સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-7 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-7

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-7

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે.આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં.તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-7

જેને તમે અનહદ પ્રેમ કરો છો તેવી વ્યક્તિ પાસેથી એવું સાંભળવા મળે કે ‘તે કોઈ બીજા વ્યક્તિને અનહદ પ્રેમ કરે છે’ ત્યારે કેવી સ્થિતિ થાય તે કદાચ એવી જ વ્યક્તિને ખબર હોય જે આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય. પરંતુ મેહુલે તરછોડાયેલા વ્યક્તિઓની લાગણી અનુભવેલી હતી એટલે એક સ્થિતપ્રજ્ઞની માફક તે ઉભો રહ્યો.

રાધિકા પણ મેહુલની સ્થિતિ સમજી ગયી હતી, તે મેહુલની નજદીક ગયી અને આંખો બંધ કરી મેહુલને ચુંબન કર્યું, “એવું ના સમજ હું છુપાવતી હતી બધું, બસ તને ગુમાવવા નો’હતી માંગતી” મેહુલના ખભા પર આંસુ સારી રાધિકા પશ્ચતાપ કરી રહી હતી.

મેહુલે રાધિકાના બંને ગાલ પર હાથ રાખ્યા અને આંસુ લૂછતાં કહ્યું, “રાધિકા, મેં કહ્યું હતું ને મેં બધું જ સ્વીકારી લીધું છે, તું કારણ વિના ગભરાય છે”

(ક્રમશઃ)

“તમે પૂર્વી ઉર્ફે કાવેરી રાઈટ?” રાધિકાએ પૂર્વી તરફ આંગળી ચીંધી કહ્યું.

“હા, પણ તને કેવી રીતે ખબર?” પૂર્વીએ આંખો પહોળી કરી કહ્યું.

“તમારી શાયરીવાળી અદા અને લૂક પર તો હું ફિદા છું, જોઈને જ ખબર પડી ગયી હતી મને. તમે એકવાર કાચમાં જોઈ લેજો, કેટલા બોલ્ડ લાગો છો” પૂર્વીની તારીફમાં રાધિકાએ મસ્કો માર્યો.

“અને આ” બાજુમાં બેસેલી જિંકલ તરફ આંગળી ચીંધી કહ્યું, “Mrs.Jinkal, The most beautiful and lucky girl in world અને તમે મેહુલ, ભલે CID ઑફિસર ન હતા પણ કામ તો તેનાથી બી સારું કર્યું છે ” જિંકલની બાજુમાં બેસેલા મેહુલ તરફ ધ્યાન કરી રાધિકા ટહુકી.

“થેંક્યું બકુ” પોતાની ટેવ મુજબ મેહુલે ફ્લર્ટ શરૂ કર્યું.

“અને તમે કૉલેજવાળા મેહુલ સર, તમને સપના બોવ આવે હા અને એ સપના હકીકત પણ બને…વાહહ… એક કામ કરો જ્યોતિષશાસ્ત્ર શિખી જાઓ ફાયદામાં રહેશો.” જિંકલે પેલા મેહુલની ખેંચતા કહ્યું.

“અને રાહી second Most beautiful and lucky girl in world, તમે પણ મેહુલની ખેંચવામાં કઈ બાકી નહિ રાખતા હો” રાહીનો પરિચય આપતા રાધિકા બોલી.

“અમે તો ભૂતકાળ છીએ, તું તો વર્તમાન છે, લકી ગર્લ તું કહેવાય” પૂર્વીએ કહ્યું.

“But I have one question” જિંકલે વચ્ચે ટપકું મુકતા કહ્યું.તે ઉભી થઇ અને ત્રણેય મેહુલને એક લાઈનમાં કર્યા.

“જુઓ આ ત્રણેયના ચહેરા એક સરખા છે, હવે વાંચવાવાળા કેવી રીતે સમજશે કે આ ત્રણેય મેહુલમાંથી કોણ બોલ્યું?” ગુંચવણ ભર્યા શબ્દોમાં જિંકલે કહ્યું.

“તે સાંભળ્યું હશે આ દુનિયામાં એક જેવા દેખાતા સાત વ્યક્તિ હોય છે, ત્રણ તો અહીં જ છે અને સંજોગ પણ એવા છે કે ત્રણેયના નામ પણ મેહુલ જ છે.” જિંકલની બેન પૂર્વીએ સમજાવતા વાત શરૂ કરી, “હવે વાત રહી વાંચવાવાળાની તો આ રાહીવાળો મેહુલ, આ જિંકલવાળો મેહુલ અને આ માત્ર મેહુલ જ, સમજાય ગયું બધાને?”

“આ રાધિકાનો મેહુલ હા” પૂર્વીએ વાત પૂરી ત્યાં રાધિકા બોલી.

“હું રાધિકાનો જ મેહુલ છું” રાધિકાની બાજુમાં બેસતા મેહુલે કહ્યું.

વાતાવરણ એટલું ખુશનુમા હતું કે કોઈ બે મિનિટ વાત કરે તો પણ મન પ્રફુલ્લિત થયી જાય, ચોમાસાની શરૂઆત થવાની હતી એટલે ઉનાળો તપી રહ્યો હતો અને આ તાપની વચ્ચે એ ઠંડક મેળવવાની જગ્યા એટલે રિસોર્ટ.

“મેહુલ તને કેવી રીતે ખબર પડી કે અહીંયા બધા આવવાના છે?” રાધિકાએ પૂછ્યું.

“એ લોકોનું પ્લાનિંગ હતું, મને કૉલ કરીને કાલે સવારે પૂછ્યું હતું અને અમસ્તા પણ તારી ખ્વાઇશ હતી ને મળવાની એટલે મેં સરપ્રાઈઝ રાખ્યું.” મેહુલે કહ્યું

“હેય, અમે લોકો પેલા ફાર્મમાં જઈએ છીએ તમે આવો છો?” રાહીએ પૂછ્યું.

“પહેલા કંઈક ઠંડુ થઈ જાય પછી તમે લોકો જાઓ, મને ખુબ જ તરસ લાગી છે.” મેહુલે કહ્યું.

સૌની માટે લીંબુસરબત મંગાવવામાં આવ્યું.કોઈ કારણસર રાધિકાએ સરબત માટે ના કહી પણ મેહુલ સાથે બધાએ આગ્રહ કર્યો એટલે રાધિકાએ લઈ લીધું.પાંચ મિનિટબાદ બધા ટહેલવા નીકળી ગયા અને મેહુલ-રાધિકા ત્યાં જ બેસી રહ્યા.

“મેહુલ મારે તને એક વાત કહેવી હતી” રાધિકાએ ધીમેથી મેહુલના કાનમાં કહ્યું.

“હા બોલને બકુ”

“મારો પાસ્ટ મેં તારાથી છુપાવ્યો છે અને હવે હું તને અંધારામાં નહિ રાખવા માંગતી પણ મને ડર લાગે છે તને કહેતા.” રાધિકાની જીભ લથડાતી હતી તો પણ રાધિકાએ હિંમત કરી કહ્યું.

“જો રાધુ, હું તને, તારા પાસ્ટને, તારી સારી-નસારી બધી વાતોને સ્વીકારીને આગળ વધ્યો છું, તું જેવી છે એવી મેં સ્વીકારી છે અને હું પણ એવું જ ઈચ્છું છું કે તું પણ મને એવી જ રીતે સ્વીકાર.તો તારે ડરવાની જરૂર નહિ, જે વાત કહેવી હોય તે બિન્દાસ કહે.” મેહુલે રાધિકાને સમજાવતા કહ્યું.

“મારા પા..પા..પાસ્ટ…..” રાધિકા આગળ બોલવા જતી હતી ત્યાં તેને ચક્કર આવ્યા અને બેહોશ થઈને ચૅર પરથી નીચે પટકાય.મેહુલ તેને ઢંઢોળે છે પણ તેનું શરીર અકડાઈ ગયું હોય છે, મોં માંથી ફીણ નીકળી જાય છે અને આંખો ચડી જાય છે.

“રાધુ…રાધુ…કઈ તો બોલ યાર શું થયું?” મેહુલ રાધિકાને જગાવવાનો નાહક પ્રયાસ કરે છે પણ રાધિકા તરફથી કોઈ પ્રતિક્રિયા મળતી નથી. થોડીવારમાં ત્યાં ટોળું ભેગું થયી જાય છે અને રાધિકાને મેહુલની કારમાં બેસારી હોસ્પિટલ લઈ જવામાં આવે છે.રસ્તામાં પણ રાધિકા કોઈ પ્રતિક્રિયા આપતી નથી. મેહુલના ખોળામાં તેનું માથું હોય છે, મેહુલ લગાતાર રાધિકાની બંને હથેળીઓ ઘસીને હોશમાં લાવવાની કોશિશ કરે છે પણ તેને ખબર નથી હોતી કે રાધિકા આ બીમારીથી પહેલેથી જ જૂજતી હોય છે.

***

અહીં મેહુલ અમદાવાદથી એક મક્કમ નિર્ધાર કરીને નીકળ્યો હતો, ‘હવે જો એ વાતને સાબિત કરવામાં હિંસક પ્રવૃત્તિ કરવી પડે તો પણ પીછેહઠ ના કરવી’, તેણે વડોદરાથી રાહીને પિક કરી અને ભાવનગર આવી ગયો. નયનને લઈને સિહોર આવ્યો જ્યાં તે ચાર વર્ષ પહેલાં રહેતો હતો. એ સોસાયટી હજી તેવી જ ખંડેર હતી, મેહુલે એ એપાર્ટમેન્ટ પર નજર કરી જ્યાંથી ઋતુ અને નેન્સીનું મૃત્યુ થયું હતું.

મેહુલે નજર કરી તો મેહુલ સામે એ રાતનું દ્રશ્ય ફરી સામે આવી ગયું, ઋતુ મેહુલને ઘણુંબધું કહેવા માંગતી હતી ત્યારે પણ મેહુલે બધી જ વાતો મજાકમાં લીધી હતી.એ જ અઠવાડિયામાં આ ઘટના બની અને મેહુલ વિચારતો જ રહ્યો કે ઋતુ શું કહેવા માંગતી હતી.

એ સોસાયટીની સામે એક પાનનો ગલ્લો હતો, જે ચાર વર્ષ પહેલાં પણ હતો અને હજી ત્યાં જ સ્થિત હતો.મેહુલે ત્યાંથી સિગરેટ સળગાવી અને ફરી એ રાતના વિચારોમાં ખોવાય ગયો જયારે રુચિતાએ મેહુલ સાથે ખરાબ વર્તન કર્યું હતું.

***

“ઋતુ આજે તારી દીદીએ મારી સાથે કેવી હરકત કરી યાર, હું તો તેના વિશે કેટલું સારું વિચારતો હતો અને તેણે મને One Night stand માટે ફોર્સ કર્યું.” મેહુલ અને ઋતુ મેહુલના રૂમમાં એકાઉન્ટ શીખવાના બહાને મળ્યા હતા, રુચિતાએ મેહુલ સાથે Physical Relation માટે ફોર્સ કરેલું અને તેથી મેહુલ ત્યાંથી દોડી આવ્યો અને ઋતુને બધી હકીકત જણાવવા માંગતો હતો.

“મારા દીદી એવું કરે જ નહિ તારી ભૂલ થાય છે મેહુલ” ઋતુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

“હું મજાક નહી કરતો યાર, તે દિવસે મેં તેને એક છોકરા સાથે જોયેલી, જો મારી પાસે ફોટો પણ છે.” મેહુલે મૉલમાં લીધેલો ફોટો ઋતુને બતાવ્યો.

“તે દિવસે તેણે જ મને કહ્યું હતું કે તેની પાસે ઘણાબધા રમકડાં છે અને હવે એ મને પણ એવું જ એક રમકડું સમજી બેઠી છે.” મેહુલે સ્પષ્ટતા કરતા કહ્યું.

“હું નહિ માનતી, મારી દીદી પર મને વિશ્વાસ છે અને શું કહ્યું તને?, કદાચ એવું પણ બની શકે ને કે તારી પણ ભૂલ થતી હોય સમજવામાં.” આત્મવિશ્વાસ સાથે ઋતુએ કહ્યું.

“તે મને કહ્યુંને કે દીદીને કામ છે જઈ આવ એટલે હું ત્યાં પહોંચ્યો, અંદર જતા તેણે મને માળિયા પરથી એક વસ્તુ લેવા કહ્યું, વસ્તુ ઉતારી હું નીકળતો હતો તો તેણે મને બેસવા કહ્યું અને પાણી લઈ આવી.”

“પછી?”

“તેણે મને કહ્યું, ‘મેહુલ મારા વિશે તું શું વિચારે છે?’”

“તો તે શું કહ્યું”

“મેં ફ્લર્ટ કરતા કહ્યું, ‘ઋતુ બિલકુલ તારા જેવી જ છે’”

“તો દીદીએ શું કહ્યું?”

“રુચિતાએ કહ્યું, ‘ઋતુ જોડે ફિલ કરી શકે મારા જોડે નહી?’ મેં કહ્યું, “એ મારી ગર્લફ્રેન્ડ છે અને તમે વિશાલના વાઈફ, તો કેવી રીતે ફિલ કરું બકુ?”

“આગળ”

“રુચિતાએ કહ્યું, ‘હું ક્યાં ફિલ કરવા કહું છું, બસ તું મારી શારીરિક જરૂરિયાત પૂરી કરી દે, મેં ગુસ્સામાં કહ્યું, ‘પાગલ છે તું આ વાત ઋતુને ખબર પડી તો એ રડી રડીને અડધી થયી જશે અને મારા વિશે એવું ના વિચાર બકુ”

“તો દીદીએ શું કર્યું?”

“તે મારી પાસે આજીજી કરવા લાગી, મારો હાથ પકડ્યો અને વિશાલ દૂર છે તેથી જરૂરિયાત હોય એવું કહી મને ફસાવવા લાગી, મને ગુસ્સો આવ્યો એટલે મેં ધક્કો મારતા કહ્યું, ’ I’m not sex worker so please keep distance”

મેહુલે હજી વાક્ય પૂરું કર્યું ન’હતું ત્યાં ઋતુની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને મેહુલથી આંખો ચૂરાવવા લાગી.મેહુલે ઋતુને રડતી જોઇ છતાં હકીકત જણાવવા માટે વાત શરૂ રાખી.“તારી દીદીએ મને ધમકી આપી છે, મેં તેની વાત માની નહિ એટલે તે મને શાંતિથી જીવવા નહીં દે અને તારાથી પણ અલગ કરી નાખશે”

“દીદી આવું શા માટે કર્યું હશે?” ઋતુએ પૂછ્યું.

“જે કહ્યું હોય એ બધું બરાબર થઈ જશે, તું ચિંતા ના કર અને સ્ટડી પર ફોકસ કર, તારી એકઝામ છે આ અઠવાડિયામાં.” મેહુલે ઋતુને ધરપત આપી અને સમજાવી દીધી પણ જે રીતે રુચિતાએ મેહુલ સાથે વાત કરી હતી તે વિચારીને મેહુલને રુચિતા પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો.

તે દિવસ પછી મેહુલે કોઈ દિવસ રુચિતા સાથે વાત જ ન કરી, રુચિતા વાત કરવાની કોશિશ કરે તો પણ મેહુલ નજર ચુરાવી છટકી જતો.જ્યારે ઋતુનું મૃત્યુ થયું ત્યારે પણ મેહુલે રુચિતાને કઈ કહ્યું ન હતું, એ પછીના અઠવાડિયામાં પુરી સોસાયટી ખાલી થઈ ગયી હતી અને રુચિતા ક્યાં ચાલી ગયી તેની કોઈને ખબર જ ન’હતી.

ચાર વર્ષ પછી જયારે ફરી એ દ્રશ્ય નજર સામે આવ્યું ત્યારે મેહુલે રુચિતાની પૂછપરછ શરૂ કરી.થોડી પૂછપરછ બાદ મેહુલને તેના જુના ઘરનું એડ્રેસ મળ્યું અને આગળની વાત જાણવા મેહુલ એ તરફ વળ્યો.

“આ ઝવેરચંદ શાહનો બંગલો છે?” એડ્રેસ પર નામ પ્લેટ વાંચીને મેહુલે પાડોશીને પૂછ્યું.

“હા પણ છેલ્લા ત્રણ વર્ષથી અહીં કોઈ આવ્યું જ નથી, ક્યારેક તેની દીકરી આવે છે અને કોઈ ચિઠ્ઠી-ચબરખી આવી હોય તો મારી પાસેથી લઈ જાય છે” એ સાઈઠ વર્ષના વૃદ્ધએ જવાબ આપ્યો.

“ઝવેરચંદ શાહ અને તેનું ફેમેલી ક્યાં છે?” મેહુલે માહિતી મેળવવા પૂછ્યું.

“એ પરિવાર પર કોઈની નજર લાગી ગયેલી છે, પાંચ વર્ષ પહેલાં ઝવેરચંદ અને તેની પત્ની કાર એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યા અને પછીના એક વર્ષ બાદ તેની નાની દીકરીનું પણ મૃત્યુ થયું, મોટી દીકરી સ્વાભિમાની હતી એટલે તેણે પિતાની સંપત્તિને છોડી પોતાના પતિ સાથે અમદાવાદ રહેવાનું નક્કી કર્યું.”

“તેનો કોઈ કોન્ટેક નંબર કે એડ્રેસ મળશે પ્લીઝ” મેહુલે એક ઉમ્મીદથી એ વૃદ્ધને પૂછ્યું.

“એડ્રેસ તો નહિ, હા તેણે મને એકવાર તેનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કોઈ કાગળ આવે તો મને ફોન કરજો, ઉભા રહો તમને આપું.” કહી તે વૃદ્ધ અંદરથી એક ડાયરી લઈ આવ્યા અને રુચિતાનો નંબર આપ્યો.

“દાદા એક સવાલ પૂછું, ઝવેરચંદને કોઈ દીકરો ન’હતો?” મેહુલે અચકાતા અચકાતા પૂછ્યું.

“ના બેટા, ભગવાને તેને બધું જ આપ્યું હતું, આબરૂ, રૂપિયા બધું જ પણ માત્ર શૅર માટીની ખોટ હતી પણ ઝવેરચંદ સ્વભાવનો ખૂબ જ સારો હતો, તેણે પહેલેથી જ બધી સંપત્તિ બંને દીકરીને નામે કરી દીધી હતી.” એ વૃદ્ધના અવાજમાં ઝવેરચંદ શાહ માટે ભારો ભાર લાગણી વરસી રહી હતી.મેહુલને લાગ્યું તે દિવસે તેણે રુચિતાને વધારે જ ખરાબ કહી દીધું હતું, સ્વાભિમાની વ્યક્તિને કોઈ દિવસ ચંછેડાઈ નહિ તેવું વિચારી મેહુલ અફસોસ કરતો હતો આટલી જ વારમાં મેહુલને કોઈનો કૉલ આવ્યો, સ્ક્રીન પર જોયું તો ‘રાધુ’ લખેલું હતું.

“સારું દાદા હું નીકળું” કહી મેહુલ કારમાં બેસી ગયો. કૉલ રિસીવ ન થતા રાધિકાનો બીજીવાર કૉલ આવ્યો.

“હું કામમાં છું બકુ પછી વાત કરું?” મેહુલે કૉલ રિસીવ કરી કહ્યું.

સામેથી કોઈ જવાબ ન આવ્યો, રાધિકાનું રુદન ધીમેધીમે વધતું જતું હોય તેવો મેહુલને આભાસ થયો.મેહુલે ગુસ્સામાં કૉલ કટ કરી નાખ્યો અને બાજુની સીટ પર જોરથી મોબાઈલ ફેંક્યો.

“હમમ, હવે શું કરવું??” મેહુલે મનમાં બબડયો.વાતાવરણ બદલાઈ રહ્યું હતું, ધીમા છાંટે વરસાદ શરૂ થઈ રહ્યો હતો. મેહુલે બધા કાચ બંધ કર્યા અને વિચારવા લાગ્યો.

તેણે મોબાઈલ હાથમાં લીધો અને રવિને કૉલ લગાવ્યો,

“એલા ડોફા ક્યાં છે તું, ખબર નહિ પડતી એકવાર કૉલ કરવાની.” રવિએ કૉલ રિસીવ કરી બરાડો પાડી.

“એ પછી કહું તને, મારે અનિલનો કોન્ટેક કરવો છે કોઈ પણ રીતે બોલ થઈ શકશે?” મેહુલે કહ્યું.

“વેઇટ હું ટ્રાય કરું છું, થોડીવારમાં કૉલ કરું” કહી રવિએ કૉલ કટ કરી દીધો.મેહુલ કારમાં જ બેસી રવિના કૉલની રાહ જોતો હતો ત્યાં કોઈકે કારનો કાચ નૉક કર્યો.મેહુલે કાચ નીચે કર્યો તો સામે રેઇનકોટમાં ચહેરો છુપાવીને બાઈક પર અનિલ હતો.

“કેમ મેહુલ મજામાં ને?” અનિલે કટાક્ષ કરતા કહ્યું.

“અત્યાર સુધી તો ન’હતો પણ હવે મજા પડી ગઈ” મેહુલે પણ કટાક્ષ કરતા કહ્યું.

“લાંબો સમય સુધી નહિ રહે એ મજા.” અનિલે ચેતવણી આપતા કહ્યું.

“મારી કે તારી?”

“તારી ઋતુની હાલત કેવી થઈ હતી ખબર છે ને?” અનિલે મેહુલને ઉશ્કેરવાની કોશિશમાં કહ્યું.

“બધી જ ખબર છે બકા અને એ પણ ખબર છે કે થોડા દિવસોમાં તારી પણ એ જ હાલત થવાની છે.” મેહુલે આંખો લાલ કરતા કહ્યું.

“ખોટા સપના જુએ છે તું, હું ચાહું તો અહીંયા જ આ ખેલ ખતમ કરી શકું એમ છું.” અનિલે મેહુલની હાંસી ઉડાડતા કહ્યું.

“હાહાહા, જે ખેલની તું વાત કરે છે ને એ ખેલનો હું બાદશાહ છું, લાગવી દે તારું પૂરું જોર જોઈએ કોણ કોને પહોંચી વળે છે” મેહુલે ગુસ્સામાં કહ્યું.

“મેં સાંભળ્યું છે જેતપુરમાં પણ એક ઋતુ છે, તેની આગસી કેટલી ઊંચી છે?” જોરથી હસતા હસતા અનિલ બોલ્યો.

“મેં પણ સાંભળ્યું છે તારી પાસે પણ એક નેન્સી છે, તું કહે તો વાત કરાવું તેના જોડે?” મેહુલે સામે જોકર જેવું હાસ્ય કર્યું.

“મને લાગે છે હજી તું તે દિવસનો વાર નહિ ભુલ્યો મેહુલ, ત્રણ દિવસ માથે પાટો બાંધીને ફરતો હતો યાદ છે ને” અનિલે ધમકી આપતા કહ્યું.

“ઑય પાછળથી વાર કરે તેને હિઝડા કહેવામાં આવે, મર્દ હોય તો સામેથી આવને” મેહુલે અનિલને લાલકારતા કહ્યું.

અનિલ કઈ બોલ્યો નહિ અને મેહુલ તરફ આંખો ત્રાસી કરી છુમંતર થઈ ગયો.મેહુલ હસ્યો અને પોતાના પ્લાનમાં સફળ થયો હોય અને તેનો જશન મનાવતો હોય તેમ સિગરેટ જલાવી અને હસતા હસતા ક્રશ ખેંચતો ગયો.

નયન પણ પાછળથી આવીને કારમાં બેઠો અને સિગરેટ જલાવી, બંને અનિલની મૂર્ખામી પર ખૂબ હસ્યા, મેહુલને અચાનક અનિલની વાત યાદ આવી એટલે તેણે રાધિકાને કૉલ લગાવ્યો.

“મેહુલ પ્લીઝ યાર….” રાધિકા કૉલ રિસીવ કરી બોલવા જતી હતી ત્યાં મેહુલે તેને અટકાવી દીધી અને પોતાની વાત શરૂ કરી, “તું છે ક્યાં અત્યારે, જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે પહોંચ અને હું કહું ત્યાં સુધી બહાર ના નીકળતી, હું કાલે જેતપુર આવું છું”

“કાલે આપણે મળીશું ને?” રાધિકાએ પૂછ્યું.

“હા કાલે સવારે સાત વાગ્યે રેલવે સ્ટેશને આવી જજે” મેહુલે વાતનો સિલસીલો ત્યાં જ અટકાવી દિધો અને કૉલ કટ કરી નાખ્યો.

“શું યાર કેવી લાઈફ થઈ ગઈ છે, રાધિકા વિના રહેવું ગમતું નહિ અને તેને જ ઇગ્નોર કરું છું” મેહુલે કૉલ કટ કરી ઉદાસ થતા કહ્યું.

“એક વાત કહું મેહુલ?” નયને શાંત સ્વરે કહ્યું.

“હા બોલને યાર” મેહુલના શબ્દોમાં નિરાશા ટપકતી હતી.

“કાલે રાધિકાને મળીને બધી જ વાતો ક્લિયર કરી નાખ અને બધી જ હકીકતો જણાવી દે.જો બકા નારી શક્તિમાં આટલી તાકાત હોય છે ને કે તે ધારે તો શક્તિશાળી નરને પણ પછાડી દે છે.તું એકવાર તેને સાથે રાખીને આગળ વધીજા પછી જો તને બધા રસ્તા મોકળા લાગશે” નયને મેહુલને સમજાવતા કહ્યું.

“હા યાર હવે નહિ રહેવાતું તેના વિના, તે ભૂલ સ્વીકારે છે અને મારો કોઈ જ અધિકાર નહિ કે તેને હર્ટ કરું, હું કાલે જ તેને મળીને બધું કહી દઈશ.” મેહુલે વાત પૂરી કરી અને બંને ઘર તરફ વળ્યા.મેહુલે રાત્રે જ ટ્રેન પકડીને જેતપુર જવા નીકળી ગયો.

રાતનો સમય હતો અને સફર લાબું હતું એટલે મેહુલને શ્રધ્ધા યાદ આવી ગયી, સંજોગો પણ એવા જ મળ્યા.શ્રધ્ધાને એ જ ટ્રેનમાં રાજકોટ જવું હતું, મેહુલ તેને પ્લેટફોર્મ પર જોઈ ગયો અને તેનો હાથ પકડી બર્થમાં ખેંચી લાવ્યો.

“Hii cutie pie, આજે પણ મળી ગયા આપણે” મેહુલે શ્રધ્ધાના ગાલ ખેંચી કહ્યું.

“હા બકા મળવાનું જ હતું ને આપણી વાત જો અધૂરી રહી ગયી હતી, તારા ભોળાનાથ પણ હવે એમ કહે છે કે તું બધી વાતો મને જણાવ.”

***

"શું થયું છે ડૉક્ટર રાધિકાને?"મેહુલ રાધિકાને આવી હાલતમાં જોઈને અધીરો થઈ ગયો હતો.

"રાધિકાએ તમને નથી જણાવ્યું?, તે એક બીમારીથી લડે છે.તેને હીંચકી આવે છે, આ બીમારીમાં દર્દીને પાંચથી દસ મિનિટ માટે એટેક જેવું થાય છે, શરીર અકડાઈ જાય છે અને મોં માંથી ફીણ નીકળી જાય છે."ડૉકટરે મેહુલને સમજાવતા કહ્યું.

"આવું થવાનું કોઈ ખાસ કારણ?"મેહુલે પૂછ્યું.

"ભૂતકાળમાં કોઈ એવો સદમો લાગ્યો હોય, મુંઝવણ અથવા વધુ પડતી ચિંતા કરવી તેની અસર શરીર પર થાય અને આવું થઈ શકે."ડૉકટરે માહિતીઆપતા કહ્યું.

"કોઈ ઈલાજ થઈ શકે?"મેહુલે પૂછ્યું.

ડૉકટરે મેહુલના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, "હા, રેગ્યુલર ટેબ્લેટ લેવાથી લાંબા સમયે આ બીમારી મટી શકે છે અને દર્દીનું ખાસ ધ્યાન રાખવાનું કે તેને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરવાની જો તે મુંજાશે કે ગુસ્સો કરશે અને હાઇપર થાય તો હીંચકી આવી શકે છે."

"બીજી કોઈ ધ્યાનમાં રાખવાની વાત?"મેહુલે સામેથી પૂછ્યું.

"હા, ગરમીમાં બિલકુલ નહિ રહેવા દેવાની અને ખાટું વસ્તુ નહિ ખાવા દેવાનું."ડૉકટરે બધી સૂચના આપી દીધી, રાધિકાના રિપોર્ટ મેહુલને આપ્યા અને આગળ નીકળી ગયા.

જિંકલ, પૂર્વી અને રાહી રાધિકાના બેડ પર ટોળું વળીનેબેઠા હતા.ત્રણેય મેહુલ અને સાગર ડોક્ટરને મળીને બહાર રાધિકાને હોશ આવે તેની રાહ જોઈને બેઠા હતા.

"મેહુલ વડોદરામાં એક સ્પેશિયલિસ્ટ છે, તું કહે તો રાધિકાને ત્યાં લઈ જઈએ."સાગરે મેહુલને સંબોધીને કહ્યું.

"મારે રાધિકાના મમ્મી-પપ્પા સાથે વાત કરવી પડશે, જો પહેલેથી કોઈ ટ્રીટમેન્ટશરૂ હોય તો જરૂર નહિ"મેહુલે નિરસ્તાથી કહ્યું.

"તું ચિંતા ના કર મેહુલ, વડોદરામાં એક ઓર્ફનેઝ છે જે ટ્રસ્ટ સંચાલિત છે અને હું પણ તેનો હિસ્સો છું જો કોઈ પણ ઇમરજન્સી હોય તો મને કહેજે."સાગરે મેહુલના ખભે હાથ રાખી હૉપ આપી.

"થેંક્યું સાગર"મેહુલ માત્ર આટલું જ બોલી શક્યો.

"અને હા ભાઈ કોઈ પણ કામ હોય વિના સંકોચ કહી દેજે અમે તારી સાથે છીએ."જિંકલવાળા મેહુલે પણ મેહુલને ધરપત આપી.

"બસ એકવાર રાધુને હોશ આવી જાય"મેહુલની આંખો સાથે શબ્દો પણ નમ બની ગયા હતા.

અડધી કલાક પછી રાધિકાને હોશ આવ્યો, આંખો ખોલતા જ તે "મેહુલ..મેહુલ"બોલી રહી હતી.રાહીદોડી અને મેહુલને બોલાવી લાવી.મેહુલ રાધિકા પાસે બેઠો અને રાધિકાનો હાથ હાથમાં લઈ લીધો.

"પાગલ છે તું, આવી બીમારીથી લડે છે અને મને કહેવાનું પણ યોગ્ય ન લાગ્યું તને"મેહુલે રાધિકા પર ગુસ્સો કરતા કહ્યું.

"મેહુલ સાંભળ તો સહી"રાધિકા બોલવા જતી હતી ત્યાં મેહુલ બોલી પડ્યો, "લીંબુ સરબતને કારણે હીંચકી આવી ને?"

રાધિકાએ માત્ર સ્માઈલ આપી, મેહુલ સમજી ગયો કે મેહુલે ફોર્સ કર્યું હતું એટલે જ રાધિકાએ સરબત લીધું હતું.

"તારે કહેવાય નહિ?"મેહુલે ઉદાસ થતા કહ્યું.

"કેવી રીતે કહું પાગલ, પહેલીવાર મેહુલે મને કોઈ વસ્તુ માટે ફોર્સ કાર્યુ હતું" રાધિકા ધીમેથી બોલી.

"ચૂપ બસ હવે, તારે વધુ બોલવાનું નહિ ડૉકટરેબોલવાની ના પાડી છે" મેહુલે રાધિકાના મોં આંગળી રાખતા કહ્યું.

મેહુલ અને રાધિકા વચ્ચે થતો મીઠો વાર્તાલાપ બધા જોઈ રહ્યા હતા.બધાના ચહેરા પર સ્મિત હતું, બંનેની એકબીજા પ્રત્યેની લાગણી જોઈને બધાની આંખોમાં ખુશીના આંસુઆવી ગયા હતા.જિંકલવાળા મેહુલે જિંકલને કોણી મારી અને કાનમાં કહ્યું, "બકુ તને કઈ યાદ આવે છે?"

"હા, જ્યારે મને ફીવર થયો હતો ત્યારે તમે પણ આવી જ રીતે મારી ચિંતા કરતા હતા અને મારી પાસે બેસી રહ્યા હતા."જિંકલે સ્માઈલ કરતા કહ્યું.

"કદાચ ત્યારે આપણે કિસ કરી હતી તને શું લાગે અહીં સીન બનશે?"મેહુલે જિંકલને બીજી કોણી મારતા કહ્યું.

"ચૂપ જુઓ તો સહી આ હોસ્પિટલ છે અને આપણે એકલતામાં હતા."જિંકલે મેહુલના ખભે ચિમટો ભરતા કહ્યું.

અહીં મેહુલે રાધિકાને બેડ પર વ્યવસ્થિત બેસારી અને કપાળ પર એક ચુંબન કરી આરામ કરવા કહ્યું.

"જુઓ આ તમારા કરતા એક સ્ટૅપ આગળ છે, આવા સમયે કપાળ પર કિસ હોય અને તમે તો ચોંટી ગયા હતા"મેહુલને ટોન્ટ મારતા જિંકલ બોલી.

“હોય જ ને નામ સરખું છે અને અપડેટ થયેલો છે, આપણે હવે જુના કહેવાય.” , મેહુલ જિંકલ સામે જોઇને હસ્યો.બંનેએ એકબીજાને હગ કર્યો.

રાધિકાને આરામ કરવાનું કહીને મેહુલ સાગર તરફ આવ્યો, “તમારે હવે જવું જોઈએ, હવે રાધિકાને સારું છે અને તમારે લાબું સફર કરવાનું છે.” મેહુલે બધાને સંબોધીને કહ્યું.

“સફરમાં હમસફરને ના છોડાય હા મેહુલ” જિંકલે રાધિકાવાળા મેહુલને કહ્યું.

“એ વાત પેલી ગાંડીને કહો, આટલી મોટી વાત છુપાવીને ફરતી હતી, એક મિનિટ માટે મારો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો.” મેહુલે જિંકલ સામે ફરિયાદ કરતા કહ્યું.

“એ હવે તારી જવાબદારી છે ધ્યાન રાખજે.” જિંકલે બધા જ શબ્દો પર ભાર આપતા કહ્યું.

મેહુલે જિંકલ સામે એક સ્માઈલ કરી અને તેમાં બધું જ આવી ગયું હતું. “, સારું ચલ અમે નીકળીએ, કોઈ કામ હોય તો કહેજે” જિંકલવાળા મેહુલે થોડી બેચેની સાથે કહ્યું.

“હું ચાન્સ નહિ મારુ ભાભી પર, ચિંતા ના કરો” મેહુલ જિંકલવાળા મેહુલના કાન પાસે જઈ કહ્યું.બંને એકબીજા સામે જોઇને હસ્યાં અને તે બધા ત્યાંથી નીકળી ગયા.

અહીં રાધિકા બેચેની અનુભવી રહી હતી, રૂમના દરવાજા તરફ ધ્યાન કરી તે વિચારમાં ખોવાય ગયી, “મેહુલને આવશે તો હું શું કહીશ?, મારી વાત સાંભળીને તે મારાથી નફરત તો નહીં કરે ને?, ના મેહુલ મને સમજે છે હું તેને બધી જ હકીકત જણાવી દઈશ, જો મારા પર વિશ્વાસ હશે તો એ મને જરૂર સમજવાની કોશિશ કરશે નહીંતર હું સમજી જઈશ કે આ જોકરની લાઈફમાં પણ રાધિકા નામના જોકરની જગ્યા નહિ.

“ક્યાં ખોવાય ગયી બકુ?, એમ તો નહીં વિચારતીને કે હું તને આ હીંચકી આવવાનું કારણ પૂછીશ” મેહુલે રાધિકાના કાન પાસે ચપટી વગાડીને રાધિકાને વિચારોમાંથી બહાર ખેંચી.

“હમમ, શું કહ્યું?” રાધિકાએ પૂછ્યું.

“અરે આટલું બધું શું વિચારે છે કે હું તારી પાસે પહોંચી ગયો તો પણ તારું ધ્યાન ન રહ્યું.” , મેહુલે રાધિકાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું.

“મારે તને એક વાત કહેવી છે મેહુલ” રાધિકાએ ફરી એ વાક્ય દોહરાવ્યું.

“ફરી બેહોશ નહિ થઈ જાને?” મેહુલે મજાક કરતા કહ્યું.

“તું જો આવી રીતે મારી સંભાળ લઈશ તો હું રોજ બેહોશ થવા તૈયાર છું” આંખ મારતા રાધિકા બોલી.મેહુલ રાધિકાસામે એક નજરે જોઈ રહ્યો, રાધિકાની આંખોમાં મેહુલે આંખ પરોવી અને મેહુલે રાધિકાના મનની વાત જાણી લીધી હોય અને એ વાત મેહુલને ઠેસ પહોંચાડવાની હોય તેવી રીતે મેહુલે બનાવતી સ્મિત આપ્યું.

“રાધિકા તું કંઈક કહેવાની હતી” મેહુલે મૃદુ સ્મિત સાથે કહ્યું.

“અહીંયા નહિ, ચાલ આપણે બહાર ગાર્ડનમાં બેસીએ” રાધિકા બેડ પરથી ઉભી થઇ અને મેહુલને લઈ બહાર ગાર્ડનમાં આવી ગયી.

“મેહુલ પ્લીઝ મને માફ કરી દે મેં તારાથી એક વાત છુપાવી છે, મને જે આંચકી આવે છે તે તેની પાછળ એક છોકરો જવાબદાર છે જેને હું અનહદ પ્રેમ કરતી હતી.” રાધિકાએ સંકોચ સાથે મેહુલને કહ્યું.

જેને તમે અનહદ પ્રેમ કરો છો તેવી વ્યક્તિ પાસેથી એવું સાંભળવા મળે કે ‘તે કોઈ બીજા વ્યક્તિને અનહદ પ્રેમ કરે છે’ ત્યારે કેવી સ્થિતિ થાય તે કદાચ એવી જ વ્યક્તિને ખબર હોય જે આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય.પરંતુ મેહુલે તરછોડાયેલા વ્યક્તિઓની લાગણી અનુભવેલી હતી એટલે એક સ્થિતપ્રજ્ઞની માફક તે ઉભો રહ્યો.

રાધિકા પણ મેહુલની સ્થિતિ સમજી ગયી હતી, તે મેહુલની નજદીક ગયી અને આંખો બંધ કરી મેહુલને ચુંબન કર્યું, “એવું ના સમજ હું છુપાવતી હતી બધું, બસ તને ગુમાવવા નો’હતી માંગતી” મેહુલના ખભા પર આંસુ સારી રાધિકા પશ્ચતાપ કરી રહી હતી.

મેહુલે રાધિકાના બંને ગાલ પર હાથ રાખ્યા અને આંસુ લૂછતાં કહ્યું, “રાધિકા, મેં કહ્યું હતું ને મેં બધું જ સ્વીકારી લીધું છે, તું કારણ વિના ગભરાય છે”

“સૉરી” રાધિકાએ સ્મિત કરતા કહ્યું.

“હવે જલ્દીથી તારી સ્ટોરી મને કહી દે એટલે મને લખવા માટે એક સ્ટોરી મળી જાય.” મેહુલે આંખ મારતા કહ્યું.

“તે દિવસે મારી લાગણી દુભાઈ હતી, તેણે એટલી હદ સુધી મને તરછોડી હતી કે હવે આગળ શું કરવું તે મને સૂઝતું ન હતું, સવારની મમ્મી સાથે આંખો પણ ના મેળવી, જો આંખો મળી ગયી હોત તો કદાચ જે ઘટના બનવા જઈ રહી હતી તે ના બનેત. હું બેડ પર જ આંસુ સારતી રહી, રડવાને કારણે મારી આંખો પણ લાલ થઈ ગયી હતી.હું પોતાને કૉસતી રહી, “મેં શું કમી રાખી હતી સંબંધ નિભાવવામાં?, મારા જોડે જ કેમ આવું થયું?, મેં તો તેની બધી જ વાતો માની લીધી હતી તો પણ તે મને છોડીને ચાલ્યો ગયો.”

“મારી લાઈફ પણ જોકરની લાઈફ જેવી જ છે, હું પણ જેની લાઈફમાં જઈશ તેની જ જીત થશે, તેની લાઈફમાં કદાચ આ જોકરની જરૂર નહિ હોય, કદાચ હુકુમના ત્રણ એક્કા તેની પાસે પહેલેથી જ હશે.હું તેની લાઈફમાં જો એક કાંટો બનતી હોઉં તો હું તેનાથી ખૂબ જ દૂર થઈ જઈશ.” હું રઝાઈની અંદર કોઈને ના ખબર પડે તેવી રીતે આંસુ સારતી હતી.

અચાનક મને શું થયું ખબર નહિ, મને આંખો સામે બધું ધૂંધળું દેખાવા લાગ્યું, પૂરું શરીર અકડાઈ ગયું, હું બેડ પર સૂતી હતી ત્યાંથી પટકાઈને ટીપોઈ સાથે અથડાઈ અને ત્યાં જ બેહોશ થઈ ગઈ.” રાધિકાએ જ્યારે પહેલીવાર આંચકી આવી હતી ત્યારની ઘટના વર્ણવી.

“કોણ હતું એ અને શું થયું હતું તમારી વચ્ચે?” મેહુલે બનાવટી સ્મિત સાથે પ્રશ્ન કર્યો, હકીકતમાં મેહુલ અંદરથી સળગી રહ્યો હતો.

“ત્રણ વર્ષ હું તેના જોડે રિલેશનમાં રહી, રોજે તે મને ગાળો આપતો પણ હું એમ સમજતી કે એ મારો છે પણ તેણે તો કોઈ દિવસ મને પોતાની સમજી જ નહિ” રાધિકાએ એક નિસાસો લેતા કહ્યું.મેહુલે માત્ર આંખો પલકારી અને વાત આગળ વધારવા ઈશારો કર્યો.

“ધીમે ધીમે તેનું વર્તન ખરાબ થતું ગયું, તે વાત વાતમાં મને રાંડ અને વૈશ્યા જેવા શબ્દો કહેતો થઈ ગયો.એક દિવસ મારી પાસે આવીને મને એટલા ખરાબ શબ્દોમાં વાત કરી અને મને ડંપ કરી દિધી.” રાધિકા લગભગ એ શબ્દોને મહેસુસ કરી રહી હતી અને રડવા જેવી થઈ ગયી હતી.

“યાર એ વ્યક્તિ ખરાબ હતો તેમાં તારો શું વાંક?” મેહુલે રાધિકાને સમજાવતા કહ્યું.

“વાંક એ જ હતો કે મેં હદથી વધુ તેના પર વિશ્વાસ કર્યો હતો” રાધિકાએ કહ્યું.

“રાધુ મારે તારી કોઈ વાત નહિ સાંભળવી, ડૉકટરે તને સ્ટ્રેસમાં રહેવાની ના પાડી છે, સો પ્લીઝ” મેહુલે સામાન્ય સ્મિત કર્યું અને રાધિકાને જેતપુર ડ્રોપ કરી રાજકોટ આવતો રહ્યો.

દોસ્તો સમય છ ને પંચાવન થઈ છે, તમને હજી એકવાર યાદ અપાવી દઉં, જો કોઈ ગર્લ્સને મારી સાથે મેહુલની સ્ટોરી શૅર કરવામાં રસ હોય તે વહેલી તકે અરજી કરી દેજો, પછી કહેતા નહિ કીધું નહિ હા.

હું આર.જે.રવિ હવે વિદાય લઉં છું, કાલે મળીશું એક નવી આર.જે.સાથે અને મેહુલની ડાયરી આગળ વધારીશું.ત્યાં સુધી તમે સાંભળતા રહો, મીરચી મોર્નિંગ નંબર વન.યો જેતપુર.આપણી સવાર શુભ રહે.” રવિએ માઇક ઑફ કર્યું અને સોંગ લગાવ્યું.

રાધિકાએ પણ રેડિયો બંધ કર્યો, કાનમાંથી ઈયરફોન હટાવ્યા અને વિચારમાં પડી ગયી.

***

“હા બકા મળવાનું જ હતું ને આપણી વાત જો અધૂરી રહી ગયી હતી, તારા ભોળાનાથ પણ હવે એમ કહે છે કે તું બધી વાતો મને જણાવ.”

“ના શ્રધ્ધા, આપણે મારી સ્ટોરીને કારણે સંપર્કમાં આવ્યા છીએ તો તેના વિશે વાત કરવી વધુ યોગ્ય છે” મેહુલે પ્રમાણિકતાથી શ્રધ્ધાની સાથે આંખો મેળવી કહ્યું.

“જેવી લેખકની ઈચ્છા, મારે તને એક સઝેશન આપવું હતું” શ્રધ્ધાએ કેટલાય સમયથી મનમાં દબાવેલી વાત બહાર કાઢતા કહ્યું.

“હા બોલને, હું તારા સઝેશન પર ચોક્કસ ધ્યાન આપીશ”

“જો મેહુલ આપણે કેટલું લખીએ એ મહત્વનું નહિ, શું લખીએ એ મહત્વનું છે, તો તારી પહેલી સ્ટોરીની સફળતામાં તું અહમને પ્રોત્સાહન ના આપતો પ્લીઝ.તું સમજે છે ને હું શું કહેવા માગું છું” શ્રધ્ધાએ મેહુલ સામે મેહુલ તરફ એક નજર કરતા કહ્યું.

“થોડું વધુ સમજાવીશ પ્લીઝ” મેહુલે ગૂંચવાતા કહ્યું.

“સિમ્પલ છે યાર, તારી પહેલી સ્ટોરી તારી ઈમેજને કારણે નહિ પણ તારી ફીલિંગ્સને કારણે સફળ થયી છે, તું જે ફીલિંગ્સથી લખતો તે શબ્દોમાં દેખાય આવતું જે બીજા ભાગમાં નહિ દેખાતું” શ્રધ્ધાએ બેરુખી ભર્યા શબ્દોએ ફરિયાદ કરતા કહ્યું.

મેહુલ એક ફિક્કી સ્માઈલ આપી.શ્રધ્ધા સમજી ગયી કે મેહુલને એ વાત ખટકી ગયી તેથી પોતાની વાત પાછી વળતા કહ્યું, “જો મેહુલ હું એક વાંચક સાથે તારી શુભચિંતક પણ છું અને મને બીજા લોકોની જેમ તારા વખાણ કરી સારું લગાવતા નહિ આવડતું, તારા સારા માટે ટોકું છું”

“હું સમજી ગયો શ્રધ્ધા, આગળના ભાગથી હું ધ્યાન રાખીશ.પછી જો કોઈ ફરિયાદ હોય તો આ મેહુલ તારી સામે છે, સજા આપીશ તે સ્વીકારી લઈશ” મેહુલે શ્રધ્ધા સામે નિર્દોષતાથી જોઈને કહ્યું.

“તારો આ ચહેરો જોઈને બચકા ભરી લેવાનું મન થાય છે” વાતાવરણને બદલવા શ્રધ્ધાએ ફ્લર્ટ કરતા મેહુલના ગાલ ખેંચ્યા.

“થેંક્યું મને સઝેશન આપવા માટે” મેહુલે શ્રધ્ધાનો આભાર માનતા કહ્યું.

“બસ હા, આપણી વચ્ચે એવું કંઈ જ નહિ થવાનું” મેહુલનો ડાયલોગ મેહુલ પર જ લગાવી શ્રધ્ધાએ વાતાવરણને પલટાવી દીધું.બંને સામે જોઇને હસવા લાગ્યા.

“ચાલ હું તને મારી સ્ટોરી કહું, કદાચ તને મારી સ્ટોરી વાંચવામાં વધુ ફીલિંગ્સ આવે” મેહુલે ખુશ થઈ આંખ મારતા કહ્યું.

શ્રધ્ધાએ એક સ્માઈલ આપી અને હકારમાં માથું ધુણાવી અદપવાળી.

“રાધિકા અને ઋતુની તો તને ખબર જ છે.આગળ શું થયું એ વાત હું કહું છું” મેહુલે ચોખવટ કરતા કહ્યું.

“ચલ હવે જલ્દી બોલ, ઘણાબધા સવાલ મારા મગજમાં છે.”

તો થાય છે એમ કે….

(ક્રમશઃ)

શું લાગે દોસ્તો આગળના ભાગમાં બધું જ સસ્પેન્સ ખુલી જશે?, પાછળના ભાગોમાં ઘણીબધી એવી વાતો છે જે કદાચ સમજમાં નહિ આવી હોય પણ ચિંતા ના કરતા આગળના ભાગમાં બધી જ વાતો સમજાય જશે અને હું તેની ખાતરી આપું છું.

ત્યાં સુધી વિચારો આટલી બધી ગુંચવણમાં મેહુલ કેવી રીતે શ્રધ્ધા સામે પોતાને રજૂ કરશે.મેહુલ જ્યારે રાધિકાને મળશે ત્યારે શું થશે?, હજી એક સવાલ કેન્દ્રમાં છે, રાધિકા અને મેહુલ વચ્ચે એવી તો કઈ ઘટના બની કે મેહુલ રાધિકાને ઇગ્નોર કરતો હતો.

બધી જ વાતોના જવાબ મળશે.તેના માટે વાંચતા રહો સફરમાં મળેલ હમસફર : 2.

Thank you

-Mer Mehul

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Khyati Soni ladu

Khyati Soni ladu 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Keval

Keval 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા