Safarma madel humsafar 2 - Part - 5 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-5

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-5

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે.આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં.તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-5

રાધિકા મેહુલ જોડે ભવિષ્યના શમણાં સેવવા લાગી હતી, દાદીમાએ જે રાજકુમારની વાર્તાઓ કહી હતી તે આ જ મેહુલ કોઈ ઘોડી પર તેને લેવા આવે છે અને સૌની વચ્ચે ઊંચકીને તેને બેસારી દૂર નીકળી જાય છે, તેવો આભાસ થાય છે.ઘરે પહોંચીને પણ તેને ચૅન નહિ પડતું, ક્યારે સવાર થાય અને કયારે મેહુલને જુએ એ જ વિચારોમાં રાધિકા બધા જ કામમાં ભૂલ કરે છે.

રાધિકાના મમ્મી ફ્રિજમાંથી વસ્તુ મંગાવે છે તો રાધિકા ડ્રોવરમાંથી મસાલાઓ આપે છે. ટીવી શરૂ કરવા કહે તો એ.સી.શરૂ કરે છે અને ગૅસ બંધ કરવાનું કહે છે તો તે બટન વિરુદ્ધ દિશામાં ધીમું કરે છે.

(ક્રમશઃ)

“તને શું લાગ્યું અહીં આવીને મને સજા અપાવીશ?, ચેતવણી આપું છું, જો ઋતુના સ્યુસાઇડ વિશે કોઈને વાત કહી તો, પછીનો દિવસ નહિ જોઈ શકે તું.” કોઈ અજાણ્યો અવાજ મેહુલના કાને અથડાયો.ત્રણ-ચાર વ્યક્તિ મેહુલથી દૂર જતા હોય તેવી આહટનો અવાજ મેહુલે મહેસુસ કર્યો, તરત જ મેહુલની આંખો બંધ થઈ ગઈ.

મેહુલ જ્યારે સિહોર પહોંચવા આવ્યો હતો ત્યારે તેણે તેના બેસ્ટ ફ્રેન્ડ નયનને કૉલ કરી સ્ટેશને આવવા કહ્યું હતું. નયન જ્યારે સ્ટેશને પહોંચ્યો ત્યાં સુધીમાં મેહુલ પર કોઈ હુમલો કરી ભાગી ચૂક્યું હતું. નયન મેહુલને કારમાં બેસારીને હોસ્પિટલ લઈ આવ્યો, ભરતભાઇને કૉલ કર્યો અને ત્રણ કલાકથી વૉર્ડમાં મેહુલ પાસે બેઠો હતો.

મેહુલે ધીમે ધીમે આંખો ખોલી એટલે નયને બહાર આવીને ભરતભાઈને કહ્યું, “અંકલ મેહુલ ભાનમાં આવી ગયો છે તમે ચિંતા ના કરો હું ડૉક્ટરને બોલવું છું.”

ડૉકટરે આવીને મેહુલની બ્લડ વેસલ તાપસી, ધબકારા ચૅક કર્યા અને માથાની પાછળના ભાગમાં જ્યાં ડ્રેસિંગ કરેલું હતું ત્યાં ચૅક કર્યું અને નયનના ખભે હાથ રાખતા કહ્યું, “કોઈ મેજર પ્રૉબ્લેમ નથી, આઘાત લાગવાથી દર્દી બેભાન થઈ ગયો હતો, એક કામ કરો એક્સરે પડાવી લો તમે નિશ્ચિત થઈ જશો”

“શું થયું હતું પેશન્ટની સાથે?” ડૉક્ટરે સવાલ ઉમેર્યો.

“સવારે ટ્રેનમાં આવ્યો છે, મારો દોસ્ત છે…હું ત્યાં પહોંચ્યો તો બેભાન અવસ્થામાં હતો એટલે હું તેને તમારી પાસે લઈ આવ્યો.” નયને ચિંતિત થતા કહ્યું.

“સારું થયું લોહી નીકળી ગયેલું છે, જો મૂંઢ ઘા હોત તો કદાચ તકલીફ વધે, કોઈ વાંધો નહિ બે દિવસ આરામ કરશે એટલે સારું થઈ જશે.” ડૉક્ટર ચૅક કરીને નીકળી ગયા.

“શું થયું હતું તને?” અંદર ભરતભાઇ અને નિલાબેન મેહુલને પૂછતાં હતા.

“કઈ નહિ પપ્પા, એક્સિડેન્ટ” મેહુલે વાત ત્યાં જ પુરી કરવા ખોટો જવાબ આપ્યો.મેહુલને ખબર હતી તેના મમ્મી-પપ્પા આગળ કોઈ સવાલ નહિ કરે એટલે તેને વાત આગળ વધારી, “એવું કંઈ નહિ લાગ્યું, બે દિવસ આરામ કરીશ એટલે સારું થઈ જશે.”

“અંકલ તમે લોકો ઘરે જાઓ હું મેહુલનો એક્સરે પડાવી તેને લઈને આવું છું.” નયને અંદર આવી કહ્યું.

“પપ્પા કાર લઈને આવ્યા છો?” મેહુલે હંમેશાની જેમ આજે પણ સવાલ કર્યો.

“ના, બેટા ઘણા દિવસથી બહાર નથી કાઢી, મને લાગ્યું શરૂ થતાં વાર લાગશે એટલે મેં રિક્ષા કરી લીધી.” ભરતભાઇ અચકાતા અચકાતા બોલ્યા.

મેહુલે આંખો પહોળી કરી અને ઊંચા અવાજે ભરતભાઈને કહ્યું, “કેટલીવાર કહ્યું પપ્પા કંજુસાઈ ના કરો, તમને કાર ચલાવવા માટે આપી છે અને તમે તેને ઘરમાં પુરીને રાખો છો, નયન ડ્રોપ કરી આવ, મને નહિ પસંદ મારા મમ્મી-પપ્પા રિક્ષામાં જાય તે.”

“હું જાવ છું, તું ગુસ્સો ના કર જો માથા પર પાટો બાંધેલો છે.” નયને મેહુલને શાંત કરતા કહ્યું.

નયનના ગયા પછી મેહુલે જાતે એક્સરે વૉર્ડમાં જઈને ફોટો કઢાવ્યો, ડોકટર પાસે ચૅક કરાવી હોસ્પિટલના ગાર્ડનમાં જઈ નયનની રાહ જોવા લાગ્યો. “અનિલ મને ખબર છે તું છટકવા માટે કઇ પણ કરીશ, એકવાર સામે આવે તું હવે તારી ખેર નહિ.” મેહુલ મનમાં જ બબડયો.

મેહુલ વિચારમાં ખોવાયેલો હતો ત્યાં નયને હોર્ન માર્યો અને મેહુલનું ધ્યાનભંગ થયું.મેહુલ જઇ કારમાં બેસી ગયો.

“કોણ હતું એ?” ડ્રાઇવ કરતા નયને પૂછ્યું.

“કોણ હોય…અનિલ જ હતો.” મેહુલે વિશ્વાસથી કહ્યું.

“મને એ નહિ સમજાતું એ પહેલા તો તારો દોસ્ત હતોને?, હવે કેમ બગાવત કરે છે ભાઈ.”

“તેને લાગે છે નેન્સીના સ્યુસાઇડનું કારણ હું છું, ખબર નહિ નેન્સીએ શું કહ્યું હશે.મને એ વાતની તો જાણ છે જ કે નેન્સી નહિ ઋતુના મર્ડર પાછળ કંઈકને કઈ આનો પણ હાથ છે.” મેહુલ કહ્યું.

“તું કેમ કઈ કરતો નહિ, તેણે કેટલીયવાર તારા પર વાર કર્યો, મારી નાખ ને એ ચુતિ…ને…” નયન સ્ટિયરિંગ પર હાથ પછાડતા ગુસ્સામાં ગરજ્યો.

“ડાળી કાપવાથી કંઈ જડ નહિ કપાઈ જતી બકા, જોશમાં હોશ ના ગુમાવાય.અત્યારે તેનો સમય છે તેને વાર કરવાનો મોકો આપ, જ્યારે આપણો સમય આવશે ત્યારે આપણે ઘા કરી લઈશું અને મને વિશ્વાસ છે જ્યાં સુધી તેને એ રાજ નહિ ખબર પડે ત્યાં સુધી મને કંઈ નહિ કરે.” મેહુલે નયનને સમજાવતા કહ્યું.

“ક્યાં સુધી આમ સહન કરીશ તું?, એક દિવસ બધું સામે લાવવું જ પડશે ને?” નયને મેહુલને સલાહ આપતા કહ્યું.

“ચાર વર્ષ રાહ જોઈ છે, થોડાક વર્ષ હજુ જોઈએ.જ્યારે એ દિવસ આવશે ત્યારે હું બધું જ સામે લાવી દઈશ.” મેહુલે ઊંડો શ્વાસ લેતા કહ્યું.

“ચાલ એ બધું છોડ, રાધિકા શું કરે?” નયને વાત બદલવા કહ્યું.કાર ભાવનગર-રાજકોટ રોડ પર સાઈઠ-સિત્તેરની સ્પીડે સિહોર તરફ આગળ વધી રહી હતી.મેહુલે એક કૅફે પાસે કાર રોકવા કહ્યું, મેહુલને રોજ સવારે કૉફી પીવાની ટેવ હતી, બંનેએ કૉફી પીધી અને સિગરેટ જલાવી.

“ મારા વિશે તેને કાલે જ ખબર પડી, એક મહિના પછી કાલે કૉલ આવ્યો પણ વાત ન કરી, પછી તારો મૅસેજ આવ્યો એટલે હું નીકળી ગયો સિહોર આવવા.” સિગરેટનો ઊંડો ક્રશ ખેંચી શ્વાસ બહાર છોડતા મેહુલે કહ્યું.

“મળી હતી કે નહિ?” નયને પણ ક્રશ ખેંચતા કહ્યું.

“હા, રાજકોટ મળવા આવી હતી, છુટા પડતી વેળાએ રડવા પણ લાગી હતી, આ વખતે મેં કોઈ ધ્યાન ન આપ્યું અને ઇગ્નોર કરી.” મેહુલે દમ મારતા કહ્યું.

“શું લાગે બધું ઠીક થઈ જશે?” નયન ઘણાબધા દિવસો મેહુલને મળી રહ્યો હતો એટલે પૂછપરછ કરી રહ્યો હતો.

“બસ એકવાર ભોળાનાથ સામું જુએ અને ચમત્કાર થાય તો મને ગિલ્ટી ફિલ નહિ થાય નહિતર એ ભૂલના પશ્ચાતાપમાં હું સળગતો રહીશ, નિકિતા માટે મને દુઃખ થાય છે યાર.” મેહુલે નિસાસો નાખતા કહ્યું.

“આ નિકિતાએ જ ઋતુને?” પહેલીવાર નિકિતા નામ સાંભળતા નયને પૂછ્યું.મેહુલના મુર્જાયેલાં ચહેરા પર અચાનક એક સ્મિતની સૅર પસાર થયી, તે મુસ્કુરાયો અને કહ્યું, “હા, એક દિવસ મેં તેને કહ્યું હતું કે એ એક સીરિયલમાં આવતી નિકિતા તેના જેવી લાગે છે અને મને પહેલેથી જ એ નિકિતા પસંદ હતી.

“મેં નિકિતા નામ રાખ્યું પણ નેન્સી અને નિકિતાનો પહેલો અક્ષર સરખો હતો એટલે તે નામથી ન બોલાવવા કહ્યું હતું અને તેણે છેલ્લા પત્રમાં નિક્કી લખ્યું હતું યાર.” મેહુલને પોતાના પર જ ગુસ્સો આવતો હતો.

“થઈ જશે ભાઈ, ચિંતા ના કર” નયને મેહુલના ખભા પર હાથ રાખ્યો અને હૉપ આપી.

“ચાલ હવે મમ્મી-પપ્પા ચિંતા કરતા હશે.” નયને ઉભા થતા કહ્યું.નયને કાર ડ્રાઇવ કરી અને મેહુલ બાજુની સીટમાં ગોઠવાયો.મેહુલે મોબાઈલ હાથમાં લઈ સિસ્ટમમાં બ્લુટુથ કનેક્ટ કર્યું અને સોંગ લગાવ્યું.મેહુલ અને નયન એક વર્ષ પહેલાં આવી રીતે રોજ લોન્ગ ડ્રાઇવ પર નીકળતા અને સોંગ સાંભળતા.અત્યારે પણ એ સમય યાદ કરીને બંને એકબીજા સામે સ્મિત કરી રહ્યા હતા.મેહુલે વૉચમાં જોયું તો બરોબર 11:00 વાગ્યા હતા.મેહુલને રાધિકા યાદ આવી ગયી અને બે વર્ષ પહેલા પહેલીવાર રાધિકા સાથે થયેલી કૉલમાં પહેલી વાત પણ.

“મેહુલ હું તારી સાથે લાંબી વાત તો નહિ કરી શકું પણ રોજ અગિયાર વાગ્યે હું ક્લાસીસથી સ્ટેશને પહોંચતા સુધીમાં પંદર મિનિટ સુધી વાત કરીશ.” અડધી કલાકની ફોર્મલ વાતો થયા પછી રાધિકાએ કહ્યું.

“હું રાહ જોઇશ” મેહુલે ખુશ થતા કહ્યું.

“ચાલ હવે સ્ટોરી લખવા પર ધ્યાન આપ, મારે કામ છે હું પછી વાત કરું, બાય જય શ્રી કૃષ્ણ” રાધિકાએ કહ્યું.

“હા બાય, જય શ્રી કૃષ્ણ” મેહુલે ફોન કટ કરી નાખ્યો.

પછીના દિવસે દસને પંચાવન મિનિટે રાધીકાનો કૉલ આવ્યો, પંદર મિનિટના બદલે ચાલીશ મિનિટ સુધી વાતો ચાલી, પછીના દિવસે પણ બરોબર અગિયારના ટકોરે કૉલ આવ્યો અને પંદર મિનિટની વાત અડધી કલાક સુધી ચાલી.

અત્યારે પણ અગિયાર જ વાગ્યા હતા પણ મેહુલને ખબર હતી આજે રાધિકા કૉલ નહિ કરે, કાલે પુરી રાત રજાઈમાં છુપાઈને રડી હશે અને અત્યારે મૂડ ફ્રેશ કરવા સોંગ સાંભળતી હશે.

“શું થયું ભાઈ કોના વિચારમાં ખોવાય ગયો?” નયને મેહુલના કાન પાસે ચપટી વગાડતા કહ્યું.

“રાધિકાના વિચાર આવે છે યાર, અત્યારે શું કરતી હશે એ?” મેહુલે ઉદાસ થઈને કહ્યું.

“અત્યારે એ ઈમ્પોર્ટન્ટ નથી, પહેલા ઘરે જે મસાલો છે એ સોલ્વ કર, તું તો જેતપુર પાછો ચાલ્યો જઈશ અહીં તારા મમ્મી-પપ્પાને એ લોકો ટોર્ચર કરે છે તેનુ શું?” નયને ચિંતિત અવાજે કહ્યું.

“બધું જ વિચારી લીધું છે મેં તું જલ્દી મને ઘરે પહોંચાડી દે મારી પાસે જોરદાર આઈડિયા છે.” મેહુલ સ્માઈલ કરતા કહ્યું.નયને સ્પીડ વધારી અને બંને ઘર તરફ આગળ વધ્યા.

બે દિવસ આરામ કરી મેહુલ પોતાનું કામ શરૂ કર્યું,

***

“ગૂડ મૉર્નિંગ દોસ્તો” રવિએ બરોબર છ ને દસે સોંગ બંધ કર્યું અને જેતપુરવાસીઓને સંબોધ્યા.

“આજે ઘણુંબધું જાણવા મળશે, આજનો દિવસ સ્પેશિયલ છે તેમ કહો તો પણ ચાલે.કારણ કે મેં કાલે કહ્યું હતું હું જે વાત કહીશ તે વાત સાંભળીને કદાચ પગ નીચેથી જમીન સરકી જશે.તમારો વધુ સમય બરબાદ ન કરતા હું મુદ્દા પર જ આવું છું.

“તમે મારા દોસ્ત મેહુલની સ્ટોરી સાંભળી રહ્યા છો, જેમાં તેનું બાળપણ, ઋતુ સાથેના સંબંધો, નેન્સી અને ઋતુનું સ્યુસાઇડ અને ત્યારબાદ મેહુલની પરિસ્થિતિ વિશે તમે સાંભળ્યું, હવે ઘણાબધાને એવું લાગતું હશે કે આવું તો ફિલ્મમાં જ થાય, રિયલ લાઈફમાં આવું કઈ ના થાય…. પણ… થયું છે દોસ્તો અને જેની સાથે થયું છે તેનાથી તમે બધા જ વાકેફ છો, હા એ મેહુલ બીજું કોઈ નથી તમારો ફેવરીટ આર.જે. મોન્ટુ જ છે.” રવિએ રહસ્ય ઉજાગર કરતા કહ્યું.

થોડીવાર માટે જે લોકો રેડિયો સાંભળતા હતા ત્યાં સન્નાટો છવાય ગયો.કાવ્યા અને તેનું ગ્રુપ તો શૉકમાં જ હતું.મોન્ટુ કે જે છેલ્લા એક મહિનાથી જેતપુરવાસીઓના દિલ ઔર દિમાગ પર છવાયેલો છે તેની લાઈફમાં આટલું બધું બન્યું હશે તે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન’હતું.

મોન્ટુની વાતો, તેની મજાક કરવાની સ્ટાઇલ, સમજાવવાની મેથડ એકદમ અલગ હતી.આ નિખાલસ ચહેરા પાછળ આટલું ભયંકર રાજ છુપાયેલું હતું તે આજે આ લોકોને ખબર પડી.

“તમે વિચારતા હશો એ કેવી રીતે શક્ય છે?, તમારી જાણકારી માટે કહી દઉં મેહુલનું નિક નેમ મોન્ટુ છે અને અમે બાળપણથી મોન્ટુ જ કહીએ છીએ. હવે તમને એ વિચાર પણ આવ્યો જ હશે કે મેહુલ પોતાનું નામ છુપાવે છે કેમ? તેની પાછળ પણ એક ખાસ કારણ છે, મેહુલ રાધિકા પાસે આ વાત છુપાવવા માંગતો હતો, જો ભૂલથી રાધિકાને ખબર પડી જાય કે મેહુલ જેતપુરમાં છે તો વાત બગડી શકે તેમ હતી, રાધિકા કોણ છે એ તો કોઈ જાણતું નહિ હોય?, ચાલો આગળ વધારીએ મેહુલની ડાયરીને અને જોઈએ રાધિકાનું શું મહત્વ છે.” કાલે જ્યાં ડાયરી અધૂરી છોડી હતી તે પેજ ખોલી રવિએ સ્ટોરી શરૂ કરી.

મેહુલનું નામ માતૃભારતી પર ચર્ચામાં આવવા લાગ્યું હતું, ‘ભીંજાયેલો પ્રેમ’ મેહુલની પહેલી નૉવેલ અને તેની સફળતા બાદ મેહુલ દ્વારા લખાયેલી બીજી નૉવેલ ‘સફરમાં મળેલ હમસફર’.બંને નૉવેલને એટલી ભવ્ય સફળતા મળી કે વાંચકો વ્યક્તિગત રીતે મેહુલને મંતવ્યો આપવા લાગ્યા .ફેસબુક, વોટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ બધી જ જગ્યાએ વાંચકોએ મૅસેજ કરવાનું શરૂ કરી દીધું.ચાર મહિના સુધી એક રૂમમાં બંધ રહેલો મેહુલ હવે બધાની સામે આવવા લાગ્યો હતો.કોઈની સાથે વાત ન કરતો મેહુલ ફરી પોતાની એ જુના સ્વભાવ તરફ વળ્યો.

એ સમય દરમિયાન રાધિકાએ મેહુલને મૅસેજ કર્યો અને તેની સ્ટૉરીની પ્રશંસા કરતા કહ્યું, “જેમ સફરમાં મેહુલ અને જિંકલ બંને મળે છે તેવા જ સફરમાં હું કોઈને મળું તેવું મારુ ડ્રિમ છે.હું રોજ જેતપુરથી રાજકોટ સુધીનું સફર કરું છું”

મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું, “હું વેરાવળ બાજુ આવીશ ત્યારે તારું ડ્રિમ પૂરું થઈ જશે.”

“તો પછી તારે સફરમાં મળેલ હમસફરનો બીજો ભાગ આપવો પડશે.” રાધિકાએ મજાકમાં કહ્યું.એક સારો વિચાર આવવા માટે સેકેન્ડનો દસમો ભાગ જ પૂરતો હોય છે. મેહુલના મગજમાં પણ આવો જ એક વિચાર આવ્યો.

મેહુલ હું તારી સાથે લાંબી વાત તો નહિ કરી શકું પણ રોજ અગિયાર વાગ્યે હું ક્લાસીસથી સ્ટેશને પહોંચતા સુધીમાં પંદર મિનિટ સુધી વાત કરીશ.” અડધી કલાકની ફોર્મલ વાતો થયા પછી રાધિકાએ કહ્યું.

“હું રાહ જોઇશ” મેહુલે ખુશ થતા કહ્યું.

“ચાલ હવે સ્ટોરી લખવા પર ધ્યાન આપ, મારે કામ છે હું પછી વાત કરું, બાય જય શ્રી કૃષ્ણ” રાધિકાએ કહ્યું.

“હા બાય, જય શ્રી કૃષ્ણ” મેહુલે ફોન કટ કરી નાખ્યો.

પછીના દિવસે દસને પંચાવન મિનિટે રાધીકાનો કૉલ આવ્યો, પંદર મિનિટના બદલે ચાલીશ મિનિટ સુધી વાતો ચાલી, પછીના દિવસે પણ બરોબર અગિયારના ટકોરે કૉલ આવ્યો અને પંદર મિનિટની વાત અડધી કલાક સુધી ચાલી.ચાર-પાંચ દિવસ આ સિલસિલો શરૂ રહ્યો, કહેવાય છે ને અતિશયોક્તિ હાનિ પહોંચાડે છે. વધારે માત્રામાં લેવામાં આવેલું અમૃત પણ ઝેર જેટલી જ અસર કરે છે.

મેહુલ અને રાધિકાની વાતોમાં પણ આવું જ થવા લાગ્યું, ધીમે ધીમે અગિયાર વાગ્યે આવવા વાળો કૉલ બંધ થતો ગયો.રાધિકા પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગી અને મેહુલ પોતાના કામમાં.

અહીં મેહુલના ઘરની પરિસ્થિતિ નાજુક હતી.બહેન અને બે ભાઈના લગ્ન કરાવ્યા બાદ ભરતભાઇ દેવામાં સપડાઈ ગયા હતા, આટલું ઠીક ન હતું તો મેહુલનો મોટો ભાઈ ભરતભાઇ સાથે ઝગડીને છૂટો થઈ ગયો.ત્યારે જ મેહુલે કૉલેજ પુરી કરી હતી અને પાપાને મદદ કરવા જૉબ કરવાનું વિચાર્યું, એ માટે મેહુલે રાજકોટ જવા ભરતભાઇ પાસે દરખાસ્ત રજૂ કરી અને દૃઢ નિર્ણય સાથે ફરી રાજકોટ પોતાના અંકલને ત્યાં આવી ગયો.

આમ પણ મેહુલ માટે જેતપુરના બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું અને એ ફૂલની સુગંધ સૌરાષ્ટ્રને વટાવી છૅક ગોહિલવાડ સુધી પહોંચી ગઈ હતી અને આ ફૂલ એ બગીચાનું સૌથી સુંદર ફૂલ હતું તો એ ફૂલની આસપાસ કાંટાઓ પણ વધુ હશે.જોઈએ હવે એ ફૂલ અને આપણા ભંવરા વચ્ચે શું થશે, શું એ ફુલના રસ સુધી આ ભંવરો પહોંચી શકશે કે તેનો માળી કોઈ બીજો હશે?

“આગળની વાત એક નાનકડા વિરામ બાદ, તમે સાંભળતા રહો મોર્નિંગ નંબર વન પર ‘લવ જંકશન’.” રવિએ માઇક બંધ કર્યું અને સોંગ લગાવ્યું.

“મારે એકવાર મેહુલને મળવું છે અને તેનો કોન્ટેક્ટ નંબર મળશે?” કાવ્યાએ રવિના વોટ્સએપ પર મૅસેજ કર્યો.

“માફ કરજો, હું નંબર નહિ આપી શકું.મેહુલ જ્યારે અહીં આવે ત્યારે રૂબરૂ મુલાકાત કરી લેજો” કહીને રવિએ રેડિયો જંકશનનું સરનામું આપી દીધું.

***

ત્રીજા દિવસની સવારે મેહુલે ડ્રેસિંગ કરાવ્યું અને પાટો કઢાવી નાખ્યો.પોતાની સ્વિફ્ટ કાઢી અને પપ્પાને કહ્યું, ” હું અમદાવાદ જાઉં છું.”

ભાવનગરથી મેહુલે રાહીને(ભીંજાયેલો પ્રેમવાળી) પિક કરી, મેહુલે રાહી પાસે એક મદદ માંગી હતી અને રાહી કોઈ પણ પ્રશ્ન વિના મદદ કરવા તૈયાર થઈ ગઈ હતી.બંને વડોદરા એક મેન્ટલ ઓર્ફનેઝમાં પહોંચ્યા, જેનું સંચાલન સાગર અને પૂર્વી(કાવેરી) કરતા હતા.સાગરે પૂર્વીની મદદથી વડોદરામાં પોતાનો બિઝનેસ સેટ અપ કર્યો હતો.

પૂર્વીએ અને સાગરે એક વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા અને બંને પોતાના બિઝનેસ આગળ વધારવામાં લાગ્યા હતા, જો કે કાવેરી ફરી પૂર્વી બની તો પણ તેની પાસે એ બધા વિચારો હતા જેનાથી તે રાતોરાત રૂપિયા જમા કરી શકે પણ હવે પોતાના પતિ સાગરને પ્રત્યે વફાદાર રહેનારી પૂર્વીએ મહેનત કરીને અને પાપા હરેશભાઇના આદર્શો પર ચાલવાનું શરૂ કર્યું હતું.

સાગર અને પૂર્વી બે ઓર્ફનેઝમાં સેવા આપતા હતા.એક બાળકોનો હતો અને બીજો માનસિક સંતુલન ગુમાવેલ લોકોનો.મેહુલ બીજા ઓર્ફનેઝમાં પહોંચ્યો, મેહુલે સાગર અને પૂર્વીને પણ ત્યાં જ બોલાવી લીધા હતા.ઓર્ફનેઝ પહોંચતા સાથે જ એક વાઇટ મર્સીડી સામેથી આવતી દેખાય જે પૂર્વી ચલાવી રહી હતી. લગ્ન બાદ પણ પૂર્વી એટલી જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.લાઈટ પર્પલ ડિઝાઇનવાળી સાડી અને એકદમ સિલ્કી સ્ટ્રેટ બર્ગન્ડી શાઇનિંગવાળા લાંબા વાળ પર બ્લેક ગોગલ્સ, હાથમાં કાચની પર્પલ કલરની 24 બંગડીનો ચુડલો, કાનમાં મોતિવાળી રાઉન્ડ ઈયરિંગ, પગમાં ગોલ્ડન કલરની મોતીવાળી પાયલ.બોલ્ડ લૂકમાં પૂર્વીને જોઈને પહેલાવાળી કાવેરી યાદ આવી જાય.મેહુલે પૂર્વીને ઉપરથી નીચે સુધી ચૅકઆઉટ કરી અને સ્માઈલ આપતા સ્વિફ્ટ પાર્કિંગમાં લગાવી, સૌ અંદર ઑફિસમાં પહોંચ્યા.

સાગરે અંદર જઈ લેપટોપ શરૂ કર્યું અને ઓર્ફનેઝનો ડેટા ચૅક કર્યો.એક પ્રિન્ટ કાઢી અને સૌ અંદર ગ્રાઉન્ડ તરફ આગળ વધ્યા, જ્યાં બધા દર્દી (માનસિક સંતુલન ગુમાવેલ લોકો) ઓની તપાસ કરી વ્યાયામ અને જરૂરી કસરત કરાવવામાં આવતી હતી. એ ગ્રાઉન્ડમાંથી પસાર થઈને સૌ એક બિલ્ડીંગમાં પહોંચ્યા.સાગરે બાર નંબરનો રૂમ ખોલ્યો અને સૌ અંદર પ્રવેશ્યા.

“રીકવરી આવી રહી છે પણ કઈ યાદ નહિ દર્દીને” અંદર રહેલા ડોકટરે મેહુલની સાથે શૅકહેન્ડ કરતા કહ્યું.

“તેના માટે શું કરવું પડશે ડોક્ટર?” મેહુલે સવાલ કર્યો.

“પેશન્ટ પહેલા જે જગ્યાએ ગયી હોય ત્યાં તેને લઈ જાઓ કદાચ પહેલાનું કઈ યાદ આવે અથવા તેના સગા-સંબંધીના ચહેરા જોઈને કંઈક યાદ આવે તો” ડોકટરે એક્સપ્લેઇન કરતા કહ્યું.

“મેહુલ નિકિતા વિશે કોઈ માહિતી મળી?” પૂર્વીએ મેહુલ સામે જોઇને કહ્યું.

“ના, હું ટ્રાય કરું છું.જો કોઈ મીડિયામાં આ વાત શૅર કરીશું તો અનિલ સતર્ક થઈ જશે અને આપણે જાણી નહિ શકીએ કે ઋતુનું ઍનિમિ કોણ છે.” મેહુલે પૂર્વીને સમજાવતા કહ્યું.

“તો હવે શું પ્લાન છે?” પૂર્વીએ પૂછ્યું.

“પ્લાન કંઈ નહી અમદાવાદ જાઉં છું, તારી બહેન જિંકલના પતિ એક્સ CID ઑફિસરને મળવા, હવે તેની પણ જરૂર પડશે.” મેહુલ બનાવટી હાસ્ય સાથે બોલ્યો.

“ઠીક છે, તું મળી આવ ત્યાં સુધીમાં હું રાહીને આગળનો પ્લાન સમજાવી દઉં છું.” પૂર્વીએ રાહી સામે જોતા કહ્યું.

“મેહુલ એક વાતનું ધ્યાન રાખજે જો ભૂલથી પણ અનિલને ખબર પડી કે નિકિતા અહીં છે તો બધો પ્લાન ચોપટ થઈ જશે અને તું ઋતુના ઍનિમિને શોધી નહિ શકે તો હવે તારે બધાથી એક સ્ટૅપ આગળ ચાલવાનું છે.” સાગરે સલાહ આપતા કહ્યું.

“થેન્ક યું સો મચ ભાઈ, જો તમે લોકોએ મારી હેલ્પ ના કરી હોત તો હું અહીં સુધી પહોંચી શક્યો ના હોત” મેહુલે સાગરનો આભાર માનતા કહ્યું.

અંતે હંમેશાની જેમ મેહુલ સાગરને પોતાની કાર તરફ ખેંચી ગયો અને ઓર્ફનેઝના નામનો મોટી એમાઉન્ટનો ચૅક સાઈન કરીને આપ્યો.સ્વિફ્ટ કાઢી અને અમદાવાદ શ્લોક બંગલો તરફ આગળ વધ્યો.

શ્લોક બંગલો હવે પહેલા જેવો નો’હતો રહ્યો, તેનું રીનોવેશન થઈ ગયું હતું, શ્લોક બંગલા પર હૅવી એમાઉન્ટ ખર્ચીને એક આલીશાન અજાયબી બનાવી દેવામાં આવી હતી.ગાર્ડન એટ ઇટીઝ પહેલા જેવો હતો તેવો જ હતો માત્ર તેમાં પ્લાન્ટ ફરી ગયા હતા.મેહુલ એ ગાર્ડનમાંથી પસાર થયો ત્યારે એટલા વિસ્તારમાંથી મનમોહક સુગંધ આવતી હતી.શરૂઆતમાં જ ઍટમોસ્પિર ખુશનુમા હોય તો અંદર જતા ચહેરા પર એક સ્મિત રહેવાનું જ છે.

“Ohh, Mr.R.j.Montu, come inside” ડૉર ખોલતાની સાથે જ જિંકલે એક મોટી સ્માઈલ સાથે મેહુલને આવકાર્યો.

“Thank you” કહેતાની સાથે મેહુલ અંદર પ્રવેશ્યો.

“રાધિકાને ન લાવ્યો?, તમે બંને એક સાથે આવવાનું પ્રૉમિસ આપ્યું હતું.” જિંકલે મેહુલને પાણી આપ્યું અનેફરિયાદ કરતા જિંકલે કાહ્યુ.U

“અરે તેને પણ લઈને આવીશ, અત્યારે કામથી આવ્યો છું.ક્યાં છે એક્સ CID ઑફિસર?” મેહુલે પૂછ્યું.

“તારી જ રાહ જોતા હતા, રુદ્રએ બહાર ફરવા જવા માટે જીદ કરી તો બહાર ગયા છે, આવતા જ હશે.” જિંકલે કહ્યું.

“મૅરેજ પછી, તું માંથી તમે થઈ જાય નહી” જિંકલ સામે આંખ મારતા મેહુલે કહ્યું.

“હા બકા, તારા મૅરેજ થવા દે.પછી કહેજે” મેહુલના માથે ટપલી મારતા જિંકલે કહ્યું.

“લો આવી ગયા તારા મોટા ભઈ” મેહુલ અને રુદ્રને સામે આવતા જોઈ જિંકલે કહ્યું.

“ભઈ કેટલીવાર લાગી?, બપોરનો રાહ જોઉં છું.આટલી રાહ તો જિંકલને મળવા માટે બી નહિ જોઈ” જિંકલના મેહુલે કહ્યું.

“ત્યાં ઓર્ફનેઝમાં ટાઈમ લાગી ગયો, સૉરી બૉસ.” રાધિકાના મેહુલે માફી માંગતા કહ્યું.

“મજાક કરું છું બકા, ચાલ હવે આપણે જઈએ.” કહી બંને બહાર તરફ ફર્યા, જિંકલવાળા મેહુલે પાછળ નજર કરી તો જિંકલ તેને કંઈક અલગ જ રીતે જોઈ રહી હતી, “અજી સાંભળો છો, તમારા પતિદેવ આજે મોડા આવશે.જમી લેજો રાહ ના જોતા” મેહુલે જિંકલ સામે હસીને કહ્યું.જિંકલના ગલામાં ખાડા પડી ગયા, શરમાઈને રુદ્રને તેડી લીધો.

બંને સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર પહોંચ્યા.દિવસ વિદાય લેવાની પૂર્વ તૈયારી કરી રહ્યો હતો. હજુ સાબરમતીના બંને કિનારે રહેલી લાઈટો શરૂ થઈ ન’હતી. પ્રકૃતિપ્રેમી લોકો સાંજનો નજરો માણવા રિવરફ્રન્ટ પર અમુક અંતરે બેઠેલા હતા, જેમાં કૉલેજીન ગ્રુપ, પ્રેમી પંખીડાઓ અને ફેમેલીનો પણ સમાવેશ થતો હતો. સાયકલિંગના શોખીન લોકો ત્યાંની સાઇકલ રેન્ટ પર લઈ સાબરમતીના કિનારે રહેલા ટ્રેક પર સાયકલિંગ કરતા હતા.

ઉપર ગાર્ડનમાં પહોંચતા જ સાબરમતી પરથી આવતો ઠંડો પવન ચહેરે અથડાઈને નીકળી જતો હતો.45` તાપમાન ધરાવતા અમદાવાદમાં અહીં વાતાવરણ માણવા જેવું હોય છે.બંને મેહુલ ગાર્ડનમાંથી પસાર થઈ નીચે ગ્રીલ પાસે પહોંચ્યા.જ્યાં સાબરમતીનો કાંઠો હતી અને ચોપાટી જેમ ટહેલવા માટે ટ્રેક બનાવેલો હતો.ગ્રીલ પર બંને મેહુલ બેસ્યા, જિંકલવાળા મેહુલે પોકેટમાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું અને સામે ઑફર કર્યું.

“ના, મારી પાસે છે.” રાધિકાવાળા મેહુલે પેકેટ કાઢતા કહ્યું.

“એ રાખ પોકેટમાં, અહીં એકલા નહિ સાથે સિગરેટ શૅર કરવાની મજા આવે.” જિંકલેવાળા મેહુલે સિગરેટ જલાવી એક ક્રશ ખેંચ્યો અને સામે સિગરેટ આપતા ફરી કહ્યું, “રાધિકાને કેમ ન લાવ્યો, અહીં સાંજે બધા ફરવા ખૂબ જ મજા આવે.”

“લાવીશ, મારી પણ ખ્વાઇશ છે રાધિકા જોડે, રિવરફ્રન્ટ પર બેસવાની, પણ અત્યારે હું એક કામના સિલસિલે આવ્યો છું એટલે એ પૉસીબલ નહિ.” મેહુલે ક્રશ મારતા અને સાબરમતીની સપાટી પર સ્થિર રહેલા પાણી પર નજર નાખતા કહ્યું.

“મળી આવ્યો નિકિતાને?, કોઈ રીકવરી ના આસાર છે?” જિંકલવાળા મેહુલે પૂછ્યું.

“ના હજુ કોઈ આસાર નહિ જણાતા” મેહુલે નિસાસો નાખતા કહ્યું.

“મુંબઈમાં મારા દોસ્ત એક મગજના સ્પેશ્યલિસ્ટ છે હું તેનો કોન્ટેક કરું જો કોઈ રિસ્પોન્સ મળશે તો તેને ત્યાં લઈ જઈશું.” જિંકલવાળા મેહુલે હૉપ આપતા મેહુલના ખભા પર હાથ રાખ્યો.

“થેન્ક્સ, પણ અત્યારે તેના કરતાં આ કામ વધુ મહત્વનું છે.મેં અનિલની વાત કરી હતીને તેનો ત્રાસ વધતો જાય છે અને હવે સહન નહિ થતું.” રાધિકાવાળા મેહુલે કહ્યું.

“હા તો કાલે જ આ પ્રૉબ્લેમ સોલ્વ કરી નાખીએ, મારી વાત સાંભળ…..” કહેતા જિંકલવાળા મેહુલે એક ફુલફ્રુફ પ્લાન મેહુલને આપ્યો, સાથે એક ચિપ પણ આપી જેનો ઉપયોગ પહેલા ઘણીવાર થઈ ચૂક્યો હતો.

***

“Welcome after the break, તમને ખ્યાલ છે અત્યારે મોર્નિંગ નંબરવન પર ‘લવ જંકશન’ના શ્રોતા સૌથી વધુ છે અને એ પણ નોંધવા જેવી વાત છે કે એક જ મહિનામાં સૌથી વધુ listener મેળવનાર આ પહેલો શૉ છે.વાત જ કંઈક એવી છે આપણા મોન્ટુની.

વહેતી નદીની વચ્ચે પણ રસ્તો થઈ જાય તેવી શબ્દોની ધાર, ભૂકંપ પણ બે ઘડી સાંભળવા અટકી જાય જેવો અવાજ અને નીરસ અને બેજાન શરીરમાં પણ જાન આવી જાય તેવી વાક્-ચાતુર્યતા.એક મહિના પહેલા જ શરૂ થયેલા શૉને હાલમાં સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં મોન્ટુનો મોટો ફાળો છે.બધાને પોતાના સમજીને વાત રજૂ કરનાર મેહુલનો ભૂતકાળ એક સામાન્ય વ્યક્તિ જેવો જ છે.તેની લાઈફ પણ એક સિમ્પલ ટ્રેક પર હતી, વચ્ચે અડચણ આવતા ગાડી પાટા પરથી ઉતારી અને મહેનત કરી ફરી આગળ વધી.

મેહુલ માટે એક વાત, “गिर गए तो क्या हुआ?, गिरता वही है जो चलता है, बस इतना सा करना है, उठ के फिर से चलना है” રવિએ સંદીપ મહેશ્વરીની વાતથી ડાયરી આગળ વધારી, “દોસ્તો આમ પરિશ્રમવાળી વાતો કરીને હું કોઈને અત્યારે દુઃખી કરવા નથી માંગતો.હું એક એવો કિસ્સો કહું છું જે તમને હસાવીને લોથપોથ કરી દેશે.” રવિએ ડાયરીના પૅજ ફેરવ્યા અને એ પૅજ પર અટક્યો જ્યાં મેહુલ અને રાધિકાની ત્રીજી મુલાકાત થવાની હતી.

બીજી મુલાકાતમાં જે ઘટના બની હતી ત્યારબાદ રાધિકાનું વર્તન સાવ બદલાય ગયું હતું.રણમાં પાણીની શોધ કરતા હરણને જળ મળી ગયું હતું અને આ કોઈ મૃગજળ ન’હતું. બીજી મુલાકાત પછીના દિવસે રાધિકા જેતપુર પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી.સફરમાં મેહુલ જોડે કરેલી એ બધી વાતો યાદ કરીને ક્યારેક હસતી તો ક્યારેક શરમાઈને આંખો પર હાથ રાખી દેતી.

રાધિકા મેહુલ જોડે ભવિષ્યના શમણાં સેવવા લાગી હતી, દાદીમાએ જે રાજકુમારની વાર્તાઓ કહી હતી તે આ જ મેહુલ કોઈ ઘોડી પર તેને લેવા આવે છે અને સૌની વચ્ચે ઊંચકીને તેને બેસારી દૂર નીકળી જાય છે, તેવો આભાસ થાય છે.ઘરે પહોંચીને પણ તેને ચૅન નહિ પડતું, ક્યારે સવાર થાય અને કયારે મેહુલને જુએ એ જ વિચારોમાં રાધિકા બધા જ કામમાં ભૂલ કરે છે.

રાધિકાના મમ્મી ફ્રિજમાંથી વસ્તુ મંગાવે છે તો રાધિકા ડ્રોવરમાંથી મસાલાઓ આપે છે. ટીવી શરૂ કરવા કહે તો એ.સી.શરૂ કરે છે અને ગૅસ બંધ કરવાનું કહે છે તો તે બટન વિરુદ્ધ દિશામાં ધીમું કરે છે.આ વાત નૉટીસ કરીને તેના મમ્મી કરી, જમીને જ્યારે સૌ બહાર ટહેલવા નીકળ્યા તો રાધિકા પોતાની સાથે જ વાતો કરીને હસતી હતી, તેના મમ્મીએ રાધિકાને ઢંઢોળીને કહ્યું, “ગાંડી થયી ગયી છો તું?, કેમ આવી હરકતો કરે છે?”

“નહિ મમ્મી ક..ક..કઈ નહિ” લથડતા શબ્દોમાં રાધિકાએ કહ્યું અને પોતાનું જ વર્તન નોટિસ કરીને શરમાતા માથામાં ટપલી મારી.

“ઑય પાગલ, સુઈ ગયો કે શું?” મોડી રાત્રે બેડ પર ફેવરિટ ટેડ્ડીને હગ કરીને બેસેલી રાધિકાએ મેહુલને મૅસેજ કર્યો.મેહુલ જાણે રાધિકાના મેસેજની જ રાહ જોઇને બેઠો હોય તેવી રીતે મૅસેજ ડિલિવરી થતા તરત જ સીન કર્યો.

“કઇ ખાસ નહિ, તારી વિશે જ વિચારતો હતો, આજે પૂરો દિવસ તારા જ વિચારોની સૅર ચાલતી હતી મારા મગજમાં.” સ્માઈલવાળા ઇમોજી સાથે મેહુલે મૅસેજ કર્યો.

“કેમ કેમ મારા વિચારો?, એવી કોઈ ગંદી હરકત નો’હતો કરતોને વિચારોમાં.” આંખો ઊંચી કરતા ઇમોજી સાથે રાધિકાએ રીપ્લાય કર્યો.

“તું પાગલ થયી ગયી છો અથવા મારી ફિરકી લઈ રહી છે આવા સવાલ પૂછીને..” મેહુલે ગુસ્સાવાળા ઇમોજી સાથે મૅસેજ કર્યો.

“ના, બોલ શું વિચારતો હતો મારા વિશે.” રાધિકાએ એક્સાઇટમેન્ટ સાથે કહ્યું.

“કોઈ કામ વ્યવસ્થિત રીતે નહિ થતું, ખબર નહિ પહેલીવાર બધા જ કામમાં ભૂલ થાય છે, આજે ઓફિસમાં બધે જ તું જ દેખાતી હતી, બધી જ ગર્લ્સ જોડે રાધિકા સમજીને વાતો કરતો હતો અને એ જ ભૂલને કારણે અત્યારે બધી ઍમ્પ્લોયના મૅસેજ આવે છે..હાહાહા” મેહુલે આજે કરેલી બધી જ ભૂલો વર્ણવતો મૅસેજ કર્યો.મૅસેજ સીન થયો પણ રીપ્લાય ન આવ્યો, થોડીવાર ટાઈપિંગ થાય અને ફરી ઓનલાઈન દેખાય, બે મિનિટ આ સિલસીલો ચાલ્યો પછી મેહુલે કૉલ કર્યો.

“તું એ બધી છોકરીઓ સાથે જ વાત કરી લે મારે વાત નહિ કરવી” બેરુખી ભર્યા અવાજે રાધિકાએ કહ્યું, તેના અવાજમાં ઇર્ષ્યાના ભાવ સ્પષ્ટ મહેસુસ થતા હતા.

“બકુ, તારી ભૂલ થાય છે, મેં એમ કહ્યું કે એ બધી ગર્લ્સમાં મને તું દેખાતી હતી, મેં કોઈના વિશે એવું નહિ વિચાર્યું” મેહુલે ગંભીર થતા કહ્યું.

“હાહાહા, તું હજી ના સમજ્યો?, મારે તારો અવાજ સાંભળવો હતો એટલે મેં મૅસેજ નો’હતો કર્યો.મને ખબર હતી બે મિનિટમાં જ કૉલ કરીશ.” રાધિકાએ આંખો મીંચીને મુસ્કુરાતાં કહ્યું.

“ઓહહ, આટલી બધી ફીલિંગ્સ..મને ખબર ન હતી કે તું મારા જોડે વાત કરવા બેચેન રહીશ.” મેહુલે સ્મિત સાથે કહ્યું.

“એક વાર મારી નજરથી જોઈ તો જો, જ્યાં નજર અટકે ત્યાં મેહુલ જ છે.તે પહેલાં કરેલી બધી હરકતો યાદ કરીને એકલી શરમાવ છું, આજે તો મમ્મીએ પણ ટોકી મને.” રાધિકાએ નટખટ અદામાં કહ્યું.

“આઈ લવ યુ” ખૂબ જ ગંભીર અને શાંત અવાજમાં મેહુલે કહ્યું.

“મને પ્રૉમિસ આપ પહેલા કે તું આકાશની જેમ નહિ કરે અને લાઈફ ટાઈમ મારી સાથે રહીશ.” રાધિકાએ પણ ગંભીર અવાજે કહ્યું.

“હું પ્રોમિસ આપું છું, કોઈ પણ પરિસ્થિતિમાં તારો સાથ નહિ છોડું, તું રાઈટ હશે કે રોંગ તારી બાજુમાં મેહુલ છે જ તેમ વિચારીને ચાલજે.” મેહુલે મક્કમતાથી કહ્યું.

“આઈ લવ યુ ટુ” રાધિકાએ ધીમેથી કહ્યું.

“શુ કહ્યું કઈ સંભળાયું નહિ” મેહુલે જાણીજોઈને પૂછ્યું.

“અરે બકા તારું સેટિંગ થઈ ગયું..હાહાહા” રાધિકા જોરજોરથી હસવા લાગી.મેહુલ થોડીવાર શાંત રહ્યો એટલે રાધિકાએ ફરીથી કહ્યું.

“હું એડ્રેસ સેન્ડ કરું છું, કાલે સવારે નવ વાગ્યે પહોંચી જજે.” રાધિકાએ કહ્યું.ત્યારબાદ બંનેએ લાંબી વાતો કરી અને કાલના દિવસની રાહમાં સુઈ ગયા.કાલનો દિવસ બંનેની લાઈફનો મહત્વનો દિવસ બનીને રહેવાનો હતો જેનાથી બંને અનજાન હતા.જે થવાનું હતું એ ખૂબ જ મજેદાર અને સાંભળવા લાયક હશે.” રવિએ રિસ્ટ વૉચ પર નજર કરી તો સાત વગવામાં બે જ મિનિટની વાર હતી.

“દોસ્તો અહીંયા આજનો ટાસ્ક પૂરો થાય છે, હું ટૂંકમાં કહી દઉં કે બંનેને આગળનો દિવસ કેવો રહ્યો હતો, વિગતવાર ચર્ચા કાલે કરીશું.” રવિએ વાત આગળ વધારી. “મેહુલ અને રાધિકા, જિંકલ અને મેહુલ , સાગર અને પૂર્વી, મેહુલ અને રાહી એક કેફમાં મળી જાય છે. ત્રણેય મેહુલના ચહેરા હૂબહૂ મળતા આવતા હતા.ત્યાં બધા વચ્ચે ચર્ચા થાય છે અને દોસ્તીનું નવું સોપાન રચાય છે.બસ બીજી વાતો કાલે, ત્યાં સુધી તમારી મોર્નિંગને Joyful બને તેવી Wish સાથે હું આર.જે.રવિ વિદાય લઉં છું.”

(ક્રમશઃ)

કેવી મજા આવશે જ્યારે ત્રણેય સ્ટોરીના મેહુલ એક સાથે મળશે.કેવી મજા આવશે જ્યારે એકબીજાની સ્ટોરીના વખાણ કરશે અને પોતાની સ્ટોરી સૌથી શ્રેષ્ઠ છે તેવું સાબિત કરવા મથામણ કરશે.સ્ટોરી તો હવે સ્ટાર્ટ થયી છે હજુ ઈન્ટરવલ પણ નહિ આવ્યું દોસ્તો, વિલનની એન્ટ્રી પણ બાકી છે.

કોણ હશે વિલન?, શડયંત્રના જાળમાં ફસાયેલ મેહુલ પોતાને કેવી રીતે બચાવશે?, રાધિકા અને મેહુલના સંબંધમાં એવું તો શું બન્યું હતું કે મેહુલે રાધિકાને હંમેશા માટે ભૂલી જવા કહ્યું હતું. ઘણુંબધું છે જાણવા જેવું, તેના માટે કઈ નહિ બસ પોતાના મંતવ્યો આપતા રહો અને વાંચતા રહો સફરમાં મળેલ હમસફર ભાગ : 2

  • Mer Mehul
  • Contact info : 9624755226

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED