ કરતી હતી.

“એક મહિના પછી હું જ્યારે પરત ફર્યો ત્યારે જાણ થઈ કે સંપત્તિના ભાગ પડી ગયા છે અને ભાઈ-ભાભી જુદા રહે છે. મને કોઈ જ વાતનું દુઃખ ન’હતું, ગુસ્સો હતો તો એક જ વાતનો. સૌએ મળીને મારા મમ્મી-પાપાના શ્રાદ્ધના ખર્ચમાં પણ હિસ્સો વહેંચી દીધો હતો. કોઈ આટલું ક્રૂર અને નિર્દયી હોય શકે મને તે દિવસે ખબર પડી. આવી વાતો કરીને મારા જીવતા મમ્મી-પપ્પાને તેઓએ મારી નાખ્યા હતા. એટલા માટે જ અમને તેઓએ મોટા કર્યા હતા?” ખુદને પ્રશ્ન કરતા મેહુલે હાથ પછાડ્યો.

“મેહુલ પ્લીઝ યાર બંધ કરને હવે મારે નથી સાંભળવું” રાધિકા ડૂસકાં ભરતી જતી હતી.

“હેય, હેય બકુ.. . આવું તો થતું જ રહે. તેનાથી એવું કંઈ થોડું માની લેવાય કે જિંદગી નીરસ થઈ ગઈ છે. જીવવા માટે ઘણા સારા કારણો હોય છે” મેહુલે રાધિકાને ચૂપ કરાવતા કહ્યું.

“ચાલ હું તને મારી લવ લાઈફ કહું, બોવ જ હસવું આવશે હા” મેહુલની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર એક મોટી સ્માઈલ છપાઈ આવી.

“હા બોલ” રાધિકા સહમતી દર્શવતા એક સ્માઈલ આપી.

“મેં આઠ છોકરીને એક તરફી પ્રેમ કર્યો અને બધી એ મને રિજેક્ટ કર્યો…હાહાહા” મેહુલ ખડખડાટ હસવા લાગ્યો.

“શું વાત કરે છે!!!, મતલબ તારા હાથમાં લવ લાઈન છે જ નહીં” રાધિકા પણ હસવા લાગી.

“છે ને.. ના હતી અથવા હું દોરીશ. નવમી છોકરી હતી ઋતુ જેણે મને અનહદ પ્રેમ કર્યો પણ ત્યારે કદાચ મેં પ્રેમને મજાકનું સ્વરૂપ આપી દીધું હતું” મેહુલે ગંભીર પણ હળવા સુરે કહ્યું.

“ઓહહ” રાધિકાએ ટૂંકમાં પતાવ્યું, ઋતુ વિશે ઘણુંબધું પૂછવું હતું પણ કંઈક હતું જે તેને રોકી રહ્યું હતું. રાધિકાએ વાત બદલતા બીજો સવાલ કર્યો, “મેહુલ તારી હૉબી, પસંદ-નાપસંદ વિશે જણાવીશ”

“મને સફર કરવું ખૂબ જ પસંદ છે, સફરમાં સાથે એક હેડફોન અને એક નૉવેલનું પુસ્તક હોય તો હું કલાકો સુધી સફર કરતો રહું અને જો તારા જેવું કોઇ નિર્દોષ વ્યક્તિ હોય તો મંજિલ સુધી પહોંચવાની ઈચ્છા નહિ થતી, મને ક્રિકેટ રમવું પસંદ છે, વરસતા વરસાદમાં પલળવું પસંદ છે, વરસાદ વરસ્યા પછી જે નજારો હોય તેને માણવો અને ત્યાં બેસી ડાયરી અથવા સ્ટોરી લખવી પસંદ છે, કોઈ પ્રિય વ્યક્તિ સાથે દરિયા કિનારે એકબીજાના હાથમાં હાથ રાખી ટહેલવું પસંદ છે” મેહુલ આંગળીના ટેરવા પર પોતાની વાતો ગણાવતો જતો હતો.

“મેહુલ તારી વાતોમાં હું ખોવાય જાવ છું, એક મિનિટ.. ” રાધિકાએ બેગમાંથી નોટ અને પેન કાઢી અને લખવાનું શરૂ કર્યું.

(ક્રમશઃ)

- Mer Mehul

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Toral Patel

Toral Patel 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Sujal B. Patel

Sujal B. Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા