Redlite Bunglow - 12 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૧૨

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨

અર્પિતા તેમના કામ માટે તૈયાર થઇ ગઇ હતી એ કારણે રાજીબહેન ખુશ હતા. ઘણા સમયથી તે એક એવી છોકરીની શોધમાં હતા જે તેમના ધંધાને વેગ આપી શકે. રચના હવે જૂની થઇ રહી હતી. ગ્રાહકો હવે નવી છોકરીની માંગ કરી રહ્યા હતા. કોલેજની બીજી છોકરીઓ સામાન્ય ગ્રાહકો માટે યોગ્ય હતી. પણ વીઆઇપી ગ્રાહકો માટે હવે નવી છોકરી જરૂરી બની હતી. આ વખતે કોલેજમાં નવા પ્રવેશકાર્ય વખતે સુંદર અને સેક્સી છોકરી મળવાની તેમની ગણતરી અર્પિતાના રૂપમાં પૂરી થઇ હતી. તેને સુવિધાઓ આપીને પોતાના અહેસાન નીચે લાવવામાં રાજીબહેનને સમય લાગ્યો ન હતો. તેની સુંદરતા અને બોમશેલ જેવું ફિગર રાજીબહેન માટે લોટરી લાગ્યા જેવું હતું. વળી તેનું કુંવારાપણું પણ અકબંધ નીકળ્યા પછી રાજીબહેને તેના પહેલા ગ્રાહક માટે બોલી લગાવી હતી. તેના જવાબમાં ઘણી ઓફર આવી હતી. બે ઓફર મોટી હતી. તેમાં એક રાજનેતાનો છોકરો હતો અને બીજો મોટા બિલ્ડરનો ભાઇ હતો. રાજીબહેને રાજકીય આધાર મેળવવા રાજનેતાના પુત્ર વિરાગનો સોદો મંજૂર રાખવાનું નક્કી કર્યું હતું. અને તેને એક સપ્તાહ પછીનો સમય આપી દીધો હતો. ચાર દિવસ પછી અર્પિતા આવે એટલે તેને બધી જ બ્યુટી ટ્રીટમેન્ટ આપી સુંદર સુંવાળી બનાવવાનું આયોજન પણ કરી દીધું હતું. અર્પિતાના સ્વભાવ અને વિચારો વિશે રાજીબહેન હજુ વધારે કંઇ જાણી શક્યા ન હતા. તેમને એમ સમજાયું હતું કે અર્પિતાએ તેમની વાતનો કોઇ રીતે વિરોધ કર્યો ન હોવાથી તે આ ધંધામાં આવવા તૈયાર થઇ ગઇ છે. રાજીબહેનને થયું કે પૈસો અને ડર બધાને ખરીદી શકે છે. તેમણે અર્પિતા વિશે માહિતી મેળવવા માટે કામવાળી વીણાને બોલાવી.

"વીણા, પેલી અર્પિતા ગઇ કે નહીં?"

"હા મેમ, સાંજે નીકળી ગઇ."

"ક્યારે પાછી આવવાની છે?"

"ચાર દિવસનું કહેતી હતી. મેમ, માનવું પડશે. તમે શું છોકરી શોધી છે!" રાજીબહેનના ધંધા વિશે થોડુંઘણું જાણતી વીણા પણ અર્પિતાના ઝળહળતા રૂપથી પ્રભાવિત થઇ ગઇ હતી.

"ખરેખર?" રાજીબહેન અજાણ્યા થયા.

"હા મેમ, તેનો ચહેરો જ નહીં શરીર એટલું સુંદર અને સેક્સી છે કે કોઇ પણ પુરુષને પહેલી નજરે જ ઘાયલ કરી શકે છે." વીણાએ પોતાનો અભિપ્રાય આપી દીધો.

"પણ તેને આપણે ત્યાં ગમ્યું તો છે ને!"

"હા મેમ, એ ખુશ દેખાતી હતી. બહુ વાત તો થઇ નથી. એવું કહેતી હતી કે અહીં આવી એટલે માનો મોટો ભાર ઉતરી ગયો છે."

"ઠીક છે, તું જા અને જરા રચનાને મોકલ."

વીણાએ રચનાને મોકલી.

રચના આવી એટલે રાજીબહેને તેને પણ એ જ વાત કરી.

"રચના, તારી પડોશણ આવી ગઇ એટલે સારી કંપની રહેશે નહીં?"

"હા મેડમ, એકલા કંટાળો આવતો હતો."

" અર્પિતા તારી મિત્ર બની ગઇ કે નહીં?"

"હજુ બે દિવસ જ થયા છે. બહુ જાણકારી નથી પણ સારી છોકરી છે. ગામડાની છોકરીઓ ભોળી જ હોય ને મેડમ!"

"તારા જેવી નહીં! તું જ કહે, શરૂઆતમાં તને ગમતું ન હતું પણ હવે વાંધો નથીને? તારું ઘર પણ બરાબર ચાલે છે ને? અર્પિતા શું કહે છે?"

રચનાને એક ક્ષણ તો થયું કે તે કહી દે કે અર્પિતાએ તમારી ચુંગાલમાં આવતા પહેલાં જ ભાગવાની કોશિષ કરી હતી પણ પછડાટ મળી એટલે પાછી આવી ગઇ છે. પણ તે અર્પિતાને મુશ્કેલીમાં મૂકવા માગતી ન હતી. તેના માટે લાગણી થતી હતી. એટલે તે બોલી:"એણે પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. છૂટકો જ ન હતો. અને તમારો મોકલાવેલો વીડિયો બતાવ્યા પછી તો તે ભાગવાનું વિચારી શકે એમ જ ન હતી."

"ચાલ સારું છે કે એ રાજીખુશીથી જોડાઇ ગઇ છે. પણ તું ચિંતા ના કરતી. તારા ગ્રાહક ઓછા નહીં થવા દઉં! તારી પણ માંગ ઓછી નથી!" રાજીબહેને રચનાનો ઉત્સાહ વધે એ માટે કહ્યું. પછી કોમ્પ્યુટર પ્રિન્ટની એક ચબરખી આપીને આજના ગ્રાહક માટે કહી દીધું.

રચના ખુશ થઇને નીકળી.

***

અર્પિતાએ આજે એક એવો અનુભવ કર્યો હતો જેને તે કોઇ સામે વર્ણવી શકે એમ ન હતી. રાજીબહેનને પહેલા જ ગ્રાહકની ફરિયાદ સાંભળવા મળે એ માટે તેના સ્કૂલ સમયના મિત્ર વિનયનો સંગ કરીને કુંવારાપણું ગુમાવ્યું હતું. તે વિનય સાથે એકાકાર થઇ ગઇ ત્યારે અદભૂત રોમાંચનો અનુભવ કર્યો હતો. એ ક્ષણની મીઠી યાદો તે જીવનભર સાચવી રાખવા માગતી હતી. વિનયની પ્રેમવર્ષામાં તે ભીની થઇ હતી. તેણે સ્વર્ગ જેવા સુખનો અહેસાસ કર્યો હતો. તેના શરીરમાં હજુ પણ વિનયનો સ્પર્શ અનુભવાતો હતો. તે ફરી વિનયને બાઝી પડી. વિનયે પણ તેને પોતાના મજબૂત બાહુમાં ભીંસી દીધી. જાણે જનમોજનમ માટે જકડતો હોય. અર્પિતા આ બંધનમાં જ જકડાઇ રહેવા માગતી હતી. પણ રાત હવે આગળ વધતી હતી. તે તરત અલગ થઇ ગઇ અને બોલી:"વિનય, હવે હું નીકળું. તારું આ અહેસાન હમેશા યાદ રહેશે."

"અહેસાન તો તેં મારા પર કર્યું છે. તારી કાચી કુંવારી કાયા સોંપીને મને સમય કરતાં પહેલાં પુરુષ બનાવી દીધો. અર્પિ, સાચું કહું ? બે વર્ષ પહેલાં તું મારા ખેતરમાં આવે અને તેં જ્યારે મારા હોઠને ચૂમી લીધા ત્યારે મને આવેગ આવતા મેં તને મારી છાતી સાથે ભીંસી દીધી હતી. બે વર્ષથી એ આલિંગન યાદ કરીને ખુશ થતો રહ્યો હતો. કેટલીય રાતો તારા સપનામાં વીતાવી હતી. આજે તેં સપનામાંથી બહાર આવીને એવો અનુભવ કરાવ્યો છે કે હવે તારા વગર વધુ સમય રહી શકાશે નહીં."

"હું પણ તને ચાહું છું વિનય! પણ મારા માથા પર ઘણી જવાબદારીઓ છે. તું મારી રાહ જોજે. હું મારું ધ્યેય પૂરું કરીને પાછી જરૂર આવીશ."

"અર્પિતા, હું તારી રાહ જોઇશ....જરૂર જોઇશ. પણ ગામમાં આવે ત્યારે ક્યારેક આવી રીતે જ મળતી રહેજે!"

અર્પિતા હસી.

હવે પછી વિનયને ક્યારે અને કેવા સંજોગોમાં મળી શકાશે એ તો તે પણ જાણતી ન હતી. અર્પિતાએ ઝટપટ કપડાં પહેર્યા અને ડાંગ લઇને ઊભી થઇ.

વિનય કહે:"હું મૂકી જઉં?"

અર્પિતા મીઠું હસીને બોલી:"મારા વ્હાલમ, તું આખા ગામમાં ઢંઢેરો પીટાવવા માગે છે? અહીં જ બેસી રહે. હું નીકળી જઉં પછી બહાર આવજે."

અર્પિતા વિનયના ખેતરમાંથી નીકળી ગઇ અને સાવધાનીથી ઘરે પહોંચી ગઇ. સારું થયું કે મોડી રાત હતી એટલે રસ્તામાં કોઇ મળ્યું નહીં.

વર્ષાબેને દરવાજો ખોલ્યો અને તેને જોઇ ચમક્યાં: "બેટા, એકલી જ આવી?"

"હા મા, પ્રેમાને ત્યાં ઊંઘ ના આવી." કહીને પોતાના નાના ભાઇ-બહેનને ભેટીને તરત જ ઊંઘી જ ગઇ.

વર્ષાબેનને થયું કે હરેશભાઇની જીદ સામે આજે હું ઝૂકી હોત તો મુશ્કેલીમાં મુકાઇ હોત.

રાત્રે તે હરેશભાઇને જમવાનું આપવા ગઇ ત્યારે અર્પિતા તેની બહેનપણીને ત્યાં રાત્રે સૂવા જવાની હોવાની વાત કરી ત્યારે તેમણે વર્ષાબેનને એકદમ નજીક ખેંચીને રાત્રે આવવા આગ્રહ કર્યો હતો. પણ વર્ષાબેન જાણતા હતા કે અર્પિતા કદાચ પાછી આવી શકે છે. હરેશભાઇએ જીદ કરી હોવા છતાં તેમણે ના પાડી હતી. અર્પિતા ગામમાં હોય ત્યારે તે કોઇ જોખમ લેવા માગતા ન હતા.

વર્ષાબેનને હવે મનોમન પ્રશ્ન થતો હતો કે હરેશભાઇને પોતાની રોજની આદત પાડીને યોગ્ય કર્યું છે? આ વિચારમાં તેમને મોડેથી ઊંઘ આવી.

સવારે ઊઠવામાં મોડું થયું એટલે વર્ષાબેન ઝટપટ કામ પરવારવા લાગ્યા. બંને બાળકોને સ્કૂલે રવાના કર્યા પછી ખેતરે નિંદામણ માટે અર્પિતાને મોકલીને રસોઇ બનાવવા લાગ્યા. વર્ષાબેનને યાદ આવ્યું કે ખાતર પૂરું થઇ ગયું છે. ત્યાં ખાતરવાળા લાલજીભાઇનો માણસ જ આવ્યો. અને બાકી પૈસા આજે બપોરે બાર વાગ્યે ચૂકવવાનો સંદેશ આપી ગયો. ગઇ વખતના થોડા પૈસા બાકી હતા તેનો વર્ષાબેનને ખ્યાલ હતો. તે ઘરના કામ પરવારી બાર વાગે લાલજીભાઇની દુકાને પહોંચ્યા. દુકાન પર કોઇ ન હતું. વર્ષાબેનને થયું કે બધા જમવા જતા રહ્યા હશે. તેમણે દુકાનની પાછળ વાડામાં નજર નાખી તો લાલજીભાઇ સ્ટોક ગણી રહ્યા હતા. તેમણે બૂમ પાડી:"લાલજીભાઇ..."

"હા... વર્ષા... અંદર આવી જા..."

વર્ષાબેનને ખાતર પસંદ કરવાનું હતું એટલે અંદર ગયા.

"આવ...આવ... ઘણા દિવસથી તારી રાહ જોતો હતો...." લાલજીભાઇએ હસીને આવકાર આપ્યો.

"હું આવવાની જ હતી. પણ આ અર્પિતા આવી એટલે બે દિવસ લંબાઇ ગયું."

"મારે પણ અર્પિતાને મળવું જ હતું...."

વર્ષાબેન નવાઇથી જોઇ રહ્યા. લાલજીભાઇને વળી અર્પિતાનું શું કામ પડ્યું હશે.

"મારે એને એની માની વાત કરવી હતી. રાત્રે ઠંડી બહુ પડે છે ને તકલીફ થાય છે!"

લાલજીભાઇની વાત રહસ્યમય લાગતી હતી પણ વર્ષાબેનને અંદાજ આવી રહ્યો હતો.

"લાલા આ શું બોલે છે..કંઇ ભાન છે કે..."

"ભાન તો તું ભૂલી છે...આ લાલો લાભ માગે છે. અર્પિતાને તારા છનગપતિયાની જાણકારી તો રહેવી જોઇએ ને? હું પણ વિધુર જ છું.. તે દિવસે રાત્રે હરેશભાઇના ઘરમાંથી લીલા કરીને નીકળી ત્યારે જોઇ લીધી હતી..."

વર્ષાબેનને ખ્યાલ આવી ગયો કે એ રાત્રે તે હરેશભાઇના ઘરેથી નીકળી ત્યારે લાલજીભાઇ જ તેને જોઇ ગયો હતો. કોઇનો પડછાયો તેણે જોયો હતો. લાલજી વિધુર થયા પછી રાત્રે મોઢું મારતો ફરતો હોવાની વાત તેણે સાંભળી હતી.

"જો એ અમારી અંગત વાત છે. એમાં ના પડીશ. લે આ તારા બાકી પૈસા અને બીજા વધારાના આપું છું. તારું મોં બંધ રાખજે." વર્ષાબેને આજુબાજુ કોઇ ના હોવાનુ જોઇ બ્લાઉઝમાંથી પાકીટ કાઢીને હતા એટલા રૂપિયા ધર્યા.

"રાણી, રૂપિયા જ્યાંથી કાઢ્યા ત્યાં જ મૂકી દે. હું જાતે ત્યાંથી કંઇક લઇશ." લાલજીભાઇ છેલ્લી પાયરી પર ઉતરી આવ્યો હતો એ વર્ષાબેનને સમજાઇ ગયું.

"મેં તો પહેલાં પણ તને ઇશારા કર્યા હતા. તું પોતાને સતી કહેવડાવતી હતી. હવે હરેશભાઇ પાસે ગઇ તો મારી પાસે આવવામાં શું વાંધો છે. એ માટે તારે છોડીને પૂછવું પડશે કે? અને હરેશભાઇની સોડમાં ગઇ ત્યારે અર્પિતાને કહીને ગઇ હતી?"

વર્ષાબેનને થયું કે અત્યારે ગમે તેમ કરીને લાલજીભાઇને ટાળવો પડશે.

"તું મને સાચવી લે.. હું તને સાચવી લઇશ!" લાલજી બોલતો હતો.

"જો લાલા, બે દિવસ પછી અર્પિતા શહેર જવાની છે. આપણે પછી વાત કરીશું. અર્પિતાને કંઇ કહેતા નહીં..." વર્ષાબેને તેની વાતની મુદત પાડી દીધી.

તે કંઇ બોલે એ પહેલાં વર્ષાબેન તરત જ ત્યાંથી નીકળી ગયા. પણ તેમના દિલની ધડકન વધી ગઇ હતી. અર્પિતા આ જાણશે તો શું થશે? તેને કેવી સ્ત્રી માનશે? તેની નજરમાંથી પોતે ઊતરી જશે કે સહાનુભૂતિ થશે? વર્ષાબેનને એમ પણ થયું કે લાલજીની વાત હરેશભાઇને કરી દેવી જોઇએ. એને બરાબર ટીપી નાખશે. અને ફરી મોં ખોલશે નહીં. પણ પછી થયું કે હરેશભાઇ તેને હવે પોતાની અમાનત માનવા લાગ્યા છે. એમના હાથે તેનું કાસળ નીકળી ગયું તો પોતે પણ ફસાઇ જશે. તે હરેશભાઇનો સ્વભાવ જાણતી હતી. એક વખત મેળામાં બંને નાના બાળકો સાથે એ ગઇ ત્યારે કોઇએ તેના રૂપના વખાણ કરતાં એને એવી અડબોથ મારી હતી કે પેલો થોડીવાર માટે તો બેભાન જેવો થઇ ગયો હતો.

વર્ષાબેન વિચારો કરીને ભયથી ફફડી રહ્યા હતા. ત્યાં અર્પિતા આવી પહોંચી. માને જોઇ તે બોલી:"મા, શું થયું? તું ગભરાયેલી જેવી કેમ દેખાય છે?"

શું જવાબ આપવો એ વર્ષાબેનને સમજાતું ન હતું.

શું વર્ષાબેન અર્પિતાને પોતાની સમસ્યા જણાવી દેશે કે ચૂપ રહેશે? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED