Safarma madel humsafar 2 - Part - 11 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-11

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-11

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-11

(“ બધું શું હતું?” શ્રધ્ધાએ પૂછ્યું. મેહુલે હસ્યો, ‘ લોકો તને રાધિકા સમજી બેઠા હતા, તું ઠીક છે ને?”

હા હું ઠીક છું, રાધિકા છે?” કારમાં બેસેલી અને ધ્રૂજતી રાધિકા તરફ ઈશારો કરી શ્રધ્ધાએ પૂછ્યું. મેહુલ શરમાયો અને હકારમાં માથું ધુણાવ્યું.

બોવ સુંદર છે, જા હવે જલ્દી કોઈ નાટક કરવાની જરૂર નથી જે વાત હોય તેની ચોખવટ કરો અને ખુશ રહોમેહુલને પાછળથી ધક્કો મારતા શ્રધ્ધા ટહુકી.

મેહુલ રાધિકા તરફ વળ્યો, રાધિકા હજી ધ્રૂજતી હતી, મેહુલને પોતાના તરફ આવતા જોઈ તે કારમાંથી આવે છે, મેહુલ રાધિકાની સાવ નજીક પહોંચી જાય છે અને બંને બાજુ પર હાથ રાખી કહે છે…. )

(ક્રમશઃ)

મેહુલે બારી બહાર ડોકિયું કર્યું, એક ઊંડો શ્વાસ લીધો અને વાત શરૂ કરી, “જીવન કયારેક અનેપેક્ષિત વળાંક પર લાવીને છોડે છે, માત્ર થોડા અઠવાડિયા પહેલા હું પોતાને એકલો, થાકેલો અને હારેલો સમજતો હતો. પછી તારું આગમન થયું, મારી હૃદયની વણજર જમીન પર તારી વાતો અમીરસ બની વરસતી થઈ અને ધીમે ધીમે ત્યાં એક સુંદર બગીચો બની ગયો. તારી સાથે વાતો કરતો મારા દિવસની સૌથી સુંદર પળો હતી. તારી વાતોએ નિર્જીવ મેહુલને જીવંત કરી દીધો.

મને ફરી સફર કરવાનું મન થયું, તું મને પૂછે છે ને હું શું વિચારું છું, તો સાંભળ મારે સફર કરવું છે. જુદાં જુદાં લોકોને મળીને તેઓના વિચાર જાણવા છે, ક્યારેક કોઈની સાથે એકાંતમાં સુનસાન અને રમણીય સ્થળ પર બેસી કલાકો સુધી મૌન બેસી રહેવું છે. ક્યારેક લોકોની ભીડમાં એવી વ્યક્તિને શોધવી છે જેની પાસે મારી બેચેનીનો જવાબ હોય. ” મેહુલે સ્મિત સાથે કહ્યું, મેહુલની વાતોમાં ઉત્સાહ હતો, તેનું સ્મિત જોઈને રાધિકા દંગ રહી ગઈ. કદાચ મેહુલનું સૌથી અદભૂત સ્મિત હતું. રાધિકા લખતી અટકી, મેહુલ સામે જોઈ ભ્રમરો ચડાવી કપાળમાં કરચલીઓ પાડી, “તારી બેચેનીનો જવાબ કોણ આપશે?”

મેહુલે ખભા ઉછાળ્યા, “ગર્લફ્રેન્ડ પણ હોય શકે અને દોસ્ત પણ હોઈ શકે. ” મેહુલે સ્પષ્ટતા કરતા કહ્યું.

તારા ખાસ મિત્રનું નામ શું છે?” રાધિકાએ અટપટો સવાલ કર્યો.

રવિ, અમે નાનપણથી સાથે છીએ અને મારા બધા કાંડનો એકમાત્ર જાણકાર વ્યક્તિ, હું તેનાથી કોઈ વાત છુપાવતો નથી, હું જેતપુર આવ્યો વાતની જાણ માત્ર રવિને છેમેહુલે નજાકતથી કહ્યું.

તે અત્યારે ક્યાં છે?

એક વર્ષ પહેલા તેનું ફૅમેલી અમેરિકા શિફ્ટ થયું અને તે દાદા-દાદી સાથે રાજકોટમાં રહે છે. ”

રાધિકાએ મેહુલનો જમણો હાથ પોતાના હાથમાં લીધો. હથેળીમાં નજર ફેરવી અને હસી, મેહુલ તારી બેચેની કોઈ છોકરી દૂર કરશેમેહુલ અને રાધિકા બંને એક સાથે હસી પડ્યા.

મેહુલે રાધિકા પાસેથી નોટ છીનવી લીધી અને પોતાની ડાયરી ખોલી, “બોલો મેડમ તમે શું વિચારો છો, તમને શું પસંદ છે, તમે પોતાની લાઈફ ક્યાં પ્રકારના છોકરા સાથે જીવવા માંગો છો?”

મેં સાંભળ્યું છે ત્યાં સુધી મેચ્યોર વ્યક્તિમાં બે લક્ષણો અલગ તરી આવતા હોય છે, એક ઉંમર સાથે વ્યક્તિ પરિપક્વ બનતો જાય છે અને બીજું નાની ઉંમરે પણ અનુભવ વ્યક્તિને પરિપક્વ બનાવી દે છે, જે રૅર કિસ્સામાં જોવામાં મળે છે. હું વાતથી ખુશ છું કે તું રૅર કિસ્સામાં આવે છે. ” અવિરતપણે મેહુલના પ્રવાહમાં વહેતી રાધિકાએ મેહુલના વખાણ કર્યા.

હું એક એવા છોકરાની રાહમાં છું જે મને પેમ્પરિંગ (Care) કરે. તે મારાથી ઉંમરમાં એક અથવા બે વર્ષ મોટો હશે અથવા મૅચોર હશે. તેનું પણ એક કારણ છે, જો ઉંમરમાં તે નાનો હશે અને તેને મારી જરૂર પડી તો હું તેને પેમ્પરિંગ કરીશ પણ જ્યારે મારે તેની જરૂર હશે ત્યારે નહિ કરી શકે

ટ્રેન જેતપુરના પ્લેટફોર્મમાં એન્ટર થઈ, મેહુલે બોર્ડ વાંચ્યું એટલે વાત ત્યાં પુરી કરવાનો નિર્ધાર કર્યો, હકીકતમાં મેહુલ પાસે રાધિકાની વાતનો કોઈ જવાબ હતો નહિ. રાધિકા સ્ટેશન આવી ગયું, મને લાગે છે હવે આપણે છુટા પડવું જોઈએહાથમાં રહેલી ઘડિયાળ તરફ ધ્યાન કરી મેહુલે કહ્યું.

તારે મોડું ના થતું હોય તો આપણે થોડીવાર માટે સાથે રહી શકીએ છીએ, બાજુમાં એક સુંદર બગીચો છે ત્યાં વાતોનો સિલસિલો આગળ વધારીશું. ”

હું એક કૉલ કરી લઉં, કહી મેહુલ થોડે દૂર ગયો ત્યાં સુધીમાં રાધિકાએ પણ તેના પપ્પાને કૉલ કરી મોડું થશે તેની જાણ કરી દીધી.

મને ભૂખ લાગી છેમેહુલ પરત આવ્યો ત્યારે લગભગ બંને એક સાથે બોલ્યા, પછી એકબીજા સામે હસ્યા.

લંચ કે નાસ્તો?” મેહુલે પૂછ્યું.

નાસ્તો ગાર્ડનમાં. લેખક સાથે મજા આવશેરાધિકાએ ચાલતા ચાલતા મેહુલને કોણી મારી. મેહુલે એક ઍપ્પી ફિઝની બોટલ અને રાધિકા માટે માઝાની બોટલ સાથે થોડા ચિપ્સ અને પોપરિંગ લીધા જે મેહુલના ફેવરિટ હતા.

મેહુલ મને ઋતુ વિશે જણાવીશ?, હું એના વિશે જાણવા ઉત્સુક છુંરાધિકાએ કહ્યું. મેહુલે બંનેની પહેલી મુલાકાતથી સ્યુસાઇડ સુધીની બધી વાતો રાધિકા સાથે શૅર કરી, મેહુલનો મૂડ સારો હતો એટલે તે બધી વાતો હસતા હસતા અને સારી રીતે સમજાવી શક્યો હતો. રાધિકા પાસે પણ ત્યારે મોકો હતો પોતાની વાત રજૂ કરવાનો પણ તે પોતાના ભૂતકાળને યાદ કરી દુઃખી થવા માંગતી હતી.

