રેડલાઇટ બંગલો ૮ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડલાઇટ બંગલો ૮

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૮

અર્પિતાને થોડા જ સમયમાં બહારની દુનિયાના અનેક કડવા અનુભવ થઇ ગયા. રાજીબહેન તેના પર જે ઉપકાર કરતા હતા એ તેની સેક્સી કાયાનો ઉપયોગ કરી કમાણી કરવા માટે કરતા હતા. સવારે ગામનો શ્યામ મળ્યો એને તેની સુંદર ભરાવદાર કાયાને ભોગવવા લગ્ન કરવા છે. હવે આ મહિલા નોકરી આપવાનું કહી તેને ધંધાદારી સ્ત્રી બનાવવા લઇ આવી છે. અર્પિતાને થયું કે તેનું આ કાતિલ રૂપ તેના માટે અભિશાપ બની રહ્યું છે. આ દુનિયા ખરાબ છે. તે વિચારમાં ડૂબેલી હતી. તેનું મગજ કામ કરી રહ્યું ન હતું. ત્યારે રીક્ષાવાળાએ તેને મોટા અવાજે કહ્યું:"મેડમ, હાથ છોડો..."

અર્પિતા એકદમ ચમકી ગઇ અને એક જ ક્ષણમાં નિર્ણય કરી લીધો. તે રીક્ષામાં બેસી ગઇ. અને રીક્ષાવાળાને સ્ટેશન પાછી લઇ જવા કહ્યું.

અર્પિતા સ્ટેશન પહોંચી ત્યારે તેને રાહત થઇ. તે પાછી સ્ટેશન પર ગઇ અને ફર્સ્ટક્લાસના વેઇટીંગ રૂમમાં જઇને બેઠી.

અર્પિતાને સમજાતું ન હતું કે શું કરવું? તેને કોઇ રસ્તો મળી રહ્યો ન હતો. બધા જ રસ્તા તેને રેડલાઇટ એરિયા તરફ લઇ જતા હતા. તેને રચના યાદ આવી. રચના સાથે વાત કરી કોઇ નિર્ણય લેવાનું નક્કી કર્યું અને રચનાને ફોન લગાવ્યો.

રચનાએ તેનો કોલ તરત જ લઇ લીધો:"અર્પિતા? બોલ, ક્યાં છે તું?"

"રચના, હું અહીં સ્ટેશનના વેઇટીંગ રૂમમાં બેઠી છું. મને થોડીવાર માટે મળવા આવી શકશે?" અર્પિતાએ તેને વિનંતિ કરી.

"હા, હું હમણાં કોલેજનું ફોર્મ ફરવા નીકળું જ છું. તને આવીને મળું છું. મારી રાહ જોજે." રચના નીકળવાની તૈયારી સાથે ઉતાવળમાં બોલી અને ફોન કાપી તૈયાર થવા લાગી.

અર્પિતા વેઇટીંગ રૂમની બહાર નીકળી અને સ્ટોલ પરથી સેન્ડવીચ લાવી ખાવા લાગી. તે ખાઇને બેઠી હતી ત્યારે રચના આવી પહોંચી. રચના તેની બાજુમાં બેઠી એટલે તે રડી પડી. રચનાએ તેના માથા પર હાથ રાખી શાંત રહેવા કહ્યું. "અર્પિતા, મારી મદદની કોઇ જરૂર હોય તો બોલ,"

અર્પિતાએ રાજીબહેનના ઘરેથી નીકળીને તે અહીં પાછી આવી ત્યાં સુધીની બધી જ વાત ખુલ્લા મનથી કહી દીધી. અને તેને જ પૂછ્યું:"બોલ શું કરું?"

રચનાએ તેની વાતો પર લાંબું વિચારીને સલાહ આપતાં કહ્યું:"મારું માનતી હોય તો રાજીબહેનની શરણમાં પાછી આવી જા. એક રીતે એમને ત્યાં સલામતિ છે. મારો અનુભવ કહે છે કે તે આપણો ઉપયોગ જરૂર કરે છે પણ એમના લીધે હું ભણી રહી છું અને પરિવારનો સહારો બની શકી છું. મને કોઇનો ડર નથી. આપણે તો નસીબદાર છે કે બહુ ઓછા ઘરાકને સંતોષ આપવાનો છે. મહિને બે કે ત્રણ ઘરાક હોય છે. બીજી છોકરીઓએ તો મહિનામાં પંદર ઘરાકને સાચવવા પડે છે. શરીર ચૂસાઇ જાય છે. અને બદલામાં પૈસા પણ ઓછા મળે છે. મજબૂરીમાં તે આ ધંધો સારો માને છે. તારા આવવાથી મારા ઘરાક કદાચ ઓછા થશે તો પણ હવે મને કોઇ વાંધો નથી. મારામાં તું ભાગ પડાવશે એની મને ચિંતા નથી. મને તારા પ્રત્યે લાગણી છે. અને હવે મારી પાસે ઘણા રુપિયા છે. "

"મતલબ કે તું પણ મને આ ધંધામાં પડવા કહે છે? શું એ સિવાય આપણું કોઇ બેલી નથી? શું સુંદર છોકરીએ મજબૂરીમાં પોતાનું શરીર ચૂંથવા આપી દેવાનું? નૈતિક રીતે નિર્ભય બની જીવવાનો અધિકાર આપણો નથી?" અર્પિતા રચનાની વાત સ્વીકારવા હજુ તૈયાર ન હતી.

"અર્પિતા, તારી બધી વાત સાચી છે. તું ના પાડે છે પણ આપણી કોલેજની કેટલીયે છોકરીઓ આ ધંધામાં જાતે આવી છે. તેમની પાસે ખાસ રૂપ નથી પણ ઓછા સમયમાં વધુ કમાણીનો આ ધંધો તેમને ફાવી ગયો છે. સાચું કહું તો ઘણી વખત આ કામમાં ક્યારેક સામેવાળા કરતાં આપણાને વધુ મજા આવે છે..!"

અર્પિતા નવાઇથી રચનાને સાંભળી રહી. અર્પિતાએ પોતાની પરિસ્થિતિ વિચારી લીધી. તેના માટે રાજીબહેન સિવાય કોઇ આધાર દેખાતો ન હતો. રૂપની ભૂખી આ દુનિયામાં તેના જેવી ગરીબ છોકરી માટે માના સપનાને પૂરા કરવાનું બીજી કોઇ રીતે શક્ય ન હતું. અને રાજીબહેન તેને બદનામ પણ કરી શકે એમ હતા. તે ભાગી તો આવી છે પણ વીડિયો તેમની પાસે છે. તેમની શરણ જ અત્યારે એકમાત્ર રસ્તો હતો. તેમને ત્યાં જવાથી જ આગળ કંઇક વિચારી શકાશે. અર્પિતાએ બધું જ વિચારીને પોતાના બંને હાથની મુઠ્ઠીઓ બંધ કરી. અને એક નિર્ણય લઇને બોલી:"રચના, હું રાજીબહેનની ગુલામ બનવા તૈયાર છું"

રચના ખુશ થઇ ગઇ. પણ તેને ખબર ન હતી કે અર્પિતાએ કેવો નિર્ણય લીધો હતો.

***

રાત્રે વર્ષાબેનના અંગોમાં થોડું કળતર હતું. સોમલાલના ગયા પછી ઘણા વર્ષે તેમણે શરીરસુખ માણ્યું હતું. હરેશભાઇ પણ પોતાના જોશ પર કાબુ રાખી શક્યા ન હતા. વર્ષાબેન સમર્પિત થઇ જતાં પોતાની ઇચ્છાઓ પ્રેમથી સંતોષી હતી. બંને કામસુખ માણીને આરામથી પથારીમાં પડ્યા હતા. વર્ષાબેનને નાનકા-નાનકીની ચિંતા ન હતી. બંને એક વખત રાત્રે ઊંઘી જાય પછી સવારે પણ મુશ્કેલીથી ઉઠતા હતા. આજે અર્પિતા ન હતી એટલે ઘણા દિવસથી વિચાર હતો એ આનંદ દિલ ભરીને માણ્યો હતો. સોમલાલના પાછા ફરવાની આશા મૂકી દીધા પછી છેલ્લા ઘણા મહિનાથી તેમને કામસુખ માણવાની ઇચ્છા હતી. હરેશભાઇને આ બાબતે તે ઇશારો પણ કરી ચૂક્યા હતા. બંને મોકાની રાહ જોતા હતા.

અર્પિતાને શહેરમાં રહેવાની વ્યવસ્થા થઇ ગઇ અને રાજીબહેને તેને બે દિવસ રોકાઇ જવા કહ્યું એટલે વર્ષાબેનની ખુશી બેવડાઇ હતી. એક તરફ અર્પિતાને ભણાવવાની ચિંતા ટળી ગઇ હતી અને બીજી તરફ શરીરસુખની ઇચ્છા પૂરી થવાની ઘડી નજીક આવી ગઇ હતી. આખો દિવસ તેમણે રાત પડવાની રાહ જોઇ હતી. અને રાત પડી એટલે તેમની આંખમાંની ઊંઘ ઊડી ગઇ હતી. રાતના અગિયાર વાગે તેમણે ઘરનું બારણું સહેજ ખોલી બહાર નજર કરી તો બધું સૂમસામ હતું. આમ પણ રાત્રે નવ વાગે તો આખું ગામ જંપી જતું હતું. ક્યાંક કૂતરાના ભસવાના અવાજ સિવાય નિરવ શાંતિ પ્રવર્તતી હતી. વર્ષાબેન બંને બાળકોને ચાદર ઓઢાડીને બહાર નીકળ્યા અને બહારથી કડી મારી દીધી. હરેશભાઇ તેમની રાહ જ જોતા હતા. તેમણે દરવાજો અંદરથી ખુલ્લો જ રાખ્યો હતો. વર્ષાબેન ઝટપટ દરવાજો હડસેલી અંદર ઘૂસી ગયા અને કડી મારી દીધી. ફાનસના ઝાંખા પ્રકાશમાં હરેશભાઇ તૈયાર થઇને પથારીમાં તેની રાહ જોઇ રહ્યા હતા. વર્ષાબેન જઇને તેમને વળગી પડયા. બંને જાણે જીવનમાં પહેલી વખત લગ્નનું સુખ માણી રહ્યા હોય એમ એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા. વર્ષાબેને અર્પિતાના પ્રવેશની બધી વાત કહી અને ભાર ઊતરી ગયો એની ખુશી પણ વર્ણવી. હરેશભાઇને પણ તેથી એ વાતનો આનંદ હતો કે હવે વારેઘડીએ વર્ષાબેનનો સહવાસ માણવા મળશે. ત્યારે તેમને એ વાતની ખબર ન હતી કે અર્પિતા તેમનું આ પગલું જાણી ગઇ છે.

બંને શરીરસુખનો ભરપૂર આનંદ માણીને પડ્યા હતા ત્યારે વર્ષાબેન બોલ્યા:"હરેશ, આપણે કંઇ ખોટું તો નથી કરી રહ્યા ને?"

"ના વર્ષા, જો તારા દિલમાં કોઇ પાપ નથી કે મારા દિલમાં કોઇ હવસ નથી. આપણે એકબીજાની જરૂરિયાત પૂરી કરવા પરસ્પરની સંમતિથી શરીરસુખ માણ્યું છે. મને ખબર છે કે તું પણ આ સુખ માટે વર્ષોથી તડપતી હતી. સોમલાલ મારો સગો ભાઇ છે છતાં હું કહું છું ને કે એણે તારી સાથે દગો કર્યો છે. મેં તેને આવો નહોતો ધાર્યો..." હરેશભાઇ તેને સમજાવી રહ્યા.

"મેં પણ તેની ઘણી રાહ જોઇ. એ આવવાનો હોત તો આવી ગયો હોત. અને તેણે આપણો સંપર્ક જ ના કર્યો. તે હવે આપણી સાથે સંબંધ રાખવા માગતો નથી. રતિલાલને પણ મળતો નથી તેનો મતલબ કે તેણે ત્યાં નવું ઘર માંડી લીધું છે." વર્ષાબેન આજે પોતાના દિલની વાત કરી રહ્યા હતા.

આ તક જોઇ હરેશભાઇ બોલી ઊઠ્યા:"વર્ષા, તું ચાહતી હશે તો આપણે ઘર માંડીશું..." અને વર્ષાબેનને કપડાં પહેરતાં અટકાવી ફરી વળગી પડ્યા. અને ચુંબનોથી નવડાવી દીધા. વર્ષાબેન પણ હરેશભાઇના પ્રેમાવેગને વશ થઇ ગયા.

થોડીવારે તેને દૂર કરતાં બોલ્યા:"હરેશ, હમણાં હું આ બાબતે કંઇ નહીં કરી શકું. મારે હજુ અર્પિતાને ભણાવવાની અને તેના લગ્ન કરવાની જવાબદારી છે. આ ઉંમરે હું બીજા લગ્ન કરું તો તેને આંચકો લાગશે. અને ત્રણ બાળકોની માનું પગલું ગામમાં પણ સારું નહીં દેખાય. આપણે થોડા વર્ષ આ રીતે જ રાત્રે પતિપત્નીની ભૂમિકા ભજવીશું. અને સવારે દિયર-ભાભી બની રહીશું. આ વાતની કોઇને ગંધ ના આવવી જોઇએ. નહીંતર મારા માટે ગામમાં રહેવું મુશ્કેલ બનશે...." વર્ષાબેને પોતાની પરિસ્થિતિ વર્ણવી.

"તું ત્રણ બાળકોની મા લાગતી નથી. હજુ તો જુવાની પૂરી થઇ નથી. પણ ઠીક છે. લગ્નનું પછી વિચારીશું. હવે તું નીકળ. ઘણો સમય થઇ ગયો. બાળકો કદાચ જાગી જશે તો....અને સાચવીને બહાર જજે. કોઇ જોઇ ના જાય તેનું ધ્યાન રાખજે."

વર્ષાબેને ઝટપટ કપડાં પહેરી હળવેકથી બારણું ઉઘાડી આમતેમ નજર કરી. ગાઢ અંધારામાં એક કૂતરું આમથી તેમ દોડી રહ્યું હતું. બીજું કોઇ દેખાતું ન હતું. તે ઝડપથી દોડીને પોતાના ઘર પાસે આવી. અચાનક કૂતરું ભસવા લાગ્યું. તે ડરી ગઇ અને જલદીથી દરવાજાની કડી ખોલીને ઘરની અંદર જતી રહી. દરવાજો બંધ કરતા પહેલાં તેણે આસપાસમાં નજર નાખી. કૂતરો ભસતો ભસતો દૂર જઇ રહ્યો હતો. તેની આગળ તેને એક પડછાયા જેવું લાગ્યું અને તે ચમકી ગઇ.

અર્પિતાએ શું નક્કી કરીને રાજીબહેનની ગુલામ બનવાનું નક્કી કર્યું હતું? શું વર્ષાબેનને કોઇ જોઇ ગયું હતું ? એ બધું જાણવા હવે પછીના પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.