સફરમાં મળેલ હમસફર:2ભાગ-3 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

સફરમાં મળેલ હમસફર:2ભાગ-3

સફરમાં મળેલ હમસફર-2

ભાગ-3

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-3

લવ સ્ટોરી

ટોળામાંથી કોઈનું ધ્યાન મેહુલ પર પડ્યું તો બધા તેના તરફ દોડ્યા, પાંચ મિનિટમાં પુરી સોસાયટીનો માહોલ શોકમય થઈ ગયો હતો. બધી સ્ત્રીઓના રડવાના અવાજને કારણે કોઈ શું બોલે તે પણ સાંભળી શકાતું ન હતું. નિલાબેન મેહુલનું માથું ખોળામાં લઈ મેહુલના ગાલ પર ટપલીઓ મારતા હતા. નિલબેનની આંખમાંથી એક આંસુ સર્યું અને મેહુલના ગાલ પર પડ્યું, ખરેખર માં તે માં જ કહેવાય, મેહુલે આંખો ખોલી. કોઈ પાણીની બોટલ લઈ આવ્યું અને મેહુલને આપ્યું.

થોડીવાર પછી પોલીસની જીપ સોસાયટીમાં એન્ટર થઈ. બૉડી પડી હતી તેના ફરતે નો-એન્ટ્રીની પટ્ટીઓ લગાવી દેવામાં આવી. મેહુલ હિંમત કરીને તે પટ્ટીઓ સુધી પહોંચ્યો તો સામે ઋતુ હતી.

***

(ક્રમશઃ)

“Good morning મેહુલ, જલ્દી તૈયાર થઈને નીચે આવ હું તારી રાહમાં છું. ” ઋતુએ મેહુલને મૅસેજ કર્યો. વેકેશન પૂરું થઈ ગયું હતું. ઋતુની સ્કૂલ પણ શરૂ થઈ ગયી હતી. મેહુલ જે રસ્તેથી કૉલેજ જતો તે રસ્તા પર જ ઋતુની સ્કૂલ હતી. ઋતુ સાડા સાત વાગ્યે મૅસેજ કરે જ્યારે તે કમ્પાઉન્ડમાં નીચે આવે અને મેહુલ ત્યારે પથારીમાં પડ્યો હોય.

આઠ વાગ્યે મેહુલ નીચે આવે ત્યારે ઋતુ ત્યાં જ ઉભી હોય, બંને સાથે કમ્પાઉન્ડમાંથી નીકળે. આ બંનેનો નિત્યક્રમ બની ગયો હતો. રોજ ઋતુ અડધી કલાક રાહ જુએ અને મેહુલ આવે પછી જ નીકળે. રોજે મેહુલ પર ગુસ્સો કરવાનું વિચારે પણ મેહુલની એક સ્માઈલ જોઈને ઋતુ પાણીપાણી થઈ જતી. નેન્સીને અધવચ્ચે કૉલેજ છોડવી પડી હતી અને તે જોબ પર જતી તો ક્યારેક તે પણ મેહુલ અને ઋતુને કંપની આપતી. અમે બધા તે ત્રણેયને જોઈને માત્ર હાથ જ ઘસતા.

અમે જે શરત લગાવી હતી તેમાં મેહુલ જીતી ગયો હતો કારણ કે તેના સિવાય અનિલે અને બીજા એક દોસ્તે જ છોકરી જોડે વાત કરી હતી એટલે અમારે પાર્ટી આપવાની હતી. પાર્ટીમાં કંઈ ખાસ ન હતું બસ રાત્રે કોલ્ડડ્રિંક્સ આપવાની હતી ગર્લ્સને હાહાહા. મેહુલના વિચારો આવા જ હતા, એક અઠવાડિયું જે ના કરી શક્યા તે આજે રાત્રે કરવાનું.

મેહુલે બે કોલ્ડડ્રિંક્સ હાથમાં લીધી, એક નેન્સીને આપી અને એક ઋતુને, બંને તરફ કાતિલ નજરથી જોઈને પાછો આવ્યો. અમને પણ એ મુજબ જ આપવા કહ્યું, મેહુલે કેટલી સરળતાથી કામ કરી લીધું અને અહીં અમારા પગ જામી ગયા, ઈચ્છા તો ખૂબ જ હતી પણ અંદર રહેલું ડરનું જીવડું આગળ વધવામાં ચેતવણી આપતું હતું. તે દિવસે મેહુલે બધા બોયઝ પાસે આ કામ કરાવ્યું. બધા ખૂબ ખુશ હતા એક અનિલ સિવાય.

અનિલ બાવીશ વર્ષનો અને અમારા ગ્રુપનો સિનિયર છોકરો હતો. તેને નેન્સી સાથે લાગણી હતી અને તેણે નેન્સી જોડે વાત પણ કરી હતી, મેહુલે નેન્સીને કોલ્ડડ્રિંક્સ આપી તે અનિલને જરા પણ ના ગમ્યું. એ વાત મનમાં રાખીને તે ત્યાંથી નીકળી ગયો. ખરેખર મેહુલ નેન્સીને એક સારી દોસ્ત જ માનતો હતો. હા ક્યારેક તેના જોડે ફ્લર્ટ કરી લેતો પણ એ તો મેહુલનો સ્વભાવ હતો.

હવે ઋતુ મેહુલની સાવ નજીક આવી ગયી હતી. મેહુલની પસંદ-નાપસંદ બધાનું ઋતુ ધ્યાન રાખતી. મેહુલ પણ ઋતુ તરફ અકર્ષાયો હતો પણ બંનેએ હજી એકબીજાને પોતાની લાગણી કહી ન’હતી. બંને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તરીકે રહેતા પણ કોઈ દિવસ બહાર ફરવા જવું અથવા મૂવી જોવા જવાનો વિચાર કોઈ દિવસ કર્યો જ ન હતો. ઋતુને બોર્ડની પરીક્ષા હતી અને મેહુલને કૉલેજ જવું પડતું એટલે એવો વિચાર ન આવવો તે સ્વાભાવિક વાત હતી.

“આજે વાતાવરણ કેટલું ખુશનુમા છે નહિ ઋતુ” મેહુલ અને ઋતુ સવારના સાત વાગ્યે રુચિતાના ફ્લેટની અગાસીમાં પાળી પર બેસી વાતો કરી રહ્યા હતા. મેહુલના મમ્મી-પપ્પા ગયી કાલે બહાર ગયા હતા એટલે મેહુલ રુચિતાના ઘરે જમ્યો હતો, ઋતુને આ વાતની ખબર હતી એટલે રાત્રે મળવા માટે કહ્યું પણ રાત્રે મેહુલના ઘરે પૂરું ગ્રુપ રહેવાનું હતું એટલે તે શક્ય ન’હતું. તેથી વહેલી સવારે મેહુલ કસરતનું બહાનું બનાવીને અગાસી પર ચડી ગયો હતો.

“હા, અત્યારે મજા આવે પછી જેમ જેમ સૂર્ય ઊંચે ચડે તેમ ગરમી વધતી જશે અને પછી રૂમની બહાર નીકળવું પણ ના ગમે. ” ઋતુએ કહ્યું.

“આજે વરસાદ આવશે” મેહુલે કહ્યું.

“કેમ, તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહે છો?” ઋતુએ પૂછ્યું.

“ થોડા દિવસથી તું મારા સપનામાં રોજે આવે છો અને આપણે વરસાદમાં પલળીયે છીએ, આજે મને લાગે છે તે સપનું સાચું પડશે તું જો કેટલા વાદળો આમતેમ ઘૂમી રહ્યા છે. ” મેહુલે ગરદન ઊંચી કરીને જોયું. ઋતુ મેહુલ સામે જોઈ રહી.

“શું સપનું આવે છે તને?” ઋતુએ પૂછ્યું.

