Safarma madel humsafar 2 - Part - 9 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-9

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-9

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-9

‘હા, ચાર મહિના પહેલા તેના મમ્મી-પપ્પાએ તેના પર દબાણ કરી તેની સગાઈ કરી નાખી છે અને એટલે જ રાધિકા તારાથી દૂર થવા ખોટું બોલી હતી’

‘તેણે મને તો કોઈ દિવસ વાત નથી કરી, મને એકવાર જાણ પણ ના કરી? હું પણ આ શુભ પ્રસંગનો હિસ્સો બની જાત’

‘કેવી રીતે કરે?, તેના પપ્પાએ તેને એટલી ઇમોશનલ બ્લેકમેલ કરી હતી કે તે કઈ બોલી શકે તેવી હાલતમાં હતી જ નહિ’

‘મારે વાત કરવી છે રાધિકા સાથે, તેને શુભકામનાઓ આપવી જોઈએ’ મેહુલે ટેબલ પરથી મોબાઇલ હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો.

‘પ્લીઝ મેહુલ….. ’ દિશાએ મેહુલના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને કૉલ કટ કરી નાખ્યો.

‘મેં તેને પ્રોમિસ આપેલું છે કે હું આ વાત તને નહિ કરું, જો તેને આ વાતની ખબર પડશે તો એ વધુ તૂટી જશે. ’ દિશાએ ગંભીર થતા કહ્યું.

(ક્રમશઃ)

મેં જ્યારે ‘સફરમાં મળેલ હમસફર’ વાંચી ત્યારે જ હું મેહુલથી ઈમ્પ્રેસ થઇ ગયી હતી. તેના લખેલા એક એક શબ્દો મને રોમાંચિત કરી દેતા હતા. આ નૉવેલમાં મારી જિંદગીમાં બનેલી ઘટના સંબંધી એક પણ વાત ન’ હતી પણ હું રોજે ટ્રેનમાં સફર કરું છું , જયારે મેં જિંકલ અને મેહુલની પહેલી મુલાકાત વાંચી ત્યારે એવી મુલાકાત મારુ સપનું બની ગયેલી. હું ટ્રેનમાં સફર કરતી હોઉં અને સામેની સીટ પર મેહુલ હોય, તે મારી સાથે એવી જ રીતે ફ્લર્ટ કરે અને હું તેની સામે કૃત્રિમ ગુસ્સો કરી ડારાઉ. તે એ જ વાતનો લાભ ઉઠાવી વધુ ફ્લર્ટ કરે અને હું શરમાઈ જાઉં. બધી ઘટનાનું ચિત્ર વર્ણવી હું ખુશ રહેવા લાગેલી.

ટેબલ પર વેઈટર એક કૅપેચીનો અને એક કોલ્ડ કોફી રાખી ગયો. રવિએ કૅપેચીનોને ન્યાય આપ્યો, એક ઘૂંટ ગળા નીચે ઉતારી બોલ્યો “પહેલી મુલાકાત કેવી રીતે થઈ હતી?”

રાધિકાએ હસીને ગાલ પર આવેલી લટ કાનની પાછળ ધકેલી. રેડ રિગો એલિન મિડી ડ્રેસમાં ખરેખર તે સુંદર લાગતી હતી. ડ્રેસને મેચિંગ ઈયરિંગ અને હાથના બેંગલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. કમર પર મરૂન લેધરનો પાતળી પટ્ટીનો બેલ્ટ તેના સુડોળ શરીર અને ડ્રેસને બે હિસ્સામાં વહેંચતો હતો.

જ્યારે મેં નૉવેલનો છેલ્લો ભાગ વાંચ્યો ત્યારે મારાથી ના રહેવાયું અને મેં મેહુલને અભિનંદન આપવા મૅસેજ કર્યો. એ દિવસે અમારી વચ્ચે માત્ર મેસેજની જ આપ-લૅ થઈ હતી. મેં પહેલો મૅસેજ સાંજે સાત વાગ્યે કરેલો. છૅક રાતના અગિયાર વાગ્યા સુધી અમે બંનેએ મૅસેજનો મારો કરેલો. મને લાગ્યું હતું નોવેલમાં અને રિયલ લાઈફમાં મેહુલ જુદા હશે પણ બંનેમાં એક દોરાવાનો પણ ફૅર ન’ હતો. મારા પહેલા મૅસેજનો રીપ્લાય તેણે ફ્લર્ટ કરતા જ આપેલો. મારે મમ્મીને માલિશ કરવાની હતી એટલે મેં કાલે અગિયાર વાગ્યે કૉલ કરવાનું કહી ડેટા બંધ કરી દીધા હતા. ડેટા તો બંધ થઇ ગયા હતા પણ એના વિચારોએ જોર પકડી લીધુ હતું. હું માલિશ પર ધ્યાન આપવાની કોશિશ કરતી હતી પણ હું નિષ્ફળ જતી હતી.

મેં રાત્રે બાર વાગ્યે મમ્મીને સુવરાવી બંને વચ્ચેના ચૅટ ફરીવાર વાંચ્યા. ‘આવી વાત તો મેં આકાશ સાથે પણ કરેલી, તો બીજીવાર કેમ હું ભૂલ કરવા જઈ રહી છું’ મેં મારી જાતને મેહુલના વિચારોમાંથી બહાર લાવવા પૂછ્યું. ‘આકાશે તો પોતાનો સ્વાર્થ જોયો હતો, મેહુલના આવેલા આટલા મેસેજમાં તને સ્વાર્થની ગંધ આવે છે?’ અંધર બેસેલી રાધિકાએ મને જવાબ આપ્યો.

મારાથી ના રહેવાયું એટલે મેં દસને પંચાવને મેહુલને કૉલ કર્યો. “hii Cutie pie” પહેલીવાર મેં મેહુલનો અવાજ સાંભળ્યો. આવજમાં થોડી ખરાશ હતી. થોડો ઘેરો પણ શાંત અવાજ મને અંદર સુધી ખૂંચી ગયો.

“કેટલીને આવું કહેલું?”મેં મેહુલને અટકાવવા થોડી નારાજગી જતાવી.

“આમ તો બધીને આમ જ કહું છું પણ તારા માટે ખાસ છે”મને એના શબ્દોમાં ખોટું બોલ્યાનો ભાસ થતો હતો.

“હું કેમ ખાસ?”

“ઓ મેડમ હજુ વાત શરૂ કરી એને બે મિનિટ નહિ થઈ અને તમે પૂછપરછ કરવા લાગ્યા. પહેલા થોડી વાતો થવા દો, મારા શબ્દોના ભાવ સમજો પછી કહેજો. આમ પહેલેથી ધારણ બાંધવી સારી નહિ”ખરેખર મેહુલની એ વાત સાચી ઠરેલી. મેહુલ વાત વાતમાં ફ્લર્ટ કરતો પણ કોઈ દિવસ તેની વાતોમાં કપટ કે વાતોમાં ફસાવવાની તૈયારી મને દેખાતી ન’ હતી.

“શું કરે છે?”મેં વાત બદલવાની કોશિશ કરી.

“તને યાદ કરું છું પણ સામે એક મસ્ત છોકરીએ લાઈન આપી એટલે તને બાજુમાં રાખી દીધી. ”મેહુલ ખડખડાટ હસવા લાગ્યો.

“મારે થોડું કામ છે હું પછી વાત કરું?”મેં કૉલ કટ કરવા અંગુઠો ઊંચો કર્યો ત્યાં સામે છેડેથી એવી વાત કહી કે મારો અંગુઠો અટકી ગયો.

“પછી ક્યારે વાત થશે?”મારો શ્વાસ અધ્ધર ચડી ગયો, આવી ફીલિંગ્સ પહેલી મુલાકાતમાં કેવી રીતે આવી શકે?

“જ્યારે પેલી છોકરી લાઈન આપતી બંધ થાય ત્યારે”મેં મોં બગાડી કહ્યું.

“હું રાહ જોઇશ”મેહુલના શબ્દો સાંભળતાની સાથે જ મારા હૃદયને એક ખૂણે ધ્રુજારી આવી. મેહુલના અવાજ પરથી હું સમજી ગયી કે સામે કોઈ છોકરી ન’ હતી. એતો મને જલસ ફિલ કરાવવા આવું કહેતો હતો અને હું તેની વાતોમાં આવી ગઇ હતી. મેં પાછી મારતા કહ્યું, “આમ તો હું બિઝી હોવ છું, પણ રોજ અગિયાર વાગ્યે હું તને કૉલ કરીશ. માત્ર પંદર મિનિટ માટે. ”મેં ફોનની સ્ક્રીન પર જોયું ત્યારે મને ભાન થયું કે એક કલાકને દસ મિનિટથી અમે બંને વાતો કરી રહ્યા છીએ.

આકાશે મને ડંપ કરી હતી અને ત્યારે જ મેહુલ મારા કોન્ટેકમાં આવ્યો, મેહુલ પણ આકાશ જેવું ન કરે એટલે મેં પહેલેથી સાવધાની વર્તી હતી. છોકરીઓ ભાવ ન આપે તો છોકરા પાગલ થઈ જાય છે તેમ વિચારી મેં જાતને રોકીને મેહુલને કૉલ કરવાનું ટાળ્યું હતું. થોડા દિવસ અગિયાર વાગ્યે કૉલ કરતી પણ ધીમે ધીમે મેં કૉલ કરવાનું બંધ કરી દીધું હતું. હું વિચારતી કે મેહુલ મારા કૉલની રાહ જોતો હશે અને જ્યારે હું કૉલ કરીશ ત્યારે મારા પર ગુસ્સો કરશે.

બન્યું સાવ ઊલટું. મેહુલની જગ્યાએ હું બેચેન રહેવા લાગી, જ્યારે મેહુલની સાથે વાત થતી ત્યારે કોઈ એવા શબ્દો મને સાંભળવા ન મળતા, એ તો એની જ ધૂનમાં મારી સાથે વાતો કરતો.

એક દિવસ રાત્રે દસ વાગ્યે તેનો કૉલ આવ્યો, “બકુ હું રાજકોટ આવું છું” હું ખુશ થઈ ગયી પણ મેં મારી ખુશી વાતોમાં જાહેર ના કરી. ‘કોઈ કામથી આવે છે?”

“હા, મારા અંકલ રાજકોટમાં રહે છે હવે ત્યાં હું રહીશ અને જોબ કરીશ”મેહુલના શબ્દોમાં મને થોડી ભીનાશ દેખાતી હતી છતાં મેં વાત કરવાનો ટૉન બદલ્યો નહિ, “જોબ કરીશ તો સ્ટોરીનું શું થશે?”

“સ્ટોરી તો હવે જ આગળ વધશે ને”મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું. હું હરખાઈ ગઇ, મારે ત્યારે જ કહેવું હતું કે ‘હું આ વાત સાંભળવા એક મહિનાથી રાહ જોઈ રહી છું. ’

મેં માત્ર ‘હમમ’ માં જવાબ આપ્યો. મેહુલ રાજકોટ આવી ગયો એ વાતથી હું ખુશ હતી અને તેને મળવા હું અધિરી થઈ રહી હતી. સંજોગો પણ એવા જ ભેગા થયા હતા, જે દિવસે મેહુલ રાજકોટમાં આવ્યો તે જ દિવસે મેહુલ(વરસાદ) પણ રાજકોટમાં આવ્યો. બંનેનું સાથે રાજકોટમાં આવવું માત્ર કવીન્સીડન્સ હતું કે મારો કાનો મને કોઈ ઈશારો કરી રહ્યો હતો!!!

પછીના દિવસ જ્યારે હું રાજકોટ આવી ત્યારે મેં મેહુલને કૉલ કરી મળવા કહ્યું. મારા આશ્ચર્યની વચ્ચે મેહુલે મળવાની ના પાડી. તે કોઈ ઇન્ટરવ્યૂ માટે જવાનો હતો. મને થોડું દુઃખ થયું પણ મેહુલ રાજકોટમાં જ રહેશે તો પછી પણ મળી શકશે અત્યારે જોબ ઈમ્પોર્ટન્ટ છે તેમ વિચારી મેં મારા મનને મનાવી લીધું. મને લાગ્યું ઇન્ટરવ્યૂ પૂરું થશે એટલે મેહુલ મને જાણ કરશે પણ તે દિવસે તેનો કૉલ આવ્યો જ નહિ.

પછીના દિવસે હું રાજકોટ આવી ત્યારે મેં કૉલ ના કર્યો. કદાચ હું તેના કૉલની રાહમાં હતી. બે દિવસ સુધી અમારી વાત ન થઈ. મેહુલને કૉલ કરી આવું કરવા માટે ફરીયાદ કરવી હતી પણ મારો હાથ મોબાઈલ સુધી પહોંચ્યો જ નહિ. મારાથી ના રહેવાયું એટલે હું રવિવારના દિવસે પણ રાજકોટ આવી. મેં વિચાર્યું હતું કે મારે કલાસમાં રજા છે અને તેને જૉબ મળી હશે તો રવિવારે રજા તો હશે જ ને.

મેહુલે તે દિવસે પણ મળવાની ના કહી. હું તો આઘાતમાં હતી મેહુલ કેમ આવું કરતો હશે. તે મારી ફીલિંગ્સ નહિ સમજતો હોય?, એકવાર મળે તો મારે તેની સાથે કલાકો સુધી વાતો કરવી હતી. એ પાગલ ક્યાં કઈ સમજતો જ હતો?, મેં પંદર દિવસમાં પાંચ વાર કૉલ કરી મળવા માટે કહ્યું પણ તેણે એકવાર મળવા માટેની ઈચ્છા ન બતાવી.

મેં છેલ્લીવાર પૂછવા કૉલ કર્યો, “મેહુલ હું છેલ્લીવાર પૂછું છું આજે મળીશ, નહીંતર હું પછી ક્યારેય નહિ મળું તને.

“હું ભાવનગર આવી ગયો છું બકુ”મેહુલે મને આઘાત આપ્યો. જેને મળવા માટે હું પુરી રાત સૂતી નહિ, બહાના બનાવી રવિવારે પણ રાજકોટ આવતી એ મને કહ્યા વિના જતો રહ્યો!!!

મેં મારા ઇમોશન પર કાબુ રાખ્યું, ફોર્મલિટી માટે પૂછ્યું, “કેમ શું થયું?, ના ગમ્યું રાજકોટમાં?”

“ના રાજકોટ તો સારું છે પણ હું રાજકોટને લાયક નહિ” મેહુલ નિરાશ થઈ ગયો હતો. હું થોડું થોડું સમજી રહી હતી.

“મને એકવાર મળવાની પણ ઈચ્છા ના થઈ?” મેં ગુસ્સામાં પણ ઉદાસ થતા પૂછ્યું.

“રાજકોટ તો હું તારા માટે જ આવ્યો હતો, પણ હાલમાં મારી પાસે એટલું ફંડ ન’ હતું કે હું તને મળી શકું”મેહુલે મરણીયા અવાજે લાચારી સાથે કહ્યું.

“પાગલ છે તું?, કોણે કહ્યું ફંડ હોય તો જ મળી શકાય. તને મળવા માટે હું કેટલી બેચેન હતી તને ખબર છે, મેહુલ તારી પાસે મને આ જવાબની આશા ન હતી. ”મને મેહુલ પર એટલો ગુસ્સો આઆવતો હતો કે જો એ સામે હોત તો બે ઝાપટ ઝીંકી દેત.

મેહુલ કઈ બોલતો ન’ હતો, મને લાગ્યું અત્યારે તે અપસેટ છે અને મેં આવી વાત કરીને તેને વધુ દુઃખી કર્યો. મેહુલ સાથે શું બની રહ્યું હતું એ પણ ખબર ન’ હતી પણ મેં કાના પાસે પ્રાર્થના કરી, મેહુલ સાથે બધું ઠીક થઈ જાય. રાધિકાએ કૉફી સાથે વાત પણ પુરી કરી.

“મેહુલ એવો જ છે, જ્યારે અમે દસમું ભણતા ત્યારે એકવાર મૂવી જોવા જવાનો પ્લાન કર્યો હતો. મેહુલ પાસે પોકેટમની ન’ હતી એટલે અમે લોકોએ તેનો ખર્ચો દોસ્તો વચ્ચે વહેંચી લેવાનું નક્કી કર્યું પણ મેહુલ મૂવી જોવા માટે તૈયાર ન’ થયો, અમે મનાવવાની કેટલી કોશિશ કરી પણ એ એકનો બે ન થયો અને છેલ્લે તેના કારણે બધાએ મૂવી જોવા જવાનું બંધ રાખ્યું હતું” રાધિકા મેહુલ માટે બેચેન છે અથવા હતી એ વાત જાણવામાં રવિને જરાય રસ ન’ હતો. રાધિકા પોતાની વાત આગળ વધારે એટલે રવિ મેહુલ વિશે વાત કરી રહ્યો હતો.

“પછી મેહુલ તને ક્યારે મળ્યો?” રવિએ મુદ્દાની વાત શરૂ કરતાં બીજી બે કોફીનો ઓર્ડર આપ્યો.

છ મહિના પછી, હું રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર જેતપુર જતી ટ્રેનની રાહ જોઈ રહી હતી, આ છ મહિનામાં અમે દસ-પંદર દિવસ એકવાર વાત કરતા પણ જ્યારે વાત કરતા ત્યારે દિલ ખોલીને વાત કરતા. મેં જ મેહુલને કહ્યું હતું કે મારે રોજ ફોર્મલિટીવાળી વાતો નથી કરવી, ભલે દસ દિવસે એકવાર વાત થાય પણ એ વાત ખાસ હોવી જોઈએ. મેહુલ પણ એવું કરતો, જ્યારે હું તેની સાથે વાત કરતી હસી-હસીને લોથપોથ થઈ જતી. મારે સામેથી કહેવું પડતું ‘બસ કર મેઘ, ગાલ દુઃખે છે હવે. ’ હા હું તેને મેઘ જ કહેતી.

ટેબલ પર બે કૉફીના મગ રાખી ફરી વેઇટરે વાતમાં ખલેલ પહોંચાડી. રાધિકાએ તેનો આભાર માન્યો, અંતે મૃદુતાથી કૉફીનો એક ઘુંટડો ભર્યો. “જે દિવસે એ મને મળવા આવ્યો તેના અગાઉના દિવસે તેણે મારી સાથે મોટો ઝઘડો કર્યો હતો. મને ખબર ન’ હતી કે મને સરપ્રાઈઝ આપવા માટે તેણે આવું કર્યું હશે.

જેતપુરની ટ્રેન આવતા હું બેસી ગઈ અને મેહુલ સાથે થયેલા ઝગડા વિશે વિચારતી હતી, બાહ્ય પ્રવૃત્તિઓથી દુર રહેવા મેં કાનમાં ઈયરફોન લગાવ્યા હતા અને તેનો ગીતો સાથે મારા ઇમોશન પણ બદલાય રહ્યા હતા. અચાનક મને એક જાણીતા અવાજનો અહેસાસ થયો. મારું હૃદય ધડકન ચુકી ગયું. મેં ઈયરફોન હટાવ્યા.

“આપ આપની બૅગ નીચે લેશો તો હું અહીં બેસી શકું મિસ.. ”એ આવજમાં થોડી ખરાશ હતી. થોડા ઘેરો પણ શાંત અવાજ મને અંદર સુધી ખૂંચી ગયો.

મેં ચહેરો ઊંચો કર્યો, તેના ચહેરા પર એક અદભુત સ્મિત હતું જે માર્મિક ક્ષણોમાં જ નિહાળવા મળે છે. ‘રાધિકા, આ બેગ હટાવીશ તો હું બેસી શકું’ એ જ વાક્ય મને ફરી સાંભળવા મળ્યું, હું તંદ્રામાંથી બહાર આવી. જેવી તેણે મારી સાથે આંખો મિલાવી અને નજર હટાવવાનો ઇન્કાર કર્યો કે હું મારા હાથની ધ્રુજારી અનુભવી શકતી હતી.

મેં ધીમેથી બૅગ સરકાવી લીધું. ‘થેંક્યું’ કહી તે મારી સામે બેસી ગયો. અહીં થઈ હતી અમારી પહેલી મુલાકાત.

***

દિશાએ રાધિકાના ચહેરા સામે મીટ માંડી, “બકુ સૉરી, આજે તારું પ્રોમિસ તોડવા જઈ રહી છું” રાધિકાના નમણે હાથ રાખી દિશા ભક્તિનગર તરફ અગ્રેસર થયી.

‘મેહુલને રાધિકા વિશે કહીશ, એ સાચું માનશે?, હું રાધિકાનો બચાવ કરવા તેનો પક્ષ લઉં છું તેમ વિચારીને વાત બદલી ના નાખે તો સારું. ”દિશાનું મન શૂન્યાવકાશમાં હતું.

દિશા કેફમાં કોર્નર ટેબલ પર બેસી મેહુલની રાહ જોઈ રહી હતી. ત્રીસ મિનિટની પિસ્તાલીસ મિનિટ થઈ ગઇ હતી પણ મેહુલ હજી આવ્યો ન’ હતો. ‘એકવાર કૉલ કરીને પૂછી લઉં?’ દિશાએ વિચાર કર્યો. ‘ના, મેહુલે કહ્યું તો જરૂર આવશે’ એમ વિચારી દિશાએ વેઈટર પાસે પાણી મંગાવ્યું. બે ઘૂંટ પાણીના ઉતાર્યા પણ દિશાનું ગળું હજી સુકાયેલું જ હતું.

દિશા કેફૅની બહાર નજર કરીને બેઠી હતી. દૂરથી એક સ્પોર્ટ બાઈક કૅફે તરફ આવતી દેખાઈ. ‘મેહુલ’ એ બાઈક જોઈ દિશાથી બોલી.

“સૉરી.. સૉરી.. થોડું કામ આવી ગયું હતું એટલે લેટ થઈ ગયું. ”મેહુલે મોટી સ્માઈલ સાથે કહ્યું.

દિશાએ મેહુલ તરફથી અલગ જ પ્રતિક્રિયાની આશા રાખી હતી અને મેહુલે તેની આશાથી તદ્દન વિરુદ્ધનું વર્તન કર્યું હતું. દિશાએ બનાવટી ગુસ્સો કર્યો, ‘ત્રીસ મિનિટ લેટ છે તું”

“સૉરીરી.. ”મેહુલે બંને કાન પકડ્યા.

“બેસ હવે”દિશાએ વેઇટરને બે કૉફી માટે હાથ ઊંચો કરી ઈશારો કર્યો.

મેહુલ પોકેટમાંથી મોબાઇલ કાઢ્યો અને તેમાં ડોક્યુ કર્યું. દિશા બીજી કોઈ વાત કરવા ઇચ્છતી ન’ હતી એટલે સીધી વાત શરૂ કરી. ‘મેહુલ રાધિકા….. ” મેહુલે માથું ઊંચું કરી, દિશાની વાત કાપી લીધી ‘કેમ છો મજામાં?’

“હા મજામાં પણ તેની હાલત સારી નહિ”

“મમ્મી પપ્પા પણ મજામાં?” મેહુલે બીજો સવાલ કર્યો.

“હા એ પણ મજામાં છે. ”

“કૉફી હજુ આવી નહિ”મેહુલ પાછળ ફરી વેઈટર તરફ જોવા લાગ્યો.

“મેહુલ….. ”

“તને કૉફી પસંદ છે ને?”

“આ શું પાગલપન છે!, મારી વાત સાંભળવાની છે?” દિશાએ ઊંચા અવાજે કહ્યું.

“તે કોઈ બોયફ્રેન્ડ બનાવ્યો કે હજુ સિંગલ છે? જો જગ્યા ખાલી હોય તો હું એપ્લાય કરું?”

“મેહુલ રાધિકા તારી સાથે જુઠ્ઠું બોલી હતી, એ હજી દિલ ઔર દિમાગથી તને જ ચાહે છે” મેહુલની વાતો નજરઅંદાજ કરતા દિશા બોલી. મેહુલનો ચહેરો પીળો પડી ગયો. આંખો ફાડી-ફાડીને દિશાને ઘુરવા લાગ્યો. ‘ઘણી બધી મારી ફેન છે યાર, હવે કોઈક તો હર્ટ થશે જ ને?’

દિશાને જાણે મેહુલના કોઈ શબ્દો સાંભળતા જ ન’ હતા તેમ પોતાની વાત કરતી જતી હતી, ‘તેની લાઈફમાં તારી સિવાય બીજું કોઈ પણ નથી, એણે તો પોતાના પ્રેમનો ત્યાગ કર્યો છે’

‘લાગે છે હવે એ ફરી છોડીને ભાગી ગયો લાગે છે’ મેહુલે ફિક્કું હસીતા કહ્યું.

‘રાધિકાએ બીજી વાર તેને પોતાની જિંદગીમાં આવવા જ નથી દીધો, તારાથી દૂર થવા એ ખોટું બોલી હતી’

વેઇટર બે કૉફીના કપ રાખી ગયો. સામાન્ય મુદ્દા પર ચર્ચા થતી હોય તેવી રીતે મેહુલે પોતાના મંતવ્યો રજૂ કર્યા, ‘તારી ફ્રેન્ડ સત્યની મૂર્તિ બનવા જઈ રહી છે અને તેના માટે તે કઈ પણ કરી શકે, હું તારી વાતથી સહમત છું’ મેહુલના શબ્દોમાં ભારોભાર કટાક્ષ હતું.

દિશાનો ચહેરો લાલ થઈ ગયો, એણે મેહુલને ધુત્કારતા કહ્યું, ‘તારી પાસે મને આવી જ આશા હતી મેહુલ, તારે તો શું છે એકનો મૅસેજ ના આવ્યો તો કશું ફર્ક પડવાનો નહિ, તેની હાલત શું થાય છે તેનો તને જરા સુધ્ધાં પણ ખ્યાલ છે?’

‘મારા વિશે કોઈએ પૂછ્યું?, હું ક્યાં છું?, શું કરું છું?, જીવતો છું કે…’ , મેહુલે છેલ્લા ત્રણ મહિનાનો ગુસ્સો દિશા સાથે ટેબલ પર ઉતાર્યો. મેહુલના હાથમાં ટેબલનો ખૂણો લાગી ગયો અને લોહી નીકળવા લાગ્યું.

દિશા મેહુલનો હાથ ઝાલી લે છે અને પર્સમાંથી દુપટ્ટો કાઢી બાંધે છે, ‘મેહુલ તું તારા માટે નહિ તો રાધિકા માટે તો તારું ધ્યાન રાખ’

મેહુલ હાથ ખસેડતા કહે છે, ‘આ ફિલ્મી ડ્રામાની જરૂર નહિ, તું રાધુ વિશે કઈ કહેવાની હતી, જલ્દી બોલ મારે જરૂરી કામ છે. ’

‘એણે સાચું જ કહ્યું હતું, તું હંમેશા જલ્દીમાં જ હોય છે’ દિશાએ ચહેરા પર સ્મિત લાવતા કહ્યું. મેહુલે કાન સરવા કર્યા. દિશા પર નજર અટકાવી અને બંને હાથ ટેબલ પર ગોઠવી વાતમાં ધ્યાન આપ્યું.

દિશા એક મિનિટ માટે ગૂંચવાઈ, વાત ક્યાંથી શરૂ કરવી એ જ વિચારમાં તેણે એક મિનિટનો સમય લઈ લીધો. ‘રાધિકાની સગાઈ નક્કી થઈ ગઈ છે. ’ દિશાએ ધીમેથી કહ્યું.

‘શું?’

‘હા, ચાર મહિના પહેલા તેના મમ્મી-પપ્પાએ તેના પર દબાણ કરી તેની સગાઈ કરી નાખી છે અને એટલે જ રાધિકા તારાથી દૂર થવા ખોટું બોલી હતી’

‘તેણે મને તો કોઈ દિવસ વાત નથી કરી, મને એકવાર જાણ પણ ના કરી?હું પણ આ શુભ પ્રસંગનો હિસ્સો બની જાત’

‘કેવી રીતે કરે?, તેના પપ્પાએ તેને એટલી ઇમોશનલ બ્લેકમેલ કરી હતી કે તે કઈ બોલી શકે તેવી હાલતમાં હતી જ નહિ’

‘મારે વાત કરવી છે રાધિકા સાથે, તેને શુભકામનાઓ આપવી જોઈએ’ મેહુલે ટેબલ પરથી મોબાઇલ હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો.

‘પ્લીઝ મેહુલ….. ’ દિશાએ મેહુલના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને કૉલ કટ કરી નાખ્યો.

‘મેં તેને પ્રોમિસ આપેલું છે કે હું આ વાત તને નહિ કરું, જો તેને આ વાતની ખબર પડશે તો એ વધુ તૂટી જશે. ’ દિશાએ ગંભીર થતા કહ્યું.

‘હવે તો રાધુને હું ગુમાવી જ બેઠો છું’ મેહુલના હાવભાવ અચાનક બદલાય ગયા. કટાક્ષવાળી વાતને બદલે મેહુલે પસ્તાપી વાત શરૂ કરી.

‘મેહુલ એક વાત કહું, કાલે મેં એક બાળકને રમતું જોયું. એ હજી સાત મહિનાનું જ લાગતું હતું તે હજુ ચાર પગે ચાલતા પણ નો’ હતું શીખ્યું, તેની આસપાસ રમકડાનો ઢગલો હતો. મેં જોયું તો જે રમકડું તે દૂર ફેંકતું હતું એ જ પાછું લેવાનું કોશિશ કરતું હતું’

મેહુલે અસમંજસતા અનુભવી, ‘તું કહેવા શું માંગે છે?’

દિશાએ મેહુલ સામે આંખ મારી, ક્યૂટ સ્માઈલ આપી અને નજદીક આવવા કહ્યું, મેહુલ નજદીક ગયો અને દિશાએ મેહુલને જે વાત કહી તે સાંભળી મેહુલ પણ હસી પડ્યો, ‘શાણી છે હા તું’

‘તો હવે ક્યારે નવી ગર્લફ્રેન્ડ બનાવે છે?’ દિશાએ તરત પૂછી લીધું.

મેહુલે થોડો વિચાર કર્યો. અચાનક તેને શ્રધ્ધા યાદ આવી. એ રાજકોટમાં જ હતી અને થોડા દિવસ રાજકોટ જ રહેવાની હતી. મેહુલે દિશાને સ્મિત આપ્યું અને કામ થઈ જશે તેની બાંહેધરી આપી.

દિશાએ મેહુલને પૂરો પ્લાન સમજાવ્યો, ‘જો હું તેના મગજમાં એ વાત ઠાંસી દઈશ કે મેહુલ હવે મુવ ઓન થઈ ગયો છે અને બીજી છોકરી સાથે એ ખુશ છે, તારે સમયસર તેની સામે આવવાનું રહેશે. ’

‘ધ્યાન રાખજે તેનું’ મેહુલે દિશાને શાંત અવાજે કહ્યું. દિશાએ મેહુલનો ચહેરો જોયો, રાધિકા માટે નિર્દોષ લાગણી જોઈ દિશા પણ હરખાય ગઈ અને મેહુલને ભેટી ગયી.

‘હું આજે ખૂબ જ ખુશ છું મેહુલ’

‘હું પણ બકુ’

‘ચાલ હવે હું નીકળું રાધિકા ઘરે સૂતી છે, મને નહિ જોવે તો બેચેન થઈ જશે’ દિશાએ ઉભા થઇ એકટીવાની ચાવી હાથમાં લીધી.

મેહુલે બિલ ચૂકવ્યુ, બંને પાર્કિંગ તરફ આગળ વધ્યા, ‘એ છોકરા વિશે તને કઈ ખબર છે?’ છેલ્લી પાંચ મિનિટથી જે સવાલ મેહુલના મગજમાં ઘૂમતો હતો એ મેહુલે પૂછી લીધો.

‘ના, તેણે તેના વિશે મને કોઈ વાત નથી કહી પણ કદાચ એ ભાવનગરનો જ છે એટલી માહિતી મને મળી હતી. ’ દિશાએ કહ્યું.

‘હું જોઈ લઈશ, તું થોડા દિવસ રાધિકાને એકલી ના રહેવા દેતી. બની શકે તો થોડા દિવસ રાજકોટ તારા જોડે જ રાખી લે, મારા કારણે એ મુસીબતમાં ફસાય એ મને મંજુર નહિ’

‘તારા લીધે રાધિકા મુસીબતમાં?, કઈ સમજાયું નહીં!!!’

‘લાંબી સ્ટૉરી છે ફુરસદના સમયે કહીશ અત્યારે બસ આટલું કરજે ને પ્લીઝ’ મેહુલે વિનંતી કરતા કહ્યું.

‘તૈયાર રહેજે બકા હવે તારી લાઈફમાં ફટાકડા જ ફૂટવાના છે અને ચીંથરા જ ઉડશે’ દિશાએ હસતા હસતા મેહુલને એક મુક્કો માર્યો અને ઘર તરફ નીકળી ગઈ.

મેહુલે કાર પાસે આવી સિગરેટ જલાવી અને વિચારે ચડ્યો, ‘હવે રાધિકાને કાઠિયાવાડી સ્વેગ બતાવવો જ પડશે, સમજે છે શું પોતાને કુરબાની આપવા નીકળી હતી. હુ. હ.. ’

મેહુલ હજુ આગળ કઈ વિચારે તે પહેલાં દિશાનો કૉલ આવી ગયો, ‘મેહુલ રાધિકા જેતપુર જવા નીકળી ગઈ છે અને એક ચિઠ્ઠી છોડતી ગઈ છે’

‘શું લખ્યું છે તેમા?’ મેહુલે અધિરાઈથી પૂછ્યું.

‘મેહુલની યાદો તાજી કરવા જઈ રહી છું’

‘મારી યાદો???’ મેહુલે આશ્ચર્યચકિત થતા પૂછ્યું.

***

‘તારી પહેલી સાંભળવા તો સૌના કાન તરસી રહ્યા છે, કાલે તું જ તારી પહેલી મુલાકાત કહીશ, હું ઉત્સાહિત છું’ રવિએ કહ્યું.

‘હું થોડી નર્વસ છું, કાલે હું કેવી રીતે પોતાને રજૂ કરીશ?’ રાધિકાએ નર્વસ થતા કહ્યું.

રવિ હસ્યો, ‘તને ખબર છે?, આજે કેટલી બધી એપ્લિકેશન આવી હતી આર. જે. માટે પણ મેં તારું નામ સાંભળ્યું એટલે બધી એપ્લિકેશન બાજુમાં રાખી તને મળવા આવ્યો, હવે તે જ નિર્ણય લીધો છે તો તું સંભાળી લઈશ, મને વિશ્વાસ છે’ રવિએ રાધિકાના ખભે હાથ રાખી પ્રોત્સાહન આપ્યું.

‘મેહુલ આવી જશે તે દિવસથી મારુ કામ પૂરું હા’ રાધિકાએ ફિક્કું હસીને કહ્યું.

‘તારું તો શું મારુ કામ પણ પૂરું થઈ જશે પણ થોડા દિવસ મેહુલની આવવાની કોઈ સંભવના નથી’ રવિએ ખાત્રીપૂર્વક કહ્યું.

‘હમમ’ રાધિકાએ હકારમાં માથું ધુણાવ્યું.

‘તને જવાબ આપવામાં કોઈ સમસ્યા ના હોય તો એક અંગત સવાલ પૂછું, મેહુલને છેલ્લે ક્યારે મળી તું?’ રવિએ અચકાતા અચકાતા પૂછ્યું.

રાધિકા ફરી ફિક્કું હસી, કૉફીના કપના કિનારા પર આંગળી ફેરવતી બોલી, ‘આજે સવારે, રાજકોટ આવ્યો છે પાગલ’

‘હેહેહે!!!’ રવિએ આશ્ચર્ય સાથે મોટો લહેકો રાખ્યો. ‘શું કહ્યું તને?’ ઉતાવળથી રવિએ બીજો સવાલ પૂછ્યો.

‘ના, એ ખુશ છે ઋતુ સાથે. હવે તે બંનેની વચ્ચે મારે કાંટો નહિ બનવું’ ઉદાસ અવાજે નિસાસો લેતા રાધિકાએ કહ્યું.

‘ઋતુ વિશે વાત કરી તે?’ રવિએ બેચેનીથી પૂછ્યું.

‘મારે તેના વિશે વાત નહિ કરવી’ રાધિકાએ મોં ફેરવી લીધું.

‘હજી એક સવાલ તું આટલા દિવસ ક્યાં ગુમ થઈ ગઈ હતી અને તે મેહુલને શું કહ્યું તો એ તારાથી નફરત કરવા લાગ્યો?’

‘મારો ભૂતકાળનો બોયફ્રેન્ડ ફરી મારી લાઈફમાં આવી ગયો એમ અને સાચું જ છે ને તેનો ભૂતકાળ તેને મળી ગયો. હું ખરેખર ખુશ છું’ રાધિકાએ આંખોમાં આવતા આંસુને રોકી વાત શરૂ રાખી.

‘હા યાર, મેહુલ તને નો’ હતો કહી શકતો એટલે મારે તને કહેવું પડ્યું’ સહાનુભૂતિ દર્શાવતા રવિએ શબ્દોની લહેર છોડી.

‘ઋતુ ક્યાં છે?’ રાધિકાએ સ્વસ્થ થતા પૂછ્યું.

‘એ. એ. એ…ભા.. ભાવ. ભાવનગર હશે’ રવિની જીભ લથડાવ લાગી.

‘તું જ પૂછી લેજે ને…મેહુલે તો ઋતુ વિશે તને બધી વાતો કહેલી છે’ રવિએ શબ્દો સંભાળતા વાત બદલી નાખી.

‘હવે અમે વાત નહિ કરવાના’ શબ્દો સાથે રાધિકાની આંખોમાંથી પાણી નીકળી ગયું.

‘તમે મળશો , જરૂર મળશો’ રવિ મનમાં બોલ્યો, ‘મળશો પણ મળવા માટે નહિ….. ’ રવિ મનમાં હસ્યો પણ એ ખુન્નસ વાળું હાસ્ય તેણે બહાર ન આવવા દીધું.

(ક્રમશઃ)

  • Mer Mehul
  • Contact info - 9624755226

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED