લાગણીની સુવાસ - 4 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 4

લાગણીની સુવાસ

(ભાગ – 4)

અમી પટેલ (પંચાલ)

હજી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બન્ને ઢાળીયામાં પાથરેલા ખાટલાં માં બેઠા. મસ્ત માટીની સુંગધ પથરાઈ હતી અને ઠંડો પવન બન્ને ને સ્પર્શી રહ્યો હતો.

મીરાં એ દુપટ્ટાથી વાળ કોરા કર્યા. અને હાથ પગ લુછતી હતી. આર્યન તો તેને જોવામાં ખોવાયો હતો. મીરાં નાં કેટલાં રૂપ આજે એણે જોયા હતા. કયાંક ગભરાતી મીરાં કયાંક ઝઘડતી મીરાં ક્યાંક મસ્તી કરતી બિંદાસ મીરાં અને ઘરે તો એકદમ અલગ જ પણ તેનો સ્વભાવ તેના સંસ્કાર તો દરેક રૂપમાં એક જ હતાં.

મીરાં એ આર્યન સામે આવી ચપટી વગાડી. બેગમાંથી નાસ્તો કાઢતા કહ્યું.

“ નાસ્તો નથી કરવો, મને તો બહુ જ ભૂખ લાગી છે.”

“ હા, યાર ભૂખ તો મને પણ ખૂબ જ લાગી છે. “

બન્ને જણ બેસી નાસ્તો કરવા લાગ્યા.ઘરે પહોંચવાની ચિંતા બન્ને ને હતી પણ કંઈ થઈ શકે એમ ન હતું એટલે બન્ને ને રાત બોર પર વિતાવવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો.

“મીરાં તારો ડ્રિમબોય કેવો છે. એટલે કે કેવો જીવન સાથી જોઈએ તારે ?” આર્યને વાતો ચાલું કરી.

“ સાચું કહું તો તમે મને પાગલ સમજવા લાગશો.”

“ લે.... એમાં શું ? કંઈ એવું નઈ સમજું તું બોલને કેવો જોઈએ ?”

“ મારા સપનામાં કોઈ કોઈ વાર એક છોકરો આવે છે. માથે પાઘડી મસ્ત તસતસતું કેડીયું, રાઠોડી મોજડી એવું પેરેલું હોય છે. પણ હું એનો ચહેરો જોઈ જ નથી શક્તી. બસ એની એક અદા છે બધા થી અલગ એ મળશે તો હું એને ઓળખી જઈશ. ”

“ વાહ.... મીરાં પેલા તારી સગાઈ વાડો હવે આ.... આપડો ચાન્સ જ નઈ...”

બન્ને જણ હસી પડ્યા...

“ તમારે કેવી જોઈએ છોકરી...” મીરાં એ એમજ વાત આગળ વધારતા પૂછ્યું.

“ મેં હજી વિચાર્યું નથી પણ.... જો કોઈ ખંભાતની સૂત્તર ફેણી જેવી... રાજકોટનાં પેંડા જેવી.... સુરતની ધારી જેવી.. મળી જાય.... તો આપણને વાંધો નથી.”

“ તમારે તો મીઠાઈઓ જોઈએ મળે તો મને કેજો હું પણ તો જોવું હા....હા...”

“ તું પણ કે જે હો.... તારો ગોવાળિયો મળે તો. .”

“ પ્રોમિસ પહેલા તમને જ કહીશ.”

બન્ને નાસ્તો કરી. વાતોનાં વડાં કરતાં હતાં. ખાટલો સીધો રાખી બન્ને આડા સૂતા જેથી બન્નેને તકલીફ ના પડે અને પગ નીચે લબડતા રાખ્યા. બન્ને વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા.એ જ ખબરનાં પડી. રાતે એક ઉંઘ લઈ આર્યન ઉઠ્યો ત્યારે જોયું તો મીરાં તેનો એક હાથ પકડી ને સુતી હતી આર્યન એને જોઈ રહ્યો. કેટલી નાનાં બાળક જેવી છે. આ પાગલ.... મનમાં બબડ્યો.આકાશ ચોખ્ખુ થઈ ગયું હતું અને તારા દેખાતા હતા. વરસાદનો તાંડવ પત્યો હતોને દેડકા તમરા બોલતા હતાં. આર્યને પોતાનાં હાથમાં રહેલો મીરાં નો હાથ હળવેકથી દબાયો અને ખુલ્લા આકાશમાં જોઈ જાણે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો કે આ હાથ આમ, જ રહે એ જે ગોવાળ શોધે એની શોધ હું જ હોવ... અને તરત તે સ્વપ્ન માં થી બહાર આવ્યો હોય તેમ, પોતે આ શું વિચારે છે તેનું ભાન થયું ને સ્વસ્થ થયો.

“ મારાથી આવું વિચારાય જ કેમ હું પણ પાગલ થઈ ગયો છું સાવ ! . ” આર્યન મનમાં બબડ્યો.

થોડીવાર પછી મીરાં ઉંઘમાંથી જબ્કીને જાગી અને રડવા લાગી.

“ એને.... નાં મારશો..... મને મારો.... એને છોડી.... દો....” મીરાં જોર જોર થી રડતા રડતા બોલે જતી હતી.

“ મીરાં. .....મીરાં શું થયું કેમ રડે. .. છે... આટલું. ..કોણ મારે છે મીરાં.... કોઈ નથી અહીં જો....”

મીરાં આર્યનને વડગી રડવા લાગી એનું આખુ શરીર ધ્રુજતું હતું. થોડો તાવ પણ લાગતો હતો.

“ આર્યન એને બચાવી લે.... પ્લીસ... એ મારા ગોવાળને મારી નાખશે.... “

“ કોઈ નઈ.... મારે મીરાં હું બચાવી લઈશ બસ... એને ચલ શાંત થઈ જા.... લે પાણી પી... “

બોટલમાં થી આર્યને થોડું પાણી મીરાં ને પીવડાવ્યું. મીરાં થોડી ભાનમાં આવી પણ તેનું માથું બહુ જ દુ: ખતું હતું.

“ મારી પાસે થોડી દવા ઓ હું રાખુ જ છું તને વાંધો ના હોય તો તાવની ગોળી આપું તારું શરીર ગરમ છે. .. સવાર સુધી સારુ થઈ જશે પ્લીસ લઈ લે દવા... “

આર્યન તેની બેગમાંથી દવા લઈ આવ્યો..

“ આ. ..લે પાણી અને દવા ગળી લે...” આર્યને દવા આપતા કહ્યું.

“ માથાની ગોળી છે ? બહું જ દુ: ખે છે. ? “ મીરાં એ દવા લેતા પૂછ્યું.

“ બધી ભેગી જ છે. તને વાંધો ના હોય તો તું દવા લઈ સૂઈ જા હું દબાવી દવ માંથું અને હવે સીધી સૂઈજા તારો દુપટ્ટો ઓઢી એટલે ઠંડી ના લાગે. . “

“ હું સૂઈ જઈશ તો તમે ક્યાં ઉઘશો ? “

“ મારી ચિંતા ના કર તું સૂઈજા “

મીરાં થોડી વારમાં સૂઈ ગઈ. આર્યન પાસે બેસી એનું માંથું દબાવતો હતો. થોડીવાર પછી મીરાંના કપાળે, ગળામાં હાથ લગાવી તેણે તાવ છે કે નઈ એ તપાસ કરી તાવ ઉતરી ગયો હતો. આર્યન ઉભો થઈ ખાટલાનો ટેકો લઈ નીચે બેઠો. થોડીવારમાં તે પણ સૂઈ ગયો.

***

આ બાજુ મયુર આર્યન અને મીરાંની ચિંતા કરતો બેઠો હતો. આર્યન મીરાં સાથે હતો એટલે થોડો નિશ્ચત હતો.વરસાદ ઓછો થાય તેની પ્રાર્થના કરતો તે બેઠો હતો.ત્યાં જ ડેલીનો દરવાજો ખખડ્યો. મયુર ઉભો થયો ડેલી ખોલી.... જોયું તો સામે ભૂરી ઉભી હતી.મયુરને ભૂરી નો ખાસ પરિચય ન હતો.ખાલી એ મીરાંની મિત્ર છે એટલી જ જાણકારી હતી.

“ જલ્દી અંદર આવી જાવ કોઈ જોઈ જશે.”મયુર સૂચના આપતો હોય તેમ બોલ્યો.

ભૂરી અંદર આવી અને રસોડામાં ગઈ. મયુર પણ હીંચકા પર બેઠો.

“ માસ્તર તમે શું ખાસો તમે કહો એ બનાવી દઉં...” ભૂરી રસોડામાં દૂધ ગરમ કરતા બોલી.

“ સાચું કહું તો મન જ નથી કંઈ ખાવાનું ! “

“ તો નાસ્તો કરશો ? થોડું ખાઈલો નઈતો મીરાંને ખબર પડશે કે મેં તમને ભૂખ્યા રાખ્યા છે,તો મારો વારો લઈ લે શે.”

“ સારું તો, કંઈ પણ બનાવો મારે ચાલશે.”

ભૂરી એ પૌંઆ ભાખરી અને ચા બનાવી.ત્યાં સુધી બન્ને વચ્ચે કોઈ જ સંવાદ થયો નઈ.વરસાદ અને હીંચકાનો કીચૂડ કીચૂડ અવાજ આવતો હતો. બાકી નીરવ શાંતી પથરાઈ હતી. ભૂરી એ જમવાની બધી તૈયારી કરી મયુરને જમવા બોલાવવા ગઈ.

“ માસ્તર ચાલો જમવા. ... “

“ આમ, તમે મને માસ્તર. ...માસ્તર ના કેશો હું તમારી ઉંમરનો છું તો પ્લીસ મને નામથી બોલાવો..”

“ ઓ...કે... ચાલો... નઈ કહું બસ..”

બન્ને સામ સામે ગોઠવાયા અને ભૂરી એ જમવાનું પિરસ્યું. થોડીવાર શાંતિ જળવાઈ રહી. પછી ભૂરી એ મૌન તોડ્યું.

“ તમે તમારા ભાઈને ખૂબ પ્રેમ કરો છો ને ?”

“ હા, એના વગર હું કંઈ જ નથી. એ ગમે તેટલો મોટો થઈ જાય પણ મારા માટે એ નાનો જ રહેશે.”

“હમ્મમ....મારુ અને મીરાંનું એવું જ છે. એ કુટુંમ્બમાં મારી બેન થાય પણ મિત્ર ગણુ કે બેન બન્નેમાં એ મારી ખાસ છે.”

“ તમે અહીં આવ્યા એ કોઈને ખબરતો નથી ને ?”

“ ના, મારી મમ્મી ને કીધું કે આજે હું મીરાં ને ત્યાંજ સૂઈ જઈશ મારે ભણવાનું થોડુ કામ છે એટલે... “

“ તમારા પપ્પા એ ના પૂછ્યું કંઈ. ...?”

“ એ હવે આ દુનિયામાં નથી....”

“ ઓઓ.... સૉરી,” “ પૌંઆ ખૂબ સરસ હતા...કોઈવાર ફરી ખવડાવ જો...”

“ચોક્કસ... કેમ નઈ “

મયુર જમીને ખાટલા પાથરવા લાગ્યો. ભૂરી ઘરકામ આટોપવામાં લાગી. થોડીવારમાં ફરી વીજળીનાં કડાકા સાથે વરસાદ ચાલું થયો.

ક્રમશ:...