સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-12 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-12

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-12

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-12

(બસ, થઈ ગયું તમારું?” શ્રધ્ધાએ બંનેની વાતમાં ખલેલ પહોંચાડતા પૂછ્યું.

હા, થઈ ગયુંરવિએ કહ્યું.

તો હવે આગળ?” વિશ્વાએ પૂછ્યું.

ચાલો અત્યારે મારી સાથે”, રવિએ મેહુલનો હાથ ખેંચી ચાલવા લાગ્યો.

ક્યાં લઈ જાય છે એમ તો બોલમેહુલે હાથ છોડાવતા કહ્યું.

રેડિયો સ્ટેશને, આજે મારે એક એનાઉન્સમેન્ટ કરવું છેરવિએ કહ્યું.

તમે લોકો જાવ હું આવુંમેહુલે કહ્યું. ‘જલ્દી આવજેકહી રવિ ચાલવા લાગ્યો. શ્રધ્ધાએ મેહુલ તરફ જોયું અને આંખ મારી અંગુઠો બતાવતી ચાલવા લાગી. પાછળ વિશ્વા અને રાધિકા પણ ચાલવા લાગી.

હેય બકુ તું ક્યાં જાય છે?” મેહુલે રાધિકાનો હાથ પકડ્યો.

તે કહ્યુંને તમે લોકો જાઓરાધિકાએ નાટક કરતા કહ્યું. )

(ક્રમશઃ)

મને દિવસ હજી યાદ છે જ્યારે મેહુલે કહ્યું હતું કે તારી મહેનતથી જે કરવું હોય કરી લે પણ મને કંઈ ના કહેતો અને આજે જો મારી મહેનત સફળ થઈ, મેહુલને ઋતુનો પણ ના થવા દીધો અને રાધિકાનો પણ નહિરવિએ સળગતા અવાજે કહ્યું.

તું મેહુલની બનાવટી કહાની રેડિયો પર રજૂ કરે છે વાત તેને ખબર પડી જશે તો?” વિશ્વાએ રવિના ગાલ પર હાથ ફેરવતા કહ્યું.

તેને રેડિયો સાંભળવાનો સમય ક્યાંથી મળશે, આપણે એટલો હેરાન કર્યો છે કે બિચારો વિચારી પણ નહીં શકતો હોય કે બધું શુ થઈ રહ્યું છેરવિએ વિશ્વાને જકડી અને વધુ નજીક ખેંચતા કહ્યું.

બિચારો અનિલ, તેને એમ છે કે અમે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમ હતા, ભગવાન તેની આત્માને શાંતિ આપેહસતા હસતા વિશ્વાએ એક સ્મૂચ કર્યું.

મેહુલની ભાષામાં કહું તો આપણે અનિલનું બલિદાન વ્યર્થ નહિ જવા દઈએ બકુહાહાહામેહુલ જેવો અવાજ કરી રવિએ મશ્કરી કરી.

મેહુલની બરબાદી પર એક જામ થઈ જાય જાન?” વિશ્વાએ કહ્યું. અનિલે અમેરિકાથી મંગાવેલી વાઇનની બોટલ કાઢી અને બે ગ્લાસ ભરવામાં આવ્યા.

આગળનો શું પ્લાન છે? એક સિપ મારતા વિશ્વાએ પૂછ્યું

ધીમે ધીમે રાધિકા પણ મેહુલથી દુર થશે અને મારી નજદીક આવશે, રાધિકાને એટલી હદ સુધી મેહુલની વિરુદ્ધ કરી દઈશ કે બંને એકબીજાનો ચહેરો પણ જોવાની ઈચ્છા નહિ રાખેરવિએ વિચારતા કહ્યું.

તેના માટે કોઈ તૈયારી?” વિશ્વાએ પૂછ્યું.

હા, રોજ રાત્રે હું રાધિકા સાથે કૉલમાં વાત કરું છુંરવિએ આંખો બંધ કરી રાધિકાનો ચહેરો યાદ કરતા કહ્યું.

અને હું? તારા માટે હું અનિલને છોડીને આવી અને તું રાધિકા પાછળ પડ્યો છેવિશ્વાએ નારાજ થતા કહ્યું.

તું તો મારી જાન છોરવિએ વિશ્વાને ફરી પોતાના તરફ ખેંચી અને બેડ પર ધકેલી દીધી.

ડાર્લિંગ હું હવે થાકી ગઈ છું બધાથી પ્લીઝવિશ્વાએ રવિને પોતાના તરફ ખેંચી તેના શર્ટના બટન ખોલવા લાગી. રવિએ એક શ્વાસ લીધો અને વિશ્વા પર ત્રાટુકયો. થોડી ક્ષણોમાં પોતાની હવસની આગ શાંત કરી રવિ નીકળી ગયો. તેનું લક્ષ તો રાધિકા સુધી પહોંચવાનું હતું, વિશ્વા તો એક પ્યાદુ હતું જે તેના ઈશારા પર નાચતું હતું.

રાધિકા સવારે ક્યાં હશે વાતની જાણકારી પણ રવિએ આપી હતી, રવિ પોતાના રચેલા શડયંત્રમાં સફળ થઈ રહ્યો હતો. ઋતુના મર્ડર પાછળ પણ રવિ જવાબદાર હતો. ઋતુ અને મેહુલની એકએક હરકત પર તે ધ્યાન રાખતો હતો. રવિએ એક માત્ર ભૂલ કરી હતી. તેણે વિચાર્યું હતું કે મેહુલ અને રાધિકા વચ્ચે થયેલ ગેરસમજ કોઈ દિવસ સુલેહમાં નહિ પરિણમે પણ અહીં તેની બાજી પલટી ગયી હતી. મેહુલને રવિની બધી વાતો ખબર પડી ગયી હતી અને એટલે મેહુલ રાધિકાને લઈને રવિના ઘરે પહોંચી ગયો.

મેહુલે દરવાજો ખોલ્યો તો અંદર વિશ્વા અર્ધનગ્ન અવસ્થામાં બેડ પર સૂતી હતી અને રવિ બાથરૂમમાંથી ટુવાલ લપેટેલો હાથમાં સિગરેટ લઈને બહાર નીકળતો દેખાયો.

મેહુલ તું અહીં?” રવિએ અજાણ્યા બનવાની કોશિશ કરી.

તારો મોબાઈલ ક્યાં છે?” મેહુલે ગુસ્સામાં પૂછ્યું.

કાલે પલળી ગયો હતો એટલે સર્વિસમાં આપ્યો છેરવિએ ચહેરા પર સ્થિર ભાવ સાથે કહ્યું.

મેહુલ ટેબલના ડ્રોવર ચેક કરવા લાગ્યો, એક ડ્રોવરમાંથી સાત-આઠ મોબાઈલ નીકળ્યા અને સાથે કેટલાય સીમકાર્ડ મળ્યા. મેહુલે બધા મોબાઈલ ચૅક કર્યા તો મેહુલને જે મૅસેજ મળ્યા હતા બધા મૅસેજ તેમાં હતા. સાથે મેહુલની બે ડાયરી પણ હતી. મેહુલનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો. રવિને ત્યાં બે થપાટ લગાવી દિધી.

મેં તારું શું બગાડ્યું હતું?, કેમ દોસ્તીનો આવો સિલો દીધો?” મેહુલે ગુસ્સામાં પૂછ્યું. રવિએ મેહુલને ધક્કો માર્યો અને બરાડા પાડવા લાગ્યો. “ , તું જે મહાન બનવાની કોશિશ કરે છે અને બધા સામે મારી ઈજ્જતના ધજીયા ઉડાવે છે ને એટલે હું અત્યારે અહીં અને તું આટલો ફેમસ છો

મેં ક્યારે એવું કર્યું અને એવું તો શું થયું કે તને મરાથી આટલી નફરત થઈ ગઈમેહુલે શાંત પડતા કહ્યું.

બસ હવે ભોળો બનાવીની કોશિશ ના કર, યાદ છે બધું મનેકહેતા રવિએ પોતાની ડાયરી ખોલી અને બોલવાનું શરૂ કર્યું, “રવિ, આન્ટીએ સૉરી આપણા ફ્રેન્ડે મને અંદર આવવા કહ્યું હોય તો તારે સમજી જવાય તારે પણ અંદર આવી જવું જોઈએ. ” “રવિ હું તને ઋતુ જોડે સેટિંગ કરવાની ના નહિ પાડતો, જો તારે સેટિંગ કરવું હોય તો તારી મહેનતથી કર મને કઈ ના કહે. ”, હજી ઘણીબધી વાતો છેરવિએ ડાયરી બંધ કરી જોરથી ટેબલ પર પછાડી.

તું દોસ્ત કહેવાને લાયક નથી, તારા વિચારો એટલા તુચ્છ છે કે તને બધી વાતોમાં મારી ભૂલ દેખાય છે

તે કેવી દોસ્તી નિભાવી?, બધી વાતોમાં મારો ઉપયોગ કરી તારુ કામ કરાવી લીધું, ના વિચાર્યું કે મારી હાલત શું થતી હશે?” રવિએ ફરિયાદ કરતા કહ્યું.

મેં જે કર્યું છાતી ઠોકીને નજર સામે કર્યું અને તે?, તે તો પીઠ પાછળ વાર કર્યો, તને હું જીગરી માનતો હતો અને તું?.. હુહ. ” મેહુલે નિસાસો નાખતા કહ્યું.

હવે વાતનો કોઈ મતલબ નથી, તને બધી ખબર પડી ગયી છે તો લડી લેરવિએ મેહુલને પડકારતા કહ્યું. મેહુલ ફિક્કું હસ્યો, “તે મને દોસ્ત નથી સમજ્યો પણ મેં તને સાચો દોસ્ત માન્યો હતો, હું શું કરી શકું, તારે મારું બધું છીનવી લેવું છે ને, જા આજ થી બધું તારું, નોકરી, છોકરી અને …. ” મેહુલની આંખમાં આંસુ આવી ગયા અને રડતો રડતો બહાર નીકળી ગયો. રાધિકાએ મેહુલનો પીછો કરવાની કોશિશ કરી પણ મેહુલે લાલ આંખ દેખાડી એટલે રાધિકા ત્યાં અટકી ગઈ.

મેહુલની કાર સો.. એકસો દસ.. એકસો વિસ.. ની સ્પીડે દોડતી હતી. ધીમે ધીમે કારે એટલી રફતાર પકડી લીધી કે તે કોઈની નજરમાં આવતી બંધ થઈ ગઈ.

જોયું હજી તને દોસ્ત સમજે છે અને તારા માટે પોતાની રાધિકાને છોડી ચાલ્યો ગયો, તું શું નામર્દની જેમ ઉભો છો, મેહુલ સાથે કઈ થવાનું થાય પહેલાં જા અને માફી માંગી લે, મોટું દિલ છે તેનું તને માફ કરી દેશેવિશ્વાએ રવિને સમજાવતા કહ્યું.

વિશ્વા તું પણ મેહુલની વાતોમાં આવી ગઈ?, તારે તો મેહુલને બરબાદ કરવો હતો ને?”

બરબાદ અને મેહુલને?, જો મને ખબર હોત કે મેહુલ છે તો હું હસતા મોંએ પોતાની ભૂલ સ્વીકારી લેતવિશ્વાએ કહ્યું.

કેમ તું બદલાય ગયી?”

બદલાય નથી, જ્યારે વિશાલ સાથે ઝગડો થયો હતો અને હું સ્યુસાઇડ કરવા જતી હતી ત્યારે મેહુલે મને લડવાની સલાહ આપી હતી, પણ મને શું ખબર હતી કે મને બચાવવા તે જાણી જોઈને પોતાના પગ પર કુલ્હાડી મારવા જતો હતોઅફસોસ કરતા વિશ્વા બોલી.

હા રવિ હજુ કઇ બગડ્યું નથી, તમે સારા દોસ્ત હતા અને આગળ પણ બની રહેશો. નાની નાની વાતમાં ખોટું લાગે તો દોસ્તી કરાય, જલ્દી મેહુલ પાસે પહોંચી જા નહીંતર તારે નુકસાન છેશ્રધ્ધાએ પણ રવિને સમજાવ્યો.

રવિ ભાન ભૂલી ગયો, લપેટેલા ટુવાલે કારની ચાવી હાથમાં લીધી અને દોડવા લાગ્યો.

ઑય, મેહુલ અત્યારે ક્યાં ગયો હશે તને ખબર છે?એક કૉલ તો લગાવી જોરાધિકાએ પાછળથી બૂમ પાડી.

દોસ્ત છે એટલી તો ખબર હોય નેઆંખ મારતા રવિએ કાર સ્ટાર્ટ કરી અને સેકેન્ડના દસમાં ભાગમાં પણ છુમંતર થઈ ગયો.

આપણે શું કરીશુંબંને ગયા પછી રાધિકાએ પૂછ્યું.

સત્સંગ કરીએ ચાલો.. ” શ્રધ્ધાએ કટાક્ષમાં કહ્યું, “શું કરીએ શું, તને ખબર છે ને અત્યારે મેહુલ ક્યાં હશે?, ચલ લઈ જા અમને ત્યાં

કેવી રિતે જશુ?, વાહન તો કોઈ નથીવિશ્વાએ પૂછ્યું.

હું ટેક્સી કરી લઉંશ્રધ્ધા ઉતાવળથી બહાર નીકળી. બહાર વરસાદ પણ સાંબેલની ધારે વરસતો હતો. આજે કોઈ અનહોની ઘટવાની તેનો અંદેશો રાધિકાને થયો એટલે તેણે ઉતાવળ રાખવા કહ્યું.

