રેડલાઇટ બંગલો ૫ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૫

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

ચોથા પ્રકરણમાં આપે વાંચ્યું....

રૂપવતી અર્પિતા ખુશ હતી. તેને શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. રાજીબહેને તેના રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. અર્પિતાએ તેની બાજુની રૂમની રચના સાથે વાત કરી ત્યારે અર્પિતાને નવાઇ લાગી. એ કોલેજના બીજા વર્ષમાં હતી. તો પણ તેની કોમ્પીટીટર સમજતી હતી. કેટલાય મહિનાઓથી વર્ષાબેનને પતિ સોમલાલ ભૂલાઇ રહ્યો હતો. વર્ષાબેન ઘરે પહોંચીને જમ્યા પછી બંને બાળકો થોડીવાર રમીને સુઇ જવા આડા પડ્યા. બંને બાળકોની આંખ જલદી બંધ થઇ ગઇ. પણ રાત આગળ વધી તોય વર્ષાબેનની આંખમાં ઊંઘ ન હતી. તેમની ઊંઘ કોણ ચોરી ગયું? એ વિચારી રહ્યા. આ તરફ રાજીબહેનના બાથરૂમમાં નવા કપડાં સાથે નહાવા ગયેલી અર્પિતાનું આખું શરીર અરીસામાં દેખાઇ રહ્યું હતું. તે પોતાની સુંદરતા જોઇને ચોંકી ગઇ. તે પોતાના ઉભાર અને દરેક વળાંક જોઇ રહી. કોઇપણ પુરુષને પાગલ કરી મૂકે એવું પોતાનું ખીલેલું યૌવન હતું એ તેને આજે દેખાયું. રાજીબહેનને કપડાંની ટ્રાયલ આપી તે રૂમ પર પહોંચી. અને રચનાએ આવીને તેના શરીરના નાજુક અંગોનો સ્પર્શ કરી ચમકાવી દીધી. તેને રચનાનું વર્તન રહસ્યમય લાગ્યું....... હવે આગળ વાંચો.

પ્રકરણ-૫

રચનાએ પહેલાં તેના ગાલ અને પછી ઉભારના નાજુક ભાગ પર હાથ ફેરવ્યા પછી અર્પિતા ચમકી ગઇ હતી. તેને રચનાનું વર્તન રહસ્યમય લાગી રહ્યું હતું. તેણે રચનાને ફોડ પાડીને બોલવા કહ્યું તો પણ તેણે કોઇ જવાબ આપ્યો નહીં. અર્પિતા અકળાઇ રહી હતી. ત્યાં રચનાએ તેના ટૂંકા સ્કર્ટમાં દેખાતી પગની આરસપહાણ જેવી સુંદર પીંડીઓ પર નરમાશથી હાથ ફેરવી કહ્યું:"આ તો કંટ્રોલ ના રહે એવો ભાગ છે અર્પિતારાણી..."

"બંધ કર તારી બકવાસ." અર્પિતા ખીજવાઇ ગઇ.

તેને થયું રચના ક્યાંક ગે તો નથી ને. પછી તેનો હાથ હડસેલી બોલી: "રચના, કોઇના શરીરને આ રીતે સ્પર્શવાનું યોગ્ય નથી."

રચના હસવા લાગી. એટલે અર્પિતા વધારે ગુસ્સામાં આવી.

રચના હવે પત્તા ખોલતી હોય એમ તેની ચિબુક પકડીને આંખોમાં આંખો નાખી ધીમે રહીને બોલી:"મારો સ્પર્શ જો તને યોગ્ય ના લાગતો હોય તો કોઇ પરપુરુષ તારા આ મસ્ત મસ્ત અંગો સાથે રમશે તો તને કેવું લાગશે એ વિચાર..."

રચના હવે ગંભીર બનીને બોલી રહી હતી. અર્પિતાનું દિલ ધડકવા લાગ્યું. રચના શું કહી રહી છે. તેને ખ્યાલ આવી રહ્યો હતો.

ત્યારે રચના બોલી: હું પૂછું તેના જવાબ આપજે. હું રાજીબહેનને આજે મળી નથીકે કોઇ વાત થઇ નથી. અને તને મળવા આવી છું."

"તારી પાસે સવાલ જ છે કે બીજું કંઇ છે?" રચનાના વર્તનથી અર્પિતા પરેશાન થઇ રહી હતી.

રચનાએ તેના સવાલને અવગણીને કહ્યું:"જો, તું ગરીબ છે એટલે તારી ફી માફ કરવામાં આવી છે ને? તારી સ્થિતિ સારી નથી એટલે રહેવાની વ્યવસ્થા કરી આપી છે ને? તને નવડાવીને નવા કપડાં પહેરાવી તને તારી અદ્ભૂત સુંદરતાનો પરિચય કરાવ્યોને? અને હવે કોલેજક્વીન બનાવવા તૈયાર કરશે ખરું ને?"

"હા, આ બધું જ મારી સાથે થયું છે. પણ આ બધો જ ઘટનાક્રમ તેં કેવી રીતે જાણ્યો?" અર્પિતાને રચનાની વાતથી નવાઇ લાગી રહી હતી. શું તે તેની જાસૂસી કરી રહી હતી કે વીણાએ તેને માહિતી પહોંચાડી હતી? અર્પિતાને થયું રચનાથી ચેતવું પડશે.

"કેમકે આ બધું મેં અનુભવ્યું છે." રચના જવાબ આપતાં રડવા જેવી થઇ ગઇ.

અર્પિતા તેને આશ્ચર્યથી જોઇ રહી.

રચનાએ પોતાની વાત હવે માંડીને કહેવાનું શરૂ કર્યું.

"હું પણ તારા જેવી જ ગામડાની ગરીબ પરિવારની છોકરી છું. કોલેજમાં પ્રવેશ માટે આવી અને ફોર્મ ભર્યું એ પછી મારા માતા-પિતાને ચિંતા હતી કે મને પ્રવેશ મળશે કે નહીં. કોલેજની ફી વધારે હતી. પણ પિતાએ લોન લઇને ફી ભરવાની તૈયારી રાખી હતી. તે મને ઉચ્ચ અભ્યાસ કરાવી ઊંચા સ્થાન પર જોવા માગતા હતા. જ્યારે ઇન્ટરવ્યુ માટે આવી ત્યારે મને જોઇને જ રાજીબહેને પસંદ કરી લીધી હતી. એ જ નહીં ટ્રસ્ટી તરીકે બેઠેલા પ્રિન્સીપલ અને બીજા પુરુષો પણ મારા રૂપથી અંજાયેલા લાગ્યા. ઇન્ટરવ્યુ વખતે જ મારી ફી રાજીબહેનના કહેવાથી માફ કરી દેવામાં આવી. અને અહીં રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. મારા માતા-પિતા તો મને લોટરી લાગી હોય એમ ગાંડા થઇ ગયા. અને મને અહીં છોડી ગયા. તેમને ખબર ન હતી કે તેમની ભોળી કબૂતર જેવી દીકરી કેટલીવાર પીંખાવાની હતી." રચનાના અવાજમાં દર્દ છલકાતું હતું.

અર્પિતાને પહેલી વખત તેના માટે સહાનુભૂતિ થઇ. અને તેની પીઠ પર હાથ ફેરવી આશ્વાસન આપ્યું. અર્પિતાની સામે એક બીજા જ રાજીબહેનનો ચહેરો ખૂલી રહ્યો હતો.

"આ બંગલાનું નામ રેડલાઇટ બંગલો છે. પણ કોઇને ખબર નહીં હોય કે બંગલામાં જ રેડલાઇટ વિસ્તાર છે. તે ભલે કહેતી હોય કે અહીં પુરુષો માટે રેડ સિગ્નલ છે પણ ખરેખર તો તેમના માટે ગ્રીન સિગ્નલ છે. સમાજમાં એ પોતે સેવાભાવી દેખાય છે. પણ તેના સુંદર ચહેરા પાછળ એક શેતાની ચહેરો છે તેનો હજુ તને પરિચય થયો નથી." રચનાનો સ્વર તૂટી રહ્યો હતો.

રચનાની વાત સાંભળી અર્પિતા ધ્રૂજી ઊઠી. તે કેવા ભયંકર ષડયંત્રમાં ફસાઇ રહી હતી તેનો ખ્યાલ આવી રહ્યો હતો. ગામડાની માસૂમ છોકરીઓ પર દયા કરીને કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનો તેને અંદાજ આવી ગયો.

રચના આગળ બોલી:"કોલેજક્વીનની સ્પર્ધા તો તેની એક રમત છે. કોલેજક્વીનનો ખિતાબ અપાવી તે છોકરીનો ભાવ વધારી દે છે. તારી પાછળ જે ખર્ચ કરી રહી છે એ વ્યાજ સહિત વસૂલ કરી લેશે. મને તો જાણવા મળ્યું છે કે તે આવી રીતે છોકરીઓને અહેસાનના ભારમાં લાવી છેલ્લા દસ વર્ષથી આ ધંધો કરી રહી છે."

રચના રાજીબહેનના એક પછી એક રહસ્ય ખોલી રહી હતી.

"મારી પહેલાં પણ ઘણી છોકરીઓ પાસે તેણે ધંધો કરાવ્યો છે."

"એ બધી ક્યાં ગઇ અને તું કેમ પડી રહી છે?" અર્પિતાએ સવાલ કર્યો.

"મારી તો મજબૂરી છે. પણ જેણે ભાગવાની કોશિષ કરી તેનું જીવન બરબાદ થઇ ગયું છે. એક વખત તેની ચુંગાલમાં આવી ગયા પછી છૂટવું સહેલું નથી. મારા પહેલાની છોકરીઓ આ શહેર છોડીને ભાગી નથી... તેમણે આ જીવનથી છૂટકારો મેળવી લીધો હતો..." રચનાએ બીજું એક રહસ્ય ખોલ્યું: "હું પણ ભાગી જવા ઇચ્છતી હતી. પરંતુ સફળતા ના મળી. અને સાચું કહું તો હવે તારા માટે પણ બે જ રસ્તા બચ્યા છે. ક્યાં તો આ સીસ્ટમનો એક ભાગ બની જા અથવા ઝેર પી લે." રચનાએ તેને ચેતવી દીધી.

રચનાની આ વાત સાંભળી અર્પિતાની આંખે અંધારા આવી ગયા. તેને પોતાની મા અને નાના ભાઇ-બહેન યાદ આવી ગયા.

"હવે તારા સોદા થવા લાગ્યા હશે. તારા ફિગર પ્રમાને તારો એક રાતનો ફીગર નક્કી થશે. તારા આ કપડામાં ફોટા ગ્રાહકોમાં ફરવા લાગ્યા હશે." કહી રચનાએ તેને અચાનક પૂછ્યું:"તારો કોઇ બોયફ્રેન્ડ છે કે?"

અર્પિતાને અચાનક વિનય યાદ આવી ગયો. એ તેનો બોયફ્રેન્ડ કહી શકાય કે કેમ એ તેને સમજાતું ન હતું. તે દસમા ધોરણમાં આવી ત્યારે તેના વર્ગમાં એ ભણતો હતો. ભણવામાં તેનાથી પણ હોંશિયાર હતો. બંનેની પહેલી વખત નજર મળી ત્યારે દિલમાં કંઇક થયું હતું. પણ બંને શરમાળ હતા. અને આ ઉંમરે પ્રેમ જેવું કંઇ હોય એનો ખાસ ખ્યાલ ન હતો. હા, પરસ્પરનું આકર્ષણ હતું. જેનાથી બંને ક્યારેક અજબ ખેંચાણ અનુભવતા હતા. પણ તેને કોઇ રીતે વ્યક્ત કરી શકતા ન હતા. વિનય ક્યારેક અર્પિતાને તેની વાડીના ફળ ખાવા આપતો હતો. તેના પિતાની મોટી ખેતી હતી. તે પિતાને ખેતીમાં મદદ કરતો હતો. એક રવિવારે તેણે કેરી લેવા તેના ખેતરમાં અર્પિતાને બોલાવી હતી. તે પહોંચી એટલે આંબા પરથી બે મોટી કેરી ઉતારીને તેને બંને હાથમાં લઇ આપવા માટે હાથ લંબાવ્યા. અર્પિતાને શું થયું કે તે દોડીને વિનયને ભેટી પડી. વિનય પહેલાં તો ચોંકી ગયો. પછી તેણે બંને કેરી તેની પીઠ પર દબાવી અર્પિતાને ભીંસી નાખી. અર્પિતાને ખીલી રહેલી છાતીમાં થયેલી વિનયની ભીંસથી અનેરો રોમાંચ થયો. તેના અંગેઅંગમાં વીજળી દોડી ગઇ. પહેલી વખત તેના ખીલી રહેલા અંગ સાથે કોઇ વિજાતીય સ્પર્શ થયો હતો. તેણે વિનયના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. વિનયના શરીરમાં જાણે વીજળી દોડી ગઇ. તેણે અર્પિતા સાથે ભીંસ વધારી. અચાનક ટ્રેક્ટરનો અવાજ આવતા બંને છૂટા પડી ગયા.

એ મુલાકાત પછી તો દસમાની પરીક્ષા આવી એટલે બંને ખાસ મળી શક્યા નહીં અને વિનય તો દસમા પછી ભણવાનું જ છોડી ગયો. એટલે ખાસ મળવાનું બન્યું નહીં. તેને તેના પિતાની ખેતીમાં ધ્યાન આપવાની જરૂર હતી એટલે તેણે ભણવાનું માંડી વાળ્યું. અને અર્પિતા બારમા સુધી ભણીને કોલેજમાં આવી રહી હતી. રચનાના સવાલથી ભૂલાયેલો વિનય તેને ફરી યાદ આવ્યો.

અર્પિતાને જવાબ આપતાં વાર લાગી એટલે રચનાએ તેને ઢંઢોળતા કહ્યું:"અલી, તારો પણ કોઇ આશિક છે ખરો!"

"ના. એક છોકરાનું આકર્ષણ હતું. પણ બોયફ્રેન્ડ કોઇ નથી. તેં આ કેમ પૂછ્યું?" અર્પિતાને નવાઇ લાગી.

"એટલા માટે કે બોયફ્રેન્ડ હોય એવી ઘણી છોકરીઓ સેક્સનો અનુભવ મેળવી ચૂકી હોય છે. પણ ગામડાની છોકરીઓ શરમાળ અને મર્યાદામાં રહેનારી હોય છે. જ્યારે શહેરની ઘણી છોકરીઓ કહેવાની જ કુંવારી હોય છે. હવે તારો પહેલો સોદો બહુ મોટો થશે. અબોટ યૌવનવાળી યુવતીના ભાવ ઊંચા બોલાય છે." રચનાએ તેને હકીકત બતાવી.

રચનાની વાતો સાંભળી તેણે નક્કી કરી લીધું કે તે અત્યારે જ રાજીબહેનની ચુંગાલમાંથી ભાગી છૂટશે. તેણે રચનાને કહ્યું:"હવે આ બાઇના ધંધા વિશે વધારે સાંભળવાની મારી હિંમત નથી. હું અત્યારે જ ઘરે જતી રહીશ. તું મારી મદદ કરીશ?"

અર્પિતા તરત જ કપડાં બદલી પોતાની બેગ તૈયાર કરી ઊભી થઇ ગઇ.

રચના તેને જોઇ રહી પછી હસીને બોલી:"બહુ ભોળી છે તું...." અને પોતાના મોબાઇલનું સ્ક્રિનલોક ખોલવા લાગી.

રચનાએ તેનો મોબાઇલ નંબર લીધો અને પોતાના વોટ્સએપના વીડિયોમાં જઇ તેને એક વીડિયો સેન્ટ કર્યો. અને જોવા માટે કહ્યું. રચનાએ મોકલેલો પોતાનો વીડિયો જોઇને અર્પિતાના હોશકોશ ઊડી ગયા. આ વીડિયો વાઇરલ થાય તો તેની શું દશા થાય? તેના પગમાં જાણે સાંકળ બંધાઇ હોય એમ એ અટકી ગઇ. વીડિયો જોઇને તેને શંકા પણ થઇ કે શું રચના રાજીબહેન સાથે મળેલી હશે?

અર્પિતાનો એ કયો વીડિયો હતો ? અને રચના ખરેખર રાજીબહેન સાથે મળેલી હતી કે નહીં? એ જાણવા હવે પછીનું પ્રકરણ અચૂક વાંચશો.

રેટ કરો અને રિવ્યુ આપો

Bharat Maghodia

Bharat Maghodia 2 માસ પહેલા

Dhaneshbhai bhanabhai parmar

Dhaneshbhai bhanabhai parmar 2 માસ પહેલા

Hims

Hims 6 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 10 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 2 વર્ષ પહેલા