લાગણીની સુવાસ - 3 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 3

લાગણીની સુવાસ

(ભાગ – 3)

અમી પટેલ (પંચાલ)

મીરાં અને આર્યન બસમાં ત્રણની સીટ ખાલી હતી એમાં જઈ બેઠા આર્યન બારી બાજુ બેઠો અને મીરાં તેની બાજુમાં બેઠી એક સીટ ખાલી હતી એમાં એક છોકરો આવી બેઠો થોડો ગુડા જેવો રખડેલ લાગતો હતો.મીરાં તો એને જોતા જ ગુસ્સે થઈ હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. થોડીવારમાં બસ ઉપડી...

થોડીવાર પછી મીરાં જોડે બેઠેલો છોકરો તેને અડપલા કરવા લાગ્યો. મીરાંથી સહન ન થતા ઉભી થઈ તેના શર્ટનો કૉલર પકડી તેના ગાલ પર સટાસટ બે – ચાર લાગાવી દીધી. આર્યન તો અચાનક મીરાં ને આમ, કરતા જોઈ જ રહ્યો.

“ તારી જાતને શું સમજે છે, તું કંઈ પણ કરીશ હું જોતી રહીશ એમ.... આજ પછી મારી સામે ના આવતો નાલાયક....!” મીરાં ગુસ્સામાં બોલે જતી હતી.

આખી બસ તમાશો જોતી હતી.આર્યનને તો શું કરવું કંઈ જ સમજાતું ન હતું. તેણે મીરાં ને શાંત કરવાની કોશિશ કરી અને તેને પાણીની બોટલ આપી. કંડકટરે પેલાને બસમાંથી ઉતારી મૂક્યો.

“ મીરાં થોડું પાણી પી લે થોડો ગુસ્સો શાંત થઈ જશે.” આર્યને તેને શાંત કરતા કહ્યું.

“ તને ખબર છે , એ કોણ હતો.? “

“ લે... મને શું ખબર કોણ હતો એ... !”

“ મારી સગાઈ એની સાથે થઈ છે. એ મારો ફીયાન્સે હતો.”

“ દેખ મીરાં આવી મજાક ના કર... કંઈ પણ ના બોલ.”

“ હું મજાક નથી કરતી સાચું કહું છું.મારા દાદા એ નકકી કર્યુ હતું સગપણ ઘરમાં પપ્પા મમ્મી કે હું કોઈ આ સંબંધને માનતા નથી. એના ઘરનાં બધા જંગલી જાનવર છે. અને આ વારંવાર હેરાન કરવા આવી જાય છે.”

“ ઓ...હ.... તો તું આ જાનવર સાથે લગ્ન કરીશ એમ”

“ મરવું છે મારે.... અમારા ઘરના કુટુંબના બધા એ ભેગા થઈ આ સગાઈ તોડી કાઠી હતી. પણ આ જાનવરો સુધર્યા નથી “

“ એનો મતલબ એ લોકો તને હજી તને એમની થનાર વહુ માને છે.”

“ હા, પણ હવે આ દેખાયો તો વાત છે. આની”

“ બસ.... કરો માતે તમારો કોપ ઓછો કરો મીરાં દેવી...”

બન્ને હશી પડ્યા. અને ગપ્પા મારવા લાગ્યા. એટલામાં તેમનું બસ સ્ટોપ આવી ગયું બન્ને ઉતર્યા. ત્યાંથી રીક્ષા કરી મીરાંની કૉલૅજ જવા નીકળ્યા. મીરાંને કૉલૅજ ઉતારી આર્યન પોતાનું કામ પતાવી કૉલૅજ આવશે એમ કહી ત્યાંથી બજારમાં ગયો.

આર્યન પોતાનું કામ પતાવી કૉલૅજ બહાર આવી ઉભો રહ્યો. મીરાંને આવતા ખૂબવાર લાગી. થોડીવાર પછી મીરાં આવતી દેખાઈ.

“ આટલી રાહ તો મેં મારી ગર્લ ફ્રેન્ડની પણ નથી જોઈ... ખબર છે તને...”

“ કોઈ હતી જ નઈ તો રાહ ના જ જુવે ને ! “

“કેમ મારા ફેશ પર લખ્યું છે ,કે મારી કોઈ ગર્લ ફ્રેન્ડ નથી..”

“ તમારી ગર્લ ફ્રેન્ડ હોત તો તમે ફોન પર વાતો કરતા હોત આમ મારી સાથે ગપ્પા ના મારતા હોત...”

“ હમમ્મ્મ્મ્..... ચાલ ને કંઈક નાસ્તો કરીએ ભૂખ બઉ જ લાગી છે યાર..”

“ તો સામે પકોડી ખાઈએ... ચાલો.. “

આર્યને મીરાંનો હાથ પકડી એને રોડ ક્રોશ કરાવ્યો. મીરાં ને તે ખૂબ ગમ્યું કે તે કેટલો કેરીન્ગ છે. તેના હાથનો સ્પર્શ મીરાં માણી રહી.

“ મીરાં તું રગડા વાળી ખાઈશને ?”

“ હા, પણ સાથે દહીં , ગળી ચટની અને તીખ્ખી કરવાનું કહેજો પ્લીસ...”

“ આ તે કેવું યાર.... મેંચિન્ગ જ નથી થતું. “

“ ઘણીવાર બધું મેંચ ના થાય બસ... આપણને ગમે એ માટે કરાય.. “

“ ઓ....કે....., ભાઈ બે પ્લેટ સ્પેસિયલ ડીશ ,આપો ને દહીં, ગળી, તીખ્ખી ચટણી સાથે.....”

“ ભાઈ , ડુંગળી ,સેવ, બધું નાખજો...” મીરાં એ જણાવતા કહ્યું.”

“ મીરાં મારો તો કોઈ ચાન્સ જ નથી ને...… તારી સાથે..... મારા બધા સપના તૂટી ગયા હો.... મીરાં....... હવે મારું શું થશે.”

“ ઓ....હો... તમે પાછા નોટંકી કરવા લાગ્યા..... હીરો.”

“ ટાઈમ તો કાઢવોને , આ..જો ડીશ આવી...”

મીરાં ડીશમાંથી પકોડી લઈ ખાવા જ જતી હોય છે. ત્યાં જ આર્યન તેનો હાથ ખેંચી પકોડી ખાઈ જાય છે.

“ સાચે મીરાં બહું જ ટેસ્ટી છે...”

“ હમ્મ્મ્મ.... થૅંક્સ્..”

આર્યન પકોડી ખાવા જાય છે. ત્યાં મીરાં પણ આર્યન ના જેમ કરી તેના હાથમાંથી પકોડી ખાઈ જાય છે. બન્ને હસવા લાગે છે. થોડો નાસ્તો ઘરમાટે લઈ બન્ને બસ ડેપો પહોંચે છે.

“ વાતાવરણ તો જુઓ વ્હેલો વરસાદ થશે એવું લાગે છે..?”

“ જલ્દી બસ મળી જાય તો સારુ.... હમણા જ આવશે. એવું લાગે છે.”

ત્યાં જ ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો. પવન સાથે વરસાદ હતો એટલે વાતાવરણ થોડું તોફાની બની ગયું હતું.

“ બસ જલ્દી આવે તો સારુ નઈ તો અંધારુ થઈ જશે.” મીરાં એ ચિંતા કરતા કહ્યું.

“ બસ મળી જાય એટલે વાધો નઈ....”

તરત અનાઉસમેન્ટ થયું કે બધા મુસાફરો માટે બધા રૂટની જાગતે રહો બસ મુકાશે. પરિસ્થિતિ ને લીધે આવું કરવામાં આવ્યું છે. સૌ એ સહભાગી બનવું.

“ મીરાં આ જાગતે રહો બસ મતલબ શું છે આ..નો ? “ આર્યને સહજ રીતે પૂછ્યું.

“ ઓછી બસો હોય, એટલે એક રૂટમાં બધે ફરતી ફરતી બસ જાય રાતે કેટલા વાગે પ્હોંચાડે કંઈજ નક્કી નઈ...એટલે એનું નામ જાગતે રહો.”

“ ઓ...કે.. તો હું ભાઈને કહીં દઉં કૉલ કરી.... ચિંતા ના કરે.”

“ સારુ , હું આવું પાણી લઈ...”

મીરાં પાણીની બોટલ લઈ આવી. બન્ને બસની રાહ જોઈ કંટાળ્યા. રાતનાં નવ વાગ્યા હતાં ખૂબ વરસાદ પછી આછી આછી ફરફેણ ચાલું હતી.

“ ચાલો જલ્દી બસ આવી ગઈ....” મીરાં એ બસ પાછળ જતાં કહ્યું.

આર્યન તેને અનુસર્યો , બસમાં ખૂબ જ ભીડ હતી. મીરાં જેમ તેમ કરી બસમાં ચડી અને આર્યન પણ જગ્યા મલે ત્યાંથી ગુસ્સી બસમાં ચડ્યો બેસવાની તો જગ્યા જ નહોંતી પણ ઉભુ રહેવાની પણ જગ્યા ન હતી. બન્ને બેસવાની સીટનો ટેકો લઈ સામ સામે ઉભા રહ્યા. થોડીવારમાં બસ ઉપડી.... પછી કંડક્ટરે સુચના આપી કે બસ રોડ પર જ મુસાફરોને ઉતારશે.અંદરનાં ગામોમાં બસ જશે નહીં.

“ હવે શું કરશું રાતે મોડા એમાંય રોડ પર ઉતારશે..” મીરાં એ ચિંતાથી કહ્યું

“ હું છું ને ચિંતા કેમ કરે છે , પાગલ “

ભીડ ખૂબ જ હતી. બન્ને છેલ્લી સીટે ઉભા હતા. આછું આછું અજવાળું આવતું હતું બસની લાઈટો એટલું બધું અજવાળું ન્હોતી આપતી.ડ્રાઈવરે જોરથી બ્રેકમારી... મીરાં સહેજ સાઈડમાં ઉભી હતી તે જોરથી આર્યન જોડે અથડાઈ. આર્યને મીરાંને નીચે પડતાં સંભાળી લીધી..બન્ને એટલા નજીક આવી ગયા. કે એકબીજાનાં શ્વાસ અનુભવી રહ્યા.ત્યાં જ વિજળી નો અચાનક એક જોરદાર કડાકો થયો. આખી બસમાં બધા બૂમો પાડી ઉઠ્યા. મીરાં વિજળીનાં કડાકાથી ડરી આર્યનની છાતીમાં મોઢું સંતાડી દીધું બન્ને હાથથી આર્યનની બાહુંઓ પકડી રહી. આર્યને પણ તેને શાંત કરવા તેના માથે હાથ ફેરવવા લાગ્યો. થોડીવારમાં વાતાવરણ શાંત થયું મીરાં થોડી સ્વસ્થ થઈ પણ આંખોમાં આંશું આવી ગયા હતા. અચાનક ડરી જવાથી આમ થયું હતું. આશરે અગિયાર વાગે ગામનાં પાટીએ પહોંચ્યા.બન્ને બસમાંથી નીચે ઉતર્યા, ચારે બાજુ પાણી સિવાય કંઈ દેખાતું ન હતું.

“ મીરાં આપણે અત્યારે ગામમાં નઈ જઈ શકીએ કોઈ સાધન મળે એમ લાગતું નથી.”

“ 5 km. થાય છે અહીંથી ગામ અને એમાંય આટલા વાગે ચાલીને ના જવાય....અંધારુ પણ છે એન્ડ કંઈક કરડી જાય તો , જોઈએ કંઈક જુગાડ કરી લઈશું....”

“ આટલા વાગે શું જુગાડ થાય.… અહીં ઝાડ નીચે ઉભા રહી જઈએ.… આમ, આવ.... “

બન્ને ઝાડ નીચે ઉભા રહ્યા ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ હતો.

“ પેલ્લી બાજુ લાઈટ ચાલું છે ચાલો ત્યાં જઈએ.....”મીરાં એ ખુશ થતા કહ્યું.

“ અરે... પણ ત્યાં......”

“ અરે ચિંતા ના કરશો એ પાણીનો બોર છે એટલે ઓરડી પણ હશે જ “

“ ઓ..કે પણ જઈશું કેવી રીતે “

“ તમારા ફોનમાં લાઈટ કરો. પછી જઈએ..”

આર્યને તેના ફોનની લાઈટ કરી મીરાં એ એક લાકડી જેવું લીધું.

એક હાથ આર્યન નાં હાથમાં બીજા હાથમાં લાકડીથી જમીન માં પોલું છે, કે નઈ એ જોતી ખેતરના શેઢે શેઢે ચાલવા લાગી. થોડીવારમાં બન્ને ઓરડી ની જોડે આવી ઉભા રહ્યા.

“ ચાલો ઉપર જઈએ.“ મીરાં એ કહ્યું.

“ આમ કોઈને પૂછ્યા વગર.... સારુ ના લાગે....”

“ કોઈ છે જ નઈ તો કોને પૂછવાનું. સવાર સુધી કોઈ આવશે તો કંઈ દઈશું.”

“ સારૂ ચાલો ત્યારે...”

બન્ને બોરના ધાબા પર ગયા ત્યાં પતરાનું નાનું ઢાળીયું હતું અને એની નીચે એક ઘોડિયા જેવો ખાટલો હતો.રોજ રાતે રાત વાસો કરવા કોઈ આવતું હશે પણ વરસાદને લીધે નઈ આવી શક્યું હોય. બન્ને ઢાળીયા નીચે જઈ બેઠા.

ક્રમશ:...