અહીં મેહુલ જેતપુરની બહાર એક સરોવર નજીક આવી ગયો હતો. જ્યારે કંટાળી જતો ત્યારે અકસર રવિને લઈને અહીં આવતો અને રાધિકાને પણ વાતની ખબર હતી. સરોવરના કાંઠે એક પગદંડી હતી અને બાજુમાં બેન્ચો ગોઠવેલી હતી. મેહુલ બેન્ચ પર બેસીને સરોવરમાં પડતા વરસાદને જોઈ રહ્યો હતો,

કોઈ કે સાચું કહ્યું છે ટીપે ટીપ સરોવર ભરાયપાછળથી રવિએ ખુશનુમા અવાજે કહ્યું. મેહુલ પાછળ ફર્યો, રવિએ મેહુલને બત્રીસી બતાવી.

મને ખબર હતી તું આવવાનો છોમેહુલે પણ બત્રીસી બતાવતા કહ્યું.

તું એક કામ કર, બધું છોડી દે અને કર્મકાંડ કરવાનું શરૂ કરી દે, તને ભવિષ્ય દેખાય છે તો તું તેમાં વધુ કમાઈશરવિએ હસીને કહ્યું.

ભવિષ્ય નહિ વિશ્વાસમેહુલે આત્મવિશ્વાસ સાથે કહ્યું.

મને માફ કરી દે યાર, મેં તને ખૂબ હેરાન કર્યો છેરવિએ ગંભીર થતા કહ્યું.

બસ હવે પગમાં નહિ પડી જતોમેહુલે હસતા હસતા કહ્યું.

હટ…” કહેતા રવિ મેહુલને બાજી ગયો અને રડવા લાગ્યો.

તું જીતી ગયો મેહુલ, તું જીતી ગયોડૂસકાં ભરતા ભરતા રવિ મેહુલને ઝકડતો જતો હતો. મેહુલ કઈ ના બોલ્યો, પેલી જોકરવાળી સ્માઈલ સાથે તેની આંખોમાંથી પણ આંસુ સરી આવ્યા.

નાસ્તો છે?” મેહુલે થોડીવાર પછી પૂછ્યું. સિગરેટ પીવા માટે બંને સિક્રેટ કોડ હતો.

હા છે પણ વરસાદમાં?” રવિએ પૂછ્યું.

જો સામે છાપરું છે ત્યાં નહિ પલળીયેમેહુલે કહ્યું, રવિ કારમાંથી પેકેટ લઈ આવ્યો અને બંને છાપરા નીચે પહોંચ્યા, જ્યાંથી સરોવરનો પૂરો નજારો જોઈ શકાતો હતો. રવિએ એક સિગરેટ જલાવી અને એક પછી એક બંને ક્રશ ખેંચવા લાગ્યા.

મેહુલ ઋતુ ક્યાંરવિએ ઊંડો ક્રશ ખેંચ્યો અને હવામાં રિંગ બનાવી કહ્યું.

તું હવે કઈ નહિ કરેને?” મેહુલે આંખો પહોળી કરી કહ્યું.

હજી વિશ્વાસ નથી?, રહેવા દે મારે નથી જાણવુંરવિએ મોં ફેરવતા કહ્યું.

ઋતુ છે નહિ, તો તેની હમશકલ હતી, અનિલે તેને પણ મારવાની કોશિશ કરી હતી અને મારે ના છૂટકે તેને પાછી તેના ગામ રવાના કરવી પડી, પુરા પાંચ લાખ રૂપિયાનું પાણી થઈ ગયુંમેહુલે નાક ફુલાવતા કહ્યું.

રુચિતા?” રવિએ પૂછ્યું.

ઓહહ, તારો માલ, વિશ્વાએ તને નથી કહ્યું?” મેહુલે પૂછ્યું.

અમદાવાદ

હમમ, મને એમ કહે કે મારી પાછળ તે કેટલા કાંડ કર્યા, સાચું હો એક શબ્દ પણ ખોટો નહિરવીનો હાથ મરોડતા મેહુલે કહ્યું.

કઇ ખાસ નહિ, તારી ડાયરીમાં થોડું મીર્ચ-મસાલા ઉમેરી રેડિયો પર રજૂ કરી, ઋતુ વિશે જાણકારી મેળવવા તારી લાઈફમાં પાછી આવી ગયી તેમ કહ્યું અને છેલ્લું અનિલને તારા વિરુદ્ધ થવામાં મદદ કરીજેમ કોઈ ચોરી પકડાઈ ગયી હોય અને પોતાના બચાવમાં વાત થતી હોય તેમ રવિ ધીમેથી બોલ્યો.

અને હવે ભૂલ સુધારશે કોણ?, તારા પપ્પા?” મેહુલે હાથને વધુ મરડ્યો.

હું સુધારી લઈશ પણ તું અત્યારે મને છોડી દે, નથી સહેવાતુંરવિએ કહ્યું.

સામે રાધિકા, શ્રધ્ધા અને વિશ્વા આવતી દેખાઈ, ત્રણેય વરસાદમાં પલળી ગયી હતી, મેહુલે રવિને કોણી મારી પૂછ્યું, “ચોઇસ ઑફ યું” ,

રવિ હસ્યો અને કહ્યું, “આજે આપણી પસંદ એક નહિ થાય, વિશ્વામેહુલ પણ હસવા લાગ્યો, ” મારી પણ .. હાહાહા

તો રાધિકા મારી?” રવિએ ગંભીર થવાનું નાટક કરતા કહ્યું.

હું ના પાડીશ તો તું પાછો દુશ્મન થઈ જઈશ?” મેહુલે હસતા હસતા પૂછ્યું.

નારવિએ કહ્યું.

દુશ્મન થા તો પણ મારી છેમેહુલ ફરી જોરજોરથી હસવા લાગ્યો.

બસ, થઈ ગયું તમારું?” શ્રધ્ધાએ બંનેની વાતમાં ખલેલ પહોંચાડતા પૂછ્યું.

હા, થઈ ગયુંરવિએ કહ્યું.

તો હવે આગળ?” વિશ્વાએ પૂછ્યું.

ચાલો અત્યારે મારી સાથે” , રવિએ મેહુલનો હાથ ખેંચી ચાલવા લાગ્યો.

ક્યાં લઈ જાય છે એમ તો બોલમેહુલે હાથ છોડાવતા કહ્યું.

રેડિયો સ્ટેશને, આજે મારે એક એનાઉન્સમેન્ટ કરવું છેરવિએ કહ્યું.

તમે લોકો જાવ હું આવુંમેહુલે કહ્યું. ‘જલ્દી આવજેકહી રવિ ચાલવા લાગ્યો. શ્રધ્ધાએ મેહુલ તરફ જોયું અને આંખ મારી અંગુઠો બતાવતી ચાલવા લાગી. પાછળ વિશ્વા અને રાધિકા પણ ચાલવા લાગી.

હેય બકુ તું ક્યાં જાય છે?” મેહુલે રાધિકાનો હાથ પકડ્યો.

તે કહ્યુંને તમે લોકો જાઓરાધિકાએ નાટક કરતા કહ્યું. મેહુલે રાધિકાનો હાથ છોડી દીધો અને સરોવર તરફ મોં ફેરવી ઉભો રહ્યો. રાધિકાએ પગ પછાડયા જેથી જાંજરીનો અવાજ થયો અને મેહુલને લાગ્યું રાધિકા જાય છે. તે ઝડપથી પાછળ ફર્યો.

એમ ચાલી જઈશ?” રાધિકાએ ધીમેથી કહ્યું. મેહુલે માત્ર સ્મિત આપ્યું અને રાધિકાને ભેટી ગયો. વરસાદી માહોલ વચ્ચે બંને એકબીજાને હુંફ આપી આપી રહ્યા હતા. લાગણીઓનો છલકાઈ રહી હતી એટલે અનાયાસે બંનેની આંખો બંધ થઈ ગઈ હતી. મેહુલે રાધિકાને કપાળ પર એક ચુંબન કર્યું, તેની સામે રાધિકાએ મેહુલને ચુંબનથી ભીંજાવી દીધો. કપાળ, ગાલ, ગરદન અને છેલ્લે હોઠ પર પણ રાધિકા વરસી રહી હતી.

કેમ છો જેતપુરવાસીઓ, હું આર. જે. રવિ એક ખાસ જાહેરાત આપવા માટે આવ્યો છું, રવિવારે સાંજે ચાર વાગ્યેનહેરુ હૉલમાં સૌ એક ફંક્શન રાખવામાં આવ્યું છે તો શ્રોતાઓને ભાવ ભર્યું આમંત્રણ છે. ફંક્શનના મુખ્ય મહેમાન આપનો આર. જે. મેહુલ ઉર્ફે મોન્ટુ અને રાધિકા છે. તેના ચાહકોને ખાસ આમંત્રણ છે અને પણ મેહુલ તરફથી.

(વાંચકો પણ આવી શકે છે)

(ક્રમશઃ)

  • Mer Mehul