“આ વર્ષે વરસાદ હજી વરસ્યો નહિ, મને સ્વપ્નમાં બંને મેહુલ તારા પર વરસતા નજરે ચડે છે. ” મેહુલે ઋતુને એક કોણી મારી.

“હું રાહ જોઇશ બંને મેહુલની, જોઈએ કોણ પહેલા વરસે છે. ” ઋતુએ કહ્યું.

“તારા મમ્મી-પપ્પા ક્યારે આવશે?” ઋતુએ ફરી પૂછ્યું.

“ચાર દિવસ પછી” મેહુલે કહ્યું.

“ઓહ તો હજી આપણી પાસે ચાર દિવસ છે, ચાલ નીચે જઈએ” ઋતુએ પાળીએથી નીચે ઉતરતા કહ્યું.

“અભી ના છોડ કર કે દિલ અભી ભરા નહિ” મેહુલે ફરી ઋતુના નરમ હાથમાં હાથ પરોવી ઋતુને અટકાવી.

“છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા” ઋતુએ એ જ અંદાજમાં જવાબ આપ્યો.

“હા. હા. હા. ઇન અદાઓ કા જમાના ભી હૈ દીવાના, દીવાના ક્યાં કહેગા?” મેહુલે હલકા ઝટકાથી ઋતુને પોતાના તરફ ખેંચી, “એક મિનિટ” મેહુલ પાળી પર ગયો બધી બાજુ નજર કરી તો માણસોની અવરજવર ઓછી હતી અને મેહુલ જે ફ્લેટ પર હતો તે ફ્લેટ પણ સૌથી ઊંચો હતો. મેહુલે અગાસી પરના દરવાજાને લૉક કર્યો અને ઋતુ તરફ આગળ વધ્યો. ઋતુની કમર પર હાથ રાખ્યો, ધીમે ધીમે મેહુલ ઋતુને દીવાલ તરફ સરકાવતો જતો હતો. ઋતુના બંને હાથ દીવાલ પર ટેકવી દીધા અને મેહુલે તે બંને હાથ પર પોતાના હાથ રાખી દીધા.

“શું કરે છે મેહુલ?” ઋતુ સહેમવા લાગી.

“શશશશ…” મેહુલે ઋતુના વાળમાંથી હૈરબેન્ડ ખેંચી વાળ ખુલ્લા કરી દીધા અને હોઠ પર આંગળી રાખી, ગોળ ચશ્મા આંખો પરથી ઉતારી દીધા અને ઋતુના હોઠ પર હોઠ રાખી દીધા.

“મમમ, મેહુલ પ્લીઝ, પ્લીઝ યાર” ઋતુએ મેહુલને રોકવાની કોશિશ કરી, મેહુલ સામે તેની એકપણ ચાલવાની ન હતી. આહીસ્તા આહીસ્તા તે પણ મેહુલના રંગમાં રંગાવા લાગી. બંને માટે આ અનુભવ પહેલો હતો. બધું જ ભૂલી બંને પોતાની દુનિયામાં સૅર કરવા લાગ્યા.

કોઈ જ નહિ એ દુનિયામાં બસ મેહુલ અને ઋતુ, જેમાં પોતાના સ્વપ્ન સરીખો સાગર હતો, બંને સાગર કિનારે હાથમાં હાથ રાખીને ભીંની માટી પર ચાલતા હતા, ક્યારેક ઋતુ સાગરમાંથી પાણીનો ખોબો ભરી મેહુલ તરફ મુસ્કુરાઈને પાછળ દોડ લગાવતી હતી. ભીંની માટી પર બંનેના નામ લખી, સાગરના મોજાં ભીંજાવી ન દે તે માટે ઋતુ હાથથી અવરોધ કરતી. મેહુલ તેના હાથ પર હાથ રાખીને ઋતુને મદદ કરતો. આવી રીતે જ બંનેના સ્વપ્નવાળી દુનિયાની ઈમારત બનતી જતી હતી.

“ મેહુલે ખુબ જ સારી રીતે આ વર્ણન કર્યું છે. જેટલી વાર વાંચો, વાંચવાનું જ મન થાય. ” રવિ અટક્યો અને ફરી બોલ્યો, ” કાલે જે અધૂરા પૅજ હતા, તે આજે હું શોધીને લાવ્યો છું દોસ્તો. આજે મેહુલ અને ઋતુની પ્રેમ કહાની જાણવા મળશે. આ વાત હું પણ જાણતો નથી, તમે જેટલા ઉત્સુક છો હું પણ એટલો જ ઉત્સુક છું, ચાલો જોઈએ આગળ શું થયું. ”

“હું જાઉં હવે?” મેહુલે ઋતુ સામે જોઇને કહ્યું.

“ના, મેં પહેલા જવા માટે કહ્યું હતું, હવે તારે પણ જવાનું નથી. ” ઋતુએ મેહુલના ખભા પર માથું રાખ્યું હતું, બંને દીવાલને ટેકો આપીને બેઠા હતા.

“રુચિતા આવી જશે ઉપર. ” મેહુલે દરવાજા તરફ નજર કરી.

“ભલે, દી ને પણ ખબર છે હું તને પ્રેમ કરું છું. ” ઋતુએ મેહુલને કસીને ઝકડી લીધો.

“હું એક સવાલ પૂછું, સાચો જવાબ આપીશ તો હું નહિ જાઉં નહિતર તારે મને જવા માટે મંજૂરી આપવી પડશે. ” મેહુલે કહ્યું.

“હા પૂછ” ઋતુએ કહ્યું.

“મને ટૉમ ઍન્ડ જૅરીનો શૉ પસંદ છે કે મી. બિન નો?” મેહુલે પૂછ્યું.

“મી. બિનનો, તે જ મને કહેલું છે. ”

“હાહાહા, આજ થી મને ટૉમ ઍન્ડ જૅરી પસંદ છે, હવે હું જાઉં?”

“મેહુલ જો તું નીચે ઉતર્યો તો હું સ્યુસાઇડ કરી લઈશ” મજાક કરતા ઋતુએ કહ્યું.

“ચાલ હું ધક્કો મારું” મેહુલ ઋતુને પાળી પાસે લઈ ગયો.

“નહિ મેહુલ પ્લીઝ, તું નીચે જા, હું આવું છું” ઋતુ હસવા લાગી, બંને સાથે નીચે ઉતરી ગયા.

***

“રુચિતા ક્યાં છે તું આપણે આજે મૂવી જોવા જવાનું છે. ” રુચિતાના મોબાઈલમાં ટેક્સ્ટ મૅસેજ આવ્યો.

“જાનું ઋતુને સ્કૂલ જવા દે, હું તેને કહી દઈશ કે આવીને મારી રાહ ના જુએ હું માર્કેટમાં જઉં છું. ” રુચિતાએ મૅસેજ કર્યો.

“આજે આવીને જમી લે જે ઋતુ, હું માર્કેટમાં જાઉં છું. ” કહીને રુચિતાએ ઉતાવળથી કામ પતાવ્યું. મેહુલ અને ઋતુ નાસ્તો કરીને નીકળી ગયા. રુચિતા તૈયાર થઈ ગયી.

“આજે દી બહાર જાય છે, તું વહેલો આવી જઈશ?” ઋતુએ ચાલતા ચાલતા કહ્યું.

“હા, જોઈએ આજે વરસાદનું વાતાવરણ છે અને હવામાન વિભાગે પણ આગાહી આપી છે, બસ મળી જાય તો વહેલો આવી જઈશ, ચલ બાય, લવ યુ” ઋતુ સ્કૂલના ગેટમાં પ્રવેશી અને મેહુલ બસ સ્ટેન્ડ બાજુ આગળ વધ્યો.

આજે વાતાવરણ પણ એવું જ હતું, બપોરે જાણે સાંજ થયી હોય તેમ ઘનઘોર વાદળોએ પુરા આકાશને ઘેરી લીધું હતું, પવનને લીધે બધા જ વૃક્ષોના પાન ખરી ગયા હતા, જેણે ધૂળ સાથે મળીને વંટોળનું રૂપ લઈ લીધું હતું. આ ઉનાળાનો છેલ્લો મહિનો હતો અને ચોમાસાની શરૂઆત હતી. મેહુલ આજે કોલેજેથી વહેલા નીકળી ગયો હતો, ઘરે જવા બસની રાહ જોતો હતો ત્યાં એક દોસ્તનો કૉલ આવ્યો અને મૉલમાંથી એક વસ્તુ મંગાવી, મેહુલની ના નહિ કહેવાની વૃત્તિને કારણે મેહુલ આવા વાતાવરણમાં પણ હિમાલિયા મૉલ પહોંચ્યો. પહોંચ્યો ત્યાં સુધીમાં ધીમા છાંટે વરસાદ શરૂ થઈ ગયો. મેહુલે વસ્તુ લીધી ત્યાં સુધીમાં થિયેટરમાં મૂવી પૂરું થઈ ગયું હતું અને ત્યાં જ રુચિતા કોઈક છોકરાના હાથમાં હાથ રાખીને બહાર આવતી દેખાઈ. મેહુલ તેને જોઈ ગયો, મગજ તો ફૂલ સ્પીડે ચાલતું હતું, મોબાઈલ કાઢ્યો અને ફોટો ખેંચી લીધો.

મેહુલ બહાર આવ્યો, વરસાદ પોતાનું કામ કરી રહ્યો હતો, મોટા છાંટા સાથે વરસાદ વરસતો હતો. થોડીવાર પછી રુચિતા અને તે છોકરો પણ બહાર આવ્યા, રુચિતા બાઈક પાછળ બેઠી અને બંને વરસાદમાં પલળતા નીકળી ગયા. મેહુલ પણ બસ સ્ટેન્ડ જવા નીકળ્યો.

વરસાદ હજી શરૂ હતો, મેહુલ થોડો થોડો ભીંજાયેલો હતો, બસ આવતા મેહુલ ચડી ગયો. થોડીવાર પછી રુચિતા પણ તે જ બસમાં ચડી, મેહુલ પાસે જગ્યા ખાલી હતી, મેહુલને સ્માઈલ આપી ત્યાં આવીને બેસી ગયી.

“hii, અહીંયા શું કરો છો?” મેહુલે પૂછ્યું.

“ઋતુને ના કહે તો કહું” રુચિતાએ કહ્યું.

“હા નહિ કહું, ચલો હવે કહો મને” મેહુલે કહ્યું.

“બોયફ્રેન્ડ જોડે મૂવી જોવા આવી હતી, હાહાહા” રુચિતા હસવા લાગી.

“બોયફ્રેન્ડ જોડે?, તમારા તો મૅરેજ થઈ ગયા છે ને. ” આઘાત લાગ્યો હોય તેવા વર્તન સાથે મેહુલે પૂછ્યું.

“થઈ જ ગયા છે પણ વિશાલ તો બહાર છે એટલે કંટાળો આવે તો આવા રમકડાં સાથે રમી લઉં અને શૉક ના થતો વિશાલને પણ ગર્લફ્રેન્ડ છે ત્યાં” રુચિતાએ કહ્યું.

“શું બોલો છો તમે, બંનેમાંથી કોઈને દુઃખ નહિ લાગતું?” મેહુલે રુચિતાને ઘુરતા કહ્યું.

“બેટા, હજી તું નહિ સમજ, તું હજી પહેલા પગથિયાં પર છો અને અમે ખૂબ ઉપર ચડી ગયા છીએ. ” રુચિતાએ કહ્યું.

“હું એક વાત કહું?” મેહુલે પૂછ્યું.

“હમમ, બોલને”

“હું અને ઋતુ…. ” “હા, મને એ પણ ખબર છે, મેં જ શીખવ્યું હતું ઋતુને. ” મેહુલને અટકાવતા રુચિતાએ કહ્યું.

“ઓહહ, થેન્ક યુ, મને લાગ્યું તમને નહિ ખબર હોય. ” મેહુલે કહ્યું.

“યાર તને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય, તું પણ મારૂ રમકડું બની ગયો હોત, પણ તારા વિશે એવા વિચાર નહિ આવતા મને, તું ક્યૂટ ફ્રેન્ડ છો બકા” રુચિતાએ મેહુલના ગાલ ખેંચતા કહ્યું.

“અને નાસમજ પણ” મેહુલે પોતાનું પાસું ફેંક્યું જેમાં રુચિતા ફસાઈ જવાની હતો.

“કેમ નાસમજ?” સહજભાવે રુચિતાએ પૂછ્યું.

“મને ઋતુ જોડે ફરવાનું મન થાય છે પણ હું ઋતુને તમારી જેમ ફરવા નહિ લઈ જઈ શકતો ને?” ઇનોસન્ટ રીતે મેહુલે વાત રજુ કરી.

“કેમ ના લઈ જઈ શકે, તારા મમ્મી-પપ્પા બહાર ગયા છે અને આ તો તારી ઉંમર છે ફરવાની, ઋતુને કાલે લઈજા, મૂવી જોવા. ” રુચિતાએ કહ્યું.

“પણ કેવી રીતે, તમારા રમકડાં જેમ મારી પાસે બાઈક નહિ, મને ખબર પણ નહિ કે ફરવા જઈએ ત્યાં શું કરવાનું હોય. ” મેહુલ મુંઝવાતો જતો હતો.

“હાહાહા, હું તને સમજાવું છું, તું કાલે ઋતુને લઈને પહોંચી જજે સોસાયટીની બહાર, મારી એક્ટિવા લઈ જજે બસ. ” રુચિતાએ એક પછી એક ટોપિક મેહુલને આપ્યા અને મેહુલનો ચહેરો કરમાયેલા ફુલમાંથી ખીલતા ફૂલની જેમ ખિલવા લાગ્યો. રુચિતાએ વાત પૂરી કરી એટલે મેહુલે રુચિતાના ભીંના ગાલ પર એક પપ્પી ભરી અને કહ્યું “થેન્ક યુ, તમે રામકડામાં સારી રીતે ચાવી ચડાવો છો હો. ” મેહુલનું આ વર્તન જોઈને રુચિતા હસવા લાગી. સ્ટોપ આવતા બંને સાથે ઘર તરફ ચાલ્યા.

“મેહુલ હું ક્યારની તારી રાહ જોઇ રહી હતી” દરવાજો ખોલતા ઋતુએ કહ્યું. ઋતુએ બ્લેક કેપરી પર પિંક ટોપ પહેર્યું હતું, વાળને મરોડી તેમાં સ્ટીક લગાવેલી હતી.

“જો હું તારા મેહુલને લઈને આવી” રુચિતાની પાછળ મેહુલ ઉભો હતો. ઋતુએ આંખો પર બંને હાથ રાખી દીધા અને શરમાઈને અંદર ચાલી ગયી.

“આજે પહેલો વરસાદ આવ્યો છે, હું સ્પેશિયલ રસોઈ બનાવું છું, તું અને ઋતુ રૂમમાં બેસો હું ચા બનાવીને આપી જાઉં છું. ” રુચિતા રસોડામાં ચાલી ગયી અને મેહુલ રૂમ તરફ આગળ વધ્યો.

“લો આવી ગયા બંને મેહુલ તમારી સામે, હવે તમે ઈકરાર કરો યા ઇન્કાર કરો આપની મરજી. ” ડાયલોગ મારતા મારતામેહુલ રૂમમાં એન્ટર થયો.

“બસ હા મેહુલ અત્યારે તું એવી કોઈ હરકત નહિ કરે, બહાર દી છે. ” ઋતુએ નટખટ અદામાં કહ્યું.

“યાર એકબાર ખિડકી ખોલો ઔર વૉ નજારા દેખો, ઓફિશિયલી ઋતુ ભી મેહુલ કી હૈ ઔર તુમ ઇન્કાર કર રહી હો. ” મેહુલે બારીનો પડદો હટાવ્યો, બહારથી ઠંડો પવન અંદર આવ્યો અને ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો તેની છાંટ શરીરમાંથી એક ઠંડી સૅર પસાર કરાવી જતી હતી.

“બટ યાર દી છે. ” ઋતુએ કહ્યું.

“આજ ઉન્હેં ભી માલુમ હોના ચાહિયે, ઇસી ઋતુ મેં મેહુલ બરસતા હૈ. ” મેહુલ બારી તરફથી ઘૂમ્યો અને ઋતુ પાસે આવીને બેસી ગયો.

“યાર તને ખબર છે અત્યારે મને કેવા વિચારો આવે છે?” મેહુલે પૂછ્યું.

“હા, એ તો તારી વાતો પરથી જોઈ શકાય છે. ” ઋતુએ આંખો ત્રાસી કરતા કહ્યું.

“ના, એમ નહિ. અત્યારે વરસાદ બંધ થાય પછી જે નજારો હોય છે તેને મન ભરીને માણી લેવાનું મન થાય છે, ત્યાં કોઈ ના હોય બસ હું અને મારી ડાયરી. દુનિયાના બધા રંગ અત્યારે તેમાં સમાવી લેવાનું મન થાય છે. ” મેહુલે ઉત્સાહમાં આવીને કહ્યું.

“તો લેખક શ્રી મેહુલ સર, જાઓ અને મારી સૌતન જોડે ટાઈમ સ્પેન્ડ કરો. ” ઋતુએ મોં ચડાવતા કહ્યું.

મેહુલે એક સ્મિત આપ્યું અને ઋતુનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું “આ ડાયરી જોડે જો તું હોય ને તો મારે કઈ ના જોઈએ. ” મેહુલે વાળમાં રહેલી સ્ટીક ખેંચી લીધી.

“આજે રોમાન્ટિક મૂડમાં લાગે છે તુ” ઋતુએ કહ્યું.

“વાત જ કંઈક એવી છે, કાલે આપણે બંને ફરવા જઈએ છીએ, તારા દીદીએ જવા માટે પરમિશન આપી મને. ” મેહુલ જોકરની જેમ અંદરથી ખુશ થતો હોય તેમ પૉઝ આપતો હતો.

“પરમિશન આપી કે તે કન્વીન્સ કરી દી ને. ” ઋતુએ આંખો ઊંચી કરતા કહ્યું.

“હાહાહા, સમજી જા તું” મેહુલ હસવા લાગ્યો.

“બસ હવે તમારી વાતોને અહીં વિરામ આપો અને ગરમાગરમ ચાની લિજ્જત માણો. ” રુચિતા સ્ટ્રેમાં ત્રણ કપ લઈને આવી, ત્રણેય બહાર વરસતા વરસાદને જોઈને ગરમ ચાનો આનંદ લેવા લાગ્યા.

***

રાજકોટ પ્લેટફોર્મ વટાવ્યા પછી મેહુલ રડતો હતો, થોડીવાર પછી જાતે જ સ્વસ્થ થયો અને આંસુ લૂછી મોબાઈલ હાથમાં લીધો.

“રાધિકા કોન્ટેક કરવાની જરૂર ટ્રાય કરશે” તેવું વિચારીને મેહુલે મોબાઈલ સ્વિચ ઑફ કરી દીધો. વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો, ચોમાસાની શરૂઆત થઈ રહી હતી. જોરથી પવન ફૂંકાવા લાગ્યો, ધીમે છાંટે વરસાદ પણ શરૂ થઈ ગયો. આ પહેલો વરસાદ મેહુલને ચાર વર્ષ પાછળના ભૂતકાળમાં ખેંચી ગયો જ્યારે મેહુલ ઋતુ જોડે મૂવી જોવાના બહાને ફરવા લઈ ગયો હતો.

મેહુલે આંખો બંધ કરી, તેની સમક્ષ તે નાદાન મેહુલ અને ઋતુ બંને સાથે એકાંતમાં સમય આપતા નજરે ચડતા હતા.

***

“જલ્દી કર મેહુલ આપણે લેટ થાય છે. ” ઋતુ આજે ખૂબ જ ખુશ હતી, હંમેશાની જેમ મેહુલની પહેલા તૈયાર થઈને રાહ જોઈ રહી હતી. ઋતુ કોઈ ફંક્શનમાં જ ડ્રેસ પહેરતી પણ મેહુલની પસંદને કારણે આજે તેણે વાઇટ ડ્રેસ પહેર્યો હતો. તેના પર મેચિંગ ઈયરિંગ અને નાકમાં ચૂંક પહેરી હતી. ઈયરિંગને મૅચ થતું નેકલેસ અને હાથમાં સિલ્વર બ્રેસલેટ. ઋતુના ઉપરના હોઠથી થોડે ઉપર આછો તલ હતો જે તેની સુંદરતામાં વધારો કરતો હતો. વાળની એક લટ આંખો પાસે આવીને રમત કરતી હતી, જેને વારંવાર ઋતુ સવારતી જતી હતી. ઋતુની આંખોમાં એ નજાકત હતી જે મેહુલને ઋતુની નજર સાથે નજર મેળવવા માટે બેચેન કરતી હતી.

“એક. . એક મિનિટ આવું છું. ” મેહુલ અડધી કલાકથી કાચ સામે ઉભો રહીને હેર સ્ટાઇલ સેટ કરતો હતો. ઘણીબધી કોશિશ કરી અને અંતે ટેવ મુજબ વાળમાં આંગળીઓ ફેરવી હોલમાં આવ્યો. મેહુલે ડાર્ક બ્લ્યુ પોલો જીન્સ પર વાઇટ કલરનુ પાછળ જોકર લખેલું ટી-શર્ટ પહેર્યું, આ ટી-શર્ટ મેહુલનું ફેવરિટ હતું કારણ ટી-શર્ટ પર આગળ રહેલા હસતા જોકરનો ફોટો જ હતો. ડાબા હાથમાં સ્પોર્ટ વૉચ, જમણા હાથમાં પાતળું કડું, ટી-શર્ટ પર ગોગલ્સ લગાવેલા, વાઈલ્ડ સ્ટોનની મહેકાવતી સુગંધ અને પગમાં પહેરેલી સ્કાય બ્લુ કલરની લેધારની લોફર.

“હા ચાલ નીકળીએ. ” મેહુલે એક્ટિવાની ચાવી સાથે પોકેટ રેડિયો ટેબલ પરથી લીધો.

“આ તારો દોસ્ત વરસવાનું બંધ કરે તો નીકળીએ ને?” ઋતુએ બહાર ઇશારો કરતા કહ્યું.

“યાર તેમાં શું પ્રોબ્લેમ છે?, આવા વાતાવરણમાં તો વધુ મજા આવશે. ” મેહુલે કહ્યું.

“હા, મજા તો આવશે. ” ઋતુએ મેહુલ સામે જોઈ આંખ મારી. રુચિતાએ બંનેને મૂવી જોવા માટે પરમિશન આપી હતી પણ મેહુલે રાત્રે ઋતુને પૂરો પ્લાન સમજાવી દીધો હતો. મૂવી જોવા જવાનું તો માત્ર બહાનું હતું. બંનેએ અલગ જ પ્લાન બનાવ્યો હતો

થોડીવાર પછી વરસાદ ધીમા છાંટે વરસતો થઈ ગયો. બંને રુચિતાને બાય કહી નીકળી ગયા. આજે પહેલીવાર ઋતુ મેહુલ જોડે બહાર નીકળી હતી. તેના માટે આ કોઈ સ્વપ્નથી કમ ન હતું. તેણે મેહુલ વિશે જેટલું સાંભળ્યું હતું, મેહુલ તેનાથી વિરુદ્ધ સ્વભાવનો હતો.

બંને એક પર્યટન સ્થળે પહોંચ્યા જ્યાં શરૂઆતમાં રસ્તાની બંને બાજુએ ઘટાદાર વૃક્ષો હતા અને વચ્ચેથી એક કાચી સડક ડુંગરની ટેકરીઓ તરફ જતી હતી. વરસાદ બે કલાક પહેલાં વરસી ચુક્યો હતો તેથી સડકની ભીંની માટીમાંથી આવતી સુગંધ મનને પ્રફુલ્લિત કરી દેતી હતી. વરસાદને કારણે બંને થોડા ભીંજાય હતા તેથી ઋતુને ઠંડી પણ લાગી રહી હતી જેથી તે મેહુલને ઝકડીને બેઠી હતી. ઠંડી તો એક બહાનું હતું, ઋતુને મેહુલ સાથે બધી જ તે પળો માણવી હતી જે તેણે છેલ્લી રાત્રે સૂતા વગર વિચારી હતી.

મેહુલે ટેકરીની તળેટીથી થોડે દુર એક્ટિવા પાર્ક કરી અને બંને ટેકરી તરફ આગળ વધ્યા. ચાલતા ચાલતા ક્યારેક બંનેનો હાથ એકબીજાને સ્પર્શ થતો હતો જે ઠંડી કરતા પણ વધુ ધ્રુજારી પેસારી જતો હતો. મેહુલે ડાબો હાથ ઋતુના જમણા હાથ તરફ લંબાવ્યો અને ઋતુએ તે હાથને સ્વીકારી લીધો. તળેટી પર એક ગાર્ડન હતો જેમાં લાકડાના બાકડાઓ રાખેલા હતા. બંને ત્યાં જઈને બેસી ગયા.

મેહુલ ઈચ્છતો હતો કે ઋતુ પોતાનું મૌન તોડે પણ ઋતુ આજે મેહુલના શબ્દોની રાહ જોઇને બેઠી હતી. મેહુલ ઋતુના હાથને પોતાના હોઠ પાસે લઈ ગયો અને તેના હાથને ચુમ્યો. ઋતુએ તરત પોતાનું માથું મેહુલના ખભા પર ઢાળી દીધું. એ એક અલગ જ ફીલિંગ્સ હતી બંને માટે. જે કોઈ દિવસ વર્ણવી ના શકાય, અમૂલ્ય પળોમાં આ પળ પણ ઉમેરી શકાય. ઋતુના હાથ મેહુલની છાતી પાસે આવીને ઢળી પડ્યા.

“મેહુલ એક વાત કહું?” આખરે જ્યારે ઋતુની ધીરજ જવાબ આપી ગયી ત્યારે ધીમેથી તે બોલી. મેહુલ કઈ બોલ્યો નહિ પણ તેની આંખોએ મંજૂરી આપી દીધી હતી.

“જ્યાં સુધી આપણા છેલ્લા શ્વાસ ચાલશે ત્યાં સુધી આપણે જુદા નહિ થઈએ, તારા માટે કદાચ આ વાક્ય જરૂરી નહિ હોય પણ તારા દ્વારા બોલાયેલા બધા જ શબ્દોથી મારા આયુષ્યમાં વધારો કરે છે, આઈ લવ યુ. ” ઋતુએ મેહુલની આંખોમાં આંખ પરોવીને કહ્યું.

***

અચાનક મેહુલની આંખો ખુલી ગયી, ઋતુ તેની બાજુમાં બેસેલી હોય તેવો તેને આભાસ થયો, મેહુલ ઋતુના હાથ પર હાથ રાખવા જાય છે પણ ઋતુ ત્યાં હોતી જ નથી. મેહુલની આંખો ફરી નમ થઈ જાય છે. મેહુલ બર્થની બારીમાંથી જુએ છે તો ટ્રેન એક પ્લેટફોર્મ પર ઉભી હતી અને સામે વાંકાનેરનું બોર્ડ લાગેલું હતું. રાત્રીના અગિયાર વાગ્યા હતા અને ટ્રેન અડધી કલાકનો હોલ્ટ કરવાની હતી. મેહુલે કૉફી પીધી અને ટ્રેનની નીચે ઉતરી સિગરેટ જલાવી.

“ઋતુએ સ્યુસાઇડ નો’હતું કર્યું તો કોણે આવું કૃત્ય કર્યું હશે?, જેણે પણ આવું કર્યું હશે તેને હું છોડીશ નહિ. ” મેહુલની આંખો લાલ થતી જતી હતી અને સિગરેટના ક્રશથી મેહુલને જુનુન ચડતું હતું. થોડીવાર મેહુલે પ્લેટફોર્મ પર ચક્કર લગાવ્યા પણ તેને કઈ ચૅન ના પડ્યું, સિહોરથી કૉલ આવશે તેમ વિચારી મેહુલે મોબાઈલ સ્વિચ ઑન કર્યો.

રોજની જેમ કેટલાય અન-નૉન નંબરથી મૅસેજ અને કૉલ્સ આવેલા હતા સાથે રાધિકાના પણ મૅસેજીસ અને કૉલ હતા જે બધાને મેહુલે ઇગ્નોર કર્યા, પપ્પાને કૉલ લગાવ્યો અને કહ્યું, “પપ્પા હું સવારે પહોંચી જઈશ, તમે ચિંતા ના કરતા હું છું ને. ”

“હા બેટા આવ જલ્દી, તારા માટે જ બધુ અટકેલું છે. ” ભરતભાઈના અવાજમાં ડર નજરે ચડતો હતો.

“વાંકાનેર છું પાપા, બને તેટલી કોશિશ કરીશ જલ્દી પહોંચવાની. ” મેહુલે બેચેનીથી કહ્યું.

“હા, રાખું છું. ” ભરતભાઈએ કૉલ કટ કરી દીધો.

મેહુલની બેચેની ઘટવાને બદલે વધતી જતી હતી, તેના મગજમાં શક્ય ન હોય તેવા વિચાર આવવા લાગ્યા, “વાંકાનેરથી વેહિકલમાં જવું, ક્રોસિંગ હોવા છતાં ટ્રેન વહેલા ચલાવવા રિકવેસ્ટ કરવી, રાજકોટથી કાર મંગાવી લેવી” જેવા કેટલાય વિચારોની સૅર મેહુલના મગજમાંથી પસાર થઈ ગયી, પણ ત્યારે અચાનક રાધિકાની એક વાત યાદ આવતા મેહુલ બર્થમાં જઈ ચુપચાપ બેસી ગયો. આંખો બંધ કરી અને ઋતુ સામે દેખાઈ ગયી.

***

“આઈ લવ યુ ટૂ બકુ, કેમ આવું બોલે છે તું?, આપણે જુદા જ નહિ થવાના, ભોળાનાથે પહેલેથી આપણી જોડી ફિક્સ કરેલી છે. ” મેહુલે સ્મિત સાથે મજાક કર્યું.

“કાલે શું થશે કોને ખબર?, જો બંને જુદા થઈએ તો મને પ્રોમિસ આપ કે લાઈફમાં આગળ વધવાનું વિચારીશું, એકબીજાને યાદ કરીને પાગલ નહિ થઈએ. ” ઋતુના જજબાત બોલતા જતા હતા.

“પ્રોમિસ બટ તું આવી વાતો ના કર યાર, મને આવા વિચારો બિલકુલ પસંદ નહિ” મેહુલે ઋતુને બાહોમાં ઝકડતા કહ્યું.

“તો તને શું પસંદ છે?” ઋતુએ નટખટ અદામાં પૂછ્યું.

“તારા જોડે વાતો કરવી, ડાયરી લખવી, રેડિયો પર સોંગ સાંભળવા…. તારી નજીક આવવું અને…. ” મેહુલે ઋતુના ગાલ પર રહેલા તલ પર હોઠ મુક્યા. ઋતુની સ્માઇલને કારણે તેના ગાલ ખેંચતા હતા જે મેહુલ મહેસુસ કરી રહ્યો હતો.

“મેહુલ પબ્લિક પ્લેસ છે. ” ઋતુએ મેહુલને અટકાવતા કહ્યું.

મેહુલે ચહેરો ઊંચો કર્યો અને આજુબાજુ નજર કરી, “એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લે અહીં બધા કપલ જ બેઠા છે અને જો પેલા કિસ કરે. ” મેહુલ હસવા લાગ્યો.

“પાગલ” ઋતુ આટલું જ બોલી શકી.

“થેંક્યું મેહુલ જો તું મારી લાઈફમાં ના આવ્યો હોત તો ફીલિંગ્સ શું કહેવાય, લાઈફમાં કેવી રીતે આગળ વધવું અને એકાઉન્ટ જેવી ઘણીબધી બાબતો વિશે મેં જાણવાની કોશિશ પણ ના કરી હોત. ” થોડીવાર પછી ચુપકીદી તોડતા ઋતુ બોલી.

“ગાંડી આવું કેમ બોલે છો તું?, તારા વિના મારું પણ કોઈ અસ્તિત્વ ન હતું, હું પણ એક સામાન્ય વ્યક્તિની જ જિંદગી જીવી રહ્યો હતો અને તું આવી પછી મારી વિચારવાની શક્તિ પણ વધી ગયી તો હવે મને આટલું બધું માન ન આપ અને આ મોમેન્ટ ઍન્જોય કર. ” મેહુલે ઋતુના ગાલ પર હાથ રાખ્યા અને મસ્તક પર એક ચુંબન કર્યું.

“કેમ આજે મારા હોઠને આમ જ તરસતા છોડી દઈશ?” ઋતુએ આંખ મારતા કહ્યું.

“અત્યારે મને હગ કરવાની ફીલિંગ્સ આવે છે યાર. ” મેહુલે ઋતુના વાળ પસરાવતા કહ્યું.

“તો કરી લેને, મારી હા ની રાહ જોઈને બેઠો છે?” ઋતુએ આંખો ઝુકાવતા કહ્યું. એ ક્ષણ બંને માટે અલગ જ લાગણી લઈને આવ્યો હતી. ફરીવાર બંને એક ક્ષણ માટે સ્થળ અને સમયનું ભાન ભૂલી ગયા, આ લાગણી કોઈ પણ એક્સપ્લેઇન કરી શકતું નહિ, જયારે પ્રિય વ્યક્તિની છાયામાં હૂંફ મળતી હોય ત્યારે કોઈને એવો વિચાર પણ ના આવે.

આજે વરસાદે પણ મેહુલનો સાથ આપ્યો હતો, ચોક્કસ અંતરના સમયે થોડી થોડી બુંદ વરસી રહી હતી જે વાતાવરણને એક અલગ જ રંગ આપી રહી હતી. બંને ટેકરી પર ચડ્યા જ્યાંથી આજુબાજુનો કુદરતી નજારો જોઈ શકાતો હતો. ભોળાનાથના મંદિરની પાછળ એક ધોધ હતો જ્યાંથી ટેકરીમાં ભેગુ થયેલ પાણી સરિતાનું સ્વરૂપ ધારણ કરતું હતું. આજુબાજુની ટેકરીઓ વિન્ડફાર્મના આરક્ષણમાં હતી, જે આ નજરાને વધુ મોહક બનાવતી હતી.

બપોરનો સમય હતો એટલે બંનેએ મંદિરના પરસાળમાં બેસીને પ્રસાદી લીધી અને આગળ શું કરવું તેનો પ્લાન બનાવ્યો. થોડીવાર મંદિરના પગથિયે બેસીને બંનેએ મૌન જાળવી રાખ્યું અંતે ઋતુએ જવા માટે કહ્યું એટલે બંને વિન્ડફાર્મ તરફ ચાલતા થયા. સવારથી બંનેનો હાથ એકબીજાના હાથમાં જ હતો જે એકબીજાને હૂંફ આપી રહ્યો હતો.

“મેહુલ તારા દોસ્તો કહે છે આ જોકરવાળું ટી-શર્ટ તારું ફેવરિટ છે, કોઈ ખાસ કારણ?” ચાલતા ચાલતા ઋતુએ વાત શરૂ કરી.

“હા, સૌ જોકરના પાત્રને હાસ્યનું પાત્ર જ સમજે છે પણ તે પાત્રની પાછળ પણ એક પાત્ર હોય છે, મને તે પાત્ર ખૂબ જ પસંદ છે. જેમ તને સમજાય છે કે હું તારી લાઈફમાં આવ્યો તો તારી લાઈફ એક અલગ જ લેવલ પર પહોંચી ગયી. તેમ હું જેની લાઈફમાં જઈશ તેની લાઈફને અલગ લેવલ પર પહોંચાડી દઈશ, તે પછી જે કોઈ ભી હોય. ” મેહુલે ટી-શર્ટમાં રહેલા ફોટા તરફ આંગળી ચીંધતા કહ્યું. મેહુલે પોકેટમાંથી રેડિયો કાઢ્યો અને એક ચેનલ લગાવી. રેડિયોમાંથી એક મધુર સંગીત રેળાયું જેમાં બંને ખોવાઈને બેસી રહ્યા.

“મેહુલ તારા દોસ્ત રવિને પણ મારા પર ક્રશ છે, શું કરું? હા કહી દઉં” ઋતુએ હસતા હસતા કહ્યું.

“એ લંગુરને અંગુર જોઈતા છે?, તેને મળવા દે આજે, કાલે રક્ષાબંધન મનાવશે તારા જોડે. હાહાહા” મેહુલે મજાકમાં કહ્યું.

“કેમ, તેને પણ ફીલિંગ્સ છે તો એક ચાન્સ તેને પણ મળવો જોઈએ ને?” રઋતુએ કહ્યું. મેહુલ છોભિલો બની ગયો. થોડીવાર ઋતુ સામે જોયું અને પછી ઉદાસ થતા કહ્યું, “હા, વાત કરી શકે છો તું. ”

ઋતુ મોટેથી હસવા લાગી, મેહુલના હાવભાવ જ એવા હતા કે ખુશ થવું કે મેહુલના ચહેરા પર સ્મિત લાવવું તે ઋતુ ના સમજી શકી, તેણે આંખો બંધ કરી અને મેહુલમાં હોઠ પાસે હોઠ લઈ ગયી. ઋતુએ એક શ્વાસ લઈ કહ્યું“ મેહુલ તારી અમાનત, તારી પાસે છે. ” મેહુલે પણ ઋતુનો મિજાજ સમજીને તેના આમંત્રણને સ્વીકારી લીધું અને ઋતુના હોઠને પોતાના હોઠમાં સમાવી લીધા. ઋતુના ગર્લ્સ લેયર કલેક્શન સ્પ્રેની સુગંધ મેહુલને વધુ મનમોહક લાગવા લાગી અને તે ઋતુને વધુ ફીલિંગ્સથી પોતાનામાં સમાવતો રહ્યો. ઋતુ પણ મેહુલના એક એક ચુંબનથી બધું ભૂલતી જતી અને મેહુલની બાહોમાં પોતાને સમર્પિત કરતી જતી હતી. મેહુલે અચાનક ઋતુના હોઠ પર એક બચકું ભર્યું, નાક સાથે નાક અથડાવ્યું અને ઉભો થઈને દોડવા લાગ્યો. ટેકરીની ટોચ પર જઇ બંને હાથ ફેલાવી મેહુલ જોરથી રાડો પાડવા લાગ્યો,

“ઋતુ આજે મને આ બધું જ પોતાનામાં સમાવી લેવાનું મન થાય છે, આ કલરવ કરતા પક્ષીઓ, ઠંડી પ્રસરાવતો પવન, ભીંની માટીની સુગંધ, પેલી બટરફ્લાય, તારી વાતો, તારું ચુંબન બધું જ આ ડાયરીમાં લખીને કેદ કરવા માગું છું, હું નહિ જણાવી શકું ઋતુડી આજે હું કેટલો ખુશ છું. ”

ઋતું મેહુલની પાછળ જઈ ભેટી ગયી, બંને હાથ મેહુલની છાતી પર રહેલા ટી-શર્ટને ખેંચતા હતા, “જો સમાઈ ગયી તારામાં” ઋતુએ ધીમેથી કહ્યું.

વરસાદે પણ અહીં પોતાનો રોલ બખૂબી નિભાવ્યો, ફરી બુંદો વરસવા લાગી. બંને વરસાદમાં પલળતા હતા. મેહુલે ઋતુને પોતાના તરફ ઘુમાવી, તેના ભીંજાયેલા વાળમાં ફરી આંગળીઓ પરોવી. એ નજાકતવાળી આંખોમાં આંખ પરોવી, ચુંબન તો માત્ર ફીલિંગ્સ એક્સપ્રેસ કરવાનું માધ્યમ છે, મેહુલે ઋતુને છાતીચરસી ચાંપી લીધી અને ફરી બંને શૂન્યાવકાશમાં.

***

સમય પસાર થવામાં ક્યાં સમય લાગે છે, બંનેના સંબંધને દસ મહિના પુરા થઈ ગયા. આ સમયમાં બંનેએ ઘણીબધી એવી મૉમેન્ટ ઍન્જોય કરી જે ખાસ વ્યક્તિ માટે જ હોય છે. વાત ત્યારે બગડી જ્યારે નેન્સીને કારણે ઋતુ ડિસ્ટર્બ થવા લાગી,

નેન્સીને મેહુલ પસંદ જ હતો પણ તે મેહુલને કોઈ દિવસ કહી શકી નહિ, હવે સમય એવો હતો કે ઋતુ અને મેહુલની નજદીકી નેન્સીને ખૂંચવા લાગી. બંનેને કોઈ પણ રીતે અલગ કરવા તે નેન્સીનો ગોલ બની ગયો અને આ ગોલ માટે તે મેહુલની નજીક આવવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી. નાની નાની વાતોમાં મેહુલને વચ્ચે લાવવો, મેહુલની વાતો ઋતુ સામે કરવી, ન બની હોય તેવી કાલ્પનિક ઘટના ઋતુને કહેવી જેવા અનેક પ્રયાસો નેન્સીએ કર્યા અને અંતે ઋતુના મનમાં એ વાત આવી જ ગયી જે નેન્સીએ વિચારી હતી.

ઋતુને વાંચવાનું વેકેશન હતું તેથી પૂરો દિવસ એકાઉન્ટ શીખવાના બહાને મેહુલ પાસે રહેતી, થોડા દિવસથી ઋતુ નેન્સી અને મેહુલના વર્તનને નોટીસ કરતી હતી, મેહુલ તો નેન્સી સાથે મજાક જ કરતો પણ ઋતુને મિસઅંડરસ્ટેન્ડિંગ થયી હતી અને તેણે એવો વિચાર પોતાના મગજમાં ઘુસાવી દીધો હતો કે મેહુલ હવે તેના કરતાં નેન્સીને વધુ મહત્વ આપે છે અને તેથી તે મેહુલને પોતાના તરફ આકર્ષવા નવા નૂસ્કા અજમાવવા લાગી. તે રાત્રે પણ ઋતુએ આવું જ કર્યું હતું.

વાઇટ પટિયાલાપાયજામાં પર કોટનનું આછું બ્લેક કુરતું, , મેસ્સી હેર સ્ટાઇલ અને તેમાં લગાવેલી સ્ટીક, આંખો પર આવતી એક લટ, ગળામાં એક પાતળો કોરિયન ચેઇન જેમાં બટરફ્લાયવાળું પાતળું પેન્ડલ હતું, એ જ બટરફ્લાયવાળા ઈયરિંગ અને વ્હાઇટ મોતીવાળું બ્રેસલેટ અને પર્લવાઈટના ડિયોની બોડીમાંથી આવતી સ્મેલ. આંખોમાં માત્ર કાજળ અને પેલી સ્માઈલ સાથે કુદરતની ભેટમાં મળેલ તિલ. ઋતુએ આજે નક્કી કર્યું હતું કદાચ મેહુલ માટે પોતાની મર્યાદા ગુમાવવી પડે તો પણ અચકાવવું નહિ.

મેહુલ તો આ બધી વાતથી બેખબર રૂમમાં બેસીને રેડિયો પર સોંગ સાંભળતો પોતાનું કામ કરી રહ્યો હતો. ઋતુને દરવાજા પર જોઈ પેન ટેબલ પર રાખી, ચેઇર પરથી ઉભો થઇ ઋતુ પાસે ગયો, મસ્તક પર એક ચુંબન કર્યું અને ઋતુને ચેઇર પર બેસવા કહ્યું. ઋતુ અનકન્ફરટેબલ ફિલ કરી રહી હતી. પોતાના હાથ ઘુંટણ પર રાખી, પગની આંટી વાળી બેસી રહી.

“બકુ, આજે તો તું પરી લાગે છો, તારા ચહેરા પરથી નજર દૂર કરવા મન નહિ માનતું. ” મેહુલે ઋતુને જોઈ કહ્યું.

“હા, તારું મન તો ક્યાં કંઈ માનવ તૈયાર છે, બધી જ જગ્યાએ તેને નજર અટકાવવી છે. ” ઋતુએ કટાક્ષ કરતા ખરબચડા શબ્દોમાં કહ્યું.

“તારી આંખો મને એટલી હદ સુધી ઘાયલ કરે છે કે મારી નજર ત્યાં જ આવીને અટકે છે. ” મેહુલે ઋતુની આંખોનું વર્ણન કરતા કહ્યું.

“મેહુલ હું મારી આંખો અને મારા કોઈ અંગની વાત નહિ કરતી, હું બીજી છોકરીની વાત કરું છું, તારી નજર ત્યાં પણ આવી જ રીતે ઘાયલ થતી હશે ને?” ઋતુની આંખીમાં મેહુલ પ્રત્યે ધૃણા આવવા લાગી.

“તારી આંખોમાંથી ફુરસત મળે તો હું બીજા કોઈ વિશે વિચારુને?” મેહુલ ઋતુને મનાવવા ખોટા પ્રયાસ કરી રહ્યો હતો.

“મેહુલ આજે હું તારી આ મીઠી વાતોમાં નહિ આવું, નેન્સી જોડે તારું વર્તન મને નહિ પસંદ, તું તેના જોડે વાત કરવાનું બંધ કર અથવા મારા જોડે. ” ઋતુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

મેહુલે ઋતુ સામે આંખો મોટી કરી, ઋતુ મેહુલને પ્રેમથી જ સમજાવવા આવી હતી પણ અત્યારે મેહુલ ઋતુના વિશે જે કઈ બોલતો હતો તે બીજા માટે પણ આવું જ બોલતો હશે તેમ વિચારી ઋતુ ઉશ્કેરાતી જતી હતી. તેથી મેહુલની આંખો સામે ઋતુએ પણ બગાવત કરી હતી.

“ઋતુ, તું પ્રેમથી કહે તો હું વાતો ના કરું પણ તું તારો અહમ સંતોષવા આવું કહે છે એટલે હું વાત બંધ નહિ કરું અને તને પણ ખબર છે તારા સિવાય હું કોઈને પ્રેમ નહિ કરતો તો પછી આવા નકારાત્મક વિચાર તારા મગજમાં આવે જ કેમ છે?” મેહુલે ઋતુ પાસે રહેલી ચેઇર પર બેસીને ઋતુના હાથ પર હાથ રાખ્યો. ઋતુએ મેહુલનો હાથ હટાવી લીધો અને આંખોના ઇશારામાં સમજાવી દીધું કે મેહુલ પર હવે તેને ટ્રસ્ટ નથી.

“મતલબ તું વાતો કરવાનું બંધ નહિ કરે” ઋતુ તરછોડાતી હતી. તેની આંખોમાં રહેલું કાજલ ગાલ પર આવવા લાગ્યું.

“મેં એવું ક્યાં કહ્યું, પણ તારી ભૂલ થાય છે એટલે હું સમજાવું છું ઋતુ. ” મેહુલે ઋતુના હાથને કસીને પકડી લીધો.

“ના, હવે હું સમજી ગયી. મારે કામ છે હું જાવ છું. ” મેહુલના હાથ પર જોર આપી મેહુલને દૂર કર્યો અને ઋતુ રૂમની બહાર નીકળી ગઈ. ક્ષણ માટે મેહુલ કઈ સમજી ના શક્યો, તેણે ઋતુને ઉપરાઉપરી ચાર કૉલ કર્યા પણ સામેથી કૉલ રિસીવ થતો ન હતો. તેથી મેહુલે ઋતુને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો અને આવું વર્તન કરવા માટે સૉરી કહ્યું અને કાલથી જ નેન્સી સાથે વાત નહિ કરે તેવું પ્રોમિસ આપ્યું. મૅસેજનો પણ રીપ્લાય ના આવ્યો તેથી મેહુલે ડાયરી ખોલી અને લખવાનું સ્ટાર્ટ કર્યું,

“આજે મેં ઋતુને હર્ટ કરી, ભોળાનાથ ઉધાર બાજુ લખી નાખજો, હું કાલે સરભર કરી દઈશ, ઋતુ….. ” મેહુલ આગળ લખવા જતો હતો ત્યાં તેના કાનમાં મોટી ચીખ સંભળાય અને થોડીવાર પછી કંઈક નીચે અથડાવવાનો અવાજ સંભળાયો. મેહુલ તરત ઉભો થયો અને જિજ્ઞાશાવૃત્તિથી બાલ્કનીમાં જોવા ગયો.

બધા બાલ્કનીમાં દરવાજો ખોલીને જોવા આવ્યા અને થોડી જ વારમાં સોસાયટીમાં ભાગદોડ મચી ગયી. રુચિતના ફ્લેટ પરથી કોઈ છોકરીએ આપઘાત કર્યો હતો. સામે જમીને અડીને કોઈની લાશ પડી હતી અને બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ આવ્યું હતું. “ઋતુતુતુ” …. મેહુલ ત્યાં જ સાધ ખોઈ બેઠો. તેના મગજમાં ખાલી ચડી ગયી અને પૂરું શરીર કાંપવા લાગ્યું જાણે કોઈ ઇલેક્ટ્રિક શૉક જ ન લાગ્યો હોય. નિલાબેન અને ભરતભાઇ પણ બહાર આવ્યા અને મેહુલને અવગણીને સીધા પગથિયાં ઉતરવા લાગ્યા. મેહુલે પોતાને સંભાળ્યો અને દિવાલના સહારે તે પણ નીચે આવ્યો, સામે રુચિતા પગથિયાં ઉતરતી હતી જે જોઈને મેહુલ ત્યાં જ બેભાન થઈ જાય છે.

ટોળામાંથી કોઈનું ધ્યાન મેહુલ પર પડ્યું તો બધા તેના તરફ દોડ્યા, પાંચ મિનિટમાં પુરી સોસાયટીનો માહોલ શોકમય થઈ ગયો હતો. બધી સ્ત્રીઓના રડવાના અવાજને કારણે કોઈ શું બોલે તે પણ સાંભળી શકાતું ન હતું. નિલાબેન મેહુલનું માથું ખોળામાં લઈ મેહુલના ગાલ પર ટપલીઓ મારતા હતા. નિલબેનની આંખમાંથી એક આંસુ સર્યું અને મેહુલના ગાલ પર પડ્યું, ખરેખર માં તે માં જ કહેવાય, મેહુલે આંખો ખોલી. કોઈ પાણીની બોટલ લઈ આવ્યું અને મેહુલને આપ્યું.

થોડીવાર પછી પોલીસની જીપ સોસાયટીમાં એન્ટર થઈ. બૉડી પડી હતી તેના ફરતે નો-એન્ટ્રીની પટ્ટીઓ લગાવી દેવામાં આવી. મેહુલ હિંમત કરીને તે પટ્ટીઓ સુધી પહોંચ્યો તો સામે ઋતુ હતી. એક મિનિટ માટે મેહુલ ખુશ થઈ ગયો. પગથિયાં પરથી બધું જોઈ રહેલી ઋતુ પાસે મેહુલ પહોંચ્યો અને ગળે લાગી ગયો. ઋતુ પણ કદાચ સાધમાં ન હતી. આંખો પોહળી પડી ગયી હતી અને આંખો પલકવાનું પણ ભૂલી ગઈ હતી.

“મને લાગ્યું તું ગુસ્સામાં… એક મિનિટ તો પેલી છોકરી કોણ છે?” મેહુલ અસમંજસમાં ધકેલાયો. ઋતુનો હાથ પકડી નો-એન્ટ્રીની પટ્ટીઓ સુધી તેને લઈ આવ્યો. ત્યાં ફોરેન્સિકવાળા ડેડબોડીને ફેરવી રહ્યા હતા. નેન્સી???, મેહુલના દ્વારા બોલાયેલા આ શબ્દો ઘણાબધા વિચારો માંગી લેતા હતા.

(ક્રમશઃ)

મેહુલ સાથે કેમ આવું થયું હતું?, ઝઘડો ઋતુ સાથે થયો હતો અને ઋતુ ગુસ્સામાં બહાર નીકળી હતી તો મેહુલે નેન્સીનું નામ કેમ લીધું?, શું સામે પડેલી બૉડી નેન્સીની હતી?, ટ્રેનમાં મેહુલ ઋતુના સ્યુસાઇડ વિશે વિચારે છે તો શું પગથિયાં પર જે ઋતુ ઉભી હતી તે મેહુલની કલ્પના હતી?, પહેલા કોઈએ કેમ ઋતુને ના જોઈ?, સવાલ ઘણાબધા જવાબ એક આવતો ભાગ.

મિત્રો તમારા રિવ્યુ પરથી જ હું લખી શકું છું, પાછળની સ્ટોરીને ધ્યાનમાં રાખીને ઘણાબધા લોકોએ મારો વ્યક્તિગત

સંપર્ક કર્યો હતો અને અત્યારે પણ જ્યારે હું તેઓની પાસે સલાહ માંગુ છું તો નિઃસ્વાર્થ ભાવે તેઓ મને મદદ કરે છે. અહીં હું કોઈનું નામ લેવા નહિ માંગતો પણ જે લોકોને કહેવા માગું છું તે સમજી જજો અને હજી બધા જ વાંચક મિત્રોને વિનંતિ છે કે કોઈ પણ પ્રકારનું મંતવ્ય આપવાનું ભૂલતા નહિ કારણ કે તમને ખબર નહિ તમારા નાના રિવ્યુથી મને મોટી મદદ મળી શકે છે.

Thank you.

-Mer Mehul

Contact info – 9624755226

Facebook / instagram – Mer Mehul