નાસ્તો કરી બંને થોડી વાતો કરી, સમય થતા મેહુલે રાધિકાને જવા વિશે કહ્યું.

રવિવારે ક્યુબા ક્લબમાં મળીશ?, હું મારા ગ્રુપ સાથે તારો પરિચય કરાવીશરાધિકાએ મેહુલને આમંત્રણ આપ્યું. મેહુલે આમંત્રણ સ્વીકારતા રાધિકા સાથે હાથ મેળવ્યો. રાધિકા મેહુલને ભેટી ગયી, શરમાઈને નીકળી ગઈ.

ઓય, મહેરબાનીનું કારણ તો આપતી જારાધિકાને દોડતી જોઈ મેહુલે હસતા હસતા મોટેથી કહ્યું, રાધિકા મેહુલને અવગણી રિક્ષામાં બેસી ગઈ અને છેલ્લી ઘડીએ પાછું ફરી એક કાતિલ સ્માઈલ સાથે મેહુલ સામે તીરછી નજરે જોયું. મેહુલે માથા પાછળ રહેલા વાળમાં આંગળીઓ ફેરવી અને એક કૂદકો માર્યો.

હતી મેહુલ અને રાધિકાની પહેલી મુલાકાતમીરા(રાધિકા) સ્મિત સાથે કહ્યું.

***

શ્રધ્ધા મારી ગર્લફ્રેન્ડ બનીશ?” મેહુલે કૉલ કરી શ્રધ્ધાને શૉક આપ્યો.

તું લગ્ન કરીશ મારી સાથે?” શ્રધ્ધાએ મજાકમાં ડાયલોગ માર્યો.

કાલે મળવા આવીશ તો જવાબ આપું

તું કિસ કરી લઈશ તો?” શ્રધ્ધા પણ મેહુલની ખેંચવાના મૂડમાં હતી.

નક્કી ના કહેવાય, તારી હાઈટ મળતી આવે છે અને તું ક્યૂટ પણ એટલી છે કે એક વારમાં સેન્ચુરી લાગી જાયમેહુલ હસતા હસતા કહ્યું.

હલકટ સાલો, એક ગર્લફ્રેન્ડ છે તો પણ ખુલ્લેઆમ ફ્લર્ટ કરે છે, શરમ નથી આવતી?”

તું તો મારી ફ્યુચર વાઈફ છો, હવે તારી સામે શરમાઉં તો સુહાગરાતના દિવસે…. ” મેહુલ આગળ કઈ બોલે તે પહેલાં શ્રધ્ધાએ વાત કાપી નાખી, “ઓય ચુપપપપ શરમા થોડો તો શરમાશું કામ હતું બોલ

આવીને હવે લાઈન પર, થોડા દિવસ તારે મારી ગર્લફ્રેન્ડ બનવાનું નાટક કરવાનું છે, રાધિકા આપણને સાથે જોશે એટલે જલસ થશે અને મારું સેટિંગ ફરી પડી જશે અને ડોન્ટ વરી હું તને ટચ બી નહિ કરુંમેહુલે સ્પષ્ટતા કરતા કહ્યું.

તારું તો ઠીક છે પણ તારી સાથે હું કન્ટ્રોલ ના કરી શકું તેનું શું?” શ્રધ્ધાએ જોરથી હસતા કહ્યું.

તો કરી લેજેને તારા માટે તો જાન, જીગરને, જા…. બધું કુરબાન છે

શું શું જાન, જીગરને, જાશું?, બોલતો એકવારશ્રધ્ધાએ ખિજાઈને કહ્યું.

કઈ નહિ તું હેલ્પ કરીશ કે નહીં એમ બોલમેહુલે સ્પષ્ટતા કરતા કહ્યું.

મને કોઈ વાંધો નથી પણ મને શું ફયદો તેમાં?” શ્રધ્ધાએ ચોખવટ પાડતા કહ્યું.

તો મેં નહિ વિચાર્યું પણ જો તું મદદ કરીશ તો મારી રાધુ મને મળી જશેમેહુલે ગંભીર થતા કહ્યું.

ચાલ પાગલ હું તૈયાર છું હવે આખી વાત મને કહે એટલે આગળ શું કરવું તેની ચર્ચા કરી લઈએ

મેહુલે શ્રધ્ધાને દિશા સાથે થયેલી બધી વાતો કહી. શ્રધ્ધાએ કોઈપણ સ્વાર્થ વિના મેહુલની મદદ કરવાની સહમતી દર્શાવી પણ તેને ક્યાં ખબર હતી કે તેની નિસ્વાર્થ સેવાનું પરિણામ કેટલું ખરાબ આવશે.

***

અનિલ હવે કેટલા દિવસ મેહુલની પાછળ જાસૂસી કરીશ, મેહુલને હું ખુશ નથી જોઈ શકતી, એક એક દિવસ હું કેવી રિતે પસાર કરું છું મારુ મન જાણે છે, તું કંઈક કરને યારવિશ્વાએ ઉદાસીનો ડોળ ચડાવી અનિલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું.

વિશ્વા વિશાલની ગર્લફ્રેન્ડ રહી ચુકી હતી, વિશાલ અને રુચિતાના સંબંધો બગાડવામાં વિશ્વાનો હાથ હતો. જ્યારે વિશાલ અમદાવાદ જોબ કરતો ત્યારે બંને વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયેલું અને પ્રેમપ્રકરણ આટલી હદ સુધી આગળ વધી ગયું હતું કે વિશ્વા વિવાહિત હોવા છતાં ગર્ભવતી થઈ હતી. જ્યારે રુચિતાને વાતની જાણ થઈ ગઈ ત્યારે તેણે વિશાલ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કરેલું પણ મેહુલના સમજાવવાથી બંનેનો સંબંધ બચી ગયેલો. અંતે નાછૂટકે વિશ્વાને ગર્ભપાત કરાવવો પડ્યો હતો.

એકાએક વિશાલના દૂર થવાથી વિશ્વા તરછોડાઈ હતી અને કારણથી વિશ્વા મેહુલને બરબાદ કરવા મથતી હતી. તરછોડાયેલ વ્યક્તિને જો સાચું માર્ગદર્શન મળે તો તે બધું ભૂલી ચોક્કસ પણે આગળ વધી શકે છે પણ જો એની વિપરીત અસર થાય તો એકએક શબ્દો તિર સમાન લાગે છે. વિશ્વા સાથે કંઈક આવું થયું હતું. ઋતુ અને મેહુલના સંબંધની જાણ વિશ્વાને પહેલેથી હતી. રુચિતાએ જે મેહુલ સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી તે કિસ્સાનું પરિણામ હતું. તે દિવસે રુચિતાએ મેહુલને બધી વાત જણાવી દીધી હતી.

વિશ્વાએ મેહુલ અને ઋતુના સંબંધ તોડવાની કોશિશ કરેલી પણ તે નિષફળ ગયી હતી. અચાનક ઋતુનું સ્યુસાઇડ વિશ્વા માટે પણ આશ્ચર્યજનક હતું. તેણે માહિતી મેળવી ત્યારે અનિલનું નામ બહાર આવ્યું. વિશ્વાએ અનિલને જાળમાં ફસાવ્યો અને મેહુલ વિરુદ્ધ શડયંત્ર રચ્યું.

પૂરો પ્લાન તૈયાર છે જાનુ, કાલે એક ધડાકો થશે અને મેહુલ ફુસઅનિલે ભદ્દી રીતે હસતા કહ્યું.

શું થશે બોલ જલ્દીવિશ્વાએ ઉત્સુકતાથી પૂછ્યું.

“Just wait and watch, અત્યારે કહી દઈશ તો મજા નહિ આવેઅનિલે વિશ્વાની બેચેની વધારતા કહ્યું.

(તે દિવસની રાત)

મેહુલ જમીને તેના પરિવાર સાથે વાત કરતો હતો, મમ્મી-પપ્પા પછી ભાભી સાથે વાત કરી મેહુલને હળવાશ થતી હતી. સાથે આજે કેટલા દિવસ પછી બીઝનેસની વાતોથી દૂર પ્રિયા અને તેના અંકલ જોડે દુનિયાદારીની વાતો થતી હતી એટલે તે વધુ ખુશ દેખાતો હતો. છેલ્લી પાંચ મિનિટથી મેહુલના મોબાઈલમાં એક નોટિફિકેશન આવતી હતી જેને તે અવગણતો હતો. પ્રિયાએ વાત પૂરી કરી એટલે મેહુલે મોબાઈલ હાથમાં લીધો. મેસેજ વાંચતા મેહુલના કપાળે કરચલીઓ પડી. પ્રિયાએ મેહુલનો બદલાયેલો ચહેરો જોઈને કારણ પૂછ્યું.

કોઈએ મને કાલે સવારે સાત વાગ્યે જેતપુર રેડિયો સ્ટેશને મળવા બોલાવ્યો અને નામ નથી લખ્યું કોણ હશે?” મેહુલે આવેલા મૅસેજ પર કૉલ કરતા કહ્યું. નંબર કવરેજ ક્ષેત્રની બહાર આવતો હતો.

તારા કોઈ ફૅન હશે, ત્યાં મળવાની ઈચ્છા વ્યક્ત કરી હશે. ત્યારે ત્યાં પણ ધ્યાન આપવું જોઈએપ્રિયાએ મેહુલને સલાહ આપતા કહ્યું.

હા, કાલે વ્યક્તિને સરપ્રાઈઝ આપવું છેમેહુલ હજી વાત પૂરી કરે ત્યાં બીજા નંબર પરથી મૅસેજ આવ્યો, “કાલે રાધિકા પણ મળશે ત્યાં

રાધિકા, તે ત્યાં શું કરવા જશે?, કઈ તેને જાણ તો નથી થઈ ગયીને કે હું છેલ્લા બે મહિનાથી જેતપુરમાં હતો, રવિ…” મેહુલે રવિને કૉલ કર્યો પણ રવિનો કૉલ વ્યસ્ત આવતો હતો એટલે મેહુલ ફરી વિચારે ચડ્યો.

મેહુલ તારે ત્યાં નથી જવાનુંપ્રિયાએ કડક શબ્દોમાં કહ્યું.

ઓહહ હા, રાધિકાનો મંગેતર હશે, હું જઈશ બકુમેહુલે આવેશમાં આવી કહ્યું.

ના કહ્યુંને, એકવાર કહ્યું એટલે નહિ જવાનુંજીજ્ઞેશભાઈએ મેહુલને ખિજાતા કહ્યું. મેહુલ લાલપીળો થઈ રૂમની બહાર નીકળી ગયો.

એક કલાક પછી જીજ્ઞેશભાઇ મેહુલના રૂમમાં ગયા, અંદર જોયું તો બધી વસ્તુ અસ્તવ્યસ્ત હતી, સિગરેટના ધુમાડાને કારણે જીજ્ઞેશભાઈની આંખો બળવા લાગી. મેહુલ પિલ્લૉને છાતીએ ચાંપી સૂતો હતો. જીજ્ઞેશભાઈએ મેહુલનો મોબાઈલ ચૅક કર્યો તો તેમાં છેલ્લે શ્રધ્ધાને મૅસેજ કરેલો હતો અને વહેલા સવારે તૈયાર રહેવા કહ્યું હતું. જીજ્ઞેશભાઈએ પ્રેમથી મેહુલ માથા પર હાથ પસવાર્યો અને કારની ચાવી બાજુમાં ટેબલ પર રાખી નીકળી ગયા.

(પછીના દિવસની સવાર)

રાધિકા મીરા બની પોતાની પહેલી મુલાકાત પુરા જેતપુરને સંભળાવે છે, સાડા વાગ્યે મેહુલ શ્રધ્ધાને લઈને જેતપુર પહોંચી જાય છે.

રાધિકા સામે આવે એટલે મને આવીને ગળે મળજેસમજાવતા મેહુલે શ્રાધ્ધને કારમાં બેસવા કહ્યું. બરોબર સાતને દસે રાધિકા રવિ સાથે બહાર આવતી દેખાય, મેહુલે શ્રધ્ધાને બહાર આવવા ઈશારો કર્યો. જેવી શ્રધ્ધા દરવાજો ખોલી બહાર નીકળી ત્યાં એક વૅન તેની નજીક આવી, મેહુલની નજર સામે શ્રધ્ધાને જબરદસ્તીથી ઉઠાવી પવનવેગે વૅન નીકળી ગઈ. મેહુલને કઈ સમજાય પહેલાં વૅન દૂર નીકળી ગયી હતી. રાધિકા અને રવિ મેહુલને જોઈને દંગ હતા. મેહુલે રાધિકા સામે નજર કરી અને કારમાં બેસવા ઈશારો કર્યો, રાધિકા દોડીને કારમાં બેસી ગઈ, મેહુલે ફૂલ સ્પીડે કાર પેલી વૅન પાછળ હંકારી લીધી.

જેતપુરની બહાર નીકળતા સુધીમાં મેહુલ વૅન સુધી પહોંચી ગયો, વૅન આડી કાર ઉભી કરી દીધી, વૅન જોરથી મેહુલની કાર સાથે અથડાઈ અને બંધ પડી ગઈ. મેહુલે ઝડપથી વૅન સુધી પહોંચી શ્રધ્ધાને બહાર ખેંચી લીધી. વૅન ચલાવવાવાળો ડ્રાઇવર ભાગી છૂટ્યો, બીજા દરવાજેથી નીકળીને અનિલ ભાગવાની કોશિશ કરતો હતો. મેહુલે તેને પકડ્યો અને પહેલા બે-ત્રણ તમાચા ઝીંકી દીધા.

મેહુલ પ્લીઝ મને માફ કરી દે, હું હવે આવું નહિ કરુંબચવાની કોશિશ કરતા અનિલ કરગરવા લાગ્યો.

મને પહેલા એમ કહે કે આને તે શું કરવા ઉઠાવી હતી?” તમાચો મારતા મેહુલે પૂછ્યું.

તારાથી દૂર કરવા, હું રાધિકાને કોઈ પ્રકારની હેરાન ના કરેતઅનિલે નાટક કરતા કહ્યું.

પણ રાધિકા નથીમેહુલે બીજો તમાચો મારતા કહ્યું.

શું રાધિકા નથી?, તો કોણ છે ?” અનિલે આંખો પહોળી કરતા કહ્યું.

તારે જાણવાની વાત નથી, તને છેલ્લીવાર પૂછું છું જો ખોટો જવાબ આપ્યો તો સીધો ઉપર જઈશ, બોલ બધું શા માટે કરે છે?” મેહુલે ગુસ્સો કરતા કહ્યું.

તારી ઋતુએ મારી નેન્સીને ધક્કો માર્યો હતો, મારી જાન હતી અનિલે રડમસ અવાજે કહ્યું.

કોણે કહ્યું?, તારી નેન્સી ઋતુને ધમકાવવા ત્યાં લઈ ગયી હતી ખબર છે તને, તું જેને જાન જાન કરે છે, તારા માટે શું વિચારતી હતી ખબર છે અને નેન્સીને ઋતુએ ધક્કો માર્યો હતો એવું કોણે કહ્યું?” મેહુલે બરાડો પાડતા કહ્યું. અનિલ થોડીવાર ચૂપ રહ્યો.

હું તારી ખુશી જોઈ શકતો હતો અને એટલે ઋતુને અમે ધક્કો મારીને સ્યુસાઇડની ઘટના બનાવી દીધી હતીહસતા હસતા અનિલે મેહુલ સામે જોઇને કહ્યું.

તે ભૂલ કરી, કદાચ તે વાત ના કરી હોત તો હું તને છોડી દેત પણ હવે તો તારું પણ સ્યુસાઇડ થવાનું છેમેહુલ અનિલ પર ત્રાટુકયો, વૅનમાં બાજુની સીટ પર બેસારી બાંધી દીધો. વૅન ફૂલ સ્પીડે ચલાવી, મેહુલ ઉતરી ગયો, વૅન સામેની ટેકરીએથી ઉછલી આગળ એક પથ્થર સાથે ટકરાઈ અને ધડાકો થયો.

ધડાકો આજે થવાનો હતો અનિલઉભા થઇ હાથમાંથી ધૂળ ખંખેરતા મેહુલ બબડયો.

બધું શું હતું?” શ્રધ્ધાએ પૂછ્યું. મેહુલે હસ્યો, ‘ લોકો તને રાધિકા સમજી બેઠા હતા, તું ઠીક છે ને?”

હા હું ઠીક છું, રાધિકા છે?” કારમાં બેસેલી અને ધ્રૂજતી રાધિકા તરફ ઈશારો કરી શ્રધ્ધાએ પૂછ્યું. મેહુલ શરમાયો અને હકારમાં માથું ધુણાવ્યું.

બોવ સુંદર છે, જા હવે જલ્દી કોઈ નાટક કરવાની જરૂર નથી જે વાત હોય તેની ચોખવટ કરો અને ખુશ રહોમેહુલને પાછળથી ધક્કો મારતા શ્રધ્ધા ટહુકી.

મેહુલ રાધિકા તરફ વળ્યો, રાધિકા હજી ધ્રૂજતી હતી, મેહુલને પોતાના તરફ આવતા જોઈ તે કારમાંથી આવે છે, મેહુલ રાધિકાની સાવ નજીક પહોંચી જાય છે અને બંને બાજુ પર હાથ રાખી કહે છે, “તે દિવસે તે કહ્યું હતું ને તારે પેમ્પરિંગ કરે એવો તારાથી એક વર્ષ મોટી ઉંમરનો છોકરો જોઈએ છે, હું તારાથી એક વર્ષ મોટો નથી છતાં હું પેમ્પરિંગ કરી શકું છું, ખુદને સંભાળી શકું છું અને તને પણ સંભાળી શકું છું

મેહુલ પ્લીઝ યાર, મારા માટે તારે ઋતુથી દૂર થવાની જરૂર નથીનીચી નજર સાથે રાધિકા બોલી.

ક્યાં દૂર થશે?, તેના માટે હંમેશા હૃદયમાં એક જગ્યા રહેશે અને હું તને ગુમાવવા નથી માંગતો

રાધિકા હજી ચૂપ હતી, મેહુલે બોલવાનું શરૂ રાખ્યું, “તું કહેતી હોય તો તારા મમ્મી-પપ્પા સાથે હું વાત કરું, આમ જબરદસ્તી કરવા બદલ હું તેને સમજાવીશ પણ તું દૂર ના પ્લીઝ નહિ રહી શકતો હુંમેહુલ રડતા રડતા રાધિકાને ભેટી ગયો. રાધિકા પણ કોઈ આનાકાની વિના મેહુલને પોતાના આવરણમાં સમાવી લીધો.

મેહુલ ઋતુ જુએ છેશ્રધ્ધાને જોઈને રાધિકાએ કહ્યું.

પણ ખુશ થશેમેહુલ વિચારતો હતો રાધિકા મજાક કરે છે એટલે ઋતુનું નામ લે છે. થોડી પલ માટે બંને એકબીજામાં ખોવાય જાય છે, શ્રધ્ધા નજીક આવી ખોંખારો ખાય છે ત્યારે બંનેને ભાન થાય છે.

ઓહહ સૉરી, રાધિકા મારી ફ્રેન્ડ શ્રધ્ધા, જો તેણે મને હેલ્પ ના કરી હોત તો હું હજી સુધી તને મળ્યો ના હોતમેહુલે શ્રધ્ધાને સ્મિત આપતા કહ્યું.

શું?, શ્રધ્ધા છે તો ઋતુ કોણ છે?” રાધિકાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

અરે ડોબી શું એકને એક વાત મેહુલને યાદ અપાવે છે, તને નથી ખબર ઋતુ હવે દુનિયામાં નથીશ્રધ્ધાએ ગુસ્સે થતા કહ્યું.

રવિએ તો મને એમ કહ્યું હતું કે ઋતુ ફરી મેહુલની લાઈફમાં આવી ગઈ છે અને એટલે હું મેહુલથી દૂર ભાગતી હતી

શું રવિએ કહ્યું?” મેહુલે પૂછ્યું ત્યાં મેહુલના મોબાઈલમાં મૅસેજ આવ્યો, ‘મેહુલ તમે મળશો પણ મળવા માટે નહિ, હાહાહા-”

(ક્રમશઃ)

Mer Mehul

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED