સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-4 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-4

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-4

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-4

“પહેલી મુલાકાતમાં હગ અને બીજી મુલાકાતમાં કમર, બોવ જ ફાસ્ટ છે તું. ”રાધિકાએ ડાન્સ કરતા કહ્યું. મેહુલે રાધિકાને પોતાના તરફ ખેંચી, બંને સાવ નજીક હતા.

“એવરેજ ચાર મુલાકાતમાં કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય, તારા માટે ત્રણ મુલાકાત ઇનફ છે, તો એ હિસાબથી હા મને પણ લાગે છે હું ફાસ્ટ છું. ”મેહુલે રાધિકાને ચીડવવા કહ્યું.

“શું મતલબ ચાર મુલાકાત??, અમે ગર્લ્સ જેના પર ટ્રસ્ટ કરીએ તેની સાથે પહેલી મુલાકાતમાં જ ફ્રેંડલી રહીએ છીએ અને જો કોઈ ડાઉટ હોય તો સો મુલાકાતમાં પણ કોઈ અમારા હાર્ટમાં જગ્યા નહિ મેળવી શકતું. ”રાધિકાએ તીખા અવાજમાં કહ્યું. તીખો અવાજ તો ન હતો પણ કદાચ કોઈ સાચું બોલે ત્યારે તેનો અવાજ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી છલકાતો હોય છે.

“તો મારા કિસ્સામાં શું એક મુલાકાતથી કે સો મુલાકાતમાં પણ નહિ?”મેહુલે રાધિકાની કમર કસતા કહ્યું.

***

“તમે જ મેર મેહુલ છો!??”બર્થમાં સામેની સીટ પર આવીને બેસેલી છોકરીએ ઉદગારથી પૂછ્યું. લગભગ ત્રેવીસ વર્ષની ઉંમર, ગોળ ચહેરો, 5’4” જેટલી ઊંચાઈ.

વચ્ચેથી શોર્ટ અને સાઈડથી લોન્ગ વ્હાઇટ ટોપ જેમાં ઉપર *PATAKHA* લખેલું હતું. તેના પર બ્લેક કલરનું લેધરનું જેકેટ, લાઈટબ્લુ કલરનું Funky જીન્સ જે ઘણી જગ્યા એથી આજની ફેશન મુજબ ફાટેલું હતું. એ ફાટેલી જગ્યા કદાચ તેની માખણ જેવી કાયાને બહાર ડોકિયાં કરવા માટે હતી. તેના વાળ વાંકડિયા અને છેડે તો જાણે ગુલાબની પાંખડીઓએ પોતાનો કલર રેડ્યો હોય એમ લાલ ગુલાબી હાઇલાઇટ કરેલા હતા, જે તેના ગોળ ગોરા ચહેરા સાથે એકદમ મેચ થતા હતા.

તેના બધા જ ઘરેણાં ઓકસોડાઈઝના હતા. ગળામાં લોન્ગ નેકલેસ અને હાથમાં કડા. પગમાં પણ ઓકસોડાઈઝની પાયલ જેમાં cat ના face ની ડિઝાઇનવાળા લટકણ હતા. એક આંગળીમાં જ ડબલ વીંટી અને લાંબા shaped નખ પર ડાર્ક બ્લેક નેઇલ પેઇન્ટ. મોટી આંખો અને આંખમાં બ્રાઉન લેન્સ. ડાર્ક બ્લેક આઈલાઈનર વિથ આઈ શેડો સાથે તેની પાંપણ તો જાણે ઉપરથી આઈલેસિસ લગાવેલી હોય એટલી આકર્ષક. હોઠ પર બ્રાઉન કલરની matte લિપસ્ટિક અને હોઠથી સહેજ નીચે એક તિલ જેને જોઈને મેહુલને ઋતુની યાદ આવતી હતી. પગમાં હાઈ હિલ સેન્ડલ અને ખોળામાં રાખેલું પર્સ.

મેહુલે કોઈ જવાબ ના આપ્યો એટલે તેણે મેહુલના કાન પાસે ચપટી વગાડી મેહુલનું ધ્યાન ભંગ કરતા કહ્યું, “મેર મેહુલ?”

મેહુલે માત્ર હકારમાં ડોક હલાવી, તે છોકરી કદાચ મેહુલની આંખો જોઈ શકતી ન હતી એટલે મેહુલનો મૂડ કેવો છે તે સમજી શકી નહિ. તેણે મેહુલને સંબોધતા કહ્યું, “મેં તારી બંને નૉવેલ વાંચી, ખૂબ સારું લખે છે તું. ”

મેહુલે બનાવટી સ્મિત આપ્યું તો પેલી છોકરી સમજી ગયી મેહુલ વાત કરવાના મૂડમાં નથી. તેણે મેહુલની આંખો જોઈ તો ચોળીચોળીને લાલ થઈ ગઈ હતી, હજી મેહુલની આંખો નમ હતી. મેહુલે નજર ફેરવી લીધી.

“ઓ Mr. Writter શું થયું?, કેમ દુઃખના પહાડ તૂટેલા હોય તેવું લાગે છે. ”

“ના દુઃખના પહાડ નહિ, ભૂતકાળમાં કરેલી ભૂલની સજા ભોગવી રહ્યો છું. ”મેહુલે બારી બહાર નજર કરતા કહ્યું.

“ઓહહ, ગિલ્ટી ફિલ થાય છે, તો પછી આવા ઍટમોસ્પીયરમાં લેખક જોડે વાત કરવી યોગ્ય નથી, આપણે પછી વાત કરીએ પુરી રાત છે આપણી જોડે. ”તેણે પર્સમાંથી ઈયરફોન કાઢ્યા અને કાનમાં ચડાવ્યા.

“હું ત્રીજી નૉવેલ પણ લખી રહ્યો છું. ”મેહુલે સ્મિત સાથે કહ્યું.

“શું?, મને કંઈ કહ્યું?”તેણીએ એક ઇયરફોન કાનથી હટાવીને કહ્યું.

“મને ખબર છે કોઈ સોંગ નહિ આવતા તેમાં, નાટક કરે છે”મેહુલે ઈયરફોન ખેંચી લીધા.

“હમમ, હવે આવ્યો સ્ટોરીવાળો મેહુલ, હવે મને કહીશ શું થયું છે?”તેણીએ કહ્યું.

“અરે એવું કઈ નહિ, ચાર વર્ષ પહેલાં હું ભૂલી ન શકું તેવી ઘટના બની હતી અને આજે ફરી એ ઘટના સંબંધી વાત કરવા મને બોલાવવામાં આવ્યો છે. ”મેહુલે કપાળે હાથ રાખતા કહ્યું.

“શું થયું હતું ચાર વર્ષ પહેલા?”તે છોકરીએ પૂછ્યું.

“યાર મને તમારું નામ પણ નહિ ખબર અને હું આમ જ બધી વાતો કેમ કરી દઉં?”મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.

“શ્રધ્ધા, અને મને તારી બધી જ ખબર છે, તું જિંકલ વાળો ડાયલોગ મને ના ચીપકાવ એટલે તમે નહિ કહેતી, ચલ હવે આટલા ફ્રેંડલી થઈ ગયા તો મને કહી શકે છે બકા. ”શ્રધ્ધાએ કહ્યું.

“ટૂંકમાં કહું, મારી ઋતુએ સ્યુસાઇડ કર્યું હતું પણ હવે એવા સમાચાર મળ્યા કે એ સ્યુસાઇડ ન હતું મર્ડર હતું. ”મેહુલનો ચહેરો ફરી મુર્જાઇ ગયો.

“સ્યુસાઇડ કરવાનું કારણ?”શ્રાધ્ધએ પૂછ્યું.

“હું પોતાને દોષ આપતો હતો અત્યાર સુધી. ”મેહુલે કહ્યું.

“ચલ કોઈ નહિ, આપણે બીજી વાત કરીએ અને હા ગિલ્ટી ફિલ ના કર, નહિતર મારીશ તને. ”શ્રધ્ધાએ મજાકમાં મેહુલના માથા પર ચાર આંગળીઓ મારી.

“બોલ બીજી શું વાત કરવી છે?”મેહુલે પૂછ્યું.

“યાર મારી પાસે મારો સ્વીટુ છે નહીંતર હું તને પ્રોપોઝ કરવાનું વિચારવાની હતી. ”શ્રધ્ધાએ વાતાવરણ હળવું કરવા રમૂજ કરી.

“મને અને પ્રપોઝ?, કંઈ સમજાયું નહીં. ”

“લેખક છો અને તેમાં પણ પ્રેમ જેવા મુદ્દા પર લખવાવાળો લેખક, તારી સાથે જે કોઈ રહેશે તે ખુશ જ રહેશે કારણ કે તું તેને સમજી. ”શ્રધ્ધાએ મેહુલના વખાણ કરતા કહ્યું. મેહુલ જોડે આવી વાતો કેટલીયવાર થયેલી એટલે તેને ખબર હતી જવાબ શું આપવો. “છોડી દે ને સ્વીટુને આપણે બંને મૅરેજ કરી લઈએ. ”

શ્રધ્ધા મેહુલને તાંકતી રહી, મેહુલ હસવા લાગ્યો, “ ઑય ચિંતા ના કર એવું કંઈ જ નહીં થાય, મારી પાસે પણ મારી બકુ છે. ”મેહુલે સ્માઈલ કરતા કહ્યું.

“શું નામ છે તેનું?” શ્રાધ્ધએ તરત જ પૂછી લીધું

“રાધુ, બધા માટે રાધિકા હો. ”જ્યારે મેહુલ આટલા શબ્દો બોલ્યો ત્યારે તેનો ચહેરો ખીલી ઉઠ્યો, ચાર વર્ષ પહેલાંની ભૂલને ભૂલવામાં આ રાધિકાનો જ હાથ હતો એટલે જ્યારે મેહુલ તેને યાદ કરતો ત્યારે ઘેલો થઈ જતો તેમ કહો તો પણ ખોટું નથી.

“ઓહહ, નાઇસ નેમ, ક્યાં છે તારી રાધુ?”શ્રધ્ધાએ કહ્યું.

“જેતપુર”મેહુલે સ્મિત સાથે કહ્યું.

“ઓહ, જેતપુર…કેટલા વર્ષ થયાં તમારા સંબંધ ને?’”શ્રધ્ધાએ પૂછ્યું.

“હાહાહા, હજી શરુઆત જ નહિ થઈ”મેહુલ હસવા લાગ્યો, શ્રધ્ધા પણ સેમજી ગયી કે લેખક હજુ એક તરફા પ્રેમમાં છે એટલે પોતાને લવગુરુ સમજતી હોય તેમ વાતો શરૂ કરી.

“સિહોર આટલું મોટું શહેર છે, તો પછી સિહોર છોડીને જેતપુરમાં કેમ નજર કરી?”શ્રધ્ધાએ પૂછ્યું.

“જેતપુરમાં કોયલ વધુ છે અને સાચું જેતપુરરરમાં કોયલ વધુ જ છે અને મને બાળપણથી કોયલ પસંદ છે તેથી મેં જેતપુરમાં નજર કરી. ”મેહુલે જેતપુર પર ભાર રાખતા કહ્યું.

“નજર તો ઠીક છે દિલ પણ ત્યાં રાખીને આવ્યો છે કે શું?”શ્રધ્ધાએ કાહ્યું.

“હા, એવું જ કંઈક સમજી લે, તને ખબર છે તેને મળવા માટે મેં એવા કાંડ કર્યા છે ને કે હવે એ બધી વાતો યાદ કારીને હસવું આવે છે.. હાહાહા. ”મેહુલ કહ્યું.

“તને એક દિવસ એ મળશે જ મને વિશ્વાસ છે. ”શ્રધ્ધાએ મોટી સ્માઈલ સાથે કહ્યું. થોડીવાર બર્થમાં શાંતી છવાઈ રહી, આગળ શ્રધ્ધાનું સ્ટેશન આવવાનું હતું એટલે બંનેએ નંબર એક્સચેન્જ કર્યા અને મેહુલ જોડે શૅકહેન્ડ કરી શ્રધ્ધા ઉતરી ગયી. મેહુલ હવે સ્વસ્થ હતો, સવારે શું થશે તેના વિચારમાં બારી બહાર નજર રાખી પાછળ રહી જતા દ્રશ્યોને નિહાળતો રહ્યો.

‘ઘા રૂઝાઈ જાય પણ નિશાન તો રહી જ જાય છે’તેવી રીતે મેહુલ આવી રીતે કોઈની સાથે વાતો કરીને ઘણુંબધું ભૂલવાની કોશિશ કરતો પણ આ કોશિશ જ તેને જુની યાદોમાં ધકેલી જતી હતી.

***

નેન્સીનું રહસ્યમય મૃત્યુ સૌના માટે આશ્ચર્યજનક હતું. મેહુલ તો વહેમમાં જ રહી ગયો, ઋતુના જિદ્દી સ્વભાવને કારણે તેણે આવું કર્યું હશે તેવી ધારણા કરી મેહુલ નીચે આવ્યો હતો, આવું વિચારવું મેહુલ માટે સહેલું ન હતું પણ ઋતુ આવી રીતે ગુસ્સામાં બહાર નીકળી અને તરત જ આવી ઘટના બની એટલે મેહુલે વિચારું લીધું.

એ રાત્રે કોઈ સુતું ન હતું, સોસાયટીના બધા જ મેમ્બર પાસે પૂછપરછ કરવામાં આવી પણ કોઈને આ સ્યુસાઈડનું કારણ ખબર ન હતી. બાળકોને આ વાતથી દૂર જ રાખવામાં આવ્યા હતા એટલે તેઓને કોઈ પૂછપરછ કરવામાં ન આવી. થોડા સવાલ કરી તેઓને બીજી સોસાયટીમાં લઈ જવામાં આવ્યા.

“મેહુલ મારે તને એક વાત કહેવી છે. ”ઋતુ થરથર ધ્રુજી રહી હતી. ડરના કારણે ચહેરા પર પરસેવો આવી ગયો હતો અને તે હકલાતી હકલાતી બોલવાની કોશિશ કરતી હતી.

“શું?”મેહુલે પૂછ્યું.

“બાજુમાં આવ”બીજી સોસાયટીમાં કમ્પાઉન્ડના ખૂણે એક બાકડો હતો, ઋતુ મેહુલને ખેંચીને ત્યાં લઈ ગયી. ત્યાં જઈ ઋતુ રડવા લાગી. ગાળામાં ડૂમો ભરાઈ ગયો હોય તેમ મેહુલને બાજીને રડતી જતી હતી.

“શું થયું ઋતુ?, કેમ આમ રડે છે?”મેહુલે ઋતુને દૂર કરતા કહ્યું.

“મારી…મા…મા.. . મારી ભૂલને લીધે નેન્સી”ઋતુ આટલું બોલી ફરી મેહુલને ભેટી પડી.

“શું, તારી ભૂલ?”મેહુલે પૂછ્યું.

ઋતુએ રડતા રડતા કહ્યું, “હા, તારી જોડે ઝગડો કરી હું બહાર નીકળી તો નેન્સી નીચે ઉભી હતી, તારા વિશે કંઈક વાત કરવી છે તેમ કહી છે તેમ કહી મને અગાસી પર લઈ ગયી. ”

“પછી?”

“તેણે મને તારાથી દૂર રહેવા કહ્યું અને જો હું તારાથી દૂર ના જાઉં તો તને નુકસાન પહોંચાડશે તેવી ધમકીઓ આપી, મને ગુસ્સો આવ્યો એટલે અમારા બંને વચ્ચે હાતાપાઈ થયી અને ભૂલથી તે….. ”ઋતુ ડૂસકાં ભરવા લાગી.

“તે રુચિતાને નહિ કહ્યું ને?”મેહુલે પૂછ્યું.

“ના, મેં પહેલા તને કહ્યું”

“સારું કર્યું, હવે કોઈને આ વાત ન કહેતી અને કોઈ તને પૂછે તો કહેજે હું મેહુલ સાથે હતી. ”મેહુલે ઋતુને સમજાવી દીધી.

“હા, પણ મારા લીધે નેન્સી…”ઋતુ કહેતા અટકી ગયી.

“જે થવાનું હતું તે થઈ ગયું, એક અઠવાડિયું જ તારે અહીં રહેવાનું છે પછી કોઈ નહિ પૂછે તો આ વાત કોઈને ના કહેતી પ્લીઝ. ”મેહુલે ઋતુ પર દબાણ કરતા કાહ્યું.

ઋતુ રડતી રહી અને મેહુલ તેને સમજાવતો રહ્યો, મોડી રાત સુધી સોસાયટીમાં અવરજવર શરૂ રહી તેથી બાળકોને બીજી સોસાયટીમાં જ સુવરાવી દેવામાં આવ્યા. પછીના દિવસે પણ સોસાયટીમાં કોઈને એન્ટ્રી આપવામાં ન આવી. ઋતુના મનમાં અપરાધભાવના જન્મી હતી જેના કારણે તે કોઈના સાથે વાત પણ કરી શકતી ન હતી અને તેથી અંદરથી જ પોતાને કૉસતી રહી.

“મેહુલ આગળ શું કરવું મને કંઈ સમજાતું નથી. ભગવાન મને કોઈ દિવસ માફ નહિ કરે, મેં જે ભૂલ કરી તેની સજા મને મળશે જ. ”ઋતુ પાગલોની જેમ વર્તતી હતી. મેહુલે ઋતુને શાંત કરવાના પ્રયાસ કર્યા પણ ઋતુ સમજતી જ ન હતી.

પછીની રાત્રે બધા સુઈ ગયા પછી ઋતુ જાગીને કોઈ કારણસર તે જ એપાર્ટમેન્ટ પર પહોંચી, થોડીવાર પછી મેહુલ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો, મેહુલ કમ્પાઉન્ડમાં પહોંચ્યો તો ફરી એક ચીખ સંભળાઈ અને ઋતુ ઉપરથી નીચે આવતી નજરે ચડી, ક્ષણના પલકારામાં ઋતુની બૉડી નીચે પટકાઈ, ફરી ત્યાં જ લોહીનું ખાબોચિયું ભરાયું, આ સમયે બીજું કોઈ હોવાની સંભાવના નહીવત હતી. ઋતુના હાથમાં એક ચિઠ્ઠી હતી,

“સૉરી નેન્સી, મારી ભૂલની સજા તને મળી, હું મારી જાતને અપરાધી સમજું છું અને આ અપરાધની ભાવના મને અંદરથી ખાય છે, હું જે કઈ કરી રહી છું તે મારી જ મરજીથી કરું છું, કોઈને પણ હું જવાબદાર નહિ ગણતી અને હા રારા.. રાહુલ નહિ અઅ…અનિલ નહિ મેહુલ મને માફ કરી દેજે, આમ અધવચ્ચે તને છોડી દઉં છું. આપણે શું નક્કી કર્યું હતું યાદ છે ને જો આપણે છુટા પડ્યા તો પાગલ નહિ બનવાનું, મારા પાછળ સમય બરબાદ ના કરતો અને આગળ વધી જજે. મારી યાદ આવે તો એકવાર આંખો બંધ કરજે, હું તારી સામે આવી જઈશ અને હા તારે ધક્કો મારવાની જરૂર નથી, હું જાવ છું.

-તારી ઋતુડી. ”

ચિઠ્ઠી વાંચી મેહુલ પૂતળું બની ગયો, જે થઈ રહ્યું હતું તે મેહુલની સમજ બહાર હતું, મેહુલ ચિઠ્ઠી હાથમાં લઈને દોડી પડ્યો. રૂમમાં જઈ બારણું બંધ કર્યું અને માથું પકડી રડવા લાગ્યો.

થોડીવાર પછી સોસાયટીમાં ફરી કોલાહલ મચી ગયો. ફરી પૂછપરછ થયી, સ્ત્રીઓનો રડવાનો અવાજ અને પુરૂષોમાં થતી વાતોનો અવાજ બધું જ જાહેર કરતા હતા. આવા વાતાવરણમાં ઋતુને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. કોઈ આટલું નજીક હોય અને ઓચિંતા દૂર થઈ જાય તો સહન કરવું મુશ્કેલ છે પણ કુદરતનો નિયમ છે અને તે નિયમ અનુસાર જે બનવાનું તે બનવાનું જ છે. મેહુલ આ વાત સ્વીકારવા તૈયાર ન હતો, કેવી રીતે સ્વીકારે ઋતુ સિવાય કોઈને આટલું મહત્વ જ નો’હતું આપ્યું.

સામે બધા ધારણ લગાવવા લાગ્યા કે કોઈ આત્માનો પરછાયો સોસાયટી પર પડી ગયો છે તેથી અહીં રહેવું જોખમી છે અને તેથી એક જ અઠવાડિયામાં જે સોસાયટી બાળકોની ચિચિયારીઓથી ગુંજતી તે જ સોસાયટી ખંડેર બનીને રહી ગયી. ડરને કારણે લોકો ત્યાંથી પસાર પણ ન થતા.

બીજા કોઈનું તો ખબર નહિ અહીંથી મેહુલની પૂનમની રાતો પણ અંધારી રાતોમાં બદલાઈ ગઈ. જો તેણે ઋતુને એકલી ના છોડી હોત તો કદાચ તે અત્યારે તેની સાથે હોત અને બંને ઘટના પાછળ પોતે જ જવાબદાર છે તેમ સમજીને પોતાને અપરાધી માનવ લાગ્યો. તેના કારણે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો. કોઈના સાથે વાતચીત ન કરવી, કઈ બોલવું નહિ, ઋતુને યાદ કરીને રડતા રહેવું, શરીરની પણ સંભાળ ના લેવી જેવા ઘણીબધી પાગલપનની નિશાનીઓ મેહુલના વર્તનમાં દેખાવવા લાગી.

ઋતુના મૃત્યુ પછી ઋતુ અને મેહુલના પ્રેમ પ્રકરણની વાતો બહાર આવેલી. મેહુલનું આવું વર્તન જોઈને મેહુલના મમ્મી-પપ્પાએ મેહુલને એક મહિનો રાજકોટ તેના અંકલને ત્યાં મોકલી દીધો. રાજકોટ પણ મેહુલની પરિસ્થિતિ એવી જ રહી. આમ તો રાજકોટને રંગીલું કહેવામાં આવ્યું છે પણ રાજકોટનો એક પણ રંગ મેહુલ પર ના ચડ્યો. આખરે કંટાળીને દસ જ દિવસમાં મેહુલને સિહોર બોલાવી લેવામાં આવ્યો.

ભરતભાઈએ વિચાર્યું કૉલેજમાં બધા ફ્રેન્ડ્સ જોડે રહેશે તો કંઈક બદલાવ આવશે પણ ચાર મહિના સુધી મેહુલ એક રોબોટની જેમ બનીને રહ્યો. આખરે એક આશાની કિરણ દેખાઈ જે મેહુલને આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે તેમ હતી. મેહુલને વાંચવાનો ખૂબ જ શોખ હતો અને સૌ કોઈને ખબર છે પુસ્તકોમાં બધા જ સવાલના જવાબ હોય છે.

ભરતભાઇએ ‘ધ પાવર ઑફ પોઝિટિવ થીંકીંગ’ વિસન્ટ પિલનું પુસ્તક મેહુલને આપ્યું. એ પુસ્તકનું એક ચેપ્ટર રોજે વાંચવા કહ્યું. પાપાના કહ્યા મુજબ મેહુલે એક મહિનામાં પૂરું પુસ્તક વાંચી લીધું, હવે મેહુલ પુસ્તક વાંચવાથી ટેવાઈ ગયો, કોઈ પણ પુસ્તક વાંચી તેમાંથી સકારાત્મક ઊર્જા મળે તેનો વિચાર કરી મેહુલ પુસ્તકને વધુ મહત્વ આપવા લાગ્યો, જો કે ક્યારેક ઋતુની યાદ આવી જાય ત્યારે પુસ્તક પણ બાજુમાં રહી જતા, પણ ત્યારે મેહુલ ઋતુનો છેલ્લો પત્ર વાંચીને એકલતામાં આંસુ સારી લેતો.

દિવસ મેહુલ યુ-ટ્યુબ પર વીડિયો જોઈ રહ્યો હતો તો નીચે માતૃભારતી ઍપની જાહેરાત આવતી હતી. વાંચવાની લાલચમાં મેહુલે તે લિંક ઓપન કરી અને માતૃભારતી ઍપ ડાઉનલોડ કરી.

શરૂઆતમાં પાર્થ ગલાણીની ‘લવ જંકશન’ અને હર્ષિલ શાહની ‘આખરી શરૂઆત’ બંને નોવેલ રજૂ થતી હતી. બંને નૉવેલની કહાની અલગ હતી. એકમાં છળ કપટ હતું તો બીજામાં નિઃસ્વાર્થ પ્રેમ હતો. મેહુલને બંને સ્ટોરી વચ્ચેનો તફાવત સમજાય ગયો અને તેની સીધી લિંક પોતાની લાઈફ સાથે કનેક્ટ કરી. પર્સનલ ડાયરી ખોલી અને લખવાનું શરૂ કર્યું.

“ઋતુ તે મને કહ્યું હતું કે બંને ભવિષ્યમાં છુટા પડ્યા તો એકબીજાને સાથે લઈને આગળ વધવાનું નહિ કે તેની યાદમાં અટકી જવાનું, સૉરી બકુ ચાર મહિના સુધી મેં તારી વાત ન માની. પણ તે છુટા પડવાની વાત કરી હતી આમ છોડીને ચાલ્યા જવાની શું જરૂર હતી???

આજથી નવી શરૂઆત કરું છું, કોઈને નહિ કહું પણ આપણે બંનેએ જેટલી મોમેન્ટ્સ સાથે સ્પેન્ડ કરી છે તેને એક કહાનીનું રૂપ આપીને હું તને મારી અંદર જીવતી રાખીશ, હવે મારે તારા માટે કંઈક કરવું છે, મમ્મી-પપ્પા માટે કંઈક કરવું છે.

બધાની સવાર સાત વાગ્યે જ થાય છે અને રાત આઠ વાગ્યે જ થાય છે, કહેવાનો મતલબ એમ છે કે ભગવાને બધાને એક સરખો સમય આપ્યો છે કોઈને વધુ અને કોઈને ઓછો એવું નથી કર્યું, હવે તે વ્યક્તિ પર નિર્ભર છે કે એ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો. ચોવીસ કલાકમાં કોઈ એક મિનિટનો પણ ઉપયોગ નહિ કરતું અને કોઈ એક મિનિટ બરબાદ નહિ કરતું.

તને ભૂલી નહિ જાઉં પણ તને સાથે રાખીને આગળ વધીશ અને મળેલા સમયનો પૂરો ઉપયોગ કરીશ. કદાચ મેં તારી વાતો મજાકમાં લીધી હોય તો મને માફ કરી દેજે બકુ, મારો ઈરાદો કોઈ દિવસ તારી વાતોને મજાકમાં ઉડાવવાનો રહ્યો જ નહિ, એ તો મારો સ્વભાવ એ પ્રકારનો હતો એટલે તારી વાતોને હું મજાકમાં લેતો. પણ હવે સમજાય ગયું છે ઋતુ કે ભલે મેહુલને માત્ર ચોમાસાની એક જ ઋતુ પસંદ હોય પણ બીજી બે ઋતુનો સમય પણ પસાર કરવો જ પડે છે. અત્યારે એ સમય ચાલે છે તેવું વિચારીને તારી રાહ જોઇશ. - તારો પાગલ. ”

આટલી વાતો મેહુલે ચાર મહિના પછી પોતાની બુકમાં લખી હતી. એ વાતોને ધ્યાનમાં રાખીને મેહુલે પોતાનું મગજ ચલાવ્યું, યુ-ટ્યુબમાં માતૃભારતીના વીડિયો જોયા તેમાં ઑથર રજિસ્ટ્રેશન અને કેવી રીતે બુક્સ અપલોડ કરવી તે બધું જ શીખીને વર્ડ ઑપન કર્યું.

‘ભીંજાયેલો પ્રેમ’ ટાઇટલ આપવામાં આવ્યું, ઋતુને રાહી બનાવવામાં આવી. હાલના વાંચકોને યંગસ્ટર્સ વચ્ચેની કેમેસ્ટ્રી વધુ પસંદ આવે એટલે બધા સિન કોલેજ લાઈફના આપવામાં આવ્યા. જેમ જેમ મેહુલ સ્ટોરીમાં ઉતરતો ગયો તેમ તેમ તેનું વ્યક્તિત્વ પણ બદલાવા લાગ્યું, જેમ કાળો પથ્થર ઘસાઈને એક ચળકતો હિરો બને છે તેવી જ રીતે મેહુલે વિચારશક્તિને ઘસીને તિક્ષ્ણ બનાવી અને ‘ભીંજાયેલો પ્રેમ’ નૉવેલને માતૃભારતીના પ્લેટફોર્મ પર રજૂ કરી.

***

“દોસ્તો શું મેહુલની નૉવેલ સૌને પસંદ આવી હશે?, મેં તો મેહુલની બંને નૉવેલ કેટલીયવાર વાંચી છે, મને તો ખૂબ પસંદ આવી, એકવાર તમે પણ વાંચી લેજો. તમે વિચારતા હશો આ મેહુલની સ્ટોરી વાંચવા હું સૌને શા માટે કહું છું, પણ હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે, કોઈક બેભાન પણ થઈ શકે છે અને વહેલી સવારે ગૂંગળામણ પણ થઈ શકે છે. ”રવીએ ઉમંગમાં આવીને કહ્યું.

“આમ સસ્પેન્સની વાત અત્યારે જતી વેળાએ કહું તો કાલે સાંભળવા માટે તમારી પાસે કંઈ નહિ હોય અને મારી પાસે સંભળાવવા માટે કંઈ નહિ હોય પણ હિન્ટ તો આપી જ શકું છું, તમારો હૉટ અને ફેવરિટ આર. જે. મોન્ટુ કાલે આવશે અને તમે લોકો……. બસ આનાથી આગળ કાલે સવારે વાત…. અભી હાલ માટે આર. જે. રવિ તરફથી શરૂ થતાં દિવસની શુભકામના... બાય.. બાય.. ટાટા…જય શ્રી કૃષ્ણ…જય ભોળાનાથ…જય સ્વામિનારાયણ…ખુદા હાફિઝ…એન્ડ યો જેતપુર. ”રવિએ માઇક ઑફ કર્યું અને બીજી બાજુ મોન્ટુના ચાહકો વચ્ચે ચર્ચાઓ થવા લાગી.

“સારું હવે કાલે મોન્ટુનો અવાજ સાંભળવા મળશે, આ રવિએ તો મેહુલની સ્ટોરીમાં ગૂંચવી કાઢ્યા હતા, નેન્સી મૃત્યુ પામી, ઋતુ મૃત્યુ પામી. આવી તો કોઈ ગેરસમજણ હોતી હશે!!!, એકવાર ત્રણેય મળીને વાત કરી લીધી હોય તો આવી ઘટના બને જ નહિ. મને તો ઘડેલી સ્ટોરી લાગે છે. ”કાવ્યાએ નાક ચડાવતા કહ્યું.

“એમાં શું હોય કાવ્યા તને ખબર છે….. રવિ નવો આર. જે. છે તેથી બધા સારો રિસ્પોન્સ આપે એટલે ઈમોશનલ સ્ટોરી સંભળાવે છે. નહિતર આવી ફિલ્મી સ્ટોરી કોની હોય?”કાવ્યની બેસ્ટી મિત્તલે કહ્યું.

“તેમાં મેહુલનું પાત્ર ખૂબ જ સારું છે, આવો નટખટ છોકરો મળી જાય તો મજા આવી જાય. ”ગ્રુપમાંથી એક સહેલીએ લહેકો મૂક્યો.

“બે છોકરીની જિંદગી ખતમ થઈ ગઈ મેહુલના કારણે અને તું તેને નટખટ કહે છે?”મિત્તલે વિરોધ કરતા કહ્યું.

“તેને ખબર જ ન’હતી કે તેની પાછળ આવું કંઈ બની રહ્યું છે, બિચારો ઇનોસન્ટ છે યાર. ”ફરી તે સહેલીએ મેહુલની તરફેણ કરી.

“એટલે જ કહું છું આ ઘડેલી કહાની છે નહિતર કોઈની પાછળ આમ બે છોકરીઓ પાગલ હોય અને તેને ના ખબર પડે?, મારુ તો માનવામાં નહિ આવતું. ”મિત્તલે મોં બગાડતા કહ્યું.

“બસ, હવે આપણે એ કહાનીની વાત નથી કરવી, કાલે મારા સપનાના રાજકુમારનો અવાજ સાંભળવા મળશે તેની ખુશીમાં આજે હું પાણીપુરી ખવરાવીશ તમને”કાવ્યાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું.

અહીં જેતપુરના રેલવે સ્ટેશનની બહાર પણ ‘લવ જંકશન’ની જ વાતો થતી હતી. મોન્ટુએ આ લોકો પર કંઈક એવી રીતે જાદુ કરી દીધું હતું કે કદાચ સૌથી સારો આર. જે. જેતપુરને સંબોધે તો પણ મેહુલ જેટલા સાંભળવાવાળા ના જ મળે. હા એ વાત પણ સાચી છે કે એકવાર જેને સાંભળવાની આદત પડી ગઈ હોય તો જ્યાં સુધી તેનો અવાજ ના સંભળાય ત્યાં સુધી ચૅન ના મળે અને મેહુલને આટલા બધા દિવસો પછી સાંભળવાનો મોકો મળ્યો હોય તો કોઈ આવો લ્હાવો જતો ના જ કરે. તેથી જેઓએ રવિથી કંટાળીને ‘લવ જંકશન’ સાંભળવાનું બંધ કરી દીધું હતું તેઓ મોન્ટુની વાત મળતા ફરી એ ચેનલ સેટ કરવાના હતા અને તેથી જ કાલની સવારે ‘લવ જંકશન’ને એક મોટો શ્રોતાગણ મળવાનો હતો.

રવિ પણ પાક્કો ખેલાડી હતો, દોસ્ત જ મેહુલનો હતો તો આગળ કંઈ કહેવાની જરૂર નથી. તેને ખબર હતી કદાચ મેહુલની સ્ટોરીને આવી જ રીતે સંભળાવતો રહેશે તો ધીમે ધીમે સાંભળવાવાળાની સંખ્યામાં ઘટાડો થશે અને તેથી આવતી કાલે એક એવો માસ્ટર સ્ટ્રોક રમવાની તૈયારી કરી, જે મોન્ટુની ગેરહાજરીમાં શ્રોતાઓને પોતાની વાતો તરફ આકર્ષવા માટે કાફી હતો.

***

“મેહુલ મારી સાથે કપલ ડાન્સ ફાવશે?, હું ટ્રેક લગાવી દઉં છું”રાધિકાએ મેહુલને આમંત્રણ આપતા હાથ લંબાવ્યો. રાજકોટના ક્યુબા ક્લબમાં મહેફિલ જામી હતી. ડી. જે. ના તાલ પર બધાના પગ થિરકી રહ્યા હતા. ક્લબમાં આવેલા બધા લોકો નશામાં ડૂબેલા હતા. કોણ કોની સાથે નાચી રહ્યું હતું તેનું કોઈને પણ ભાન ન હતું. મેહુલ અને રાધિકા એક કોર્નરમાં ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. મેહુલના હાથમાં કૉલ્ડડ્રિંકનો ગ્લાસ હતો. રાધિકાના ગ્રુપ સાથે મેહુલનો ઇન્ટ્રો. કરાવવા સૌ અહીં ભેગા થયા હતા.

મેહુલે બ્લેક પેન્સિલ ફોર્મલ ટ્રાઉઝર પર પ્લેન લેલનના વાઇટ શર્ટનું ઇનશર્ટ અને લાઈટ બ્રાઉન કલરનો બેલ્ટ, બ્રાઉન કલરના જ પાર્ટીવૅર શૂઝ અને શર્ટ પર લટકતા બ્લેક ગોગલ્સ, ડાબા હાથની ત્રીજી આંગળીમાં ઋતુએ આપેલી રિંગ અને કાંડામાં કલેક્શનની વૉચ. જમણા હાથમાં કાળો રેશમનો પાતળો ધાગો અને તેના પર પાતળું કડું. વાઇટ શર્ટમાંથી આવતી એ જ વાઈલ્ડ સ્ટોનની સુગંધ, વન સાઈડની હેર સ્ટાઇલ જેને વારંવાર એક બાજુ કરવાની ટેવ, ચહેરા પર જમણી બાજુ દાઢી પર હોઠથી બે ઇંચ દૂર આવેલો નાનો મહ, આછી અને સુંવાળી દાઢી અને મૂછ, મજબૂત અને ખડતલ શરીર. મેહુલનો ડાબો હાથ પોકેટમાં હતો અને જમણા હાથમાં ગ્લાસ હતો.

“મેહુલ બોલને ડાન્સ કરીશ?”રાધિકાએ ફરી પૂછ્યું.

“મને કોઈ પ્રૉબ્લેમ નહિ, હું રેડી છું. ”મેહુલે ગ્લાસ ટેબલ પર રાખ્યો અને રાધિકાને હાથ આપ્યો.

રાધિકા મેહુલને ટોળાની વચ્ચે લઈ ગયી, જ્યાં બધા ડ્રિંક્સ લઈ રહ્યા હતા.

“રાધિકા તારા ફ્રેન્ડ સાથે ઇન્ટ્રો કરાવીશ કે એકલી જ વાતો કરતી રહીશ?”રાધિકાની ફ્રેન્ડ દિશાએ કહ્યું.

“એટલે જ અહીંયા લાવી છું, મીટ માય ન્યુ ફ્રેન્ડ મેહુલ”એક પલ બધા સાથે આંખો મેળવવા રાધિકા અટકી અને ફરી બોલી, “મેહુલે હાલમાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લેટ કર્યું છે, એકાઉન્ટમાં માસ્ટર છે પ્લસ ઑથર છે એ બી લવ સ્ટોરીનો. એકવાર તેની સ્ટોરી વાંચજો ફેન થઈ જશો. ”મેહુલ સામે સ્મિત કરતા રાધિકાએ મેહુલનો ઇન્ટ્રો કરાવ્યો. આંખોથી જ રાધિકાનો આભાર માનતો હોય તેવી રીતે મેહુલે સ્મિત કર્યું.

“રાધિકા તે જે સ્ટોરી મને વાંચવા કહ્યું એ જ ઑથર છે?”આશ્ચર્ય સાથે દિશાએ પૂછ્યું. રાધિકાએ નેણ ઊંચા કરી દિશા સામે જોયું અને મોં પર આંગળી રાખી ચૂપ રહેવા કહ્યું.

દિશા મેહુલ તરફ આગળ વધી અને શૅકહેન્ડ કરવા હાથ લંબાવતા કહ્યું, “આઈ એમ બિગ ફૅન ઑફ યું, મેં તમારી બંને લવ સ્ટોરી વાંચી, ઇટ્સ ઑસમ. ”

મેહુલે શૅકહેન્ડ કર્યો, “રાધિકા દિશાને જિંકલ બનવું લાગે, જો ને તમે તમે કહે છે. ”મેહુલે મજાક કરતા કહ્યું. રાધિકા અને દિશા બંને હસી પડ્યા.

“મેહુલને આંગળી ના આપતી દિશા, એ પોચો નહિ પકડતો ડાયરેક્ટ હાથ ખેંચીને હગ જ કરી લે છે. ”રાધિકાએ મેહુલને યાદ અપાવતા કહ્યું. એક પછી એક મેહુલ રાધિકાના પુરા ગ્રુપ સાથે મળ્યો. રોહિત, જય, ક્રિશ, સ્વાતિ, ત્રિષા અને વાણી બધા જ સાથે મેહુલે વાતો કરી. બધા જ રાજકોટના રહેવાવાળા હતા, માત્ર રાધિકા જ જેતપુરની હતી. આ ગ્રુપ ઇન્ટીનીઅર ડિઝાઇનના કોર્સમાં રાધિકા સાથે સ્ટડી કરતું હતું.

“રાધિકા તું તો ડ્રિંક નહિ કરતી તારા દોસ્તને ચાલશે?”ક્રિશે હાથમાં રહેલો ગ્લાસ ઊંચો કરતા કહ્યું.

“ના હું ડ્રિંક નહિ કરતો. ”મેહુલે કહ્યું.

“ઑકે ટ્રેક ચૅન્જ થાય છે, લેટ્સ ડાન્સ. ”રાધિકાએ ફરી મેહુલનો હાથ પકડ્યો.

રાધિકા દ્વારા વારંવાર થતો સ્પર્શ મેહુલના દિલમાં હુફરની જેમ ધ્રુજારી પેસારી જતો હતો. તેના મુલાયમ હાથ મેહુલના સખ્ત હાથને પીગાળી રહ્યા હતા. થિરકતા પગોની વચ્ચેથી પસાર થઈને રાધિકા મેહુલને ડી. જે. પાસે લઈ ગયી. જે તેનો દોસ્ત જ હતો, તેના કાનમાં એક વાત કહી અને રાધિકા ફરી મેહુલ પાસે આવી. મેહુલને ફરીએ ટોળા વચ્ચે લઈ ગયી. ડી. જે. બંધ થયું અને નવો ટ્રેક લાગ્યો.

“ચાહે તુમ કુછ ના કહો, મેને સુન લિયા….. પહેલા નશા પહેલા ખુમાર…. ”સોંગ વગતાની સાથે જ બધા પોતાના સાથીને શોધવા લાગ્યા. રોહિત ત્રિષા સાથે, ક્રિશ વાણી સાથે અને જયે રાધિકાનો હાથ પકડ્યો. મેહુલના હાથમાંથી રાધિકાનો હાથ છૂટી ગયો, દિશાએ મેહુલ તરફ હાથ લંબાવ્યો. મેહુલે દિશા સામે સ્માઈલ આપી હાથમાં હાથ આપ્યો અને બિટ સાથે બધાના પગ મુવમેન્ટ આપવા લાગ્યા.

રાધિકાની નજર મેહુલ પર હતી અને મેહુલ પણ રાધિકા સામે જોઈ રહ્યો હતો. થોડીવાર પછી મેહુલ ક્લબમાંથી બહાર આવ્યો, સિગરેટ લેવા પોકેટ તરફ હાથ જતો હતો ત્યાં પાછળથી રાધિકાએ સાદ કર્યો. મેહુલ પાછળ ઘૂમ્યો.

મોરપીંછ કલરનું કુર્તુ, વાઇન કલરની સલવાર અને બંને કલરના મિશ્રિત લેરિયાવાળો દુપટ્ટો. પહેલી નજર જ્યાં અટકી જ્યાં જાય તેવું સ્મિત, ભરાવદાર અને આકર્ષક બાંધો, નહિ ઓછું કે નહિ વધુ એકદમ પરફેક્ટ. કુર્તુ પાછળથી ડિપનેક દોરીથી ટાઈટ બંધાયેલ અને બેક જાણે મલાઈ. એકદમ સિલ્કી સ્ટ્રેટ બર્ગન્ડી શાઇનિંગવાળા લાંબા વાળ જે ઉપર થતી લાઈટના કારણે વધુ ચમકતા હતા. ગળામાં સોનાની પાતળી ચેઇન જેમાં હાર્ટ શૅપનું જોઈન્ટ પેન્ડેડ. કાનમાં મોતિવાળી રાઉન્ડ ઈયરિંગ, એની બ્રાઉન આંખમાં કાજલ. બ્લેક આઇ લાઇનર અને મસ્કરા, એની આંખો સામે જોવા મજબૂર કરતી હતી.

હોઠ પર ગુલાબની પાંખડી જેવા શેડની લિપસ્ટિક, જાણે હમણાં તેમાં થઈ રસ ટપકશે એવું લાગતું હતું. તેના ઉપરના હોઠની ઉપર લેફટ સાઈડ એક તિલ હતો. જ્યાં છોકરીઓ જાણી જોઈને કાજલથી તિલ બનાવતી હોય છે ત્યાં ભગવાને તેને સાચો તિલ જ આપ્યો હતો. નીચેના હોઠથી થોડું નીચે રાઈટ સાઈડ પર એક બીજો તિલ જાણે ભગવાને ગોઠવી ને જ રાખ્યો હતો, રાધિકાને ઋતુની કૉપી કહો તો પણ ચાલે કારણ કે દોઢ વર્ષ પહેલાં મેહુલ આ નજરો જોયેલો.

મેહુલે બંને હાથ પોકેટમાં રાખી દીધા અને રાધિકા સામે જોઈ રહ્યો. “શું જુએ છે પાગલ?, ચાલ આપણે ડાન્સ કરવા આવ્યા છીએ. ”કહેતા રાધિકા ફરી મેહુલને અંદર ખેંચી ગયી. ટોળાની વચ્ચે મેહુલ અને રાધિકા સામ-સામી ઉભા હતા. રોમેન્ટિક સ્લૉવ સોંગ કાને અથડાતા હતા અને બધા પોતાના પાર્ટનરની આંખોમાં આંખ પરોવીને કપલ ડાન્સ કરી રહ્યા હતા. રાધિકા મેહુલને તાંકતી રહી, રાધિકાએ મેહુલનું ઑબસર્વેશન કર્યું તો મેહુલના હાથ થરથર કાંપતાં હતા, રાધિકા મનમાં હસી અને મેહુલનો પકડીને પોતાની કમર પર રાખી દીધો અને પોતાનો હાથ મેહુલના ખભા પર. બીજો હાથ મેહુલના હાથમાં હતો. બિટ્સ પર બંને ડાન્સ કરવા લાગ્યા.

“પહેલી મુલાકાતમાં હગ અને બીજી મુલાકાતમાં કમર, બોવ જ ફાસ્ટ છે તું. ”રાધિકાએ ડાન્સ કરતા કહ્યું. મેહુલે રાધિકાને પોતાના તરફ ખેંચી, બંને સાવ નજીક હતા.

“એવરેજ ચાર મુલાકાતમાં કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય, તારા માટે ત્રણ મુલાકાત ઇનફ છે, તો એ હિસાબથી હા મને પણ લાગે છે હું ફાસ્ટ છું. ”મેહુલે રાધિકાને ચીડવવા કહ્યું.

“શું મતલબ ચાર મુલાકાત??, અમે ગર્લ્સ જેના પર ટ્રસ્ટ કરીએ તેની સાથે પહેલી મુલાકાતમાં જ ફ્રેંડલી રહીએ છીએ અને જો કોઈ ડાઉટ હોય તો સો મુલાકાતમાં પણ કોઈ અમારા હાર્ટમાં જગ્યા નહિ મેળવી શકતું. ”રાધિકાએ તીખા અવાજમાં કહ્યું. તીખો અવાજ તો ન હતો પણ કદાચ કોઈ સાચું બોલે ત્યારે તેનો અવાજ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી છલકાતો હોય છે.

“તો મારા કિસ્સામાં શું એક મુલાકાતથી કે સો મુલાકાતમાં પણ નહિ?”મેહુલે રાધિકાની કમર કસતા કહ્યું.

“તારી સાથે પહેલીવાર ચૅટ કર્યું ત્યારથી જ મને ખબર હતી, તું મજાક ભલે કરે પણ તારા વિચારો સ્વચ્છ છે અને ઑય Mr. Writter, કેમ તારા હાથ ધ્રુજતા હતા?, કેમ હું ફ્રેંડલી નહિ રહેતી તારા સાથે?”રાધિકાએ પૂછ્યું.

“ના એવું નહિ રાધિકા….. ” “રાધુ…. યુ કેન કૉલ મી રાધુ”રાધિકાએ મેહુલને અટકાવીને કહ્યું.

“હમમ, રાધુ.. એવું કંઈ નહિ, તારી પરમિશન વિના હું કેવી રીતે કમર પર હાથ રાખું?, તને ખબર છે ને રાજકોટમાં કોઈ ફ્રેન્ડ નહિ, જો તું જ ટ્રસ્ટ નહિ કરે તો…. ”મેહુલે રાધિકાની આંખોમાં આંખ પરોવી. એ નશીલી આંખોમાં કોઈ પણ ડૂબી જાય અને મેહુલ તો લેખક હતો તેથી એ તો ડૂબવાનો જ હતો.

“મેહુલ તે મને પ્રોમિસ આપ્યું હતું યાદ છે?” રાધિકાએ મેહુલની છાતી પર હાથ રાખતા કહ્યું.

“તારી સાથે થયેલી બધી વાતો મને યાદ છે પણ આટલા અવાજમાં હું કઈ રીતે તારું વર્ણન કરું?”મેહુલે મુશ્કેલી જણાવી.

“ચાલ તો બહાર જઈએ. ”રાધિકાએ ઉમંગમાં આવીને કહ્યું.

બંને ક્લબમાંથી બહાર આવ્યા, ક્લબ એક ગાર્ડનની વચ્ચે હતો. બહાર લાંબી પગદંડીઓ હતી, રસ્તાના બંને છેડે નાના નાના છોડ હતા અને તેની પાછળ વૃક્ષો હતા. તે વૃક્ષોમાં જુદા જુદા પ્રકારની લાઈટો ગોઠવવામાં આવી હતી. અંદર લૉનમાં લાકડાની રંગીન બેન્ચ રાખવામાં આવી હતી. રાધિકા તે બેન્ચ પર બેઠી, મેહુલ બાજુમાં બેસવા જતો હતો ત્યાં રાધિકાએ અટકાવતા કહ્યું, “ના મેહુલ એમ નહિ, મારી સામે ઘુંટણભર બેસીને મારા હાથમાં હાથ રાખી, આંખોમાં આંખ પરોવી કહે, પાગલ લેખક થઈને એટલું પણ નહિ સમજતો કે એક છોકરી પોતાની વાત કેવી રીતે સાંભળવા ઈચ્છતી હશે. ”રાધિકાએ મેહુલને ટપલી મારતા કહ્યું.

મેહુલ રાધિકા સામે ઘુંટણભર બેસ્યો અને રાધિકાની આંખમાં આંખ પરોવી બોલવાનું શરૂ કર્યું,

“આંખો જાણે કારની હેડલાઈટ અને વાળ જાણે સુઘરીનો માળો,

આકાર વગરનો ચહેરો અને નાકમાં જાણે કારોળિયાનું જાળું,

ગુસ્સો કરે ત્યારે હસવું આવે અને હસે ત્યારે ગુસ્સો,

સામે આવે ત્યારે પણ આવે ગુસ્સો અને દૂર થાય ત્યારે જુસ્સો,

તને લાગતું હશે આવા શબ્દો તારા રૂપની તોહીનમાં કહું છું,

એવું ના સમજ તું, જ્યારથી તું મળી બધીને આવી જ વાતો કહું છું. ”

હાહાહા, મેહુલે રમૂજ સાથે વાત શરૂ કરી.

“વૅરી ફની, મારે આ વાત નહિ સાંભળવી જે તું સાચે વિચારે છે એ વાત સાંભળવી છે. ”રાધિકાએ હાથ છોડાવી મોં ફેરવી લીધું. મેહુલને બસ આ જ જોઈતું હતું, રાધિકાનો ચહેરો પોતાના તરફ ફેરવ્યો, ખભા પર બંને હાથ રાખ્યા અને ધીમે ધીમે નીચે લાવી આંગળીઓમાં આંગળી પરોવી કહ્યું,

“ जो तू साथ न छोड़े ता-उम्र मेरा ए मेहबूब,

मौत के फ़रिश्ते को भी इनकार न कर दूं तो कहना,

इतनी कशिश है मेरी मुहब्बत की तासीर में,

दूर हो के भी तुझ पे असर न कर दूं तो कहना !”

રાધિકા ચૂપ થઈ ગઈ, વાતવરણ બદલાવવા લાગ્યું. મેહુલ રાધિકાની આંખો સાથે આંખોથી વાત કરી રહ્યો હતો.

“મેહુલ વધી રહ્યું છે, આટલી ફીલિંગ્સ સારી નહિ. મેં તને પહેલા સમજાવ્યો હતો. ”રાધિકાએ આંખો છુરાવતા કહ્યું.

“મેં પણ કહ્યું હતું, પાગલ તો તને પણ બનાવી દઈશ. ”મેહુલે સ્મિત સાથે કહ્યું.

“હું સાચે જ પાગલ થઇ જઈશ મેહુલ” રાધિકાના શ્વાસોશ્વાસ વધવા લાગ્યા.

“સારું ને મને મારી મંજિલનો મુસાફિર મળી જશે, એકલા સફર કરવું મુશ્કેલ છે”મેહુલે રાધિકાના બંને ગાલ પર હાથ રાખ્યા.

રાધિકાએ આંખો બંધ કરી દીધી, “મેહુલ પ્લીઝ હું એવી છોકરી નહિ”પોતાનો બચાવ કરવા રાધિકાએ અધિરાઈથી કહ્યું.

મેહુલે બંને હાથ દૂર કર્યા, રાધિકાની બાજુમાં બેસી, અહમ સાથે કહ્યું,

“उलझी शाम को पाने की में ज़िद नही करता;

जो ना हो अपना उसे अपनाने की में ज़िद नही करता;

इस समंदर में तूफ़ान बहुत आते है;

इसके साहिल पर घर बनाने की में ज़िद नही करता!!”

“મેહુલ પ્લીઝ આવું ના બોલ, આઈ ટ્રસ્ટ યું બટ આપણી આ બીજી જ મુલાકાત છે”રાધિકાએ ઉદાસ થઈ કહ્યું.

“પાગલ છું હું, કારણ વિના તારા જોડે લાગણી જોડી, તું ક્યાં જેતપુરમાં રહે અને હું ક્યાં ભાવનગરમાં. મારા મગજમાં આવો વિચાર આવ્યો જ કેમ?”મેહુલે કપાળ સાથે આંગળીઓ ઘસતા કહ્યું.

“હાહાહા, તું સાચે પાગલ છે પગલુ, તું આટલી બધી લાગણી રાખી શકે તો શું મને કોઈ અસર નહિ થતી હોય?, તે તો મારી કેટલીય રાતોની ઊંઘ બગાડી છે, મારે બદલો લેવા કંઈક તો કરવું હતું ને”કહેતા રાધિકા મેહુલને હગ કરી ગયી.

“આઈ લવ યુ પગલુ, પહેલી મુલાકતમાં હું તારી થઈ ગઈ હતી, તે સમય લઈ લીધો. અમસ્તા પણ ભાવનગરના છોકરા થોડા સ્લૉવ છે. ”રાધિકા દિલ ખોલીને ઇઝહાર કરવા લાગી.

“ઓહ ગૉડ, હમણાં હાર્ટએટેક આવી જાત યાર. ”મેહુલે પણ રાધિકાને ટાઈટ હગ કર્યો. રાધિકાએ ચહેરો ઉપર કર્યો અને મેહુલના હોઠ સુધી પહોંચી. બંનેના હોઠ મળ્યા અને અહીંથી બંનેની સફર શરૂ થઈ.

***

“પહોંચી ગયો?” સિહોરના પ્લેટફોર્મ પર મેહુલે ઉતરીને મોબાઈલ ચૅક કર્યો ત્યારે શ્રધ્ધાનો મૅસેજ આવેલો હતો.

“હા બસ પ્લેટફોર્મ પર…. ”મેહુલ આગળ ટાઈપિંગ કરવા જતો હતો ત્યાં જ કોઈકે પાછળથી મેહુલ પર વાર કર્યો, મોબાઈલ હાથમાંથી છૂટી ગયો અને મેહુલ જમીન પર પટકાયો, મેહુલની ગરદનથી ઉપરના ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું. સવારના પાંચ વાગ્યે કોઈ પ્લેટફોર્મ પર હતું પણ નહીં. મેહુલની આંખો સામે બધું ધૂંધળું ધૂંધળું દેખાવવા લાગ્યું.

“તને શું લાગ્યું અહીં આવીને મને સજા અપાવીશ?, ચેતવણી આપું છું, જો ઋતુના સ્યુસાઇડ વિશે કોઈને વાત કહી તો, પછીનો દિવસ નહિ જોઈ શકે તું. ”કોઈ અજાણ્યો અવાજ મેહુલના કાને અથડાયો. ત્રણ-ચાર વ્યક્તિ મેહુલથી દૂર જતી હોય તેવી આહટનો અવાજ મેહુલે મહેસુસ કર્યો, તરત જ મેહુલની આંખો બંધ થઈ ગઈ.

(ક્રમશઃ)

***

કોણ હતા તે લોકો?, ચાર વર્ષ પછી કેમ મેહુલને ધમકી આપી?, ઋતુએ સ્યુસાઇડ કર્યું હતું કે તેનું મર્ડર થયું હતું, રાધિકા સાથે મેહુલની આવી મુલાકાતો થઈ હતી તો અત્યારે કેમ રાધિકાને છોડીને ચાલ્યો આવ્યો, મોન્ટુ ક્યાં છે…. શરૂઆત આપીને ક્યાં ચાલ્યો ગયો?

શ્રધ્ધા કોણ છે?, રાધિકા અને મેહુલ બંને વચ્ચે પહેલા જેવા સંબંધ બંધાશે?, બધા જ સવાલના જવાબ મળી રહેશે…. તેના માટે વાંચતા રહો… સફરમાં મળેલ હમસફર : 2…. અને હા આવતા ભાગમાં તમે કોઈ દિવસ વિચાર્યું નહિ હોય તેવું દ્રશ્ય જોવા મળશે…. બધી સ્ટોરીના મેહુલ અને રાધિકા, જિંકલ અને રાહી મળવાના છે તો વાંચવાનું નહિ ભૂલતા.

અગાઉ જણાવ્યા મુજબ તમારા રિવ્યુ પરથી જ હું લખી શકું છું, પાછળની સ્ટોરીને ધ્યાનમાં રાખીને ઘણાબધા લોકોએ મારો વ્યક્તિગત

સંપર્ક કર્યો હતો અને અત્યારે પણ જ્યારે હું તેઓની પાસે સલાહ માંગુ છું તો નિઃસ્વાર્થ ભાવે તેઓ મને મદદ કરે છે. અહીં હું કોઈનું નામ લેવા નહિ માંગતો પણ જે લોકોને કહેવા માગું છું તે સમજી જજો અને હજી બધા જ વાંચક મિત્રોને વિનંતિ છે કે કોઈ પણ પ્રકારનું મંતવ્ય આપવાનું ભૂલતા નહિ કારણ કે તમને ખબર નહિ તમારા નાના રિવ્યુથી મને મોટી મદદ મળી શકે છે.

Thank you.

-Mer Mehul

Contact info – 9624755226

Facebook/instagram – Mer Mehul